________________ જે સહ આતમજ્ઞાન 59 પ્રિયતાના ભાવે જ ભક્ત કવિઓએ જ્યાં પ્રભુ-ભક્તિ ગાઈ છે, ત્યાં પ્રભુને પ્રિયતમની ઉપમા આપી છે. ભક્ત કહે છે હે પ્રભુ! સારા કે વિશ્વમાં તારાથી વધુ પ્રિય મને કઈ નથી એટલે તું મારે પ્રિયતમ છે. તમને સૌથી વધારે પ્રિય શું છે? સંસાર પ્રિય છે, તો સંસાર તમારે પ્રિયતમ અને વિષય-વિકારે પ્રિય હોય તે એ પ્રિયતમ. તમને ધન પ્રિય છે તે ધન પ્રિયતમ. પ્રતિષ્ઠા પ્રિય છે તો પ્રતિષ્ઠા પ્રિયતમ, નામના પ્રિય છે તે નામના પ્રિયતમ. અને જીભના ચટાકા પસંદ હોય તો એ પ્રિયતમ. શું પસંદ છે ? સૌથી વધારે શું ગમે છે? જરા અંતરને પૂછો ! અંતર શોધ કરવા જશે તો એમાં ગૂંચવાઈ જશે, સ્પષ્ટ ખુલાસો નહિ મળે. તમે પોતે જ અંતઃકરણમાં મૂંઝાઈ જશે. આજે મેં તમને અહીં વ્યાખ્યા નમાં કહ્યું છે, આખા દિવસમાં કે રાત્રે સમય મળે ત્યારે બે-પાંચ મિનિટ એક બાજુ બેસીને જરા વિચાર તે કરી છે જે આના ઉપર ! ભલે મને કહેવા નહીં આવતા, મારે નથી સાંભળવું, કારણ કે મને ખબર છે, નહીં કહો મને, પણ પૂછી લેજે અંતરને. મને એમ લાગે છે કે એક સાથે ચાર, પાંચ, છ પદાર્થો ભેગા થશે, અને તમને એમ થશે કે આમાં પર્સન્ટેજ કેમ મૂકે? આને પ્રિય કહું કે આને કહું? આ વધારે ગમે છે તે તેને પ્રિયતમ કહું? પણ ના, એના કરતાં આ વધારે ગમે છે. અને સહુથી વધુ ગમવામાં પણ ઘણું ઘણું છે. એટલે એનો અર્થ એ થયો કે તમારે કઈ પ્રિયતમ જ નથી. પ્રિયતમને સંબંધ પણ સ્વાર્થથી જ છે. જ્યાં સ્વાર્થ, સધાતો હોય, તમારા મનની ભાવનાને જ્યારે જે વધારે અનુકુળ વતે ત્યારે તે તમારો પ્રિયતમ! આ કેવું કહેવાય? સારું કહેવાય ખરું? તમારી સામાજિક કે નૈતિક દષ્ટિ શું કહે છે? જ્યારે જે ગમે તે પ્રિયતમ એવું હોઈ શકે કે પ્રિયતમ તો એક જ હોય? અનેક હોય એવું ના બને. પણ એવું છે ખરું? અંતરને ઢંઢોળશો તે અંતર કહેશે કે આ યે ગમે છે અને પેલું પણ ગમે છે. અને કોઈને ય હું ઓછા માર્ક દેવા તૈયાર નથી. આ જ કારણ છે કે આપણે અટવાયેલા રહીએ છીએ. કેઈમાંથી કાંઈ જ પામી શકતા નથી.