________________ હું આત્મા છું અરે ! કોઈ સાથે વાદ-વિવાદમાં ઉતરે તે નંબર મેળવી જાય. પણ એ જ તની પિતાને જરા પણ શ્રદ્ધા ન હોય. એવા પંડિત જોયા છે કે જેના દર્શનની મૌલિક માન્યતાઓને એટલી સચોટ રીતે સમજાવી શકે કે આપણે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ. પણ આ તત્ત્વ વિષે તેમની શ્રદ્ધા એક પૈસા ભાર પણ ન હોય. એમ કેમ ? પંડિત થવું તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને આધારે થવાય છે, જ્યારે જ્ઞાની થવું તે મેહનીયના ક્ષપશમે. જ્યાં મેહનીય ક્ષપશમ હોય ત્યાં શ્રદ્ધા સંભવે. જે માત્ર વાક-ચાતુર્યથી જ તત્ત્વ સમજતા હોય તેને શ્રદ્ધા ન હોય. તેવાને શુષ્ક જ્ઞાની જ કહેવાય. અહીં આ ગાથામાં પણ એ જ બતાવે છે કે શાસ્ત્રને વાંચીને બુદ્ધિએ સ્વીકારી લીધું કે આત્મા બંધાતું નથી કે મુક્ત પણ થતું નથી. તેથી પણ આગળ વધીને એ એમ માનતા હોય કે આ દેહ દ્વારા જે કંઈ ક્રિયા થાય છે તે તે જડની ક્રિયા છે. આત્મા ચેતન છે તેથી જડની ક્રિયામી આત્મા પર અસર ન થાય. માટે ઇદ્રિના વિષયોનું સેવન આત્મા માટે , હાનિકર્તા નથી. આવું સમજી બેઠેલે માનવ ખોટે ભાગે ચડી જાય છે. સૌરાષ્ટ્રમાં 70 વર્ષની ઉંમરના ધર્મપ્રેમી શ્રાવક, વર્ષોથી જેઓને કંદ. મૂળને ત્યાગ, રાત્રિભેજનને ત્યાગ, સવાર-સાંજ પ્રતિકમણ, સામાયિક તથા ત્યાગમય જીવન. વળી સંસારથી અલિપ્ત થઈ સમાજ સેવામાં લાગી ગયા હતા, અને તેમાં જ વર્ષો ગાળ્યાં, પણ નિશ્ચય નયની વાતને સાંભળી તેને યથાર્થ રૂપે ન સમજતાં ઊંધે રવાડે ચડી ગયા. કંઈ પણ ખાઈએ પીઈએ તેથી આત્માને કંઈ લેવા-દેવા નહીં. આમ શ્રદ્ધામાં બેસતાં આ ઉંમરે અધી રાતે ઊઠી દીકરાની વહુને કહે, બટેટાનાં ભજીયાં બનાવી દે. વહુને એમ થાય, બાપુજીએ જીદગી ધરીને જે ચાખ્યું નથી, અરે ! અમે ખાતાં તે અમને પણ છોડાવ્યું અને હવે જતી જીંદગીએ તેમને આ શું સૂઝયું છે? તે કહે, બાપુજી ! તમે આ શું કહો છે ? અમે ખાતાં તે પણ તમને ન ગમતું. અને આજે તમે જ ખાવા માટે કહે છે ? પણ હવે એને કયાંથી સમજાય ? હંમેશાં આ જ વાત સાંભળી સાંભળીને માન્યતા દઢ થઈ ગઈ હતી. પરિણામે એ બાપાનું જીવન તો ભ્રષ્ટ તતભ્રષ્ટ જેવું થઈ ગયું. કયાં યના ન રહ્યા. “લેવા ગયા વધુ ને ઈબેઠા બધુ જેવું થયું. ખાવા