________________ 35 શુષ્ક જ્ઞાની પણ આમ માનનારાઓની મેટી કરુણતા એ છે કે તેઓએ શાસ્ત્રોને માત્ર શબ્દોથી જ વાંચ્યાં છે. વાંચીને વિચાર્યા નથી, ચિંતનમાં ઉતાર્યા નથી. સત્ય સમજણ વડે શાસ્ત્રનાં તત્ત્વ સમજવા માટે સદ્દગુરુને આશ્રય જરૂરી છે, તે નથી મેળવે. ગમે તેવી તીવ્ર પ્રજ્ઞા હોય પણ શાસ્ત્રનાં રહસ્ય એમ ને એમ ઉકલતાં નથી. ગુરુ-ગમ વિના તની ગમ પડતી નથી. તેને ગુરુગમથી મેળવીને પચાવવાં પડે છે ચિંતન દ્વારા. અમારા પરમ પૂજ્ય શ્રી પરમ દાર્શનિક શ્રી જયંતીલાલજી મહારાજ સાહેબે આપણાં બત્રીશ શા માહેલું અતિ ઉત્તમ શાસ્ત્ર “શ્રી ભગવતીજી ને ગુરુ-ગમથી પામીને ચિંતન દ્વારા ખૂબ વાળ્યું છે. તેઓ ગમે ત્યાં બિરાજિત હોય “શ્રી ભગવતીજી સૂત્ર તેમના પાસે હોય જ. અનેક વખત વાંચી તેના પર તેઓનું ચિંતન ચાલે અને પછી જ રહસ્યને પામી તેમણે આત્મસાત્ કર્યા છે. આ શાસ્ત્ર વાંચતાં કેઈ એક તત્વ વિષે તેઓશ્રીને ચથાર્થ સમાધાન ન થાય તે તેઓ એ એક પ્રશ્નના ચિંતનમાં છ-છ મહિના સુધી દિવસ અને રાત તેના મય જ રહે. દિવસે આહારની ખબર ન હોય અને રાત્રે ઊંઘ ન હોય. જ્યારે એ તત્ત્વનું સમાધાન અંતરમાંથી ઊગે ત્યારે જ એ જંપ. અમે જ્યારે ૧૯૬૮માં તેઓશ્રીના સાનિધ્યે “શ્રી ભગવતીજી ની વાંચશું લેતાં હતાં ત્યારે તેઓશ્રી તેમાંથી એકાદ પ્રશ્ન પૂછે. અમે વિચારીને બધાં જ એને ઉત્તર આપીએ. પ્રશ્ન સાવ જ સરલ લાગતો હોય અને અમને જવાબ આપવાવાળાં છ એ ઠાણને એમ થાય કે મારે જવાબ તે બરાબર જ હશે. પણ પછી પૂ. મહારાજ સાહેબ ઉત્તર આપે તે સાવ જુદો જ હોય. આમ આવા ગહન શાસ્ત્રને ઉકેલ ગુરુ-ગમ વિના ન મળે ઉપર ઉપરથી કદાચ શાસ્ત્ર વાંચી જઈએ પણ તેને ગૂઢાર્થ તે જાણવા ન જ મળે, કારણ કે અનંતજ્ઞાની દ્વારા કથિત આ શાને શબ્દ-શબ્દ અનંત રહસ્ય ભર્યા હેય. આપણે સામાન્ય બુદ્ધિ, વિના અનુભવની મતિ, એને શી રીતે સમજી શકે ? અને જો ગુરુ ગમ વિના સમજવાને અહંકાર સેવીએ એટલે અનર્થ જ વધારે થાય. હા, ગુરુ-ગમ વિના મેળવેલા જ્ઞાનથી પંડિત થવાય, પણ જ્ઞાની ન થવાય. પંડિત હોય તે શાસ્ત્રમાં તને બહુ જ સુંદર સમજાવી શકે.