________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૧
ગ્રંથકારશ્રીની ટિપ્પણી :
પહિલઇ બિ પદે મંગલાચરણ દેખાડ્યું-નમસ્કાર કર્યો તે (૧), આત્માર્થી ઇહાં અધિકારી (૨), તેહનઈ અવબોધ થાયઈ-ઉપકારરૂપ પ્રયોજન (૩), દ્રવ્યનો અનુયોગ તે છતાં અધિકાર (૪). ટિપ્પણીનો અર્થ :
(૧) ગાથાનાં પહેલાં બે પદમાં મંગલાચરણ દેખાડ્યું, તે નમસ્કાર કર્યો છે. (૨) આત્માર્થી અહીં અધિકારી છે=આ ગ્રંથમાં અધિકારી છે, (૩) તેને દ્રવ્યાનુયોગનો અવબોધ થાય તે ઉપકારરૂપ પ્રયોજન છે અને (૪) દ્રવ્યનો અનુયોગ તે અહીં=પ્રસ્તુત ગ્રંથમાં અધિકાર છે. આ રીતે પ્રયોજનાદિની સ્પષ્ટતા ગ્રંથકારશ્રીએ કરી છે.
ગાથા -
શ્રી ગુરુ ની વિનય મનિ ધરી, શ્રીનવિનય સુગુરુ આદરી;
આતમ-અરથીનઈં ઉપકાર, કરું દ્રવ્ય-કાનુન-વિવાર. ll૧/૧ ગાથાર્થ :
શ્રી જિતવિજય ગુરુને મનમાં ધારણ કરીને, શ્રી નયવિજય સુગુરુને આદર કરીને, આત્માના અર્થીના ઉપકાર માટે દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું. ll૧/૧ ટબો :
શ્રી નવિની પંડિત; અન શ્રી નવિનય પંડિત એ બહુ ગુરુનઈ ચિત્તમાંહિ સંભારીનઈ, આતમાર્થી-જ્ઞાનરુચિ જીવના ઉપકારનઈં હેતઈં દ્રવ્યાનુયોગ વિચાર કરું છું. અનુયોગ કહિઈં-સૂત્રાર્થ વ્યાખ્યાન. તેહના ૪ ભેદ શાસ્ત્રઈ કહિયા. ચરણકરણાનુર્યોગઆચાર વચન, કાવારી પ્રમુખ ૧, ગણિતાનુયોગ-સંખ્યાશાસ્ત્ર, ઇન્દ્રપ્રજ્ઞતપ્રમુખ ૨, ધર્મકથાનુયોગ-આખ્યાયિકા વચન, જ્ઞાતિ પ્રમુખ ૩, દ્રવ્યાનુયોગ-ષટદ્ભવ્યવિચાર, સૂત્રમધ્યેસૂરતા પ્રકરણમધ્યે સમતિ, તત્ત્વાર્થ પ્રમુખ મહાશાસ્ત્ર ૪. તે માટિ એ પ્રબંધ કિજઈ છÚ. તિહાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાય વિચાર છઈ, તેણઈ એ દ્રવ્યાનુયોગ જાણ. I/૧/૧ ટબાર્થ :
શ્રી જિતવિજય પંડિત અને શ્રી નયવિજય પંડિત એ બેઉ ગુરુને ચિત્તમાં સંભારીને આત્માર્થી=જ્ઞાનરુચિવાળા જીવના, ઉપકારના હેતુથી દ્રવ્યાનુયોગનો હું વિચાર કરું છું. અનુયોગ કહીએ-સૂત્રાર્થનું વ્યાખ્યાન સૂત્રના અર્થનું કથન તે અનુયોગ કહેવાય. તેના ચાર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. (૧) ચરણકરણાનુયોગ–આચારવચન છે અને તે આચારવચન આચારાંગ પ્રમુખ શાસ્ત્રરૂપ છે.