________________ 54 હું આત્મા છું પરની પ્રીતિ તે રાગ અને આંતરિક ઉચ્ચ ધ્યેય, કોઈ ઉચ્ચ હેતુ પ્રત્યેની પ્રીતિ તે વૈરાગ્ય. . આપણે આપણા રાગ-ભાવને, નેહ ભાવને સૂક્ષ્મ દૃષ્ટિથી મૂલવીએ તો જરૂર સમજાશે કે આપણું પ્રીતિ બાહ્ય જગતને જ ઓળખે છે. નેહભાવ તો સહુમાં પડે છે. જેની પાસે હદય છે, જેની પાસે લાગણીઓ છે, સ્નેહ અને પ્રેમની ભાવના છે, એ ક્યાંક ને ક્યાંક બહાર નીકળતી જ હોય છે. ' અરે ! ગમે તેવો ક્રુર માણસ હોય, અત્યાચારી હોય, પાપી હોય, પણ એના અંતઃકરણમાં પણ કયાંક કૂણી લાગણીઓ પડી હોય છે. કેઈ માણસે પિતાના જીવનમાં સેંકડો હત્યાઓ કરી હોય, માણસને મચ્છરની જેમ ચાળી નાખ્યા હોય, ખૂન કરતાં એના હૃદયમાં જરા પણ કંપારી ન છૂટતી હોય, એ જ માણસ પોતાના બાળકની નાની એવી પીડા જોઈને ધ્રુજી ઉઠતો હોય છે. આંખમાં આંસુ આવી જતાં હોય છે. એટલે કે એના અંતરમાં રહેલ નેહભાવ ત્યાં જાગૃત થઈ જાય છે. એ બતાવે છે કે સર્વ મનુષ્યના હૃદયમાં રાગ ભાવ છે. અને એ ભાવ કયાંય ને કયાંક બહાર નીકળતા હોય છે. બાહ્ય જગતમાં ફેલાયેલી આપણી આ પ્રીતિ, તેમાંથી જ સુખ મેળવવાને પ્રયાસ કરે છે. મને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચાર કરે કે જ્યાં આપણી પ્રીતિ જોડાઈ છે, પછી એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, વાતાવરણ હોય, પણ તેમાંથી સુખ મેળવી લેવાને સ્વાર્થ પણ સાથે જ જોડાયેલ હોય છે. ત્યાંથી કંઈક મેળવી લેવું છે, કંઈક અંતરને આનંદ પામી લે છે. આ વૃત્તિ જ જીવમાં વ્યાકૂળતા પેદા કરે છે. જ્યાં પ્રીતિ છે ત્યાંથી મનને માનેલે આનંદ નથી મળતું, જેટલી માત્રામાં સુખ જોઈએ છે એટલું નથી મળતું. જે જે અપેક્ષાઓ એ પ્રીતિ પાત્ર પાસેથી રાખી હોય તે નથી સંતોષાતી ત્યારે જીવ ખૂબ વ્યાકૂળ બની જાય છે, દુઃખ અનુભવે છે. પણ ખરેખર પ્રીતિ આનું નામ નથી. સર્વ પ્રકારના સ્વાર્થથી રહિત ભાવ તે જ સાચી પ્રીતિ. | મહાગી આનંદઘનજી પ્રભુભક્તિમાં મસ્ત બનીને પિતાના અંતરની સર્વ પ્રીતિને પ્રભુમાં જ આપી દે છે, ત્યારે તેઓ બેલી ઊઠે છે ર ન ચાહુ રે કંત”