Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અg (f) સUT - તિષ્યUTT (ત્રી.) (અગ્નિ પ્રજ્વલન હેતુ પ્રેરણા કરવી તે, ઉદીપના-ઉત્તેજના કરવી તે) જેમ વાયુ દ્વારા ઉદીપના પામતો અગ્નિ સતત પ્રજવલિત રહે છે તેમ જીવનમાં ડગલે ને પગલે આવતી મુશ્કેલીઓમાં ધર્યાદિ ગુણોની હંમેશાં પરીક્ષા થતી રહે છે અને સત્ત્વના કારણે એ ગુણો સતત દેદીપ્યમાન રહે છે. બરૂ (તિ) સવ - અતિશય (.) (અધિકતા, અતિરેક, ઘણું 2. ઉત્કૃષ્ટતા, પ્રકર્ષભાવ 3. પ્રભાવ, મહિમા) પૂર્વના ત્રીજા ભવમાં નિકાચિત કરેલા તીર્થકર નામકર્મને કારણે સર્વોત્કૃષ્ટ પુણ્યના સ્વામી તીર્થકર ભગવંતને તીર્થંકરના ભવમાં કુલ ચોત્રીસ અતિશય ઉત્પન્ન થાય છે. જેમાં ચાર અતિશય જન્મથી, ઓગણીસ દેવકૃત અને અગ્યાર કર્મક્ષયથી હોય છે. જે જીવ ચોત્રીસ અતિશયયુક્ત પરમાત્માનું ધ્યાન ધરે છે તેને પણ ભવાન્તરમાં જિનેશ્વર જેવી ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. કરૂ (ત્તિ) કથા - ગતિશયજ્ઞનિન (.). (અવધિજ્ઞાનાદિથી યુક્ત, અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનસહિત) આરોગ્યની પ્રાપ્તિ માટે આપણે મેડિકલનું જ્ઞાન ધરાવતા ડૉક્ટર પર વિશ્વાસ રાખીને તેણે બતાવેલા નિયમ પર ચાલીએ છીએ. ઘરમાં સુખ-શાંતિ માટે ભવિષ્યના જ્ઞાનવાળા જ્યોતિષીએ બતાવેલી વિધિઓ કરીએ છીએ, તો પછી જીવમાત્રના હિતેચ્છુ વિશિષ્ટજ્ઞાની કેવલી ભગવંત કથિત માર્ગ પર ચાલવાનું પસંદ કેમ નથી કરતા? મ (ત્તિ) સમયાન - ત્તિશાતીતાન (કું.) (અત્યંત વીતેલો ભૂતકાળ, અતિ વ્યવધાનવાળો કાળ) આપણી અત્યારની વિદ્યમાનતાથી એક વાત તો નક્કી છે કે અનાદિકાળથી આ સંસારમાં આપણે ભમી રહ્યા છીએ. આપણા ભવોનો કોઈ અંત નથી આવ્યો. આ વિષય-કષાયો અનાદિકાળથી આપણી સાથે જ છે તો પણ તે મોક્ષ અપાવી શક્યા નથી. માટે તેમનું મિત્રની જેમ પોષણ કરવું કેટલું ઉચિત છે? ચાલો, આજથી એક નવી શરૂઆત કરીએ. આ વિષય-કષાયોને છોડીને ક્ષમા મૈત્રી આદિ ગુણોને પોષીને ભવભ્રમણનો અંત કરવાની પ્રક્રિયા ચાલુ કરી દઇએ. अइसयसंदोह - अतिशयसंदोह (त्रि.) (અતિશય-શ્રેષ્ઠના સમૂહથી સંપન્ન, અતિશયના સમૂહથી યુક્ત) જે અતિશયોના સમૂહની ઋદ્ધિ-સિદ્ધિ અન્ય કોઈદેવ પાસે નથી તે અતિશયોનું ઐશ્વર્ય તીર્થંકર પરમાત્માને સંપૂર્ણતા સાથે વરેલું છે. પ્રભુની આ લોકોત્તર મહિમાથી આકર્ષાઈને અસંખ્ય ભવી જીવોએ પોતાની આત્મ-સમૃદ્ધિની ચરમોત્કૃષ્ટતા સાધી છે. અહો ! કેવું છે પ્રભુના લોકોત્તર ગુણોનું અદ્ભુત સામર્થ્ય. મફત્રિ - Dર્થ (ન.) (ઋદ્ધિ, ઠકુરાઈ, વૈભવ 2. અણિમાદિ આઠ સિદ્ધિઓ પૈકીનો એક ભેદ) જે પોતાના લીધેલા વ્રતોમાં દઢ હોય. જે નિરપેક્ષ ભાવે ઘોરાતિઘોર તપશ્ચર્યા પણ સહજતાથી કરતા હોય. અને ચારિત્રનું સર્વથા નિરતિચાર પાલન કરતા હોય તેવા મહાપુરુષોની તો અણિમા, ગરિમા આદિ આઠ મહાસિદ્ધિઓ પણ સેવિકા બનીને ચરણોમાં સેવા કરે છે. 3 (તિ) સારૂ (1) - અતિશય (ત્રિ.) (આમર્ષોષધિઆદિ ઋદ્ધિપ્રાપ્ત 2. અવધિ-મન:પર્યવ-કેવલસહિત ચતુર્દશપૂર્વધારી). રત્નત્રયીની આરાધના દ્વારા જે ઓ મહાલબ્ધિઓ, ઋદ્ધિ-સિદ્ધિઓ અને પ્રત્યક્ષ જ્ઞાનને વરેલા છે તે મહામુનિઓના દર્શન વંદન અને સ્મરણ પણ આપણા અનેક ભવસંચિત પાપોને ક્ષણમાં વિનષ્ટ કરવાને સમર્થ બને છે. માટે જ ભરોસરની સઝાયમાં એવા મહાપુરુષોનું સ્મરણ દૈનંદિન કરાય છે. ગણિદિર - અતિશ્રમર (3) (અત્યંત શોભાયુક્ત, અતિશય શોભાવાળો)