________________ 44 હું આત્મા છું ને વિષયે છૂટી જાય છે. પણ આ છૂટવું તે સાચી ઉદાસીનતા નથી, તે સાચે વૈરાગ્ય નથી. અંતરને રાગ ભાવ છૂટયો હોતે નથી. અહીં કહેવાનું એ છે કે અંતરના રાગ-ભાવના ત્યાગના હેતુથી જે ઉદાસીનતા આવતી હોય તે એ ઉદાસીનતાનું નામ વૈરાગ્ય છે. એ સહજ છે. કેઈના કહેવાથી કે રેકવા–ટોકવાથી વૈરાગ્ય આવતું નથી. આપણે કેઈને એમ કહેતા હોઈએ છીએ કે તારે આમ કરાય ને આમ ન કરાય. તને આ શેભે ને આ ન શોભે. પણ એનાથી અંતરમાં વિષય પ્રત્યેની ઉદાસીનતા ન જાગે. અંદરની ઉદાસીનતા તે સમજણ પૂર્વકની હોય, વિષયાનંદ પ્રત્યે ઘેર ઉદાસીનતા ઊઠે–ઉપેક્ષા ભાવ પેદા થાય અને તેને એમ લાગે કે જડ પ્રત્યેને રાગ એ મારા માટે બંધનકર્તા છે. તેમાં ખેંચવા જેવું નથી. એમાંથી તે જલદી નીકળી જવું જોઈએ. એ માટે રાગને ત્યાગ કરે છે. શું કરવું ત્યાં ? રાગના ક્ષેત્રને વિસ્તૃત કરે. રાગને ફેલાવી દે. તમે કહેશે, મહારાજ ! આ તો ઉલટી વાત કરી. રાગના ક્ષેત્રને સંકુચિત કરવાનું છે કે વિસ્તૃત કરવાનું છે? જેમ તીર્થંકર દેવ સમસ્ત જીવે પર કરૂણા લાવી દીક્ષા લે છે, તેવી જ રીતે સર્વ જન હિતાય-સર્વ જન સુખાય તમારા વ્યક્તિગત રાગને સર્વ વ્યક્તિઓમાં ઢાળી દ્યો. જેને વિશ્વમૈત્રીને ભાવ કહેવાય છે. વિશ્વ વાત્સત્યને ભાવ કહેવાય છે. - તમારે વાત્સલ્ય ભાવ કયાં સુધી સીમિત છે? સર્વ પ્રથમ તે તમારા સંતાન પર અને એથી આગળ વધે તે તમારા ભાઈ-બહેનનાં સંતાને પર બસ ! હદ આવી ગઈ. આથી આગળ વધતું નથી, મિત્રતા પણ અમુક વ્યકિતઓમાં જ છે. પણ એમ નહીં. તમારા વાત્સલ્ય ભાવને સમસ્ત વિશ્વમાં વહાવી ઘો. 'आत्मवत् सर्वभूतेषु' જે તમારો આત્મા છે તેવા જ સર્વને માનીને તેના પર તમારો પ્રેમ વહાવી દે. શા માટે પિતા જેવા સહુને માનવા છે? શા માટે આમ કહ્યું? તમને જે સૌથી વધારે કઈ વહાલું હોય તે તે તમારે પિતાને જીવ