________________ નમું શ્રી સશુરુ ભગવંત કંઈ જ બાકી નહિ. ગમે તે કરવું પડે તૈયાર છે. તેમાં ધમ–નીતિ કે સદાચાર કંઈ જ આડું ન આવે. પણ તેમ કરતાં જીવ ગાઢાં-ચીકણું કર્મો બાંધે અને પરિણામે અનંત દુઃખને નેતરે. એથી ઊલટું જે હું આત્મા છું પણ શરીર નથી, મારું સ્વરૂપ વિષય-કષાય રહિત છે. વિષય અને કષાય તે વિભાવ છે. તે મારો સ્વભાવ નથી માટે વિષયે કે કષાયોથી પ્રેરાઈને એક પણ નિદ્ય-પ્રવૃતિ ન કરૂં. જે જીવ સમજ હોય, આ પુરુષાર્થ કરતો હોય, આમાં સતત જાગ્રત હોય તે તે પાપ કરે નહિ અને કર્મ બાંધે નહિ, પરિણામે દુઃખ ન જોગવતાં સુખ અને શાન્તિને અનુભવ કરે. જેણે પોતાના સ્વરૂપને અંતરમાં અનુભવ્યું છે–વેદ્ય છે. તેને તેના સુખની ખબર છે, બાકી તે અનંતકાળના પરિભ્રમણમાં ક્યાંય સાચા સુખને એક છાંટો પણ મેળવી શકાયે નથી, તેથી જ શ્રીમદ્જીએ કહ્યું— જેહ સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત’ બંધુઓ ! જે સમજ્યા તે તરી ગયા. ન સમજ્યા તે ભટક્તા રહ્યા વ્યવહારમાં પણ ન સમજે તે અનાડી કહેવાતો હોય તો આધ્યાત્મિક માર્ગે જે ન સમજે તેને કેવા કહેવાય ? વ્યવહારની અણસમજ તે અહીં પૂરતું થોડું જ દુઃખ આપશે પણ જે આત્મ-માર્ગે સમજણ નહિ આવે તે અનંત અનંત દુઃખો ભગવ્યા છે અને હજુ ભવિષ્યમાં ભેગવવા પડશે. જે હવે ભવમાં ભટકવું ન હોય, અનંત દુઃખના દાવાનળમાંથી બહાર નીકળવું હોય તે નિજ-સ્વરૂપને સમજ્યા વિના છૂટકો જ નથી. આજ નહિ તે કાલ, જ્યારે સમજશું ત્યારથી જ આપણી મંઝિલને માર્ગ ટૂકે થવા માંડશે. માટે જ શ્રીમદ્જી આગળ કહે છે - સમજાવ્યું તે પદ નમું જેમણે આત્મસ્વરૂપ સમજાવ્યું, તેમને નમસ્કાર કરે છે. કેણ સમજાવી શકે ? જે ખુદ સમજ્યા છે, તે. જેઓએ આત્માનુભવ કર્યો છે. સ્વરૂપને પામી તેમાં સમાઈ ગયા છે. નિજાનંદની અનુભૂતિ કરી છે તેવા સપુરૂષ જ સાધકને સાક્ષાત્કાર કરાવવાનું પ્રત્યક્ષ અવલંબન ન બને છે. બાકી બધું જ પક્ષ છે. આવી દશા જેમણે પ્રાપ્ત કરી છે તે જ