________________ નમું શ્રી સદગુરુ ભગવંત પુણ્યદય હતું જેથી આ બન્યું. જે તેઓને આવું નિમિત્ત ન મળ્યું હોત તે કદાચ આપણી પાસે જે મહાન શાસ્ત્ર છે, તે ન હેત. શ્રીમજી વડે થયેલી આ શાસ્ત્રની રચના તેમની સહજ આત્માનુભૂતિની દશાનું પરિણામ છે. તેઓ પૂર્વે આરાધના કરીને આવ્યા હતા. આ જન્મ આત્માને પામવા માટે વધારે સાધના તેમને કરવી પડી હતી. પૂર્વભવથી જ જ્ઞાન સાથે લઈને આવ્યા હતા. જ્ઞાન અને દર્શન એવા ગુણ છે કે જીવે સમ્યમ્ આરાધના કરી હોય અને જીવની ચિત્તદશાની નિમ. ળતા જળવાઈ રહી હોય તો એ જ્ઞાન-દર્શન સાથે લઈને જાય છે. શ્રીમદ્જીના બાલ્યકાળની એક વાત મેં કયાંક વાંચી હતી, જે આને પુરાવો છે. તેઓ મેટા થયા અને સ્કુલમાં ભણવા બેસાડ્યા, એ વખતમાં અઢી-ત્રણ વર્ષનો બાળક હોય અને ભણવા મૂકી દે તેમ ન હતું. એ ઉંમર તે બાળકની રમવા-ભમવાની હોય, તેથી નિર્દોષ રમતથી જીવનને આનંદ બાળક માણે. રાયચંદભાઈને 6-7 વર્ષની ઉમર થતાં સ્કુલમાં બેસાડ્યા. પ્રથમ જ દિવસ છે. એ સમયે ધૂળી કુલે હતી. આજના જેવાં સાધનો ન હતાં. અરે ! પાટી હેય પણ તેના પર લખવા માટે પેન ન હોય! પત્થરની પાટી પર ઝીણું ધૂળ નાખવામાં આવે. તમે જોયું હશે આજથી અમુક વર્ષો પહેલાં વ્યાપારી ચોપડા લખે અને તેની સ્યાહીને સૂકવવા માટે કાળી રેતી તેના પર નાખે, જેથી સ્યાહી સૂકાઈ જાય. રાયચંદભાઈના શિક્ષકે પણ પાટી પર રેતી નાખી, તેમાં એકડો લખી આપે અને બાળકને ઘૂંટવા બેસાડ્યો. હાથની આંગળીથી એકડો ઘૂંટે છે. પાંચ-સાત વાર ઘૂંટી તેઓ શિક્ષક પાસે ગયા અને કહ્યું, સર! મને એકડે આવડી ગયે, હવે બગડો શીખવાડે.” અરેએમ તે કંઈ આવડી જાય! જા...જા.... ઘૂટ” પણ રાયચંદભાઈ શાના માને? તેઓ કહે, મને આવડી ગયે, હવે નહિ ઘેંટ” ત્યારે શિક્ષકે એ એકડાને ભૂંસી, ધૂળ નાખી, રાયચંદભાઈને પિતાની મેળે એક લખવા કહ્યું અને તેમણે તરત લખી બતાવ્યું. શિક્ષકને આશ્ચર્ય થયું. સામાન્ય રીતે દરેક બાળકને એક-એકડે શીખતાં દિવસના