________________ શુષ્ક જ્ઞાની 39 નિષ્કામ સ્વરૂપ છે. આમ બન્નેને મેળ બેસે નહીં અને આધ્યાત્મિકતાના પરિવર્તુળની આસપાસ ઘુમતા એ જ અંદર પ્રવેશ પામી શકે જ નહીં. બને પ્રકારની માન્યતાવાળા જે માત્ર આવેશમાં જ વતે છે. કિયાજડવાદી ક્રિયાના આવેશમાં, તે શુષ્કાની તાત્વિક ચર્ચામાત્રના આવેશમાં. આ આવેશ જ બતાવે છે કે તેમનામાં વસ્તુસ્થિતિનું યથાર્થ પ્રાગટય થયું નથી. તેથી જ તેમના જીવનમાં માનસિક સમતુલા દેખાતી ન હોય તે આત્મિકની તે વાત જ કયાં? અને આ આવેશ જે રાગ-દ્વેષનું પોષક તત્ત્વ છે અને ભવભ્રમણનું મૂળ કારણ છે. પછી એ આવેશ ભલે ધર્મનું મેહરુ પહેરીને સજજન થવાની કોશિષ કરતો હોય પણ વિષતુલ્ય જ છે. શાસ્ત્રની એક મહત્ત્વપૂર્ણ સૂક્તિથી આ વિષયની ગંભીરતાને સમજવાને પ્રયાસ કરીએ. જ્ઞાન વિષ્પાં મોક્ષઃ” જ્ઞાન અને ક્રિયાને સમન્વય શા માટે જરૂરી છે? બહારથી દેખાતે સમન્વય આ બન્નેની ભિન્નતાનું ભાન કરાવે છે. પણ અહીં આપણે વિચારવું છે કે જ્ઞાન અને ક્રિયા બને પરસ્પર ભિન્ન છે કે એક ? કઈ પણ કાર્ય કારણ વગર થાય નહીં. તેમાં પણ જેવું કારણ તેવું જ કાર્ય. જેટલાં કારણ તેટલાં જ કાર્ય. કઈ પણ એક કાર્યની પાછળ અનેક કારણો દેખાતાં હેય પણ ખરેખર તે મૂળભૂત ઉપાદાન કારણ તે એક જ હોય. અને બાકીનાં કારણે તે સહાયક નિમિત્તે કારણે હોય છે. બધાં જ કારણેનું હોવું જરૂરી હોવા પછી પણ ઉપાદાન, કે જે મૌલિક કારણ છે, તેની અનિવાર્યતા છે, જેમાં માટીને ઘડે તે કાર્ય છે, તે રૂપ પરિણમવામાં કુંભાર, ચક, દંડ, ચીવર વગેરે કારણ થયાં પણ તેનું મૂળભૂત ઉપાદાન કારણ એક માત્ર માટી જ છે, કે જેનાથી ઘડો બન્યા. જે આમ જ છે તો અહીં મેક્ષરૂપ કાર્ય માટે મૂળભૂત ઉપાદાન કારણ જ્ઞાન અને કિયા એમ બે શા માટે બતાવ્યાં ? અહીં કાર્ય એક છે અને કારણ એ છે. આમ કેમ ? આપણે ગઈ કાલે કહી ગયા તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર આપણને સમજાવવા ત્રણ કહ્યા છતાં પણ આત્મ-સ્થિરતાના વિકાસમાં આ ત્રણેય એક રૂપ જ છે. ભિન્ન દેખાતાં ત સર્વથા અભિન્ન અનુભવાય છે એટલું