________________
૩૭
मुक्तेः पथ प्रकटने प्रवरप्रदीपम् ।
* ય વર્તિ ધૂમ દંત કવઢિત સવ' दूरीकृतं स्वकिरणे निविडान्धकारम् ।
___ श्री प्राणलाल गुरुराजमह नमामि ॥५॥
ભાવાર્થ – હે ગુરુદેવ ! આપ મુક્તિનો માર્ગ પ્રકટ કરવામાં એક અનોખા પ્રકૃષ્ટ (ઉત્કૃષ્ટ) દીપક છે. કારણ કે દ્રવ્ય દીપકમાં તે વાટ હોય છે. જેથી ધુમાડો પેદા થાય છે, તથા તે દીપક અલ્પ સમય સુધીજ બળે છે. અને દ્રવ્ય અંધકારને જ દુર કરી શકે છે. પરંતુ ભાવદીપકરૂપ આપ બત્તી(વાટ) અને ધુમાડાથી રહિત છે. હંમેશને માટે પ્રજવલિત રહેનાર છે. અને મિથ્યાત્વરૂપ ભાવ અંધકારને નાશ કરનાર છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભકિતપૂર્વક વંદના કરું છું પા ]
'सूर्योदये हि कमलानि यथा भवन्ति,
त्वदर्शनेन सकलाः मनुजाः प्रहृष्टाः ॥ सौम्य प्रशान्तममलं वदन यतस्ते,
श्री प्राणलाल गुरुराजमहं नमामि ॥६॥
ભાવાર્થ :- જેવી રીતે સૂર્યોદય થવાથી કમળ ખીલી ઊઠે છે. અર્થાત્ વિકસિત થઈ જાય છે. તેવી જ રીતે આપનાં દર્શનથી બધાં મનુષ્ય પ્રસન્ન થઈ જાય છે. આમાં પણ એટલી વિશેષતા છે, કે, સૂર્ય મંડલ તે તાપથી તપેલ હોય છે. જ્યારે આપનું મુખ સૌમ્ય શીતલ અને નિર્વિકાર છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિપૂર્વક વંદના કરું છું. મા ]