________________ હું આત્મા છું દિવસ લાગતા હોય અને આ પાંચ મિનિટમાં શીખી ગયો? તેઓએ બગડે લખી આપે અને સૌને આશ્ચર્ય વચ્ચે એ પણ તરત શીખી ગયે. આમ કુલે ગયા તેના પ્રથમ દિવસે જ 10 અંક શીખી ગયા અને 10 શીખે એટલે 100 તો આવડી જ જાય. આમ પૂર્વભવના જ્ઞાન સંસ્કાર સાથે લઈને આવેલા જીવને આવું વ્યાવહારિક જ્ઞાન શીખતાં તે જરાપણ વાર લાગતી નથી. સાથે સાથે તેમને આધ્યાત્મિક વિકાસ પણ એ જ હતું. બહુ જ નાની ઉંમરમાં લખેલાં તેમનાં કાવ્ય સ–પ્રમાણ અને આધ્યાત્મિક ભાવથી ભરેલાં હતાં અને પછી તે ઉંમર વધતાં તેઓને આધ્યાત્મિક વિકાસ પણ ખૂબ જ વળે. શ્રીમદ્દજીના જીવન કાળમાં જ કેટલાક પાત્ર છે તેમને ઓળખી શકયા હતા. અને તેઓ પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતા હતા. તેમાં એક અનન્ય મુમુક્ષુ આત્મા તે સૌભાગ્યભાઈ. જેઓ શ્રીમદ્જીથી ઉંમરમાં ઘણું મોટા હતા, છતાં તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. સૌભાગ્યભાઈની ઉંમર થતાં, તેમને જ્યારે એમ લાગ્યું કે હવે જીવનકાળ પૂર્ણ થવામાં છે ત્યારે તેઓએ શ્રીમદ્જીને પત્ર લખ્યો કે - મારે અંતિમ સમય નજીક છે. મારું “સમાધિમરણ થાય અને મારી આમદશા વધુ જાગૃત રહે એવું કંઈક મને લખીને મોકલે.” આ પત્રના ઉત્તરરૂપે શ્રીમદ્જીએ છ પદને પત્ર લખીને મોકલ્ય, જે ગદ્ય રૂપે હતો. સૌભાગ્યભાઈએ પત્ર વાંચે, તેઓને ગમે. ભાવે ઘણા ઉંચા હતા પણ તેઓએ ફરી લખ્યું કે - “પત્રના ભાવે તે ઉત્તમ છે પણ ગદ્યરૂપે હેવાથી તે સ્મરણમાં રહી શકવા મુશ્કેલ છે માટે આપ કૃપા કરી જે આ જ ભાવે પદ્ય રૂપે, કાવ્યરૂપે લખી મોકલે, તે તેનું રટણ રાત-દિવસ રહ્યા કરે.” પત્ર શ્રીમદ્જીને મળ્યો. એ સમયે તેમને રોજ સાંજે થોડું ચાલવા જવાની આદત હતી, જઈને આવ્યા. સાથે તેમના એક ભાવિક ભક્ત અંબાલાલભાઈ હતા. સાંજ પડી ગઈ હતી. સૂર્યાસ્ત થઈ ગયે, અંધારાં ઊતરવા માંડ્યાં હતાં. એ સમયે અંબાલાલભાઈને ફાનસ પકડી ઊભા રહેવા સંકેત કર્યો અને જેમ અનેક વખત તેમની ઊંડી અંતમુખતા વધતાં