________________ 43 વૈરાગ્યાદિ સફળ તો હશે. ધંધાના ક્ષેત્રમાં હશે. અને મદ્રાસની આજુબાજુ અને બહુ તે ભારતનાં અમુક ગામો સુધી એ સંબંધો વિસ્તરેલા હશે. તે છતાં એ બધા જ લિમિટમાં આવી શકે તેટલા. એટલે બાહ્ય રાગ તો સીમિત થયે. પણ અંતર્જગત તે બહુ વિસ્તરેલું છે. નહીં જોયેલા સ્થાને કે નહીં મળેલા પદાર્થોની પ્રાપ્તિની ઝંખના. એ તેના પ્રત્યેના રાગના કારણે જ છે. આ મન રાગભાવથી રંગાઈ આખા યે વિશ્વમાં આંટો મારી આવે છે. કે જેને એ કઈ કાળે મેળવવા સમર્થ નથી. ત્યાં પણ અંતરના રાગને જોડે છે. આમ અંતરમાં પડેલા રાગની કેઈ સીમા જ નથી. એ અંતરના રાગને સીમિત કર, પદાર્થ કે વ્યકિતમાંથી વાળી લઈને તેને સંકોચ કરે તે વૈરાગ્ય છે. અંદર રાગ તૂટયો ન હોય અને ઉપરથી પદાર્થો પ્રત્યેની ઉદાસીનતા આવે તે તે વૈરાગ્ય નથી પણ, નરી મજબૂરી છે. જીવનના અનુભવમાં તમે અનુભવતા હો છો કે આજે જે ઉંમરે પહોંચ્યા, ત્યાં જે રીતે ઈદ્રિના વિષયોને ભેગવે છે અને જ્યારે યુવાની હતી ત્યારે ભગવતા હતા એમાં કંઈક ફરક આવ્યો છે ને? જેમ જેમ ઉંમર વધતી જાય, તેમ ઇદ્રિના વિષય પ્રત્યે એમ થાય કે હવે આ બધું શું? બહુ ભેગવ્યું છે! બહુ ખાધું, પીધું, પહેર્યું, ઓઢયું, જોયું, સાંભળ્યું, માણ્યું, બધું ઘણું યે કર્યું, હવે નથી જોઈતું કાંઈ! આવે છે ને આવી ઉદાસીનતા ? ભેળવી લીધા પછી, માણી લીધા પછી, ઘણું યે અનુભવ્યા પછી એ માટે એક જાતની ઉદાસીનતા આવે છે. પણ એ ઉદાસીનતા સમજણપૂર્વકની અંતરના રાગ ભાવના ત્યાગ સહિતની નથી હોતી. પણ આશાની પૂતિના અભાવમાં જન્મેલી નરી નિરાશા હોય છે. તેમાં સમાજવિજ્ઞાન પણ કામ કરતું હોય છે. આપણા સમાજમાં જે જાતની સામાજિક ધારણાઓ હોય છે તે આપણું મનમાં દઢતાપૂર્વક બેસી ગઈ હોય છે. તેથી એમ પણ થાય કે હવે આ ઉમરે આપણને શોભે નહિં. એમ પણ થાય ને? કે તમારા દિકરા-દિકરીઓ જુવાન હૈય, પરણ્યા હેય, એ પિતાની યુવાની માણતા હોય એ સમયે પણ તમને માણવાના અભરખા થાય તે તેને દબાવી દેવા પડે ને ? એમ વિચારેને કે હવે આપણને આ ન શોભે! આમ થાય છે