________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
દ્રવ્યાના પર્યાય પલટાતા દેખે, ક્ષેત્રથી ૨૫ જન સુધીના પગળ દ્રવ્ય દેખે ત્યારે કાળથી પક્ષમાં કંઈક અપૂર્ણ સુધી દેખે, ક્ષેત્રથી આખા ભરતક્ષેત્રને જુએ ત્યારે કાળથી પક્ષ સુધી દેખે, ક્ષેત્રથી આ જમ્બુદ્વીપ દેખે ત્યારે કાળથી મહિના ઉપરાંત દેખે, ક્ષેત્રથી અઢીદ્વિીપ દેખે ત્યારે કાળથી વરસ સુધી દેખે, ક્ષેત્રથી રુચકીપ સુધી દેખે ત્યારે કાળથી વર્ષ પૃથકૃત્વ * દેખે, ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપ દેખે ત્યારે કાળથી સંખ્યાતા કાળ (હજાર વર્ષ ઉપરાંત) સુધી દેખે, ક્ષેત્રથી અસંખ્યાતા દ્વીપ દેખે ત્યારે કાળથી અસંખ્ય કાળ સુધી દેખે.
આ જ્ઞાન પૌગલિક વસ્તુનું ત્રણ કાળનું સ્વરૂપ આત્માવડે પ્રત્યક્ષ જેનાર છે. આ ત્રણ જ્ઞાનવાળા જી (કેવળજ્ઞાન પામીને) એક સમયે ૧૦૮ ભવજંજાળને ટાળીને-સર્વ કર્મ ખપાવીને ઉત્કૃષ્ટા મેસે જાય છે. શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાન હતું તેથી સાત દ્વીપ ને સાત સમુદ્ર દેખતા હતા અને તેથી એટલા જ દ્વીપ સમુદ્રો છે એમ કહેતા હતા, તે વીરપરમાત્માના પસાયથી અવધિજ્ઞાન પામી અનુક્રમે શિવવરમાળને વર્યા + આ જ્ઞાન અસંખ્યાતા દ્વીપ–સમુદ્રને દેખાડનારું છે તેના જેનાર શ્રી શુભવીર પ્રભુ પરમ દયાળુ છે. ૨–૬.
અહીં સમજવાનું એ છે કે–ક્ષેત્ર ને કાળ તે અરૂપી દ્રવ્ય છે અને અવધિજ્ઞાનનો વિષય તે રૂપી દ્રવ્ય જેવાનો છે. તે તે ક્ષેત્ર-કાળ શી રીતે દેખે? ઉત્તર–કહેલા પ્રમાણવાળા શ્રેત્રમાં રહેલા તને દેખે તે ક્ષેત્રથી સમજવું અને કહેલા કાળપ્રમાણ તે દ્રવ્યના અતીત, અનાગત પર્યાયે દેખે તે
* અન્યત્ર હજાર વર્ષ પણ કહ્યા છે. + શિવરાજર્ષિની કથા પાછળ આપેલી છે.
For Private and Personal Use Only