________________ વૈરાગ્યાદિ સફળ તો..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, અનાસક્ત ભાવને કેળવી આત્માને સર્વથા નિલેપ બનાવે છે. અનાસક્તિ કેળવાય નહીં ત્યાં સુધી જડ પ્રત્યેને જે રાગ છે તે ટળે નહીં. જડને મેહ જડને પામવાના પુરુષાર્થ માં પરિણમે છે. જડની આસક્તિ હોય ત્યાં સુધી એને કઈ રીતે મેળવી લઈએ એવી ભાવના મનમાં નિત્ય રહ્યા કરે. આ આસક્તિ બુદ્ધિ દ્વારા મેળવેલા જ્ઞાનને આમસ્પર્શ ન થવા દે. અહી “કિયાડ” અને “શુષ્કજ્ઞાની એવા બે પ્રકારના છની વાત કરવામાં આવી છે. જે જીવ કિયા જડ છે, એ ક્રિયા કરતે હેવા પછી પણ અનાસક્ત ભાવ કેળવી શકે તે નથી. બહારની બધી જ ક્રિયાઓ ચાલુ હેય. ધર્મને, સંપ્રદાયને, પરંપરાને માન્ય એવા આચારો એ પાળ હિય, આચરતા હોય, પણ એના અંદરમાં જડ પ્રત્યેની, વિષય પ્રત્યેની જે પ્રીતિ છે એ તૂટી ન હોય. બીજી બાજુ શુષ્કજ્ઞાનીનું પણ એમ જ હોય. જ્ઞાનની અટપટી વાત કરતો હોય, આત્માના સ્વરૂપને બહુ ઊંચા શબ્દોમાં વર્ણવતો હોય, બીજાઓને સમજાવી શકતા હોય પણ અંદરથી રાગ તૂટયો ન હોય, ચારિત્ર તરફ તેનું વલણ ન હોય. બંધ–મોક્ષને કલ્પના માત્ર સમજતો હેય. આમ કિયાજડને આચરેલે માર્ગ કે શુષ્ક જ્ઞાનીએ બતાવેલે માગ તે બન્નેમાંથી એક પણ મોક્ષને માર્ગ નથી. એ બન્નેને સમન્વય કેવી રીતે થ જોઈએ એ બતાવતાં શ્રીમદ્જી આગળની ગાથામાં કહે છે -