________________ નમું શ્રી સદ્દગુરુ ભગવંત રાજા ભગીરથે અનેક વર્ષો સુધી તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને તેઓએ ગંગાવતરણ કરાવ્યું. પહેલાં શિવજીએ પિતાની જટામાં ઝીલી અને પછી આ પૃથ્વી પર વહાવી. તેમ આ કાળમાં શ્રી સૌભાગ્યભાઈએ પણ ભગીરથની જેમ ભક્તિ કરી અને શ્રીમદ્જીને રીઝવ્યા. તેઓના આત્માનુભવમાંથી આ શાસ્ત્રરૂપ ગંગાનું અવતરણ થયું અને જન-જનના માનસપર વહાવ્યું. આમ સૌભાગ્યભાઈ જેવા સુપાત્ર જીવન નિમિત્તે આપણે આ શાસ્ત્રને પામી શકયા છીએ. આવા મહાન શાસ્ત્રને માત્ર સ્વાધ્યાય જ કરી લેવાથી શું વળે? પરંતુ આ શાસ્ત્રના હાર્દને પામવું છે તે એને અંતરમાં ઊતારવું પડશે. તે માટે પ્રબળ પુરુષાર્થ જોઈએ. અન્યથા અંતર અનુભૂતિ થતી નથી. પરને સદંતર ભૂલી જઈશું ત્યારે જ સ્વને જાગૃત કરી શકીશું સ્વની જાગૃતિ માટે આપણા માર્ગદર્શક કેઈ હોય તે તે સદ્ગુરુ દેવ છે. સદ્દગુરુના શરણ કે સ્મરણ વિના જીવ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકતા નથી. અને તેથી જ ભારતીય પરંપરામાં સદ્દગુરુનું માહામ્ય બતાવવામાં આવ્યું છે અહીં શ્રીમદ્જી પણ શાસ્ત્રની શરૂઆત કરતાં પ્રથમ જ સદ્ગુરુને વંદના કરે છે અને પછી જ આગળ વધે છે. હવે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રને પ્રારંભ કરીશું. જે સ્વરૂપ સમજયા વિના, પાયે દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત 1 આ ગાથામાં ગુરુની વંદના રૂપ મંગલાચરણ કર્યું છે. ભારતીય પરંપરામાં કેઈપણ શાસ્ત્ર કે ગ્રંથને પ્રારંભ મંગલાચરણથી થાય છે. ભારતીય માનસ શ્રદ્ધા-ભાવથી ભરેલું હોય છે. તેથી સંત કેટિના કવિઓ અને લેખકે પિતાના ઈષ્ટદેવના સ્મરણ સાથે જ ગ્રંથ પ્રારંભ કરે.મંગલ શા માટે કરવું ? જે કાર્યની શરૂઆત કરાય છે તે નિવિદને પાર ઊતરે તે માટે જ કહેવાય છે કે - સારા કામમાં સો વિન અનેક પ્રકારનાં વિને, કાર્ય કરતાં આવવાની સંભાવના છે. અને