________________ વર્તમાન આ કાળ જ “ભાખ્યો અત્રે અગમ્ય મોક્ષમાર્ગ જેવો છે તેવો સ્પષ્ટ, કંઈ પણ છુપાવ્યા વિના આ શાસ્ત્રમાં શ્રીમદ્દજી વર્ણવે છે. શાના માટે? વિચારવા આમાથીને જીવનના બીજા વિચારે તે બહુ કર્યા પણ આત્માના અર્થે વિચારવાની ફુરસદ તે શું, પણ જીવને ખબર જ નથી કે મારે આત્મા વિષે, તેના હિત-અહિત વિષે, તેના સ્વભાવ અને વિભાવ વિષે કંઈક વિચારવું જરૂરી છે. જીવનનું કેઈપણ કામ વગર વિચાર્યું કરતા નથી. બહુજ લાંબી વિચારણા પછી જ અમલમાં લાવે છે. અરે ! કઈ કામ બરાબર ન થાય તે કરનારને આપણે ઠપકો આપીએ છીએ કે આમ વગર વિચાર્યું કામ કેમ કરે છે? જ્યારે આત્મક્ષેત્રે કરાતે ધર્મ અને ધર્મનાં અનુષ્ઠાને વગર વિચાર્યું, વગર સમજણે કરીએ છીએ. રૂઢિથી દોરવાઈને જ ચાલીએ છીએ. પણ કરાતે ધર્મ આત્માનું હિત સાધી શકે છે કે નહિ? આત્મશુદ્ધિ થાય છે કે નહિ? તે કયારેય વિચારતા નથી. અહીં વિચારવા આત્માથીને” આ પદ કહીને શ્રીમદ્જી કહેવા માગે છે કે ધર્મ આચારમાં ઉતાર્યા પહેલાં વિચારમાં ઉતારે જરૂરી છે. ધર્મ વિચારમાં જાગતું હશે, વિચારમાં વણાઈ ગયો હશે તે એ યથાર્થ રૂપે તેમજ સહજતાથી આચારમાં ઉતરી શકશે, વિચારપૂર્વકના ધર્મને આચારમાં ઉતારવા મહેનત નહીં કરવી પડે. એક કલાકનું સામાયિક જેવું અનુષ્ઠાન કરવું હોય તે પહેલાં થોડી મિનિટે કે થોડી સેકન્ડે એ વિષે વિચાર કરે છે? સામાયિક એટલે શું? કેવી રીતે કરવી? શા માટે કરવી? જો આ પ્રશ્નનો ઊંડો વિચાર કરી અંતરમાંથી જ તેના ઉત્તરે ઊગવા દઈ એ તે પછી એ સામાયિક કરવાનો આનંદ જુદો જ હશે. અને પછી એવા જીવને પિતાને પામવા માટેની તાલાવેલી લાગશે. વ્યાકુળતા ઉત્પન થશે. સંસારના કઈ પણ પદાર્થને પામવાની છે અને જેટલી વ્યાકુળતા જાગી નથી એથી વિશેષ વ્યાકુળતા આત્મા માટે જાગે તેવા આત્માથી આત્માને પામી શકે. એક બ્રાહ્નણ યુવાન, જે કંઈક વિચારક હત-ભણેલે હતે. ધર્મ અને આત્મામાં શ્રદ્ધા ધરાવનાર હતું. તે એક વખત એક સાક્ષાત્કારી