________________ વર્તમાન આ કાળ ! 13 પ્રયાસ કરે. ત્યારે એ બાળકનાં મા-બાપ એમ કહેતાં હોય કે મારે દિકરે તે ભવિષ્યમાં મોટો એજીનીયર થશે. અને ગર્વ લે. અને ખરેખર ગર્વને વિષય પણ ખરો. પરંતુ બાળકની આ વૃત્તિને માત્ર ભૌતિક ઉપયોગિતા તરીકે જ નહીં પણ આત્મિક ભાવનાના ત્રાજવાથી તેલીએ તે એ બતાવે છે કે જીવમાં કેઈપણ પદાર્થના ઊંડાણમાં જવાની શક્તિ છે. જેમ જડની રુચિ જડના ઊંડાણ સુધી લઈ જાય છે, તેમ જે ચૈતન્યની રુચિ જાગે તે જીવ ચૈતન્યના ઊંડાણ સુધી પણ જઈ શકે છે, પતે પિતાના સ્વરૂપને પામી શકે છે. અને સર્વ દુઃખને અંત આણી શકે છે. પણ શાસ્ત્રના પ્રારંભે જ શ્રીમદ્જીએ કહ્યું કે - જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત. જીવે બધું જ કર્યું. બધાં જ ઊંડાણોને માપવાનો પ્રયાસ કર્યો. પૃથ્વીના પેટાળે ભેદી નાખ્યાં, સમુદ્રનાં ઊંડાણને માપ્યાં, આકાશના અંતરને વીંધી નાખ્યું, અવકાશયાને બનાવ્યાં, જે શબ્દની ગતિથી પણ વધારે ઝડપથી દોડી શકે છે. અણુ અને પરમાણુની શક્તિને પણ જાણી લઈ, –માપી લઈ-નાથી લઇ જીવન વિષે તેની ઉપયોગિતા સિદ્ધ કરી પણ પિતે પિતાના સ્વરૂપને પામવાને પ્રયાસ ન કર્યો. પિતાના ઊંડાણમાં જવાની જરૂરત તેને ક્યારેય ન જણાઈ અને તેથી આખાયે બાહ્ય વિશ્વને જાણનારો, પિતાને ન જાણી શકે. પરિણામે અનંત દુખ ભેગવ્યું અને હજુપણ સ્વરૂપથી જેટલે દૂર રહેશે તેટલે વધુ દુખ ભેગવશે. આખરે તે નિજ સ્વરૂપ જાણ્યા વિના દુઃખને અંત જ નથી અને સાચું સુખ પામવા માટે સમસ્ત વિશ્વ જે બે દ્રવ્યમાં વિભાજિત થયેલું છે તે બન્ને દ્રવ્ય મૈતન્ય અને જના-મૂળ-ભૂત સ્વરૂપને, તેના ક્ષણ-ક્ષણના પલટાતા પર્યા. યને જાણવા અતિ અતિ આવશ્યક છે. જડ દ્રવ્ય પણ પરિણમનશીલ છે. પળે પળે પલટાવું તે તેને સ્વભાવ છે. જેની આપણને જાણ જ નથી. અને તેથી જ જડની પરિણતિના કારણે જીવનમાં અનેક દુઃખો આપણે માની લીધાં છે. જડને સ્વભાવ સડન, પડન, ગલન, વિધ્વંસનને છે. અને તે થાય જ, તેને કોઈ રોકી શકે નહી, આ સમજણ જે ઊંડી હોય તે કઈપણ જડ પદાર્થને તૂટવા-ફૂટવાથી દુઃખ થાય નહિ. અરે! એટલું નહિ પણ,