________________ શુક જ્ઞાની..! વતરાગ પરમાત્મા અનંત જ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના પિતાના સ્વરૂપની વાસ્તવિકતાનું ભાન કરાવવાની સાથે સ્વરૂપને પ્રગટ કરે છે. પિતાનું ભાન ન હોવાના કારણે જ જીવ વિરાધના કરતો હોય છે. રાગ-દ્વેષને ક્ષય જેનાથી થાય તે આરાધના. પણ જીવ તે રાગ-દ્વેષમાં જ અટવાયા કરે છે. તેને ક્ષય કરવાની કે મંદ કરવાની વાત તે દૂર રહી, પણ રાગ-દ્વેષને મજબૂત બનાવવાના પ્રયત્નમાં જ આપણે હોઈએ છીએ. જેને મોક્ષ પામે છે તેને તે રાગ-દ્વેષ કમે કમે મંદ કરવા પડશે, તે જ એ મોક્ષની નજીક પહોંચશે. કારણ કે રાગ-દ્વેષને સર્વથા ક્ષય તે જ મેક્ષ છે. અન્યથા રાગ-દ્વેષના ભાની તીવ્રતા કર્મ બંધાવ્યા કરશે. અને પરિણામે અથાગ પરિશ્રમ પછી પણમક્ષ તે દૂર દૂર જ રહેશે. - જ્ઞાની પુરુષોએ મોક્ષમાર્ગને સર્વ પ્રકારે સમજાવવા પ્રયાસ કર્યો છે. અહીં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર માં શ્રીમદ્જી બે પ્રકારના જીવ બતાવે છે. એક તો જડ કિયાવાદી, જેઓ ક્રિયાને જ સર્વસ્વ માની તેમાં જ રચ્યાપચ્યા રહે છે. અને પિતે જે કરે છે તેનાથી મેક્ષ છે એવી દૃઢ માન્યતા ધરાવે છે. તેની આ માન્યતા તેને આત્મા તરફ દષ્ટિ કરવા દેતી નથી. આત્મા દ્વારા પુરુષાર્થ થાય એ જ સમ્યગૂ પુરુષાર્થ છે તેની તેને ખબર જહેતી નથી. અને તેથી તેનું અંતર ભેદાય કયાંથી? આત્મા અને દેહનો ભિન્નતાનું ભાન પણ કયાંથી થાય ? અને તેથી જ આરાધક ભાવ પણ તેને જાગતા નથી. આમ આગ્રહપૂર્વક ઘણું જ આકરી ક્રિયાઓ કરવા છતાં તેવા જ વિરાધક જ રહે છે.