________________ હું આત્મા છું એણે જોયું-કે રાજાને એક હાથ રાણીના ગળામાં છે અને બીજો હાથ પિષ મહિનાની કડકડતી ઠંડીને ઉડાડવા સગડીના અંગારા પર છે. એ સમયે હાથ બળી રહ્યો હતે. દૂરથી તે આ જોઈ શક્યો નહોતો. નજીક આવતાં પરસ્પર વિરોધી બે દશ્ય એક સાથે જોયાં. અને સાથે સાથે એ પણ જોયું કે રાજા જનક આ બન્નેમાં સ્થિતપ્રજ્ઞ છે. નથી તેમને રાણીના સ્પર્શને હર્ષ કે નથી બળતા હાથને ખેદ. મુખ પરની એક રેખા પણ બદલાઈ નથી. નિર્વિકાર દશામાં સ્થિર છે. સુખ અને દુઃખથી પર થઈ ખરેખર વિદેહ દશાની અનુભૂતિમાં જ એ હતા. આ જોઈને બ્રાહ્મણ તો પાણી-પાણી થઈ ગયે. આ હતો જનકની પરીક્ષા કરવા, તેને અહંકાર ઉતારવા પણ તેને પિતાને જ અહંકાર ઉતરી ગયે. અને તે જનકના ચરણમાં નમી પડયો. કહે છે: “મહારાજા! આજ સુધી એમ સમજતો હતો કે તમે ખોટા છે. જોકેએ તમને ખોટેખોટા વખાણ કરીને ચડાવ્યા છે. પણ ના, એમ નથી. હું ભ્રમમાં હતો. હું ઘણાં શાસ્ત્રો ભર્યો. અનેકને વાદ-વિવાદમાં મેં હરાવ્યા. પણ સુખ અને દુઃખથી પર થઈ, જે ઉદાસીનતા આપ કેળવી શક્યા છે, તે મારામાં નથી. એક સ્ત્રીના સંગથી નથી આપને ખુશી, નથી સુખ અને અંગારાથી જલતા હાથની વેદનાથી નથી આપને દુખ ! ગૃહ સ્થાશ્રમમાં રહી, બધી જવાબદારીઓ સંભાળતાં પણ આપે ખરેખર વિદેહ દશા પ્રાપ્ત કરી છે.” દેહ હોવા છતાં પણ દેહના ધર્મો પ્રત્યે ઉદાસીનતા, તેનું નામ છે વિદેહ દશા. દેહ કેને ન હોય ? માત્ર સિદ્ધોને જ! એ સિવાય બધા જ જીને દેહ હોય જ છે. દેહના રોગને કારણે જ વિષયમાં રાગ ભાવ હોય, છે. જે દેહ પ્રતિ રાગ ન હોય તો વિષયમાં રાગ ટકી શકતો નથી. એ આપોઆપ દૂર થઈ જાય છે. બહુ પ્રયાસ પણ કરે પડતો નથી. અહીં રાજા જનક એવા જ વિદેહી છે, તે પેલા બ્રાહ્મણ માટે આદર્શ રૂપ બની ગયા. સત્યાથી બ્રાહ્મણે ત્યાં જ બધા ય પોથી-પાનાં છેડી દીધાં અને પાણી મૂછ્યું કે હવે કઈ સાથે વાદ-વિવાદ કરવા નહીં જાઉં. કોઈને