________________ હું આત્મા છું. ખેલ ખેલ્યા બધા જ પુદ્ગલ સાથે ખેલ્યા કે જે પુદગલ જડ છે. તે જીવ એવા જડ ભાવથી પર થઈ ચૈતન્ય તરફ વળે તે માટે જ પૂર્વાચાર્યોએ કેટલીક પરંપરાઓ ઉભી કરી છે. આજથી ચાતુર્માસ શરૂ થાય છે. આ પરંપરા શા માટે ? આઠ માસ વિહાર કરતા સાધુ-સાધ્વીજીઓ, આ સમય દરમિયાન એક સ્થાને સ્થિર રહી પિતે સાધના કરે અને સહુને આરાધનાની પ્રેરણા આપે. ચાતુર્માસના આ દિવસે આરાધના માટે અનુકુળ હોય છે. તેથી જ જીવ ચાહે તો આરાધના કરી શકે છે. તેની વાણી સાંભળી સન્માર્ગે વળી શકાય. આ સન્માર્ગ જેમાં બતાવ્યો છે એ આત્મસિદ્ધિ શાસ્ત્રની આપણે અહીં શરૂઆત કરવી છે. - “આત્મસિદ્ધિ શાસ્ત્ર” એ શું છે? એમાં શાની વાત કરવામાં આવી છે ? શાસ્ત્રમાં આત્માના ઉત્થાન સિવાય બીજી શું વાત હોય ? આ શાસ્ત્રમાં પણ કોઈ નવા સિદ્ધાંત નથી. પણ અનંત તીર્થકરો જે કહી ગયા, પોતે જે જોયું, જાણ્યું અને અનુભવ્યું, તે જ વાણી દ્વારા આપણને આપી ગયા, એ જ તત્ત્વ આ શાસ્ત્રમાં પણ છે. પૂર્વકાળમાં થઈ ગયેલા યાકિની મહત્તા સૂનુ શ્રી હરિભદ્રસૂરિ, કે જેઓ મહાવિદ્વાન હતા. તેમના સમયમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં તેઓએ 1444 ગ્રંથની રચના કરી અને જૈન સાહિત્યની અણમેલ સેવા કરી. એમણે આ છે પદોને સંસ્કૃત ભાષામાં “ધર્મબિન્દુ ગ્રંથના દ્વિતીય અધ્યાયમાં બહુ જ ભાવવાહી શૈલીમાં ગૂચ્યાં છે. આ છ પદ તે (1) આત્મા છે. (2) તે નિત્ય છે (3) કર્મ ને કર્તા છે. (4) કર્મ ફળને ભોકતા છે. (5) આત્માને મોક્ષ છે. અને (6) મેલને ઉપાય છે. આ છ પદ એટલે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતે કે જે જૈન આગમાં બધે જ વારંવાર ચર્ચાયા છે. આપણાં આગામે અર્ધમાગધી ભાષામાં છે. જે સર્વ સામાન્યને સમજમાં ન આવે, માટે જ લેકગ્ય બની શકે તે હેતુથી આ જ તને અધ્યાત્મયોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ સરળ ગુજરાતી ભાષામાં રચના કરી, આપણને સમજાવ્યાં અને એ પણ તેમને એક બહુ જ ઉત્તમ નિમિત્ત મળ્યું તેથી જ આ રચના થઈ. આપણા સહુનો