________________ નમું શ્રી સદ્દગુરુ ભગવંત મુમુક્ષુઓ પ્રતિ પત્ર રૂપે સહજ કુરણ થતું હતું તેમ એ વખતે પણ એકાએક અંતઃસ્કુરણ થઈ અને એક અદ્દભૂત ઘટના ઘટી. 142 ગાથા રૂપ શાસ્ત્ર માત્ર દોઢ કલાકના અલ્પ સમયમાં રચાઈ ગયું. - એ સમય હતે સંવત ૧લ્પરના આસો સુદ એકમને અને પુણ્ય સ્થળ હતું ચરોતર પ્રદેશનું ગામ નડિયાદ. તેઓની લખવાની ખૂબી તે એ હતી કે તેઓ ક્યારેક પણ કાંઈ લખતા તે તેમાં એકને બદલે બીજે શબ્દ મૂકવાની જરૂર ન રહેતી. શ્રી ગાંધીજીએ પણ એક જગ્યાએ લખ્યું છે કે મેં રાયચંદભાઈને લખ્યા પછી કઈ પણ શબ્દ ભૂંસતા નથી જોયા. આવું સપ્રમાણ લખાણ તેમના અંતરમાંથી આવતું હતું - આ આત્મસિદ્ધિ શાસ્ત્રની એક કેપી તેમણે સૌભાગ્યભાઈને મોકલી અને બીજી બે-ત્રણ મુમુક્ષુઓને મેકલી. એ સમયે તેઓએ એ સિવાય બીજાઓને આ શાસ્ત્ર વાંચવાને અધિકાર નહોતે આપ્યો. કારણ આવા ગહન શાસ્ત્રને પચાવવું સહેલું નથી હોતું. બધાજ તેને સમજી ન શકે. માત્ર અધિકારી જીવ જ પચાવી શકે છે. સૌભાગ્યભાઈ આ શાસ્ત્રને પામી જીવનને અંત સુધારી ગયા. પણ તે પછી આ શાસ્ત્રને ખૂબ જ પ્રચાર થયો. અને આજે તો ઘરે-ઘરે આ શાસ્ત્રની સ્વાધ્યાય થતો જોવા મળે છે. - આ આત્મસિદ્ધિને ગંગાજીની ઉપમા આપવામાં આવી છે. તેથી કહ્યું છે...... હે. પતિત જન પાવની, સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણ, આત્મસિદ્ધિ જન્મ જન્માંતરે, જાણતાં જોગીએ આત્મ અનુભવ વડે, આજ દીધી ભકત ભગીરથ સમ, ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની, વિનતિથી ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ, કરી'તી..હે પતિત જન...