Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સામું કોઈ જોતું પણ નથી. માટે અભિમાનથી એટલા અક્કડન બનો કે લોકો તમારી પાસે ફરકે પણ નહીં. अतिमाय - अतिमात्र (त्रि.) (પરિમાણથી અધિક હોય તે, માત્રાથી વધુ હોય તે, અતિમાત્રાવાળું) વ્યક્તિએ કોઈપણ વસ્તુમાં “અતિ’ નો ત્યાગ કરવો જોઈએ અને આ સમજ વિવેકબુદ્ધિથી આવે છે. અતિ દાન દેવાથી બલિ રાજા બંધનમાં પડ્યો, વધારે પડતું અભિમાન કરવાથી દુર્યોધનનો નાશ થયો. અતિ લોભના કારણે સુભમ ચક્રવર્તી સાતમી નરકમાં ગયો. માટે “અતિ'નો ત્યાગ કરવો જોઈએ. માયા - તિમા (મી.) (હદ ઉપરાંતનું પરિમાણ, ઉચિત માત્રાથી અધિક પ્રમાણ 2. અતિમાયાવી) ઉત્તરાધ્યયનસૂત્રમાં જેમ સાધુ ભગવંત માટે અતિમાત્રામાં આહાર કરવાનો નિષેધ કરેલો છે તેમ આરાધક સગૃહસ્થ પણ અધિક પ્રમાણમાં ભોજન ન કરવું તે અર્થ ઘોતિત થાય છે. માટે જ રસગારવને સાધક માટે બાધક વર્ણવ્યો છે. *મતિમાથા (ત્રી.) (અત્યન્ત માયા, ચારિત્રનું અતિક્રમણ કરનાર કષાયનો એક ભેદ) થોડી પણ માયાનું આચરણ કરવાથી તીર્થંકર પ્રભુ શ્રીમલ્લિનાથજી સ્ત્રીત્વ પામ્યા, તો પછી ડગલે ને પગલે જો આપણે માયાનો જ આશરો લઈશું તો વિચારી લેજો સ્ત્રીપણે પણ કેવો ભયંકર કર્મવિપાક ભોગવવો પડશે. અમુંત (મુ) 2 - અતિમુt (1) (જેની પૂર્ણતયા મુક્તિ થઈ ગઈ હોય તે, મુક્તાત્મા 2. અઈમુત્તા મુનિ 3. અંતગડસૂત્રના છઠ્ઠા વર્ગનું ૧૫મું અધ્યયન) પંચાચારના પાલક શ્રમણ ભગવંતો ક્યારેય પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી બંધાતા નથી. માટે જ તેઓ સહુથી સુખી છે. જ્યારે ડગલેને પગલે આશાને અપેક્ષાઓથી સતત ઘેરાયેલા આપણને બંધનોએ ગૂંગળાવી માર્યા છે. માછિય - પ્રતિષ્ઠિત (રિ.) , (અત્યંત વિષયાસક્ત 2. અત્યંત બેહોશ) હું” અને “મારું” આ બે મંત્રોએ આખા જગતને અંધ બનાવી દીધું છે. જો તમારે અંધ ન બનવું હોય અને આત્મિક આનંદમાં મહાલવું હોય તો પરમાત્માએ આ મંત્રોના મારણ સ્વરૂપ “હું કાંઈ નથી’ અને ‘જે દેખાય છે તે મારું નથી’ આ બે પ્રતિમંત્રો આપેલા છે. તેનું સતત ચિંતન કરો. ગટ્ટો - ગતિમોદ(જિ.) (ઘણો મોહ જેમાં છે તે, અતિશય મોહવાળું, કામાસક્ત) જ્ઞાનીઓએ પૌદગલિક પદાર્થોને ક્યારેય અનર્થકારી નથી કહ્યા, પરંત પદાર્થો પ્રત્યેના મોહને દુષ્ટ કહ્યો છે. આ મોહ દુર્ગતિની પરંપરા આપે છે. માટે એવા મોહથી સતત ચેતતા રહેજો. મફતિય - મત્ય (મધ્ય.) (અતિક્રમણ કરીને, ઉલ્લંઘન કરીને) મફત્ર - નિત્ય (અવ્ય.) (અતિક્રમણ કરીને) અor - અત્યત (ર.) (ઘણું ખાવું તે, અતિભક્ષણ) ખાઉધરા માણસને એમ કહેવાય છે કે “શું ઢોરની જેમ આખો દિવસ ખા-ખા કર્યા કરે છે પરંતુ ક્યારેય ઢોરને એમ નથી કહેવાતું કે શું આખો દિવસ માણસની જેમ ખા-ખા કર્યા કરે છે. કાંઈ સમજ્યા?