Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયયુક્ત પરમાત્મા જ્યારે નવ સુવર્ણકમલ પર પાદસ્થાપન કરીને વિહાર કરતા હોય છે ત્યારે દિવ્યકાંતિવાળા દેવો પણ પરમાત્માના રૂપદર્શન માટે પહેલાં હું પહેલાં હું એમ બીજા દેવો સાથે હોડમાં ઉતરી જતાં હોય છે. આપણા માટે સૌભાગ્યની વાત છે કે, આજના કળિયુગમાં આવા જિનેશ્વરદેવ આપણને પ્રતિમા રૂપે મળ્યા છે. મ () ક્ષય - ગતિશીત (ત્રિ.) (અત્યંત ઠંડુ, અતિશય શીતળ સ્પર્શી ઠંડીની ઋતુ આવતાં જ તેનાથી બચવા આપણે સ્વેટર, મફલર, કોટ, શાલ વગેરે શોધવા લાગી જઇએ છીએ જેથી આપણને ઠંડી લાગી ન જાય. પરંતુ ગાત્રોને થીજાવી દેનારી ઠંડીને પણ વિના વિરોધે સહન કરનારા અપરિગ્રહી મહાત્માઓની ચિંતા આપણને સતાવે છે ખરી? ધન્ય છે તે ચેલણા રાણીને જેને રાત્રે ચાદરમાંથી હાથ બહાર આવવાથી ઠંડીનો અહેસાસ થતાં મોંમાંથી શબ્દો સરી પડ્યા કે શીત પરિષહ સહન કરનારા તે મહાત્માનું શું થતું હશે? મફ(ત્તિ) તુમ - તસૂક્ષ્મ (ત્રિ.). (અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય, ઘણું બારીક-સૂક્ષ્મબુદ્ધિ ગ્રાહ્ય) જિનેશ્વર દ્વારા અર્થમાં ઉપદેશાયેલા, ગણધર ભગવંતો વડે સૂત્રમાં ગુંફિત અને વિશિષ્ટ બુદ્ધિપ્રતિભાના સ્વામી શ્રમણો દ્વારા ગ્રહણ કરાયેલા આગમોમાં અત્યંત ગૂઢ પદાર્થો કહેવામાં આવ્યા છે. જે કદાચ આપણી બુદ્ધિમાં ફિટ ન પણ બેસે, આવા અતિસૂક્ષ્મ બુદ્ધિગમ્ય પદાર્થો સમજવા માટે આપણે આગમોને ધારણ કરનારા સદ્ગુરુઓની નિત્ય ઉપાસના કરવી જોઇએ. (તિ) મે - વિશેષ (!). (અતિશય પ્રભાવ, આચાર્યાદિના પાંચ અતિશય 2. આધ્યાત્મિક પ્રભાવ, મહિમા 3. અતિશયવાળો) જિનશાસનમાં લઘુ તીર્થંકરની ઉપમા જેને શોભે છે એવા આચાર્ય-ઉપાધ્યાયના શાસ્ત્રમાં પાંચ અતિશયો બતાવ્યા છે. તે આ પ્રમાણે 1. આચાર્ય બહારથી આવ્યા હોય તો તેમના પગ ઓઘા વગેરેથી લૂંછવા 2. તેમના ઉચ્ચાર પ્રશ્નવણના પ્રસંગે સમુચિત વ્યવસ્થા સાચવવી 3. તેમની ઉત્કૃષ્ટ ભાવે ભક્તિ-વેયાવચ્ચ કરવી 4. તેઓ જ્યાં વિરાજમાન હોય ત્યાં તેમની મહિમા વધે તેમ કરવું પણ આશાતના ન કરવી અને 5. તેમના હાથ માં પગ વગેરે ધોવા કે શરીરશુદ્ધિ કરવી. આચાર્ય કે ઉપાધ્યાયજીના આ અતિશયોને વિનયપૂર્વક જાળવતો શ્રમણ પોતાના કર્મોનો શીધ્રતયા નાશ કરીને મોક્ષ સુખને પામે છે. अइसेसइड्डि - अतिशेषधि (पुं.) (અવધિ-મન:પર્યવજ્ઞાન આમષષધિ આદિ વિશિષ્ટ ઋદ્ધિયુક્ત, પ્રથમ પ્રવચન પ્રભાવક) વિશિષ્ટ કોટિના તપ કરવાવાળા, મિત્ર-શત્રુ પર સમાન ભાવ ધારણ કરનારા અને કર્મક્ષયનું જ એકમાત્ર લક્ષ્યવાળા મહાત્માઓને ભતભાવિ-વર્તમાન ત્રણેય કાળની ઘટનાઓને પળમાત્રમાં જાણી શકે તેવું અવધિજ્ઞાન, મનોગત ભાવોને સમજે એવું મન:પર્યવજ્ઞાન અને હાથ આદિના સ્પર્શમાત્રથી સર્વ રોગોનું નિવારણ કરનારી આમષષધિ લબ્ધિ આદિ ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. સફપત્ત -- જીતશોષBIH (કિ.) (આમર્ષોષધિ આદિ લબ્ધિ પ્રાપ્ત-મુનિ) अइसेसपहुत्त - अतिशेषप्रभुत्व (न.) (અતિશયોના પ્રભુત્વવાળું, આધ્યાત્મિક મહિમાશાળી) ત્રણેય જગતમાં જે બીજા કોઈ પાસે નથી, તેવા જ્ઞાનાદિનું આધ્યાત્મિક પ્રભુત્વ તીર્થંકર પરમાત્મા પાસે છે. માટે તેઓ આપણા પરમ ઉપાસ્ય છે. તેઓના આલંબને ભવી જીવ એમના જેવા ઐશ્વર્યને પામીને સ્વ-પર કલ્યાણ સાધી શકે છે. અલિ (1) - ગતિશોપિન (ત્રિ.) (અતિશયથી યુક્ત, પ્રભાવશાળી, મહિમાવંત 2. સ્કૂલ) જેમ જેમ મનુષ્ય ઋદ્ધિથી સમૃદ્ધ થતો જાય તેમ-તેમ તેની નમ્રતા વધવી જોઈએ. જુઓ પેલા આમ્રવૃક્ષને, ફળોની સમૃદ્ધિ વધતી જાય છે તેમ તેમ તે નમ્ર થતો જાય છે. તથા નમ્રતા આદિ ગુણો દ્વારા જ તેની લક્ષ્મી સાર્થક થાય છે.