________________ હું આત્મા છું મંગલાચરણ કરવાથી વિદને ટળી જાય છે. કારણ જ્યાં મંગલ શબ્દને અર્થ કર્યો છે ત્યાં મેં એટલે પાપ અને ગલ એટલે ગળી જવું-નાશ થે. જેનાથી પાપનો નાશ થાય છે તે મંગલ. વળી ઈષ્ટદેવને નમસ્કાર કર તે એક પ્રકારને વિનય છે. અને વિનય તે આત્યંતર તપ છે, કે જે તપથી કમની નિર્જરા થાય છે. પાપ ધોવાઈ જાય છે. અને મંગલાચરણનું વિશિષ્ટ મહત્ત્વ તો એ છે કે સદ્દગુરુની વંદના કરી, શરૂઆત પામતું શાસ્ત્ર સહજ રૂપે જ ગુરુદેવને સમર્પિત થઈ જાય છે. અને તેથી કર્તાને અહં ગળી જાય છે. જે અહંકાર જ સૌથી મોટું નડતર છે. આમ આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ નિર્વિદને પૂર્ણ થાય માટે શ્રીમદ્જીએ મંગલાચરણ રૂપે વંદના કરી છે, જેમાં પ્રથમ કહ્યું - જેહ સ્વરૂપ સમજયા વિના.” કયું સ્વરૂપ ? જીવે અનેક જન્મમાં જગતના પદાર્થોને અનંત વાર જાણ્યા છે, જોયા છે. તેને સમજવાની કોશિષ કરી છે. પણ કયારેક પોતે કેણ છે? કે છે? પિતાનું સ્વરૂપ શું છે? એ જાણવાની કોશિષ કરી જ નથી. જે પદાર્થ જે છે તે રૂપે જ તેને જાણ તે સમ્યગ જ્ઞાન. આત્મા એક પદાર્થ છે, તેના સ્વરૂપને માત્ર જાણું લેવું એમ જ નહિ પણ સમ્ય રીતે જાણી લેવું તે જ્ઞાન. આત્મા ચૈતન્ય સ્વરૂપી છે-જ્ઞાન સ્વભાવી છે, સર્વથી ભિન્ન અને અસંગ છે. આ સમજાય તે શરીરમાં આત્મબુદ્ધિ ન રહે જીવની દેહાત્મબુદ્ધિ એ જ મૂળભૂત ભ્રમણું છે. એ જ ભ્રાંતિ છે, એ જ અજ્ઞાન છે, અને એ જ સૌથી મોટું પાપ છે. એટલું જ નહિ બલ્ક તેજ સર્વ પાપોનું મૂળ છે. જેનાથી આ પરંપરા ઊભી થઈ કે જીવ શરીરને આત્મા સમજીને તેના જ સુખ-દુઃખને પિતાના સુખ–દુઃખ સમજતે રહ્યો અને એવા સુખને પામવા અને દુઃખને ટાળવા પ્રયાસ કરતો રહ્યો, જેમાં પાપકારી પ્રવૃત્તિ જ વધારે થઈ. શરીરનું સુખ એટલે પાંચે ઈદ્રિના વિષયોનું પિષણ, વળી એ વિષયને મેળવવા ગમે તેટલાં અને ગમે તેવાં પાપિ કરતાં પણ જીવ અચકાતું નથી. પૂછી જુઓ તમારા જ અંતરને ! મનને ગમે તે, ઇંદ્રિયોને ગમે તે દેવા માટે આજ સુધી શું નથી કર્યું? હજુ શું નથી કરતા ? બધું જ