________________ જો સહ આતમજ્ઞાન ! બતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ-દર્શન, સમ્યગ્ર-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્માના સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની સાથે અનંત શાશ્વત સ્થિતિનું સર્જન કરે છે. જે સ્થિતિ, જે સ્વરૂપ દશા, જે સ્વાભાવિક સુખને અનુભવ છે આજ સુધી કર્યો નથી, તે અનુભવ આરાધનાથી થાય છે. એ દશાની પ્રાપ્તિ માટે જીવન જે પુરુષાર્થ છે તે આદરણય, શ્રદ્ધનીય અને આચરણય છે. શાસ્ત્રમાં આ પુરુષાર્થ કઈ રીતે કરે છે જેથી જીવ સ્વભાવદશાને પામી શકે, એની જ વાતે અનેક રીતે કરવામાં આવી છે. શાસ્ત્ર વચનને લક્ષ્યમાં રાખી અંતરમાં ઉતારવાને પ્રયાસ થાય તે જરૂર સિદ્ધિને પામી શકીએ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે, જીવને બાહ્ય-આત્યંતર કેવા કેવા સાધનોની કયારે કયારે આવશ્યકતા છે એ બતાવવામાં આવ્યું છે. મોક્ષમાર્ગની ભ્રમણામાં ફસાયેલા બે પ્રકારના જીનું વર્ણન કર્યા પછી; એ ભ્રમણામાંથી બહાર નીકળીને શું આચરણીય છે એ બતાવતાં શ્રીમદ્જીએ કહ્યું છે - રાગ્યાદિ સફળ તો, જે સહ આતમજ્ઞાન તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણું નિદાન”........... વૈરાગ્ય એ શું છે? તેનું વિવેચન ગઈ કાલે કર્યું. રાગનું જ એક સ્વરૂપ કે જે પ્રશસ્ત હોય. જે બાહ્ય જગતથી સંબંધિત ન હોય. જે રાગ બાહ્ય જગતથી પર થઈને, આંતર જગતમાં ફેલાય તે વૈરાગ્ય. જાગતિક પદાર્થો