________________ 40 - હું આત્મા છું જ નહીં પણ જે કારણ છે તે જ કર્મ છે, અને જે કર્મ છે તે જ કાર્ય રૂપ નિષ્પત્તિ છે. જેને આરાધના માર્ગે કારણ, કર્મ અને કાર્ય અભિન્ન છે. સાધન, સાધના અને સિદ્ધિ પણ અભિન્ન છે. માટે જ્ઞાન અને કિયા બે કહેવાયા હોય તે પણ તે બન્ને ભિન્ન નહીં પણ એક જ છે. આ જ વિષયને એક અનુભવી સાધકે પદ્ય બદ્ધ કરી એ રહસ્ય ઘાટન કર્યું છે તટસ્થભાવે નગ્નચિત્રણ કર્યું છેશું જાણે વ્યાકરણ અનુભવ શું જાણે વ્યાકરણી, કસ્તૂરી નિજ ડુંટીમાં પણ લાભ ન પામે હરણી, અત્તરથી ભરપૂર ભરી પણ ગંધ ને જાણે બરણું..અનુભવ મણેબંધ વ્રત પાન કરે પણ, ખાલીખમ ઘી ગરણી, લાખો મણ અને મુખ ચાવે, પણ શક્તિ ન પામે દરણી..અનુભવ પીઠે ચંદન પણ શીતલતા, પામે નહીં ખર ઘરણી મણિ માણેક રત્ન ઉરમાં પણ, શોભ ન પામે ધરણી..અનુભવ ભાવ ધર્મ સ્પશન વિણ નિષ્કલ, તપ, જપ, સંયમ કરણી શબ્દ-શાસ સહ ભાવ ધર્મતા સહજાનંદ નિસરણી...અનુભવ બંધુઓ ! કહેવાનું તાત્પર્ય એ જ કે નિશ્ચયરૂપ તત્વોનું વ્યવહારમાં પ્રસંગે-પ્રસંગે, પલેપલે પ્રગટીકરણ થવું, સાકાર થવું, એજ અધ્યાત્મ છે. સાચી અંતમુર્ખતા છે. પરિપકવ સાધનાનું સત્ય દર્શન છે. મેક્ષ માગને ભ્રમ સેવનાર બન્ને પ્રકારના જીવોની સ્થિતિને બતાવ્યા પછી હવે મોક્ષ-માર્ગ શું છે ને તે કઈ રીતે આરાધવો તે અવસરે કહેવામાં આવશે.