________________ નમું શ્રી સદ્દગુરૂ ભગવંત ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્ર જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના સ્વભાવને પામવા માટે છે. અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતો જીવ, વિભાવની પરિણતિમાં જ પરિણત થયા કર્યો છે. વિભાવથી રંગાયેલા આત્માને સ્વભાવ શું છે તેની ખબર નથી. સ્વ-પરિણતિનું ભાન નથી. આખાયે વિશ્વને જાણનારે, પોતે પિતાને જ ભૂલી ગયો છે. પિતાને ઓળખવાને પ્રયાસ જીવે કર્યો નથી. એવા જીવોને જાગૃત કરવા જ શાની રચના થઈ છે. તે શાના સહારે જીવ સ્વને જાણી શકે છે. વાસ્તવમાં તે પોતે આત્માનંદી છે. પણ ભાન ભૂલ્ય, તેથી પુદ્દગલાનંદી બન્યો છે. પિતામાંથી આનંદ લેવાનું ભૂલી ગયો તેથીજ પુદ્. ગલમાંથી આનંદ પામવાના ફાંફાં એ મારતા હોય છે અને એ આનંદમાં કયાંય પણ ઉણપ ન રહે તે માટે કેટલે પુરુષાર્થ ? સંસાર સુખની એક પણ કડી ના ખૂટે તે માટે કેટલી મથામણ? તૂટેલી કડીને જોડવા માટે આકાશ-પાતાળ એક કરી નાખવા જેટલી મહેનત ! આ સર્વ પુરુષાર્થ, અમાપ મથામણુ અને મહેનત માત્ર પુદ્ગલાનંદ માટે જ છે. જેમાં એ પિતાની બુદ્ધિના ઉપયોગ વડે કંઈક પામવાને પ્રયત્ન કરે છે. બૌદ્ધિકતાના સહારે જ જીવન જીવતો હોય છે. પણ બુદ્ધિ પણ પૌગલિક જ છે. જીવનને બધો જ વ્યવહાર પુદ્ગલ સાથે જ છે. આજ સુધી જેટલા