________________ 42 હું આત્મા છું વૈરાગ્યાદિ સફળ તો, જે સહ આત્મજ્ઞાન તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન.............. વૈરાગ્ય એ શું છે? રાગનું જ કંઈક વિશિષ્ટ સ્વરૂપ. જુઓ, જરા શબ્દને બરાબર સમજવાનું છે. રાગ જ્યાં સર્વથા ત્યાજ્ય બતાવ્યો છે, ત્યાં વૈરાગ્ય અતિ-આદરણીય બતાવ્યો છે તે વૈરાગ્યને અર્થ શો ? ઉદાસીનતા ! શાની ઉદાસીનતા ? આપણે સહુએ આપણું વ્યાવહારિક જીવનમાં અનેક વાર એવા પ્રસંગે અનુભવ્યા છે કે જે પ્રસંગોથી અંતરને એક પ્રકારની ઉદાસીનતા ઘેરી વળે છે. કેટલીક વખત આપણને એવું લાગતું હોય છે કે કશું યે કારણ નથી, તે છતાં આજે કંઈ ગમતું નથી. બને ને એવું ? કઈ પૂછે : ભાઈ શું થયું ? શરીરમાં કંઈ તકલીફ છે? કઈ કંઈ બેલ્યું ? એ કઈ પ્રસંગ બન્યો ? કેઈ સાથે લડાઈ ઝઘડો થયો ? ના, કશું યે થયું નથી. ખબર નથી શું છે ? પણ આજે ગમતું નથી. એક પ્રકારની ઉદાસીનતા અનુભવાતી હોય છે. અને કેટલીક વખત કારણવશ પણ ઉદાસીન થઈ જઈએ છીએ. મનને ન ગમતું બન્યું. ઈચ્છતા હતા એ ન બન્યું. એનાથી ઉલટું થયું. કંઈક ગુમાવી બેઠા ! કયાંકથી બે-ચાર કટુ શબ્દો સાંભળ્યા ! કઈ કે આપણું અપમાન કર્યું ! વગેરે વગેરે અનેક નિમિત્તો આવે છે, જેનાથી આપણે ઉદાસીન થઈ જતા હોઈએ છીએ. એ ઉદાસીનતા અનુભવી છે. પણ આ ઉદાસીનતા તે વૈરાગ્ય નથી. તો વૈરાગ્ય એ શું છે? જ્યાં જ્યાં આપણે રાગ જોડાયલ છે એ વ્યક્તિમાં હોય ! વસ્તુમાં હોય ! વિષયોમાં હોય ! માન્યતામાં હોય ! રુચિમાં હેય ! ત્યાં ત્યાં એ રાગથી પર થવાને પ્રયાસ અને પર થઈ ગયા પછીની જે અંતરદશા તેનું નામ વૈરાગ્ય. આપણા રાગનું માપ કાઢવું હશે તે અંતર્જગતને તપાસવું પડશે. પ્રયત્ન કરે અને જુઓ કે અંતર્જગત કેટલું વિશાળ છે! તેની વિશાળતા સામે બાહ્ય જગત તે બહુ જ સીમિત છે. ભલે તમે એમ કહેતા હે કે અમુક વ્યક્તિનું સર્કલ બહુ મોટું છે. એના સંબંધે બહુ વિસ્તરેલા છે. પણ તે કયાં સુધી હશે? તમે મદ્રાસમાં રહે છે, જેન છે, જૈન સમાજમાં તમારા સંબંધે હશે. એથી આગળ વધીને અજૈન સમાજમાં