Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai
Catalog link: https://jainqq.org/explore/008991/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ dcવઝરણું આ પર જન જ્ઞાન ભંડાર ટો છે કે તો પાણિવર્યશ્રી ૪જી બેડાવાલા ભવન મેઘદર્શન વિજયજી મ. સાહેબ (બરમતી, અમદાવાદ-૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ સં lid at 2 શ્રી રામજ પાર્થનાન સંવેદજી iColor foe I તત્ત્વઝરણું પ્રકાશક / પ્રાપ્તિસ્થાન શ્રી મહાવીરનગર શ્વે. મૂ. જૈન સંઘ મહાવીરનગર, શંકરગલી, કાંદીવલી (વે.), મુંબઇ - ૪૦૦ ૦૬૭. પ્રવચનકાર પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખરવિ. મ. સાહેબના શિષ્યરત્ન પૂ. ગણિવર્યશ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ Page #3 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકG[[ પ્રકાશનમાં સુકૃત સહભાગી , ધોરબી તિલાલ શાહ રિલિ ( ઉપારીવાળા) આપની અનુમોદના કરતાં અને અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. લિ. શ્રી મહાવીરનગર ગ્વ. મૂર્તિ. જૈન સંઘ fets leis mesilo 1426) all કોઈ પ્રાણ પ્રદિ015 JSLICE Page #4 -------------------------------------------------------------------------- ________________ રયદા & Re . Rips-2 . ' શ્રી 10: 2 p;) : ના , છે ને ! શાળાનું e los bili (1: ક ' A त्वदीयं तुभ्यं समर्पयामि o We also blohusus Dues છે - જેમના રોમરોમમાં જૈનશાસન ધબકી રહ્યું છે...... જેમના અણુ અણુએ જીવ માત્ર પ્રત્યે કરુણા ઉભરાઈ રહી છે..... જેમના પ્રદેશ પ્રદેશે વાત્સલ્ય વહી રહ્યું છે,..... ( ગીતાર્થતા અને દીર્ધદષ્ટિના જેઓ સ્વામી છે, sી ભાવિ જૈન પેઢીના જેઓ ઘડવૈયા છે..... યુવાનોના તારણહાર છે...... - તે ભવોદધિતારક, પ્રવચનપ્રભાવક પ્રાતઃ સ્મરણીય, પરમારાધ્ધપાદ, વાત્સલ્યવારિધિ ગુરુદેવશ્રી a | પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના ચરણોમાં સમર્પિત આપનો ચરણકિંકર મેઘદર્શનવિજય. 2 T/ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અમારા સંઘના ચાતુર્માસ દરમ્યાન અનેકોનું જીવન પરિવર્તન કરવામાં સિંહફાળો આપનારી વહેલી સવારની તત્ત્વજ્ઞાન પ્રવચનમાળાને ‘તત્ત્વઝરણું" પુસ્તક રુપે પ્રકાશિત કરતાં અમારો સંઘ અત્યંત આનંદ અનુભવી રહ્યો છે. અમારો મહાવીરનગર સંઘ એટલો પુણ્યશાળી છે કે દર વર્ષે અમને પૂજ્ય ગુરુભગવંતો તથા સાધ્વીજી મ.સાહેબોનો લાભ મળતો રહે છે. તેઓ અમારા સંઘને ધર્મમય બનાવવા કોશીષ કરતા હોય છે અને અનેકોને આત્મકલ્યાણમાં આગળ વધારે છે. પણ પર્યુષણ પર્વ પૂરા થતાં આરાધનામાં ઓટ આવે છે. પરંતુ આશ્ચર્ય સાથે આનંદની વાત છે કે સં. ૨૦૧૮ના ચાતુર્માસ માટે પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના શિષ્ય પૂ. ગણિવર્ય શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ પધાર્યા તે જ દિવસથી આરાધનાના પૂર ઉમટ્યા. પહેલી જ વાર અમારું ચાતુર્માસ અષાઢ સુદ છઠ થી કા. વદ ત્રીજ સુધી નિરંતર ગાજતું રહ્યું. 3 લાઇ રોજ સવારે ૬.૩૦ થી ૭.૧૫ તત્ત્વજ્ઞાન ઉપર અત્યંત સરળ ભાષામાં પ્રવચન, સવારે ૯ થી ૧૦.૧૫ પ્રાર્થનાસૂત્ર તથા ભવિષ્યદત્તચરિત્ર ઉપર પ્રવચન, દર ગુરુવારે રાત્રે ૮.૩૦ થી ૧૦ યુવાનો માટે વિવિધ વિષયો ઉપર પ્રવચન તથા ડિબેટ, દર શનિવારે બાળકોને સંસ્કારિત કરતી ટીની-મીની શિબીરો અને ટીન એજર્સ શિબીરો, રજાના દિવસોમાં વિવિધ વિષયો ઉપર જાહેર પ્રવચનો વગેરે દ્વારા પાયાની સમજ આપવામાં આવેલ; એટલું જ નહિ પણ ધર્મારાધનામાં રુચી પેદા કરેલ. પ્રવચનોથી સમજણ પામીને ધર્મ-આરાધના કરવાથી લોકોના ઉત્સાહમાં ખૂબ વધારો થયો. 2 ની પર્યુષણ મહાપર્વ પૂર્વની શિબીરોમાં ૨૦૦૦થી વધારે ભાઇ-બહેનો આવતા અને ત્રણ ત્રણ કલાક સુધી પૂજ્યપાદ ગુરુભગવંતના મુખેથી ભગવાનની વાણીનું મંત્રમુગ્ધ બનીને શ્રવણ કરતાં. બાળકોને રોજ સાંજે પ્રતિક્રમણ કરવામાં, દર રવિવારીય અષ્ટપ્રકારી પૂજા દ્વારા પરમાત્મભક્તિમાં અને જાતજાતની પ્રેરણા દ્વારા પૌષધ વગેરે વિવિધ આરાધનાઓમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા. અને ઘણાના જીવન પલટવામાં કામિયાબ બન્યા. શત્રુંજયની ભાવયાત્રા, દુષ્કૃતગહવિધાન, સુકૃત અનુમોદના વિધાન. શંખેશ્વરની ભાવયાત્રા, પ્રતિક્રમણની ભાવયાત્રા, સંચમ-અભિલાષા, નમસ્કાર મહામંત્રની વિશિષ્ટ આરાધના, વગેરે વિવિધ અનુષ્ઠાનોનું આયોજન કરીને આખાય ચાતુર્માસ દરમ્યાન ધર્મમય વાતાવરણનું સર્જન કર્યું. વિપુલ સંખ્યામાં સામુદાયિક વીસ સ્થાનક તપની આરાધના સાથે ૯ માસક્ષમણ સહિત ૨૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ થી વધારે અઠ્ઠાઈ વગેરે મોટી તપશ્ચર્યા થઈ, જેમાં નાના પ૦ ભૂલકાઓ પણ જોડાયા હતા. - પૂજ્યશ્રીના પ્રવેશથી શરુ થયેલો આરાધનાઓનો યજ્ઞ પર્યુષણ પછી પણ સતત ચાલુ રહ્યો. પ્રવચનો, શિબીરો તથા વિવિધ કાર્યક્રમોમાં પર્યુષણ પછી પણ વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો અને ફલશ્રુતિ તરીકે પોતાના જીવનમાં ઘણું પરિવર્તન લાવ્યા. | સામાયિક પત્રક, નવકારજાપ પત્રક, આરાધના પત્રક, પ્રતિક્રમણ પત્રક, બીયાસણા પત્રક, ઉકાળેલું પાણી પત્રક, વગેરે વિવિધ પત્રકોના આયોજન વડે સમગ્ર મહાવીરનગર જૈન સંઘ વિવિધ આરાધનાઓમાં મશગુલ રહો. છેલ્લે વિશાળ સંખ્યામાં બારવ્રતધારી શ્રાવક-શ્રાવિકા બનીને સૌએ સંઘનું નામ રોશન કર્યું. પૂજ્યપાદ ગુરુભગવંતશ્રીએ સંઘમાં જે ઉત્સાહ જગાવ્યો તેના પરિણામ રુપે ચાર્તુમાસ પૂર્ણ થયા પછી કાંદીવલીથી થાણા મહાતીર્થનો ચાર દિવસનો પૌષધધારી છ' રી પાલિત સંઘ નીકળ્યો. મુંબઈમાં સૌ પ્રથમવાર નીકળેલા આ પૌષધધારી છ' રી પાલિત સંઘથી ખૂબ શાસનપ્રભાવના થઈ. તેમાં જોડાયેલા મોટી સંખ્યાના આરાધકોને જોઈને અનેક આત્માઓ આર્થય પામ્યા. પૂજ્ય ગુરુભગવંત જે બોધ આપતા તે સ્વયં પોતાના જીવનમાં પણ પાળતા હતા, તેનો એક જ દાખલો આપું છું. એક રવિવારે સવારે ‘શ્રમણ હું કયારે બનું' ની ભાવયાત્રા ચાલી રહી હતી. સાહેબ બિલકુલ ધ્યાનમગ્ન હતા. તપોવનમાંથી એક યુવાન આવ્યો. લગભગ દસેક મિનિટ તે સાહેબના સામે ઊભો રહ્યો, પણ સાહેબ બંધ ચક્ષુએ ધ્યાનમગ્ન હોવાથી તેમને જાણ ન થઈ. તે ભાઈની ધીરજ ખૂટી. સાહેબના હાથને સ્પર્શ કર્યો. સાહેબ એકદમ ચમકી ગયા. સામે યુવાન ઊભો હતો; પરંતુ તેમના મુખ ઉપર લેશ માત્ર રંજ નહિ. ઉચાટ નહિ કે અકાળમણ નહિ. હસતા હસતા બે મિનિટ તેની સાથે જરુર પૂરતી વાત કરીને પાછા ધ્યાનમાં મગ્ન થઈ ગયા. કહેવાનો સાર એ છે કે કષાય ન કરવાનો ઉપદેશ આપનાર તેમણે ખરેખર પોતાનું જીવન પણ તેવું જ બનાવેલું હતું. આવા તો અનેક પ્રસંગો ચાતુર્માસ દરમ્યાન અમને જાણવા - અનુભવવા મળ્યા છે. પોતે જે ઉપદેશ આપ્યો, તેનો અમલ તેમના જીવનમાં જણાતો હોવાથી તેમના ઉપદેશની ખૂબ જ અસર થઈ. ઘણા લોકો ધર્મ પામ્યા. ઘણાનું મૂળથી જીવન પરિવર્તન થયું. પૂજ્યશ્રીની સવારની તત્ત્વજ્ઞાનની પ્રવચનમાળાથી જૈનધર્મની તથા તેના સૂક્ષ્મ સિદ્ધાન્તોની સાચી સમજણ અમને સૌને મળી. સાંભળેલું તે ભૂલી Page #7 -------------------------------------------------------------------------- ________________ ન જવાય, વારંવાર વિચારી શકાય તથા બીજા પણ અનેક આત્માઓ આ તત્ત્વજ્ઞાનને પામી શકે તે માટે તે પ્રવચનોને પુસ્તક રુપે પ્રગટ કરવાની ભાવના જિજ્ઞાસુઓ તરફથી વારંવાર કરાતાં, દીક્ષા, શિબીરો, પ્રવચનો, શિષ્યોને અધ્યાપન વગેરે અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પૂજ્ય ગુરુભગવંતે પોતાનો કિંમતી સમય કાઢીને આ પુસ્તકનું લખાણ કરી આપ્યું છે, તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. આ પુસ્તિકાનું વારંવાર વાંચન - મનન કરીને સૌ કોઈ આચાર સંપન જીવનના સ્વામી બને તેવી શુભભાવના. fistor Febr Elo spiegi (is w 1591,330, 1/2 --- » binism લિ. બાબુલાલ નેમચંદ શાહ માનદ્ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી મહાવીરનગર શ્વે. મૂ. જૈન સંઘ શંકરગલી, કાંદીવલી (વે.), મુંબઇ – ૬૦. SA an fels નવા પ The 16,0 Al feins Page #8 -------------------------------------------------------------------------- ________________ મારા મનની વાત ક st Tobleronoke, પૂજ્યપાદ પરમારાધ્યપાદ ભવોદધિતારક ગુરુદેવશ્રી પં. ચંદ્રશેખર વિજયજી મ. સાહેબની અસીમ કૃપા અને આર્શીવાદથી સં. ૨૦૫૮-૫૯ શ્રી મહાવીરનગર સંઘનું ચાતુર્માસ અનેક રીતે યાદગાર અને યશસ્વી બની રહ્યું. નાના બાળકથી માંડીને વડિલો સુધી સૌનો ઉલ્લાસ-ઉમંગ વિશિષ્ટ હતો. અદના કાર્યકરથી માંડીને ટ્રસ્ટી-પ્રમુખ સુધીના સૌનો સહકાર અનુમોદનીય હતો. PSIP flap elbsé sla forsis & Blois su Diss Clep Dis વિવિધ વિષયક પ્રવચનો, જીવનપરિવર્તક શિબીરો અને નવલા અનુષ્ઠાનોના આયોજનો વચ્ચે પણ વહેલી સવારની તત્ત્વજ્ઞાન પ્રવચનમાળાએ લોકોના હૃદયમાં અનેરું આકર્ષણ પેદા કર્યું હતું. વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં, ઘરના બધા કાર્યોં છોડીને ઘણી મોટી સંખ્યામાં હાજર રહેતાં શ્રોતાઓની જિજ્ઞાસા મારામાં પણ નવો ઉલ્લાસ અને જોમ પેદા કરતી. પ્રવચનમાળા દ્વારા તેમનામાં પેદા થતો જૈનશાસન પ્રત્યેનો અહોભાવ જોઇને આનંદ થતો. અષાઢ વદ બીજથી કારતક વદ ત્રીજ સુધી (પર્યુષણ પર્વ સિવાય) સતત ચાલેલી આ પ્રવચનમાળાથી થયેલા અનેકોના સમજપૂર્વકના જીવનપરિવર્તન જાણીને મહેનત સફળ થતી જણાતી. શ્રોતાઓની વારંવાર માંગણી થવા લાગી કે આ ચોમાસાના તત્ત્વજ્ઞાનની પ્રવચનમાળાના તમામ પ્રવચનોનું પુસ્તક બહાર પડે તો અમે તેને વારંવાર વાગોળી શકીએ. થયેલા જીવનપરિવર્તનને ટકાવવા પૂર્વક આગળ વધારી શકીએ. સમયની પ્રતિકૂળતા વગેરે કારણોસર ઇચ્છા ન હોવા છતાં ય થનારા સંભવિત લાભ અને શ્રોતાઓના દબાણ સામે ઝૂકી જવાયું; પરિણામ સ્વરુપે આ પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે. પૂજ્યપાદ નેમીસૂરીશ્વરજી મ. સાહેબના સમુદાયના સાધ્વીજી રાજેન્દ્રપ્રભાશ્રીજી આદિ ઠાણા ચાતુર્માસ બિરાજમાન હતા. તેમના શિષ્યા હર્ષરેખાશ્રીજીએ તત્ત્વજ્ઞાન પ્રવચનોની જે નોંધ કરી હતી, તેના આધારે જરુરી સુધારા-વધારા કરીને આ પુસ્તકનું સર્જન થઇ શક્યું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં તત્ત્વજ્ઞાનના ગહનપદાર્થો નથી. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના પાયાના સિદ્ધાન્તો, વિષયો, શબ્દો વગેરેનું સ્થૂલથી સામાન્ય જ્ઞાન છે. લેખન પદ્ધતિનું કે પ્રવચન પદ્ધતિનું આ પુસ્તક નથી. પણ ભણાવવા રુપે થયેલી રજૂઆતનું આ પુસ્તક છે માટે તેની ઘણી મર્યાદા છે. fosis pf ચિત્રપટોમાં હાથથી જે સમજાવ્યું હોય, અભિનય દ્વારા જે બતાડ્યું; હોય તે બધું તે રીતે રજૂ ન થઇ શકે તે સહજ છે. વળી શિખવવાનું હોવાથી કેટલીક વાતોની વારંવાર રજૂઆત પણ થઇ છે. બાળ જીવોને નજરમાં લઇને સ્થૂલ રીતે વ્યાખ્યાઓ વગેરે કરાઇ છે. પૂર્વાપર સંબંધ ન સચવાયો હોય કે દૂરાન્વય થયો હોય તે શક્ય છે. તેથી આ બધી મર્યાદાઓ ધ્યાનમાં લઇને, અભ્યાસ કરવાની દૃષ્ટિએ આ પુસ્તક સુજ્ઞજનોને વાંચવા-વિચારવા ભલામણ છે. ઘર આ પુસ્તકમાં જે કાંઇ સારું છે, તે બધું મારા ભવોદધિતારક ગુરુદેવશ્રીના અગણિત આશીર્વાદના પ્રભાવે છે. જે કાંઇ વિપરીત રજૂઆત થઇ હોય, તેમાં મારો અ૫ક્ષયોપશમ કારણ છે. વિદ્વાનો તે તરફ ધ્યાન દોરશે તો યોગ્ય સુધારો થઇ શકશે. પ્રાન્તે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ પ્રતિપાદન થયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્. be ver follute મેઘદર્શનવિજય. Total POD INsiatis fols bus fa rap mic આ યુગ Silas EPS 101951 bellied મ ઘર સી. એસ. પારકી મ Taforale }}* *'' pes Chefare faktop iutaplent S 10) ૦૨૭ વાર Page #10 -------------------------------------------------------------------------- ________________ bit. kh yLk, &&&&&&&&&&&&&&&&&&&&&&8*AX8*AX8*XXXXXXXXXXXXXXXX GPS**********YXXXXXXXXXXXXXXXXXXXXXX બાપS નમો અરિહંતાણં નમો સિદ્ધાં. નમો આયરિયાણાં નમો ઉવજ્ઝાયાણ નમો લોએ સવ્વ સાહૂણાં એસો પંચ નમુક્કારો સગ્ય પાત્ર પ્રણામો મંગલાણં ચ સન્વેસિ પઢમં હવઈ મંગલમ્ અહંન્તો ભગવંત ઇન્દુમહિતા: સિદ્ધાચ્ચ સિદ્ધિસ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિકરાર, પૂજ્યા ઉપાધ્યાયકાર, ( શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરા, રત્નાકયારાધકાર, પંચતે પરમેષ્ઠિનઃ પ્રતિદિન, કુર્યન્ત વો મંગલમ 1 શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ, | દોષા: પ્રયાજુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ | ચત્તારિ મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાત્ મંગલમ,. કેવલિ-પત્નત્તો ધમ્મો મંગલમ | - ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લાગુત્તમાં કેવલિ પત્નનો ધમ્મો લાગુત્તમો | - ચત્તારિ સરણે પવનજામિ અરિહંતે સર પવજામિ સિદ્ધ સરણે પવામિ. સાહુ સરણે પવજામિ કેવલિ-પન્નાં ધર્મો સરણે પવજામિ | : મંગલશ્લોક :) ચદીય સમ્યકત્વ બલાત પ્રતીમો, ભવાદેશાનાં પરમ સ્વભાવમ, કુવાસનાપાસ વિનાશનાય નમોસ્તુ તરસૈં તવ શાસનાય. નમોસ્તુ તમ્મ જિન શાસનાય. BYR DER BYXRDUR BURSA RESA DESA PER DER HERRER HEXA RESÅ અર્થ જેના સમ્યકત્વના પ્રભાવથી અમે આપના પરમ સ્વભાવને જાણી-સમજી સ્વીકારી શકીએ છીએ તે કુવાસનાઓના પાસનો નાશ કરનાર આપના ૨ જિનશાસનને નમસ્કાર થાઓ. KDXB XXR 1888 8888 8888 8888 XXR BYXR ** Page #11 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ અષાઢ વદ : બીજ. શુક્રવાર. તા. ૨૬-૦૭-૦૨ તરણ તારણહાર દેવાધિદેવ પરમપિતા પરમાત્મા મહાવીરદેવ વૈશાખ સુદદશમના કેવળજ્ઞાન પામ્યા. સમવસરણ મંડાયું. અધૂરીદેશના છોડીને પરમાત્માએ વિહાર આદર્યાં, કારણકે તે વખતે વિરતિનો પરિણામ કોઇને જાગે તેમ નહોતો. વિરતિના પરિણામ વિના જૈનશાસનની સ્થાપના થઇ શકે નહિ. જો આપણા હૃદયમાં હજુ સુધી વિરતિનો પરિણામ જાગ્યો નથી તો આપણા હૃદયમાં જૈન શાસન હજુ સ્થપાયું નથી. યાદ રહે કે જગતમાં જૈન શાસનની સ્થાપના થાય તો આપણું કલ્યાણ, એમ નહિ પણ આપણા હૃદયમાં જૈન શાસન સ્થપાય તો જ આપણું કલ્યાણ. અપાપાપુરી નગરીની બહાર મહાસેન ઉધાનમાં પ્રભુ પધાર્યા. સમવસરણ મંડાયું. ઇન્દ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણો વાદવિવાદ કરવા ઝઘડવા પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેમને કે તેમના વેદને ખોટા ન કહેતાં તેમણે વેદની પંક્તિઓના અર્થની કરેલી ગેરસમજ દૂર કરી દીધી. તેમણે તે પંક્તિઓનું યોગ્ય અર્થઘટન કરી બતાડ્યું. સામેની વ્યક્તિને પોતાની બનાવવાનો ઉપાય તેને ખોટી સાબીત કરવી તે નથી, પણ તેને સાચી સમજણ આપવી તે છે. અગિયારે પંડિતો પોતાના કુલ ૪૪૦૦ શિષ્યો સાથે ક્રમશઃ ત્યાં આવ્યા, અને પરમાત્માના આ સ્યાદ્વાદ દૃષ્ટિના આત્મિયતાપૂર્વકના સમાધાનથી સૌએ પરમાત્માના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપી. પ્રદક્ષિણા ઉત્કૃષ્ટ વિનય છે. પૂજ્ય વ્યક્તિ પોતાની જમણી બાજુ રહે તે રીતે તેમની ચારે બાજુ ફરવું તે પ્રદક્ષિણા કહેવાય. દરેક વખતે તેમણે ભગવાનને સવાલ કર્યો, “ભંતે ! કિં તત્ત?'' ‘ભગવાન તત્ત્વ શું છે ?'' જીવનના વિકાસની શરુઆત તત્ત્વની જિજ્ઞાસાથી થાય. જયાં સુધી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી આત્મિક પરિણતિ ઘડાવી મુશ્કેલ છે. આધ્યાત્મિક વિકાસ સાધવા પરમાત્માએ બતાડેલા તત્ત્વજ્ઞાનને અવશ્ય જાણવું જોઇએ. ના, માત્ર જાણવાથી નહિ ચાલે, શક્તિ પ્રમાણે તેને જીવનમાં આત્મસાત્ પણ કરવું જ રહ્યું. અન્યથા મોક્ષ દૂર સમજવો. પરમાત્માએ-ત્રણે વખત પૂછાયેલા એક સરખા સવાલ, "ચિં તત્ત ?" નો જવાબ-જુદા જુદા ત્રણ પદોથી આપ્યો. (૧)‘‘ઉપન્ગેઇ વા.'' (૨)‘વિગમેઇ વા.’’ (૩)‘‘ધ્રુવેઇ વા.' આ ત્રણ પદોને ત્રિપદી કહેવાય. ‘‘ઉત્પન્ન પણ થાય તત્વઝરણું ૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ છે, નાશ પણ પામે છે, સ્થિર પણ રહે છે.જગતના તમામ પદાર્થો આ ત્રણ સ્વરુપે રહ્યા છે. | પરમાત્મા પ્રત્યેના સમર્પણભાવ, વિનય, બહુમાન વગેરેથી તે ૧૧ બ્રાહ્મણોને જબરદસ્ત ક્ષયોપશમ થયો. જન્મ-વિચાર-આચારથી બ્રાહ્મણ હોવા છતાંય માત્ર અંતર્મુહર્ત (૪૮ મિનિટથી પણ ઓછા) કાળમાં તેમણે પરમાત્માના પ્રભાવથી દ્વાદશાંગી(બાર અંગસૂત્રો)ની રચના કરી. પરમાત્માએ તેમની ઉપર વાસક્ષેપ કરવાપૂર્વક તેમણે રચેલી તે દ્વાદશાંગીને સર્ટીફાઇડ કરી. તેમને ગણધર પદે સ્થાપ્યા. | (વાસ = સુગંધીચૂર્ણ, ક્ષેપ = નાંખવું. “વાસક્ષેપ કરો'. એમ બોલાય પણ ‘વાસક્ષેપ નાંખો’. એમ ન બોલાય.) ને પરમાત્માના પ્રભાવની તાકાત કેવી અજબગજબની છે ! બ્રાહમણોને ક્ષણવારમાં જૈનશાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન થવા લાગે. જૈન શાસનના શ્રુતજ્ઞાનને તેઓ સૂત્રમાં ગૂંથી દે. તીર્થંકર પરમાત્માએ આપેલા અર્થના આધારે ગણધર ભગવંતો સૂત્રો ગૂંથે (રચે) છે. પરમાત્માના અનુગ્રહથી ગણધર ભગવંતોએ ગૂંથેલા આગમશાસ્ત્રો ગુરુદેવોના આશીર્વાદથી આપણને મળ્યા. | જીવનના ઉત્થાનમાં ચાર મહત્ત્વના પરિબળો છે. જેની પાસે તે ચાર આવ્યા તે મોટી મૂડી કમાઇ ગયો. તેનું જીવન સફળ બની ગયું. (૧) પરમાત્માનો અનુગ્રહ (૨) ગુરુદેવોની કૃપા (૩) માતા-પિતાના આશીર્વાદ અને (૪) દીન-અનાથ માનવ તથા અબોલ પશુઓની દુઆ. ગણધરભગવંતોએ ત્રિપદી ઉપરથી જે દ્વાદશાંગીની રચના કરી, તે આચારાંગસૂત્ર વગેરે બાર અંગોમાં છેલ્લા અંગનું નામ દેષ્ટિવાદ છે. ચૌદ પૂર્વો તો આ દષ્ટિવાદનો એક નાનકડો ભાગ ગણાય ! મહાવિદેહક્ષેત્રના એક હાથીના વજન જેટલી સૂકી શાહીમાં પાણી નાંખીને ભીની શાહી બનાવીને જેટલું લખાય તે એક પૂર્વ કહેવાય. બે હાથીના વજનની સૂકી શાહી દ્વારા જે લખાય તે બીજું પૂર્વ. બેના ડબલ ચાર હાથીના વજનની સૂકી શાહીથી જેટલું લખાય તે ત્રીજું પૂર્વ. આ રીતે ડબલ ડબલ કરતાં જવાનું. કલ્પના કરી જુઓ કે ચૌદ પૂર્વેમાં કેટલું બધું જ્ઞાન આવે ? તો દષ્ટિવાદમાં કેટલું થાય ? બારે અંગોમાં મળીને કેટલું જ્ઞાન થાય ? આટલું બધું જ્ઞાન-માત્રા અંતર્મુહૂર્તમાં-રચવાની તાકાત ગણધર ભગવંતોમાં જેના પ્રભાવથી પ્રાપ્ત થઇ તે ભગવાન કેટલા બધા મહાન ? તેમના ચરણોમાં જેટલીવાર વંદના કરીએ તેટલી ઓછી. તત્વઝરણું Page #13 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની ત્રિપદી ઉપરથી રચાયેલી દ્વાદશાંગીમાં અઢળક તત્ત્વો સમાયેલા છે. તેમાંના કેટલાક તત્ત્વોની વિચારણા આ પ્રવચનમાળામાં કરવી છે. ધર્મની તમામ ક્રિયાઓ કરવી જરૂરી છે. તેમાં હજુ પણ વધારો કરવો જોઇએ. સાથે સાથે જો તત્ત્વજ્ઞાનની સમજણ પણ મેળવીશું તો તે ક્રિયાઓ માત્ર ઉપરછલ્લી ન બનતાં સાચી બનવા લાગશે. ધર્મની ઇમારત ખોખલી ચણાવાના બદલે તત્ત્વજ્ઞાનના પાયા દ્વારા મજબૂત સર્જાશે. તત્ત્વજ્ઞાન આંતરિક પરિવર્તન લાવશે. અંદર આવેલું પરિવર્તન બાહુપરિવર્તન પણ કર્યા વિના નહિ રહે. તત્ત્વજ્ઞાનને સાચા અર્થમાં સમજીને પછી આત્મસાત કર્યા પછી ધર્મ કરવાનું કહેવું નહિ પડે, અંદરથી ધર્મારાધના કરવાનું મન થશે. જે આરાધના થાય છે, તે વધુ સંગીન થશે. િધર્મનું પ્રાણતત્ત્વ છે. આત્મા. જેણે આત્માને જાણ્યો તેણે બધું જાણી લીધું. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, “જો એગ જાણઇ સો સધું જાણઇ, જો સવ્વ જાણઇ, સો એગ જાણઇ ” ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે, “એગે આચા' વિજ્ઞાનનો પાયો પદાર્થો છે. ધર્મનો પાયો આત્મા છે. જે પદાર્થોને કેન્દ્રમાં રાખીને જીવે તે સાચો ધર્મી ન બની શકે. જે આત્માને કેન્દ્રમાં રાખીને જીવે તે પાક્કો સંસારી ન બની શકે. માટે આપણે આત્માને વિચારીએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. . | તુqજ્ઞાળના છ પાયા ૧) આત્મા છે. | ૨) આત્મા-શરીરથી જુદો-નિત્ય છે. | 3) આત્મા કર્મનો કર્તા (બાંધનાર) છે. ૪) આત્મા (પોતાના) કર્મનો ભોકતા (ભોગવનારો) છે. ૫) આત્માનો મોક્ષ (કર્મોથી છૂટકારો) છે. | ૬) આત્માના મોક્ષના ઉપાયો છે. | તત્વઝરણું - ૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ અષાઢ વદ : ત્રીજ. શનિવાર, તા. ૨૦-૦૦-૦૨ મહાન તત્ત્વચિંતક મેન્યુઅલ કાન્ટ સવારે ફરવા નીકળ્યા. રસ્તામાં કોઇને અથડાયા. અથડાયેલી વ્યક્તિએ ગુસ્સામાં પૂછ્યું. "Who are you?" (તમે કોણ છો?) કાન્ટે કહ્યું, "If you could answer the same question to me, I would give you my half kingdom." (જો તમે તે જ સવાલનો જવાબ મને આપશો તો હું તમને મારી અડધી મિલ્કત ભેટ આપું) આ સાંભળીને પેલાનો ગુસ્સો ઓગળી ગયો. તેણે કહ્યું, “તમે તો મહાન તત્ત્વચિંતક લાગો છો. ફરતાં ફરતાં ય કેવી તત્ત્વની વિચારણા અને વાત કરો છો !'' અડધી મિલ્કત આપવાની તૈયારી છતાં ““હું કોણ છું ?” નો જવાબ કાન્ટ ન મેળવી શકયો, આપણે કેટલા બધા પુણ્યશાળી છીએ કે ગળથૂથીથી જૈનશાસન મળવાથી આપણે જાણીએ છીએ કે હું એટલે આત્મા. વિધાર્થીઓએ વૈજ્ઞાનિકને પૂછયું, "Which will be our furhter research now?" Aşiras : To know my self is our last and further research. To know myself means who am I? (yel ed yeloil શોધ શી ? પોતાની જાતને ઓળખવી તે આપણી હવે પછીની છેલ્લી શોધ હશે. પોતાની જાતને ઓળખવી એટલે હું કોણ છું ? તે જાણવું.) પોતાની જાતને જાણવી, પોતાની જાતને ઓળખવી, તે જ સૌથી મહત્ત્વનું રીસર્ચ છે. જેણે પોતાની જાતને ઓળખી, તેનો મોક્ષ નિશ્ચિત. જેણે પોતાની જાતને નથી ઓળખી, તેણે જગતના પદાર્થોને જાણ્યા તો ય શું અને ન જાણ્યા તો ય શું? જાણવા જેવી તો પોતાની જાત છે કે હું એટલે કોણ ? - જાતને પૂછીએ કે હું એટલે કોણ? હું એટલે માણસ? હું એટલે રમણભાઇ? હું એટલે પુરુષ? હું એટલે જાડો? હું એટલે ડોકટર? હું એટલે ઊંચો? હું એટલે ગોરો? હું એટલે સાધુ? હું એટલે શ્રીમંત? બોલો તો ખરા... હું એટલે કોણ? | શબ્દોથી જવાબ આપીએ કે ““હું એટલે આત્મા.” તે ન ચાલે. આપણે આપણને આત્મા તરીકે અનુભવીએ છીએ ખરા? આપણે આપણને આત્મા તરીકે જાણી લઇએ, ઓળખી લઇએ તો પછી કાંઇ કહેવાની જરુર નહિ રહે. અને જો આપણે આપણી જાતને જાણ્યા વિના ગમે તેટલું કરીએ તો તેનાથી અંદરનું પરિવર્તન કદાચ ન પણ આવે. - જાતને પૂછીએ કે સામાયિક ઘણા કર્યો, સમતા કેટલી આવી? પૂજા ઘણી કરી, પ્રસન્નતા કેટલી પેદા થઇ? આયંબીલ ઘણા કર્યા, ખાવાની આસકિત તત્વઝરણું Page #15 -------------------------------------------------------------------------- ________________ કેટલી તૂટી? પ્રતિક્રમણ ઘણા કર્યાં, પાપનો ભય કેટલો પેદા થયો? જીવનના વર્તન-વ્યવહાર,બોલી-ચાલી,વિચારધારામાં કોઇ ફરક પડયો? કે ધર્મસ્થાનોમાં ધર્મી અને સંસારમાં પકા સંસારી બનીને રહ્યા? વ્યવહારધર્મો બધા સેવવાના છે, તે એકે ય છોડવાના નથી, પણ સાથે સાથે નિશ્ચયને પણ વિચારવાનો તો ખરો. યાદ રહે કે જમવાનું ભલે રસોડામાં હોય, પણ પચાવવાનું તો ચોવીસેય કલાક-જયાં જાઓ ત્યાં-ચાલુ હોય તેમ ધર્મક્રિયાઓ ભલે દેરાસર કે ઉપાશ્રયમાં કરવાની હોય પણ તે ધર્મને પચાવવાનું તો બધે જ ચાલુ જોઇએ. સાચી ધર્મક્રિયા કરનારાના વિચારો, વાર્તાલાપ અને વર્તનમાં પોઝીટીવલી ફરક પડ્યા વિના ન રહેવો જોઇએ, પણ તે તો ત્યારે જ શક્ય બને કે જયારે જાતને ઓળખીએ. જો આત્મા તરીકે જાતને નહિ ઓળખીએ તો ધર્મક્રિયા કરવાં છતાં ય કદાચ આપણા ખોટા વ્યવહારો, વાર્તાલાપો તે ધર્મક્રિયાની નિંદા કરાવનારા બનશે. દેરાસરમાં ચૈત્યવંદનમાં આજ મારા પ્રભુજી ! સામું જુઓ ને, સેવક કહીને બોલાવો રે'' બોલીએ ત્યારે કદાચ ભગવાન કહે કે મારે ય તને સેવક કહીને બોલાવવો તો છે, પણ શી રીતે બોલાવું? તું તો દેરાસરમાં પણ સેવક તરીકે ક્યાં વર્તે છે? અહીં પણ શ્રીમંત, ટ્રસ્ટી, પિતા, પતિ કે સાસુ તરીકે વર્તે છે. શી રીતે તને સેવક કહું?” સાચું બોલો શરીરના સંબંધો મુખ્ય કરીને દેરાસરમાં જઇએ છીએ કે આત્માને મુખ્ય બનાવીને?' મહોપાધ્યાયજી યશોવિજયજી મ. સાહેબ યોગશતક ગ્રંથમાં જણાવે છે કે,‘‘સૌએ રોજ પોતાના આત્માનું બારીકાઇથી નિરીક્ષણ કરવું જોઇએ.'' તેના માટે તેમણે ત્યાં ‘આત્મસંપ્રેક્ષણ' શબ્દનો પ્રયોગ કર્યો છે. ધર્મારાધના કે સાંસારિક વ્યવહારો કરવાથી મારા આત્મામાં શું ફરક પડ્યો? રાગ-દ્વેષ કેટલા ઓછા થયા? ક્રોધ નબળો પડ્યો? કામવિકારો ઘટ્યા? ખાવાની લાલસા મંદ પડી? અહંકાર નાશ પામ્યો? મારી આરાધનાઓનું મને શું પરિણામ મળ્યું? તે રોજ ચકાસવું જોઇએ. અને જો પરિણામ ન મળ્યું હોય તો ખામી કયાં છે? તે તપાસવું જોઇએ. ત સ્વીચ ઓન કરવા છતાં પ્રકાશ ન થાય તો તપાસ ન કરીએ કે ખામી કાં છે? બલ્બ કે ફયુઝ ઉડી તો નથી ગયો ને? તપાસ કર્યા પછી ખામી દૂર ન કરીએ? સામાયિક કર્યાં પછી સમતા, પ્રભુદર્શન કર્યાં પછી નિર્વિકારિતા, ઉપવાસ કર્યા પછી આસક્તિમાં ઘટાડો ન જણાય તો વાંક આરાધનાનો નથી, તત્વઝરણું ૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ પણ મારી કોઇ ભૂલનો છે. તે ભૂલ કઇ? શું હું શરીર, ધન કે સ્ત્રીને જ મુખ્ય બનાવીને મારા આત્માને ભૂલી તો ગયો નથી ને? આત્મા’ શબ્દ બોલવામાં તો છે, પણ જીવવાના સ્તરમાં છે કે નહિ ? બધી સગવડો જોઇએ છે શરીર માટે. શરીર ન હોય તો પંખા, ટી.વી., ફ્રીઝ, ગાડી, સ્ત્રી, મકાન વગેરે કોઇની જરૂર નથી. શરીરને મુખ્ય કર્યું, માટે આ બધાની જરુર પડી. તે માટે પૈસા જરૂરી બન્યા. તેની પાછળ પાગલ થતાં આત્મા ભૂલાયો. હવે તે ભૂલ સુધારીએ. શરીરને ગૌણ કરીને આત્માને મુખ્ય બનાવીએ. આજ સુધી શરીરને કેન્દ્રમાં રાખીને જીવનપદ્ધતિ ગોઠવી છે, હવે આત્માને કેન્દ્રમાં રાખીને જીવીએ. આંતરિક પરિણતિ ખૂબ મહત્ત્વની છે. મારું શરીર અને મારું કપડું જુદું છે. શરીર એ કપડું નથી, કપડું એ શરીર નથી. તેમ હું આત્મા, અને મારું, શરીર જુદા છે. હું એ શરીર નથી અને શરીર એ હું નથી. દુનિયા માટે ભલે હું એટલે મેઘદર્શન વિજય નામનો સાધુ, પણ મારી આંતર પરિણતિ માટે હું એટલે મેઘદર્શન વિજય નહિ પણ આત્મા. આ બે વચ્ચેનું ભેદજ્ઞાન ખૂબ જરૂરી છે. બાહ્ય પરિસ્થિતિ શરીરને અસર કરી શકે, આત્માને નહિ, મને નહિ, તેથી કોઇ ગમે તે સંભળાવી જાય, કહી જાય, મારે કદી અકળાવાનું નહિ. જૈન શાસનનું તત્ત્વજ્ઞાન મેળવવું જોઇએ. આત્મસાત્ કરવું જોઇએ. તત્ત્વજ્ઞાની બનનાર પાસે જીવન જીવવાની આગવી કલા આવ્યા વિના ન રહે. તત્ત્વજ્ઞાની હંમેશા પ્રસન્ન, સ્વસ્થ અને સમાધિમય રહી શકે. બાહપરિસ્થિતિ તેની પ્રશાન્તવાહિતાને જરા ય ખલેલ પહોંચાડી ન શકે. તત્ત્વજ્ઞાનની સ્પર્શના કરવા જૈનશાસનના આત્મા વગેરે પદાર્થોને પૂર્ણ શ્રદ્ધાથી કાયમ માટે સ્વીકારવા જોઇએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. SE DO S ila cabinas Follos S TICS તત્વઝરણું Page #17 -------------------------------------------------------------------------- ________________ લ ચટકા ભર્યા કર્યું છે. મને તો આત્મા પોતે રમ સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૪. રવિવાર, તા. ૨૮-૦૭-૦૨ ) રમણમહર્ષિની વાત જાણો છો ? રમણ નામના નાના છોકરાના બાપા મૃત્યુ પામ્યા. રવજનો કહે, “રમણ ! બાપા ગયા.' બાપાનું શરીર ઘરમાં હતું. રમણ. વિચારે છે, “બાપા ગયા એટલે કોણ ગયું?' હાથ, પગ, આંખ, કાન, નાક, શરીર બધું તો અહીં હાજર છે. શરીર અહીં છે પણ બાપા ગયા છે. તેથી બાપા અને બાપાનું શરીર જુદા લાગે છે. તો બાપા એટલે કોણ ? તેની તપાસ કરવા તે ઘરેથી નીકળ્યો. તિરુવનામલઇ પહોંચ્યો ત્યાં મંદિરમાં પુષ્કળ કીડીઓએ તેને ચટકા ભર્યા. લોહી નીકળ્યું. શરીર અને આત્મા જુદા છે, તેનું ભાન થયું. લોહી શરીરને નીકળ્યું છે, મને નહિ. પીડા શરીરને થાય છે, મને નહિ. હું અને શરીર જુદા છે. હું એટલે શરીરથી જુદો આત્મા. શરીર અને આત્મા જુદા છે તેવો સાક્ષાત્કાર થવો તેનું જ નામ આત્મસાક્ષાત્કાર, રમણ પોતે રમણ મહર્ષિ બન્યા. ૪૫ આગમમાં રાયપાસેણીય (રાજપ્રશ્નીચ) સૂત્ર નામનું આગમ છે. તેમાં આત્મા, સ્વર્ગ, નરક સંબંધિત કેશીગણધાર અને પ્રદેશીરાજાનો વાર્તાલાપ ગૌતમસ્વામીના સવાલના જવાબ રુપે પરમાત્મા મહાવીરદેવે કહો છે. મહાનાસ્તિક પ્રદેશી-પોતાના ચિત્ર નામના મંત્રી સાથે-ઉધાનમાં પધારેલા કેશીગણધાર પાસે ઝઘડવા ગયો, પણ તેમના જ્ઞાનથી તે પ્રભાવિત થઇ ગયો. તેણે સવાલ કર્યો. “હું આત્માને માનતો નથી. મેં એક જીવતા માણસને પેક પટારામાં પૂર્યો. ચારે બાજુ સશસ્ત્ર ચોકી ગોઠવી. થોડા દિવસ પછી ખોલતા અંદર મડદું હતું. જો આત્મા નીકળ્યો હોય તો તે પટારાને છિદ્ર ન પડત ? સૈનિકો ન પકડત ? | કેશી ગણધાર : પેક રૂમમાં કરાતો શંખ વગેરે વાજીંત્રોનો અવાજ છિદ્ર પાડ્યા વિના જેમ બહાર નીકળે છે, પકડી શકાતો નથી, તેમ આત્મા પણ અરુપી હોવાથી છિદ્ર પાડયા વિના કે પકડાયા વિના નીકળી શકે છે. - પ્રદેશી : પેક પટારામાં એકવાર મેં મડદું મૂકયું. થોડા દિવસ પછી ખોલતા તેમાં કીડા ખદબદતા હતા. છિદ્રો પાડ્યા વિના અંદર આત્માઓ કેવી રીતે પ્રવેશ્યા? સૈનિકોએ જોયા તો નહિ! કેશી ગણધાર : ધગધગતું તપાવેલું લોખંડ જોયું છે ને ? છિદ્રો પાડ્યા વિના જેમ લોખંડમાં આગ પ્રવેશે તેમ આત્મા કેમ ન પ્રવેશી શકે ? - પ્રદેશી : મારા દાદીમા ધર્મી હતા, તેમનો આત્મા જે સ્વર્ગમાં ગયો હોય તો મને પાપીયાને ધર્મ કરવાનું કહેવા કેમ ન આવ્યો ? કેશી ગણધાર : શણગાર સજી બની ઠનીને, તમે કયાંક જતા હો અને તત્વઝરણું Page #18 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં નવા સંડાશમાં બેસીને લાડવો ખાવાનું કોઇ કહે તો તમે સ્વીકારો? તે રીતે દેવલોકમાં ગયેલા તમારા દાદીમા સંડાશ જેવા ગંધાતા માનવલોકમાં શી રીતે આવે ? છતાં રાગથી આવવાનું મન કરે અને હું હમણાં નાટક જોઇ ને જાઉ છું એવું વિચારે તો તે નાટક જોવામાં હજારો વર્ષો વીતી જાય. અહીંની પેઢીઓ પલટાઇ જાય. તેથી તેને કહેવા શી રીતે આવે ? પ્રદેશી ઃ મારા બાપા ભયાનક પાપી હતા. નરકમાં ગયા હશે ને? તેઓ મને કહેવા કેમ ન આવ્યા કે બેટા ! પાપ ન કર, નહિ તો તારે પણ મારી જેમ નરકમાં દુઃખો ભોગવવા આવવું પડશે ! કેશી ગણધાર : તારી પત્ની સૂર્યકાન્તાની છેડતી કરનારને તારી સામે હાજર કરાય તો હું શું કરે ? પ્રદેશીઃ હું છોડું જ નહિ. જેલમાં પૂરું, ફાંસીની સજા કરું. કેશી : તે વખતે તે તારા પગમાં પડીને કહે કે, “મારા ઘરે જઇને મારી પત્ની-દીકરાઓને મળીને આવું, તો તું તેને જવા દે ? પ્રદેશી : ના, જરાય નહિ. કેશી : બસ, તે જ રીતે તારા બાપાને અહીં આવવાનું મન હોય તો ય ત્યાંના પરમાધામી દેવો તેમને અહીં આવવા દેતાં નથી. પ્રદેશી : મેં ફાંસીની સજાવાળા એક જીવતા ચોરના બે ટૂકડા કરાવ્યા. કયાંય આત્મા ન મળ્યો. બે ના ચાર ટૂકડા કર્યા, ચારના આઠ, આઠના સોળ, આ રીતે નાના રાઇ રાઇ જેટલા ટૂકડાઓ કર્યા, પણ કયાંય મને તેનો આત્મા ના દેખાયો, માટે હું આત્માને શી રીતે માનું ?” કેશી ગણધાર : તું તો પેલા કઠીયારા જેવો લાગે છે ! જંગલમાં લાકડા કાપવા જનારા કઠીયારાઓએ એક કઠીયારાને કહ્યું કે, “તારે રસોઇ બનાવીને તૈયાર રાખવી. જો આ દીવો ઓલવાઇ જાય તો લાકડામાંથી અગ્નિ પેટાવીને પણ રસોઇ કરવી.'' જયારે બધા જમવા પહોંચ્યા ત્યારે રસોઇ તૈયાર નહોતી. કારણ પૂછતાં તેણે કહ્યું, ‘અગ્નિ ન હતો. લાકડામાં પણ ન હતો. મેં લાકડાના બે ટૂકડા કર્યા. બેના ચાર, આઠ, સોળ, અરે રાઇ-રાઇ જેટલા ટૂકડા કર્યા તો ચ ન દેખાયો. હું અગ્નિ વિના કેવી રીતે રસોઇ કરું? ત્યારે બધાએ કહ્યું “અગ્નિ તો લાકડામાં છે જ. તે દેખાય નહિ. બે લાકડા ઘસવાની પ્રક્રિયા કરીએ તો મળે.' એમ કહીને પ્રગટ કર્યો. પ્રદેશી ! તું આવો કઠીયારો ન બન. શરીરમાં આત્મા છે જ. તે દેખાય નહિ પણ સાધના કરવાથી પ્રગટ થાય. જેમ દૂધમાં ઘી છે, તેમ શરીરમાં આત્મા છે, એમ સ્વીકારવું જોઇએ. તત્વઝરણું Page #19 -------------------------------------------------------------------------- ________________ આવા અનેક સવાલોના યુક્તિસંગત જવાબો આપીને કેશીગણધારે આત્મા, દેવલોક, નરક વગેરેની સિદ્ધિ કરી બતાડી. પણ વરસોથી સ્વીકારેલી. અને મનમાં ઘર કરી ગયેલી માન્યતા કેવી રીતે છૂટે? વારંવાર પોતે જેનો પ્રચાર-પ્રસાર કર્યો હોય તે છોડવું સહેલું થોડું છે ? કેશી ગણધારે કહ્યું, “કૂવો બાપનો હોય એથી તેમાં ડૂબી ન મરાય. સાચી વાત, લાભની વાત જાણવા મળે તો ખોટી વાત છોડી દેવામાં ડહાપણ છે. - ચાર માણસો ધન કમાવા નીકળ્યા. પહેલા રાફડામાં લોખંડ નીકળ્યું. બધાએ ભારો બનાવીને ઉંચકયો. આગળ બીજા રાફડામાં તાંબુ મળ્યું. લોખંડ મૂકીને તાંબાનો ભારો લીધો, પણ એક જણે લોખંડનો ભારો ન છોડ્યો. આટલું ઉચકીને લાવવાની મહેનત થોડી નકામી જવા દેવાય? આગળ ચાંદીની ખાણ આવી. બધાએ તાંબુ મૂકી ચાંદી લીધી, પણ પેલાએ લોખંડ ન છોડ્યું. પછી સોનાની ખાણ આવી. બધાએ ચાંદી છોડીને સોન લીધું પણ પેલાએ લોખંડ ન છોડ્યું. સૌ સાત પેઢી સુખી થયા પણ, પેલો લોખંડ રાખનારો તેવો સુખી ન થયો. પ્રદેશી ! બોલ, તારે શું કરવું છે? લોખંડના ભારા ઉંચકનારા જેવું બનવું છે? આ સાંભળીને પ્રદેશી રાજાએ આત્માને સ્વીકાર્યો. પોતાની ખોટી માન્યતા છોડીને ધર્મી બન્યો. છેલે મૃત્યુ પામી સૂર્યાભદેવ બનીને પ્રભુની ભક્તિ કરવા આવ્યો. | ડાલો માણસ તે જ કહેવાય કે, જે પરિસ્થિતિ પલટાય તેમ પોતાના વિચારો પણ પલટે. જે પરિસ્થિતિ બદલાવા છતાં ય પોતાના વિચારો ન બદલે, તે કાં તો મૂર્ખ હોય અથવા તો જીદ્દી કે અભિમાની હોય. આજે રવિવાર છે. કોઇ પૂછે, આજે કયો વાર છે? તો રવિવાર કહો. પછી કાલે કોઇ પૂછે કે, “આજે કયો વાર? તો સોમવાર જ કહેવો પડે. જે રવિવાર જ કહે, પોતાનું પકડાઇ ગયેલું છોડે જ નહિ તો ચાલે? પરમાત્મા મહાવીરદેવે કહ્યું છે કે, “હમણાં મરે તો સાતમી નરકે જાય, ક્ષણ પછી પૂછયું તો સાતમી નરક ન કહી, પણ સર્વાર્થસિદ્ધવિમાન કહ્યું કારણકે પ્રસનચંદ્ર રાજર્ષિની આત્મિકસ્થિતિ પલટાઇ ગઇ હતી. - જીવનનો વિકાસ તેનો જ થાય કે જે જેમ જેમ નવું નવું જાણતો જાય તેમ તેમ પોતાનામાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓને છોડતો જાય. નવી નવી આત્મવિકાસની વાતો સ્વીકારતો જાય. જો તેવા ખુલા દીલના ન બનતાં કદાગ્રહી બનીશું તો સાચો આત્મવિકાસ કદી સાધી નહીં શકીએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. તત્વઝરણું Page #20 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૫. સોમવાર, તા. ૨૯-૦૦–૦૨ જ સમગ્ર વિશ્વના તમામ વ્યવહારોના મૂળમાં આત્મા છે. જો આત્મા જ ના હોય તો આ જગતના કોઇપણ પદાર્થનું કાંઇપણ મૂલ્ય ગણાય ખરું? જો આત્મા જ ન હોય તો ટી.વી., વીડીયો, ગાડી, ભોજન, ધન વગેરે દુનિયાની તમામે તમામ ભૌતિક સામગ્રીઓ નકામી બની જાય. મડદાને આ બધું શું કામમાં આવે ? આત્માનું આટલું બધું મહત્ત્વ હોવા છતાં ય આપણી નજર તેના તરફ ન જતી હોય તો આપણી કેટલી કંગાળીચત ! આપણો આત્મા subject છે, બાકીના બધા પદાર્થો object છે. subject વિના object ની કોઇ આવશ્યકતા નથી. આજનું વિજ્ઞાન object એટલે કે દુન્યવી પદાર્થોને કેન્દ્રમાં રાખીને પોતાની મૂર્ખતા બતાડે છે જ્યારે ધર્મ subject એટલે કે આત્માને કેન્દ્રમાં રાખે છે, માટે જ વિજ્ઞાન કરતા ધર્મની વેલ્યુ વધારે છે, પણ શિક્ષિત, શહેરી, શ્રીમંત બનેલા જમાનાવાદી લોકોને હજુ આ વાત સમજાતી નથી, એ કેવું આશ્વર્ય આપણને આ ધર્મનું મહામૂલ્ય કયારે સમજાશે? શરીરમાં આત્મા કયાં રહે છે? મગજમાં? હૃદયમાં? હાથ કે પગમાં? આખા શરીરમાં? ભાનમાં રહેલા પ્રાણીના શરીરને સોય કે ટાંચણી અડાડતા જયાં જ્યાં પીડાનો અનુભવ થાય ત્યાં ત્યાં આત્મા છે. પીડા ન થાય ત્યાં આત્મા નથી. વાળ નાના કરાવો તો પીડા ન થાય, મૂળથી લોચ કરાવો તો થાય, તો આત્મા વાળના મૂળમાં છે, પણ ઉપરના વાળમાં નથી. નખ સમારો તો પીડા ન થાય, કાચો ઉખડે તો થાય. દાંત ઉપર લાશ ઘસો તો ન થાય, દાંત તૂટે તો થાય. કારણ કે વાળ-નખ-દાંતના મૂળમાં આત્મા છે, બહારના ભાગમાં નહિ. બને ત્યાં સુધી આપણા વ્યવહારમાં હિંસક શબ્દોનો પ્રયોગ ન થાય તેની કાળજી લેવી. શાક કાપો,નખ કાપો,ન બોલતાં નખ સમારો, શાક સુધારો વગેરે બોલાય. “સાબુના ટૂકડા કરો'ના બદલે સાબુનો ભાગ જોઇએ છે, એવું બોલાય. આપણી ભાષા પણ અહિંસક બનવી જોઇએ. સમજણ મળે તેમ જીવનમાં સુધારા કરતા રહેવું જોઇએ. દોરી બાંધતાં પણ દાંત કચકચાવવા નહિ એમ શાસ્ત્રોમાં જણાવ્યું છે, કારણકે તેનાથી કઠોર-હિંસક પરિણામ પેદા થાય છે. કઠોરતા આત્માના કોમળતા નામના ગુણની કતલ કરે છે, માટે કઠોર ભાષાનો પ્રયોગ કદી ન કરવો. આપણા તમામ વ્યવહારોમાં આત્મા અને તેના ગુણો કેન્દ્રમાં રહેવા જોઇએ. બધી ધર્મારાધનાઓ કરવા છતાં સવારથી સાંજ સુધીમાં આપણે આપણા આત્માને જ યાદ ન કરીએ, ભૂલી જઇએ તો આપણે કેવા? શું આપણી નજર આપણા આત્મા તરફ રોજ જાય છે ખરી? તત્વઝરણું | ૧૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ આપણે પોતે જ પોતાના સાચા ન્યાયાધીશ છીએ. (Yoy are the best judge of yourself) પોતાની જાતને છેતરવા જેવું ભયાનક પાપ અપેક્ષાએ બીજું કોઇ નથી. આત્મા સંકોચ-વિકાસશીલ છે. (સ્થિતિસ્થાપક-ઇલાસ્ટીક જેવો છે.) હાથીના ભાવમાં હાથી જેટલો વિસ્તરી શકે છે તો કીડીના ભવમાં કીડી જેટલો સંકોચાઇ શકે છે. ફુગ્ગાને જેટલો ફૂલાવો તેટલો કુલે ને ? કેવલી સમુદઘાતમાં આત્મા ચૌદ રાજલોક જેટલો વિસ્તરી શકે છે. તો બીજા ભવમાં જતાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો અતિશય સૂક્ષ્મ પણ બની શકે છે. આત્મા અપી છે. તેને કોઇ કલર, ગંધ, સ્વાદ, સ્પર્શ, વગેરે ન હોય. તે ભારે કે હલકો, ચીકણો કે લુખો, કોમળ કે ખરબચડો, ઠંડો કે ગરમ ન હોય. અરે ! તેનો કોઇ આકાર પણ ન હોય. પાણીનો આકાર શું ? જે વાસણમાં ભરો તેનો આકાર તે લે. આત્મા જેવું શરીર ધારણ કરે તેવા આકારવાળો થાય. મોક્ષમાં તો શરીર જ ધારણ કરવાનું નથી. ત્યાં કેવો આકાર હોય? મોક્ષમાં જતાં પહેલા આત્માનો માનવ તરીકેનો ભવ હોય. છેલ્લે તે શરીરના મોઢા, બગલ, પેટ વગેરે ૧/૩ ભાગ જેટલા પોલાણોને પૂરીને ૨/૩ ભાગ જેટલો નકકર-સોલીડ બનીને મોક્ષે પહોંચે. અહીં છેલ્લે ઊભા, બેઠા, સૂતા જે અવસ્થામાં આયુષ્ય પૂર્ણ થયું હોય તે જ આકારે, તે શરીરના ૨/૩ ભાગ રુપે થયેલો આત્મા મોક્ષમાં પહોંચીને કાયમ રહે, મહાવીર સ્વામી ભગવાન પદ્માસનમાં-પાર્શ્વપ્રભુ કાઉસગ્નમુદ્રામાં મોક્ષે ગયા, તો તેમના આત્માઓ અત્યારે મોક્ષમાં પણ તે જ આકારે છે, સદા રહેશે. | વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. કે અધ્યાત્મ એટલે નજર ઉઠાવવી ૧) શરીર ઉપરથી આત્મા તરફ ૨) આ-લોક ઉપરથી પરલોક તરફ ૩) જાત ઉપરથી જગત તરફ | તત્વઝરણું ૧૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૬. મંગળવાર. તા. ૩૦-૦૭-૦૨ પતિના બર્થડેની પાર્ટીમાં, પતિના મોઢે યુવાન પત્નીએ કોફીનો ગ્લાસ અડાડ્યો, તરત જ પતિ ઢળી પડ્યો. મૃત્યુ પામ્યો. આનંદ કિલ્લોલના બદલે મરશીમાં ગવાવા લાગ્યા. ભરયુવાન પત્ની ભગવાનને ગાળો દેવા લાગી, “ઓ ભગવાન ! તેં આ શું કર્યું ? તને કોઇ ડોસો ન મળ્યો કે મારા યુવાન પતિને ઉપાડ્યો ! તું કેટલો બધો ક્રૂર, નિર્દય, નિષ્ઠુર છે ! તને ભગવાન શી રીતે મનાય? તને મારી પણ દયા ન આવી ? આજથી તારા દર્શન, વંદન, પૂજન બંધ... વગેરે” તે નાસ્તિક બની ગઇ. છ મહીના સુધી તેની રોકકળ તો ચાલી, પણ જેટલી અપાય તેટલી ભગવાનને ગાળો પણ તે આપવા લાગી, કારણકે તે માનતી હતી કે “બધું ભગવાન જ કરે છે. સુખી પણ ભગવાન કરે અને દુઃખી પણ ભગવાન કરે. ના ઇશની ઇચ્છા વિના યે, પાંદડું હાલી શકે. ભગવાનની ઇચ્છા વિના તો કાંઇ જ ન થાય. માટે મારા પતિને પણ ભગવાને જ માર્યા.” એમ વિચારીને તે ભગવાનને ગાળો આપતી હતી. અજેનોની સાથે રહેવાના કારણે આપણામાંના ઘણાઓની વિચારધારા આવી થઇ ગઇ છે પણ આ વિચારધારા જૈનધર્મને માન્ય નથી. પેલી પત્નીને કોઇ મારા ગુરુદેવશ્રી પાસે લાવ્યા. તેનો ઉભરો ઠલવાઇ ગયા પછી મારા ગુરુદેવે જૈનશાસનની માન્યતા સમજાવી. ભગવાન કોઇને મારતા નથી. ભગવાન તો ઉપાસ્ય તત્ત્વ છે. ભગવાન તો કરુણાના મહાસાગર છે. તેઓ બધાને સુખી કરવાનું ઇચ્છે, કોઇને દુઃખી ન કરે. દુઃખી કરવાનું, મારવાનું કાર્ય કર્મો કરે છે. કર્મવિજ્ઞાન વિસ્તારથી બધાએ ભણવું-જાણવું જોઇએ. આયુષ્યકર્મ પૂર્ણ થયું, માટે મોત થયું - વગેરે. તેને સાચું સમજાઇ ગયું. તે ધર્મચુસ્ત શ્રાવિકા બની ગઇ. એક ખોટી માન્યતા કેટલું નુકશાન કરે? ભગવાનને ગાળો અપાવડાવે. ભગવાને દુનિયા બનાવી છે, તે ખોટી માન્યતા છે. સાચી માન્યતા જૈન ધર્મની છે. તે કહે છે, ભગવાને દુનિયા બનાવી નથી, પણ બતાવી છે. માત્ર “ન’ અને ‘ત', એક અક્ષરનો ફરક છે. પણ અર્થમાં આસમાન જમીનનું અંતર છે, તેનાથી ઘણા અનર્થો સર્જાતા અટકી જાય છે. દુનિયા હતી, છે અને કાયમ રહેશે. તેને કોઇએ બનાવી નથી. ભગવાને તો પોતાના જ્ઞાનમાં આ દુનિયા જેવી દેખાઇ તેવી આપણને સૌને બતાડી છે. આવું ન માનો પણ, ભગવાને દુનિયા બનાવી છે એ પ્રમાણે જો માનશો તો - તત્વઝરણું a ૧૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ સવાલ થશે કે, ભગવાને આ દુનિયા ક્યાં રહીને બનાવી? જયાં રહીને બનાવી તે જગ્યા કોણે બનાવી? ભગવાને? તો તે જગ્યા ભગવાને કચાં રહીને બનાવી? જવાબ નહિ આપી શકાય. વળી જો આ દુનિયા ભગવાને બનાવી હોય તો ભગવાનને કોણે બનાવ્યા? બીજા ભગવાને? તેમને કોણે બનાવ્યા? ત્રીજા ભગવાને? તેમને કોણે બનાવ્યા? આ રીતે સવાલો-જવાબો ચાલ્યા કરશે, પણ સંતોષકારક જવાબ નહિ મળે ! છતાં માનો કે ભગવાને જ આ દુનિયા બનાવી છે, તો શા માટે બનાવી? કોઇ કહે છે કે એક મોટા દરિયામાં ઠંડુ તરતું હતું. તે ફાટ્યું. તેમાંથી બ્રહ્માજી નીકળ્યા. ઘણા વર્ષો પસાર થયા. એકલા એકલા કંટાળી ગયા ‘એગોહં બહુ સ્યામ્ ! હું એકલો છું, અમે ઘણા થઇએ.' એ વિચારે તેમણે દુનિયા બનાવી. વગેરે જાત જાતની કલ્પનાઓ છે. ભગવાનને કંટાળો આવે? જો આવે તો તેમને ભગવાન કહેવાય? તેમનામાં અને આપણામાં શો તફાવત? ઇંડુ કોણે બનાવ્યું? દરિયો કોણે બનાવ્યો? વગેરે ઘણા સવાલોના જવાબો નહિ મળે. આ કલ્પનાઓના મૂળમાં કોઇક કારણો તો હોવા જોઇએ. અમે ઘણા એકલા, જૈન શાસન વિરાટ છે. દુનિયાની તમામ વાતો, તમામ ધર્મો, તમામ દર્શનોનું મૂળ જૈનધર્મ છે. ‘જયઇ સુયાણં પભવો' નંદીસૂત્રનું વચન છે. પરમાત્મામાંથી બધા શ્રુતજ્ઞાનો, બધા મતો ઉત્પન્ન થયા છે. પરમાત્માએ તો સાત નયયુક્ત દેશના સ્યાદ્વાદ શૈલીથી આપી, પણ સાંભળનારે કોઇ નય એકાંતે સ્વીકારી લીધો, તેના કારણે જુદા જુદા મિથ્યાદર્શનો પેદા થયા. સ્ત્રી, ધન, વગેરેની આસક્તિનો નાશ કરવા ભગવાને ‘પાણીના પરપોટાની જેમ બધું નશ્વર છે, નાશવંત છે, ક્ષણિક છે' એમ કહ્યું. તેને એકાંતે સ્વીકારવાથી બૌદ્ધદર્શન નીકળ્યું. સાંભળ્યું છે કે, ગૌતમબુદ્ધે તો પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં ચંદ્રકીર્તિવિજય નામે દીક્ષા લીધી હતી, પણ શરીર સુકોમળ હતું. સંયમના કષ્ટો સહન ન થયા. તંબૂરાના તારને ફીટ કરતા માનવને સાંભળ્યો. ‘‘તાર ખેંચીશ તો તૂટી જશે, ઢીલો બાંધીશ તો વાગશે નહિ. મધ્યમ બાંધવો.'' તેમણે વિચાર્યું, “ધર્મ પણ મધ્યમ જોઇએ. બહુ કડક તપત્યાગનો નહિ. બહુ ઢીલો નહિ.'' તેણે બૌદ્ધ ધર્મ સ્થાપ્યો. ‘ભિપ્પુ' શબ્દ જૈન ધર્મના ભિક્ષુ શબ્દને મળતો છે. Asto LIVICH ભરત ચક્રવર્તી છ ખંડ જીતવા નીકળ્યા. સૈન્ય સહિત તમિસાગુફામાંથી બહાર અનાર્ય ખંડમાં નીકળ્યા. યુદ્ધ ખેલાયું. અનાર્યો હારવા લાગ્યા. તેમણે મેઘકુમારદેવોને સાધ્યા. મૂશળધાર વરસાદ શરુ થયો. બચવા માટે ચક્રવર્તીએ તત્વઝરણું ૧૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ચર્મરત્ન ફેલાવ્યું. સમગ્ર સૈન્ય તેની ઉપર ચડી ગયું. વચ્ચે હાથીના ગંડસ્થળ ઉપર મણિરત્ન અને છત્રરત્ન સ્થાપન કર્યું. ઉપર છત્ર ફેલાયું. ચર્મરત્ન અને છત્રરત્નના ઇંડા જેવા આકારના સંપુટમાં સમગ્ર સૈન્ય સમાયું. મણિરત્ને પ્રકાશ કર્યાં. વાર્ષિકીરત્ને ઇમારતો-નગરો બનાવ્યા. દંડરત્ન વડે અનાજ વગેરે તૈયાર થવા લાગ્યું. બાર વર્ષે પણ વરસાદ ન અટક્યો. ચારે બાજુ જળબંબાકાર... જાણે કે દરિયો, તેમાં ભરતરાજાની છાવણી ઇંડાની જેમ તરવા લાગી. ભરતે તપાસ કરાવી. સેવકદેવો વડે પકડીને લવાયેલા મેઘકુમારદેવોએ માફી માંગી. વરસાદ બંધ થયો. છત્રરત્ન દૂર કરાયું. અનાર્ય મ્લેચ્છોએ દંડામાંથી ભરતચક્રી સહિત આખી નગરી બહાર નીકળતા જોઇ. તેથી તો માન્યતા નહિ થઇ હોય ને કે ઇંડામાંથી બ્રહ્માએ દુનિયા બનાવીને બહાર કાઢી !!! ખરેખર તો ભગવાને દુનિયા બનાવી જ નથી. તે તો હતી જ. છતાં માની લઇએ કે આ દુનિયા ભગવાને બનાવી છે તો તેમણે કોઇને રાજા અને કોઇને પ્રજા, કોઇને શેઠ તો કોઇને નોકર, કોઇને ચોર તો કોઇને પોલીસ, કોઇને હોશિયાર તો કોઇને મૂર્ખ બનાવવા વડે ભેદભાવ કેમ કર્યો ? શું ભગવાન કરુણાસાગર નથી? શું તેઓ પક્ષપાતી છે? શું ભગવાન સૌને રાજા, શેઠ, સુખી કે હોંશિયાર બનાવવા ન ઇચ્છે ? શું તેઓ કોઇને નોકર, દુ:ખી કે મૂર્ખ બનાવે ખરા? તેથી ભગવાને આ દુનિયા બનાવી છે,એમ કદી ન મનાય, પણ ભગવાને દુનિયા બતાડી છે, એમ જ માનવું જોઇએ, અને હકીકત પણ તેવી જ છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. $# #_ } | પરમાત્મા કરૂણાના મહાસાગર છે. પરમાત્માની અનરાધાર કરુણા સર્વ જીવો ઉપર સતત વરસી રહી છે. પરમાત્માની કરુણાને ઝીલવા આપણે તેમની સન્મુખ થઈએ. 10191 તત્વઝરણું Kure * * (૬ ૧૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૭. બુધવાર. તા. ૩૧-૦૭-૦૨ કરુણાના સાગર પરમપિતા પરમાત્માના પ્રદેશે પ્રદેશે વિશ્વના સર્વ જીવોને તારી દેવાની ભાવના હતી. ચાર ઘાતીકર્મોનો નાશ થતાં કેવળજ્ઞાનના સ્વામી બન્યા. આ વિશ્વની એકપણ વસ્તુ તેમના જ્ઞાનની બહાર ન રહી શકી. વીતરાગી બન્યા. અનંત શક્તિના સ્વામી બન્યા. જો આ દુનિયા ભગવાને બનાવી છે, એવું માનશો તો તેમને અનંતજ્ઞાની, વીતરાગી, અનંત કરુણાના સ્વામી કે અનંત શક્તિમાન માની નહિ શકાય. ‘આત્મા છે' તે વાત તો આપણે અનેક યુક્તિઓથી સ્વીકારી છે, પણ તે આત્મા કોણે ઉત્પન્ન કર્યો ? તે સવાલના જવાબમાં આત્મા સહિત આ દુનિયા ભગવાને બનાવી છે, તેવી માન્યતા આવી, પણ તે માન્યતા બરોબર નથી, તેની આપણે વિચારણા કરીએ છીએ. આત્મા, દુનિયા વગેરેને ભગવાને પેદા નથી કર્યાં. જેમ શરીર વિનાનો કુંભાર ઘડો ન બનાવી શકે, તેમ શરીર વિનાના ભગવાન દુનિયા ન બનાવી શકે. બોલો ! ભગવાનનું શરીર કોણે બનાવ્યું ? છતાં માની લો કે ભગવાને દુનિયા બનાવી, તો બધું સરખું કેમ ન બનાવ્યું? શેઠ,નોકર,રાજા,પ્રજા,ચોર-પોલીસ,સુખી-દુઃખી આવા ભેદભાવ કેમ? આખું જગત અનેક વિચિત્રતાઓથી ઉભરાયેલું જણાય છે, તેવું કેમ બનાવ્યું? બધું સરખું બનાવે તો મજા ન આવે. કંટાળો આવે. કાંઇક ચેન્જ મળે તો જ આનંદ આવે, એમ કહેશો તો પ્રશ્ન થશે કે ભગવાનને વળી કંટાળો આવે ? કોઇને મૂર્ખ કે દુઃખી પેદા કરીને આનંદ આવે ? તો તો ભગવાનને કોઇને દુ:ખી, મૂર્ખ, ચોર બનાવવાના કારણે ક્રૂર, નિર્દય કે નિષ્ઠુર માનવા પડશે. કરુણાસાગર નહિ મનાય. કરુણાસાગર કોઇને દુઃખી બનાવે ખરા? વળી કોઇને સુખી તો કોઇને દુઃખી બનાવવા વડે તેમણે પક્ષપાત કર્યો ન કહેવાય ? જો ભગવાને દુનિયા બનાવી હોય તો સ્વર્ગ, નરક વગેરે પણ તેમણે જ બનાવ્યા ને?કરુણાસાગર ભગવાન નરક શા માટે બનાવે?તેમાં કોઇ જીવોને શા માટે મોકલે? ત્યાં તેમને ભયાનક દુઃખો કેમ આપે? શું ભગવાનમાં દયા નથી? કોઇ કહે કે ભગવાન કાંઇ પક્ષપાતી નથી. તેઓ તો ન્યાયાધીશ જેવા છે. જેઓ સારા કાર્યો કરે તેમને સ્વર્ગે મોકલે. જેઓ ખરાબ કાર્ય કરે તેમને નરકમાં મોકલે. આમાં પક્ષપાત કચાં આવ્યો? તેને પૂછવાનું કે, ભગવાને કોઇને ખરાબ કામ કરવાની બુદ્ધિ જ કેમ આપી? અને કોઇને સારું કામ કરવાની બુદ્ધિ કેમ આપી? શું આ પક્ષપાત ન કહેવાય? ખરાબ બુદ્ધિ આપીને ખરાબ કામ તત્વઝરણું (૧૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ કરાવીને જેને નરકમાં મોકલ્યો, તેના પ્રત્યેની ક્રૂરતા ન કહેવાય? કરુણાસાગર ભગવાન આવું કરે ખરા? sula ગઢ ૩ વળી ભગવાન્ તો સર્વશક્તિમાન છે ને? તો ખરાબ કામ કરતાં તેને ભગવાને રોકયો કેમ નહિ? શું ભગવાન શક્તિહીન છે? ભગવાન પણ જો કોઇના સારા કે ખરાબ કર્મોના આધારે સ્વર્ગ કે નરકમાં મોકલતા હોય તો સ્વર્ગ-નરકમાં મોકલનાર તરીકે કર્મોને જ માનોને? વચ્ચે ભગવાનને શું કરવા લાવો છો? વચ્ચે ભગવાનને લાવવાથી તો પૂર્વે જણાવ્યા પ્રમાણે તેને ક્રૂર, નિર્દય, પક્ષપાતી, શક્તિહીન વગેરે માનવો પડે છે, જે જરાય ઉચિત નથી. તેથી ભગવાને દુનિયા બનાવી છે તેવું ન મનાય. માં જો ભગવાને આત્માને પેદા કર્યો હોય તો તેઓ શુદ્ધ આત્માને પેદા કરે કે અશુદ્ધ આત્માને? કરુણાસાગર પ્રભુ તો શુદ્ધાત્મા જ પેદા કરેને? તો તેઓ બધા મોક્ષે જ પહોંચી જાય. સંસારમાં કોણ રહે? પણ સંસાર છે. તે બતાડે છે કે ભગવાને શુદ્ધ આત્માઓ પેદા ન કરતાં અશુદ્ધ આત્માઓ પેદા કર્યાં હશે ! કેમકે જો શુદ્ધ આત્માઓ પેદા કરીને તેમને મોક્ષે પહોંચાડ્યા પછી પણ તેઓ ફરી આ સંસારમાં આવતા હોય, જન્મ, જીવન, મરણ કરતાં હોય, દુઃખો ભોગવતા હોય તો મોક્ષમાં જવાની જરુર જ શી? તે માટે ધર્મ કરવાની, તપત્યાગ કરવાની કે સાધનાના કષ્ટો સહન કરવાની શી જરુર? 15/1 ( જો ભગવાને અશુદ્ધ આત્માઓ પેદા કર્યાં હોય તો ભગવાનને કરુણાસાગર નહિ મનાય. આવા કરુણાહીન ભગવાનને શી રીતે મનાય? વળી કોઇને ઓછા અશુદ્ધ અને કોઇને વધારે અશુદ્ધ, આવા જાતજાતના ભેદવાળા આત્માઓને પેદા કરનારા ભગવાનને કોઇના રાગી કે કોઇના દ્વેષી માનવા પડશે. પક્ષપાતી માનવા પડશે. તેના કરતાં ભગવાનને આત્મા કે દુનિયાના સર્જનહાર ન માનવા તે જ યુક્તિસંગત છે. આ બધી વિચારણાનો સાર એક જ છે કે આ દુનિયાને કે આત્માને ભગવાને બનાવેલ નથી, તે નક્કર હકીકત છે. તો હવે સવાલ થાય કે, જો આત્માને કે આ દુનિયાને ભગવાને બનાવી નથી તો કોણે બનાવી છે? લોકોને સુખી-દુઃખી વગેરે કોણ કરે છે?નરક કે સ્વર્ગમાં કોણ મોકલે છે? તેનો જવાબ આપતા જૈનશાસન કહે છે કે, ‘સમગ્ર સૃષ્ટિનું સંચાલન, સુખી-દુ:ખી કરવાનું કે સ્વર્ગ-નરકમાં મોકલવાનું કાર્ય કર્મસત્તા વગેરે કરે છે,પણ આત્મા કે દુનિયાને તો કોઇએ ઉત્પન્ન કરેલ નથી.' ડ ત્રણ અનાદિને બરોબર ઓળખી લો. આદિ-શરૂઆત. જેની કદીય શરુઆત થઇ ન હોય તે અનાદિ કહેવાય. (૧) આત્મા (૨) દુનિયા તથા - ૧૬ તત્વઝરણું Page #27 -------------------------------------------------------------------------- ________________ (૩) આત્મા અને કર્મનો સંયોગ, આ ત્રણે અનાદિ છે. તેમાંથી કોઇને કદાચ કોઇએ પેદા કરેલ નથી. a આત્માઓ અનંતા છે. મારો, તમારો, તેનો, બધાનો આત્મા જુદો જુદો છે. આપણો આત્મા કોઇએ પેદા કર્યો નથી; તે હતો, છે અને કાયમ રહેશે. - આ દુનિયા-સંસાર અનાદિ છે; તેની શરૂઆત જ નથી. કોઇએ તેને બનાવી નથી. બોલો, પહેલાં શું? મરઘી કે ઇંડુ? મા કે દીકરી? બાપ કે બેટો? કેરી કે ગોટલી? કહી શકશો? એક જ જવાબ આપવો પડશે કે સદા મરઘી પણ હોય ને ઠંડુ પણ હોય; મા પણ હોય ને દીકરી પણ હોય; બાપ પણ હોય ને દીકરો પણ હોય; કેરી પણ હોય ને ગોટલી પણ હોય; આમ, સમગ્ર દુનિયા પહેલેથી જ હતી, છે અને રહેશે; તો ભગવાને શું કર્યું? - િભગવાને કેવળજ્ઞાનના પ્રકાશમાં જોઇને આ દુનિયાનું સ્વરૂપ જેવું હતું, તેવું આપણને બતાડ્યું. સાત નરક દેખાઇ માટે તેમણે સાત કહી; જો આઠ નરક દેખાત તો આઠ કહેત; જો નરક હોત જ નહિ તો ન કહેત. મોક્ષ, મોક્ષ જવાનો માર્ગ, નરકાદિ દુર્ગતિ, તેમાં લઇ જનારા પાપકાર્યો, સુખ આપનારી ધર્મની કેડીઓ, વગેરે જે કાંઇ જેવું છે, તેવું તેમને દેખાયું, અને તે પ્રમાણે આપણને તેમણે જણાવ્યું. પણ જો ભગવાને આપણને સમગ્ર જગતનું સ્વરૂપ, સુખ-દુઃખના કારણો, મોક્ષ, તેના ઉપાયો વગેરે ન બતાડ્યા હોત તો આપણું શું થાત? આપણે ખોટા માર્ગથી શી રીતે પાછા ફરત? દુઃખો અને દુર્ગતિમાં પટકાઇ જતાં આપણને કોણ બચાવત? ભગવાને આ બધું બતાડયું, સમજાવ્યું અને તે રીતે આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો. તેથી આપણે તેમના દર્શન-વંદન-પૂજનસત્કાર-સન્માન અવશ્ય રોજ કરવા જોઇએ; તેમાં કોઇપણ દિવસ ખાડો ના પડવો જોઇએ. ક્રિકેટ મેચ રમનારા રમે. કોમેન્ટેટર ક્રિકેટ ન રમે. તે તો દૂર બેઠો બેઠો, જે રીતે રમત રમાતી દેખાય, તે રીતે તેનું વર્ણન કરે. આઉટ થયેલા ક્રિકેટરને તે નોટઆઉટ ન કહી શકે. સેન્ચરી મારનારા બેટ્સમેનને શૂન્ય રને આઉટ જાહેર ન કરી શકે. તે ક્રિકેટની રમતને જણાવનાર છે, પણ રમનારો કે પેદા કરનારો નથી. બસ તે જ રીતે ભગવાન પણ આ દુનિયાને બનાવનારા નથી પણ તે જેવી છે, તેવી જણાવનારા છે. આમ, પરમાત્મા જગતુના સર્જનહાર નથી પણ ઉપાસ્ય છે. ઉપાસનાને યોગ્ય છે. આપણી ઉપર તેમણે ઘણો ઉપકાર કર્યો છે, તેમની ઉપાસના કરવાથી આંશિક ઋણમુક્તિ થાય. !! તત્વઝરણું | ૧૦. Page #28 -------------------------------------------------------------------------- ________________ વળી, પરમાત્મા આપણા માટે આલંબન રુપ છે; તેમના આલંબને આપણે ભક્તિ કરી શકીએ છીએ. દર્શન થતાં જ માથું ઝુકી જાય છે; અહંકારનો નાશ થાય છે; નમ્રતા પેદા થાય છે; જેટલા ઉચા દ્રવ્યોથી પૂજા કરીએ તેટલી ધનાદિની મૂચ્છ દૂર થાય છે; પ્રભુભક્તિના આ તાત્કાલિક લાભો છે. વળી પુષ્કળ પાપ નાશ પામે, તેથી વિઘ્નો નાશ પામે, ઉપસર્ગો દૂર થાય; માનસિક પ્રસન્નતા પેદા થાય; પુણ્ય બંધાય, પરિણામે સુખ, સદ્ગતિ અને પરંપરાએ સિદ્ધિગતિ = મોક્ષ મળે. જૈન શાસન નિશ્ચય અને વ્યવહાર સાપેક્ષ છે. એકલો નિશ્ચય ન ચાલે. એકલો વ્યવહાર પણ ન ચાલે. બંનેનો સમન્વય કરવો જોઇએ. પરમાત્મા વીતરાગ છે, રાગ-દ્વેષ વિનાના છે, મોક્ષે ગયા છે, ફરી આ દુનિયામાં આવવાના નથી, તેઓ સ્વરુપમાં રમણ કરે છે, વગેરે નિશ્ચયનયની વાતો છે. લોગસ્સસૂત્રમાં “તિર્થીયરા મે પસીયંતુ'' તીર્થંકર પરમાત્મા મારી ઉપર પ્રસન્ન થાઓ' વિનંતી કરીએ છીએ, તે ખબર છે ને ? પરમાત્મા કરુણાના મહાસાગર છે, ભક્તોના દુઃખો દૂર કરે છે, આપણી ઉપર પ્રસન્ન થાય છે, પરમાત્માની અમીદષ્ટિથી સઘળા કાર્યો સિદ્ધ થાય છે વગેરે વાતો વ્યવહાર નયની છે. આ નિશ્ચય અને વ્યવહાર, બંનેની વાતોનો યોગ્ય સમન્વય કરીએ, ત્યારે જૈન શાસનને બરોબર સમજયા કહેવાઇએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. posla afis ule folkl o ત્રણ અનાદેિને બરોબર ઓળખી લો. | _ | ૧) આત્મા અાઠે છે. 1) નાના બUs : | ૨) આ સંસાર અનાદિ છે. 2 | જી ૩) આત્મા અન્ને કર્મનો સંયોગ અનાદિ છે. D E SODIO taste isopos so tolor તત્વઝરણું . ૧૮ Page #29 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૮ ગુરુવાર, તા. ૧-૦૮-૦૨ તરણતારણહાર દેવાધિદેવ પરમાત્માની કરુણા વિશ્વના સર્વ જીવો ઉપર સતત વરસી રહી છે. પરમાત્મા કહે છે કે, “માત્ર તું મારી સન્મુખ થા. પછી બાકીનું બધું હું સંભાળી લઇશ.'' પણ આપણે જ પરમાત્માની સન્મુખ ન થતાં હોઇએ તો ગુનો કોનો ? આવા કરુણાસાગર પરમાત્મા, અકાળે છોકરાને મારે ? યુવાનવયે કોઇને વિધવા બનાવે? ધંધામાં મોટું નુકશાન કરાવે ? છોકરીની સગાઇ ન થવા દે ? દીકરાને સેટ ન થવા દે? ના, પરમાત્મા આવું કદી ન કરે. જો પરમાત્મા આ બધું કરે છે, એમ માનશો તો એવા ભગવાન ઉપર શ્રદ્ધા ઊઠી જશે. તેને માનવાની જરૂર જ નહિ રહે. આવા ક્રૂર ભગવાન બનવાનું મન જ નહિ થાય. માટે આવું ન મનાય. ભગવાન આ બધું કરતાં નથી; ભગવાન તો મહાશક્તિશાળી કરુણાસાગર છે; તેવા આપણે બનવું જોઇએ. તે માટે ધર્મારાધના કરવી જોઇએ. શું આપણે ભગવાન ન બની શકીએ ? મહાત્મા ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીએ બનડશોને પૂછાવેલ કે, “શું તમે પુનર્જન્મમાં માનો છો ? જો ખરેખર પુનર્જન્મ હોય તો તમે આવતા ભવે. કયાં જન્મ લેવા ઇચ્છો છો ?' જવાબમાં બર્નાડશોએ જણાવ્યું, “હું પુનર્જન્મમાં માનું છું; જે ખરેખર પુનર્જન્મ હોય તો હું આવતા ભવે ભારતમાં જૈન કુળમાં જન્મ લેવા ઇચ્છું છું, કારણકે વિશ્વના જુદા જુદા ધર્મો એમ માને છે કે ભગવાન તો એક જ હોય; બીજું કોઇ ભગવાન ન બની શકે. એક માત્ર જૈન ધર્મ જ એમ માને છે કે સૌ કોઇ ભગવાન બની શકે. ભગવાન બનવાની મોનોપોલી કોઇ એક વ્યક્તિને આપવામાં નથી આવી. જે આત્મા રાગ-દ્વેષને ખતમ કરવાની સાધના કરે તે તમામ ભગવાન બની શકે. અત્યાર સુધીમાં અનંતા આત્માઓ ભગવાન બન્યા છે અને ભવિષ્યમાં હજુ અનંતા આત્માઓ ભગવાન બનશે. મારે પણ ભગવાન બનવું છે, માટે હું જૈનધર્મમાં જન્મ લેવા ઇચ્છું છું.' આપણને મળેલો જૈનધર્મ કેટલો બધો મહાન છે તે આ વાતથી સમજાય છે. - જૈન ધર્મ કહે છે કે દુનિયા ભલે ભગવાને બનાવી નથી, પણ આ દુનિયાનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ બતાડીને ભગવાને આપણી ઉપર જોરદાર ઉપકાર કર્યો છે. દુર્ગતિના રસ્તા અને સદ્ગતિના ઉપાયો બતાડવાપૂર્વક ઠેઠ મોક્ષનો માર્ગ બતાડીને તેમણે અકલ્પનીય ઉપકારની હેલી વરસાવી છે. માર્ગોપદેશકતા ભગવાનનો મહત્ત્વનો ગુણ છે. ધોધમાર વરસતા વરસાદમાં કોઇ સાધન ન મળતું હોય ત્યારે, તમારા તત્વઝરણું ૧૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઘરની દિશામાં જનારો સામેથી લીફ્ટ આપીને, તમારા ઘરે પહોંચાડે તો તેનો ઉપકાર માનો કે નહિ? અરે ! તે તો તે તરફ જવાનો જ હતો, ગાડીમાં જગ્યા હતી જ. તમારા માટે તેણે વિશેષ તો કાંઇ નથી કર્યું છતાં તમે ઉપકાર માન્યા વિના રહો ખરા ? ન માનો તો કેવા કહેવાઓ ? ભગવાન માર્ગ બતાડીને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે તો તેમનો ઉપકાર ન માનીએ ? તેમની રોજ દર્શન-પૂજા વગેરે ન કરીએ તો કેવા ગણાઇએ ? તેમની ભક્તિ કરવાથી દુઃખો-પાપોદુર્ગતિ જાય; સુખ-પુણ્ય-સદ્ગતિ-મોક્ષ મળે. Star તિવૈયરા મે પસીયંતુ= તીર્થંકર પરમાત્માઓ મારી ઉપર પ્રસન્ન થાઓ.’ ભગવાન તો વીતરાગ છે. રાગ-દ્વેષ વિનાના છે. ભક્તિ કરવાથી તેઓ પ્રસન્ન શી રીતે થાય ? તેમની આશાતના કરીએ તો ઢેષ વિનાના ભગવાન નુકશાન શી રીતે કરે ? ( અગ્નિમાં ક્યાં રાગ કે દ્વેષ છે ? છતાં જે વિધિ સહિત તાપે તેની તે ઠંડી ઊડાડે ને ? જે વચ્ચે હાથ નાંખે તેને ન બાળે ? રેચકચૂર્ણ જે લે તેની કબજિયાત દૂર થાય, ન લે તેની દૂર ન થાય, તેમાં શું રેચકચૂર્ણને કોઇ પ્રત્યે રાગ કે દ્વેષ છે ? જેના દરવાજા ખુલ્લા હોય ત્યાં સૂર્ય પ્રકાશ આપે અને ભોંયરા વગેરેમાં ન આપે તેમાં કાંઇ તેના રાગ-દ્વેષ થોડા છે ? અગ્નિ, રેચકચૂર્ણ, સૂર્ય વગેરેની જેમ તેવી શક્તિ છે, તેમ રાગ-દ્વેષ વિનાના વીતરાગ પરમાત્માની પણ તેવી શક્તિ જ છે કે જેનાથી ભગવાનની સન્મુખ થનારાને પુષ્કળ લાભ થાય છે, તેમની આશાતના કરનારાને તેનો પરચો અનુભવવો પડે છે ! વીતરાગોડણય દેવો, ધ્યાયમાનો મુમુક્ષુભિઃ વિન - સ્વગપવર્ગફલદઃ શક્તિસ્તસ્ય હિ તાદેશી ! __ - મુમુક્ષુઓ વડે ધ્યાન ધરાતો વીતરાગી દેવ પણ સ્વર્ગ અને અપવર્ગ મોક્ષ રૂપી ફળ આપનારો છે, કારણકે તેની શક્તિ જ તેવી છે. જે આ પરમાત્માના ગુણો ગાય, ભક્તિ, વંદના, પૂજનાદિ કરે તેના દુઃખો અને દોષો જાય, તે એક દિન ભગવાન જેવો બને. આનું નામ પરમાત્માની પ્રસન્નતા... 2 આ સંસારમાં વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે કોઇ વડિલ નાની વ્યક્તિ ઉપર પ્રસન્ન થયા, એટલે શું ? પ્રસન્ન થયા એટલે તેમના થકી નાનાને કાંઇ લાભ થયો. તે જ રીતે પરમાત્માની ભક્તિથી આપણને મોક્ષ સુધીના તમામ પદાર્થોનો જે લાભ થાય તે જ આપણી ઉપર ભગવાનની પ્રસન્નતા. ભગવાનની ભક્તિથી જે મળ્યું, તે ભગવાને જ આપ્યું ગણાય. વેપારીએ તેના ઘરાકની થાપણ તેને નહોતી આપવી તો ય રાજાની પ્રસન્ન નજર ઘરાક તત્વઝરણું ૨૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપર પડતાં આપી દીધી. ઘરાકને તેની રકમ ભલે વેપારીએ આપી જણાતી હોય, છતાં તે શું કહે ? રાજાએ મને અપાવી. રાજાની પ્રસન્ન નજર વિના મને તે ન મળત. રાજા મારી ઉપર પ્રસન્ન છે. તે જ રીતે ભક્તિથી દુઃખો, પાપો, દોષો જાય, તે ભગવાનની આપણી ઉપર પ્રસન્નતા. વ્યવહાર નય કહે છે કે ભગવાન બધું જ કરે. ભગવાન પ્રસન્ન પણ થાય. “તું હિ ત્રાતા, તું હિ વિધાતા” , “મુનિસુવ્રત સ્વામીએ પોતાના હાથે મારા લલાટે તિલક કર્યું,’ ‘કબજે આવેલા તમને હવે હું કદિ નહિ છોડું.” “ભલે સાત રાજ દૂર છો, તો ય મારા હૃદયમાં પેઠા છો,' વગેરે ભાવવાળી સ્તવનની પંક્તિઓ વ્યવહારનયના આધારે છે. નિશ્ચયનય અને વ્યવહારનય, બંને નય પોતપોતાના સ્થાને બળવાન છે. મગરનું બળ પાણીમાં વધારે, હાથીનું બળ જમીન ઉપર વધારે. હાથી પાણીમાં નિર્બળ, મગર જમીન ઉપર નિર્બળ. તે જ રીતે વ્યવહારનયના સ્થાને વ્યવહારનય બળવાન. નિશ્ચયનયના સ્થાને નિશ્ચયનય બળવાન. સ્થાન બદલાય તો બંને નિર્બળ, પણ પોતપોતાના સ્થાને હોય તો બંને બળવાન. તેથી આપણે આપણી જીવનશૈલિમાં યોગ્ય સ્થાને યોગ્ય નયને મહત્ત્વ આપવું જોઇએ. તે જૈનશાસન ચાવાદમાં માને છે. જુદી જુદી, પરસ્પર વિરોધી લાગતી અનેક વાતો પણ સાચી હોઇ શકે છે. અપેક્ષા બદલાતાં સત્ય પણ અસત્ય બને અને અસત્ય પણ સત્ય બને. આપણે તે સત્યને સ્વીકારવું કે જેનાથી આપણા રાગ-દ્વેષ ઓછા થાય, નાશ પામે. રાગ-દ્વેષને વધારનારું સત્ય પણ સત્ય નથી. જે સત્ય સ્વીકારવાથી રાગદ્વેષ રુપી મોટા અસત્યો પેદા થાય, તે સત્યને સ્વીકારાય નહિ. સંદર સ્વાદિષ્ટ બદામ પીસ્તાવાળો દૂધપાક પીવો સારો છે, પણ તેમાં ઝેરનું એક ટીપું હોય તો? તે મોટાદુઃખ-મોતને લાવનાર હોવાથી હવે તે પીવો સારો ન ગણાય. ઝેરના ટીપાં જેવા રાગ-દ્વેષ છે. તેને લાવનાર દૂધપાક જેવું સત્ય પણ સ્વીકારાય નહિ. છેવટે તો આત્માના પરિણામ જ મુખ્ય છે. આપણા આત્માના પરિણામ જેનાથી નિર્મળ બને, તે કરાય. જે પ્રવૃત્તિથી આત્માના પરિણામ મલિન થાય તેવી કહેવાતી સારી પ્રવૃત્તિ પણ ન કરાય.' વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. ass is flags less to તત્વઝરણું and ૨૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૯(૧) શુક્રવાર. તા. ૨-૦૮-૦૨ આત્મા અનાદિ છે,તેનો સંસાર (દુનિયા) અનાદિ છે. અને આત્મા-કર્મનો સંયોગ અનાદિ છે. આ ત્રણ અનાદિ છે, એ વાત ઘરના દરેક સભ્યોને ગળથૂથી થી આપો. બધાને ગોખાવી દો. આ ત્રણને અનાદિ નહિ માનો તો હજારો પ્રશ્નો પેદા થશે, જેના ઉકેલ નહિ મળે. અરે ! આ ત્રણ વાત ભૂલી જશો તો જૈનધર્મના કે વિશ્વના અનેક પદાર્થો નહિ સમજાય. મન મૂંઝવણમાં પડી જશે. ગણિત,વિજ્ઞાન,ભાષા વગેરેના કેટલાક બેઝ(પાયા)હોય છે. તેને સ્વીકારી ને જ ચલાય. તેમાં પ્રશ્નો ન કરાય. જેમ કે ૫ X ૧=૫ જ કેમ? અને ૬ કેમ નહિ? ૫૦ + ૧=૫૧ ૫ણ ૫૦ + ૦ = ૫૦ જ, આમ કેમ? ક ને ક જ કેમ કહેવાય? ઘ અને ટ ભેગા લખીએ કે બોલીએ તો તેનો અર્થ ઘડો જ કેમ થાય? અને કપડું કેમ ન થાય? જેમ આ બધું સ્વીકારીને આગળ વધીએ છીએ તેમ જૈન શાસનની પાયાની આ ત્રણે વાત પણ સ્વીકારીને આગળ વધવું. આત્માને કોઇએ ઉત્પન્ન કર્યો નથી. દુનિયા પણ કોઇએ ઉત્પન્ન કરી નથી. ભગવાને તો માત્ર તેને બતાવી છે. તેમ આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિથી છે. આત્મા અને કર્મનો સૌ પ્રથમ સંયોગ થયો નથી. જો થયો હોય તો તે પહેલાં તે આત્મા શુદ્ધ હોય. મોક્ષે જ પહોંચી જાય. કર્મ કદી કોઇને ચોટે જ નહિ. પણ હકીકતમાં પહેલેથી જ આત્મા અને કર્મનો સંયોગ છે જ. ખાણ કે કૂવા વગેરેમાં સોનું વગેરે ધાતુઓ, ખનિજ તેલ વગેરે પહેલેથી અશુદ્ધિયુક્ત જ હોય. પછી તેને બહાર કાઢીને રીફાઇન્ડ કરવા પડે. તે જ રીતે આત્મા પહેલેથી અશુદ્ધ હતો, કર્મથી યુક્ત હતો. આરાધના, સાધના વડે તેને કર્મથી મુક્ત કરવો પડે. ત્યારે તેનો મોક્ષ થયો ગણાય. ભલે મેલા આત્માઓ ચોક્ખા થાય, સંસારી આત્માઓ મુક્ત બને, પણ આત્માની કુલ સંખ્યા તો તેટલી જ રહે. તેમાં વધ-ઘટ કદી ન થાય, કારણકે આત્માને ઉત્પન્ન કરી શકાતો નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી, માત્ર તેનું સ્વરુપ બદલી શકાય છે. અપવિત્રને પવિત્ર, કર્મયુક્તને કર્મમુક્ત, સંસારીને સિદ્ધ બનાવી શકાય છે. આમ આત્મા જેમ અનાદિ છે, તેમ અંત વિનાનો એટલે કે અનંત પણ છે. આ દુનિયા પણ અનાદિ અનંત છે; પણ દરેક આત્માનો પોતાના કર્મ સાથેનો સંયોગ વ્યક્તિગત છે, માટે તેનો અંત આવી શકે છે. આ દુનિયામાં તમામ સંસારી આત્માઓ કાયમ માટે કર્મના સંયોગવાળા હોવા છતાં, વ્યક્તિગત રીતે કોઇ આત્મા સાધના કરીને પોતાના કર્મોને છૂટા પાડી,કર્મસંયોગ વિનાનો બનીને મોક્ષે પહોંચી શકે છે. જો તેમ ન હોય તો તત્વઝરણું 19 ૨૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ આરાધના-સાધના કરવાની જરૂર જ ન હોત ! મા-દીકરી, પિતા-પુત્ર, મરઘી-ઇંડાની વંશપરંપરા પણ અનાદિથી છે. તે વંશપરંપરાનો સમષ્ટિગત અંત ન આવતો હોવા છતાંય વ્યક્તિગત કોઇ વંશપરંપરાનો અંત ન આવે? દીકરા-દીકરીઓ બ્રહ્મચારી અવસ્થામાં દીક્ષા લે કે મોત પામે, તો તેમની પરંપરા અટકી જાય ને? તે જ રીતે સમગ્ર વિશ્વના તમામ આત્માઓના સંસારનો અંત ન આવે પણ વ્યક્તિગત રીતે કોઇ આત્માનો સંસાર અટકી શકે છે; તે અટકાવવા મોક્ષ પામવો જોઇએ. તે માટે વધુને વધુ ધમરાધના-સાધના કરવી જરૂરી છે. આત્મા છે. તે અનાદિકાળથી છે. તેને કોઇએ ઉત્પન્ન કર્યો નથી. તો. સવાલ પેદા થાય કે સૌ પ્રથમ આ આત્મા કયાં હતો? તેનો પહેલો ભવ કયો હતો? તે નાશ નથી પામવાનો, તો છેલ્લે કયાં જવાનો? આપણા સૌનો પહેલો ભવ હતો જ નહિ. કોઇપણ આત્માનો કદી પણ પહેલો ભવ હોય જ નહિ. જો આત્માનો પહેલો ભવ માનો તો તે પહેલાં આત્મા ક્યાં હતો? નહોતો તો તેને કોણે ઉત્પન્ન કર્યો? શા માટે? કેવો ઉત્પન્ન કર્યો? વગેરે અનેક ગંભીર સવાલો પેદા થાય. જેના જવાબો ન મળે. આત્મા અનાદિ છે, માટે તેનો કોઇ પ્રથમ ભવ છે જ નહિ. કેવળજ્ઞાની ભગવંત પણ આત્માનો. પહેલો ભવ કહી ન શકે. - જે આત્માનો પહેલો ભવ હોત તો કેવળજ્ઞાની ભગવંત ચોક્કસ તે પહેલો ભવ કહેત. પણ પહેલો ભવ હોય જ નહિ તો સર્વજ્ઞ કેવલિભગવંત પણ શી રીતે તેનો પહેલો ભવ કહે? પહેલો ભવ ન હોવાના કારણે ન કહે તેથી કાંઇ તેઓ સર્વજ્ઞ મટી જતા નથી. કોઇ પેશન્ટ ન આવવાથી ડોક્ટર કોઇની દવા ન કરે તો તેથી કાંઇ ડોક્ટર, ડોકટર તરીકે મટી ન જાય. - તમામે તમામ આત્માઓનો પહેલો ભવ ભલે નથી, પણ બધાનું પહેલું સ્થાન તો હતું જ. ઋષભદેવ, મહાવીર સ્વામી, સીમંધર સ્વામી, તમે અને હું, આપણે સહુ સૌથી પહેલાં અવ્યવહારરાશીની નિગોદમાં હતા. આપણા સહુનું આ પ્રથમ સ્થાન હતું. અનંતા આત્માઓ એકી સાથે એક જ શરીરમાં રહે તેને નિગોદ કહેવાય. તેઓ એક શ્વાસોશ્વાસમાં સાડાસત્તરવાર (૧૦૧/૨) જન્મ-મરણ કરે. એટલે કે ૧૦ વાર જન્મ, ૧૦ વાર મરે અને અઢારમી વાર જન્મે ત્યારે તંદુરસ્ત માનવનો એક શ્વાસોશ્વાસ પૂરો થાય. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું in ૨૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૯(૨) શનિવાર. તા. ૩-૮-૦૨ આત્માનો નિગોદથી મોક્ષ સુધીનો વિકાસક્રમ આ ચિત્રપટમાં દોરેલો છે. આપણે તેના આધારે હવે વિચારણા કરીશું. Dig આત્માનો વિકાસ ક્રમ 90s → →→ એ છે કે જે ld ૩૫૦ યુક્ત હે જળે છે ? ~ ~ Ex અધુનક મા સમય ખ B આવકાર માર્ગ પતિત @ વનસ્પતિ નિઝ ડર્સ ભૂમિ વિલેન્દ્રિય મનુષ્ય પરિવારક મનુષ્ય ક . મનન્ય સત્કૃત્ત ધર્મ ORS સિક > વર anas દેવલોક \0IF Dblh ĐIcૐ =P b IE ? એનેિ | kr) ki હા જ્યોતિષ મનુષ્ય વામન તિર્થંગ્ દેવ બેંન્દ્રિય ઈન્દ્રિય ચતુરિય 7 દિવ્યચક ગ મનુષ્ય અંડાલમ args 2012 ઇસ ૧૬ સા વાગ Juinz 523 . 3+ દેવલોક પરિપ દેઇલ થી ત્રિક faie ઘોડો મંજૂને મનુષ્ય શેળઓ સમુષ્ઠિમ સિય પંચાય મનુષ્ય ભવ્યાત્માનો --- ચરાવતા જંગલી ફી પ્રાણી 國 પ્રબંધ ૪] સંન્યાસી સનુ બળદ Ques એકેનિય વિ « ફ઼ર સિ પંચેનિય તિર્યંચ પંચેન્દ્રિય વનપતિ અ પુગલ સ 125 સૂતા डेन्द्रिय સ્થ જયોતિષ દેવલોક do અનેબી સયાવરણને ત | ગુણના ગુણ ગુસ્સા ખેંક 13 14 ક એક મુગલ રાવત કરી પાતિક [] મેડો નેન્દ્રિય માખો-મચ્છર પતંગીયું દેવલોક જલચર મગરમચ્છ નરક ઊંડ :૦૦૭/ RIL - શિ તે ઈન્દ્રિય સન્મ વ્યસા no s બન દેવલાક આ ચિત્રમાં સૌથી લેક મનુષ્ય பகுத்பு વા ઉંટ પર સર્પ અર વિક્ષેપિ 2-3-8 ઈન્દ્રિય એફેન્દ્રિય બેઈનિય e-ais અળસીય 4 wede નગતિ વળત 413 NISI ચતુષ્ટ લચર વેક ઉ. રાણી પૃથ્વી તાસ એકેન્દ્રિય મહાવિદેહ મુખ્ય aint ખેંચર સફા] શુદ્ધ અપૂ યથાવત્તહરણ અપૂર્વ આશરો અં ગામ ઊંટ થી વચ્ચે ૦ ભિલાડ વાણ caine scu જ્યાતિષ mes The ચિંતા દર મનુષ્ય તિર્યંચ પંચેન્દ્રિય વાધ મનમ્ય --- ના | દેવલોક ર વિધા હાથી ભુવનપતિ क्योतिष fa એકેન્દ્રિય was વાર્તિ **** " I એકેન્દ્રિય નિગોદ સાપસ મનુષ્ય વલોક -- """1"," Step કાતર વિકલેન્દ્રિય જીસક ઍન્દ્રિય દર વ inse (I: 1: બતાડેલ અવ્યવહાર રાશીની oié pb 2h buch ne PIJ& 3 આપણો આત્મા નિગોદમાં અનાદિકાળથી હતો. યાત્રિકો યાત્રા કરવા જાય ત્યારે તેઓ ધર્મશાળામાં ઉતરે, જેની પાસે પૈસા ઘણા હોય તે ફેમીલીરુમમાં ઉતરે. તેને સેપરેટ રૂમ, બધી અનુકૂળતા મળે. બાકીના કોમન હોલમાં ઉતરે. બધા વચ્ચે એક જ હોલ. તે રીતે એક ભવમાંથી બીજા ભવમાં ગયેલો આત્મા પુણ્યશાળી હોય તો ત્યાં રહેવા તેને સેપરેટ શરીર તત્વઝરણું ૧ ૨૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ મળે; નહિ તો અનંતા આત્માઓને રહેવા કોમન એક જ શરીર મળે. તેને નિગોદ કહેવાય. સોયના અગ્રભાગમાં રહેલી કણીયા જેટલી નિગોદમાં અનંતા આત્માઓ એકી સાથે જન્મે, શ્વાસ લે, જીવે અને મરે. નિગોદના એક શરીરમાં અનંતા આત્મા રહે. આવા અસંખ્યાતા શરીરો ભેગા થવા છતાં ય જે જોઇ કે અનુભવી ન શકાય તે સૂક્ષ્મનિગોદ કહેવાય, પણ જેના અસંખ્યાતા શરીરો ભેગા થયા પછી જોઇ કે અનુભવી શકાય તે બાદર નિગોદ કહેવાય. બટાટા, કાંદા, શક્કરીયા, ગાજર, આદુ, બીટ, સુરણ, લસણ, મૂળા, લીલ, ફુગ, સેવાળ વગેરે બાદર નિગોદ છે. દૂર રહેલો એક વાળા ન દેખાય, પણ દૂર વાળનો જથ્થો હોય તો દેખાય. તેમ બાદર નિગોદનું એક શરીર ન દેખાય. ઘણા શરીરો ભેગા થાય ત્યારે બટાટા વગેરેનો નાનકડો અંશ બને, જે આપણને દેખાય, તેમાં અસંખ્યાતા શરીરો છે. દરેક શરીરમાં અનંતઅનંત આત્મા હોય. સૂક્ષ્મ નિગોદમાં પણ જેનો કદી ચ કોઇ નામ | સંજ્ઞાથી વ્યવહાર થયો ન હોય, તે સૂક્ષ્મનિગોદને અવ્યવહારરાશીની નિગોદ કહેવાય. બટાટા, કાંદા, કૂતરા, માણસ તરીકેના ભવો કરીને જે આત્માઓ કયારેક પણ વ્યાવહારિક દુનિયાના સભ્ય બન્યા હોય, લોકોના ઉપયોગમાં આવ્યા હોય, લોકવ્યવહારમાં આવ્યા હોય, પછી તે આત્માઓ કોઇ કર્મોના ઉદયે પાછા સૂક્ષ્મનિગોદના ભવમાં પહોંચે, તો તેઓ વ્યવહારરાશીની સૂક્ષ્મ નિગોદ કહેવાય. આવા અવ્યવહારરાશીની સૂક્ષ્મ નિગોદના જીવો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીના ભરેલા છે. આ વિશ્વમાં કોઇ એવી જગ્યા નથી કે જયાં આ અવ્યવહારરાશીના જીવો ન હોય. આપણે બધા પણ સૌથી પહેલાં આ જીવો તરીકે હતા. [ આ જીવો એટલા બધા સૂક્ષ્મ છે કે આપણે આમ તેમ હાથ હલાવીએ તો તેનાથી તેમની હિંસા ન થાય, પણ જો આપણે તેમને મારવાની બુદ્ધિ કરીએ તો તેમને મારવાનું પાપ લાગે. ભલે આપણે નિગોદના જીવોને મારવાની બુદ્ધિ નથી કરતાં, પણ આ સંસારમાં જેઓ રહ્યા છે, તેઓ ડગલેને પગલે કેટલા બધા જીવોની હિંસા કરે છે. કેટલાય ને મારવાના વિચારો પણ કરે છે. જલ્દીથી આ હિંસાના પાપોથી અટકી જવું જરૂરી છે. | મોક્ષ ધર્મ કરવાથી નથી મળતો, પણ પાપોનો સંપૂર્ણ ત્યાગ કરવાથી મળે છે. ધર્મથી તો પુણ્ય બંધાય. પુષ્ય સદ્ગતિ કે સુખ આપે પણ મોક્ષ ન આપે. મોક્ષમાં જવા માટે તો પુણ્ય પણ સોનાની બેડી જેવું છે, અટકાવે છે. પુણ્ય અને પાપ બંને ખલાસ થાય ત્યારે મોક્ષ મળે. go - તત્વઝરણું ૨૫. Page #36 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં રહીને ગમે તેટલો ધર્મ થઇ શકતો હોય, તો ય પાપથી તો અટકી શકાતું નથી જ. તેથી જેની ઇચ્છા મોક્ષે જવાની હોય તેમણે જલદીથી સંસાર ત્યાગીને દીક્ષાજીવન સ્વીકારવું જોઇએ. જે મૃત્યુ પામીને અહીંથી નિગોદમાં ચાલ્યા ગયા, તો આપણી હાલત બગડી જશે. ત્યાં એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં ૧olી વાર જન્મ મરણ કરવાના. જન્મ-મરણની પીડા ભયંકર હોય છે. અસહ્ય હોય છે. જેટલા વધારે જન્મ-મરણ, તેટલી પીડા વધારે. તેથી નિગોદમાં ન જવું પડે તે માટેની જાગૃતિ આજથી જ કેળવવી જોઇએ, તે માટે નિગોદ રુપ કંદમૂળનો ત્યાગ કરવો જોઇએ. આપણા એક શરીરમાં એક જ આત્મા હોય. અંદર કરમીયા હોય તો તેનો આત્મા તેના શરીરમાં હોય. કરમીયાનું શરીર આપણા શરીર કરતાં જુદું છે. તેનો આત્મા આપણા શરીરમાં નથી. જયારે નિગોદમાં તો એક જ શરીરમાં અનંતા આત્માઓએ સદા સાથે રહેવું પડે. કેટલો બધો ત્રાસ ! કેટલી પીડા ! એક નાના રૂમમાં હજારો માણસોને ભરો તો શું થાય ? - ઝાડના એક પાંદડામાં, એક ફળમાં એક જીવ હોય. કાચા પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો હોય. આ બધાને ઓવરટેક કરીને બટાટા વગેરે કંદમૂળના એક નાનાશા કણીયામાં પણ નિગોદના અસંખ્યાતા શરીરો અને તે દરેક શરીરમાં અનંતા-અનંતા જીવો હોય ! મોક્ષમાં જેટલા આત્માઓ પહોંચ્યા છે, તેને અનંતથી ગુણીએ તેટલા જીવો નિગોદના એક શરીરમાં હોય. આ બધાનો કચ્ચરઘાણ કંદમૂળ ખાવામાં કે લીલ વગેરે ઉપર ચાલવા વગેરેમાં થાય છે; આ બધું જાણીને તેની વિરાધનાઓથી અટકવું. સાતમી નારક કરતાંય નિગોદનો ભવ ભયાનક છે;તેના દુઃખો ભયંકર છે. 0મી નરકમાંથી તો ૩૩ સાગરોપમે પણ બહાર નીકળાય; નિગોદમાંથી તો અનંતકાળે માંડ બહાર નીકળાય. અનંતકાળ સુધી માનવ ભવ, મુનિજીવન કે મોક્ષ વગેરે ન મળે! અરે, બેઇન્દ્રિયાદિથી માંડીને સ્વર્ગના સુખ સુધીનું કાંઇ પણ ન મળે ! આ કાળમાં અહીંથી ભલે બીજી તરફ સુધી જ જવાય; તેથી નીચેની નરકોમાં નહિ, છતાંય નિગોદમાં તો જવાય જ છે. જે નિગોદમાં પહોંચી ગયા તો આપણા બાર વાગી જશે. અમે સામાયિક-પ્રતિક્રમણાદિ ધમરાધના કરીએ છીએ કે ઘણું જ્ઞાન મેળવ્યું છે માટે અમે તો નિગોદમાં નહિ જ જઇએ, તેવું ન માનવું. પ્રમાદ કરીશું તો હાલત બગડશે. અનંતકાળની અપેક્ષાએ, ચૌદ પૂર્વનું જ્ઞાન મેળવનારા અનંતા સાધુમહાત્માઓ પણ પછીથી પ્રમાદ કરીને નિગોદમાં ગયા છે, તેમ તત્વઝરણું - ૨૬ Page #37 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રો કહે છે. રસગારવ = ખાવા-પીવાની આસક્તિ, ઋદ્ધિગારવ = ઐશ્વર્યમાન-સન્માનની આસક્તિ અને શાતાગારવ = શરીરની સુખશીલતા વગેરે રૂપ પ્રમાદે તેમની આરાધનાઓ ઉપર પાણી ફેરવી દીધું. તેથી આરાધના સાથે આમાંનો કોઇપણ પ્રમાદ આપણા જીવનમાં ઘર ન કરી જાય, તે માટે સતત સાવધ રહેવું જરૂરી છે. જો કે નિગોદમાં ગયેલા ચૌદપૂર્વીઓ કરતાં ઘણા વધારે ચોદપૂર્વીઓ તો અપ્રમત્ત સાધના કરીને મોક્ષે પહોંચ્યા છે. - નિગોદના જીવને આપણા જેવું શરીર નથી. સ્પર્શનેન્દ્રિય સિવાય કોઇ ઇન્દ્રિય નથી. મન નથી, ૪૮ મિનિટથી વધારે તેનું આયુષ્ય નથી. તો તે કેવા પાપો કરે કે જેના કારણે અનંતકાળ સુધી ત્યાં ને ત્યાં જ જન્મ, મરણ કર્યા કરે? - પાપો બાંધવાના ચાર કારણો છે. (૧)મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪)ચોગ. આ ચારેય કારણો હાજર હોવા છતાં ય તેમાંનું અવિરતિકારણ તેમને સતત નિગોદમાં ધકેલ્યા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. - પાપ કરવાની વૃત્તિ તે અવિરતિ. પાપ કરો છો કે નથી કરતાં, તે મહત્ત્વનું નથી પણ પાપ કરવાની વૃત્તિ છે કે નહિ? તે મહત્ત્વનું છે. જો પાપ કરવાની વૃત્તિ અંદર પડી હોય તો પાપ પ્રવૃત્તિ ન કરવા છતાં ય તેનું પાપ લાગ્યા કરે, તેને અવિરતિનું પાપ કહેવાય. પાપ કરવાની વૃત્તિને તોડવા બાધા લેવી જોઇએ. જયાં સુધી પાપત્યાગનો નિયમ ન લો, ત્યાં સુધી પાપની વૃત્તિ ઊભી રહેવાથી પાપ લાગ્યા કરે. થોડા વ્રત-નિયમ લેવા તે દેશવિરતિ. બધી બાધા લેવી તે સર્વવિરતિ. કોઇપણ નિયમ લેવા નહિ તે અવિરતિ, અપ્રત્યાખ્યાનીય કષાય મોહનીચ નામનું કર્મ છે. તેનો ઉદય દૂર થાય ત્યારે બાધા-નિયમ લેવાનું મન થાય. દેવો અને નારકોને આ અપ્રત્યાખ્યાનીયા કષાયોનો નિકાચિત ઉદય હોય તેથી તેઓ કદી ય નાનું પણ વ્રત, પચ્ચખાણ ન કરી શકે. ભગવાનની ભક્તિ કરી શકે પણ વ્રત-નિયમ નહિ. જયારે આપણને સામાન્યતઃ તે કષાયોનો નિકાચિત ઉદય ન હોય, તેથી આપણે જો થોડોક પ્રયત્ન કરીએ તો નાના નિયમથી માંડીને દીક્ષા સુધીનું બધું જ કરી શકીએ. માત્ર પ્રયત્ન કરવો જરૂરી છે, કયારે કરીશું? પાપપ્રવૃત્તિ ન કરવા છતાંય પાપ કેમ લાગે? એમ ન પૂછવું. તેની ઇચ્છાથી, તેના વિચારથી પણ પાપ લાગે. કોઇને મારીએ નહિ પણ મારવાનો વિચાર કરીએ તો પાપ લાગે કે નહિ? કોઇ સ્ત્રી પસાર થઇ ગઇ. અડ્યા પણ નથી, પણ તેના માટે બધા જ ખરાબ વિચારો આવ્યા, તો તેનું પાપ લાગે કે નહિ? આમાં પાપની પ્રવૃત્તિ કયાં કોઇ કરી છે? હા , તત્વઝરણું ૨૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ જેની બાધા નથી લીધી, તે પાપ પ્રવૃત્તિ કરવાના વિચાર ન આવતા હોય તો ય, અવસર આવે તો તે કરવાની તૈયારી તો છે જ. જો તેમ ન હોય તો બાધા શા માટે નથી લેવાતી? પાપ કરવાની ઇચ્છા મનમાં પડેલી જ છે, તે ઇચ્છા અશુભપ્રવૃત્તિ ન કરવા છતાંય તેનું પાપ લગાડ્યા કરે છે, માટે જે ન કરવાનું હોય, તેની બાધા બધાએ લઇ લેવી જોઇએ. ખરાબ વિચારો આવે ત્યારે તેને દૂર કરવાના પ્રયત્નો કરશો તો વધારે જોરથી આવશે; તેના કરતાં તે વખતે સારા વિચારો શરુ કરવા; સારા વિચારો શરુ કરવાથી ખરાબ વિચારો એની જાતે અટકી જશે. પ્રશ્ન : ઉપવાસ કર્યો હોય અને રાત્રે મગના મેરુશિખર,રાબડીના સરોવર દેખાય, ખાવાની ઇચ્છા થાય તો ઉપવાસ તૂટી જાય? જેની બાધા લીધી હોય તે કરવાનું મન થાય તો શું બાધા તૂટી જાય? જયાં સુધી અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર કક્ષાનો દોષ હોય ત્યાં સુધી બાધા તૂટે નહિ. જયારે તે અનાચારની કક્ષાએ પહોંચે ત્યારે બાધા તૂટે. પાપ કરવાની ઇચ્છા કરવી તે અતિક્રમ. તે માટે પગલાં ભરવા તે વ્યતિક્રમ. પાપ કરવાની પ્રવૃત્તિમાં ઠેઠ સુધી આગળ વધવું પણ પાપ કરવું નહિ તે અતિચાર. અને પાપ કરવું તે અનાચાર. દા.ત. રાત્રિભોજન ત્યાગની બાધા છે; રાત્રિના સમયે ભાવતી વસ્તુ જોઇને લલચાઇ ગયા; ખાવાનું મન થયું તે અતિક્રમ. બાધા તૂટી નથી. ખાવા માટે ઉભા થયા. ભાણા સુધી પહોંચ્યા, તે વ્યતિક્રમ. હાથમાં કોળીયો લીધો; મોઢામાં મૂકયો ત્યાં સુધી અતિચાર. હજુ પણ બાધા તૂટી ન ગણાય. જે કોગળો કરીને કાઢી દે તો બચી જાય. પણ જયારે કોળીયો ગળામાં ઉતારી દે ત્યારે અનાચાર કહેવાય. હવે બાધા તૂટી ગણાય. તેથી જયારે ખાવાના વિચાર આવે ત્યારે જ સુંદર વિચારો વડે મનને બીજે લઇ જવું જોઇએ, જેથી અનાચાર સુધી ન પહોંચાય. પણ કદાચ વિચારો આવતાં હોય તો તેટલા માત્રથી બાધા ન લેવાનો વિચાર ન કરાય. તે તો અતિક્રમ રુપ સામાન્ય દોષ છે, તેના કારણે કરોડોની કમાણી કરાવનારા નિયમો લેતાં. અટકવું ન જોઇએ. નહિ તો અવિરતિનું પાપ ચાલ્યા કરશે. જૈન શાસનમાં પ્રવૃત્તિ કરતાં ય પરિણતિનું મહત્ત્વ વધારે છે. જો નિયમબાધા-વ્રત-પચ્ચકખાણ ન લો, તો પાપની પ્રવૃત્તિ ન કરવા છતાં ય અંદર પાપ કરવાની પરિણતિ પડેલી હોવાથી તેનું પાપ લાગ્યા કરે છે. તેથી તેનાથી છૂટવા રોજ નવા નવા વ્રત-નિયમ-પચ્ચક્ખાણો કરતાં રહેવું જોઇએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું [ ૨૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૧૨ મંગળવાર, તા. -૮-૦૨ ધર્મના કેન્દ્ર સ્થાને આત્મા છે. વિજ્ઞાનના કેન્દ્ર સ્થાને પદાર્થ છે. વૈજ્ઞાનિકો પદાર્થો ઉપર પ્રયોગો કરીને પદાર્થોમાં પરિવર્તન લાવે, પણ પોતાના આત્માને તો તેવો ને તેવો જ રાખે. ધર્મ તેનું સેવન કરનારા આત્મામાં પરિવર્તન લાવે. વિજ્ઞાન અને ધર્મમાં આ તો પાયાનો તફાવત છે. પદાર્થમાં પરિવર્તન લાવે તે વિજ્ઞાન, આત્મામાં પરિવર્તન લાવે તે ધર્મ. કર્મયુક્ત,દુઃખી, પાપી આત્માને ફેરવીને કમરહિત, સુખી, ગુણી બનાવવા માટે ધર્મની જીવનમાં અત્યંત આવશ્યક્તા છે. આપણો આત્મા સૌથી પહેલા અવ્યવહાર રાશીની નિગોદમાં હતો. ત્યાંથી મોક્ષ સુધીની યાત્રા આપણે આરંભી છે. પ્રવાસે જઇએ ત્યારે આપણને ખ્યાલ હોવો જ જોઇએ કે આપણે કયાં જવું છે? ત્યાં જવાના ઉપાયો કયા? તેમ નિગોદથી આપણી મુસાફરી શરુ થઇ છે; આપણને સતત ખ્યાલ હોવો જ જોઇએ કે આપણે મોક્ષે પહોંચવાનું છે. તે માટે મોક્ષે જવાના ઉપાયો જાણવા જોઇએ. જાણીને આદરવા જોઇએ. આપણે સૌ પ્રથમ નિગોદમાં હતા, ત્યાં પાપની ઘણી પ્રવૃત્તિ કરતાં ન હોવા છતાંય પાપો કરવાની વૃત્તિ રુપ અવિરતિ હતી, તે પાપો બંધાવીને ત્યાં જ જન્મ-મરણ કરાવતી હતી. આ પાપવૃત્તિ ખૂબ ખરાબ છે; તેને દૂર કરવા બાધા તો લેવાની જ. e ઘણા કહે છે કે 'બાધા લઇને તૂટી જાય, તેના કરતાં બાધા ન લેવી સારી,’ પણ આ વાત બરોબર નથી. જૈન શાસનને માન્ય નથી. આ ઉસૂત્ર વચન છે. આવું માનનારાને પ્રાયશ્ચિત્ત આવે. બાધા તો લેવાની જ; તૂટી ન જાય તેની કાળજી લેવાની. કયા કયા સંયોગોની શકયતા છે? તેમાં મારાથી બાધાનું પાલન થશે કે નહિ? મારી મક્કમતા-ધીરતા કેવી છે? તે બધું વિચારીને બાધા તો લેવાની જ, જરુર જણાય તો તેમાં થોડી છૂટછાટ રાખવાની. જેથી બાધા તૂટવાનો સવાલ જ ન આવે. છતાંય કોઇવાર બાધા તૂટી જ જાય, તો તેનું પ્રાયશ્ચિત્ત લેવાનું પણ બાધા લીધા વિના તો નહિ જ રહેવાનું. પાળવાના ભાવથી લીધેલી બાધા કયારેક તૂટે, તો જે દોષ લાગે તેના કરતાં બાધા લેવી જ નહિ તે ઘણો મોટો ભયાનક દોષ છે. - અન્નત્થ સૂત્રનું બીજું નામ આગારસૂત્ર છે. આગાર એટલે છૂટ. તસ્સા ઉત્તરી સૂત્ર, અરિહંત ચેઇઆણં સૂત્ર, વૈયાવચ્ચગરાણં સૂત્ર વગેરે પછી છૂટો જણાવનારું આ સૂત્ર બોલાય છે. પૂર્વે બોલાતા સૂત્રોમાં કરેમિ કાઉસ્સગ્ગ' કે ‘ઠામિ કાઉસ્સગ્ગ” પદો વડે કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરાય છે-નિયમ લેવાય તત્વઝરણું ૨૯ ૨૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ છે અને ત્યારપછીના અન્નત્થ સૂત્રમાં તેમાં રખાતી છૂટો જણાવાય છે. આમ આ સૂત્રો કહે છે કે પ્રતિજ્ઞા તો લેવાની જ; જરુર પડે તો તેમાં છૂટ રાખવાની પણ પ્રતિજ્ઞા લેવાનું બંધ ન કરવું. [6] જો આપણું સત્ત્વ હોય, સહન થાય તો, તે છૂટનો ઉપયોગ ન કરવો. પણ જો તેટલું સત્ત્વ ન હોવાથી છૂટનો ઉપયોગ કરીએ, તો તે બાધા, પ્રતિજ્ઞા કે નિયમનો ભંગ થતો નથી. fasts fon Hol આપણને મળેલા પરમાત્મા કરુણાના મહાસાગર છે. તેમણે આત્માની સાથે આપણા શરીરની પણ ચિંતા કરી છે. તેથી જેનાથી તબિયત બગડવાની શકયતા હોય, તેની છૂટ અન્નત્થ સૂત્ર દ્વારા આપી. ખાંસી, છીંક, બગાસું, ઓડકાર, વાછૂટ વગેરેની કાઉસ્સગ્ગમાં છૂટ આપી દીધી. Sur આ બધું જાણ્યા પછી રાત્રિભોજન, કંદમૂળ વગેરેનો ત્યાગ કરવાની બાધા લઇ લેવી જોઇએ. કોઇ સંયોગ વિશેષમાં કરવું જ પડશે તેમ લાગતું હોય તો વર્ષના ૫-૧૦-૧૫ દિવસની છૂટ રાખીને પણ બાધા તો લેવાની જ. માત્ર ૪૮ મિનિટથી પણ ઓછા આયુષ્યવાળો, ચોખાના દાણા જેટલો નાનો, જળચર જીવની આંખની પાંપણમાં રહેતો તંદુલીયો મત્સ્ય “મારું ચાલે તો એકેયને ન છોડું' એવા મનના વિચારોના પાપે મરીને સાતમી નરકે જાય 1. છેવું નાનપ થીમ ઉપર રોલ મૂકવાની જરુર નથી લાગતી કસોટ ના ય ખાનદાની અટકાવે છે, બાકી એકેય સ્ત્રીને ન છોડું.' આવી માનસિક હાલત ખરી ? જાતને ગંભીરતાથી ચકાસવા જેવી છે. પાપપ્રવૃત્તિ કરતાંય પાપની વૃત્તિ ભયંકર છે, તે ન ભૂલવું. સી જી . સાધુજીવન જો બ્રહ્મચર્યના પાલન માટે છે, તો ગૃહસ્થજીવન કાંઇ બેફામ જીવન જીવવા માટે નથી. તે પણ બ્રહ્મચર્યની નેટ પ્રેકટીસ માટે છે. મર્યાદા લાવતાં લાવતાં, સંયમિત બનતાં બનતાં એક દિવસ સંયમજીવન સ્વીકારવાનું સામર્થ્ય પામવાનું છે. 619 19 foste તમારો કોઇ મિત્ર કહે કે મારી સાથે ભાગીદારીમાં ધંધો કરો. તમારે મુડી નહિ રોકવાની. કામ નહિ કરવાનું. માત્ર સવારે અને સાંજે ૧૦-૧૦ મિનિટ સમય આપવાનો. નુકશાનમાં તમારો ભાગ નહિ, કારણકે નુકશાન થવાનું જ નથી; નફામાં પૂરેપૂરો ભાગ, તો કોણ આવી ભાગીદારીમાં જોડાવા ન ઇચ્છે ? બોલો, તમારે જોડાવું છે ? પરમાત્મા આપણને કહે છે કે રોજ ૧૪ નિયમ ધારો. સવારે અને સાંજે તત્વઝરણું ૩૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ દસ-દસ મિનિટ ૧૪ નિયમો ધારવા અને સંક્ષેપવા માટે આપો. અઢળક પાપો બંધાતા અટકી જશે. તપ, ત્યાગ દાન કર્યા વિના અનંતાનંત સંભવિત પાપોમાંથી મુક્તિ મળશે. કેવું અદ્દભૂત અનુષ્ઠાન. અમુક દ્રવ્યોથી વધારે નહિ વાપરવા વગેરે રુપે આ નિયમો છે. સહજ પળાય તેવા છે. જેટલી છૂટ રાખો તેટલાનું પાપ લાગે. દુનિયામાં તો અઢળક પદાર્થો છે. બાકીના તમામ પદાર્થોની ઇચ્છા નિયમ લેવાથી અટકી જાય. તેથી તેના કારણે બંધાતું પાપ પણ બંધ થઇ જાય.છે ને લખલૂટ કમાણી..તો રોજ ૧૪ નિયમો ધારવાનું નકકી કરી લેશો ને? - તમામ આત્માઓ સૌ પ્રથમ જે અવ્યવહાર રાશીની નિગોદમાં હતા તો આપણે તેમાંથી બહાર કેવી રીતે નીકળ્યા? આ સવાલ થાય તે સહજ છે. શાસ્ત્રો કહે છે કે એક આત્મા આ સંસારમાંથી મોક્ષે જાય, સિદ્ધ ભગવંત બને ત્યારે એક આત્મા અવ્યવહાર રાશીની નિગોદમાંથી બહાર નીકળે. | કોઇ એક આત્માએ મોક્ષે પહોંચવા દ્વારા આપણને તે નિગોદમાંથી બહાર કાઢ્યા. આમ સિદ્ધ ભગવંતનો આપણી ઉપર અસીમ ઉપકાર થયો. જેના શાસન બતાડીને અરિહંત પરમાત્મા બહાર નીકળેલા આપણને મોક્ષ સુધી પહોંચાડવાનો ઉપકાર કરી રહ્યા છે. આમ નિગોદમાંથી નિકાસ કરવામાં સિદ્ધ ભગવાનનો ઉપકાર છે, તો નીકળ્યા પછી મોક્ષ સુધીનો વિકાસ સાધવામાં અરિહંત ભગવંતનો ઉપકાર છે. નિગોદમાંથી આપણને બહાર કાઢવા દ્વારા સિદ્ધ ભગવંતનો આપણી ઉપર જે ઉપકાર થયો છે, તેમાંથી આપણે ત્યારે જ મુક્ત થઇ શકીએ કે જયારે આપણે મોક્ષે પહોંચીને અન્ય એક આત્માને નિગોદમાંથી બહાર કાઢીએ. આ માટે પણ આપણે જલદીથી જલ્દી મોક્ષે જવું જોઇએ. તે માટે સંયમ જીવન સ્વીકારીને ઘોર સાધના કરવી જોઇએ. જો ત્રણમુક્તિની ભાવના આપણામાં પેદા ન થાય તો આપણામાં પાયાની પણ લાયકાત નથી તેમ સમજવું. કૃતજ્ઞતા તો પાયાનો ગુણ છે; કોઇના ઉપકારને શી રીતે વિસરી જવાય? તેથી સિદ્ધ ભગવંતના ઉપકારને સતત ધ્યાનમાં રાખીને, સિદ્ધ બનવાનો પુરુષાર્થ આજથી જ ઉલ્લાસપૂર્વક આરંભી દેવો જોઇએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. | તત્વઝરણું ૩૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦પ૮ અષાઢ વદ : ૧૪ બુધવાર, તા. ૯-૦૮-૦૨ પરમાત્માએ ભલે આ દુનિયા બનાવી નથી, પણ આ દુનિયા જેવી છે તેવી બતાડીને આપણી ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેનાથી આપણે દુઃખી મટીને સુખી બની શકીએ છીએ. દોષિત મટીને ગુણી બની, છેલ્લે મોક્ષ પામીને સિદ્ધ બની શકીએ છીએ. મોક્ષમાર્ગ બતાડીને ઉપકારની હેલી વરસાવનારા પરમાત્મા આપણા માટે ઉપાસ્ય તત્ત્વ છે, આરાધ્ય તત્વ છે. આવા મહાન પરમાત્માને પામીને આપણી જીવનપદ્ધતિ અવશ્ય બદલાવી જોઇએ. સાથે-સાથે મનની વૃત્તિઓ પણ પલટાવી જોઇએ. મનની કાતિલ વૃત્તિઓ પાપપ્રવૃત્તિ ન કરવા છતાંય નરકમાં મોકલવા સમર્થ છે. પાપપ્રવૃત્તિને અટકાવવા નિયમો લઇને વિરતિમાં આવવું જોઇએ. આપણો આત્મા સૌથી પહેલા અવ્યવહારરાશીની નિગોદમાં હતો. એક આત્મા સંસારમાંથી મોક્ષે ગયો, ત્યારે અવ્યવહારરાશીની નિગોદમાંથી એક આત્મા બહાર નીકળ્યો. એકવાર બહાર નીકળેલો આત્મા ફરી પાછો કદી ય અવ્યવહાર રાશીની નિગોદમાં ન જાય, કેમકે તે બહાર નીકળ્યો એટલે જે જે નવા ભવ પામ્યો, તે તે ભવના જીવ તરીકે તેનો વ્યવહાર શરુ થયો. હવે પછી, તે પાછો સૂક્ષ્મનિગોદમાં જન્મ તો લઇ શકે, પણ ત્યારે તે વ્યવહારરાશીની નિગોદનો જીવ કહેવાય, પણ અવ્યવહારરાશીની નિગોદનો નહિ. જે આત્મા એક પણ વાર દુનિયાના વ્યવહારને યોગ્ય બન્યો નથી, તે જ અવ્યવહારરાશીમાં ગણાય. પ્રશ્ન : ત્યાં તેણે કયો ધર્મ કર્યો કે જેથી તે બહાર નીકળ્યો ? સહન કરવું તે ધર્મ. જેમાં કાંઇ સહન કરવાનું નથી તે ધર્મ શી રીતે? દાનમાં ધનની મૂચ્છમાં ઘસારો પહોંચે છે, માટે દાન ધર્મ. શીલમાં કામવાસનાને ઘસરકો પહોંચાડવા મનથી સહેવું પડે છે, માટે શીલ ધર્મ. તપમાં શરીરને સહેવું પડે માટે તપ ધર્મ. શુભ ભાવો માટે દુર્ભાવોને દૂર કરવા મનને કેળવવા સહેવું પડે, માટે ભાવ ધર્મ. પાણી, પવન, કીડી, મંકોડા,ઝાડ-પાન વગેરે જીવો પણ ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે સહન કરે છે. તેનાથી પાપ ખપતા-પુણ્ય બંધાતા તેઓ એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય,માનવ, દેવ સુધીનો વિકાસ સાધી શકે છે. પુણ્ય વિના તો આ વિકાસ ન થાય. પુષ્ય ધર્મ વિના ના બંધાય. તે તે ભવોમાં સહન કરવું, તે જ તેમનો ધર્મ. ઇચ્છાપૂર્વક સહન કરીએ તો ઘણા કર્મો નાશ પામે. તેને સકામ નિર્જરા તત્વઝરણું ૩૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. ઇચ્છા વિના પણ, પરાણે કે અજાણતા જે સહન કરીએ તેમાં અકામનિર્જરા થાય. નિગોદમાં પણ એક શરીરમાં અનંતા જીવોને જે એકી સાથે રહેવાનું છે તેમાં સહન કરવાનું તો છે જ. તેમાં ન અકળાય તે વધારે કર્મો ખપાવી શકે. એક આત્મા મોક્ષે ગયો ત્યારે બીજો કોઇ નહિ પણ આપણો જ આત્મા બહાર નીકળ્યો તેમાં મુખ્યત્વે આપણી નિયતિ-ભવિતવ્યતા કારણ છે. જેની નિયતિ પાકે તે બહાર નીકળે. બાકીના ચાર ગૌણપણે કારણ બને. વિશ્વમાં કોઇપણ કાર્ય કારણ વિના થતું નથી.દરેક કાર્યમાં મુખ્ય-ગૌણપણે પાંચ કારણો ભાગ ભજવે છે. (૧)નિયતિ (૨) સ્વભાવ (૩)કાળ (૪) કર્મ અને (૫)પુરુષાર્થ કાંટા તીક્ષ્ણ જ કેમ ? અગ્નિ ગરમ જ કેમ ? બરફ ઠંડો જ કેમ ? દૂધમાંથી જ દહીં થાય પણ પાણીમાંથી કેમ નહિ ? કોરડું મગ કેમ ન સીઝ? બધાનો જવાબ એક જ છે કે તેવો તેમનો સ્વભાવ છે. અહીં સ્વભાવ મુખ્ય કારણ છે. બાકીના ચાર ગણ કારણ છે. નવ મહીને જ જન્મ કેમ? કેરી ઉનાળામાં જ કેમ? વાસના બાળપણમાં નહિ, પણ યુવાનવયે જ કેમ જાગે? આમાં મુખ્ય કારણ કાળ છે. બાકીના ચાર ગૌણપણે કારણ છે. એક હોંશિયાર, બીજે ઠોઠ; કેમ? એક શ્રીમંત, બીજો ગરીબ; કેમ ? જગતમાં જે વિચિત્રતાઓ દેખાય છે, તેમાં કયાંક મુખ્યપણે કર્મ કારણ છે, તો ગૌણપણે બાકીના ચાર કારણો છે, તો ક્યાંક મુખ્યપણે પુરુષાર્થ કારણ છે, તો ગૌણપણે બાકીના ચાર કારણો છે. | કોઇના ઘરે એક કપ ચા પીધા પછી જયાં સુધી બીજાને ચાર કપ ચા ના પીવડાવે ત્યાં સુધી જેને ચેન ન પડે તે સજ્જન કહેવાય. કોઇએ મારી ઉપર ઉપકાર કર્યો, જયાં સુધી હું તેની કે બીજાની ઉપર વળતો ઉપકાર ન કરું ત્યાં સુધી મારા સુખ-ચેન હરામ. સિદ્ધોએ આપણને અવ્યવહાર રાશીની નિગોદમાંથી બહાર કાઢ્યા, તેમનો ઉપકાર ચડ્યો. તેઓ મોક્ષે પહોંચી ગયા છે. આપણે તેમની ઉપર વળતો ઉપકાર કરી શકતા નથી તો શું કરવું ? હું જલ્દી મોક્ષે પહોંચીને કોઇક આત્માને તેમાંથી બહાર કાઢે, આવી વૃત્તિ સતત. પેદા કરવી જોઇએ. | બહાર નીકળેલા આપણને સાધના માર્ગ સમજાવનારા અરિહંતનો ઉપકાર નજર સમક્ષ તરવરવો જોઇએ. હદય બોલે કે, “પ્રભુ! તેં મને જે આપ્યું છે. તેનો બદલો શે વાળું?' ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવીએ, જાતને કેન્દ્રમાં રાખીને નહિ. જે જાતને કેન્દ્રમાં રાખીને જીવે છે, તે માંગણીયો બને છે. જે ભગવાનને તત્વઝરણું Page #44 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રમાં રાખીને જીવે છે, તે ઉદાર, સંતોષી અને પ્રસન્ન બને છે. શ્રીપાળના જીવનને તપાસો. તે સદા નવપદજી ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવ્યો છે. તેની નજર પડતાં સુવર્ણસિદ્ધિરસ સિદ્ધ થયો. સાધક શ્રીપાળને આપે છે, ત્યારે શ્રીપાળ કહે છે, મારે તેની જરુર નથી ! આપણી નિયતિ પાકી, ત્યારે આપણે બહાર નીકળ્યા. હવે સંસારયાત્રા શરુ થઇ. પહોંચવું છે આપણે મોક્ષે. મોક્ષ સુધીના વિકાસની યાત્રામાં આપણે આજ સુધીમાં કેટલો વિકાસ સાધ્યો ? તે કેવી રીતે ખબર પડે ? ગાડી યાર્ડમાં પડી હતી, ત્યાં સુધી તો મુસાફરી જ શરુ નહોતી થઇ; પણ ગાડી યાર્ડમાંથી બહાર નીકળી. હવે કયાં જવું? ટ્રેક (પાટા) બે જાતના છે. (૧)એક યાર્ડમાંથી બીજા યાર્ડમાં જવાના અને (૨)એક યાર્ડમાંથી સ્ટેશનના પ્લેટફોર્મ સુધી જવાના. કચા પાટા ઉપર તે ગાડી જાય છે? તેના ઉપર આધાર છે કે તે કયાં પહોંચશે? અવ્યવહારરાશીની નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓની પણ બે જાતની મુસાફરી શરુ થાય છે. એક માર્ગ બંગડી જેવો ગોળ છે. ચક્કર-ચક્કર ફર્યા કરવાનું પણ અંત ન આવે. બીજા માર્ગે કુંડાળા મોટાં-મોટાં થતાં જાય; છેલ્લે છેડો આવે; તે છેડાનું નામ છે મોક્ષ. પહેલો માર્ગ મોક્ષે કદી ન પહોંચાડે; બીજો માર્ગ મોક્ષે પહોંચાડે. પહેલા માર્ગે ઘાંચીના બળદની જેમ ગતિ ઘણી થાય, પણ પ્રગતિ જરા ય ન થાય. બીજા માર્ગે ગતિ ભલે કદાચ ધીમી થાય, પણ મોક્ષ સુધીની પ્રગતિ થઇ શકે. અવ્યવહારરાશીની નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓ બે પ્રકારના હોય (૧) ભવ્ય અને (૨) અભવ્ય. જેનામાં મોક્ષે જવાની યોગ્યતા હોય તે ભવ્ય કહેવાય. જેનામાં મોક્ષે જવાની યોગ્યતા હોય જ નહિ તે અભવ્ય. જેનામાં જેની યોગ્યતા હોય, તે વ્યક્તિ તે વસ્તુ મેળવે જ તેવો નિયમ નથી. મેળવે કે ન પણ મેળવે. પણ જેનામાં જેની યોગ્યતા ન હોય, તે તો તે ચીજ ન જ મેળવે, તેવો નિયમ છે. અભવ્ય આત્મામાં મોક્ષે જવાની યોગ્યતા જ નથી, માટે તે કદી પણ મોક્ષે ન જ જાય. ૫૦૦ શિષ્યોના ગુરુ બને તો ય ન જાય. તેઓ બંગડી જેવા ગોળ માર્ગે સંસારમાં યાત્રા કરે. કાયમ સંસારમાં રહે પણ કદી ય મોક્ષે ન જ જાય. પણ જે આત્માઓ કયારેક પણ મોક્ષે જવાના જ હોય તેવા ભવ્ય આત્માઓ બીજા માર્ગ ઉપર આગળ વધે. આગળ વધતાં વધતાં તેઓ એકવાર ઠેઠ મોક્ષે પહોંચે. આપણે કયા રસ્તે છીએ? વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. To folks pus તત્વઝરણું [5] ૩૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૩૦ ગુરુવાર તા. ૮-૮-૦૨ અવ્યવહારરાશીની નિગોદમાં રહેલા આત્માઓ એકેન્દ્રિય જ હોય. તેઓને સ્પર્શનેન્દ્રિય સિવાયની અન્ય ઇન્દ્રિયો ન હોય. આપણે પંચેન્દ્રિય માનવ છીએ; તેથી નક્કી થાય છે કે આપણે ભલે સૌથી પહેલાં અવ્યવહાર રાશીની નિગોદમાં હતા, પણ હાલ તો ત્યાંથી નીકળીને વ્યવહારરાશીમાં આવી ગયા છીએ, પણ હવે સવાલ એ છે કે આપણે ભવ્ય છીએ કે અભવ્ય? મોક્ષે જવાની જેની યોગ્યતા જ નથી; તેથી જે મોક્ષે જવાનો પણ નથી તે અભવ્ય. જેનામાં યોગ્યતા હોય તે ભવ્ય. જે મોક્ષે જાય તે ભવ્ય હોય જ પણ જે ભવ્ય હોય તે મોક્ષે જાય કે ન પણ જાય. જો અનુકૂળ સંયોગો મળે તો. ભવ્યજીવોની યોગ્યતા ખીલે, નહિ તો ન ખીલે.. દૂધમાં દહીં બનવાની યોગ્યતા તો છે જ, જે તેમાં મેળવણ નાંખો તો દહીં થાય, પણ જો મેળવણ ન નંખાય તો? પાણીમાં ગમે તેટલું મેળવણ નાંખો તો ય દહીં ન થાય, કેમકે તેનામાં તેવી યોગ્યતા જ નથી. તેમ અભવ્યને સાક્ષાત તીર્થંકર પરમાત્મા મળે, તેમની દેશના સાંભળે તો ય મોક્ષે ન જાય. ઘુવડ સૂર્યને જોઇ ન શકે તેમાં વાંક સૂર્યનો નથી, પણ ઘુવડમાં સૂર્યને જવાની યોગ્યતા નથી. તેમ અભવ્યોને ભગવાન મોક્ષે ન પહોંચાડી શકે, તેમાં વાંક ભગવાનનો નથી, પણ અભવ્યોમાં તેની યોગ્યતા જ નથી માટે તેઓ ન જાય. અભવ્યનો ઉપદેશ સાંભળીને અનેકો તરી જાય, તેના પ૦૦ શિષ્યો મોક્ષે જાય તેવું બને, પણ તેનો તો મોક્ષ ન જ થાય કારણ કે તે મોક્ષની વાતો કરતો હોવા છતાંય હૃદયથી કદી ય મોક્ષને માનતો જ નથી. છેઆપણે ભવ્ય છીએ કે અભવ્ય? તે કેવી રીતે ખબર પડે? જેણે શત્રુંજયની યાત્રા કરી હોય તે અવશ્ય ભવ્ય હોય, જેનામાં મોક્ષે જવાની યોગ્યતા ન હોય તે શત્રુંજયની યાત્રા કદી ય કરી ન શકે. અત્યાર સુધી જેણે શત્રુંજયની યાત્રા ના કરી હોય તે અભવ્ય જ હોય, એમ નહિ. ભવિષ્યમાં કદાચ કરે પણ ખરો. તેથી યાત્રા ન કરે તે અભવ્ય એવું ન કહેવાય. પણ જેણે શત્રુંજયની યાત્રા કરી હોય તે અવશ્ય ભવ્ય જ હોય, તેમ ચોકકસ કહેવાય. તેથી જે શત્રુંજયની યાત્રા ના કરી હોય તો જલદીથી કરવી જરૂરી છે. જેઓ અત્યાર સુધી શત્રુંજયની યાત્રા ગમે તે કારણસર કરી શકયા ન હોય તે બધાને શત્રુંજયની યાત્રા કરાવવાનો લાભ છોડવા જેવો નથી. i el - સાધુઓને તો સંયમયાત્રા એ જ મોટી તીર્થયાત્રા છે. સ્પેશ્યલ તીર્થયાત્રા જ તત્વઝરણું - ૩૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ માટે અમારે વિહાર ન કરાય. વિહાર કરતાં નજીકમાં તીર્થ આવે તો યાત્રા અવશ્ય કરીએ. ભવ્ય-અભવ્યની વાતો જાણતા-વાંચતા કે સાંભળતા જેના મનમાં સવાલ થાય કે, હું ભવ્ય હોઇશ કે અભવ્ય ?' તેના આ સવાલમાં જ તેનો જવાબ છે કે તે ભવ્ય જ હોય. અભવ્યને આવો સવાલ કદી ન થાય. નાનો છોકરો મમ્મીને પૂછે કે, “બોલતો છું કે બોબડો?' તેમાં જ જવાબ છે કે, “તે બોલતો છે.” નહિ તો સવાલ પૂછે જ કેવી રીતે ? ભવ્ય આત્માઓ કાયમ ભવ્ય રહે. અભવ્ય આત્માઓ કાયમ અભવ્ય રહે. જેમ ઘી કદી પાણી ન બને અને પાણી કદી ઘી ન બને. તેમ ભવ્ય કદીય અભવ્ય ન બને અને અભવ્ય કદીય ભવ્ય ન બને. કોઇને ભવ્ય તો કોઇને અભવ્ય કોણે બનાવ્યા ? એવું ન પૂછતાં, કારણકે આત્માને કોઇએ પેદા કર્યો જ નથી; તે પહેલેથી જ છે. કેટલાક આત્માઓ પહેલેથી જ ભવ્ય છે તો કેટલાક આત્માઓ પહેલેથી જ અભવ્ય છે. આ આત્મા ભવ્ય છે અને આ આત્મા અભવ્ય છે, તેમાં કારણ તેનો સ્વભાવ છે. આત્માને અવ્યવહારરાશીમાંથી બહાર કાઢવામાં મુખ્ય કારણ જેમ નિયતિ છે, તેમ આત્મા ભવ્ય કે અભવ્ય હોય, તેમાં મુખ્ય કારણ સ્વભાવ છે. ગમે તેટલો તાપ આપવા છતાં ય જે મગનો ન જ સીઝવાનો સ્વભાવ હોય, તેને જેમ કોરડું મગ કહેવાય તેમ ગમે તેટલા અનુકૂળ સંયોગ મળવા છતાં ય જેનો સ્વભાવ મોક્ષે ન જ જવાનો હોય તે અભવ્ય કહેવાય. કોરડું મગને કોરડું કોણે બનાવ્યો ? તેના સ્વભાવે. અભવ્યને અભવ્ય કોણે બનાવ્યો ? તેના સ્વભાવે; બીજું કોઇ કારણ નથી. આ દુનિયામાં ભલે ધર્મી કરતાં પાપી વધારે દેખાતા હોય પણ હકીકતમાં તો અભવ્ય કરતાં ભવ્ય આત્માઓ અનંતગણા વધારે છે. અભવ્ય આત્માઓ ચોથા અનંતા જેટલા છે, જયારે ભવ્ય આત્માઓ આઠમા અનંતા જેટલા છે. ] - સો, હજાર, લાખ, કરોડ, અબજ વગેરે સંખ્યાઓ છે. તે બધી સંખ્યાઓને ઓળંગી જઇએ પછી “અસંખ્યાત’ સંજ્ઞાની સંખ્યા આવે. જેમ ગણી શકાય તેવી સંખ્યાતી સંખ્યા સંખ્યાના પ્રકારની છે, તેમ ગણી ન શકાય તેવી અસંખ્યાત સંખ્યાના અસંખ્યાતા પ્રકારો છે. છતાં તેને નવગુપમાં ગોઠવીને શાસ્ત્રોમાં અસંખ્યાતાના નવા પ્રકારો જણાવ્યા છે. પૂર્વ પૂર્વના અસંખ્યાતા કરતાં પછીપછીનું અસંખ્યાતું મોટું મોટું હોય છે. નવે અસંખ્યાતાને ઓળંગી ગયા પછી “અનંત’ સંજ્ઞાવાચી સંખ્યા આવે. તત્વઝરણું eી ૩૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ અનંતાના અનંતા પ્રકારો છે, છતાં તેને પણ નવ ગુપમાં ગોઠવીને અનંતાના નવ પ્રકારો જણાવ્યા છે. પણ નવમા અનંતાના પ્રમાણ જેટલી કોઇ વસ્તુ આ વિશ્વમાં નથી, તેથી આઠ અનંતાનો વ્યવહાર થાય છે. વિશ્વમાં સર્વ આત્માઓ આઠમા અનંતા જેટલા છે. તેમાંના ચોથા અનંતા જેટલા અભવ્ય આત્માઓ છે. પાંચમા અનંતા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે. ભવ્ય આત્માઓ પણ આઠમા અનંતા જેટલા છે. અરે ! સોયના અગ્ર ભાગે રહે તેટલા બટાટા વગેરે કંદમૂળના કણીયામાં પણ આઠમાં અનંતા જેટલા જીવો છે. આ જાણીને કયો ડાહ્યો માણસ હવે કંદમૂળ ખાવાની ક્રૂરતા આચરે ? અજેનોને આ જાણકારી નથી, તેથી તેઓ કંદમૂળ ખાય તો તેમને પાપ ના લાગે તેવું નથી, તેમને પણ કંદમૂળમાં થતી જીવહિંસાનું પાપ તો લાગે જ. અજ્ઞાનતા માફીને પાત્ર નથી. “ઈગ્નોરન્સ ઈઝ નોટ એન એસકયુઝ' અમદાવાદ થી મુંબઇ આવીને કોઇ વ્યક્તિ મુંબઇના રસ્તાઓનું જ્ઞાન ન હોવાના કારણે વનવે ઉપર રોંગ સાઇડ ગાડી ચલાવે, તો તે ગુનો કહેવાય કે નહિ? ટ્રાફીક પોલીસને તે વ્યક્તિ એમ કહે કે, “મને ખબર નથી કે આ વનવે છે,' તો તેને માફી મળી જાય? ટ્રાફીક પોલીસ શું કહે? જો તમારે મુંબઇમાં ગાડી ચલાવવી હોય તો પહેલાં એ જાણી લેવું જોઇએ કે વનવે કયા છે અને કયા નથી, બરોબર ને? તેમ માનવજીવન જીવીએ છીએ તો સૌ પ્રથમ જ્ઞાન મેળવી લેવું જોઇએ કે પાપના રસ્તા કયા છે? અને પુણ્યના ઉપાયો કયા છે? દુઃખ શેનાથી આવે? અને સુખ કેવી રીતે મળે? - જે જૈન જાણે છે કે, “કંદમૂળભક્ષણ મહાપાપનું કારણ છે,' તે જાણી જોઇને, નિષ્ફરતાથી કંદમૂળ ખાય તો પેલા અજ્ઞાની અજેન કરતાં તેને વધારે પાપ લાગે. વનવે જાણવા છતાંય, પોલીસની ના હોવા છતાં ય જાણી જોઇને કાયદાનો ભંગ કરનાર વાહનચાલકને તો વધારે જ સજા થાય ને? આમ, અજ્ઞાનતાના કારણે પાપ સેવે તો ઓછું પાપ લાગે. તેના કરતાં જાણી જોઇને પાપ કરે તો વધારે પાપ લાગે કારણકે તે કઠોર-નઠોર બનીને પાપ કરે છે. હા, જાણ્યા પછી પણ, પરિસ્થિતિવશ પાપ કરવું પડે, તો તે વખતે ય જો તે રડતાં રડતાં પાપ કરે તો ઓછું પાપ લાગે. | - તેથી, પાપ કોને કહેવાય? તેની જાણકારી મેળવવી જોઇએ. પાપ ન થઇ જાય તેની કાળજી રાખવી જોઇએ. છતાંય કોઇવાર કારણસર પાપ કરવું જ પડે તો નિષ્ફરતાથી ન કરવું પણ રડતાં રડતાં કરવું અને તેનું પ્રાયશ્ચિત્ત કરવાનું કદી ભૂલવું નહિ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું Page #48 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧ શુક્રવાર તા. -૦૮-૦૨ આ બ્રહ્માંડમાં એવા પણ અનંતા આત્માઓ છે, કે જેમનામાં મોક્ષે જવાની યોગ્યતા છે, છતાં ય કયારેય મોક્ષે જવાના નથી. અરે ! મોક્ષે જવાની વાત તો દૂર રહો, તેઓ અવ્યવહારરાશીમાંથી નીકળીને વ્યવહારરાશીમાં પણ આવવાના નથી. ગમે તેટલો કાળ ભલેને પસાર થાય, તેઓ એકેન્દ્રિયપણું કે નિગોદપણું પણ નહિ છોડે ! તેઓમાં મોક્ષે જવાની યોગ્યતા છે, માટે તેઓ જાતિથીક્વોલીટીથી ભવ્ય છે; પણ તેમની નિયતિ એવી છે કે, તેઓ કદી અવ્યવહારરાશીમાંથી બહાર જ નહિ નીકળે, તેથી માનવભવ, સંયમ કે મોક્ષ પણ કદી નહિ મેળવે. તેઓ જાતિભવ્ય કહેવાય. ભવ્ય : ભવિષ્યમાં માતા બનવાની યોગ્યતા ધરાવનારી સ્ત્રી જેવો આ ભવ્ય આત્મા છે. જો તે સ્ત્રીને પુરૂષનો સંયોગ પ્રાપ્ત થાય તો પુત્રની પ્રાપ્તિ પણ થાય તેમ આ ભવ્ય આત્માને, જે માનવભવ-જૈનશાસન-સંયમ જીવન વગેરે સામગ્રીનો સંયોગ થાય તો મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય.' અભવ્ય : વધ્યા સ્ત્રી જેવો આ અભવ્ય આત્મા છે. વધ્યા સ્ત્રીને ગમે તેટલી વાર પુરૂષનો સંયોગ થાય, તો પણ પુત્રની પ્રાપ્તિ તો ન જ થાય. તેમ અભવ્ય આત્માને ગમે તેટલી વાર માનવભવ-સંચમાદિ મળે, તો ય મોક્ષની પ્રાપ્તિ તો ન જ થાય; કારણકે તેનામાં તેની યોગ્યતા જ નથી. જાતિભવ્ય : માતા બનવાની યોગ્યતાવાળી, બાળબ્રહ્મચારિણી સાધ્વીજી જેવો જાતિભવ્ય આત્મા છે. પુત્રપ્રાપ્તિની યોગ્યતા હોવા છતાંય પુરુષનો સંયોગ ન થવાથી જેમ તેને પુત્ર ન થાય તેમ મોક્ષે જવાની યોગ્યતા હોવા છતાંય જાતિભવ્ય આત્માને માનવભવ-સંયમ વગેરે ન મળવાથી તેનો કદી ય મોક્ષ ન થાય. ભારેકર્મી ભવ્ય : પુષ્કળ કર્મો બાંધવાના કારણે કર્મોથી ભારે બનેલો આત્મા, જલદી બોધ ન પામે. છતાં કયારેક આ ભારેકર્મી આત્માઓ તે જ ભવમાં-દઢપ્રહારી, ચંદ્રશેખર રાજા વગેરેની જેમ મોક્ષે જાય તેવું પણ બને. તેથી આજે જે પાપી દેખાય, તેની પાપી પ્રવૃત્તિ જોઇને તેને કયારેય ધિક્કારવો નહિ, કદાચ તે ભારેકર્મી ભવ્ય નજીકમાં મોક્ષે જનારો પણ હોઇ શકે. આજનો વાલિયો કાલનો વાલ્મીકી હોઇ શકે. માટે બધા પ્રત્યે આપણા હૃદયમાં સદા સુંદર ભાવ જોઇએ; બધા માટે સારું જ બોલવું. કદી ય કોઇનું ઘસાતું ન બોલવું કે કોઇ પ્રત્યે તિરસ્કાર ન કરવો. - દુર્ભવ્ય : ઘણા ભવો પછી મોક્ષે જનારો આત્મા દુર્ભવ્ય કહેવાય. તત્વઝરણું | ૩૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ આસનભવી : આસન્ન એટલે નજીક. નજીકના કાળે મોક્ષે જનારો આસનભવી કહેવાય. આપણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનો ભૌતિકવિકાસ કે સમકિતથી સંયમજીવન સુધીનો આધ્યાત્મિક વિકાસ સાધી શકયા તેમાં સિદ્ધ ભગવંતનો ઉપકાર છે. જો નિગોદમાંથી બહાર જ નીકળ્યા ન હોત તો આપણું શું થાત ? જાતિભવ્ય જીવોનો આવો ભૌતિક કે આધ્યાત્મિક, કોઇ વિકાસ થતો નથી. જૈનશાસનના પાયાના છ સિદ્ધાન્તો : (૧) આત્મા છે (૨) તે પરિણામી નિત્ય (શરીરથી જુદો) છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. (૫) તેનો મોક્ષ છે અને (૬) મોક્ષના ઉપાયો પણ છે. આ છ વાતોમાંથી પહેલી ચાર વાતને કદાચ માને તો ય છેલ્લી બે વાતને તો અભવ્ય આત્મા ન જ માને. અભવ્ય આત્મા મોક્ષની વાતો કરે, મોક્ષને સમજાવે, મોક્ષના ઉપાયો બતાડે પણ પોતે અંતરથી કદી ય મોક્ષને માને નહિ. આજે જેમ તે મોક્ષને નથી માનતો તેમ ભવિષ્યમાં પણ કયારેય તે મોક્ષને માનશે નહિ. ઋદ્ધિ-સમૃદ્ધિ-સ્વર્ગના સુખ વગેરે મેળવવા તે દીક્ષા લે, શરીરની બધી સુખશીલતા ભોગવે, કયારેક સ્વર્ગ માટે ભયાનક કષ્ટો પણ વેઠે, પણ મોક્ષને કદી ય માને નહિ કે ઇચ્છે નહિ. અભવ્ય આત્માની પરિણતિ અત્યંત નિષ્ફર હોય. તેની આંખમાં કરુણાના-અનુમોદનાના-પશ્ચાત્તાપના આંસુ ન આવે. તે નિર્દય-કઠોર-નઠોર હોય. તેની પરિણતિ કોમળ ન હોય. વધ્યા કે માતા બનવા પાછળ જેમ તે સ્ત્રીનું શારીરિક બંધારણ કારણ છે તે રીતે ભવ્ય-અભવ્ય આત્માઓમાં પણ તે તે આત્માઓનું તેવું બંધારણ - તેવો સ્વભાવ કારણ છે. અભવ્ય આત્મા કયારેય ભવ્ય ન થાય. ભવ્ય કયારેય અભવ્ય ન થાય. અભવ્ય આત્માઓ તો ચોથા અનંતા જેટલા છે. પણ તેમાંના સાત અભવ્યો પ્રચલિત છે. (૧) કપિલા (૨) કાલસૌરિક (૩-૪) બે પાલક (પ-૬) બે સાધુઃ વિનયરત્ન તથા અંગારમર્દક આચાર્ય અને (૭) સંગમદેવ. | પરમાત્મા મહાવીર દેવે, નરક તોડવાના ઉપાય બતાવતા, શ્રેણિક રાજાને કહ્યું કે “તારી કપિલાદાસી સાધુને વહોરાવે તો તારી નરક ટળે” સાંભળીને શ્રેણિકે કપિલા ના હાથે સાધુને ગોચરી વહોરાવી. છતાં ભગવાન કહે છે કે, “તેણે નથી વહોરાવ્યું.” (સગી આંખે જોયેલી અને સગા કાને સાંભળેલી વાતો પણ ખોટી હોઇ શકે તત્વઝરણું ૩૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ છે. માટે સામેની વ્યક્િત પાસેથી ખુલાસો મેળવ્યા વિના કદી ય કોઇના ઉપર કોઇપણ પ્રકારનો આક્ષેપ કરવા જેવો નથી.) કપિલાને પૂછતાં તેણે કહ્યું, “ના, મેં ક્યાં વહોરાવ્યું છે, મારા ચમચાએ વહોરાવ્યું છે !” કપિલા અભવ્ય હતી, માટે તેને વહોરાવવાનો ભાવ જ ન થયો. ગુરુભગવંતને ગોચરી-પાણી વહોરાવવાનો લાભ કેટલો બધો? તેનાથી નરક અટકી જાય ! હવે કદી ય ગુરુજીને ગોચરી વહોરવા પધારવાની વિનંતી કર્યા વિનાનો દિવસ નહિ જાય ને? | નયસાર અને ધનાસાર્થવાહે ગુરુમહારાજને ઉછળતા ભાવે વહોરાવ્યું, તો તેઓ સત્સંગ પામીને સમકિત પામ્યા. અરે...! છેલ્લે તેઓ ભગવાન મહાવીરદેવ અને ભગવાન ઋષભદેવ બન્યા. આ પ્રભાવ છે સુપાત્રદાનનો ! જેણે પોતાના ઘરના દરવાજા સુપાત્રદાન માટે બંધ કર્યા તેણે હકીકતમાં તો પોતાની સદ્ગતિના દરવાજા બંધ કર્યા, એમ સમજવું. જે ભવ્ય છે, તેનામાં મોક્ષે જવાની યોગ્યતા છે, પણ તે મોક્ષે જાય જ, એવું નહિ. તે મોક્ષે ન પણ જાય. પરંતુ જે સમકિતી અને તેનો અવશ્ય મોક્ષ થાય જ. તે મોક્ષે ન જાય તેવું કદીપણ ન બને. ગુરુની વાણી, પરમાત્માની ભક્તિ વગેરેથી સમકિત પામી શકાય. અભવ્યની નિશાની છે નિષ્ફરતા. ‘કાલસીરિક કસાઇ ૫૦૦ પાડા મારવાનું બંધ કરે તો તારી નરક ટળે' એવું ભગવાન પાસેથી સાંભળીને શ્રેણિકે તેને કુવામાં ઉતાર્યો તો ત્યાં જ તેણે કલ્પનાના પ૦૦ પાડા માર્યા ! કેવી કઠોરતા ! કલ્પનાથી માર્યા તો ય તેનું પાપ તો લાગ્યું જ. જે ધબધબ ચાલે, તેને જીવો મરી જાય તો વાંધો નથી જણાતો, નહિ તો તે ધબ ધબ કેમ ચાલે? તેથી કોઇ જીવ ન મરે તો ય તેને છકાયના જીવોની હિંસાનું પાપ લાગે. તેના બદલે જે જયણાપૂર્વક નીચે જોઇને ચાલે તેનો આશય જીવોને બચાવવાનો હોવાથી કદાચ સહસાત્કારથી એકાએક કોઇ જીવ મરી જાય તો ય તેને માર્યાનું પાપ તેને ન લાગે. જીવોનું જ્ઞાન મેળવ્યા પછી તેનું રક્ષણ કરવાની પ્રવૃત્તિ શરુ થવી જોઇએ. જ્ઞાન આચારમાં વણાવું જોઇએ. જે જ્ઞાન પરિવર્તન લાવે, આચારમાં ઉતરે તે જ્ઞાનને જ્ઞાન કહેવાય; પણ તે જ્ઞાનને જ્ઞાન ન કહેવાય કે જે હોતે છતે રાગદ્વેષ વધતા હોય. ભણવા દ્વારા અહંકાર વધતો હોય, ધ્યાન દ્વારા દંભ પોષાતો હોય તો ગંભીરતાથી વિચારવું જરૂરી છે. ફાયદાને બદલે નુકશાન થાય તો કેમ ચાલે? તત્વઝરણું ૪૦. Page #51 -------------------------------------------------------------------------- ________________ છે. જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ આચારમાં ચુસ્તતા આવવી જોઇએ. પાપક્રિયાઓ ઘટવી જોઇએ. જીવવિરાધના ટાળવાનો, ઓછી કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. કાચાપાણી, લાઇટ-પંખા વગેરેની અવિરતિ ઘટવી જોઇએ. | આચારઃ પ્રથમો ધર્મઃ | પહેલો ધર્મ જ્ઞાન નહિ, પણ આચાર છે. ક્રિયા પ્રત્યે સચી પેદા થવી જોઇએ. બીજી ક્રિયા કરે, તેના પ્રત્યે આદર જોઇએ. યાદ રહે કે નવપૂર્વનું જ્ઞાન મેળવનાર આત્મા પણ અભવ્ય હોઇ શકે છે. તેનો કદી ય મોક્ષ ન થાય તેવું સંભવી શકે છે, જયારે ક્રિયારૂચીવાળો આત્મા અવશ્ય શુકલપાક્ષિક હોય. ભવ્ય હોય. આવો ક્રિયામાં અત્યંત આનંદ માનનારો શુકૂલપાક્ષિક આત્મા એક પુદગલપરાવર્તકાળથી વધારે સંસારમાં ન જ રહે. તે પહેલાં જ તે મોક્ષે પહોંચી જાય.' | આ વાત જાણ્યા પછી હવે ક્રિયાનો અણગમો દૂર થવો જોઇએ. હદયમાં ક્રિયા પ્રત્યે અહોભાવ પ્રગટવો જોઇએ. જેઓ સામાયિક, પ્રતિક્રમણ-પૌષધાદિ ક્રિયા કરતા હોય તેમના પ્રત્યે બહુમાનભાવ પેદા થવો જોઇએ. કયારે જ તેમની ટીકા-નિંદા ન થઇ જાય તેની કાળજી રાખવી જોઇએ. મુહપત્તિ પડિલેહણ, વાંદણા, પ્રતિક્રમણ, સામાયિક કરતા આનંદ આવવો જોઇએ. રોજ નવી નવી ક્રિયા, વરસીતપ વગેરે નવા-નવા તપ કરવાના મનોરથો સેવવા જોઇએ. a ‘વરસીતપ કરનારા ગુસ્સો કરે છે', એમ ન કહેવાય, ‘રોજ ગુસ્સો કરનારો પણ હવે તો વરસીતપ કરીને કમાલ કરી રહ્યો છે', એમ બોલાય. ‘અઢાઇ કરનારો રાત્રિભોજન કરે છે', એમ કહીને અઠ્ઠાઇની નિંદા ન કરાય, પણ “રોજ રાત્રે ખાનારાએ પણ અઢાઇ કરીને કમાલ કરી.” એમ બોલીને તેની અઠ્ઠાઇનું બહુમાન કરાય. ગુસ્સો કે રાત્રિભોજન તો ખરાબ છે જ. તેનો કોઇ બચાવ નથી. પણ ગુસ્સા કે રાત્રિભોજનને કારણે વરસીતપ કે અ8ાઇને કદી ચા ખરાબ કે ન કરવા જેવી ન કહી શકાય. આ માખીને ઉડાવવા જતાં, રાજાને જ ઉડાવી દે તે કેવો કહેવાય? તેવા ન બનવા, દોષોને આગળ કરીને આરાધનાના-ક્રિયાના યોગોને ઉડાડવાની ભૂલ કદી પણ કરવા જેવી નથી. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ४१ Page #52 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૨ શનિવાર. તા. ૧૦-૦૮-૦૨ સમગ્ર ચૌદરાજલોકમાં નિગોદના અસંખ્યાતા ગોળાઓ છે. દરેક ગોળામાં અસંખ્યાતી અસંખ્યાતી નિગોદો (શરીરો) છે. દરેક શરીર (નિગોદ)માં અનંતાઅનંતા આત્માઓ છે. જાતિભવ્ય આત્મા તો નિગોદમાંથી બહાર જ નીકળી શકતો ન હોવાથી તેનો ભૌતિક કે આધ્યાત્મિક વિકાસ શક્ય નથી. અભવ્ય આત્માઓ વધુમાં વધુ નવમાત્રૈવેયક (દેવલોક) સુધીનો ભૌતિક વિકાસ સાધી શકે. આપણી ઉપર વૈમાનિક દેવલોક આવેલો છે. તેના બાર દેવલોકની ઉપર નવગૈવેયક છે. તેની ઉપર પાંચ અનુત્તરવિમાનો છે, જેમાં સૌથી વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે. તેની ઉપર સિદ્ધશીલા એટલે કે મોક્ષ છે. જેમ જેમ ઉપર જઇએ, તેમ-તેમ સુખ-સમૃદ્ધિ વધતાં જાય છે. અભવ્ય આત્માઓ નવગૈવેયક સુધી જઇ શકે પણ તેની થોડે ઉપર રહેલાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં કદી ય ન જઇ શકે, જયારે ભવ્ય આત્માઓ સર્વાર્થસિદ્ધ વિમાન સુધીનો ભૌતિકવિકાસ સાધી શકે છે. અભવ્ય આત્માઓ મિથ્યાત્વ છોડીને કદીય સમકિત પામી ન શકે તો મોક્ષ તો શી રીતે પામી શકે ? ભવ્ય આત્માઓ સમકિતી, સર્વવિરતિધર અને સિદ્ધ બનવા સુધીનો ટોચકક્ષાનો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. સાચો સાધુ મોક્ષ સુધી જઇ શકે. વેશનો સાધુ નવમા ત્રૈવેયક સુધી જઇ શકે. શ્રાવક-શ્રાવિકા બારમા દેવલોક સુધી જઇ શકે. તિર્યંચો વધુમાં વધુ આઠમા દેવલોક સુધી જઇ શકે. બાર વ્રતધારી ચુસ્ત શ્રાવક બારમા દેવલોકથી ઉપર ન જઇ શકે, જયારે મિથ્યાત્વી અભવ્ય આત્મા, વેશધારી સાધુ બનીને, બાર દેવલોકની ઉપર નવમા ત્રૈવેયક સુધી જઇ શકે, તેમાં સાધુવેશનો પ્રભાવ કારણ છે. વેશના સાધુપણાની તાકાત પણ અજબ ગજબની છે. સાધુવેશ પહેરતાંની સાથે જ જીવદયાનું પાલન, ગુરુસેવા અને બ્રહ્મચર્ય સહજ રીતે શક્ય બને છે. આ લાભ પણ ઓછો નથી. તમે અમને પાણી વહોરાવી શકો પણ પાણી ભરેલી પાતરી અમારા મોઢે લગાડી શકો? ના, સાધુવેશ આવે પછી જ તમે પાણી વપરાવી શકો. ગુરુની ઉચ્ચકક્ષાની સેવા સાધુવેશ સ્વીકાર્યા વિના શકય નથી. ગર્ભથી ત્રણ-ત્રણ જ્ઞાનના સ્વામી પરમાત્મા પણ જયાં સુધી સાધુ-વેશ ધારણ ન કરે ત્યાં સુધી ચોથું મન:પર્યવજ્ઞાન ન પામી શકે. જ્યારે દીક્ષા લે - ૪૨ તત્વઝરણું Page #53 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તરત જ મન:પર્યવજ્ઞાન થાય. આમ મન:પર્યવજ્ઞાનનો સંબંધ પણ સાધુવેશ સાથે છે. સાધુવેશ વિના હજુ કેવળજ્ઞાન થઇ શકે પણ મન:પર્યવજ્ઞાન તો સાધુવેશ વિના ન જ થાય. તે તો સાધુવેશના પ્રભાવે જ થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે 'ધમાં રવવર્ડ વેો'' વેશ ધર્મની રક્ષા કરે છે. વેશનું ઘણું મહત્ત્વ છે. જ સાધુવેશ વિના કેવળજ્ઞાન પામેલાને પણ તેઓ જયાં સુધી સાધુવેશ ધારણ ન કરે, ત્યાં સુધી દેવો કે ઇન્દ્રો વંદન ન કરે. સાધુવેશ પહેરે પછી જ વંદન કરે, આ તાકાત સાધુવેશની છે. આ બધું જાણ્યા પછી, “મને પણ કયારે આ સાધુવેશ મળે ? કયારે હું સંસારના વાઘા છોડીને સંયમજીવનનો શણગાર સજું?'' તેવી ભાવના રોજ ભાવવી જોઇએ. (મરુદેવા માતા સિવાય)સાધુવેશ વિના પણ કેવળજ્ઞાન પામનારાઓએ પૂર્વના ભવોમાં તો સાધુવેશ સ્વીકાર્યો છે. સાધુવેશ પ્રત્યે બહુમાન ધારણ કર્યું છે. સાધુવેશ મેળવવા તલસ્યા છે. માત્ર મરુદેવા માતાની આશ્ચર્યકારી ઘટના ઘટી છે. અવ્યવહાર રાશીની નિગોદમાંથી કેળના ઝાડમાં આવ્યા. ત્યાંથી મરુદેવા માતા બન્યા અને સીધા મોક્ષમાં પહોંચ્યા. બાકી તો નિગોદથી મોક્ષ સુધી પહોંચવા ઘણી મોટી મુસાફરી કરવી પડે. “સાધુવેશ વિના મને પણ કેવળજ્ઞાન થશે'' તેવું માનનારાને તો સાધુવેશ વિના કેવળજ્ઞાન ન જ થાય. હા ! જે એવું માને કે ‘મને જ્યારે પણ કેવળજ્ઞાન થશે ત્યારે સાધુવેશથી જ થશે,માટે હું કયારે દીક્ષા લઉં?ક્યારે સાધુવેશ સ્વીકારું?'તેને કદાચ સાધુવેશ વિના પણ કેવળજ્ઞાન થાય તેવું બની શકે ખરા! બારસાસૂત્રમાં આવે છે કે ભગવાન અગાર (ઘર) છોડીને અણગાર બન્યા. દીક્ષા લેવા માટે સૌ પ્રથમ ઘર છોડવું જોઇએ. ઘરની સાથે આખો સંસાર જોડાયેલો છે. તેથી જેની ભાવના દીક્ષા લેવાની હોય, સાધુવેશ સ્વીકારવાની હોય, અરે ! જેમણે તેવી ભાવના કરવી હોય તેમણે પણ ઘર છોડીને થોડો સમય ગુરુમહારાજની સાથે રહેવું જોઇએ. ‘સસનેહિ પ્યારા રે, સંયમ કબ હિ મિલે?' ‘કયારે બનીશ હું સાચો રે સંત' વગેરે ભાવનાઓ હૃદયમાં રોજ ઉછાળવી જોઇએ. stefos ઘરના શોકેશમાં હવે રમકડા કે ટી.વી. નહિ, સંપૂર્ણ સાધુવેશ રાખવો જોઇએ. ઘરના બધા સભ્યોએ રોજ તે વેશના દર્શન કરીને સંયમ સ્વીકારવાની તત્વઝરણું ૪૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાવના ભાવવી જોઇએ. અભવ્ય આત્મા વેશનો સાધુ બની શકે. તે શ્રાવક-શ્રાવિકા-સાધુસાધ્વી-આચાર્ય સુધીનો બાહ્ય વિકાસ સાધી શકે, પણ અંદરથી તો તે સમકિતા પણ પામી ન શકે. મિથ્યાત્વ પણ ત્યાગી ન શકે. જે આત્મા ભગવાનની તમામે તમામ વાતો અંતરથી માને તેને જ સમકિતા હોય, “એસ અકે, એસ પરમકે, સેસે અણકે ! આ જ અર્થ છે. આ જ પરમાર્થ છે. બાકીનું બધું અનર્થ છે.” આવી, પરમાત્માના વચનો પ્રત્યેની અકાટ્ય શ્રદ્ધા જોઇએ. “સાચા છે વીતરાગ, સાચી છે એની વાણી, આધાર છે આજ્ઞા, બાકી ધૂળધાણી'' એવો પોકાર સમકિતીના રોમરોમમાં પ્રગટતો હોય. ભગવાનની ૯૯ વાતો માને પણ એક વાત ન માને તો ય તે સમકિતી નહિ. અહીં ૩૫ કે ૯૯ માર્કે નહિ, પૂરેપૂરા ૧૦૦ માર્ક આવે તો જ પાસ થવાય છે. ભગવાનની એક વાત પણ ન માની એટલે સમકિત ગયું. મિથ્યાત્વી બની ગયા. “ભગવાને જે કહ્યું છે, તે જ સાચું અને શંકા વિનાનું છે,” તેવી શ્રદ્ધા તે સમકિત. સમકિતીનો અવશ્ય મોક્ષ થાય. અભવ્ય આત્મામાં મોક્ષે જવાની યોગ્યતા નથી. તેથી તેનામાં સમકિત પણ ન આવે. તે આત્મામાં કોમળતા ન હોય,નિષ્ફરતા-જૂરતા હોય. જેને ભગવાન ના વચનમાં શંકા પડે તેના સમકિતમાં આપણને શંકા પડે. તે જ રીતે જેનામાં કરુણા કે કોમળતા નહિ, તેના ભવ્યત્વમાં પણ શંકા પડ્યા વિના ન રહે. . . જેનું હૃદય કોમળ નથી, જેની આંખમાં કણાના, અનુમોદનાના કે પશ્ચાતાપના આંસુ નથી તે અબજોપતિ હોય તો ય આધ્યાત્મિક જગતનો ભિખારી છે. તેનાથી ઉલટું, ભૌતિક રીતે ગરીબ હોવા છતાંય જેની પાસે કરુણા, અનુમોદના કે પશ્ચાતાપના આંસુની મૂડી છે, તે આધ્યાત્મિક જગતનો શ્રીમંત છે. આ અવસર્પિણીકાળમાં સૌથી પ્રથમ મોક્ષે જવાનું સદ્ભાગ્ય મરુદેવા માતાને એક હજાર વર્ષ સુધી કષભને યાદ કરી-કરીને પાડેલાં આંસુના પ્રભાવે મળ્યું છે. ચંદનબાળાને ત્યાં પ્રભુ મહાવીરદેવ આંસુના પ્રભાવે પધાર્યા હતા. આધ્યાત્મિક વિકાસ માટે રુપિયાનું નહિ, આંસુનું મૂલ્ય ચૂકવવાનું છે. હસતા હસતા કેવળજ્ઞાન કોઇને ય નથી મળ્યું. રડતાં રડતાં કેવળજ્ઞાન કોને નથી મળ્યું? તે સવાલ છે. ચાલો... રડવાની તો સાધના કરીએ. અહીં વાર્થથી રડવાની વાત નથી. તેવું તો ઘણીવાર ઘણું રડ્યા. અહીં તો કરુણા-અનુમોદના-પશ્ચાતાપ-પ્રભુવિરહ વગેરે કારણે રડવાની વાત છે. તત્વઝરણું Page #55 -------------------------------------------------------------------------- ________________ ગંગાનદી પસાર કરતાં અર્ણિકાપુત્ર આચાર્યને દેવીએ ત્રિશુળમાં વીંધ્યા ત્યારે લોહીના ટીપાં નદીના પાણીમાં પડવા લાગ્યા. તેઓને કરુણાના આંસુ આવ્યા, “અરે ! મરતાં મરતાં પણ હું કેટલા બધા જીવોને મારી રહ્યો છું.” લોહીના ગરમ ટીપાં ઠંડા કાચાપાણીને અડતાં પાણીના જીવોની જે હિંસા થતી હતી તે તેમનાથી સહન ન થઇ. તેમના આ કરુણાના આંસુએ તેમને મોક્ષ આપી દીધો. , પાણી જરુર પૂરતું ગરમ કરાય. પહેલાં ઘણું ગરમ કરો તેમાં તેઉકાયની હિંસા થાય, ‘પછી તેને ઠંડુ કરવા તેમાં નવું ઠંડુ પાણી ઉમેરો એટલે નવા. ઠંડાપાણીના જીવોની હિંસા થાય.” તત્ત્વજ્ઞાન જાણ્યા પછી હવે આ બધી વિરાધનાઓથી અટકવાનું લક્ષ પેદા કરવું ન જોઇએ ? તે માટે સક્રિય પ્રયત્ન ના કરીએ તો કેમ ચાલે ? તો તત્ત્વજ્ઞાનનો જે અભ્યાસ કર્યો, સાંભળ્યું-જાણ્યું. તે પચ્યું કે નહિ? તેની પરીક્ષા આપણા વ્યવહારો-વચનો તથા વિચારોના આધારે થાય. આપણે આ પરીક્ષામાં પાસ થઇશું કે નાપાસ? આપણે કેટલું જાણ્યું તે મહત્ત્વનું નથી, કેટલું પચાવ્યું? આત્મામાં કેટલું પરિણામ પામ્યું? તે મહત્ત્વનું છે. ખાવાથી શક્તિ ના આવે. પણ પચાવવાથી શક્તિ આવે, તે કદી ન ભૂલવું. ધોધમાર વરસાદ વરસે તો પુષ્કળ ધાન્ય ઉગે. જિનવાણીનો વરસાદ વરસે તો ગુણો કેમ ન પ્રગટે? ધોધમાર વરસાદમાં ચ છત્રી ઓઢીને ઉભો રહે તે ન પલડે. તમે નિષ્ફરતાની છત્રી ઓઢીને તો નથી આવતા ને? ગુણો ન પ્રગટે તો ન ચાલે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. શું તમને જૈનશાસનના તત્ત્વજ્ઞાનને જાણવાનો રસ છે? શું તમે તમારી પરિણતિ સુધારવા ઇચ્છો છો? ‘ઘેર ઘેઠાં તcવજ્ઞાન' | માસિક દર મહીને ઘેર બેઠાં મેળવો. આજીવન લવાજમ - રૂા.૧,૦૦૦/- ત્રિ-વાર્ષિક - રૂા.૨૦૦/ સંપર્ક : વર્ધમાન સંસ્કાર ધામ, ભવાની કૃપા બિલ્ડીંગ, ગિરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ. તત્વઝરણું ૪૫. Page #56 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : પ મંગળવાર, તા. ૧૩-૮-૦૨ ભવ્ય આત્માનું લક્ષણ કોમળતા છે. તે ક્રૂર-કઠોર-નઠોર ન બની શકે. દુઃખીઓને જોઇને તેને આંસુ આવે. અભવ્ય આત્મા નિષ્ફર હોય. કપિલાકાલસૌરિકની વાત કરી. હવે બે પાલકની વાત કરીએ. તેમાં પહેલો પાલક શ્રીકૃષ્ણ મહારાજાનો પુત્ર હતો. શાંબ અને પાલકને શ્રીકૃષ્ણે કહ્યું કે, “કાલે સવારે તમારા બેમાંથી જે સૌ પ્રથમ નેમીનાથ ભગવાનને વંદન કરશે તેને હું મારો શ્રેષ્ઠ અશ્વ ભેટ આપીશ.” | વહેલી સવારે અંધારામાં જ પાલકે દોડતા જઇને ભગવાનને વંદના કરી, જયારે શાંબે વિચાર્યું, ‘આટલા અંધારામાં ન જવાય. કેટલા બધા જીવોનો કચ્ચરઘાણ બોલાય. દોડતાં-દોડતાં જવામાં જીવોની હિંસા થાય. જયણા ન પળાય.' તેણે પોતાના સ્થાને બેઠાં બેઠાં ભાવથી વંદના કરી. કૃષ્ણ નેમીનાથ ભગવાનને પૂછ્યું, “ભગવાન ! આપને પહેલી વંદના કોણે કરી ? ભગવાને કહ્યું, “શાંબે-તેની ભાવવંદના હતી. પાલકની દ્રવ્યવંદના હતી.” a જયણા તો શ્રાવકજીવનનો પ્રાણ છે. જયણા એટલે કોઇપણ દોષ સેવવો જ પડે તો ઓછામાં ઓછો કેવી રીતે સેવાય તેની કાળજી. | છોકરાને પ્રેમથી સમજાવવાથી કામ થતું હોય છતાં આંખ લાલ કરીએ તો જયણા ન કહેવાય. સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પળાય તો મહીનામાં ૨૯,૨૮, ૨૦ દિવસ બ્રહ્મચર્ય પાળવું તે જયણા છે. જૂઠ બોલવાના પ્રસંગમાં મન રાખવું તે જયણા. જો ઇશારાથી કામ પતે તો જૂઠ બોલવું નહિ, એક શબ્દથી પતે તો એક જૂઠું વાકય ન બોલવું તે પણ જયણા છે. જે પાપને માને, જેને પાપ ખટકે, જે પાપને અટકાવવા ઝંખે તે જ આવી જયણા સેવી શકે. તમામ પ્રકારના પાપોમાં જયણા જોઇએ. સામાયિકમાં પૈસાવાળા કવરને પણ અડાય નહિ. લાઇટની પ્રજાનો પણ ઉપયોગ ન કરવો. ચોરી ન જ કરવી પણ પાસ થવા માટે કરવી પડી તો ૩૫ માર્ક આવે તેટલી જ ચોરી કરી પણ વધારે નહિ, કારણ કે પાપથી શકયતઃ બચવાની વૃત્તિ હતી. તો તે જ તેની જયણા કહેવાય. કુંજીદેવીએ શાંતનુને જિનદાસ શેઠનો હાર ચોરવાની વાત કરી તેમાંય જયણા હતી. જયાં જયાં જયણા છે. ત્યાં ત્યાં આત્મામાં પાપ ન સેવવાની, ના છૂટકે પાપ સેવતી વખતે ઓછામાં ઓછું સેવવાની વૃત્તિ છે. આ પરિણતિ તો વૃત્તિ કરતાં ય ચડિયાતી છે. પાપ બંધાશે પણ ચીકણું નહિ બંધાય. તત્વઝરણું | ૪૬. Page #57 -------------------------------------------------------------------------- ________________ જયણામાં મોક્ષનું લક્ષ છે, માટે જયણા ધર્મ છે. એક પાપમાં બીજું પાપ, બીજામાં ત્રીજું, આ રીતે પાપોની પરંપરા ચાલે તો મોક્ષ શી રીતે મળે ? આ પાપોની પરંપરા અટકાવવાનો અકસીર ઇલાજ છે જયણા. તે પાપનો અનુબંધ પડવા દેતી નથી. નવું પાપ બાંધવા દેતી નથી. શાંબની ભાવવંદના જયણાપૂર્વકની હતી. પાલક કઠોર હતો, માટે તે અભવ્ય હતો. જીવહિંસા ન થાય તેનો ઉપયોગ પણ જોઇએ. પાલક દોડતો દોડતો ગયો તેનો મતલબ કે જીવો મરે તેમાં તેને વાંધો ન હતો. શાંબ ન ગયો તેમાં જીવહિંસા ન કરવાનો તેનો ઉપયોગ તે ધર્મ હતો. ઉપયોગ એ ધર્મ છે. બોલતી વખતે મુહપત્તિ તો જોઇએ જ. અમારો ઉપયોગ ન રહેતો હોય તો તે અમારી નબળાઇ છે. મુહપત્તિના ઉપયોગ વિના કલ્પસૂત્રના વચનો બોલાય તો તે સાવધ છે. મુહપત્તિના ઉપયોગ સહિત બોલાય તો તે નિરવધ વચન કહેવાય. મુહપત્તિ મોઢે બાંધી રાખવામાં ઉપયોગ ન રહે. તે જ રીતે કમરે કે સાથળ ઉપર પડી રાખવામાં ય ઉપયોગ ન રહે. બે ય ખોટું. જયારે બોલવું હોય ત્યારે મુહપત્તિ મોઢા પાસે લાવવાનો ઉપયોગ રાખવો તે ધર્મ. રોજ ૧૪ નિયમો ધારવાથી પુષ્કળ પાપકર્મો બંધાતા અટકી જાય છે તેનું કારણ આ ઉપયોગ ધર્મ છે. ધાર્યાં કરતાં દ્રવ્યો વગેરે વધી ન જાય તેનો ઉપયોગ રાખવો પડે. ધારવા-સંક્ષેપવાનો ઉપયોગ રાખવો પડે. તે ઉપયોગ પોતે ધર્મ છે. ઉપયોગ વિનાની ક્રિયા આ અપેક્ષાએ ધર્મ ન બને. બીજો પાલક મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં થયો. સ્કંદકસૂરિજીએ વિહારની રજા માંગી. ભગવાન મૌન રહ્યા. તેમણે પૂછ્યું, ‘ભગવાન ! ત્યાં જઇશું તો આરાધક થઇશું કે વિરાધક ? ભગવાને કહ્યું, ‘તારા ૫૦૦ શિષ્યો આરાધક થશે પણ તું વિરાધક થઇશ.' છતાં ગયા. છોકરો કપ-રકાબી ફોડે ત્યારે લાફો મારવો તે યોગ્ય છે ? ગુસ્સો કરવાથી આપણી જાત કઠોર અને નઠોર બને તેનું શું ? ગુસ્સો કરવાથી છોકરો તો સુધરશે કે નહિ ? તે ખબર નથી પણ આપણા ક્ષમા નામના ગુણની હિંસા થશે તે નક્કી છે. માટે ગુસ્સો, અહંકાર વગેરે દોષો ન સેવાય. પોતાના આત્માના કલ્યાણની વાત આવે ત્યારે તો સ્વાર્થી જ બનવાનું હોય. નમુચીએ આચાર્યને પકડ્યા. પોતાના સેવક પાલક પાસે બધા સાધુઓને ઘાણીમાં પીલવાનું શરુ કરાવ્યું. સ્કંદકસૂરિજી તો જ્ઞાનના દરિયા હતા. બધા સાધુઓને નિર્ધામણા કરાવે છે. શરીર અને આત્મા જુદો છે. શરીર પીલાય છે, તત્વઝરણું ४७ Page #58 -------------------------------------------------------------------------- ________________ કરિયા જલ અલ સાયની પહેલો ભાવ પણ આત્મા પીલાતો નથી. શરીર નાશ પામે પણ આત્મા કદી નાશ ન પામે. આ પાલક ઉપર પણ જરાય દુર્ભાવ કરતાં નહિ. તેનો ઉપકાર માનજો. મોક્ષે પહોંચાડવા તે તમારા કર્મો ખપાવવા દ્વારા ઉપકાર કરી રહ્યો છે.' વગેરે સમજણ અપાવા લાગી. ગુરુ જેમ જ્ઞાનના સાગર હતા, તેમ શિષ્યો ગુરુપ્રત્યેના સમર્પણભાવના સ્વામી હતા. ઉછળતાં બહુમાનથી ગુરુદેવની વાતો તેમણે સ્વીકારી. પરિણામે સૌએ વારાફરતી ક્ષપકશ્રેણી માંડી. કર્મો ખપાવીને ૪૯૯ મોક્ષે ગયા. કોઇએ પાલક પ્રત્યે દુર્ભાવ ન કર્યો. પોતાનું ખરાબ કરનારને પણ ઉપકારી માનીને મોટી ક્ષમા આપી. આપણું કોઇ ગમે તેટલું ખરાબ કરે, આપણે કદી તેના પ્રત્યે દુર્ભાવ ન કરવો. પાર્શ્વનાથ ભગવાનનો પહેલો ભવ મરુભૂતિનો હતો. પોતાની પત્નીનો પોતાના ભાઇ કમઠ સાથેનો આડો વ્યવહાર જાણીને તેને દુઃખ થયું. રાજાને ફરિયાદ કરતાં રાજાએ કમઠને દેશનિકાલ કર્યો. તે તાપસ બન્યો. ભાઇનું અપમાન થયેલું જાણી દુ:ખી બનેલો મરભૂતિ માફી માંગવા કમઠના પગમાં પડયો ત્યારે કમઠે તેના માથા ઉપર શીલાનો પ્રહાર કર્યો. માફી માંગતાં માફીના બદલે મોત મળે તે કેવી રીતે સહન થાય? દુભવ ન થાય ? કર્મસત્તા કહે છે કે તેના ગુનાની સજા તેને હું કરીશ. તને સજા કરવાનો અધિકાર નથી. તું દુર્ભાવ શા માટે કરે ? તું દુભવ કરીશ તો તારા તે ગુનાની સજા મારે તને પણ કરવી પડશે. મરુભૂતિને ક્ષણ માટે દુર્ભાવ આવ્યો તો મરીને તે હાથી બન્યો. સમકિત હારી ગયો. ઘાણીમાં પીલતા જ્યારે છેલા બાળસાધુનો વારો આવ્યો ત્યારે સ્કંદકસૂરિએ કહ્યું, “તેને પીલતાં પહેલાં મને પીલ. મારો આ લાડકો શિષ્ય છે. હું મારી આંખે તેને પીલાતો જોઇ નહિ શકું.' પાલક કહે, “તમને જેમાં વધારે દુઃખ થાય તે જ કરીશ, મને તેમાં મજા આવશે.' આનું નામ નિષ્ફરતા. બીજાને ત્રાસ આપવામાં આનંદ, બીજાના આનંદમાં ત્રાસ તે કઠોરતા. બાળસાધુને નિર્ધામણા કરાવ્યા. બાળમુનિ પણ મોક્ષે ગયા પણ છેલે સ્કંદકસૂરિજીને પાલક ઉપર ગુસ્સો આવ્યો. તેઓ જીવન હારી ગયા. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું | ૪૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ શ્રાવણસદ : ૬ બુધવાર, તા. ૧૪-૮-૦૨ બધા આત્માઓ સૌ પહેલાં અવ્યવહારરાશીમાં હતા. તેમાંથી જે આત્મા બહાર નીકળે તે ભવ્ય પણ હોય અને અભવ્ય પણ હોય. જેનું હૃદય કોમળ હોય, સંવેદનશીલ હોય તે ભવ્ય હોઇ શકે. ભવ્યનું લક્ષણ કોમળતા તો અભવ્યનું લક્ષણ નિષ્ફરતા છે. વિનયરન અને અંગારમર્દક સાધુ બન્યા, છતાં અભવ્ય હતા. અભવ્ય આત્માઓ પણ ખાનપાન અને માનપાન માટે, સ્વર્ગના સુખો મેળવવા માટે દીક્ષા લે તેવું બને. નવકાર ગણે તેવું પણ બને. પરંતુ આ અભવ્ય આત્માઓ શત્રુંજયની સ્પર્શના કદીપણ ન કરી શકે. આ અપેક્ષાએ નવકાર કરતાં શત્રુંજયનો પ્રભાવ વધારે ગણાય. આત્મામાં જામેલું ૦૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું મોહનીયકર્મ પણ ઘટીને અંતઃ કોડાકોડી સાગરોપમ થાય ત્યારે જ નવકારનો ‘ના’ કે કરેમિભંતેનો ‘ક’ વાંચવા-લખવા-સાંભળવા કે બોલવા મળી શકે. તે વખતે નવું મોહનીયકર્મ પણ અંતઃ કોડાકોડી સાગરોપમથી વધારે ન બંધાય. મુખ્ય અને પ્રથમમાં ફરક છે. નવકાર પ્રથમ છે, પણ કરેમિભંતે મુખ્ય છે. રોગ નિવારવા, આંતરડા સાફ કરવા પહેલાં મગનું પાણી આપવું પડે પણ મુખ્ય તો તેને પછીથી દૂધ આપવું તે છે. અમદાવાદ જવું મુખ્ય હોવા છતાં ય પ્રથમ તો સ્ટેશને જવું તે છે, પણ જે સ્ટેશને ગયા પછી અમદાવાદ ન જાય તે કેવો કહેવાય? નવકાર ગણીને અટકી જઇએ અને કરેમિભંતે સુધી ન પહોંચીએ તો કેમ ચાલે? કરેમિભંતે સુધી પહોંચવું એટલે સર્વવિરતિજીવન = દીક્ષા સ્વીકારવી. મરવાના દિવસ સુધી નવકાર જ ગણ્યા કરીએ અને દીક્ષા ન લઇએ કે સામાયિક પણ ન કરીએ તો ન ચાલે. સમગ્ર દ્વાદશાંગીનો સાર કરેમિભંતે સૂત્ર છે, તે ન ભૂલવું. “જે ઉદાયી રાજાનું ખૂન કરે તેને અડધું રાજપાટ મળશે.” તેવી જાહેરાત સાંભળીને એક અભવ્ય આત્મા તૈયાર થયો. તેણે તપાસ કરી કે, “ઉદાયી એકલો કયાં મળે?'' પર્વતિથિએ પૌષધ કરે ત્યારે તે એકલો હોય. ગુરુમહારાજ ને પૌષધશાળામાં લઇ જાય, તેવા સમાચાર જાણ્યા. બોલો! મોટા રાજકારભારવાળા ઉદાયીને પૌષધનો સમય મળે અને તમને ન મળે? ચૌદશે પ્રતિક્રમણમાં ‘પર્વતિથિએ પૌષધ કર્યો નહિ' તેના અતિચારનું મિચ્છામિ દુક્કડં માંગો છો, તે સાચું ત્યારે બને કે જ્યારે અનુકૂળતા મળે ત્યારે પૌષધ કર્યા વિના ન રહો. કોઇપણ ભૂલનો કરેલો એકરાર સાચો ત્યારે ગણાય તત્વઝરણું i ૪૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ કે હવે ફરી તેવી ભૂલ ન કરવાની તૈયારી હોય. Hope felsusme ઉદાયીરાજાનું ખૂન કરવા તેણે દીક્ષા લીધી. ગુરુનો એવો વિનય કર્યો કે તેનું વિનયરત્ન નામ પડ્યું. રોજ બે વાર ઓઘાનું પડિલેહણ ૫૦૦ સાધુ વચ્ચે કરે છતાંય તેમાં છૂપાવેલી છરી કોઇને ન દેખાય તેની જોરદાર કાળજી લે. ૧૨૧૨ વર્ષ સુધી ગંધ ન આવવા દીધી. ગુરુનો વિશ્વાસપાત્ર બન્યો. પૌષધ કરાવવા ગુરુ તેને સાથે લઇ ગયા. અડધી રાતે, તેણે છરીથી ઉદાયીરાજાની ધોરીનસ કાપી દીધી. કેવી નિષ્ઠુરતા ! HIPS નિષ્ઠુરતા જેવું કોઇ પાપ નથી. વંદિત્તાસૂત્રની ‘સમ્મદીઠી જીવો... ગાથામાં આવે છે કે,“સમકિતી જીવ જો કાંઇપણ પાપ કરે તો પણ તેનો ઘણો ઓછો કર્મબંધ થાય કારણકે તે આત્મા નિર્ધ્વસપણે(નિષ્ઠુરતાથી) પાપ કરતો નથી.'’ સમકિતી ખાય,પીએ,ધંધો કરે,સંસારમાં રહે, પણ કયાંય નિષ્ઠુર ન બને. બધે તેના પરિણામો કોમળ હોય. તે ગમે તેવી હિંસા ન કરે. નિષ્કારણ ગમે તેવું જૂઠ ન બોલે. લાઇટ-પાણી-પંખા વગેરેનો બેફામ ઉપયોગ ન કરે. સતત બીજા જીવોનો વિચાર કરતો રહે. પાપથી ડરતો રહે. પ્રવચનો સાંભળવા વાંચવા દ્વારા આત્માને કોમળ બનાવવાનો છે. નિર્ધ્વસ (કઠોર)પરિણામો દૂર કરવાના છે. ડગલે ને પગલે સતત બીજાનો વિચાર કરવાનો છે. ખૂન કરીને વિનયરત્ન ભાગી ગયો. લોહી અડતાં આચાર્ય જાગ્યા, વાત સમજાઇ ગઇ. દીર્ઘદૃષ્ટા હતા. વિચારવા લાગ્યા, સવારે ખબર પડતા, લોકો જૈનસાધુની, જૈન ધર્મની નિંદા કરશે. ના, શાસનહીલના તો ન જ થવા દેવાય. જૈન-શાસનની હીલના જેવું કોઇ પાપ નથી. જૈનશાસનની પ્રભાવના જેવો કોઇ ધર્મ નથી. જેઓ જૈનશાસનની નિંદા કરશે તેઓ નવા ભવમાં જૈનધર્મ નહિ પામે. તો શું કરવું?'' તેમણે તરત જ તે છરી પોતાની નસ ઉપર ફેરવી દીધી. જૈન શાસનની હીલના અટકાવવા પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી. ‘‘પહેલાં લોકો એમ બોલતા કે બધા જૈનસાધુઓ ખરાબ, જોયું ને? સાધુએ રાજાને મારી નાંખ્યા.'' પણ હવે લોકો બોલ્યા કે, આ વિનયરત્ન ખરાબ નીકળ્યો, તેણે રાજાને તો માર્યાં પણ સાથે પોતાના ગુરુને ય છોડ્યા નહિ.'' આમ, તમામ સાધુઓની કે જૈનધર્મની નિંદા અટકી ગઇ. આ વિનયરત્ન અભવ્ય હતો. અજૈનોના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે બહુમાન વધે તેવું કાર્ય કરીએ તો તે શાસનપ્રભાવના કહેવાય. તેનાથી તેમને આવતા ભવે જૈનકૂળમાં જન્મ મળે. છઠ્ઠા અભવ્ય તરીકે અંગારમર્દક આચાર્યનું નામ સંભળાય છે. સ્થાનિક તત્વઝરણું ૫૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ આચાર્યને સ્વપ્નમાં ૫૦૦ હાથીના ટોળાની વચ્ચે એક ઊંટ આવતું દેખાયું. સવારે તેમણે શિષ્યોને કહ્યું કે આજે ૫૦૦ ઉત્તમસાધુઓ આવશે પણ તેના ગુરુ ઊંટ જેવા હશે. બધા આવ્યા. દિવસની રહેણીકરણી દ્વારા સ્વપ્નની વાત સાચી જણાવા લાગી. સ્થાનિક આચાર્યે આવેલા ગીતાર્થશિષ્યોને જણાવ્યું કે,‘આ ગુરુની નિશ્રામાં રહેશો તો તમારું આત્મકલ્યાણ જોખમમાં છે. આમની સાથે ન રહેવાય. ખાતરી કરવી છે ? રાત્રે માઝું કરવા ઊઠે તો તેમને જાતે પરઠવવા જવા દેવા. પછી, શું થાય છે તે જોજો !’’ - રાત્રે જ્યાં માથું વગેરે પરઠવવાના હોય તે જગ્યાએ કીડીના નગરા, વનસ્પતિ વગેરે નથી ને? તે સાંજે પ્રતિક્રમણ પહેલાં જોવાનું હોય. તે રીતે વસતિ જોવાઇ ગઇ. પ્રતિક્રમણ શરુ થયું. સૂચના મુજબ પીઢ શ્રાવકોએ રસ્તામાં કોલસી પાથરી. રાત્રે કોઇ શિષ્ય ન ઊઠતાં આચાર્ય જાતે માઝું પરઠવવા જવા લાગ્યા. કોલસી ઉપર પગ પડતાં કીચૂડ કીચૂડ અવાજ આવવા લાગ્યો. તે સાંભળીને તેઓ બોલ્યા, ‘અરે! અરિહંતના જીવડા! તમે અહીંયા ય ભરાયા છો! લો મરોમરો.' વગેરે.... શિષ્યોએ પોતાના કાને જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને સમજાઇ ગયું કે તેમના ગુરુને ભગવાનના વચનો ઉપર જરા ય શ્રદ્ધા નથી. તેઓ હૃદયના નિષ્ઠુર છે. તેમણે તે ગુરુને છોડી દીધા. કોલસી = અંગારાનું મર્દન કરતાં ચાલ્યા માટે તેઓ અંગારમર્દક તરીકે ઓળખાયા. તેમનું જીવન સમાજની હાજરીમાં જુદું અને એકાંતમાં આપણે આવા ન બનવું. ૩૬ હતું. ીકે ઓ સાતમા અભવ્ય તરીકે પરમાત્મા મહાવીરદેવ ઉપર ભયાનક ઉપસર્ગ કરનારા સંગમદેવનું નામ આવે છે. તે નિષ્ઠુર હતો. તેણે ભગવાનને પણ છોડયા નહિ. એક રાતમાં ભયાનક ૨૦-૨૦ ઉપસર્ગો કર્યા પછી પણ તે ન અટકયો. છ-છ મહીના સુધી ગોચરી દોષિત કરી. ભગવાન વાપરવાની ઇચ્છાથી વહોરાવા જતા હતા ત્યારે તેમના મુખ ઉપર જેટલી પ્રસન્નતા હતી, તેના કરતાં અનંતગણી વધારે પ્રસન્નતા ગોચરી વાપર્યા વિના પાછા ફરતી વખતે હતી. સંગમ જ્યારે પાછો ફર્યો ત્યારે કરુણાના મહાસાગર પરમાત્માની આંખમાં આંસુ આવી ગયા. ‘વિશ્વ તિતારયિષવો વયમસ્ય સંસારકારણમ્ । સમગ્ર વિશ્વને તારવાની ભાવનાવાળા અમે આના સંસારમાં નિમિત્ત બની ગયા. ' ભગવાન કાંઇ ફરીથી તે જ ઘરે પાછા જાય ? પણ લાગે છે કે ભગવાનની કરુણા એવી હતી કે તેમનાથી ચંદનબાળાના આંસુ જોવાયા નહિ. તેઓ પાછા ફર્યા નહિ. પણ ઉભરાતી કરુણાથી તેમનાથી પાછા ફરાઇ ગયું ! જે ભગવાન સાધુઓને જણાવવાના છે કે વહોરેલી વસ્તુ ગૃહસ્થને પાછી તત્વઝરણું ૫૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ અપાય નહિ તે ભગવાન પોતે બ્રાહ્મણને વસ્ત્ર આપીને પોતે બનાવનારા કાયદાનો પોતે ભંગ કરે ખરા? પણ લાગે છે કે, ભગવાનની કરુણા એટલી બધી છલકાઇ ગઇ કે ભગવાને બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું એમ નહિ પણ ભગવાનથી વસ્ત્ર અપાઇ ગયું! ભગવાને ચંડકોશિયાને પણ બુઝ બુઝ કહ્યું. સંગમને એકપણ શબ્દ ન કહો. કોઇ ઉપદેશ ન આપ્યો; કારણકે તે અભવ્ય હતો. તેને ઉપદેશ આપવાનો કોઇ અર્થ નહોતો. છતાં ય ઉભરાતી કરુણાએ ભગવાનની આંખમાં આંસુ લાવી દીધા. આવા મહાન કરુણાસાગર પરમાત્માના ચરણોમાં અનંતશઃ વંદના. તમામ આત્માઓ સૌ પ્રથમ અવ્યવહારરાશીની નિગોદમાં હતા. જાતિભવ્ય આત્માઓ તો કદી ય તેમાંથી બહાર ન નીકળે. ભવ્ય અને અભવ્ય આત્માઓ તેમાંથી બહાર તો નીકળે પણ તેમની વિકાસયાત્રાના માર્ગ જુદા જુદા હોય. અભવ્ય આત્મા બંગડી જેવા ગોળ રાઉન્ડમાં ફર્યા કરે. ગોળ-ગોળ સતત ફરવાનું ચાલુ પણ તેનો અંત કદી ન આવે. તે મોક્ષે કદી ન જાય. ગતિ ઘણી કરે પણ પ્રગતિ ન કરે. અભવ્ય આત્માનો અનાદિકાળથી ચાલતો સંસાર અનંતકાળ સુધી ચાલ્યા કરે. ભવ્યની વિકાસ યાત્રાના કુંડાળા ધીમે ધીમે મોટા મોટા થતાં જાય. છેલ્લે તે ઠેઠ મોક્ષ સુધી પહોંચે. નિગોદમાંથી નીકળેલો આત્મા વનસ્પતિ-વાયુઅનિ-પાણી-પૃથ્વી વગેરેના ભવો કરતાં કરતાં સહન કરી-કરીને આગળનો વિકાસ સાધતો જાય. ભૌતિક વિકાસ માટે પુણ્ય તો જોઇએ જ. ધર્મ વિના પુણ્ય પેદા ન થાય. જ્યાં કાંઇકને કાંઇક સહન કરવાનું હોય તે ધર્મ. બેઠાં બેઠાં ખમાસમણ દેવાના બદલે ઊભા ઊભા દીધા, થોડું કષ્ટ વધારે સહન કર્યું તે ધર્મ. એકેન્દ્રિયપણામાં પરાણે-અજ્ઞાનતાથી પણ સહન કરવા રુપ ધર્મ કરવાથી આત્માનો વિકાસ વધતો ગયો આત્મા બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિયપંચેન્દ્રિય તિર્યચ-માનવ-દેવ વગેરે સુધી વિકાસ પામતો ગયો. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. e r bo do તત્વઝરણું Page #63 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૮ ગુરુવાર. તા. ૧૫-૮-૦૨ T ઇન્દ્ર એટલે આત્મા. આત્માના ચિહ્નને ઇન્દ્રિય કહેવાય. મડદાના આંખકાન-નાક-જીભ જોવા વગેરે કાર્યો ન કરે કારણકે અંદર આત્મા નથી. પોતપોતાનું કાર્ય કરતી આંખ વગેરે ઇન્દ્રિયો અંદર રહેલા આત્માને જણાવે છે; માટે તેને આત્માની ઓળખ કરાવતું ચિહ્ન કહેવાય. આ ઇન્દ્રિયો પાંચ છે. (૧) કોમળ,ખરબચડો, ચીકણો,લુકો,ઠંડો,ગરમ, ભારે,હલકો,એમ આઠ પ્રકારના સ્પર્શનો અનુભવ કરાવે તે સ્પર્શનેન્દ્રિય. (૨)ખાટો-તીખો-તુરો-કડવો-મીઠો, એ પાંચ રસનો અનુભવ કરાવે તે રસનેન્દ્રિય જીભ (૩)સુગંધ-દુર્ગંધ,આ બે ગંધનો અનુભવ કરાવે તે ઘ્રાણેન્દ્રિય = નાક, (૪)લાલ-લીલો-પીળો-કાળો-સફેદ, એ પાંચ વર્ણનો અનુભવ કરાવે તે ચક્ષુરિન્દ્રિય = આંખ અને (૫)સચિત્ત, અચિત્ત તથા મિશ્ર, એ ત્રણ શબ્દનો અનુભવ કરાવે તે શ્રોત્રેન્દ્રિય કાન. આમ પાંચ ઇન્દ્રિયોના ૮+૫+૨+૫+૩=૨૩ વિષયો થયા. = આ ૨૩ વિષયો સારા મળે, મનગમતા મળે તો રાગ ન કરવો. ખરાબ, અણગમતા મળે તો દ્વેષ ન કરવો, તેનું નામ સાધના. માનવજીવન પામીને આપણે આ સાધના કરવાની છે. પાંચે ઇન્દ્રિયોના કોઇપણ વિષયમાં રાગ-દ્વેષ ન થઇ જાય તેની પળે પળે સાવધાની રાખવાની છે. ઇન્દ્રિયો મળી છે, એટલે તેનો બેફામ ઉપયોગ નહિ કરવાનો, પણ તેને સંયમિત બનાવીને આરાધનાસાધનામાં જોડવી. 509 આપણા મોઢામાં નીચેથી ઉપર પાંચે ઇન્દ્રિયો વિચારવી. (૧) સ્પર્શ-હોઠ (૨) જીભ (૩) નાક (૪) આંખ અને (૫) કાન. જેને ઉપર ઉપરની ઇન્દ્રિયો હોય તેને તેની નીચેની બધી ઇન્દ્રિયો હોય જ, પણ તેની ઉપરની ઇન્દ્રિય હોય કે ન પણ હોય. દા.ત. જેને નાક હોય તેને રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય હોય જ, તેને આંખ કે કાન હોય કે ન પણ હોય. જો તે ચઉરિન્દ્રિય હોય તો તેને આંખ હોય, પણ કાન ન હોય. જો તે પંચેન્દ્રિય હોય તો તેને આંખ અને કાન પણ હોય, પણ જો તે તેઇન્દ્રિય હોય તો તેને આંખ-કાન ન હોય. અવ્યવહાર રાશીમાંથી નીકળીને આત્મા હવે વ્યવહાર રાશીમાં આવ્યો ગણાય; કારણકે તેનો પૃથ્વી-પાણી-બેઇન્દ્રિય વગેરે રુપે વ્યવહાર શરુ થયો છે; પણ એકવાર જે આત્મા વ્યવહારરાશીમાં આવે તે પછી કયારેય પાછો અવ્યવહારરાશીમાં ન જાય. અવ્યવહારરાશીમાં પાછા જવાના દરવાજા તેના માટે બંધ થઇ જાય. આપણે વ્યવહારરાશીમાં આવી ગયા, માટે પાછા અવ્યવહારરાશી તત્વઝરણું 9 ૫૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ માં જવાના દરવાજા તો બંધ થઇ ગયા, પણ હજુ આપણે બીજા ઘણા દરવાજા બંધ કરવાના બાકી છે, તે માટે પરમાત્માના પાંચે કલ્યાણકોની આરાધના કરવી જોઇએ. તે પરમાત્મા ગર્ભમાં આવ્યા, ચ્યવન કલ્યાણક થયું એટલે હવે પછી મોક્ષ સિવાયની તમામ ગતિમાં જવાના દરવાજા તેમણે પોતાના માટે બંધ કર્યા. ભગવાનનું જન્મ કલ્યાણક એટલે ગર્ભવાસના દરવાજા કાયમ માટે બંધ. ભગવાનનું દીક્ષા-કલ્યાણક એટલે ગૃહસ્થાવાસના દરવાજા કાયમ માટે બંધ. ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક એટલે છદ્મસ્થાવસ્થાના દરવાજા કાયમ માટે બંધ અને ભગવાનનું મોક્ષ કલ્યાણક એટલે સંસારવાસના દરવાજા કાયમ માટે બંધ. જો આપણે પણ આ બધા દરવાજા બંધ કરવા હોય તો આ પાંચે કલ્યાણકોની ભાવ-વિભોર બનીને આરાધના કરવી જોઇએ. મહાવીરપ્રભુનું મોક્ષ કલ્યાણક દિવાળી દિને છે. તેની આરાધના મીઠાઇ ખાઇને કે ફટાકડા ફોડીને નહિ પણ છ8, પૌષધ, જાપ, દેવવંદન,પ્રવચન શ્રવણ વગેરે કરીને કરવી. | ભવ્ય અને અભવ્ય; બંને પ્રકારના આત્માઓ અવ્યવહાર રાશીમાંથી નીકળ્યા પછી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને નરકથી દેવગતિ સુધીના ભવોમાં ઉત્થાન અને પતન પામતાં સંસારચક્રમાં ભમ્યા કરે છે. આવા અનેક ભવોના પરિભ્રમણ બાદ જયારે મોક્ષે જતાં પહેલાં એક જ કુંડાળું ફરવાનું બાકી હોય ત્યારે તે આત્મા શરમાવર્તકાળમાં પ્રવેશ્યો કહેવાય. - ચરમ = છેલું. આવર્ત = કુંડાળું. ચરમાવર્તકાળ એટલે છેલા કુંડાળાનો કાળ. મોક્ષે જવાનો એક કુંડાળા જેટલો કાળ બાકી રહે ત્યારે ભવ્ય આત્મા ચરમાવર્તી કહેવાય. એક કુંડાળા કરતાં વધારે કાળ ભમવાનો જેમને બાકી હોય તે બધા આત્માઓ ચરમાવર્તી ન કહેવાય પણ અચરમાવર્તી કહેવાય. - અવ્યવહારરાશીની નિગોદમાં રહેલા આત્માઓ અચરમાવર્તી કહેવાય. જાતિભવ્ય જીવો કયારેય અવ્યવહારરાશીમાંથી બહાર નીકળવાના નથી માટે તેમનો ચરમાવર્તમાં કયારે ય પ્રવેશ નહિ થાય માટે તેઓ સદા અચરમાવર્તી રહેશે. અભવ્ય આત્માઓ બહાર નીકળતાં હોવા છતાંય કયારે પણ મોક્ષે તો જશે જ નહિ. તેથી તેમને છેલ્લું કુંડાળું કયારે ય આવશે નહિ. માટે તેઓ પણ સદા અચરમાવર્તી રહેશે. મોક્ષે જનારા ભવ્ય જીવો છેલ્લા કુંડાળામાં જ્યારે પ્રવેશ પામશે. ત્યારે તેઓ ચરમાવર્તી કહેવાશે. તે પહેલાં તેઓ પણ અચરમાવર્તી કહેવાય. એક કુંડાળું એટલે એક પુદ્ગલ પરાવર્તકાળ. તેમાં પણ અનંતાભવો પસાર થાય. અનંતકાળ પસાર થાય. આપણા આત્માએ અત્યાર સુધીમાં આવા અનંતા તત્વઝરણું પ૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલપરાવર્તકાળ સંસારમાં પસાર કરી દીધા છે. આપણે અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળીને માનવભવ સુધી આવી ગયા છીએ તેથી નક્કી થાય છે કે આપણે જાતિભવ્ય તો નથી જ. વળી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી છે, માટે અભવ્ય પણ નથી જ. તો હવે પ્રશ્ન એ પેદા થાય કે આપણો ચરમાવર્તકાળમાં પ્રવેશ થયો હશે કે નહિ? મોક્ષે જવાની હવે કેટલીવાર છે? તેની આપણને કેવી રીતે ખબર પડે? સામાયિક,પ્રતિક્રમણ, વીસસ્થાનક વગેરે તપ-જપ, સાધુપણું કે ઉપધાનાદિ આરાધનાઓ આનું બેરોમીટર નથી. આનું બેરોમીટર તો આત્માની આંતરિકસ્થિતિ છે. અંદરની રાગ-દ્વેષની પરિણતિ ઉપર મોટો આધાર છે. આત્માનું વલણ કેવું છે.તેના આધારે આપણે આપણી જાત માટે નક્કી કરી શકીએ. પણ તે વખતે જાતને છેતરવાની નહિ. કયારેક ખરાબ પ્રવૃત્તિ કરવા છતાં અંદરથી આત્મા રડતો હોય તેવું બને તો કયારેક માનપાન કે ખાનપાન માટે બાહુ સારી પ્રવૃત્તિ થતી હોય પણ અંદર આત્માને કાંઇ સ્પર્શતું ન હોય, તેવું પણ બને. આ તત્ત્વજ્ઞાનની પ્રવચનમાળામાં આપણે માત્ર બાહ્ય પ્રવૃત્તિઓના આધારે જ નહિ,પણ સાથે સાથે આંતરિક પરિણતિના આધારે બધી વિચારણા કરવાની છે. મન-વચન અને કાયાની પ્રવૃત્તિ જુદી હોય અને આત્માનું વલણ તે કરતાં સાવ જુદું હોય તેવું પણ બને. ભાવમન અને આત્મા એક છે પણ દ્રવ્ય મન અને આત્મા જુદા છે. મન અને આત્મા વચ્ચે કયારેક યુદ્ધ થતું અનુભવ્યું હશે. ખોટું કામ કરવા મન ઝંખતું હોય પણ આત્મા તેને અટકાવતો હોય. કયારેક તેમાં મનની જીત થાય તો કયારેક આત્માની જીત થાય. આપણે અહીં મન-વચન કે કાયાની પ્રવૃત્તિઓ દ્વારા નહિ, પણ આત્માના વલણ દ્વારા જાતનો નિર્ણય કરવાનો છે કે આપણા આત્માનો ચરમાવર્તકાળમાં પ્રવેશ થયો હશે કે નહિ? સ્કૂલ રીતે એમ કહી શકાય કે, જેને સંસાર જ ગમે, મોક્ષ ન જ ગમે તે આત્મા અચરમાવર્તકાળમાં હોય. તેને ઘરવાળી જ ગમે, ગુરુદેવ ન જ ગમે; તેને પૈસા ગણવા જ ગમે, નવકાર ગણવા ન જ ગમે. તેને હોટલ, સીનેમા, બગીચા જ ગમે, આયંબીલખાતા, દેરાસર, ઉપાશ્રય ન જ ગમે. e દેરાસર જાય, ગુરુદેવને વાંદે, આયંબીલ કરે,નવકાર ગણે પણ અંદરથી ગમે તો નહિ જ. અહીં, વ્યક્તિ શું કરે છે? શું બોલે છે? શું વિચારે છે? તેની સાથે સંબંધ નથી પણ તેના આત્માનો ઝોક, વલણ, ટ્રેન્ડ શું છે? તે મહત્ત્વનું છે. તેના આધારે નક્કી કરવાનું છે.(બાળજીવોને સમજાવવા જાડીભાષામાં રજૂ કરેલું આ લક્ષણ છે.) વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું . અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું - ૫૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૯ શુક્રવાર. તા. ૧૬-૮-૦૨ મોક્ષ પ્રત્યેનો તીવ્ર દ્વેષ અને સંસાર પ્રત્યેનો તીવ્ર રાગ અચરમાવર્તકાળમાં રહેલા આત્માને જણાવે છે; પણ વિકાસયાત્રામાં આગળ વધતાં વધતાં જ્યારે આત્માને મોક્ષ પણ ગમે-સંસાર પણ ગમે, ધર્મ પણ ગમે ને પાપ પણ ગમે, ઘરવાળી પણ ગમે ને ગુરુ મહારાજ પણ ગમે, ધન પણ ગમે ને નવકાર પણ ગમે, હોટલ પણ ગમે ને આયંબીલનું ભોજન પણ ગમે ત્યારે તેનો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો હશે, તેવું અનુમાન કરી શકાય. (આ પણ બાળજીવોને સમજાવવા માટે જાડી ભાષામાં રજૂ કરેલું લક્ષણ છે.) ચરમાવર્તકાળમાં પ્રવેશ થવાથી મોક્ષ પ્રત્યેનો તીવ્ર દ્વેષ દૂર થઇ ગયો છે. હવે તેને મોક્ષ અને મોક્ષ સંબંધિત પદાર્થો અંદરથી ગમવા લાગ્યા છે. પૂર્વે પણ આ આત્મા ધર્મારાધના કરતો હતો, પણ અંદરથી નહિ. તેના આત્માનો ઝોક વિપરીત હતો. હવે તો આત્માનો ઝોક પલટાઇ ગયો છે. ચરમાવર્તકાળમાં પ્રવેશ્યા પછી પણ કયારેક સંસાર વધારે ગમે ને મોક્ષ ઓછો ગમે તેવું બને તો કયારેક મોક્ષ વધારે ગમે ને સંસાર ઓછો ગમે તેવું પણ બને. પરંતુ મોક્ષ અને મોક્ષ સંબંધિત પદાર્થો ન જ ગમે તેવું ન બને. ચરમાવર્તકાળમાં પ્રવેશ થયા પહેલાં આત્મામાં ધર્મ સાચા અર્થમાં પરિણામ પામે નહિ. ચરમાવર્તમાં પ્રવેશ થાય એટલે ધર્મની શરુઆત થાય, અહીં ધર્મ એટલે જૈનધર્મ નહિ સમજવો. અન્ય ધર્મીઓનો પણ ચરમાવર્તમાં પ્રવેશ થઇ શકે. તે વખતે નામથી ભલે તે રાગી દેવને ભગવાન માનતો હોય પણ અંદરથી તો તે ભગવાન તરીકે વીતરાગને જ માનતો હોય. સ્વર્ગ શબ્દથી મોક્ષને માનતો હોય. Hans is ને મળતા સિ મ સ અમ અજૈનો તેમની કક્ષામાં રહીને ‘ૐ નમઃ શિવાય' નો કે અન્ય જાપ જપતાં હોય તો તેમને ધિક્કારશો નહિ. તેની કક્ષા પ્રમાણે તેમને તે ઉચિત છે. તે જાપ તેમને ટોળામાંથી લાઇનમાં લાવવાનું કામ કરશે એટલે કે જૈનશાસન સુધી પહોંચાડશે. જૈનશાસન તેમને ઠેઠ મોક્ષે પહોંચાડશે. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે‘તત્તત્તન્ત્રોતમખિલ મિથ્યાર્દશામપિ, અપેક્ષાભેદતો ન્યાય્ય, પરમાનન્દકારણમ્' મિથ્યાત્વીઓના તે તે શાસ્ત્રમાં કહેલું બધું જ અપેક્ષાના ભેદથી મોક્ષના કારણ તરીકે ઉચિત છે.’' આત્માને અવ્યવહારરાશીમાંથી બહાર કાઢવામાં મુખ્ય કારણ નિયતિ છે. આત્મા ભવ્ય છે કે અભવ્ય, તેમાં મુખ્ય કારણ સ્વભાવ છે. અચરમાવર્તકાળમાંથી ભવ્યઆત્માઓનો ચરમાવર્તકાળમાં પ્રવેશ કરાવવામાં મુખ્ય કારણ કાળ તત્વઝરણું ૨૫૬ Page #67 -------------------------------------------------------------------------- ________________ છે. જ્યારે આત્માનો કાળ પાકે ત્યારે ભવ્ય આત્માઓનો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ જાય. નદીના પ્રવાહમાં અથડાતો-કુટાતો દસકોણીયો પથ્થર પણ વગર ઇચ્છાએ અને વગર પુરુષાર્થે, સમય પસાર થતાં લીસોલસ ગોળ બની જાય છે, તેમ મોક્ષે જનારો ભવ્ય આત્મા પણ સંસારના અનેકભવોમાં જાતજાતનું સહન કરતાં, કાળ પાકતાં, વગર ઇચ્છાએ અને વગર પ્રયત્ને ચરમાવર્તમાં પ્રવેશી જાય છે. ચરમાવર્તકાળમાં પ્રવેશ થતાં હવે તેને ધર્મ, મોક્ષ તથા તેની સાથે સંબંધ ધરાવતાં પદાર્થો પણ હૃદયથી ગમવા લાગે છે. જો આપણને પણ હૃદયથી આ બધું ગમતું હોય તો આપણો પણ ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો હશે, એમ માનવું. આપણા માટે આ કેટલી બધી આનંદની વાત છે ! પાપી, પાપી કરીને જાતને એટલી બધી ન ધિક્કારો કે જેથી હતાશ અને નિરાશ થઇ જવાય. ના, વારંવાર રડ રડ કરવાની જરુર નથી પણ જે વિકાસ સાધ્યો છે, તેના આલંબને વધુ વિકાસ સાધવાનો ઉલ્લાસ પેદા કરવાનો છે. અનંતા કુંડાળા ભમવાની શકયતા હતી, તેના બદલે જયારે ખબર પડે કે હવે વધુમાં વધુ માત્ર એક જ કુંડાળું ભમવાનું બાકી છે, તેનાથી વધારે તો નહિ જ, ત્યારે આપણો ઉલ્લાસ વધી જાય, “શું વાત છે ? મારો આટલો બધો સંસાર કપાઇ ગયો ! બસ ! હવે વધુમાં વધુ પણ માત્ર એક જ પુદ્ગલ પરાવર્તકાળ બાકી. તો તો હવે વધુ સાધના કરું. થોડો પુરુષાર્થ વધારી દઉં. જેથી જલ્દીથી મોક્ષે પહોંચી જાઉં.'' આવા ભાવો ઉભરાય. = = જયારે અડધા પુદ્ગલ પરાવર્તકાળથી વધારે સંસારમાં ભમવાનું બાકી ન હોય ત્યારે તે જીવ છેલ્લા અડધા કુંડાળામાં આગળ વધતો હોવાથી અર્ધચરમાવર્તકાળમાં છે, તેમ કહેવાય. અર્ધ- અડધું, ચરમ છેલ્લું, આવર્ત કુંડાળું. અહીં તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક વિષયની લગભગ વાર્તા વિનાની પ્રવચનમાળામાં, પાણી ભરવું,રસોઇ કરવી,છોકરાઓને સ્કૂલ-ટયુશન મોકલવા વગેરે કાર્યોને એડજસ્ટ કરીને, વહેલા ઉઠીને પણ તમે બધા વહેલી સવારે સાડા છ વાગે, દોડતા દોડતા આવો છે, તેના ઉપરથી અનુમાન કરી શકાય કે આપણા બધાનો ચરમાવર્તકાળમાં તો પ્રવેશ થઇ ગયો છે, પણ અર્ધચરમાવર્તકાળમાં પ્રવેશ થયો છે કે નહિ? તે તો વ્યક્તિગત રીતે પોતાની જાતને તપાસીએ તો ખબર પડે. મને તો મારી જાત માટે પણ શંકા છે. બહારથી તત્વઝરણું SIM - ૫૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ હું સાધુ છું, અંદરથી મારી હાલત કેવી છે ? તે હું જાણું અને મારા પ્રાયશ્ચિત્તદાતા ગુરુદેવ અને કેવલી ભગવાન જાણે. | બાહ્ય વ્યવહારથી સાધુ મહાન. પછી શ્રાવક-શ્રાવિકાનો નંબર આવે. પછી અન્ય ધર્મીઓનો. પણ અંદરની ભૂમિકામાં તો હું કયાંય પાછળ હોઉ અને તમારામાંથી કોઇક આત્મા મોક્ષની ઘણી નજીક પહોંચી ગયો હોય. - સંભળાય છે કે તેજપાળના પત્ની અનુપમાદેવી મહાવિદેહમાં જન્મી, દીક્ષા લઇને, કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યા છે. આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે જશે. અનુપમાના ભવમાં દીક્ષા ન લેનારીનો બીજા જ ભવમાં મોક્ષ અને આ ભવમાં દીક્ષા લેનારા મારા હજુ કેટલા ભવો હશે તે કોને ખબર? ગુરુ હેમચન્દ્રાચાર્યના ઘણા ભવો, જ્યારે સંસારી શિષ્ય કુમારપાળના માત્ર ત્રણ જ ભવ ! બધા માટે બધું શક્ય છે. મારા કરતાં પણ તમે ઘણાં આગળ હોઇ શકો. માટે બહારની ભૂમિકામાં કોઇ નીચેની કક્ષામાં દેખાય તો તેને ધિક્કારતા કે તિરસ્કારતા નહિ, કદાચ અંદરની ભૂમિકામાં તેઓ આપણાથી ઘણી ઊંચી કક્ષા પણ પામી ગયા હોય.. બહારની ભૂમિકામાં જેઓ આપણાથી આગળ હોય તેમના માટે અંદરની ભૂમિકામાં તેઓ નીચી કક્ષામાં હશે તો? એવી શંકા નહિ કરવાની. તેમની બહારની ઊંચી કક્ષાને ધ્યાનમાં લઇને અંદરથી પણ તેમની તેવી ઊંચી કક્ષા જ હશે, તેમ માનીને ઊંચું બહુમાન દાખવવું. - બાહ્ય રીતે ગૃહસ્થપણામાં રહેલા કુમપુત્ર આંતરીકપણે ઊંચી કક્ષાને સ્પર્શીને કેવળજ્ઞાન પામ્યા. કેવલી બનેલા તેમણે છ મહીના સુધી માતાપિતાની સેવા કરી, કારણકે ત્યાં સુધી કોઇને તેમના કેવળજ્ઞાનની ખબર ન પડી. કેવળજ્ઞાની પણ જયાં સુધી અજ્ઞાત હોય ત્યાં સુધી બધું ઔચિત્ય બરોબર સાચવે. જો અજ્ઞાત કેવળજ્ઞાની પણ માતા-પિતાની સેવા કરતા હોય તો કેવળજ્ઞાનની અપેક્ષાએ ઘણું ઓછું જ્ઞાન ધરાવનારા આજના ગૃહસ્થ તો માતા-પિતાની કેટલી સેવા કરવી જોઇએ ! સંસાર જ ગમે, મોક્ષ ન જ ગમે' તો અચરમાવર્તમાં, “સંસાર પણ ગમે અને મોક્ષ પણ ગમે' તો ચરમાવર્તમાં પણ જો તેથી ય આગળ વિકાસ સાધીને “સંસાર ન જ ગમે, મોક્ષ જ ગમે' એવી ભૂમિકા પામીએ તો અર્ધચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો ગણાય. હવે તેને નવકાર ગણવા જ ગમે, પૈસા ગણે ખરા પણ ગણવા જેવા માને નહિ. ગુરુમહારાજ જ ગમે. ઘરવાળી સાથે રહે તો પણ તેની સાથે રહેવું તો સારું ન જ માને. તત્વઝરણું | પટ Page #69 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં જે આત્મા સંસારમાં રહે તો પણ રમે તો નહિ જ, તે અર્ધચરમાવર્તી. સંસાર સાથે એટેચમેન્ટ હોવા છતાં ય તેનું તેમાં ઇનવોલ્ટમેન્ટ ન હોય. જેમ હોડી પાણીમાં હોય છતાં હોડીમાં પાણી ન જવું જોઇએ, તેમ તે સંસારમાં હોવા છતાં તેનામાં સંસાર ન હોય. સંસારનું સુખ ભોગવે તો પણ તેમાં તેને ત્રાસ હોય. અંદરથી તે અળગો રહેતો હોય. કદાચ રાત્રે ખાતો હોય, હોટલમાં જમતો હોય તોય તે વખતે અંદરથી રડતો હોય. જો આપણી અંદરથી આવી સ્થિતિ હોય તો અર્ધચરમાવર્તમાં પ્રવેશ થયો હશે તેમ માની શકાય. રહેવું અને ગમવું, એ જુદી ચીજ છે. જે સંસારમાં રહે તેને સંસાર ગમતો જ હોય, તેવું ન કહી શકાય. રહેવું પડતું હોય માટે રહે, પણ અંદર તો અણગમો હોય. ( પેંડા ગૃહસ્થ ખાય કે સાધુ ખાય; બંનેને ગળ્યા જ લાગે. કોઇને કડવા ના લાગે; પણ સાધુને તે પેંડા ખાવા ગમે નહિ. તે પેંડાના સ્વાદને સારો કે ગમાડવા જેવો તો ન જ માને. તમામ સમકિતી આત્માઓનો સંસાર અર્ધચરમાવર્તકાળથી વધારે ન જ હોય. સમકિતી આત્મા પૈસા કમાય પણ તેને સારા ન માને. ઘરવાળી સાથે રહે છતાં તેને ગમે તો ગુજ. કયારે અનુકૂળતા આવે અને ક્યારે આ સંસાર છોડીને સંયમ સ્વીકારું? તેવી વિચારધારા તેની ચાલતી હોય. સંયમ લેવા તે તલસતો હોય. કેટલાક આત્માઓ, દુઃખોથી ત્રાસી-કંટાળીને દીક્ષા લે, તેવું બને છે. તેઓ દુઃખગર્ભિતવૈરાગ્યવાળા કહેવાય. ભલે તે રીતે દીક્ષા લીધી. પછીથી ગુરુના ઉપદેશ વગેરે દ્વારા તે દુઃખગર્ભિતવૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં ટ્રાન્સફર થઇ જશે. ભાવ જાગે તો દીક્ષા લઇશું તેવું ઘણા બોલે છે ને? શું આ વાત બરોબર છે? ભાવ જાગે તો જ દુકાને જાઓ? ભાવ જાગે તો જ ભોજન કરો? ભાવ જાગ્યા વિના સંસારમાં તમે કયારેય કાંઇ ન કરો? - મહોપાધ્યાય યશોવિજયજીએ અધ્યાત્મસારગ્રંથમાં કહ્યું છે કે, જો ભાવ હોય તો જ દીક્ષા અપાય અને ભાવ ન હોય તો દીક્ષા ન અપાય એવું કહેશો તો કોઇ ભવ્ય જીવને કદી ય દીક્ષા નહિ અપાય. જેને ભાવ હોય તેને દીક્ષાનો વેશ આપવાની શી જરુર? દીક્ષાવેશ વિના પણ તે અંદરથી તો સાધુ જ છે ને? અને જેને ભાવ નથી તેને તો દીક્ષા આપવાની તમે જ ના પાડો છો. આમ તત્વઝરણું - ૫૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ કોઇને પણ દીક્ષા નહિ અપાય. પરિણામે મોક્ષના માર્ગનો ઉચ્છેદ થઇ જશે. માટે ભાવ થાય તો જ દીક્ષા અપાય તે વાત બરોબર નથી. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ધીરબુદ્ધિવાળા મહાપુરુષો તો મિથ્યાત્વી જીવોને પણ દ્રવ્ય સમકિતનું આરોપણ કરીને મહાવતો = દીક્ષા આપે છે. અત્યારસુધીમાં દ્રવ્યથી સાધુવેશ સ્વીકારીને, ગુરુપારત-૫ ગુણ કેળવીને ધીમે ધીમે વીલ્લાસ વધારતા અનંતા આત્માઓ મોક્ષ પામી ગયા છે. તેમણે કાંઇ ભાવથી દીક્ષા નહોતી લીધી. તેથી ભાવ હોય તો જ દીક્ષા અપાય, નહિ તો ના અપાય તે વાત બરોબર નથી. સામેનામાં દીક્ષા લેવાની યોગ્યતા છે કે નહિ? તે નક્કી કરવાનું બેરોમીટર ભાવને ગણી શકાય નહિ કારણકે સામેનાના આંતરિકભાવો આપણા જેવા છપ્રસ્થજીવો કદી જાણી શકે નહિ. હકીકતમાં તો સંસારની નગુણતા (અસારતા) ને જાણીને જે પાંચ મહાવ્રતોનું પાલન કરવાને સમર્થ બન્યો હોય તેવો ધીર આત્મા દીક્ષા માટે યોગ્ય છે. આમ, દીક્ષા માટેની લાયકાત ભાવ નહિ પણ વૈરાગ્ય છે. વય કે જ્ઞાન ઓછું હોય તો હજ ચાલે પણ વૈરાગ્ય ઓછો હોય તો ન ચાલે. સંસારના જડપદાર્થો પ્રત્યેનો વૈરાગ્ય જોરદાર જોઇએ. પાપો પ્રત્યે તિરસ્કાર જોઇએ. જીવા માત્ર પ્રત્યે સત્કાર જોઇએ. પરમાત્મા તથા પરમાત્માના વચનો પ્રત્યે ઉછળતો. બહુમાનભાવ જોઇએ. ગુરુ પ્રત્યે સમર્પણભાવ જોઇએ. તેવા આત્માની દીક્ષા સફળ થયા વિના પ્રાયઃ ન રહે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકુકડમ્. નો ચે ભાવાપરિજ્ઞાનાતુ, સિદ્ભયસિદ્ધિપરાહતે: | દીક્ષાદાનેન ભવ્યાનાં, માર્ગોચ્છેદ: પ્રસયતે || અતો માર્ગપ્રવેશાય, વ્રત મિથ્યાદેશામપિ . દ્રવ્ય સમ્યકત્વમારોય, દદતે ધીરબુદ્ધય: ILL ગુર્વાજ્ઞાપારતચૅણ, દ્રવ્યદીક્ષાગ્રહાદપિ || વીર્ષોલ્લાસક્રમાત્માપ્તા બહવ: પરમ પદમ્ || યો બુદ્ધુવા ભવનૈગુણ્ય, ધીર: સ્યાદ્ વ્રતપાલને | સ યોગ્યો ભાવભેદસ્તુ, દુર્લક્ષ્યો નોપયુજ્યતે || તત્વઝરણું ૬૦. Page #71 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧૦ શનિવાર. તા. ૧૦-૮-૦૨, નિયતિ પાકી એટલે આપણે અવ્યવહારરાશીમાંથી બહાર નીકળીને વ્યવહારરાશીમાં આવ્યા. સ્વભાવથી આપણો આત્મા ભવ્ય છે. અચરમાવર્તકાળના અનંતા પુદગલ પરાવર્તકાળ આપણા પસાર થઇ ગયા પછી કાળ પાડ્યો એટલે આપણો ચરમાવર્તમાં પ્રવેશ થયો. અત્યારે આપણને સંસાર અને મોક્ષ બંને ગમે છે. પરંતુ તેથી સંતોષ માનીને સી જવાનું નથી. બસ ! હવે તો એક પુગલ પરાવર્તકાળથી વધારે સંસારમાં ભટકવાનું નથી, તેથી ખાઇ-પીને આરામ કરો એવું નહિ વિચારવાનું પણ બાકીના અડધીયામાં પહોંચવાનો પુરુષાર્થ કરવો. અર્ધચરમાવર્તકાળમાં આપણો પ્રવેશ થઇ જવો જોઇએ. જેને મોક્ષ જ ગમે, સંસાર ન જ ગમે; મોક્ષ સંબંધિત પદાર્થો જ ગમે - સંસાર સંબંધિત પદાર્થો ન જ ગમે તેનો છેલ્લા અર્ધચરમાવર્તકાળમાં પ્રવેશ થયો હોય તેમ માની શકાય. “પહેલાં ભગવાન, પછી જ આખી દુનિયા', એવી મનઃસ્થિતિ થવી જોઇએ. શ્રીપાળ અને મયણાનો પ્રસંગ જાણીએ છીએ ને ? લગ્ન પછી રાત્રિએ શ્રીપાળે પૂછયું : “કાલે સવારે શું કરીશું ?' ત્યારે મયણાએ એમ ન કહ્યું કે, પહેલા વૈદરાજ પાસે દવા લઇને કોઢ મટાડીયે, મામાને ત્યાં આશરો લઇએ કે બહેનપણીના ઘરે વસીએ.' ના, તેનો જવાબ હતો કે, “કાલે સવારે સૌ પ્રથમ ભગવાન ગઢષભદેવના દર્શનાદિ કરીશું.” મયણા-શ્રીપાળને મન પહેલાં ભગવાન હતા, પછી બધું હતું; આપણી શી હાલત? માંદા પડીએ તો પહેલાં ડોક્ટર કે પહેલાં ભગવાન?' “ઝઘડો થયો તો પહેલાં વકીલ કે પહેલાં ભગવાન?' જાતને તપાસીએ પણ તે વખતે જાતને જરાય ન છેતરીએ. આપણે ભગવાન અને ગુરુનો નંબર સૌથી છેલો નથી રાખ્યો ને? માંદા પડીએ તો પહેલા ડોક્ટર પાસે જઇએ, પછી જ્યારે ડોક્ટર બધી આશા મૂકી દે ત્યારે ગુરુમહારાજને બોલાવીએ, બરોબર ને? ડોક્ટર જીવાડનારા અને ગુરુમહારાજ મારનારા, કેમ? જ્યારે દર્દી ભાનમાં ન હોય, સાંભળવાના કે સમજવાના હોંશકોશ ન હોય ત્યારે મહારાજને બોલાવીને કહો કે પુણ્ય-પ્રકાશનું સ્તવન સંભળાવો તો સાંભળશે કોણ? અને ભૂલેચૂકે જે સજાગ અવસ્થામાં લઇ જાઓ તો દર્દી કહે કે, ‘અરે ! મહારાજને હમણાં કેમ લાવ્યા? હજુ તો હું ઘણું જીવવાનો છું !' તો શું તત્વઝરણું ૬૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય-પ્રકાશનું સ્તવન મરતી વખતે જ સંભળાય? જીવતાં જીવતાં ન સંભળાય? આપણે કેટલી બધી ગેરસમજોના ભોગ બન્યા છીએ ! ચાલો, હવે બધે સુધારા કરીએ. જીવનમાં પ્રથમ નંબર દેવ-ગુરુ અને ધર્મનો લગાડીએ. ગુણો તરફ આકર્ષણ પેદા કરીએ. સંસારના પદાર્થો પ્રત્યે અણગમો પેદા કરીએ. તો અર્ધ ચરમાવર્તકાળમાં પહોંચાય. આવો સમકિતી આત્મા સંસારમાં રહે તો પણ રમે તો નહિ જ. કમળની પાંદડીઓ પાણીથી નિર્લેપ રહે તેમ સંસારમાં તે પણ અનાસક્ત રહે. આ બધું આત્માની અંદરની સ્થિતિના આધારે વિચારવાનું છે, પણ બહારની પ્રવૃત્તિના આધારે નહિ. બહારની પ્રવૃત્તિ કોઇ આત્માની સાવ વિચિત્ર જણાય તો તેટલા માત્રથી તેને ધિક્કારશો કે તિરસ્કારશો નહિ. જાણવા પ્રમાણે સત્યકી વિધાધર સમકિતી હતો, તીર્થંકરનો આત્મા હતો. છતાં વેદમોહનીયકર્મનો તીવ્રકક્ષાનો નિકાચિત ઉદય હતો. તે કારણે તે મહાકામી હતો. વિધાધરોના મહેલોમાં અદૃશ્યપણે પહોંચીને અનેક સ્ત્રીઓને શીલભ્રષ્ટ કરતો હતો. એકવાર કયાંક અચાનક પ્રગટ થવાથી બધાને શંકા પડી. મારવા તલવાર ઉગામી પણ વૃદ્ધે અટકાવ્યો. ભગવાન મહાવીરદેવને પૂછીને ખાતરી કરીએ. ભગવાનને પૂછયું, ભગવાન કહે છે, “સત્યકી તો સમકિતી છે. નિકાચિત વેદમોહનીયના ઉદયે પાપ કરી બેસે છે, પણ તેનો તેને ભયંકર ત્રાસ છે. સતત રડે છે. મોક્ષે જનારો છે.'' આ સાંભળીને બધાએ તેને છોડી મૂક્યો. જે પાપ કરે છે, તે પાપી નથી, જો થઇ ગયેલા તે પાપ બદલ ધ્રૂસકે ધ્રૂસકે રડતો હોય તો. જે પાપ કર્યાં પછી તેનો બચાવ કરતો હોય તે સાચો ધર્મી ન કહેવાય. આપણાથી જે જે દોષ સેવાય તે બદલ રુદન જોઇએ. સેવાઇ ગયેલા તમામે તમામ પાપોની જલ્દીથી જલ્દી ભવાલોચના કરવી જોઇએ. કાર સત્યકીનું સમકિત જોરદાર હતું, પણ સાથે ચારિત્ર મોહનીય કર્મ એવું પ્રબળ હતું કે જે તેને આવા ભયાનક પાપ કરવા માટે મજબૂર કરતું હતું. આ ચારિત્ર મોહનીય કર્મ દીક્ષા લેતાં પણ અટકાવે. pa કોઇ પૂછે કે, ‘દીક્ષા કેમ નથી લેતા?' તો શું જવાબ આપો? ‘નસીબમાં હશે તો દીક્ષા લઇશું' એર્વો? કોણે કહ્યું કે તમારા નસીબમાં દીક્ષા નથી? નસીબ એટલે કર્મો ને? કહો તો ખરા કે કયા કર્મના ઉદયે દીક્ષા મળે? આઠ કર્મોના ૧૫૮ પેટા ભેદો છે. આ ૧૫૮ પ્રકારના કર્મોમાં કોઇ કર્મ દીક્ષા તત્વઝરણું ૬૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ આપનારું નથી. તેથી નસીબમાં હોય તો દીક્ષા મળે, તે વાત કેવી રીતે બરોબર ગણાય? હકીકતમાં તો દીક્ષા કર્મના ઉદયથી નહિ પણ પુરુષાર્થથી મળે. દીક્ષા અપાવનારું કોઇ કર્મ નથી પણ દીક્ષા લેતાં અટકાવનારું કર્મ છે. જો સમ્યક્ પુરુષાર્થ કરીએ તો તે કર્મ દૂર થઇ જાય. પરિણામે દીક્ષા મળી જાય. દીક્ષા લેતાં અટકાવનારા આ કર્મનું નામ ચારિત્ર-મોહનીય કર્મ છે. તેને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો છે. કર્મ તો જડ છે. આત્મા ચેતન છે. જડ કરતાં ચેતન (આત્મા) ની શક્તિ વધારે છે. તે પુરુષાર્થ કરે તો કર્મોએ દૂર હટી જવું પડે. નિકાચિત કર્મોની વાત જવા દો. નિકાચિત એટલે ફેરફાર ન થઇ શકે તેવા કર્મો. પુરુષાર્થ કરવા છતાંય તે કર્મો દૂર ન થાય પણ અનિકાચિત કર્મો તો પુરુષાર્થથી દૂર થઇ શકે. સામાન્યથી એક લાખ કર્મોમાં માંડ એકાદ કર્મ નિકાચિત હોય, બાકીના બધા અનિકાચિત હોય. માટે જો પુરુષાર્થ કરો તો દીક્ષા અટકાવનારું કર્મ પણ દૂર થઇ શકે ખરું. પુરુષાર્થ કરી તો જુઓ. યો ફેરફાર ભાણામાં પીરસ્યું પણ અદબ વાળીને બેસો તો પેટ ભરાય? કોણ અટકાવે છે? કર્મ? જરા કોળીયો મોઢામાં મૂકવાનો પુરુષાર્થ કરો. કર્મ દૂર થઇ જશે. પેટ ભરાશે. બરોબર ને? ત્યાં કોળીયો મૂકવાનો પુરુષાર્થ કરવાના બદલે બોલો કે, ‘નસીબમાં હશે તો પેટ ભરાશે' તો ચાલશે? કોળીયો મોઢામાં ન મૂક્યો ત્યાં સુધી ભોગાન્તરાય કર્મનો ઉદય હતો. મોઢામાં મૂકવાના પુરુષાર્થે તે કર્મના ઉદયને દૂર કર્યો. પેટ ભરાયું. કયારેક જ કોઇને એવું બને કે કોળીયો જ્યાં મૂકવા જાય ત્યાં જ કોઇ ઝેરની શંકા કરે. કોળીયો અટકી જાય. અહીં કર્મ દૂર ન થયું. પણ આવું ક્યારેક જ બને. ૨૨ વર્ષનો દીકરો આખો દિવસ નોકરી-ધંધાના બદલે ઘરે બેસી રહે તો શું કરો? કાંઇ કહો તો તે જવાબ આપે કે, “શું કરું? મારા કર્મનો ઉદય છે. નસીબમાં હશે તો મળશે,'' તો ચલાવી લો કે તેને કમાવા માટે મહેનત કરવાની કહો? તો દીક્ષા માટે એવું કેવી રીતે બોલાય કે નસીબમાં હશે તો મળશે? ના હવે તેવું નહિ બોલવાનું પણ દીક્ષા લેવાનો પુરુષાર્થ કરવાનો. દીક્ષા લેવા અને પાળવા, જ્ઞાન નહિ પણ વૈરાગ્યની જરુર છે. શારીરિક બળની નહિ પણ માનસિકબળ - ધીરતાની જરુર છે. ધર્મારાધના પણ વીલપાવરથી થાય. એકાસણું પણ નહિ કરી શકનારા, મનોબળથી માસક્ષમણ કરી દે છે. તે જ રીતે દીક્ષાપાલન માટે વ્રતપાલનની ધીરતા જોઇએ. તેવા તત્વઝરણું 1993 Page #74 -------------------------------------------------------------------------- ________________ ધીર આત્મામાં દીક્ષા લીધા પછી ગુરુપારતનય જોઇએ. ભાવ વિના માત્ર વેશથી પણ દીક્ષા લેનારા અનેક આત્માઓ સંસાર સમુદ્રને તરી ગયા છે. ખાવા માટે ભિખારીએ દીક્ષા લીધી, પણ પછી તેની અનુમોદના કરવાના પ્રભાવે સંપ્રતિ રાજા બન્યા. સવાલાખ દેરાસરો અને સવા કરોડ જિનમંદિરો તેણે બનાવ્યા. દીક્ષા લેતી વખતે તેને કયાં દીક્ષાના ભાવ હતા? તેથી ભાવ ન હોય તો દીક્ષા ન જ અપાય એમ નહિ. ભાવથી દીક્ષા લઇને મોક્ષે જનારા કરતાં ભાવ વિના દીક્ષા લઇને મોક્ષે જનારા કદાચ વધારે હશે. ભાવ સતત સરખા ન રહે. તેમાં વધ-ઘટ થયા કરે. તેથી ભાવના વિશ્વાસે ન રહેવાય. - ઉપવાસ કરો ત્યારે ચોવીસેય કલાક ઉપવાસના સરખા જ ભાવ રહ્યા કરે? કે તેમાં વધ-ઘટ થયા કરે? હા ! પચ્ચકખાણ લેવાથી મીનીમમ ભાવ ટકી જાય છે, તેમ દીક્ષા લેવાથી તેના મીનીમમ ભાવ ટકેલા રહે. બાકી તો ચડ-ઉતર થયા કરે. પચ્ચકખાણના પ્રભાવે ઉપવાસ ટકે તેમ દીક્ષાના પ્રભાવે સંયમજીવન ટકે. ગુરુની આજ્ઞાનું પાલન, સ્વાધ્યાય, તપ, જપ, વાચના તથા સંયમનું વાતાવરણ વગેરે સંયમજીવન જીવવાની શક્તિ આપે. તેથી દીક્ષા લીધા પછી ભાવો સતત વધ્યા કરે; પણ સંસારમાં રહો તો? સંસારનું વાતાવરણ જ એવું છે કે તેમાં સતત નિમિત્તો મળ્યા કરે. ભાવ ખતમ થવા માંડે. ge તેથી હવે દીક્ષાના ભાવ જાગ્યા છે કે નહિ ? તેની ચિંતા કરવાના બદલે મારામાં સંયમના મહાવ્રતો પાળવાની ધીરતા છે કે નહિ ? તે ચકાસવા પુરુષાર્થ કરવો. તે માટે ઘર છોડીને ગુરુ મહારાજ પાસે રહેવું. વિહાર કરવો. એક મહીનાના પૌષધ કરવા. મેલા કપડાં, ઠંડી, ગરમી, એકાસણું, હાથ-પગ-મોટું ધોવાનું નહિ, વગેરે ફાવે છે કે નહિ તે ખબર પડે. ગુરુ તથા ગુરુભાઇઓ સાથે સ્વભાવ મેચ થાય છે કે નહિ? તે જણાય. જે જામી જવાય તો દીક્ષા લઇ લેવી. | દીક્ષામાં વય નડતી નથી. આઠ વર્ષની ઉંમરે પણ દીક્ષા લેવાય. વૈરાગ્ય જોઇએ. હરિભદ્રસૂરિજી તો કહે છે કે બાળદીક્ષા કરતાં તો ભુફતભોગીની દીક્ષા વધુ જોખમી છે, કારણકે બાળકને તો મોટા થતાં કુતૂહલ થાય, જેને યોગ્ય સમજાવટથી શાંત કરી શકાય પણ ભક્તભોગીને તો આ ભવમાં જાતે અનુભવેલાનું સ્મરણ થાય. માટે બાળદીક્ષા ન જ અપાય તે વાત બરોબર નથી. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું १४ Page #75 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧૩ મંગળવાર. તા. ૨૦-૮-૦૨ આપણા આત્માની જ્યારે નિયતિ પાકી ત્યારે તે અવ્યવહારરાશીમાંથી બહાર નીકળ્યો. સ્વભાવથી ભવ્ય છે.જ્યારે કાળ પાકયો ત્યારે ચરમાવર્તકાળમાં પ્રવેશ મળ્યો. હવે આપણી ખરી સાધના શરુ થાય છે. દુઃખી કે સુખીના આધારે નહિ, પાપી કે પુણ્યશાળીના આધારે નહિ પણ દોષી છીએ કે ગુણી? તેના આધારે આત્માનો વિકાસ નક્કી થાય છે માટે આપણે દુઃખ દૂર કરવાનો અને સુખ મેળવવાનો કે પાપ દૂર કરવાનો અને પુણ્ય પેદા કરવાનો નહિ પણ દોષનો નાશ અને ગુણની પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આત્મવિકાસની આજ સાચી સાધના છે. દોષનાશ અને ગુણપ્રાપ્તિની સાચી સાધના ચરમાવર્તકાળમાં જ થઇ શકે. અચરમાવર્તકાળમાં ન થાય કારણકે અચરમાવર્તમાં કર્મો બળવાન છે, પુરુષાર્થ માયકાંગલો છે જ્યારે ચરમાવર્તકાળમાં કર્મો માયકાંગલા છે, પુરુષાર્થ બળવાન છે. કર્મો અને પુરુષાર્થ વચ્ચે અનાદિકાળથી યુદ્ધ ચાલ્યું આવે છે. આધ્યાત્મિક વિકાસની દષ્ટિએ વિચારીએ તો અચરમાવર્તકાળમાં કર્મો બળવાન હોવાથી પુરુષાર્થ હારે છે. આધ્યાત્મિક વિકાસ થઇ શકતો નથી. જીતેલા કર્મો તેને અટકાવે છે. ચરમાવર્તકાળમાં કર્મો નબળા બને છે અને પુરુષાર્થ બળવાન બને છે. તેથી તેમાં જો સમ્યફ પુરુષાર્થ આદરવામાં આવે તો આધ્યાત્મિક વિકાસ વેગવંતો બન્યા વિના ન રહે.' - જો આપણો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો હોય તો આપણે ધર્મારાધનામાં વધુ જોરદાર પુરુષાર્થ કરવાની જરૂર છે, કારણકે આપણો પુરુષાર્થ નિષ્ફળ જવાનો નથી. કર્મો નબળા પડેલા છે. થોડીક મહેનત કરીશું, તો તે ખતમ થઇ જશે. મોક્ષ આપણને મળી શકશે. આમ, ચરમાવર્તકાળમાં આપણો થયેલો પ્રવેશ આપણા માટે ઘણો લાભદાયી છે. આધ્યાત્મિક વિકાસ હવે ઝડપથી થઇ શકશે. કદાચ કોઇનો પ્રવેશ ચરમાવર્તકાળમાં ન થયો હોય તો તેણે અચરમાવર્તકાળમાં પુરુષાર્થ માયકાંગલો છે એમ જાણીને ધર્મારાધનામાં પુરુષાર્થ બંધ કરવાની જરૂર નથી. ભલે તે ધર્મારાધના તે કાળમાં તેનો વિશિષ્ટ આધ્યાત્મિક વિકાસ ન કરી શકે, પણ ભૌતિકવિકાસ તો ત્યારે પણ તેનાથી થાય જ છે. ધર્મારાધના કયારેય નકામી નથી, નિષ્ફળ નથી. - અચરમાવર્તકાળમાં કરેલી ધર્મારાધના ભલે દોષનાશ કે ગુણપ્રાપ્તિ તત્વઝરણું | ૬૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક કક્ષાની ન કરાવી શકે, પણ તે ધમરાધના ચાલુ હોય તેટલો સમય વિરાધના તો દૂર થાય જ. ધર્મસ્થાનોમાં જઇએ તેટલો સમય વિરાધનાના સ્થાનોમાં જવાનું અટકે છે. ધર્મની સામગ્રીઓનો ઉપયોગ કરાય ત્યારે વિરાધનાની સામગ્રીઓ દૂર થાય જ. આ ધર્મારાધના, ધર્મારાધનાના સ્થાનો અને ધમરાધનાની સામગ્રી પુણ્ય બંધાવે. પાપોનો નાશ કરે. વિરાધના, વિરાધનાના સ્થાનો અને વિરાધનાની સામગ્રીઓ દૂર થતાં પાપો બંધાતા અટકે, પરિણામે દુઃખો દૂર થાય. સુખની સામગ્રીઓ પ્રાપ્ત થાય. આ ફાયદો પણ શું નાનો સુનો છે? કેવળજ્ઞાનીની દષ્ટિએ જેટલા ભવો સંસારમાં કરવાના છે, તેમાં વધ-ઘટ થવાની નથી, પણ તે ભવો નરકના, કૂતરાના, વાઘ-સિંહના,ગરીબ કે મુસલમાન તરીકેના પણ થઇ શકે છે. તેના બદલે તે ભવો દેવલોક વગેરેના કે સુખસમૃદ્ધિવાળા માનવના થાય તો સારું ને? તે બધો કાળ ભૌતિક રીતે સુખી પસાર થાય તેવું ઇચ્છો ને? તે કાર્ય અચરમાવર્તકાલિન આરાધનાઓ વગેરે પણ કરી શકે છે. આ તેથી અચરમાવર્તકાળમાં હોઇએ કે ચરમાવર્તકાળમાં, ધર્મની આરાધના દિન-પ્રતિદિન વધારવી જોઇએ. વારંવાર ધર્મના સ્થાનોમાં જવું જોઇએ. ધર્મની સામગ્રી કટાસણું, ચરવળો, ધૂપ-દીપ વગેરેનો ઉપયોગ કરવો જોઇએ. તે બધું અચરમાવર્તકાળમાં ભૌતિકવિકાસ સાધવામાં અને ચરમાવર્તકાળમાં ભૌતિક વિકાસ સાથે આધ્યાત્મિક વિકાસ સાધવામાં ઉપયોગી બનશે. અચરમાવર્તકાળમાં કર્મોની તાકાત વધારે હોવાથી તે વખતની આરાધનાઓ વગેરે દોષનાશ કે ગુણપ્રાપ્તિ કરાવી ન શકે. તે વખતે જે દોષનાશ કે ગુણપ્રાપ્તિ જણાય તે આભાસિક હોય. રાખથી ઢાંકેલો અગ્નિ ઓલવાયેલો જણાય તેવી ક્ષમા હોય ! આ અચરમાવર્તકાળમાં વિરાધકભાવ હોય. આરાધકભાવ ન હોય. આરાધકભાવ વિના દોષનાશ-ગુણપ્રાતિ વાસ્તવિક ન થાય. તે તો ચરમાવર્તકાળમાં આરાધકભાવ આવવાથી થાય. આરાધકભાવ પેદા થાય ત્યારે આધ્યાત્મિક વિકાસમાં આગેકૂચ થાય. આરાધકભાવ દોષોનો નાશ કરીને ગુણોને પ્રગટ કરે. છેલ્લે મોક્ષે પહોંચાડે. a આધ્યાત્મિક વિકાસનું બેરોમીટર સુખ-દુઃખ, પુણ્ય-પાપ નહિ પણ ગુણપ્રાપ્તિ અને દોષનાશ છે. ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથમાં કહ્યું છે કે, 2 “જહ જહ દોસા વિરમઈ, જહ જહ વિસયહિં હોઈ વેરઝ્મ, | તહ તહ વિનાયબં, આસનં સે અ પરમપયું. તત્વઝરણું - ૬૬ Page #77 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ દોષો વિરામ પામે (અટકે), જેમ જેમ વિષયોથી વૈરાગ્ય પેદા થાય તેમ તેમ જાણવું કે પરમપદ (મોક્ષ) નજીક છે.” જડ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય જાગે, જગતના જીવો પ્રત્યે સત્કાર જાગે ત્યારે મોક્ષ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, એમ સમજવું. - આમ, જો આપણામાં દોષો જોરદાર જામેલા હોય તો આપણે મોક્ષથી દૂર છીએ એમ સમજવું અને જો દોષો પાતળા પડતા હોય, ગુણો પેદા થતાં હોય તો મોક્ષની નજીક જઇ રહ્યા છીએ, તેમ જાણવું. આ દોષનાશ અને ગુણપ્રાપ્તિ માટે એટલે કે આત્માને નિર્મળ બનાવવા માટે બાહ્ય આરાધનાઓ, આરાધનાના સ્થાનો અને આરાધનાની સામગ્રીઓની પણ તેટલી જ જરૂર છે. તેના વિના ના ચાલે. - જો આપણો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો છે, તો હવે કાળ ફેવર કરે છે. જે ઇચ્છો તે થાય. પુરુષાર્થ સફળ થાય. કર્મો ફેઇલ થાય. હવે જો આપણે મોક્ષ મેળવવા સમ્યક્ પુરુષાર્થ ન કરીએ તો કેમ ચાલે ? નિયતિમાં જે હોય તે જ થાય ને ? માટે મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થશે જ, તો પુરુષાર્થ કરવાની શી જરૂર ? એમ ન કહેવું. | ગણિતની ચોપડીમાં દાખલાનો પાછળ જે જવાબ આપ્યો છે, તેના જેવી નિયતિ છે. પણ તે જવાબ લાવવા જે સરવાળા-બાદબાકી-ગુણાકારભાગાકાર-વર્ગમૂળ-વર્ગ વગેરે રીત કરવી પડે તેના જેવો પુરુષાર્થ છે. દાખલાનો. જવાબ નકકી જ છે, છતાં તે ન જાણો ત્યાં સુધી રીત તો કરવી પડે; તેમ નિયતિ ન જાણો ત્યાં સુધી પુરુષાર્થ કરવો જ જોઇએ. નિયતિમાં દીક્ષા નથી જ, તેવું જાણો છો? જો ના, તો દીક્ષા મેળવવા પુરુષાર્થ કરવાનો. તે માટે ઘર છોડીને મહારાજ સાહેબ પાસે રહેવા જવાનું. સંયમ મળે તેવો ઉધમ કરવાનો. છતાં ય સંયમ ન મળે તો નિકાચિત ચારિત્ર મોહનીસકર્મનો ઉદય સમજવો, પણ તેવો પુરુષાર્થ કર્યા વિના કર્મનું બહાનું શી રીતે કઢાય ? - ચરમાવર્તકાળમાં આવી ગયા છીએ તો હવે માત્ર મોક્ષ મેળવવા જ પુરુષાર્થ કરવાનો. મોક્ષથી ઓછું આપણને કાંઇ ન ખપે. જે મોક્ષને જ ઇચ્છે, તેને મોક્ષ ન મળે ત્યાં સુધી મોક્ષની નીચેનું બધું જ મળ્યા કરે. સ્વામી વિવેકાનંદને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ જ્યારે અણિમાદિ આઠ સિદ્ધિઓ આપતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “ગુરુદેવ ! આ આઠ સિદ્ધિઓથી મને મોક્ષ મળશે? જો તેનાથી મોક્ષ ન મળવાનો હોય તો આ આઠ મહાસિદ્ધિઓ . | તત્વઝરણું | go Page #78 -------------------------------------------------------------------------- ________________ મારે મન આઠ કાંકરાથી વિશેષ જરા ય નથી ! પત્ની મૈત્રેયીને તેના પતિ યાજ્ઞવલ્કય જાતજાતની ભેટ આપતો ત્યારે તે પૂછતી કે, “શું મને આનાથી મોક્ષ મળશે? જો ના, તો મારે તેનું શું કામ છે?'' “ચેનાહં નાડમૃતા ચાં, તેનાડહં કિં કુર્યામ” વિવેકાનંદ, મૈત્રેયી વગેરેને જૈનશાસન નહોતું મળ્યું, છતાં ય તેમને જો. મોક્ષથી ઓછું ખપતું નહોતું તો આપણને તો જૈનશાસન મળ્યું છે, આપણને મોક્ષથી ઓછું શી રીતે ચાલે ? મોક્ષ મેળવવા સત્સંગ કરવો. સારા પુસ્તકોનું વાંચન કરવું. તેનાથી જ્ઞાન વધે. તપ-જપ-ધ્યાનમાં આગળ વધાય. સત્સંગ, વ્યાખ્યાનશ્રવણ, સત્સાહિત્યવાંચન વગેરેથી છોડવા જેવા (હેય), જાણવા જેવા (ૉય) અને આદરવા જેવા (ઉપાદેય) તત્ત્વો સમજાય. હેયપદાર્થો છૂટતા જાય. ઉપાદેય પદાર્થો આચરાતા જાય, પરિણામે મોક્ષ નજીક આવતો જાય. - આ કાળે અહીંથી ક્યાં મોક્ષે જવાય છે કે તેનો પુરુષાર્થ કરીએ? એવું ન વિચારવું. કાંદીવલીથી અમેરિકા જવાય કે નહિ? બોલો કે જવાય, વાયા સહારા એરપોર્ટ. તે જ રીતે અહીંથી પણ મોક્ષે જવાય, બોલો વાયા મહાવિદેહક્ષેત્ર. - જેણે અહીં દીક્ષા લેવી નથી, અહીં દીક્ષા ગમાડવી નથી તેને કદાચ મહાવિદેહક્ષેત્રમાં જન્મ મળે તો ત્યાં પણ દીક્ષા લેવી ગમશે? તે લઇ શકશે ખરો? અહીં ગમાર્યું હશે તો ત્યાં ગમશે. મહાવિદેહક્ષેત્રમાં જવાની તથા ત્યાં ગયા પછી સંયમ ગમે અને મળે તે માટેની ભૂમિકા તો અહીં બનાવવી પડશે ને? તે માટે અહીં સંચમધર મહાત્માઓ ગમાડવા પડશે. સંયમ ગમાડવું પડશે. અને તેથી આગળ વધીને સંયમજીવન સ્વીકારવાની ભૂમિકા પેદા કરવી પડશે, બરોબર ને? go આંશિક મોક્ષના દરવાજા તો અહીં પણ ખુલ્લા છે. મોક્ષ એટલે છૂટકારો. તમામ દુઃખોમાંથી છૂટકારો, તમામ પાપોમાંથી છૂટકારો, તમામ વાસનાઓમાંથી છૂટકારો. દુઃખો-પાપો-વાસનામાંથી થોડો થોડો છૂટકારો થતો તો અહીં પણ અનુભવાય છે, અને તે માટે મહેનત પણ કરો છો, તો આ બધાથી સંપૂર્ણપણે છૂટકારો પમાડનારા મોક્ષ માટે કેમ પુરુષાર્થ ના કરવો ? ચાલો, હજુ મોડું નથી થયું. આજે જ તે માટેનો સમ્યક્ પુરુષાર્થ આરંભીએ. તે માટે મોક્ષના સ્વરૂપને સમજીએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૬૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧૪ બુધવાર, તા. ૨૧-૮-૦૨ ચરમાવર્તકાળમાં રહેલો આત્મા સમ્યફ પુરુષાર્થ વડે વિકાસ સાધતાં સાધતાં જ્યારે સમ્યગદર્શન પામે ત્યારે તે અર્ધચરમાવર્તકાળથી વધારે તો નહિ જ ભમે તેમ નક્કી થાય. સમકિતી આત્મા સંસારમાં રખડે તો ય વધુમાં વધુ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તકાળ એટલે કે અર્ધચરમાવર્તકાળ, રખડે, પણ તેનાથી વધારે તો નહિ. સમકિતી આત્માને તારક પદાર્થો જ ગમે, મારક પદાર્થો ન જ ગમે. તેને મોક્ષ જ ગમે. સંસાર ન જ ગમે. ગુરુમહારાજ જ ગમે. ઘરવાળી ન જ ગમે. તેની આંતરિક સ્થિતિ ઘણી બધી પલટાઇ ગઇ હોય, તે સંસારમાં રહે ખરો, પણ તેમાં રમે તો નહિ જ. તે કાયપાતી હોય પણ ચિત્તપાતી ન હોય, એટલે કે તેનું શરીર ભલે સંસારમાં હોય, પણ તેનું મન તો ત્યાંથી ઊઠી ગયું હોય ! તે મોક્ષ મેળવવા ઝૂરતો હોય; કારણકે સાચું સુખ ત્યાં મોક્ષમાં જ છે. આ દુનિયામાં રહેલી દરેક વ્યક્તિને સુખ જોઇએ છે. સુખ મેળવવા તે બધે ફાંફાં મારે છે, પણ સુખ એટલે શું? પોતાને કયું સુખ જોઇએ છે? તે માટેના સ્પષ્ટ વિચારો કેટલા પાસે છે? પાંચ મિનિટ માટે આંખ મીંચીને વિચારો કે મારે કયું સુખ જોઇએ છે? સુખ માટેની મારી કલ્પના શું છે? નાસ્તિક હોય કે આસ્તિક, ભારતીય હોય કે પરદેશી, જૈન હોય કે અજેન, બધાને ખરેખર કયું સુખ જોઇએ છે? તે વિચારીએ. | હું સમજું છું ત્યાં સુધી દરેકની ઇચ્છા તે જ સુખને મેળવવાની છે કે (૧) જે સુખ મોટા દુઃખને લાવનારું ન હોય ! બરોબર ને? ઝેરના ટીપાવાળો દૂધપાક ખાવા કોણ ઇચ્છે? બ્રેઇન હેમરેજ કરવાની શકયતાવાળી માથાનો દુઃખાવો દૂર કરવાની ગોળી કોણ લે? કોઇ જ નહિ ને? શા માટે? બોલો કે દૂધપાક કે ગોળી સુખ આપવાનું કે દુઃખ દૂર કરવાનું કાર્ય તો તાત્કાલિક કરે છે, પણ પછી મોતનું મોટું દુઃખ લાવે છે, માટે તેવા સુખને ન ઇચ્છાય. બરોબર ને? તેથી નકકી થયું કે જે સુખ મોટા દુ:ખને લાવનારું હોય તે સુખ મેળવવા કોઇ ઇચ્છે નહિ. | (૨) જે સુખ કાયમ ટકવાનું ન હોય તેને કોણ ઇચ્છે? ચાર રામવાળો ભાડાનો ફલેટ મળતો હોય અને બીજી બાજુ માત્ર વન રુમ કીચના ઓનરશીપથી મળે તેમ હોય તો, બેમાં શું ઇચ્છો? નાનો પણ ઓનરશીપનો ફલેટને? કેમ? તમારો કબજો તેમાં કાયમ રહેવાનો છે, માટે જ ને? આમ, જે સુખ કાયમ ટકવાનું હોય, તેને જ બધા ઇચ્છે છે. (૩) જે સુખ સ્વાધીન હોય તેને બધા ઇચ્છે. જેમાં બીજાની દાઢીમાં વારંવાર હાથ નાંખવો પડતો હોય તેવા પરાધીન સુખને કોણ ઇચ્છે? જેની ચાવી પપ્પા તત્વઝરણું SC Page #80 -------------------------------------------------------------------------- ________________ રાખવાના હોય તેવું હીરો હોન્ડા કયો કોલેજીયન ઇચ્છે? | (૪) દુઃખની ભેળસેળવાળા સુખને પણ કોણ ઇચ્છે? કોઇ માજી પ્રેમભર્યા શબ્દો સાથે રોટલો અને મરચું ખવડાવે અને બીજી કોઇ વ્યક્તિ કડવા શબ્દો બોલવાપૂર્વક ગુલાબજાંબુ ખવડાવે તો તમને ક્યાં વધુ મજા આવે? રોટલો અને મરચું ખાવામાંને? કેમ? ગુલાબજાંબુ પણ સુખ ન આપી શકે, જો તે કડવાશ ભર્યા અપમાનજનક શબ્દોના દુઃખની ભેળસેળવાળા હોય તો. બરોબર ને? આમ, આપણે સૌ (૧) મોટા દુઃખને નહિ લાવનારા (૨) કાયમી ટકનારા (૩) સ્વાધીન અને (૪) દુઃખની ભેળસેળ વિનાના સુખને ઇચ્છીએ છીએ, એવું નક્કી થયું. તો આવું આપણું ઇચ્છેલું સુખ ક્યાં મળે? જરા તપાસ તો કરો. પૈસા, પત્ની, પરિવાર, પ્રભુત્વ, પુત્ર, પપ્પા વગેરેમાં મળે ? ભોજન, વેશ, મકાન, ફર્નિચર, ટી.વી., ગાડી, પંખા વગેરેમાં મળે ? બોલો તો ખરા ? સૌને જેવું જોઇએ છે તેવું સુખ કયાં મળે ? | સુગંધી પદાર્થને પામવા હરણીયાએ જંગલમાં એક છેડેથી બીજા છેડે દોટ મૂકી. સુગંધ આવે છે, પણ તે સુગંધ આપનાર સુગંધી પદાર્થ તેને ન મળ્યો. કારણ જાણો છો ? તે સુગંધી પદાર્થ-કસ્તુરી- તેની નાભીમાં જ હતી અને તે હરણ તેને બહાર જંગલમાં શોધતું હતું. પછી તે શી રીતે મળે ? તે જ રીતે સુખ પણ આપણા આત્મામાં જ છે અને આપણે તેને શોધીએ છીએ ટી.વી. વગેરે બહારના પદાર્થોમાં. શી રીતે મળે ? વડદાદા, દાદા, બાપા અને આપણે, કોઇને ય બહારના પદાર્થોમાંથી આજ સુધી સુખ મળ્યું નથી, તે હકીકત છે, તો હજુ ય ત્યાં જ સુખની શોધ કરવામાં મૂખઇ નથી. - વિજ્ઞાને શોધેલા સાધનોમાં સુખ છે જ નહિ. આપણે સુખના કહેવાતા સાધનો પાછળ પાગલ બન્યા છીએ, નવા નવા સાધનો વસાવતાં જઇએ છીએ, પણ આપણી ધારણા પ્રમાણેનું સુખ આપવાની તેમની પણ તાકાત ક્યાં છે? અબજોના અબજો રુપીયાનો ખર્ચ અને કરોડો માનવ કલાકોનો ઉપયોગ કર્યા પછી વિજ્ઞાન કોઇ એક વ્યક્તિના એક દુઃખને કાયમ માટે દૂર કરવાની ગેરંટી આપી શકહ્યું છે ખરું? વિજ્ઞાન કોઇ એક દુઃખને ટેમ્પરરી દૂર કરી શકે, પણ કાયમ માટે દૂર કરી ન શકે. કોઇને થયેલા મેલેરીયાને મટાડી શકે પણ વિશ્વમાં કોઇને ક્યારેય કોઇ રોગ નહિ થાય તેની ગેરંટી ન આપી શકે. સરબત વગેરે આપીને તરસ ટેમ્પરરી દૂર કરી શકે પણ કાયમ માટે તરસનું દુઃખ દૂર ન કરી શકે? હવે તેની પાછળ પાગલ શી રીતે થવાય? | ભલા ભાઇ! કહો તો ખરા કે વિજ્ઞાને કોઇ એવી ટેબ્લેટ શોધી છે કે જે લેનારને કયારે ય કોઇ પણ રોગ નહિ થાય તેની ગેરંટી આપી શકાય? એવું | તત્વઝરણું ૦૦ Page #81 -------------------------------------------------------------------------- ________________ કોઇ ઇંજેકશન શોધ્યું છે ખરું કે જે લેનારને જીવતો રહેવા છતાં કદી ય ઘડપણ નહિ આવે તેની ખાતરી આપી શકાય. એવો કોઇ સેલાઇનનો બાટલો શોધ્યો છે કે જે લેનારને કયારે ય મોતના દુઃખનો અનુભવ કરવો નહિ પડે ! | શું હજુ સુધી આવી કોઇ ટેબ્લેટ, ઇંજેકશન કે બાટલા વિજ્ઞાને નથી શોધ્યા? એનો મતલબ તો એ થયો કે વિજ્ઞાન કોઇ એક વ્યક્તિના, માત્ર એક જ દુઃખને કાયમ માટે દૂર કરવા અસમર્થ છે. જો વાસ્તવિક્તા આ જ હોય તો દુઃખોને દૂર કરવા, સુખને મેળવવા તેના શરણે શી રીતે જવાય ? e કોઇનું પણ ખંડન ત્યારે જ કરી શકાય, જયારે આપણી પાસે તેનો ઓપ્શન (વિકલ્પ) હોય. વિજ્ઞાનની સામે ધર્મ છે. જે ગેરંટી આપવા તૈયાર છે. આજ સુધીમાં આ ધર્મે માત્ર એક જ વ્યક્િતના નહિ, અનંત વ્યક્િતઓના, માત્ર એક જ દુઃખને નહિ પણ તમામે તમામ દુઃખોને, થોડા સમય માટે નહિ પણ કાયમ માટે દૂર કરવાની ગેરંટી આપી છે. અનંતા આત્માઓને મોક્ષે પહોંચાડ્યા છે, જ્યાં તેમણે કદીય ભૂખ, તરસ, ઠંડી, ગરમી, રોગ, ઘડપણ કે મોતનું દુઃખ સહન કરવાનું નથી ! - આમ સુખ મેળવવા વિજ્ઞાનના નહિ, ધર્મના શરણે જવું જરૂરી છે. સુખ વિજ્ઞાને શોધેલા સાધનોમાં નહિ પણ ધર્મે બતાડેલી સાધનામાં છે. સાધના પાછળ પાગલ બનવાનું છોડીને હવે ધર્મસાધનામાં લીન બનવું જરુરી છે. પેલી ડોસીમાની વાત તો ખબર છે ને? ઝુંપડીમાં સોય પડી ગઇ. શોધી પણ ન મળી. અંધારું ખૂબ હતું. તેને થયું કે ખોવાયેલી વસ્તુ અજવાળામાં મળે, અંધારામાં ન મળે. માટે બહાર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં શોધવા લાગ્યા. ન મળી. કેટલાક યુવાનિયાઓ શોધવામાં મદદ કરવા લાગ્યા. તો ય ના મળી. ડોસીમાને પૂછ્યું કે, ‘તમે કઇ જગ્યાએ બેઠા હતા ત્યારે સોય પડી ગઇ? ડોસીમા કહે, ‘હું ઝુંપડીમાં હતીત્યારે સોચ પડી ગઇ હતી. યુવાનિયાઓ કહે, તો ડોસીમા, ઝૂંપડીમાં શોધો, અહીં ન શોધાય. કારણ કે સોય જ્યાં પડી હોય ત્યાં શોધો તો મળે. જ્યાં પડી જ ન હોય ત્યાં શોધો તો કેવી રીતે મળે? હા! જો ત્યાં અંધારું હોય તો વધારે વાર લાગે. અજવાળું હોય તો જલદી મળે; તે વાત જુદી.” બસ, આ જ વાત સુખ માટે છે. તમે ડોસીમા જેવા ન બનો. સુખ આત્મામાં પડ્યું છે, તેથી ત્યાં શોધશો તો મળશે. પણ સ્ટ્રીટ લાઇટના અજવાળા જેવી સાધનસામગ્રીમાં સુખ છે જ નહિ, પછી ત્યાં ગમે તેટલું શોધો તો શી રીતે મળે? ડોસીમાને હજુ પણ સોય મળી નથી, તમને ત્યાં સુખ મળશે ? ને વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.' તત્વઝરણું | ૦૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રમાં રાખે તો આપવાની મા કાયમ માટે 'સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧૫ ગુરુવાર, તા. ૨૨-૮-૦૨ આપણી ઇચ્છા તો (૧) કાયમ ટકનારા (૨) મોટા દુઃખને નહિ લાવનારા (૩) દુઃખની ભેળસેળ વિનાના અને (૪) સ્વાધીન સુખને મેળવવાની છે. આવું સુખ પેંડા કે કેરી વગેરે ભોજનસામગ્રી, સ્ત્રી-પુત્ર-પરિવાર-પૈસા વગેરે પદાર્થોમાં શોધવાનો આપણે આજ સુધી પ્રયત્ન કર્યો પણ કયાંયથી તેવું સુખ આપણને મળ્યું ખરું? બહુ ભાવતાં પેંડા પણ અમુક ખાધા પછી વોમીટ કરાવવા લાગ્યા. કેરીનો રસ અમુક પીવાયા પછી અકળામણ કરવા લાગ્યો. સ્ત્રી બેવફા નીકળી કે પુત્ર સામે પડ્યો. પૈસાના કારણે દીકરાનું અપહરણ થયું. ભાઇ-ભાઇના સંબંધો બગડ્યા. સુખ તો કયાંય ન મળ્યું પણ નવા નવા દુઃખો પેદા થયા. હવે શી રીતે કહી શકાય કે દુનિયાના પદાર્થોમાં સુખ આપવાની તાકાત છે? વિજ્ઞાન પદાર્થને કેન્દ્રમાં રાખે છે, માટે તે કોઇ એક વ્યક્તિના એક દુઃખને પણ કાયમ માટે દૂર કરી શકતું નથી. જયારે ધર્મ આત્માને કેન્દ્રમાં રાખે છે, માટે તેણે આજ સુધીમાં અનેક આત્માઓને તમામે તમામ દુઃખોમાંથી કાયમ માટે મુક્તિ અપાવી છે. પેલી ડોસી અજવાળામાં સોય શોધતી હતી તેમ લોકો ટી.વી., વીડીયો, ફ્રીઝ, મારુતી, ફલેટ, ફર્નીચર વગેરે પદાર્થોની ઝાકઝમાળમાં સુખ શોધવા દોટ લગાવે છે, પણ ડોસી જેવા તેમને કોણ સમજાવે કે સોય અજવાળામાં નહિ, જ્યાં પડી હોય ત્યાં શોધો તો મળે. સુખ સામગ્રીઓમાં નહિ પણ આત્મામાં પડ્યું છે, માટે ત્યાં શોધશો તો મળશે. નાભીમાં પડેલી કસ્તુરીને શોધવા હરણિયું જેમ જંગલમાં દોડધામ કરે તેમ આત્મામાં રહેલા સુખને મેળવવા લોકો દુનિયાના પદાર્થો પાછળ દોડધામ કરે છે. પછી તેને શી રીતે સુખ મળે? છ મહીના ધંધો કરવા છતાંય નફો ન થાય તો તપાસ કરીએ કે ભૂલ ફક્યાં થઇ છે? સ્વીચ ઓન કરવા છતાંય પ્રકાશ ન થાય તો તપાસ કરીએ કે ગરબડ કયાં હશે? તેમ અનેક પેઢીઓથી આપણા વડિલો અને આપણે પણ સાધનોમાં સુખને મેળવવાનો પ્રયત્ન કરતાં હોવા છતાંય આજ સુધી તેમાંથી સુખ મળ્યું નથી તો તપાસ ન કરીએ કે ભૂલ ક્યાં થાય છે ? ચાલો, તે ભૂલને શોધીને હવે સુધારીએ. આત્મામાં સુખ હોવા છતાં સાધનોમાં સુખ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તે આપણી ભૂલ છે. હવે તે સુધારવાની છે. જુનું ખોટું ભૂલાય નહિ ત્યાં સુધી નવું સાચું સમજાય નહિ. સાધન-સામગ્રીઓના ઢગલા વચ્ચે શ્રીમંતોને સુખ નથી. શાંતિ નથી. પ્રસન્નતા નથી. ડનલોપની ગાદી છે તત્વઝરણું ૭૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ પણ આંખમાં ઉંઘ નથી. ગુલાબજાંબુના ભોજન છે પણ પેટમાં ભૂખ નથી. આ બધું જણાવે છે કે સાધનોમાં સુખ છે જ નહિ, નહિ તો સાધનસંપન્ન લોકો દુઃખી ન હોત ! જે પદાર્થોમાં તમે સુખ માનો છો તે પદાર્થો મર્યાદા કરતાં વધારે વાપરો તો દુઃખ કેમ આપે છે ? જો તેનામાં ખરેખર સુખ આપવાની તાકાત હોત તો જેમ વધારે વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા જાઓ તેમ તેમ વધારે ને વધારે સુખ મળવું જોઇએ ને ? પદાર્થોમાં સુખ આપવાની શક્તિ ન હોવા છતાંય તેનો મર્યાદિત ઉપયોગ કરતાં સુખનો અનુભવ થાય છે તેનું કારણ આત્મામાં રહેલું સુખ છે. મડદાને ટી.વી., ફ્રીઝ, કેરી, પેંડા વગેરે પદાર્થો કયારેય સુખ આપી શકતા નથી કારણકે મડદામાં આત્મા ન હોવાથી તેમાં સુખ છે જ નહિ. આત્મામાં સુખ છે માટે પદાર્થો ટેમ્પરરી મર્યાદિત સુખ પણ આપી શકે છે. દૂધમાં ઘી છે માટે પ્રક્રિયા કરતાં તેમાંથી ઘી મળે છે. પાણીમાં ઘી છે જ નહિ તો ગમે તેટલી પ્રક્રિયા કરવા છતાં ય તેમાંથી ઘી મળી શકશે નહિ. જે ચીજ જ્યાં હોય ત્યાં પુરુષાર્થ કરો તો મળે. સુખ આત્મામાં છે, માટે તેને મેળવવા આત્મામાં પ્રયત્ન કરાય. બાહ્ય સાધનોમાં છે જ નહિ તો ત્યાં ગમે તેટલો પ્રયત્ન કરવાથી શું મળે? આત્મામાં સુખ છે માટે જેમ જેમ આત્માની નજીક જઇએ તેમ તેમ સુખી થઇએ છીએ. જેમ જેમ આત્માથી દૂર દૂર જઇએ છીએ તેમ તેમ આપણે દુઃખી થઇએ છીએ. તૃપ્તિ,ક્ષમા, નિર્વિકારિતા, નિરભિમાનિતા વગેરે આત્માના ગુણ છે. ભૂખ, તરસ, વગેરે શરીર કે કર્મો થકી પેદા થાય છે, માટે તે આત્માના ગુણ નથી. સુધાવેદનીય કર્મના ઉદયથી ભૂખ લાગી. અતૃપ્ત થયા. દુઃખી થયા. પછી જેમ જેમ ભોજન કર્યું તેમ તેમ આત્મામાં રહેલો તૃપ્તિ નામનો ગુણ પ્રગટ્યો. આત્માની નજીક આવ્યા. સુખી થયાનો અનુભવ થયો. ક્રોધ કર્યો. આત્માથી દૂર ગયા. દુઃખી થયા. જેમ જેમ ક્ષમા ધારણ કરી, તેમ તેમ આત્માની નજીક આવ્યા. સુખનો-પ્રસન્નતાનો અનુભવ થવા લાગ્યો. “મોક્ષમાં કોઇપણ પદાર્થોનો સંયોગ નથી, છતાં ત્યાં ભરપૂર સુખ છે. મગજમાં નથી બેસતું ને? સ્ત્રી, પૈસા, ટી.વી., ભોજન વગેરે પદાર્થો મોક્ષમાં છે જ નહિ તો સુખ કેવી રીતે? એવો સવાલ થાય છે ને ! મોક્ષમાં આપણે આપણા આત્માની પાસે સંપૂર્ણપણે છીએ, જરાય દૂર નથી માટે ત્યાં સંપૂર્ણ સુખી થવાય છે. પદાર્થોના સંયોગમાં જ સુખ મળે, તે આપણી મોટી ભ્રમણા છે. રાત્રે ઘસઘસાટ ઊંઘતા હોઇએ ત્યારે કોઇપણ પદાર્થનો સંયોગ અનુભવાતો નથી તત્વઝરણું Page #84 -------------------------------------------------------------------------- ________________ છતાંય સુખનો અનુભવ થાય છે ને? કોઇ ઊઠાડે તો ઉઠવું ગમતું નથી ને? પદાર્થોના સંયોગ વિના ઊંઘથી મળતું સુખ તો સામાન્ય છે. મોક્ષમાં તો અસામાન્ય કોટિનું સુખ છે. ઊંઘ તો દર્શનાવરણીય કર્મના ઉદયથી છે, જ્યારે મોક્ષ તો સર્વ કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. આપણે ક્રોધી કરતાં ક્ષમાશીલ, કામી કરતાં નિર્વિકારી, ખાનારા કરતાં ઉપવાસી હોઇએ ત્યારે જે મસ્તી, પ્રસન્નતા વગેરેને અનુભવીએ છીએ તે આત્માનું સુખ છે. ભોજન, પંખો, ટી.વી., પત્ની વગેરેથી જીવોને જ સુખનો અનુભવ થાય પણ થાંભલા, મકાન વગેરે જડ-પદાર્થોને તેના વડે સુખનો અનુભવ કેમ ન થાય? આત્મામાં સુખ પડેલું છે, માટે આત્માને સુખનો અનુભવ થાય, થાંભલા વગેરે એકપણ જડપદાર્થમાં સુખ છે જ નહિ માટે તેને સુખનો અનુભવ ન થાય. વિજ્ઞાને અણુ શોધ્યો. અણુ એટલે પદાર્થનો નાનામાં નાનો ભાગ, જૈનધર્મી તો કહે છે કે આ અણુના તો હજુ અનંતા નાના ટૂકડા થઇ શકે. જો કે હવે તો વિજ્ઞાન પણ ઇલેકટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગરે ઘણા નાના ભાગો સ્વીકારવા લાગ્યું છે. વિજ્ઞાન પરિવર્તનશીલ છે. અંતિમ સત્ય રુપ નથી. તે સત્યાન્વેશી છે. ચડિયાતું બીજું સત્ય મળે તો પૂર્વનું સ્વીકારેલું સત્ય છોડી દે છે. જો તેમાં રાજકારણ ન પ્રવેશે તો આ સત્યાન્વેશી વિજ્ઞાને અંતમાં જૈનધર્મની તમામ વાતો સ્વીકારી લેવી પડશે. જો કે હવે તો વિજ્ઞાનમાં ય રાજકારણ ઘૂસવા લાગ્યું છે. 'We never went to the moon' “અમે કયારે ય ચંદ્ર ઉપર ગયા નથી' પુસ્તક બહાર પડી ગયું છે. રશીયા કરતાં અમે જરા ય પાછળ નથી, તેવું વિશ્વને બતાડીને પોતાનો અહં સાચવવા અમેરિકાએ એપાલો-૧૧ ચંદ્ર ઉપર ગયું છે તેવો સ્ટંટ કર્યો હતો, તેમ હવે જાહેર થયું છે ! હવે આવા વિજ્ઞાનની વાતો શી રીતે સ્વીકારાય? વળી જે પરિવર્તનશીલ હોય, અંતિમ સત્યરુપ ન હોય તેની ઉપર આંધળીશ્રદ્ધા મૂકવી તે અંધશ્રદ્ધા ન કહેવાય? G સર્વજ્ઞ ભગવંતોએ બતાડેલી તમામ વાતો આજે પણ સંપૂર્ણ સત્ય પૂરવાર થઇ રહી છે ત્યારે તેવા દેખતા ભગવાન ઉપર શ્રદ્ધા મૂકવી તે અંધશ્રદ્ધા નથી પણ સાચી શ્રદ્ધા છે. ભગવાને પ્રયોગો કરીને નહિ પણ યોગ દ્વારા જાણીને સત્ય જણાવ્યું છે. સાધનો વડે નહિ, સાધના વડે જોઇને જણાવ્યું છે. એક્ષપેરીમેન્ટ વડે નહિ એસ્પીરીયન્સ વડે જણાવ્યું છે. તેમાં શંકા શી રીતે કરાય? | તત્વઝરણું ૦૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ જગદીશચંદ્ર બોઝે સાબીત કર્યું કે વનસ્પતિમાં જીવ છે. માટે બધાએ માન્યું, તો શું તે પહેલાં વનસ્પતિમાં જીવ નહોતો? નાનકડી જૈન છોકરી સાત લાખ સૂત્રમાં દસલાખ પ્રત્યેકવનસ્પતિકાય, ચૌદલાખ સાધારણ વનસ્પતિકાય બોલીને વનસ્પતિમાં જીવ છે, તેવું હજારો વર્ષોથી બોલે છે, પણ કમનશીબી છે કે ભગવાને કહેલું માનવા આપણે તૈયાર નથી પણ જ્યારે તે જ વાત વિજ્ઞાન કહે ત્યારે તરત માનવા તૈયાર થઇ જઇએ છીએ ! આપણી આ મેન્ટાલીટીમાં હવે સુધારો કરીએ. ભગવાને કહેલી તમામ વાતોને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ. આત્માના ટૂકડા થતાં નથી, પણ કલ્પનાથી આપણે આત્માના ટૂકડા કરીએ તો જેના ફરી બે ટૂકડા ન થઇ શકે તેવા અસંખ્યાતા ટૂકડા થાય. તે દરેકને પ્રદેશ કહેવાય. આત્મા આવા અસંખ્યાતા પ્રદેશોવાળો છે. આપણી નાભી (ઘૂંટી) પાસે આત્માના જે આઠ પ્રદેશો આવેલા છે. તે રુચક પ્રદેશો કહેવાય. તે સદાના શુદ્ધ છે. પવિત્ર છે. ત્યાં કોઇ કર્મો ચોંટતા નથી. જેવો ભગવાનનો આત્મા સંપૂર્ણ શુદ્ધ તેવા જ શુદ્ધ આ આઠ પ્રદેશો છે. તેમાં સુખ છે, માટે આપણને આંશિક પણ સુખનો અનુભવ થાય છે. જ્યારે આપણા આત્માના તમામે તમામ પ્રદેશો સંપૂર્ણ શુદ્ધ બની જાય ત્યારે આત્માનો મોક્ષ થયો કહેવાય. ત્યારે આપણો આત્મા સંપૂર્ણ સુખી બની જાય. આમ નિશ્ચયનયથી તો મોક્ષ અહીં જ છે. આપણો આત્મા જ્યારે સંપૂર્ણ કર્મરહિત બને, પવિત્ર બને, ત્યારે તેનો મોક્ષ થયો કહેવાય, પણ મોક્ષ અહીં જ આત્માનો સ્વભાવ સદા ઉપર જવાનો છે. કર્મો તેને નીચે કે આજુબાજુ લઇ જાય છે. અહીં રહેલો આત્મા સંપૂર્ણ શુદ્ધ બનતા તેનો મોક્ષ થાય છે. તેનો સ્વભાવ ઉપર જવાનો હોવાથી તે તરત ઉપર જાય છે. માટે વ્યવહારનયથી કહેવાય કે મોક્ષ ઉપર છે. ગતિ કરવામાં સહાય કરનારા ધર્માસ્તિકાય જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા ઉપર જાય છે. અલોક શરુ થાય ત્યાં લોકના છેડે જ તે અટકી જાય છે. સદા ત્યાં રહે છે. તેને મોક્ષમાં રહેલો કહેવાય છે.fa આમ, આત્મામાં સુખ પડયું છે, માટે પદાર્થોના સંયાગો દ્વારા થોડા સમય માટે આંશિક સુખની અનુભૂતિ થાય છે. પદાર્થોના સંયોગ વિના કાયમી, સંપૂર્ણ સ્વાધીન, દુઃખની ભેળસેળ વિનાના, મોટા દુઃખને નહિ લાવનારા સુખની ઇચ્છા કરવી હોય તો મોક્ષની ઇચ્છા કરવી જરુરી છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. Sirs તત્વઝરણું ૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૧(૧) શુક્રવાર તા. ૨૩-૮-૦૨ મોક્ષમાં પત્ની, પરિવાર, પૈસો, ફ્રીઝ, ટી.વી., ગાડી કાંઇ નથી તો ત્યાં જવાની શી જરુર? મોક્ષ એટલે જ્યાં જન્મ નથી,ખ નથી,ઘડપણ નથી,રોગ નથી, મોત નથી, પાપો નથી, વાસના નથી, તો મોક્ષમાં છે શું? તે તો કહો. તેવું વિચારનારાને પૂછવું કે માંદા પડો ત્યારે ડોકટર પાસે જાઓ છો ને? શેના માટે? નિરોગી બનવા ? આરોગ્ય મેળવવા ? આરોગ્ય એટલે શું? “પહેલું સુખ તે જાતે નર્યા' કહેવત છે ને? શરીરથી નિરોગી હોવું તે પહેલું સુખ છે. તો નિરોગી કાયાનું સુખ એટલે શું? સમજાવો તો ખરા ! આરોગ્યની વ્યાખ્યા શું ? તમારે નેગેટીવ જવાબ આપવો પડશે. પોઝીટીવ જવાબ નહિ આપી શકો. આરોગ્ય એટલે મેલેરીયા નહિ, ટાઇફોઇડ નહિ, કેન્સર નહિ, હાઇ-લો બી.પી. નહિ. ટૂંકમાં જે કાયામાં કોઇ રોગ નહિ તે નિરોગી કાયા. આરોગ્યનું સુખ એટલે શરીર સંબંધિત તમામ દુઃખોનો અભાવ. બરોબર ને ? બસ તે જ રીતે માત્ર શરીરના જ નહિ, તમામે તમામ પ્રકારના બધા જ દુઃખોનો અભાવ તે મોક્ષ, ના તેટલું જ નહિ, તે સિવાય પણ મોક્ષનું સુખ છે. આરોગ્યના સુખથી શારીરિક-માનસિક પ્રસન્નતા આવે, મોક્ષના સુખથી આત્મિક પ્રસન્નતાનો અનુભવ થાય. મોક્ષ એટલે આત્માનું આરોગ્ય. નાના ભાઇને ટાઇફોઇડ થયો. સૂઇ રહેવાનું. સ્કૂલે નહિ જવાનું. ભણવાનું નહિ. લેશન કરવાનું નહિ. કલાકે કલાકે ફૂટ-જ્યુસ મળે. મમ્મી-પપ્પા ખૂબ કાળજી લે. કોઇ વઢે નહિ. મારે નહિ. કામ કરાવે નહિ. મોટા ભાઇને બધુ જ કરવું પડે; છતાં તેને ખાવાનું સાદુ મળે. બે ભાઇમાં સુખી કોણ? દુઃખી કોણ? નાનાભાઇને બધું મળે છતાં તે સુખી તો નહિ જ કહેવાય. જો તે સુખી હોય તો દવા કેમ કરે? મોટાભાઇને કોઇ વિશેષ સગવડ મળતી નથી છતાં તે સુખીને? બધું મળે છતાં નાનો ભાઇ દુઃખી કેમ? રોગી છે માટે. તેથી તેણે નિરોગી થવાની મહેનત કરવાની. કશું મળતું નથી છતાં મોટો ભાઇ સુખી કેમ? નિરોગી છે માટે. બસ, આ જ વાત આપણી છે. જે સંસારી છે, તે માંદો છે, રોગી છે. તેને ભૂખ લાગે છે, માટે ભોજનની જરૂર છે. તરસ લાગે માટે પાણી જોઇએ વગેરે. જ્યારે મોક્ષમાં ગયેલો આત્મા નિરોગી છે. તેને ભૂખ લાગતી જ નથી માટે ભોજનની જરૂર નથી. તરસ લાગતી નથી માટે પાણીની જરૂર નથી, વગેરે. જેમ રોગીએ નિરોગી થવું જરૂરી છે તેમ સંસારીએ મોક્ષે જવું જરૂરી છે. જાતજાતની સગવડો ન મળે તો ચ નિરોગી બનવું જ જોઇએ, તેમ સંસારની તત્વઝરણું Page #87 -------------------------------------------------------------------------- ________________ સામગ્રીઓ ત્યાં ન હોય તો ય મોક્ષે જવું જ જોઇએ. મોક્ષમાં કામવાસના નથી માટે સ્ત્રીની જરૂર નથી. ઠંડી કે ગરમી નથી માટે તેને દૂર કરવા સ્વેટર વગેરે સામગ્રીની જરૂર નથી. કંટાળો નથી માટે મનોરંજનની જરૂર નથી. અરે ! કોઇ ઇચ્છા જ નથી માટે તેને પૂર્ણ કરવા કોઇ પદાર્થોની આવશ્યક્તા જ નથી. ઇચ્છા એ જ મોટું દુઃખ છે. ઇચ્છા થાય છે માટે જ પદાર્થોની અપેક્ષા રહે છે. મોક્ષમાં ઇચ્છા નથી માટે કોઇ દુઃખ નથી. તેને દૂર કરવા કોઇ સાધનોની જરૂર નથી. માટે એમ કહેવાય કે સુખ સાધનોમાં નથી પણ સાધનામાં છે. મીઠી ખંજવાળનું સુખ દાદરના દરદીને મળે, નિરોગીને ન મળે. તેથી કાંઇ દાદરના રોગી બનવાનું ન ઇચ્છાય. તેમ ખાવા-પીવા, પહેરવા, ઓઢવાનું કે કામવાસનાદિનું કહેવાતું સુખ સંસારીને મળે, મોક્ષે ગયેલાને ન મળે. તેથી કાંઇ સંસારમાં રહેવાનું ન ઇચ્છાચ. દાદર થઇ જાય તો તેને મટાડવાનો જેમ પ્રયત્ન કરાય તેમ સંસારી બન્યા છીએ તો હવે સંસારી મટીને મોક્ષે જવાનો પ્રયત્ન કરવો જોઇએ. સંસારના ભોજન વગેરેના કહેવાતા સુખો તો દુઃખોના પ્રતિકાર રુપ છે. ભૂખનું દુઃખ પેદા થાય તો ભોજન સુખ આપે, ભોજન ભૂખના દુઃખનો પ્રતિકાર કરે છે, માટે સુખ આપી શકે છે, પણ જેને ભૂખ જ નથી તેને ભોજન સુખ તો ન આપે પણ કદાચ વોમીટ કરાવીને દુઃખી કરે ! આ રીતે દુનિયાના કહેવાતા તમામે તમામ સુખો પૂર્વે પેદા થયેલા કોઇને કોઇ દુઃખના પ્રતિકાર રૂપ છે. પણ સંસારમાં કોઇ સ્વતંત્ર સુખ નથી. જ્યારે મોક્ષમાં સ્વતંત્ર સુખ છે. આત્મિક સુખા છે. આત્મરમણતાનો આનંદ છે. આવો આનંદ મેળવવાની ઇચ્છા કયો ડાહ્યો માણસ ન કરે? એક રસ્તામાં કાદવ છે, બીજો ચોફખો છે, તો કયા રસ્તે જઇએ? ચોખા રસ્તે જ ને? હાથે કરીને કાદવના રસ્તે જઇને, પગ ખરડીને પછી પગ ધોઇને ચોખા કરવાની વગર ફોગટની મહેનત કયો શાણો માણસ કરે? મોક્ષમાં સહજ સુખ મળતું હોય તો તેને છોડીને, હાથે કરીને કાદવમાં પગ ખરડવા જેવું ભૂખ-તરસ વગેરેનું દુઃખ પેદા કરીને, પછી પગ ધોવા રુપ ભોજન-પાણીનો ઉપયોગ કરીને સુખી થવાની મહેનત કરનારા કેવા કહેવાય? ના, આપણે તેવા મૂર્ખ શિરોમણી હવે નથી બનવું. ધર્મારાધના ઘણી કરીએ છીએ, પણ શેના માટે? તે કદાચ વિચાર્યું જ નથી. લક્ષ પહેલાં નક્કી જોઇએ. જો દિશા નક્કી થાય તો તેને અનુકૂળ તત્વઝરણું oo. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરી શકાય. આપણે સાધનારૂપી પ્રયત્ન કરીએ છીએ, પણ તે શું પામવા? તે તો નક્કી કરવું જ જોઇએ ને? હવે નક્કી કરીએ કે મારે માત્ર મોક્ષ જ જોઇએ. મોક્ષથી ઓછું મને હવે કાંઇ ન ખપે. મોક્ષના સુખની આંશિક અનુભૂતિ તો આપણને પણ થાય જ છે ને ? મોક્ષ એટલે આત્માના સર્વગુણો પ્રગટ થયા. સાચું કહો? જ્યારે ક્રોધથી ધમધમતા હોઇએ ત્યારે સુખનો અનુભવ થાય છે કે ક્ષમાશીલ હોઇએ ત્યારે? માસક્ષમણ કરનારો પણ ૨૦-૨૨ મા ઉપવાસે ખાનારા કરતાં ય વધારે પ્રસન્ન નથી દેખાતો? થોડા ઘણા ગુણો આંશિક ખીલે ત્યારે જે આનંદની અનુભૂતિ થાય છે, તે મોક્ષના સુખની આંશિક અનુભૂતિ છે. જ્યારે તમામ ગુણો સંપૂર્ણપણે પ્રગટી જાય ત્યારે મોક્ષના સુખની સંપૂર્ણ અનુભૂતિ થાય. આમ મોક્ષનું સુખ માત્ર કલ્પનાનો વિષય નથી, આંશિકપણે તો આપણી અનુભૂતિનો વિષય પણ બને છે. નાસ્તિક પણ ગુસ્સાને નથી ઇચ્છતો. એટલે કે તે ગુસ્સાને બદલે ક્ષમાને ઇચ્છે છે. ક્ષમાથી પ્રગટેલા સુખને પણ ઇચ્છે છે. તો જ્યાં બધા ગુણો સંપૂર્ણ પ્રગટવાથી પૂર્ણ સુખ મળે છે, તેવા મોક્ષને કેમ ન ઇચ્છાય? સંસારમાં ચારે બાજુ જુઓ તો માનવો ઓછા-વત્તા ભૌતિક સુખવાળા જેવા મળે છે. સૌ પોતાની પાસે જે સુખ છે, તેથી વધુ સુખ મેળવવાના પ્રયત્નો કરતાં દેખાય છે. જો ઓછા-વધારે સુખવાળા જીવો છે તો સંપૂર્ણ સુખવાળો જીવ પણ કોઇક હોવો તો જોઇએ જ. સંસારમાં તો સંપૂર્ણ સુખવાળો જીવ કોઇ છે જ નહિ. કારણ કે સંસારનો દરેક જીવ વધુને વધુ સુખ મેળવવા ઇચ્છે જ છે, માટે તે સંપૂર્ણ સુખી તો નથી જ, એમ નક્કી થાય છે. તો સંપૂર્ણ સુખી કોણ? કહેવું જ પડશે કે સંપૂર્ણ સુખી જીવ એટલે મોક્ષનો જીવ. કારણ કે તેને વધારે સુખ મેળવવાની કોઇ ઇચ્છા નથી કે પ્રયત્ન નથી. જેટલા સુખી છીએ તેના કરતાં વધારે સુખી બનવાની ઇચ્છા આપણને થાય છે તો સંપૂર્ણ સુખી બનવાની ઇચ્છા કેમ ન થાય? હવે કરવી છે તેથી ઇચ્છા? સંપૂર્ણ સુખી બનવાની ઇચ્છા કરવી એટલે મોક્ષની ઇચ્છા કરવી. તો ચાલો... આજથી મોક્ષની ઇચ્છા શરુ કરીએ. ના. એટલેથી અટકી ન જઇએ. તે મોક્ષ મેળવવાનો સમ્યક પુરુષાર્થ પણ શરુ કરીએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું Page #89 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૧(૨) શનિવાર તા. ૨૪-૮-૦૨ માનવ જન્મ પામ્યા પછી આપણા સૌનું લક્ષ મોક્ષનું જોઇએ. મોક્ષ એટલે આત્માની સર્વ દુઃખરહિત, સર્વ પાપરહિત, સર્વદોષરહિત ગુણભરપૂર અવસ્થા. આવી અવસ્થા પામવાની ઇચ્છા કોને ન થાય ? જે વ્યક્તિ ભયંકર ક્રોધી કે અતિકામાંધ હોય, તે આપણને ગમે? કે જે વ્યક્તિ ક્ષમાશીલ કે નિર્વિકારી હોય, તે ગમે ? કોઇને ય ક્રોધી કે કામાંધા વ્યક્તિ ગમતી નથી. બધાને ક્ષમાશીલ કે નિર્વિકારી વ્યક્તિ ગમે છે તો સંપૂર્ણ નિર્વિકારી કે ક્ષમાશીલ બનવું કેમ ન ગમે? તેવા બનવાનું ગમવું એટલે મોક્ષે જવાનું ગમવું. | ગુણ પ્રત્યે આદર પેદા થશે તો ગુણી બનવાનું મન થશે. તે માટે ગુણના અને ગુણીના અનુરાગી બનશે. સાથે સાથે તે ગુણ અને ગુણીની પ્રશંસા કરવા વડે ગુણાનુવાદી પણ બનીશું. ગુણવાન બનવા માટે ગુણાનુરાગી અને ગુણાનુવાદી બનવું અતિ જરૂરી છે પણ દોષાનુવાદી કદી નહિ. કયારે ય બીજાના દોષો જોવા નહિ. પણ પોતાના દોષો જોવા. જો પોતાના દોષો ખરાબ લાગશે તો તેના પ્રત્યે તિરસ્કાર થશે. કાઢવાનો પ્રયત્ન થશે. પરિણામે એક દિવસ તે દોષો દૂર થઇને રહેશે. ક્રોધ દોષને દૂર કરવા ક્ષમા ગુણને કેળવીએ. ક્ષમા પાંચ પ્રકારની છે. (૧)ઉપકાર ક્ષમા : સામેનાએ કરેલા ઉપકારને નજરમાં લઇને તેની ભૂલની ક્ષમા આપવી તે. (૨)અપકારક્ષમા : સામેની વ્યક્તિ મારાથી શક્તિશાળી છે, તે ભવિષ્યમાં મને હેરાન ન કરે, ત્રાસ ન આપે, કોઇ મોટો અપકાર ન કરે તે માટે તેની ભૂલની ક્ષમા આપવી તે. (૩)વિપાકક્ષમા : પરલોકમાં ક્રોધના ભયાનક વિપાકો અનુભવવા ન પડે તે માટે ક્રોધ ન કરતાં તેની ભૂલની ક્ષમા આપવી તે (૪)વચનક્ષમા : દુઃખ કે દુર્ગતિથી ગભરાઇને નહિ પણ ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ ન કરાય, ક્ષમા જ રખાય એમ વિચારીને ક્ષમા આપવી તે (૫)સ્વભાવક્ષમાં : હું ગુસ્સો કરી શકું જ નહિ. ઇટ ઇઝ સીપ્લી નોટ ડન. મારો રવભાવ જ ક્ષમાનો છે. જેમ હું માંસ ખાઇ શકું જ નહિ, જેમ હું દારુ પી શકું જ નહિ તેમ હું ગુસ્સો કરી શકું જ નહિ. મારાથી ગુસ્સો થઇ શકે જ નહિ. આ છે સ્વભાવક્ષમા. દ્રૌપદીએ વનવાસમાં કૌરવો વિરૂદ્ધ યુધિષ્ઠિરને ઉશ્કેરવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પણ યુધિષ્ઠિર ગુસ્સે થઇ શકતો જ નહિ. તે કહેતો કે મારો સ્વભાવ ક્ષમાનો છે. મને ગુસ્સો આવે જ નહિ. તત્વઝરણું loc Page #90 -------------------------------------------------------------------------- ________________ વર્ષોથી સત્રિભોજન ત્યાગ કરીને તેને સ્વભાવ બનાવી દેનારા કહે છે કે, મારાથી રાત્રિભોજન થાય જ નહિ.” કેટલાક કહે છે કે, “પૂજા વિના મને ચાલે જ નહિ. પૂજા કરવી તે મારો સ્વભાવ થઇ ગયો છે.' તેમ અહીં “ક્ષમાં રાખવી તે મારો સ્વભાવ બન્યો છે.” સ્વભાવક્ષમાં સૌથી શ્રેષ્ઠ ક્ષમા છે. તેમાં બાહ્ય કે આંતરિક પરિસ્થિતિનો વિચાર નથી. આ ક્ષમા ધારણ કરવી પડતી નથી, પણ સ્વાભાવિકપણે થઇ જાય છે. કયાંક એફસીડન્ટ થયો. ત્યાં પહોંચ્યા. કોને થયો છે ? તપાસ કરી. સગા-સંબંધી સ્નેહીને થયો છે, તો દોડાદોડ કરી. અજાણ્યાને થયો છે તો મારે શું? કહીને આગળ વધ્યા. સગાની કાળજી લીધી, તે રવભાવકરુણા નથી. પણ અજાણી વ્યક્તિ હોવા છતાંય, પોલીસકેસ,લફા,દોડાદોડ વગેરેની સંભાવના હોવા છતાંય સતત તેને ઉગારવાના પ્રયત્નો કર્યા. કોઇએ પૂછયું, કેમ? તો જવાબ મળ્યો, “મારાથી તેનું દુ:ખ જોવાયું નહિ. મારાથી રહેવાયું નહિ.” આ સ્વભાવ કરુણા. આ સ્વભાવક્ષમા, રવભાવ કરુણા અહીં આંશિકપણે ક્યારેક અનુભવાય છે. તે કાયમ માટેના પૂર્ણ રૂપને ધારણ કરે તેનું નામ મોક્ષ. આત્મા સંપૂર્ણપણે વાભાવિક નિર્વિકારી, નિરભિમાની, નિમચાવી, નિર્લોભી, ક્ષમાશીલ બને એટલે તેણે મોક્ષે જવું ન પડે, તે પળે તે મોક્ષે પહોંચી જ જાય. આત્મા જયારે સર્વદોષમુક્ત અને સર્વગુણયુક્ત બને ત્યારે તેનો મોક્ષ થયો ગણાય. એ અપેક્ષાએ આંશિક દોષમુક્તિ અને આંશિક ગુણ-પ્રાપ્તિને આંશિક મોક્ષની અનુભૂતિ તરીકે વિચારી શકાય. સંપૂર્ણ મોક્ષ ભલે આ શરીરથી, આ ભવમાં, આ ભરતક્ષેત્રમાંથી ન મળી શકતો હોય પણ આંશિક દોષનાશ અને આંશિક ગુણપ્રાપ્તિ તો આ ભવમાં પણ થઇ શકે છે. તેથી તે માટેની સાધના શરુ કરવી જરુરી છે. જેમ જેમ દોષોને નબળા પાડીશું, ગુણોને ખીલવતા જઇશું, તેમ તેમ આ જીવનમાં પણ શાંતિ, સમાધિ, પ્રસન્નતા વધતી જશે. જેમ જેમ દોષોનું જાગરણ થશે તેમ તેમ જીવનમાં ત્રાસ, અસમાધિ, સંક્લેશ વધશે. શું જોઇએ છે? પ્રસન્નતા કે સંકલેશ? જીવનમાં પ્રસન્નતા, સમાધિ અને શાંતિ જોઇએ છે? તો એકબીજાની ભૂલોને માફ કરતા રહો. લેટ ગો કરવાનું શીખી લો. નાનાઓનું સ્વમાન સાચવો, મોટાઓનું સન્માન કરો. જે ઘરમાં મોટાઓને આદર અપાય છે અને નાનાઓની વારંવાર કદર થાય છે, ત્યાં શાંતિ-સમાધિ-પ્રસન્નતા સામેથી આવે તત્વઝરણું ( ૮૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ છે. એકવાર આ પ્રયોગ કરી તો જુઓ. મોક્ષમાં દુ:ખના અભાવ રુપ કે દુઃખના પ્રતિકાર રુપ સુખ નહિ, પણ પોતાનું વિશિષ્ટ કોટિનું સુખ છે. તેને આત્મરમણતા કહો, આત્મલીનતા કહો કે આત્માનંદની અનુભૂતિ કહો. સંસારના તમામે તમામ પ્રકારના સુખોથી ચડિયાતું વિશિષ્ટ કોટિનું સુખ મોક્ષમાં છે. તેને સમજાવવા ઉપાધ્યાય વિનયવિજયજી મ. સાહેબે લોકપ્રકાશ ગ્રંથમાં એક રૂપક જણાવ્યું છે. એકલો પડી ગયેલો એક રાજા જંગલમાં ભૂલો પડયો. આદિવાસીએ ઝુંપડામાં લઇ જઇને સારી સરભરા કરીને માર્ગ બતાડ્યો. ઉપકારનો બદલો વાળવા રાજા તે આદિવાસીને પોતાના નગરમાં લઇ ગયો. મોટો મહેલ, અપ્સરાઓ જેવી કન્યાઓ, રાજશાહી ઠાઠમાઠ, સગવડો-મોજશોખ-વિશિષ્ટ ભોજનસામગ્રી વગેરેથી સરભરા કરી. એકવાર ઝરુખેથી મેઘાડંબર આકાશ, કોયલના ટહુકા,મોરની કળા વગેરે જોતાં આદિવાસીને પોતાનું ઘર યાદ આવ્યું. .. રજા લઇને ઘરે પહોંચ્યો. ત્યારે વીંટળાઇ વળેલા ત્યાંના લોકો તેને પૂછે છેઃ ‘નગરમાં સુખ કેવું હતું?' જવાબ : “ઘણું બધું.'' પ્રશ્ન : “અરે ! ઘણું બધું એટલે કેટલું? સરપંચને છે તેટલું?'' “ના, તેથી ય વધારે.'' “ત્યાં મકાન કેવું હતું?'’ ‘“મોટો મહેલ હતો.’’ “કેવો? પેલા ધોળા મકાન જેવો?’“ના તેનાથી ચડિયાતો.” “પણ ચડિયાતો એટલે કેવો?'' ‘શું કહું? અહીં તેના જેવું કોઇ મકાન જ નથી કે જેથી હું કહું કે આના જેવો.’' C “ત્યાં જમવાનું કેવું હતું?'' “બહુ જોરદાર.'' “આપણી રાબ જેવું મિષ્ટાન્ન હતું?'' ‘અરે ! રાબ તો કુછ નહિ, તેનાથી ય ચડિયાતી વસ્તુઓ હતી.’’ ‘હેં! તેનાથી ય ચડિયાતી ? કોના જેવી? કહે તો ખરો.” “શું કહું? કોના જેવી કહું? તેના જેવી અહીં કોઇ વસ્તુ જ નથી ને?'' આમ, જે જે પૂછાતું ગયું તે બધામાં તેનો એક જ જવાબ આવ્યા કરતો હતો કે, ‘બહુ જોરદાર'. ‘અતિશય સુંદર’ પણ તેના જેવી કોઇ વસ્તુ અહીં નથી કે તેના જેવું હતું - તેમ કહી શકાય. બસ, આ જ વાત મોક્ષના સુખ માટે છે. તમે પૂછો કે મોક્ષમાં સુખ કેવું? તો અમારો જવાબ છે, ‘‘વિશિષ્ટ કોટિનું, બહુ જોરદાર, જેનાથી ચડિયાતું સુખ ક્યાંય ન હોય તેવું.' પણ તમે કહો કે કોના જેવું? ભારત-પાકિસ્તાનની ઇન્ટરેસ્ટીંગ મેચમાં છેલ્લે છેલ્લે ભારત જીતતાં અમને આનંદ આવે તેટલું? યુવાન પત્નીની સાથે જે સુખ માણીએ તેવું? અબજો રુપીયાની લોટરી લાગતાં સુખ મળે તેવું?’ “ના, તે બધા કરતાં ય જોરદાર, ઘણું બધું વધારે,'' તેવો જે તત્વઝરણું - ૮૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ અમારો જવાબ છે. તમે પૂછો કે, “મોક્ષનું સુખ કોના જેવું તે તો કહો”તો અમારે કહેવું પડે કે “આ સંસારમાં કોઇ સુખ એવું નથી કે જેની સાથે મોક્ષના સુખની સરખામણી કરી શકાય. સંસારમાં પ્રાપ્ત થતાં તમામે તમામ પ્રકારના સુખો કરતાં ચડિયાતું, વિશિષ્ટ કોટિનું સુખ મોક્ષમાં છે. તે તો જે અનુભવે તેને જ ખબર પડે. બાકીના આપણે બધાએ તો માત્ર તેની કલ્પના જ કરવી પડે. પ્રસતિની પીડા કેવી ભયંકર હોય છે ? તે તો કોઇ માતા જ કહી શકે, બિચારી વધ્યાને કે પુરુષને શું ખબર પડે? ગોળની મીઠાશ અનુભવવા છતાંય વાચા ન હોવાથી જેમ મૂંગો માણસ બીજાની સામે તે મીઠાશને વર્ણવી ન શકે તેમ જેઓ મોક્ષના સુખનો સતત અનુભવ કરી રહ્યા છે, તેવા સિદ્ધભગવંતો પણ અનુભવવા છતાંય મોક્ષના સુખને વર્ણવી ન શકે. | મોક્ષના સુખની વાત તો દૂર રહો, સાધુ ભગવંતો જે સમતાના સુખને અનુભવી રહ્યા છે, તેને પણ સંસારી જીવો શી રીતે સમજી શકે? મહોપાધ્યાય યશોવિજયજી વૈરાગ્ય કલ્પલતા' નામના ગ્રંથમાં કહે છે કે જેમ અનુભવ ના કર્યો હોવાથી કુમારિકા કન્યા પ્રાણથી પ્રિય વિષયસુખને જાણી શક્તી નથી તેમ સંસારી જીવો પણ તેવો અનુભવ ન કરવાના કારણે સાધુઓના સમતાસુખને સમજી શક્તા નથી. સાધુઓએ ટી.વી., વીડીયો છોડચા, કામવાસનાના સુખ છોડયા, છતાં કેવા મસ્તીથી જીવે છે. તેનું કારણ આ બંધા સુખો કરતાં ચડિયાતા સમતાના સુખમાં તેઓ લીન છે. તમે અનુભવ કરો તો ખબર પડે. જેમણે સંસારસુખ સેવ્યું જ નથી, તેવા યુવાનો-માટીપગા માનવીના શબ્દો ઉપર વિશ્વાસ મૂકીને-લગ્ન જીવનના કૂવામાં ભૂસકો મારવા તૈયાર થાય છે. પણ સમતાના સરવરીયામાં સ્નાન કરતાં મહાત્માના શબ્દો ઉપર વિશ્વાસ મૂકીને સંયમજીવન સ્વીકારવા તલપાપડ બનતા નથી, તે કેવી કમનસીબી ગણાય! મુંબઇમાં કમાણી કરીને કોઇ દીકરો દેશમાં આવ્યો. મુંબઇ જઇને મેળવેલી સમૃદ્ધિની તેણે ત્યાં બધાને વાત કરી. બધા પોતાના દીકરાને મુંબઇ મોકલવા ઇચ્છે ને ? તમારામાંથી અમે દીક્ષા લઇને સાધુ બન્યા. અહીં સમતા વગેરેના ઘણા સુખને પામ્યા. અમે તમને કહીએ છીએ કે અહીં મજા છે. સાચા સુખની પુષ્કળ કમાણી છે. તમે આવશો ને? તમારા દીકરાઓને મોકલશોને? કેમ ના? સંસારમાં જુદો નિયમ અને ધર્મમાં જુદો નિયમ, એવું કેમ? ન્યાય તો સમાન જ હોય ને ? તત્વઝરણું - ૮૨ Page #93 -------------------------------------------------------------------------- ________________ ધંધો કરું તો કરોડોનો જ કરું, બે-પાંચ હજારનો કદી નહિ ! એવું ભૂખે મરનારો કદી ન વિચારે. તેમ મેળવું તો સંપૂર્ણ ગુણોની ખીલવણી રૂપ મોક્ષસુખને જ મેળવું, બાકી આંશિક ગુણોની ખીલવણી રૂપ સંયમની આરાધના ના કરું એવું ન વિચારાય. જિનપૂજાથી માંડીને સંયમજીવન સુધીની તમામે તમામ ધર્મક્રિયાઓ ઉત્તરોત્તર વધુને વધુ ગુણો ખીલવવાપૂર્વક ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે, માટે કોઇપણ ધર્મક્રિયાની ઉપેક્ષા કે અવજ્ઞા ન કરાય. - દુર્ગતિમાં પડતા ધારી રાખે તે ધર્મ. ભગવાને માત્ર ધર્મ બતાડયો છે. અન્ય ધર્મથી જુદો પાડવા તેને વિશેષણ લાગ્યું જૈન. શિવનો ધર્મ શૈવ, વિષ્ણુનો ધર્મ વૈષ્ણવ. બુદ્ધનો ધર્મ બૌદ્ધ, તેમ જિનનો ધર્મ જૈન. | જિન એટલે જીતેલા. કોને જીતેલા? રાગ-દ્વેષ-વિષય-કષાયને જીતેલા. જેનધર્મની આ તો મહાન વિશેષતા છે. તે વ્યક્તિપૂજામાં નહિ પણ ગુણપૂજામાં માને છે. મહાવીર કે નહષભદેવના નામ ઉપરથી ધર્મનું નામ ન પડયું, પણ દોષોને જીતવા રૂપ ગુણ ઉપરથી નામ પડ્યું. વ્યક્તિ મહાન નથી, ગુણ મહાના છે. ગમે તે જ્ઞાતિમાં જન્મેલી વ્યક્તિ ગુણપ્રાપ્તિ વડે મહાન બની શકે છે, તેવું જૈનધર્મ જણાવે છે. અહીં કોઇ ભેદભાવ નથી. કોઇની મોનોપોલી નથી. જે પાળે તેનો ધર્મ. જે ગુણપ્રાપ્તિ અને દોષનાશનો ઉધમ કરવા ઇચ્છે તે બધા માટેનો ધર્મ તે જૈનધર્મ. ભગવાને બતાડેલા આ ધર્મનું હાર્દ રાગ-દ્વેષનો નાશ કરવો તે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “જહ જહ દોસા લહુ વિલિન્કંતિ, તહ તહ પઢિચવું, એસા આણા જિબિંદાણ.” જિનેશ્વરોએ બતાડેલા ધર્મની આજ્ઞા એ. છે કે, જેમ જેમ રાગ-દ્વેષ વગેરે દોષો જલ્દીથી વિલય (નાશ) પામે તેમ તેમ પ્રયત્ન કરવો.” સંસારમાં તો ડગલે ને પગલે રાગ-દ્વેષ કરવા જ પડે, તેથી ભગવાનની આ આજ્ઞા પાળવા સંયમજીવન સ્વીકારવું જરૂરી છે. સંયમ સ્વીકાર્યા પછી પણ કયાં ય રાગ-દ્વેષ ન સેવાઇ જાય તેની કાળજી લેવાપૂર્વક અનાદિકાળના રાગદ્વેષના સંસ્કારોને ખતમ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આ પુરુષાર્થ સંસારના વાતાવરણમાં અતિમુશ્કેલ છે. સંયમજીવનનું વાતાવરણ આ રાગ-દ્વેષના નાશની સાધના માટે અનુકૂળ છે, માટે સૌએ સંયમજીવન સ્વીકારવા શકચ પુરુષાર્થ આદરવો જોઇએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. ૧ તત્વઝરણું ૮૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૪ મંગળવાર. તા. ૨૦-૮-૦૨ ૧૪૨ાજોક 101 ચારે બાજુ અલોકાકાશ Holby લૉકાકાશ ___| | | | | | || He a ismo ac eg fe મધ્ય ભાગે ચાંદ છે.છેડે વિષમ પ્રત્તરો થી નિષ્કુટ આકાર છે. Ppb ૧૪ ૧૩ ૧૨) ૩ |૧૧ | ૧૦ | ૧૪ ૪ 3 ૨ અધો લોક ૧ ૨ વ્યંતર ભવનપતિ બિલ ધ્ધિ વિના ધનુર .૯ અવધક sla \_bunc O - ---- © È " ****િિાર્ષિક •ાિર્ષિક કાંતિક ક્વિત્રિક પર-સ્થિર જ્યોતિક દીપ સાબ રક૧ વરકર નફ નરક 1b8 નરક પ નરક 9 16 નરશ PIS ગસનાડી અવ્યવહારરાશીની નિગોદથી શરુ થયેલી આપણી યાત્રા જ્યારે મોક્ષે પહોંચીશું ત્યારે પૂર્ણ થશે. નિયતિ પાકી એટલે નિગોદમાંથી બહાર નીકળ્યા. સ્વભાવથી મોક્ષે જવાની યોગ્યતા છે માટે ભવ્ય છીએ. ભવ્ય કદી અભવ્ય ન બને, અભવ્ય કી ભવ્ય ન બને. અભવ્ય આત્માએ તો બંગડી જેવા ગોળ કુંડાળામાં સંસારયાત્રા શરુ કરી, પરિણામે તેની યાત્રાનો કદી ય અંત નહિ આવે. તે કદી ય મોક્ષે નહિ પહોંચે. તે સદા અચરમાવર્તકાળમાં રહેશે. તે કયારે ય ચરમાવર્તમાં ન આવે. કાળ પાકે ત્યારે મોક્ષે જનારા ભવ્ય જીવો ચરમાવર્તકાળમાં પ્રવેશે. હવે મોક્ષે જવા માટે વધુમાં વધુ(ચરમ) છેલ્લો એક જ પુદ્ગલપરાવર્ત(આવર્ત) કાળ બાકી છે, વધારે નહિ. અચરમાવર્તમાં રહેલો આત્મા ચરમાવર્તમાં આવે. ૩ ૮૪ તત્વઝરણું Page #95 -------------------------------------------------------------------------- ________________ ચરમાવર્તમાં આવેલો પાછો અચરમાવર્તમાં ન જાય. SUOS PRIE આપણો જો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો છે તો હવે પુરુષાર્થ બળવાન છે. કર્મો નબળા છે. કર્મો તો અચરમાવર્તકાળમાં બળવાન હોય, અત્યારે નહિ. તેથી હવે જો પુરુષાર્થ કરીશું તો મોક્ષ મળી શકશે. આત્મા જેમ જેમ દોષનાશ અને ગુણપ્રાપ્તિની સાધનાનો પુરુષાર્થ કરે તેમ તેમ મોક્ષની નજીક પહોંચતો જાય. જ્યારે તે મોક્ષ પામે ત્યારે આત્માનો સ્વભાવ ઉપર જવાનો હોવાથી સીધી લાઇનમાં ઉપર જાય. કર્મો આત્માને આજુ બાજુ કે નીચે લઇ જાય તે વાત જુદી, બાકી કર્મરહિત બનેલો આત્મા તો ઉપર જ જાય. ܘ ܀ ܐܘܬܐ તરવાની શક્તિ તો માછલીમાં જ છે, છતાં પાણી વિના તરી શકે? ચાલવાની શક્તિ હોવા છતાં પાટા વિના ગાડી દોડી શકે? તેમ આ વિશ્વમાં જીવો અને જડપદાર્થોને ગતિ કરવામાં ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય સહાય કરે છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે સૂર્યના કિરણને ધરતી ઉપર આવવામાં ઇથર નામનું અરુપી દ્રવ્ય સહાય કરે છે. કોઇની સહાય વિના ગતિ થઈ શકે નહિ. જીવ અને જડનો ધર્મ (સ્વભાવ) છે ગતિ કરવાનો. જે દ્રવ્ય જીવ અને જડને તેનો ધર્મ પાળવામાં સહાય કરે છે તેને ધર્માસ્તિકાય કહેવાય છે. તે રુપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દ વિનાનું અખંડ એક દ્રવ્ય છે. તેના ટૂકડા થઇ શક્તા નથી. ખાલી જગ્યા રુપ આકાશના જેટલા ભાગમાં આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે, તેને લોકાકાશ કહેવાય છે. તેનો ચૌદ રાજલોકના માપનો વિસ્તાર છે. આ ચૌદ રાજલોકમાં ધર્માસ્તિકાય છે, તેની બહાર કયાં ય નથી. દોષનાશ અને ગુણપ્રાપ્તિની સાધના વડે આત્મા જ્યારે તમામ દુઃખો, તમામ પાપો અને તમામ દોષોથી મુક્ત થઇને સર્વગુણસંપન્ન બને ત્યારે તે મોક્ષે ગયો, સિદ્ધ થયો કહેવાય, કારણ કે તેના તમામ પ્રયોજનો સિદ્ધ થઇ ગયા છે. હવે તેણે કાંઇપણ સિદ્ધ કરવાનું બાકી નથી. આવો સિદ્ધ આત્મા તરત ઉપર જાય છે. ધર્માસ્તિકાય તેને મદદ કરે છે, પણ ગેસનો ફુગ્ગો ઉપર જાય તો પણ સીલીંગ આવે તો તેને ચોંટીને સ્થિર રહી જાય. આગળ ન જાય. પાટા ન હોવાથી ગાડી ચર્ચગેટથી આગળ ન જાય. ત્યાં ઊભી રહી જાય. તેમ આગળ હવે ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધ આત્મા ચૌદ રાજલોકના ઉપરના છેડે અટકી જાય છે. આગળ જતો નથી. તેને સિદ્ધશીલા પહોંચેલો કે મોક્ષે ગયેલો કહેવાય છે. F તત્વઝરણું Tano ૧ ૮૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ મોક્ષે પહોંચેલો આત્મા ફી નીચે કદી ન આવે; કારણ કે તેને હવે કોઇ કર્મો ચોટેલા નથી. જે મોક્ષે ગયેલો આત્મા ફરી સંસારમાં આવતો હોય, તેણે ફરી માતાના ગર્ભમાં ઉંધા માથે લટકવાનું હોય, એકડો ઘૂંટવાનો હોય, સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિ સહવાની હોય તો એવા મોક્ષમાં જવાની શી જરુર? તે માટે ધમરાધના કરવાની પણ શી જરુર? અજેનો ભગવાનના ૨૪ અવતાર માને છે. પોતાના ધર્મ ઉપર હુમલા થાય ત્યારે તેની રક્ષા કરવા ભગવાન જન્મ લે છે એવું માને છે. લાગે છે કે આ અવતારો ભગવાનના નહિ પણ આપણી દુનિયાના દેવોના હોવા જોઇએ. બાકી, મોક્ષમાં ગયા પછી થોડું આ સંસારમાં પાછું આવવાનું હોય? - કર્મ નથી માટે પવિત્ર બનેલો, કર્મ રહિત આત્મા નીચે ન આવે. ધમસ્તિકાય આગળ ન હોવાથી તે ચદ રાજલોક બહાર ઉપર ન જાય. તેથી તે. અલોકની બોર્ડર પાસે અટકી જાય. તે વખતે તે મોક્ષમાં રહેલો કહેવાય. આત્માનો ગતિ કરવાનો ધર્મ છે, સ્થિર રહેવાનો નહિ માટે સ્થિર રહેવું તે અધર્મ કહેવાય. ઊભા રહેવાની શક્તિ પોતાનામાં હોવા છતાં ય ગરમીમાં ઝાડ, શેલ્ટર વગેરે આપણને ઊભા રહેવામાં મદદ કરે છે, તેમ સ્થિર રહેવાની શક્તિ જીવ અને જડમાં હોવા છતાં તેમને સ્થિર રહેવામાં જે એક દ્રવ્ય સહાય કરે છે, તે અધમત્તિકાય કહેવાય છે. તે પણ રુપ-ગંધ-રસ-સ્પર્શ-આકાર વિનાનું અખંડ અપી દ્રવ્ય છે. આ ધમસ્તિકાય અને અધમસ્તિકાય(ગતિમાં અને સ્થિર રહેવામાં સહાય કરવા રુપ) પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા હોવા છતાં ય ચોદે રાજલોકમાં સર્વત્ર સાથે રહે છે. અરુપી હોવાથી સાથે રહેવામાં તેમને વાંધો આવતો નથી. કેબલ ઉપર કેટલી ચેનલો આવે છે? એક સાથે એક જ ચેનલ જુઓ, પણ ત્યાં તરંગો તો તમામ ચેનલોના હોય ને? રીમોટ કંટ્રોલથી ચેનલ બદલો એટલે તરત બીજા દ્રશ્યો આવે ને? જો તદ્દન જુદા દ્રશ્યોવાળી અનેક ચેનલોના તરંગો એક જ જગ્યાએ એકી સાથે રહી શકે તો ધમસ્તિકાય વગેરે અનેક દ્રવ્યો એકી સાથે કેમ ન રહી શકે? આકાશનો સ્વભાવ બધાને જગ્યા આપવાનો છે. આ આકાશ અનંત છે. તેમાં બધે જ ધમસ્તિકાય, અધમસ્તિકાય, જીવો અને જડ પુદ્ગલો; આ ચાર દ્રવ્યો રહ્યા નથી. પણ આકાશના અનંતા ભાગો કરીએ તો તેમાંના એક નાનકડા અનંતમા ભાગમાં જ આ ચાર પદાર્થો રહ્યા છે. તે નાના ભાગને લોકાકાશ કે ચૌદ રાજલોક કહેવાય છે. તે સિવાયના, તેની આસપાસના અનંતાભાગોમાં કયાં ય આ ચારમાંના કોઇ પણ દ્રવ્યો નથી. તે અલોક કે અલોકાકાશ કહેવાય છે. તત્વઝરણું Page #97 -------------------------------------------------------------------------- ________________ સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, માઇલ, યોજન જેવું ‘રાજ' એ લંબાઇ માપવાનું એક મોટું માપ છે. એક રાજ એટલે અસંખ્યાતા યોજન. એક રાજલોકના માપને નીચેના દ્રષ્ટાંતથી કલ્પી શકાય. ધારો કે ક્રિકેટની પીચ એક રાજલોક લાંબી છે. દેવો ક્રિકેટ રમે છે. ચપટીમાં સમગ્ર જંબુદ્વીપને ૨૧ વાર પ્રદક્ષિણા દેવાય તેટલી ઝડપે લોખંડના મોટા વજનદાર ગોળા રુપી બોલને લઇને કોઇ દેવ ફાસ્ટ બોલીંગ કરે તો તે બોલ (લોખંડનો મોટો વજનદાર ગોળો) છ મહીને પીચના બીજા છેડે પહોંચે. પીચનું આટલું મોટું માપ એક રાજલોકનું છે. આવા ચૌદ રાજ જેટલું લોકાકાશ છે; માટે તે ચૌદ રાજલોક તરીકે ઓળખાય છે. આ ચૌદ રાજલોકમાં સંપૂર્ણ વિશ્વ આવી જાય. સચરાચર સૃષ્ટિ તેમાં સમાઇ જાય. દેવલોક, નરક, મોક્ષ વગેરે પણ આ ચૌદ રાજલોકમાં આવી જાય. ટૂંકમાં ચૌદ રાજલોક એટલે આખી દુનિયા. આજની શોધાયેલી દુનિયા તો આ ચૌદ રાજલોક સમાન દરિયાની સામે પાણીનું એક બિંદુ ગણાય. આજની દુનિયાના નકશામાં સ્વર્ગ-નરક-મોક્ષ મહાવિદેહક્ષેત્ર વગેરે નથી દેખાતા એટલે તે નથી, એમ ન મનાય. કોલંબસે અમેરિકા દેશ અને વાસ્કોદીગામાએ ભારત દેશ શોધ્યો નહોતો ત્યાં સુધી તેમનું અસ્તિત્વ પણ દુનિયાના નકશામાં નહોતું; એટલે શું હકીકતમાં આ બે દેશો દુનિયામાં નહોતા? હજુ નહિ શોધાયેલા વિસ્તારો બાકી છે, માટે સ્કૂલકૉલેજમાં ભણાવવામાં આવે છે, તેના કરતાં ઘણી મોટી-વિશાળ-જુદા પ્રકારની પૃથ્વી-દુનિયા-વિશ્વ છે, તેમ માનવું જ રહ્યું. સર્વ કર્મનો નાશ કરનારો આત્મા ધર્માસ્તિકાયની સહાયથી ઉપર જાય. લોકાકાશની બહાર ધર્માસ્તિકાય ન હોવાથી લોકાકાશના ઉપરના છેડે તે અટકી જાય. આગળ અલોકમાં ન જાય. તે જ્યાં સ્થિર થયો તે જ તેનો મોક્ષ. આ મોક્ષમાં હંમેશ માટે સ્થિર થવામાં અધર્માસ્તિકાય સહાય કરે છે. લોકાકાશનો સૌથી ટોચનો ભાગ તેમને કાયમ ત્યાં રહેવા માટે અવકાશ આપે છે. મોક્ષમાં રહેલો આત્મા હંમેશા પોતાના સ્વરુપમાં લીન બને છે. આત્મરમણતાની મસ્તી અનુભવે છે. મોક્ષમાં ગયેલો આત્મા અત્યંત પવિત્ર હોવાથી રાગ-દ્વેષાદિ કરતો નથી. પરિણામે કર્મો ચોંટતા નથી. તેથી તેને કદી ય સંસારમાં જન્મ-જીવન-મરણાદિ કરવા પડતા નથી. સદા નિજાનંદમાં તે મસ્ત રહે છે. . વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્ તત્વઝરણું Hous : ૮૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૫ બુધવાર. તા. ૨૮-૮-૦૨ આપણા સૌનું લક્ષ છે મોક્ષ. વ્યવહારથી ભલે કહેવાય કે ચૌદ રાજલોકના ઉપરના છેડે સિદ્ધશીલા ઉપર પહોંચવું, તે મોક્ષ, પણ હકીકતમાં તો આત્માના મૂળભૂત સ્વભાવને પ્રગટ કરવો તેનું નામ મોક્ષ. આત્માની સર્વ દુઃખરહિત, સર્વ પાપરહિત, સર્વ દોષરહિત અવસ્થા પ્રાપ્ત થવી તે મોક્ષ. સર્વગુણોનું પ્રગટીકરણ તે મોક્ષ. ક્રોધ, કામવિકારો, આસક્તિ, ધનની મૂર્છા વગેરે આત્માનો મૂળભૂત સ્વભાવ નથી; પણ વિભાવ છે. ક્ષમા, નિર્વિકારિતા, અનાસક્તિ, નિઃસ્પૃહતા વગેરે આત્માનો સ્વભાવ છે. મોક્ષે જવાની સાધના કરવી એટલે વિભાવમાંથી સ્વભાવમાં જવાની સાધના કરવી. દરરોજ આપણે આપણી જાતને તપાસતા રહેવું કે વિભાવમાંથી સ્વભાવ તરફ આગેકૂચ ચાલુ છે કે નહિ? જયારે વિભાવ સંપૂર્ણપણે દૂર થાય ત્યારે મૂળભૂત સ્વભાવ પ્રગટ થતાં આત્મા ચૌદ રાજલોકના ઉપરના છેડે મોક્ષમાં પહોંચે. વૈજ્ઞાનિકોએ શોધેલી છે, તેટલી જ દુનિયા નથી. ઘણી મોટી છે. પૃથ્વી થાળી જેવી ગોળ કે દડા જેવી ગોળ ? એ અંગે બે વિદ્વાનો ઝઘડતા હતા. પાસે બેઠેલા ભાઇએ એક રૂપીયાનો સિક્કો બતાડીને કહ્યું, “જુઓ ! આ થાળી જેવો ગોળ છે ને?’’ બંનેએ હા પાડી. પછી તે સિક્કાને જમીન ઉપર ઊભો રાખીને હાથથી ગોળ ગોળ ફેરવ્યો, પછી પૂછયું, ‘“હવે દડા જેવો ગોળ લાગે છે ને ?’’ બંનેએ હા પાડી. પછી કહે, “ઝઘડો ન કરો.'' આંખે દેખેલું પણ ખોટું, તદ્દન જુદું કે પરસ્પર વિરોધી હોઇ શકે છે; તેથી કોઇ વાતનો કદાગ્રહ ન રાખવો. જૈનશાસન કહે છે કે, આકાશ એટલે ખાલી જગ્યા. તે બધાને અવકાશ (રહેવાની જગ્યા) આપે. આકાશ શરુઆત અને અંત વિનાનું અનંત છે. તેના જેટલા ભાગમાં જીવો, જડ પદાર્થો અને તેમને ગતિ કરવામાં અને સ્થિર રહેવામાં સહાય કરનારા ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય છે, તેટલા ભાગને લોકાકાશ કહેવાય. બાકીનું અલોકાકાશ છે. પોતાના બે પગ શકયતઃ વધુ પહોળા કરીને, બે હાથ કમરે રાખીને ગોળ ગોળ કુંદડી ફરતાં માણસના જેવો ચૌદ રાજલોકમય આ લોકાકાશનો આકાર છે. આરાધના-સાધના કરીને સ્વભાવને પ્રગટ કરનારા સિદ્ધ ભગવાન ઉપર જાય છે, પણ અલોકાકાશમાં ધર્માસ્તિકાય ન હોવાથી ઉપરના છેડે અટકી જાય તત્વઝરણું .. Page #99 -------------------------------------------------------------------------- ________________ છે. આપણી ઉપર બાર દેવલોક છે, તેની ઉપર ૯ ત્રૈવેયક છે, તેની ઉપર પાંચ અનુત્તર વિમાનો છે. વચ્ચેના સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર સિદ્ધશીલા છે, તેની ઉપર એક ગાઉ જઇએ એટલે અલોક શરુ થાય. તે એક ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં ઉપર અલોકને અડીને સિદ્ધ ભગવાન રહે છે, તેને જ મોક્ષ કહેવાય છે. તેમણે રહેવા માટે નીચે કોઇ આધારની જરુર નથી. આત્મા તો અરુપી છે, નિરાકાર છે. પાણીને જેવા પાત્રમાં ભરાય તેવો આકાર જેમ તે ધારણ કરે છે, તેમ આત્મા પણ જે શરીરને ધારણ કરે તેવો આકાર પામે છે. મોક્ષમાં જાય ત્યારે છેલ્લા ભવની છેલ્લી ક્ષણે શરીરમાં આત્મા જે આકારે હોય તે આકારે મોક્ષમાં રહે છે. dissy 20 શરીર હોય તો બધા પાપો કરવા પડે. શરીર હોય તો બધા દુઃખો આવે. શરીર હોય તો કર્મો બંધાય. મોક્ષમાં હવે કોઇ શરીર નથી. એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે આત્મા સાથે જે તૈજસ અને કાર્મણ શરીર હોય છે, તે પણ છૂટી ગયા હોવાથી હવે નથી. માટે મોક્ષમાં ગયેલા આત્માને કોઇ દુઃખો, પાપો કે કર્મો નથી. ત્યાં તો છે સતત સુખ-સુખ ને સુખ. આત્મગુણોમાં રમણતા, શરીર નથી માટે ભૂખ, તરસ અસલામતી, વાસના, કંટાળો વગેરે નથી. તેથી તે બધાના દુઃખને દૂર કરવા ભોજન, પાણી, મકાન, પત્ની, પરિવાર વગેરે કોઇ સાધન-સામગ્રીની જરુર નથી. આપણે આપણા શરીર વડે શરીર વિનાના બનવાની સાધના કરવાની છે. દેવ કરતાં માનવના જન્મ, શરીર અને મરણ અનુક્રમે દુઃખમય, અશુચીમય અને રીબામણમય હોવા છતાં ય માનવજીવનના શાસ્ત્રકારોએ ઠેર ઠેર વખાણ કર્યાં છે કારણકે, માનવના જન્મ વડે જ અજન્મા બનવાની, શરીર વડે જ અશરીરી બનવાની અને મોત વડે જ તમામ મોતનું પણ મોત કરવાની સાધના થઇ શકે છે. આપણે તે સાધના કરીને મોક્ષે પહોંચવાનું છે. DIVIS લોકાકાશના સૌથી ઉપરના ૧/૬ ગાઉની ઊંચાઇવાળા ૪૫ લાખ યોજનના લાંબા પહોળા ગોળાકાર વિસ્તારમાં અનંતાનંત સિદ્ધ ભગવંતો સદા રહે છે. હજુ પણ અનંતાનંત આત્માઓ સિદ્ધભગવંત બનીને ત્યાં બિરાજશે. આટલી નાની જગ્યામાં અનંતાનંત આત્માઓ શી રીતે રહી શકે? તેવો સવાલ ન કરવો. આજના કમ્પ્યુટરના જમાનામાં તો નાનકડી ફ્લોપી કે સી.ડી. માં કેટલો બધો ડેટા સ્ટોર થાય છે, તે તમે કયાં નથી જાણતા? Tolic જ્યોતમાં જ્યોત મળી જાય તેમ બધા સિદ્ધ ભગવંતો એકબીજામાં મળી જતા નથી, પણ ત્યાં પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે. અનેક તત્વઝરણું ૮૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ ચેનલોના તરંગો ઘરમાં ટી.વી. પાસે સ્વતંત્ર રીતે, એક બીજાને ડિસ્ટર્બ કર્યાં વિના સાથે રહી શકે છે કે નહિ ? અનેક લાઇટોનો પ્રકાશ પણ સાથે રહી શકે છે કે નહિ ? નાની જગ્યામાં બધું સાથે સમાય છે ને ? તે રીતે અહીં પણ સમજવું. యో હાિ Sad (fap wallp सिद्धशीला અક્ષતપૂજા કરતાં સિદ્ધશીલા બીજના ચંદ્ર જેવી નહિ પણ આઠમના ચંદ્ર જેવી કરવાની. વચ્ચે ટપકું નહિ કરવાનું પણ સિદ્ધશીલાની ઉપર બિરાજમાન સિદ્ધોને બતાડવા સીધી લીટી કરવાની. ૪૫ લાખ યોજન લાંબી – પહોળી ગોળાકાર નગારા જેવી સ્ફટીકની સિદ્ધશીલા છે. વચ્ચે આઠ યોજન જાડી છે. ચારે બાજૂ ઘટતી ઘટતી છેડે માખીની પાંખ જેટલી પાતળી થતી જાય છે. આ સિદ્ધશીલાથી ઉપર કાયમ રહેનારા સિદ્ધ ભગવંતો કેવળજ્ઞાનથી ત્રણે કાળના, ત્રણે લોકના તમામે તમામ પદાર્થોને એકી સાથે (ક્રમ વિના-અક્રમથી) જાણે છે. તે માટે તેમણે ઉપયોગ મૂકવાની જરુર નહિ. બાકીના મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાનથી જાણવા ઉપયોગ મૂકવો પડે, કેવળજ્ઞાનમાં નહિ. આ બધું જાણ્યા પછી આપણને મોક્ષે જવાની તાલાવેલી લાગવી જોઇએ. મોક્ષનું લક્ષ બંધાવું જોઇએ. તેની તાકાત ઘણી છે. મોક્ષના લક્ષ વિનાના તામલી તાપસના ૬૦,૦૦૦ વર્ષના તપ કરતાં મોક્ષના લક્ષવાળી કુરગડુમુનિની નવકારશી ચડી ગઇ. તેણે કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરાવી. 3/9/ vishalle dalbes) મોક્ષના લક્ષ સહિતની સંસારની ક્રિયા દુર્ગતિ ન અપાવી શકે અને મોક્ષના લક્ષ વિનાની ધર્મક્રિયા સદ્ગતિની ગેરંટી ન આપી શકે. હવે મોક્ષનું લક્ષ પેદા કરીએ, તેને તીવ્ર કક્ષાનું બનાવીએ. તે લક્ષ સમકિતની નિશાની છે. સમકિતની હાજરીમાં પરભવનું આયુષ્ય બંધાય તો વૈમાનિક દેવલોકનું જ બંધાય. આ સંસારમાં કાંઇ મજા નથી. જન્મ-રોગ-ઘડપણ-મોત વગેરે દુઃખો અને ઢગલાબંધ પાપોની રફતાર ચાલ્યા કરે છે. મોક્ષમાં તેમાંનું કાંઇ નથી. મોક્ષમાં તત્વઝરણું Co Page #101 -------------------------------------------------------------------------- ________________ ન કેમ જન્મ-મરણ વગેરે ન હોય ? આત્માના તો જન્મ કે મરણ કદી ન હોય ? તે તો શાશ્વત છે. શરીર પણ મરતું નથી. તે તો પાછળથી બાળવામાં કે દાટવામાં આવે છે. તો જન્મ એટલે શું ? મોત એટલે શું ? જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ભાવપ્રાણો છે. પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાયબળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, આ દસ દ્રવ્યપ્રાણો છે. આત્મા અને આ દ્રવ્યપ્રાણોનો સંયોગ થાય તેને ઉત્પત્તિ (જન્મ) કહેવાય. જ્યાં સુધી તેઓ જોડાયેલા રહે ત્યાં સુધી જીવન કહેવાય. જ્યારે તેઓ છૂટા પડે ત્યારે મોત થયું ગણાય. કીડી મરી ગઇ એટલે કીડીના આત્માનો તેના દ્રવ્યપ્રાણોથી વિયોગ થયો. એકેન્દ્રિયને ચાર (આયુ. શ્વાસો, કાયબળ અને સ્પર્શનેન્દ્રિય), બેઇન્દ્રિયને છ (રસનેન્દ્રિય વચનબળ વધ્યા), તેઇન્દ્રિયને સાત (ઘાણેન્દ્રિય વધી), ચઉરિન્દ્રિયને આઠ (ચક્ષુરિન્દ્રિય વધી) અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ (કર્મેન્દ્રિય વધી) અને સંજ્ઞી પંચેન્દ્રિયને દસ (મનોબળ વધ્યું) દ્રવ્ય પ્રાણો હોય. મોક્ષમાં જે આત્મા જાય, તેની સાથે દ્રવ્યપ્રાણો જોડાતા નથી માટે ત્યાં જન્મ નથી. દ્રવ્યપ્રાણો જોડાયા ન હોવાથી છૂટા પણ પડતા નથી તેથી મોત નથી. આવા જન્મ મરણના દુઃખો વિનાના મોક્ષમાં જવાને કોણ ન ઇચ્છે ? ચાલો ! આપણે સૌ તે માટે વિશેષ પ્રયત્ન આદરીએ. તે માટે શકયતઃ જીવ વિશેષ પ્રયત્ન આદરીએ. તે હિંસાનો ત્યાગ કરીએ. - જો આત્મા મરતો જ ન હોય તો તેની હિંસા શી રીતે થાય ? તેમ ન કહેવું. મોત તો શરીરનું કે આત્માનું, કોઇનું ય થતું નથી, પણ પ્રમાદથી આત્માને તેના દ્રવ્ય પ્રાણોથી વિયોગ કરાવવો તેનું નામ હિંસા પ્રમત્તયો ાત પ્રાાવ્યપરોપાં हिंसा જીવો મરી ન જાય તેનો પૂર્ણ ઉપયોગ રાખવા પૂર્વક ક્રિયા કરવા છતાં ય કોઇ જીવ મરી જાય તો તેની હિંસાનું પાપ ન લાગે કારણ કે પ્રમાદ નથી. જેમ તેમ નીચે જોયા વિના દોડધામ કરતાં કદાચ કોઇ જીવ ન મર્યો હોય તો ચ જીવોની હિંસાનું પાપ લાગે, કારણકે જીવ ન મરે તેની કાળજી નથી. ઉપયોગ નથી, પ્રમાદ છે. આપણે ઉપયોગપ્રધાન જીવનના સ્વામી બનીએ એ જ શુભભાવના. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું U ૯૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૬ ગુરુવાર, તા. ૨૯-૮-૦૨ ચૌદ રાજલોકની આ દુનિયા પાંચ અસ્તિકાયમય છે. (૧)ધમસ્તિકાય (૨) અધમસ્તિકાય(૩) આકાશાસ્તિકાય(૪)જીવાસ્તિકાય (૫) પુદગલાસ્તિકાય. આ પાંચ અસ્તિકાચમાં જીવાસ્તિકાય ચેતન છે. બાકીના ચારે જડ છે. માત્ર પુદગલાસ્તિકાય રુપી છે. બાકીના ચારે અરુપી છે. રુપવાળા તે રુપી અને રુપ વિનાના તે અરુપી એમ નહિ. પરંતુ વર્ણ (રંગ), ગંધ, રસ, સ્પર્શ, આકાર વગેરે જેને હોય તે રુપી અને જેને ન હોય તે અપી. અરુપી પદાર્થો ન દેખાય. રુપી પદાર્થો જ દેખાઇ શકે. આપણી આંખે આપણને જે કાંઇ દેખાય છે, તે બધું પુગલ છે. આપણને કીડી, મંકોડા, માણસ વગેરેનું શરીર દેખાય છે પણ અંદર રહેલો આત્મા દેખાતો નથી. શરીર પુદ્ગલ છે. માટે દેખાય છે. જેમાં પૂરણ (પુર) અને ગલન (ગલ) થાય તે પુગલ કહેવાય. તે પરિવર્તનશીલ છે. રુપી છે. ચૌદ રાજલોકમાં અનંતા પુગલો છે. ચૌદ રાજલોકની બહાર એક પણ પુદગલ નથી. આપણો આત્મા ખાવા – પીવા – પહેરવા - ઓઢવા – શ્વાસ લેવા - બોલવા – વિચારવા સતત પુલોનો ઉપયોગ કરી રહ્યો છે. કર્મો પણ પુદ્ગલ દ્રવ્ય છે. અતિ એટલે પ્રદેશો. કાય એટલે સમૂહ, જથ્થો, પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહેવાય. વસ્તુને સ્કંધ કહેવાય. વસ્તુમાં રહેલા તેના નાના ભાગને દેશ કહેવાય. અને જેના ફરી બે ભાગ ન થઇ શકે તેવા વસ્તુમાં રહેલા તેના નાનામાં નાના ભાગને પ્રદેશ કહેવાય. આ પ્રદેશ જ્યારે તે વસ્તુથી છૂટો પડે ત્યારે તે પરમાણુ કહેવાય. ધમસ્તિકાય, અધમસ્તિકાય, લોકાકાશ અને જીવાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો છે. આ ચારે અખંડ દ્રવ્યો છે. તેમના ટૂકડા થઇ શકતા નથી. તેમાંથી કોઇ અંશ છૂટો પડી શક્તો નથી, તેથી તેમના સ્કંધ, દેશ અને પ્રદેશ, એમ ત્રણ પ્રકારો હોવા છતાંય પરમાણુ નામનો કોઇ પ્રકાર નથી. ધમસ્તિકાય અને અધમસ્તિકાય સમગ્ર લોકાકાશમાં વ્યાપ્ત છે, તેથી તેમનો આકાર પણ લોકાકાશ જેવો છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને લોકાકાશના જેટલા અસંખ્યાતા પ્રદેશો છે તેટલા જ અસંખ્યાતાપ્રદેશો દરેક આત્માના છે, પણ આત્મા સંકોચ - વિકાસશીલ હોવાથી નાનો - મોટો થઇ શકે છે, પણ તેમના આત્મપ્રદેશોની સંખ્યામાં જરા ય ફેરફાર થતો નથી. જ્યારે હાથ કે પગ કપાઇ જાય ત્યારે તેના આત્મપ્રદેશો બે વિભાગમાં તત્વઝરણું ૯૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ વહેંચાઇ જતા નથી પણ તે હાથ કે પગમાં રહેલા આત્મપ્રદેશો સંકોચાઇને બાકીના શરીરમાં આવી જાય છે. આત્માના અસંખ્યાતા પ્રદેશોમાંથી નાભિસ્થાને રહેલા આઠ રુચક પ્રદેશો સદાના શુદ્ધ, પવિત્ર અને કર્મરહિત છે. તમામ આત્મપ્રદેશો જ્યારે તેવા શુદ્ધ બને ત્યારે મોક્ષ થયો ગણાય. લોકાકાશના પ્રદેશો અસંખ્યાતા હોવા છતાં અલોક અનંત હોવાથી, તેના પ્રદેશો અનંતા છે. પુદગલના ટુકડા થઇ શકે છે, માટે તેના પરમાણુ સહિત ચારે પ્રકાર છે. એક પ્રદેશવાળા પુદ્ગલથી શરુ કરીને અનંતાપ્રદેશોવાળા અનંતા પુગલો લોકાકાશમાં છે. આમ, જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલ, આ પાંચે દ્રવ્યો પ્રદેશોના જથ્થારૂપ હોવાથી અસ્તિકાય તરીકે ઓળખાય છે. આ પંચાસ્તિકાયમય જગત છે. તેમાં કાળ દ્રવ્ય ઉમેરતાં છ દ્રવ્યમય (ષડુ દ્રવ્યમય) જગત ગણાય છે. કાળ તો એક સમય રુપ છે કારણકે ભૂતકાળ તો નાશ પામી ગયો છે. ભવિષ્યકાળા તો હવે આવશે. વર્તમાનકાળ માત્ર એક સમયનો જ છે, તેથી કાળ પ્રદેશોના સમૂહ રુપ બનતો નથી, માટે તે અસ્તિકાય નથી. જીવાસ્તિકાય અને પુગલાસ્તિકાય ગતિશીલ છે જ્યારે ધમસ્તિકાય - અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્થિર છે, નિષ્ક્રિય છે. પાટા સ્થિર રહે તો જ ગાડી ચાલી શકે. કોઇ ડાયનેમિક (ગતિશીલ) બને તો કોઇએ સ્ટેટીક (નિષ્ક્રિય) બનવું જ જોઇએ. એક જણ બોલવાનું ચાલુ કરે તો બીજાએ મૌન રહેવું. તેમ કરવાથી ફલેશ - કજીયા - કંકાસ દૂર થયા વિના ન રહે. બધા આત્માઓને મોક્ષ ન મળે. જેને મોક્ષે જવાની તીવ્ર ઇચ્છા હોય તેને જ મોક્ષ મળે. જેને મોક્ષે જવાની ઇચ્છા હોય જ નહિ તેને મોક્ષ ન મળે. અભવ્ય જીવો મોક્ષને માનતા ન હોવાથી તેમને મોક્ષની ઇચ્છા થતી જ નથી, માટે તેઓ કદી પણ મોક્ષે જાય નહિ. ( ટી.વી.,ભોજન, પત્ની, પૈસા વગેરે દુન્યવી પદાર્થોની ઇચ્છા જેને થાય તેને તે બધું મળે જ, તેવો નિયમ નથી; પણ મોક્ષની ઇચ્છા જેને થાય તેને મોક્ષ મળે જ, એવો નિયમ છે, તો બોલો ! હવે શેની ઇચ્છા કરવી જોઇએ? ઇચ્છવા છતાં જે મળવાની ગેરંટી ન હોય તેને મેળવવા કોણ ઇચ્છે? ઇચ્છા કરવાથી જે મળવાની ગેરંટી હોય તેને મેળવવા કોણ ન ઇચ્છે? માટે સંસારના પદાર્થોની ઇચ્છા બંધ કરીને હવે માત્ર મોક્ષ મેળવવાની જ ઇચ્છા કરવી જોઇએ, એમ નથી લાગતું? e અભવ્યોને મોક્ષની ઇચ્છા ન હોવા છતાં તેઓ ખાનપાન અને માનપાન મેળવવા દીક્ષા લે. પરલોકમાં સ્વગતિના સુખ મેળવવા દીક્ષા લે, પરિણામે તે મોક્ષે ન જાય. તત્વઝરણું ૯૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ આપણે તો મોક્ષ મેળવવા જ દીક્ષા લેવી જોઇએ. સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે તો દીક્ષા લેવાની શી જરૂર ? એવું કદી ન બોલતા. મોક્ષે જવા પુણ્ય કે પાપ, એકેની જરુર નથી. પાપ જો લોખંડની બેડી જેવું છે,તો પુણ્ય સોનાની બેડી જેવું છે. બંને મોક્ષમાં જતા અટકાવે. ધર્મક્રિયાઓ કરવાથી પુણ્ય બંધાય, તે તો દેવલોકાદિ આપે પણ મોક્ષ નહિ; મોક્ષ તો પાપકર્મ ખલાસ થવાથી મળે. બોલો, સંસારમાં રહીને ધર્મ થઇ શક્તો હોય તો ય પાપ બંધાતા અટકી શકે? નહિ જ ને? મોક્ષે જવા નવા પાપ કર્મો બાંધતાં અટકવું હોય તો દીક્ષા જ લેવી જોઇએ. Tafi વળી, સંસારમાં રહીને પણ ઇચ્છા પ્રમાણેનો ધર્મ કોણ કરી શકે છે? જાતને જ પૂછો. સંયોગો, પરિસ્થિતિ, લાચારી વગેરેના કારણે ધાર્યો ધર્મ થાય છે ખરો? તો સંસારમાં રહીને ધર્મ કરજે ને? એમ કહીને દીક્ષા લેતાં બીજાને કેમ અટકાવો છો? સંસારમાં ઘણા લોકો ધર્મ કરતાં અટકાવે. મોટા મોટા પાપો કરવા માટે પણ ધર્મ કરતાં અટકાવે. લગ્નમાં જવા રાત્રે ખવડાવે ! હોટલમાં અભક્ષ્ય ખવડાવે ! જયારે દીક્ષા લીધા પછી પણ ક્યારેક ગુરુજી અન્નમાદિ તપસ્યા કરતાં અટકાવે તો તેનું કારણ તે તપ કરતાં પણ વધારે મોટી કર્મ નિર્જરાની આરાધના હશે. મોટા ધર્મને મેળવવા અટકાવશે. આમ, સંસારમાં પૂરતો ધર્મ થઇ શક્યો ન હોવાથી, જે કરી શકાય તેને પણ અટકાવનારા ઘણાં હોવાથી, પાપરહિત જીવન બિલકુલ જીવી શકાતું ન હોવાથી જેની મોક્ષે જવાની ઇચ્છા હોય તેણે જલ્દીથી જલ્દી દીક્ષા જીવન સ્વીકારવું જોઇએ. વિશ્વમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. નારકો તેનાથી અસંખ્યાતગુણા છે. દેવો તેનાથી ય અસંખ્યાતગુણા છે. તેનાથી અનંતગુણ આત્માઓ આજ સુધીમાં મોક્ષે ગયા છે. આપણો હજુ પણ મોક્ષ થયો નથી. આપણને તેનો ત્રાસ છે ખરો? મોક્ષમાં જેટલા ગયા છે, તેના કરતાં ય અનંતગણા જીવો બટાટા વગેરે નિગોદમાં છે. કંદમૂળ વગેરે ખાઇને તે બધાની હિંસા શી રીતે કરાય? લીલ-કુગ વગેરેની વિરાધના શી રીતે કરાય? મોક્ષના બદલે સ્વર્ગમાં જવાની ઇચ્છા ન કરવી. સ્વર્ગમાં માત્ર સુખની રેલમછેલ જ છે એવું નહિ, ત્યાં પણ ઇર્ષ્યા - અતૃપ્તિના કારણે દુઃખો છે. દેવી વગેરેના વિરહની ભયાનક વેદનાઓ છે. પાપકર્મો બંધાય છે. ત્યાંનો ભવ પૂર્ણ થયા પછી પશુ – પંખી વગેરે તિર્યંચોના ભવોમાં પણ જવાનું થઇ શકે છે. પછી તો ભવો અને દુઃખોની મહાપરંપરા પણ ચાલી શકે છે, માટે સ્વર્ગમાં જવાની તત્વઝરણું ૪ ૯૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા ન કરાય, પણ જ્યાં પહોંચ્યા પછી કોઇ જન્મ કે ભવ લેવાનો નથી, કોઇ દુઃખ, પાપ કે દોષ અનુભવવાનો નથી તેવા કાયમી સુખવાળા મોક્ષે જ જવાની ઇચ્છા કરવી જોઇએ. Lista Sis 0 મોતની પીડા જેમ ભયંકર છે તેમ જન્મની પીડા પણ ભયંકર છે. જો નિગોદમાં પહોંચી ગયા તો શું થશે? નિગોદનો જીવ એક શ્વાસોશ્વાસમાં સાડા મરણ કરે છે. ત્યાં કેવી ભયાનક પીડા ભોગવવી પડશે ? તેના કરતાં મોક્ષે જઇએ તો આ બધામાંથી કાયમી છૂટકારો થાય. હવે કોણ મોક્ષે જવા ન ઇચ્છે? સત્તરવાર જન્મ 6000 - ઘણા ભયાનક પાપકર્મો બંધાયા છે, હવે મોક્ષમાં શી રીતે પહોંચાય ? તેવો સવાલ કરવાની જરુર નથી. કારણકે જે કર્મ જે રીતે બાંધ્યું હોય તે રીતે જ ભોગવવું પડે તેવો નિયમ નથી. પુરુષાર્થ વડે કર્મોમાં ફેરફાર પણ થઇ શકે છે. જૈન શાસનનો કર્મવાદ ડોશીમાનો રોદણાવાદ નથી પણ મરદનો પુરુષાર્થવાદ છે. સમગ્ર વિશ્વને જૈન ધર્મની અદ્ભૂત દેન કર્મવાદ છે. આવો કર્મવાદ વિશ્વમાં કોઇ અન્ય ધર્મ પાસે નથી. દુનિયાના તમામે તમામ પ્રશ્નોના જવાબો જૈનશાસનના કર્મવાદમાં મળે છે. તે માટે સમય કાઢીને કર્મવિજ્ઞાનને બરોબર સમજવું જોઇએ. આપણા જીવનમાં કર્મવિજ્ઞાન કઇ કઇ રીતે ઉપયોગી છે તે ‘કર્મનું કમ્પ્યુટર' ભાગ ૧,૨,૩ પુસ્તકોમાં સરળ ભાષામાં સમજાવાયું છે, અનુકૂળતાએ તે ત્રણે ભાગોનું વાંચન-મનન કરશો તો ઘણો લાભ થઇ શકે તેમ છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. An તત્વઝરણું ભવ્યક્તિત્વ (વ BLOT ' પાંચ અજીવ દ્રવ્યો Histoh Tips 333 3 fous for in ૯૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૭ શુક્રવાર તા. ૩૦-૮-૦૨ ચાર ગતિમાંથી માત્ર માનવગતિમાંથી જ મોક્ષે જઇ શકાય છે. આપણો પુણ્યોદય છે કે મોક્ષે પહોંચાડનારો માનવભવ આપણને મળ્યો છે, હવે તે માટેનો પુરુષાર્થ ન કરીએ તો કેમ ચાલે ? માનવગતિના તમામ માનવો મોક્ષે ન જઇ શકે. વધુમાં વધુ ૫૦૦ ધનુષની (૧ ધનુષ = ૪ હાથ) ઊંચાઇના શરીરવાળા અને ઓછામાં ઓછી બે હાથની (૧ હાથ = ૨૪ આંગળ) કાયાવાળા મોક્ષે જઇ શકે. a છે. આપણા શરીરનો ૧/૩ ભાગ પોલાણવાળો છે. તે પોલાણોમાં આત્મપ્રદેશો નથી, તેથી આત્મપ્રદેશો તો આપણા શરીરના માત્ર ૨/૩ ભાગમાં છે. મોક્ષે જતાં પહેલા તે આત્મપ્રદેશો શરીરના પોલાણના ભાગને પૂરીને ઘન બનીને ૨/૩ ભાગ જેટલા સંકુચિત થઇને મોક્ષે પહોંચે છે. માટે મોક્ષમાં પહોંચેલા સિદ્ધભગવાનની અવગાહના (ઊંચાઈ) વધુમાં વધુ (૫૦૦ ધનુષનો ૨/૩ ભાગ) ૩૩૩ ૨/૩ ધનુષ અને ઓછામાં ઓછી (૨ હાથનો ૨/૩ ભાગ) ૧ હાથ ૮ અંગુલા હોય છે. '' ૧ ગાઉના ૨૦૦૦ ધનુષ થાય. સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ૨/૩ ધનુષ છે, તે ૧ ગાઉનો છઠ્ઠો ભાગ થયો. સિદ્ધભગવંતો ઉપર અલોકને અડીને રહ્યા હોવાથી સૌથી ઉપરના ૧ ગાઉના છ ભાગ કરીએ તો તેમાંના સૌથી ઉપરના ૧/૬ ગાઉમાં રહ્યા છે, એમ કહેવાય. ચૌદ રાજલોકના સમગ્ર વિશ્વમાં આઠ પૃથ્વીઓ આવેલી છે, તેમાંની નીચેની છે પૃથ્વીઓમાં નરક છે, અને ઉપર જે એક પૃથ્વી છે, તેની ઉપર સિદ્ધભગવંતો રહેલા હોવાથી તે સિદ્ધશીલા કહેવાય છે. તેને મોક્ષ પણ કહેવાય છે. ઇષત્ પ્રાગભારા પૃથ્વી એવું પણ તેનું નામ છે. એક સમયે વધુમાં વધુ ૧૦૮ આત્માઓ મોક્ષે જઇ શકે. દરેક સમયે મોક્ષ જવાનું ચાલું છે. હાલ ભરતક્ષેત્રથી ભલે મોક્ષે ન જવાય, મહાવિદેહક્ષેત્રમાંથી તો આજે પણ મોક્ષે જવાનું ચાલુ છે. કયારેક મોક્ષે જવાનું બંધ થાય તો વધુમાં વધુ સતત છ મહીના સુધી મોક્ષે જવાનું બંધ રહે. છ મહીના થતાં જ કોઇને કોઇ આત્મા અવશ્ય મોક્ષે જાય જ. તેથી વધારે અંતર કદી ન પડે. અનંતકાળથી મોક્ષે જવાનું સતત ચાલુ છે. કયારે ય છ મહીનાથી વધારે અંતર નથી પડ્યું. આ અનંતકાળમાં કેટલા બધા આત્માઓ મોક્ષે પહોંચી ગયા હશે. છતાં હજુ સુધી આપણો નંબર તેમાં નથી લાગ્યો, તેનું દુઃખ છે? કયારે મોક્ષ મળે? તેનો તલસાટ છે? તત્વઝરણું GG Page #107 -------------------------------------------------------------------------- ________________ વનરાસનમાં શત્રુંજય ગિરિરાજના પ્રભાવે ચૈત્ર સુદ પુનમે પુંડરિકસ્વામી પાંચ કરોડ સાથે, કા.સુદ પુનમે દ્રાવિડ - વારિખીલજી ૧૦ કરોડ સાથે, આસો સુદ પુનમે પાંડવો ૨૦ કરોડ સાથે મોક્ષે ગયા, એવું જાણ્યા પછી આટલી મોટી સંખ્યામાં મારો નંબર કેમ ન લાગ્યો, તેનો વસવસો નથી થતો? | જૈનશાસનમાં બતાવેલ સમય ઘણું સૂક્ષ્મ માપ છે. આંખના એક પલકારામાં અસંખ્યાતા સમય પસાર થઇ જાય. જીર્ણ કપડું ચરરર કરતાં ફાડતાં કેટલો સમય લાગે? સેકંડથી પણ ઓછો. આ કપડામાં કેટલા બધા તાંતણા હતા? બોલો ! એક તાંતણો તૂટ્યા વિના બીજ તાંતણો તૂટે ખરો? દરેક તાંતણાને તૂટતા જુદો જુદો સમય લાગ્યો ને? તેથી તે કપડાના જેટલા તાંતણા હોય તેટલા ભાગ એક સેકંડના થઇ ગયા ને? | વૈજ્ઞાનિકોએ પ્લાન્ટસમય શોધ્યો છે. એક સેકંડના અબજ અબજ અબજ અબજ કરોડમા ભાગને પ્લાન્કસમય કહેવાય છે. દશાંશ પોઇન્ટ પછી ૪૨ મીંડા મૂકીને એકડો મૂકીએ તેને પ્લાન્કસમય કહેવાય. જૈનશાસને બતાડેલ સમય તો આનાથી પણ ઘણો સૂક્ષ્મ છે. આવા એક સમયમાં ૧૦૦ થી વધારે આત્માઓ મોક્ષે ન જઇ શકે, પણ એક સેકંડમાં તો ઘણા સમય વીતી જાય, તેથી જુદા જુદા સમયોમાં ૧૦૦, ૧૦૮ વગેરે મળીને ૫, ૧૦, ૨૦ કરોડ મોક્ષે ગયા હોવા છતાં સમય સૂક્ષ્મ હોવાથી વ્યવહારમાં એકી સાથે ગયા હોય તેમ લાગે. અહીંથી પાંચમા આરામાં પણ મોક્ષે જવાય. જંબૂસ્વામી, ગૌતમસ્વામી વગેરે ચોથા આરામાં જન્મ્યા હતા, પણ મોક્ષે પાંચમા આરામાં ગયા. મહાવીરસ્વામીના મોક્ષ પછી ત્રણ વર્ષ સાડા આઠ મહીના પસાર થયા ત્યારે ચોથો આરો પૂરો થઇને પાંચમો આરો શરુ થયો. મહાવીરદેવના મોક્ષ પછી ૧૨ વર્ષે ગૌતમસ્વામી, ૨૦ વર્ષે સુધર્મારવાની અને ૬૪ વર્ષે જંબૂસ્વામી આ ભરતક્ષેત્રથી પાંચમા આરામાં મોક્ષે ગયા. ભરતક્ષેત્રમાં ચોથા આરામાં જન્મેલાનો મોક્ષ થાય, પાંચમા આરામાં જન્મેલાનો તે ભવમાં મોક્ષ ન થાય. | મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલાને કોઇ દેવ ઉપાડીને અહીં લાવે તો તેનો અહીં પાંચમા-છઠ્ઠા આરામાં કે અકર્મભૂમિ - લવણ સમુદ્ર વગેરેમાં પણ મોક્ષ થાય. મોક્ષ માત્ર ૧૫ કર્મભૂમિમાંથી જ થાય,તેની બહારથી ન જ થાય તેવો નિયમ છે. મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ પ્રમાણ ૪૫ લાખ યોજનાનું છે. તેને ફરતો ગોળાકાર માનુષોત્તર પર્વત છે. તેની બહાર કોઇ પણ મનુષ્યના જન્મ કે મરણ ન થાય. ૪૫ લાખ યોજનમાં જ માનવનું જન્મ કે મરણ થઇ શકે. તે મોક્ષે પહોંચી શકે. મોક્ષે જતો આત્મા સીધી લીટીમાં ઉપર જાય છે. માટે સિદ્ધશીલા (મોક્ષ) પણ તત્વઝરણું GO Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. ૪૫ લાખ યોજન પ્રમાણ સિદ્ધશીલાના ઉપરના ૧/૬ ગાઉના વિસ્તારમાં બધે અનંતા અનંતા સિદ્ધ ભગવંતો છે. કોઇ પ્રદેશ ખાલી નથી, તેથી નક્કી થાય છે કે નીચે મનુષ્યક્ષેત્રના ૪૫ લાખ યોજનના દરેકે દરેક આકાશપ્રદેશથી આત્માઓ મોક્ષે ગયા છે. એટલે કે કર્મભૂમિ કે અકર્મભૂમિ, અઢી દ્વીપ - બે સમુદ્ર, બધેથી આત્માઓ મોક્ષે ગયા છે. પર્વત, નદી, ખીણ, વગેરેમાંથી પણ મોક્ષે ગયા છે. મનુષ્યલોકના જુદા જુદા વિસ્તારોમાંથી મોક્ષે જવાનું સતત ચાલુ છે પણ ક્યારેક એક-બે-ત્રણ સમયથી માંડીને વધુમાં વધુ છ મહીનાનું આંતરું પડી શકે છે. તેટલા કાળ સુધી મોક્ષે કોઇ ન જાય તેવું બને, પણ ત્યારપછી તો કોઇ અવશ્ય મોક્ષે જાય જ. લોટરીની ટીકીટનો ડ્રો રોજ થતો હોય, વધુમાં વધુ છ મહીનાના અંતરે અવશ્ય ડ્રો થતો હોય. ટીકીટ હોવા છતાં કયારે ય નંબર ન લાગતો હોય તો ત્રાસ થાય કે નહિ? ભવ્ય છીએ માટે મોક્ષે જવાની યોગ્યતા તો છે જ. જીવો સતત મોક્ષે જઇ રહ્યા છે. છ મહીનાથી વધારે અંતર પડતું નથી. હજુ આપણો નંબર ન લાગ્યો તેનું દુઃખ, વેદના, આઘાત છે ખરો? મોક્ષની તીવ્ર લગન પેદા થઇ છે ખરી? ૨૪ ફલેટના એપાર્ટમેન્ટમાં, બે-ત્રણ ઘરે જ ટી.વી. હોય અને પોતાના ઘરે ન હોત તો તેનો ત્રાસ ન થાય, પણ ૧૮-૨૦ ફલેટમાં ટી.વી. આવ્યું હોય અને પોતાને ત્યાં ન હોય તો ત્રાસ થાય ને? માત્ર ૨-૪ આત્માઓ મોક્ષે ગયા હોત તો વાંધો નહોતો, પાંચમાં અનંતા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે, છતાં આપણો નંબર હજુ નથી લાગ્યો, તેનો ત્રાસ કેટલો? અભવ્યો કરતાં ય અનંતગણા આત્માઓ મોક્ષે ગયા છે, આપણે ન ગયા તેની અકળામણ કેમ નહિ? અર્ણિકાપુત્ર આચાર્યે ગોચરી લાવનારને પૂછયું, “વરસાદમાં કેમ લાવ્યા? જવાબ : ‘અચિત્ત પાણી હતું ત્યાંથી જઇને લાવ્યા.'' ‘કેવી રીતે ખબર પડી ? કોઇ જ્ઞાન થયું છે?'' નવો સવાલ પૂછાયો. ‘‘હાજી ! આપની કૃપાથી.'' વિનયપૂર્વક જવાબ અપાયો. કયું જ્ઞાન? પ્રતિપાતી કે અપ્રતિપાતી? (પ્રતિપાતી એટલે આવીને ચાલ્યું જાય તેવું જ્ઞાન. અપ્રતિપાતી એટલે આવ્યા પછી કદી ય પાછું ન જાય તેવું જ્ઞાન - કેવળજ્ઞાન.) “આપની કૃપાથી અપ્રતિપાતી જ્ઞાન થયું છે.'' તત્વઝરણું ૯૮ Page #109 -------------------------------------------------------------------------- ________________ “ભગવન્! કહો ! મને કેવળજ્ઞાન કયારે થશે?' તેમણે પૂછી લીધું. (દેવ પ્રસન્ન થાય, “માંગ, માંગ, માંગે તે આપું' કહે તો શું માંગીએ ? ગૌતમસ્વામી, અર્ણિકાપુત્ર વગેરેને મોક્ષથી ઓછું કાંઇ ખપતું નહોતું.) “ગંગા નદી પાર કરો ત્યારે.” કેવલીએ જવાબ આપ્યો. આ સાંભળતા જ આચાર્ય ઊભા થયા. હવે ગોચરી પણ નહિ. વાપરવાનું છોડીને ગંગાનદી પાર કરવા ચાલ્યા. મોક્ષની કેવી તીવ્ર લગના જેટલી પૈસા મેળવવાની તીવ્ર ઇચ્છા છે, તેટલી કે તેથી પણ વધારે મોક્ષ મેળવવાની તમન્ના ખરી? ગાડી ચૂકી ન જવાય તે માટે ભોજન છોડીને પણ કયારેક દોડ્યા, પણ વ્યાખ્યાન ચૂકી ન જવાય તે માટે ભોજન છોડીને કયારે ય દોડ્યા ખરા? ગાંધર્વ દેવોના સુમધુર સંગીતમય, ગીતો સાંભળવા કરતાં ય વધારે આનંદ જિનવાણી સાંભળવામાં જેને આવે તે સમકિતી. તે હવે અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી વધારે તો સંસારમાં ન જ ભમે; કારણકે અર્ધચરમાવર્તકાળમાં તેનો પ્રવેશ થઇ ગયો છે. શું આપણે તેમાં પ્રવેશ નથી કરવો? - ગંગાનદી પાર કરતી વખતે પૂર્વના વૈરીએ તેમને ત્રિશૂળથી ઊંચકયા. માંસના લોચા ને લોહીની શેરો ઉડવા લાગી. સમતામાં લીન છે. “મરતાં મરતાં પણ પાણીના કેટલા બધા જીવોને મારી રહ્યો છું' ના વિચારે ત્રાસ છે. ક્ષપકશ્રેણી માંડી. કેવળજ્ઞાન પામ્યા. આયુષ્ય વગેરે ચાર અઘાતીક ખપતાં મોક્ષે ગયા. - જ્યાં સંતોષ, તૃપ્તિ વગેરે આત્મિક ગુણોની ખીલવણી છે. ત્યાં શાંતિ, સમાધિ, પ્રસન્નતા છે. જ્યાં ઇચ્છાઓ, અસંતોષ, અતૃપ્તિ વગેરે દોષો છે, ત્યાં સંકલેશ-અશાંતિ-અસમાધિ છે. ટૂંકમાં દોષના જાગરણમાં દુઃખ છે. ગુણપ્રાપ્તિ માં આનંદ છે. મોક્ષમાં ગયેલા આત્મામાં દોષનું જાગરણ નથી, માટે ત્યાં કોઇ દુઃખ નથી. સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થવાથી આનંદમાં મસ્ત રહેવાનું છે. ત્યાં મોત થતું નથી, માટે ત્યાંથી પાછા આવવાનું નથી. ત્યાં શરીર જ નથી માટે રોગ-ઘડપણ-ભૂખ -તરસ-ઠંડી-ગરમી વગેરે દુઃખો નથી. તેને દૂર કરવા દવા,ભોજન, સરબત વગેરે કોઇ પદાર્થોની જરૂર નથી. ત્યાં તો છે સદા પૂર બહાર આનંદ, આનંદ ને આનંદ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું | ૯૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૮ શનિવાર. તા. ૩૧-૮-૦૨ અનંતકાળથી આપણો આત્મા દુ:ખયુક્ત, કર્મયુક્ત અને દોષયુક્ત છે, હવે તેની દુઃખમુક્ત, કર્મમુક્ત અને દોષમુક્ત અવસ્થા પેદા કરવી તેનું નામ મોક્ષ. આ મેળવ્યા પછી કાંઇ જ મેળવવાનું બાકી રહેતું નથી, તેથી ત્યાં ગયેલાને કોઇ ઇચ્છા થતી નથી. ઇચ્છા હોય તો જ દુઃખ આવે. ઇચ્છા જ ન હોય તો કોઇ દુઃખ ન આવે; કારણકે સર્વ દુઃખોનું મૂળ ઇચ્છા છે, માટે ઇચ્છા કરવી જ હોય તો એક જ કરો કે હું સદા માટે ઇચ્છા વિનાનો બની જાઉં. Desire to be desireless. ઇચ્છા આકાશ સમાન અનંત છે. તેનો છેડો કદી ન આવે. એક ઇચ્છા પૂરી થતાં નવી ઇચ્છા ઊભી થાય. પુણ્ય પૂરતું ન હોય તો ઇચ્છા પૂરી ન થાય. પરિણામે દુ:ખી થયા વિના ન રહીએ. સર્વ ઇચ્છા રહિત અવસ્થા એટલે મોક્ષ. ત્યાં હોય આત્મામાં રમણતા. ઇચ્છા કરીએ એટલે આત્માથી દૂર જઇએ. માટે દુઃખી થઇએ. પેલો કપિલ ! બે માસા સોનું લેવા રાજા પાસે ગયો. રાજાએ જેટલું જોઇએ તેટલું માંગવા કહ્યું. વિચારવા લાગ્યો. જેમ જેમ વધુને વધુ માંગવાની ઇચ્છા કરવા લાગ્યો તેમ તેમ દુઃખી – દુઃખી – મહાદુઃખી થવા લાગ્યો. જેમ જેમ ઇચ્છા ઓછી કરતો ગયો તેમ તેમ સુખ શાંતિ - પ્રસન્નતાને અનુભવવા લાગ્યો; કારણકે સંતોષ · તૃપ્તિ વગેરે ગુણો ખીલવવા દ્વારા આત્માની નજીક આવતો હતો. આલોચતા (વિચારતા) આલોચતા તેણે લોચ કરી દીધો ! ભાવની ધારામાં કેવળજ્ઞાની બન્યા, પછી મોક્ષે ગયા. આઠે કર્મોનો નાશ થવાથી મોક્ષે પહોંચેલા આત્મામાં (૧)અનંતજ્ઞાન (૨)અનંત દર્શન (૩)અવ્યાબાધ સુખ (૪)વીતરાગતા (૫)અક્ષયસ્થિતિ (૬)અરુપીપણું (૭)અગુરુલઘુપણું અને (૮)અનંતવીર્ય ગુણો પ્રગટ થાય. બધા કર્મોની પીડા દૂર થાય. આઠે કર્મો, તેના વિપાકો વગેરે વિગતથી સમજવા જેવા છે. તે માટે ‘‘કર્મનું કમ્પ્યુટર'' પુસ્તકના ત્રણે ભાગ વાંચવા જરુરી છે. સતત મોક્ષે જવાનું ચાલુ છે, પણ જે ભવ્ય આત્મા હોય તે જ મોક્ષે જાય. અભવ્ય કે જાતિભવ્ય કદી પણ મોક્ષે જાય નહિ. જે જે આત્માઓ મોક્ષે ગયા છે, જાય છે અને જશે, તે બધા ભવ્ય જ હોય; પણ જે જે ભવ્ય હોય તે તમામ મોક્ષે જાય જ; એવો નિયમ નથી. અવ્યવહારરાશીમાં સદાકાળ રહેનારા જાતિભવ્ય આત્માઓ મોક્ષે જવાની યોગ્યતાવાળા હોવા છતાં અનુકૂળ સંયોગ ન મળવાથી જેમ મોક્ષે જવાના નથી, તેમ બધા જ ભવ્ય જીવો પણ મોક્ષે જવાના નથી. તત્વઝરણું ૧૦૦ Page #111 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય આત્મામાં મોક્ષે જવાની યોગ્યતા છે, તે સાચી વાત; પણ જેની યોગ્યતા હોય તે ખીલે જ, એવું શી રીતે કહેવાય? દૂધમાં દહીં બનવાની યોગ્યતા હોવા છતાં તેની ચા બનાવીએ તો દહીં શી રીતે બને? મોક્ષે જાય કે ન જાય, મોક્ષે જવાની યોગ્યતા હોય તે બધા ભવ્ય જ કહેવાય. દવાખાનું રવિવારે બંધ હોવાથી ડૉકટર પેશન્ટને ન જુએ, દવા ન આપે, રોગ ન મટાડે તેથી કાંઇ તે ડૉકટર તરીકે મટી ન જાય. નવકાર ગણતાં ગણતાં ટી.વી. ન જ જોવાય પણ ટી.વી. જોતા જોતાં નવકાર ગણાય. નવકાર ગણતાં ગણતાં ન જ ખવાય પણ ખાતાં ખાતાં મનમાં નવકાર ગણાય. આ બધા વાકયો જેમ સાચા છે, તેમ ‘બધા ભવ્યો મોક્ષે ન જાય પણ જે મોક્ષે જાય તે ભવ્ય જ હોય' આ વાકય પણ સાચું છે. શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી છે, માટે ભવ્ય છીએ તે વાત સાચી, પણ હવે તેટલાથી સંતોષ માનીને બેસી નહિ રહેવાનું. હજુ મોક્ષની કોઇ ગેરંટી નથી, તે માટે સક્રિય પુરુષાર્થ કરવો જરુરી છે. જો બધા જ ભવ્ય આત્માઓ મોક્ષે જતા હોય તો એક દિવસ આ સમગ્ર સંસાર ભવ્ય આત્માઓ વિનાનો બની જાય. માત્ર જાતિભવ્યો અને અભવ્ય આત્માઓ જ આ સંસારમાં રહે. તેઓ તો કદી મોક્ષે જાય જ નહિ, તેથી મોક્ષનો માર્ગ બંધ થાય. ધર્મનો નાશ થાય.તે ઉચિત નથી. મોક્ષનો માર્ગ સદા ચાલુ રહેશે. ભવ્ય જીવો આઠમા અનંતા જેટલા છે. મોક્ષે જનારા આત્માઓ પાંચમાં અનંતા જેટલા છે. આમ મોક્ષે જનારા કરતાં જવાની યોગ્યતાવાળા ભવ્ય આત્માઓ ઘણા વધારે છે, તેથી બધા ભવ્યો મોક્ષે જાય, તેમ ન કહેવાય. 02 કાળ અનંત હોવા છતાં ય કાળના સમયો પાંચમા અનંતાથી વધારે નથી. કોઇ પણ સમયે ૧૦૮થી વધારે આત્માઓ મોક્ષે જતા નથી. કયારેક વચ્ચે વચ્ચે ૧ સમયથી છ મહીના સુધીનું અંતર પણ પડે છે, છતાં માની લઇએ કે દરેક સમયે ૧૦૮-૧૦૮ આત્મા મોક્ષે જાય તો પણ ૧૦૮ ૪ પાંચમાં અનંતા જેટલા આત્માઓ વધુમાં વધુ મોક્ષે જઇ શકે, તેમ નકકી થયું. આ સંખ્યા તો પાંચમા અનંતાથી થોડીક જ વધારે છે. છઠ્ઠા અનંતા કરતાં ચ ઘણી નાની છે. કુલ ભવ્ય આત્માઓ આઠમા અનંતે છે, તેથી બધા ભવ્ય જીવો મોક્ષે જાય છે, તેમ માની શકાય નહિ. ધારો કે એક કોઠીમાં ૧૫ અબજ દાણા ભર્યાં છે. કાળ માત્ર ૧૦૦૦ સમયનો જ હોય, અને દર સમયે ૧૦૮-૧૦૮ દાણા કાઢો તો તે કોઠી ખાલી થાય ખરી? ન જ થાય ને? તેમાં વળી જેટલા દાણા કાઢો તેટલા જ દાણા તત્વઝરણું ૬ ૧૦૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ બજારમાંથી લાવીને કોઠીમાં નાંખતા હોય તો ? ૧૫ અબજ જેવા આઠમા અનંતા જેટલા વ્યવહાર રાશીમાં રહેલા ભવ્ય જીવો છે. ૧૦૦૦ સમય જેવો પાંચમા અનંતા જેટલો કાળ છે. દરેક સમયે ૧૦૮ મોક્ષે જાય તો પણ બધા ભવ્ય આત્માઓ સંસારમાંથી ખાલી ન થાય. વળી દુકાન જેવી અવ્યવહારરાશીમાંથી બહાર નીકળીને વ્યવહારરાશીમાં નવા ઉમેરાય તે ભવ્ય જીવો જુદા. આમ તમામ ભવ્ય આત્માઓ મોક્ષે જઇ શકે નહિ, તે વાત યુક્તિસંગત છે. કાળ પાંચમા અનંતે છે. ભવ્ય જીવો આઠમા અનંતે છે. બંને સંખ્યા સરખી નથી. અનંત એટલે અંત વિનાનું; એવો અર્થ નથી. આ પારિભાષિક શબ્દો છે. અસંખ્યાતા અસંખ્યાત પ્રકારના છે, છતાં તેના નવ ગુપ પાડીને નવ પ્રકારના જણાવ્યા છે. એક અસંખ્યાતા કે અનંતા પછી બીજા અસંખ્યાતા કે અનંતાની શરુઆત થાય. તમામે તમામ ભવ્યો મોક્ષે જાય છે, તેવું માની શકાય નહિ, કારણ કે કોઇ છેલ્લો ભવ્ય આત્મા મોક્ષે જશે, તેવું માનીએ તો તે છેલા ભવમાં પાણી પીશે કે નહિ? શાસ્ત્રોમાં કહ્યું છે કે જયાં પાણી હોય ત્યાં નિગોદ હોય, તેથી છેલ્લો આત્મા મોક્ષે જાય ત્યારે નિગોદ પણ હશે. નિગોદમાં આઠમા અનંતા જેટલા જીવો હોય. અભવ્ય આત્માઓ તો બધું મળીને માત્ર ચોથા અનંતા જેટલા જ હોય. નિગોદના જીવોની આઠમા અનંતાની સંખ્યામાંથી અભવ્યોની ચોથા અનંતાની સંખ્યા બાદ કરતાં જે આવે તેટલા ભવ્ય જીવો ત્યાં હોય ને? કારણ કે જાતિભવ્યો તો અવ્યવહાર રાશીમાંથી બહાર જ નીકળ્યા નથી. તેથી મોક્ષે જતા જે આત્માને આપણે છેલો ભવ્ય આત્મા માન્યો, તે છેલ્લો નથી, તેના પછી પણ ઘણા ભવ્ય આત્માઓ છે કે જેનો મોક્ષ હજુ થયો નથી, નિગોદના જીવા તરીકે જીવે છે. આમ, તમામે તમામ ભવ્યોનો મોક્ષ થાય જ, તેવું મનાય નહિ. આપણે; મોક્ષે જવાની યોગ્યતાવાળા છીએ તેથી સંતોષ માનીને બેસી ન રહેવાય. હવે તે પાત્રતા જલ્દી ખીલે, મોક્ષ જલદી મળે તેવો પુરુષાર્થ કરવો જોઇએ. જ્ઞાનસ્ય ફલં વિરતિઃ 1 એ સૂત્ર ન ભૂલવું. જેમ જેમ જ્ઞાન મળે તેમ તેમ વિરતિ વધારવી. આચાર પ્રધાન જીવન જીવવું. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો | તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૧૦૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા સુદ : ૧૧ મંગળવાર, તા. ૧૦-૯-૦૨ લોખંડની કરયને લોહચુંબક જ ખેંચે પણ લાકડું ન ખેંચે તેનું શું કારણ? લોહચુંબક લોખંડની કરીને જ ખેંચે પણ કાગળને ન ખેંચે તેનું શું કારણ? આ બંને સવાલોનો જવાબ આપતા કહેવું જ પડે કે લોખંડની કરીને ખેંચવાની યોગ્યતા લોહચુંબકમાં જ છે, પણ લાકડામાં નહિ, માટે લોહચુંબક ખેંચે, લાકડું નહિ. ખેંચાવાની યોગ્યતા લોખંડની કરચોમાં જ છે, કાગળમાં નહિ માટે લોખંડની કરચ ખેંચાય પણ કાગળ નહિ. બસ, તે જ રીતે કર્મોને ખેંચીને ચોટાડવાની યોગ્યતા સંસારી આત્મામાં છે અને ખેંચાઇને ચોદવાની યોગ્યતા કર્મોની રજકણોમાં છે માટે સંસારી આત્માને કર્મો ચોંટે છે. મોક્ષમાં પહોંચેલા સિદ્ધ ભગવંતોમાં કર્મોને ખેંચવાની કે ચોંટાડવાની યોગ્યતા નથી માટે ત્યાં રહેલી કર્મની રજકણોમાં ખેંચવાની યોગ્યતા હોવા છતાં તે ખેંચાઈને તેમને ચોંટતી નથી. સંસારી આત્માઓમાં રહેલા કર્મોને ખેંચવાની અને ચોંટાડવાની આ યોગ્યતાને સહજમળ કહેવાય છે. આ સહજમળ સંપૂર્ણ દૂર થાય ત્યારે મોક્ષ થાય. આપણે શત્રુંજયની યાત્રા કરી હોવાથી ભવ્ય છીએ અને કાળ પાકવાથી ચરમાવર્તકાળમાં પ્રવેશ્યા છીએ તો હવે પુરુષાર્થ બળવાન છે. મોક્ષ પામવાના લક્ષપૂર્વક ધમરાધનામાં વિશેષ પુરુષાર્થ કરવો જરૂરી છે. | ચરમાવર્તકાળ એટલે એક પુદગલ પરાવર્તકાળ. તેમાં અનંતાભવો પસાર થઈ શકે. સમકિત પામ્યા પછી અર્ધપુદ્ગલ પરાવતકાળથી વધારે સંસાર બાકી ન રહે. સમકિતની તાકાત તો એવી છે કે તે જ ભવમાં કેવળજ્ઞાન – મોક્ષ અપાવે. અર્ધપુગલ પરાવર્તકાળ તો ઉત્કૃષ્ટ લિમિટ છે. ભગવાન મહાવીરદેવની સામે તેજલેશ્યા છોડનારા ગોશાળા જેવાનો સમકિત પામ્યા પછી ઘણો કાળા બાકી રહે. ગોશાળો પણ છેલ્લે છેલ્લે સમકિત પામી ગયો તો તે પણ અવશ્ય મોક્ષે જવાનો. આ કમાલ છે સમકિતની. એક યોજન (પ્રાયઃ ૧૩ કિ.મી.) લાંબા, પહોળા અને ઊંડા ખાડાનેયુગલિક બાળકના પાતળા વાળના અતિશય નાના નાના ટુકડા કરીનેભરવામાં આવે. ઉપર રોલર ફેરવીને, દબાવી દબાવીને ભરાય. પછી દર ૧૦૦૧૦૦ વર્ષે તેમાંથી એકેક ટુકડો કાઢતાં, આખો ખાડો ખાલી કરવા માટે જેટલો સમય જાય તેને એક પલ્યોપમ કહેવાય. આવા દસ ક્રોડ પલ્યોપમને એક કરોડ પલ્યોપમ સાથે ગુણીએ તો દસ કોડાકોડી પલ્યોપમ થાય, તેને એક સાગરોપમ કહેવાય. દેવ-નારકનું ૩૩ તત્વઝરણું ૧૦૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ સાગરોપમ આયુષ્ય એટલે કેટલું બધું ? તે સમજાઈ ગયું ને! આવા દસ ક્રોડ સાગરોપમને એક કરોડ સાગરોપમ સાથે ગુણતાં દસકોડાકોડી સાગરોપમ થાય તેને અવસર્પિણીકાળ કે ઉત્સર્પિણીકાળ કહેવાય. તે દરેકમાં ૨૪-૨૪ ભગવાન થાય. ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી ભેગી થાય તેને એક કાળચક્ર કહેવાય. મોક્ષ જ ગમે, સંસાર ન જ ગમે તેવી સ્થિતિ સમકિતીની હોય. સમકિત આવ્યા પછી પાછું જાય પણ ખરું. ફરી પાછું આવે. આ રીતે સમકિતનું આવન જાવન ઘણીવાર ચાલે, પણ ક્ષાયિક સમકિત આવ્યા પછી કદી ય પાછું ન જાય. તે કાયમ માટે ટકે. તે શુદ્ધ સમકિત છે, તેની હાજરીમાં કયારે પણ ભગવાનના કોઇ પણ વચનમાં થોડી પણ શંકા ન થાય. આ ક્ષાયિક સમકિત કેવળજ્ઞાનીના કાળમાં નવું પામી શકાય. જે ક્ષાયિક સમકિત પામે તે મરુદેવા માતા વગેરેની જેમ તે જ ભવમાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી શકે, તેવો તેનો અચિન્ત્ય પ્રભાવ છે; પણ જો તે પહેલાં આવતા ભવનું આયુષ્ય બંધાઇ ગયું હોય તો તે પ્રમાણે ચારે ગતિમાં જાય; પણ તો ય તે આત્માના ત્રણ-ચાર કે પાંચ ભવો થાય, પણ તેથી વધારે નહિ. જે દેવના ભવમાં જાય તે ત્યાંથી મોક્ષ થતો ન હોવાથી પછીના ભવે માનવ બનીને દીક્ષા લઇ મોક્ષે જાય, માટે ત્રણ ભવ થયા. જે મનુષ્ય કે તિર્યંચમાં જાય તે યુગલિક જ બને. યુગલિક મોક્ષે ન જાય પણ મરીને દેવ જ બને. ત્યારપછી માનવ બનીને મોક્ષે જવાય. માટે માનવ-યુગલિક-દેવ અને માનવભવ મળીને ચાર ભવ થયા, પણ જે ક્ષાયિક સમકિત પામીને બીજા ભવે દેવ થઇ ત્રીજા ભવે માનવ બન્યો, પણ તે કાળમાં મોક્ષમાર્ગ બંધ હોય તો ચોથો ભવ દેવનો કરીને પાંચમો માનવભવ મેળવી દીક્ષા લઇ મોક્ષે જાય ત્યારે પાંચ ભવ થાય. પાંચમા આરાના અંતે જે દુપ્પસહસૂરિજી થવાના છે, તે તેમનો ક્ષાયિક સમકિતી તરીકેનો ત્રીજો ભવ થશે, પછી દેવ થઇને પાંચમાં ભવે મોક્ષે જશે. () શ્રીકૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુઓને ભાવપૂર્વક વંદના કરવાનો પુરુષાર્થ આદર્યો તો તેના પ્રભાવે તેઓ ક્ષાયિક સમકિત પામ્યા. ચાર નરક તૂટી ગઇ. આવતી ચોવીસીમાં તીર્થંકર બનવાનું નક્કી થયું. આપણે પણ ચરમાવર્તકાળમાં આવ્યા છીએ તો હવે પુરુષાર્થ આદરવાનો. તે પુરુષાર્થ સદ્ગતિ માટે જ નહિ, સિદ્ધિગતિ (મોક્ષ) માટે આદરવાનો. મારે હવે સિદ્ધિગતિ જ જોઇએ. સામાન્ય રીતે દેવ - મનુષ્યગતિ સદ્ગતિ અને નરક – તિર્યંચગતિ દુગતિ તત્વઝરણું ૧૦૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે; પણ હકીકતમાં તો ચારે ગતિમાંની કોઇપણ ગતિ જો સમકિતા સહિતની હોય તો સદ્ગતિ અને જો તે સમકિત વિનાની હોય તો દુર્ગતિ. શ્રેણિક મહારાજા ૧લી નરકમાં છે, પણ સમકિતી છે. જ્ઞાનથી આવનાર દુઃખોને જાણીને પ્રતિકાર ન કરતાં સામેથી સ્વીકારે છે. હાય-વોય કરવાના બદલે પ્રસન્નતાથી સહન કરે છે, તેથી પૂર્વે બાંધેલા અનંતા પાપકર્મો ખપે છે. નવા કર્મો ઘણા બંધાતા નથી. મોક્ષ નજીક આવે છે. હવે ૧લી નરકને તેમના માટે દુર્ગતિ શી રીતે કહેવાય? જ્યાં વધુ નવા કર્મો બંધાયા કરે તે દુર્ગતિ. જ્યાં પુષ્કળ કર્મો નાશ પામે તે સદ્ગતિ. સમકિતી તો, દુર્ગતિ કે સદ્ગતિ એકે ય નહિ, મોક્ષગતિને જ ઈચ્છે. હા ! મોક્ષ ન મળે ત્યાં સુધી સગતિ મેળવે તે જુદી વાત. e કહેવાતી સદગતિ એવી દેવગતિમાં ચોથા ગુણઠાણાથી વધારે વિકાસ ન હોય. કહેવાતી દુર્ગતિ એવી તિર્યંચગતિમાં પાંચમા ગુણઠાણા સુધી વિકાસ થઈ શકે. આધ્યાત્મિક વિકાસ ગુણઠાણાના આધારે ગણાય છે. આપણા સાતલાખ સૂત્રનો ક્રમ પણ આ રીતે ગોઠવાયો લાગે છે. પહેલા સૌથી ઓછા વિકાસવાળા એકેન્દ્રિયો; પછી બીજા ગુણઠાણા સુધી પહોંચનારા બેઇં-તેઇં-ચઉરિદ્રિયો, પછી પંચેન્દ્રિય-તિર્યંચો નહિ, પણ ચોથા ગુણઠાણા સુધી પહોંચનારા દેવો અને નારકો; ત્યાર પછી પાંચમા ગુણઠાણા સુધી વિકાસ કરનારા પંચેન્દ્રિય-તિર્યંચો. અને પછી છેલ્લે ચૌદે ગુણઠાણાનો વિકાસ સાધનારા મનુષ્યો. આ - કુમારપાળ મહારાજા પ્રાર્થના કરતા હતા કે જેનશાસન વિનાના ચક્રવર્તી પણ મારે નથી બનવું. તેના કરતાં જેનશાસનથી વાસિત દાસ-નોકર-ભિખારી. કે દરિદ્ર બનવું મને મંજૂર છે. આપણી પણ ભાવના આવી જોઈએ. | જૈન શાસન સહિત એટલે સમકિત સહિત. આ સમકિત પામતાં પહેલાં વિકાસની છ અવસ્થા પસાર કરવાની હોય છે. (૧)દ્વિબંધક (૨)સકૃબંધક (૩) અપુનર્વધક (૪)માગભિમુખ (પ)માર્ગપતિત અને (૬)માર્ગાનુસારી. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૧૦૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા સુદ - ૧૨ બુધવાર, તા. ૧૮-૯-૦૨ જાતિભવ્ય આત્મા કાયમ અવ્યવહારરાશીમાં અચરમાવર્તકાળમાં જ રહે. અભવ્ય આત્મા વ્યવહારરાશીમાં આવવા છતાં સદા અચરમાવર્તકાળમાં રહે. જ્યારે ભવ્ય આત્મા શરમાવર્તકાળમાં આવ્યા પછી દ્વિબંધક-સકૃબંધકઅપુનર્બલક-માગભિમુખ-માર્ગપતિત-માગનુસારી અવસ્થા પામતો પામતો સમકિતી પણ બની શકે. ચરમાવર્તકાળમાં પ્રવેશ પામ્યા પછી જે આત્મા મોહનીય કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે દ્વિ: =બે વારથી વધારે વાર બાંધવાનો ન હોય તે દ્વિબંધક કહેવાય. પછી જ્યારે એકવાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી દે ત્યારે નકકી થાય કે હવે પછી તે એકથી વધારે વાર નહિ બાંધે માટે તે (સકૃત = એકવાર, બંધક = બાંધનારો) સકૃબંધક કહેવાય. તે એકવાર પણ બાંધી દીધા પછી મોક્ષે જતાં સુધી તે હવે એકપણ વાર ફરીથી, બાંધવાનો નથી માટે (અ નહિ, પુનર - ફરીથી, બંધક બાંધનારો એટલે કે ફરીથી કદી નહિ બાંધનારો) અપુનર્ધધક કહેવાય. - આજ સુધી મોક્ષમાર્ગ વાસ્તવિક રીતે જોવા નહોતો મળ્યો. અપુનર્બલક બને એટલે મોક્ષમાર્ગ તરફ નજર પડે, તેની અભિમુખ થાય. તે માગભિમુખ કહેવાય. પછી માર્ગ ઉપર જઈને ઊભો રહે તે માર્ગપતિત કહેવાય. માર્ગ ઉપર આવીને, માર્ગને અનુસારે ચાલવા લાગે, આગળ વધે તે માર્ગાનુસારી બન્યો કહેવાય. ત્યારપછી સમકિત પમાય. એક અંતર્મુહૂર્ત માટે પણ જેને સમકિતની સ્પર્શના થઈ જાય તેનો સંસાર સ્વયંભૂરમણ સમુદ્રના બદલે નાના ખાબોચીયા જેટલો સીમિત થઈ જાય. એક મુહૂર્ત એટલે ૪૮ મિનિટ. અંતર = અંદર. ૪૮ મિનિટથી ઓછા કાળને અંતર્મુહર્ત કહેવાય. નાનામાં નાનું અંતર્મુહર્ત ૨ થી ૯ સમયનું ગણાય. પોરિસી એટલે પ્રહર. સાઢપોરિસી એટલે દોઢપ્રહર. પુરિમુટ એટલે દિવસનો પહેલો અર્ધ ભાગ. અહોરાત્ર એટલે ૨૪ કલાક. જુદા જુદા પચ્ચકખાણમાં આ શબ્દો આવે છે. ત્યાં સુધી ભોજનપાણીના કે પાપવ્યાપારના ત્યાગના પચ્ચક્ખાણ છે. નવકારશીમાં કે સામાયિકના પચ્ચકખાણમાં કોઈ સમય મર્યાદા બતાડી નથી તો ત્યાં એક મુહૂર્ત = ૪૮ મિનિટ સમજવી. એક અહોરાત્ર = ૨૪ કલાકમાં આવા ૩૦ મુહૂર્ત થાય તેથી એક અહોરાત્રના પૌષધવાળાને ૩૦ સામાયિકનો લાભ મળે. આત્માના આધ્યાત્મિક વિકાસની પારાશીશી જ્ઞાન - અજ્ઞાન નહિ, સુખતત્વઝરણું ૧૦૬ Page #117 -------------------------------------------------------------------------- ________________ દુઃખ નહિ પણ ગુણ-દોષ છે. મોહનીય કર્મ જેટલું તગડું તેટલા દોષો મજબૂત. મોહનીય કર્મ જેટલું નબળું તેટલા દોષો નબળા. મોહનીય કર્મ નબળું પડે તેમ ગુણો પ્રગટે. તગડા થાય. માટે આપણી સાધના મોહનીય કર્મનો નાશ કરવાની જોઈએ. | વેદનીય કર્મના ઉદયે સુખ-દુઃખ આવે. જ્ઞાનાવરણીય કર્મ તગડું-નબળું પડે તેમ અજ્ઞાન-જ્ઞાન આવે; પણ મોહનીય કર્મ તગડું બને તો દોષો જાગે, સંક્લેશ પેદા થાય, અશાંતિ-અપ્રસન્નતા આવે. મોહનીય કર્મ નબળું પડે તો શાંતિ-સમાધિ-પ્રસન્નતા પમાય. ગુણો પ્રગટે. જેમ જેમ મોહનીયકર્મ શાંત કે નાશ પામે તેમ તેમ સંકુલેશ ઘટે; કષાયો મટે, વિશુદ્ધિ વધે, આત્મા ઉપર-ઉપરના ગુણઠાણાનો વિકાસ સાધે. આત્માના વિકાસનું ગણિત ૧૪ ગુણસ્થાનકનું છે અને તેનો આધાર મોહનીય કર્મ છે. કર્મો તો અનંતકાળથી લાગેલા છે. અનંતકાળ સુધી ચોંટેલા રહી શકે છે; પણ કોઈ એક નિયત કર્મ વધુમાં વધુ ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી જ આત્મા ઉપર ચોંટેલું રહી શકે. આ મોટી સ્થિતિ પણ આઠ કર્મોમાંથી માત્ર મોહનીસકર્મની જ છે. મોહનીયના ૨૮ ભેદોમાંથી, અરે ! આઠ કર્મોના ૧૫૮ ભેદો છે, તેમાંથી પણ માત્ર એક મિથ્યાત્વ મોહનીય કર્મ જ ૮૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિવાળું બંધાઈ શકે છે, બાકીના કોઈ નહિ.' મિથ્યાત્વ જેવો કોઈ દોષ નથી. સમકિત જેવો કોઈ વિશિષ્ટ ગુણ નથી. મિથ્યાત્વ ત્યાગીને જલદી સમકિતી બનવું જોઈએ. જેના ફરી ટુકડા ન થઈ શકે તેવા નાનામાં નાના ભાગને પરમાણુ કહેવાય. સરખું ભણનારા વિધાર્થીઓના સમૂહને સ્કૂલમાં જેમ ધો. ૫ નો, ધો. ૬ નો વર્ગ કહેવાય છે તેમ સરખે સરખા પરમાણુઓના જથ્થાઓના સમૂહને વર્ગણા કહેવાય. અમુક સંખ્યાના પરમાણુઓનો જથ્થો દારિક વર્ગણા તરીકે ઓળખાય છે, તેમાંથી મનુષ્ય-તિર્યંચો વગેરેના શરીરો બન્યા છે. આપણને આપણી આંખે સામાન્યતઃ જે જે દેખાય છે, તે બધું દારિક વર્ગણાનું બનેલું છે. તેનાથી ઘણા વધારે પરમાણુઓના જથ્થાવાળી બીજી વેકિય વર્ગણા છે, તેમાંથી દેવ-નારકના શરીરો બને છે. આ રીતે આગળ વધતાં આઠમાં નંબરનો જે જથ્થો આવે તે કામણવર્ગણા કહેવાય. આ કાર્મણવર્ગણા આત્માને ચોંટે ત્યારે તે કર્મ કહેવાય. | આ કામણવર્ગણા સમગ્ર બ્રહ્માંડમાં બધે જ ઠાંસી ઠાંસીને ભરેલી છે. ચોદે રાજલોકમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આ કામણ વર્ગણા ન હોય. તત્વઝરણું - ૧૦૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ અતિશય સૂક્ષ્મ હોવાથી આપણને તે દેખાતી નથી. SPOY OPP સંસારી આત્મા લોહચુંબક જેવો છે. તેમાં પેદા થતાં રાગ-દ્વેષ વગેરે ચુંબકીય શક્તિ જેવા છે. આ રાગ-દ્વેષના કારણે આત્મા કાર્યણવર્ગણાને ખેંચીને પોતાની ઉપર ચોંટાડે છે. તેને કર્મ બનાવે છે. મોક્ષમાં કાર્પણવર્ગણા હોવા છતાં ત્યાં પહોંચેલા સિદ્ધભગવંતોને રાગ-દ્વેષ ન હોવાથી તે આત્માઓ કાર્મણવર્ગણાને ખેંચીને પોતાની ઉપર ચોંટાડી શકતા નથી. માટે સિદ્ધભગવંતોને કર્મો ચોંટતા નથી. પરિણામે કોઈ દુઃખો તેમણે અનુભવવા પડતા નથી. સારા વિચારો-ઉચ્ચારો-આચારો હોય ત્યારે આપણા આત્મા ઉપર ચોંટતી કાર્મણવર્ગણા શુભકર્મો રુપે બને, તે પુણ્ય કહેવાય. ખરાબ વિચારો -ઉચ્ચારોઆચારો વખતે જે કાર્મણવર્ગણા ચોંટે તે અશુભકર્મો કે પાપકર્મો બને. જ્યારે આત્મા ઉપર કર્મો ચોંટે ત્યારે તેમાં ચાર વસ્તુ નક્કી થાય છે. (૧)પ્રકૃતિ (૨)સ્થિતિ (૩)રસ અને (૪)પ્રદેશ. foto માત્ર કર્મોમાં જ નહિ, દુનિયાના તમામે તમામ પદાર્થોમાં આ ચારે વસ્તુ નક્કી થતી હોય છે. લાડવો બનાવો તો તેમાં ય આ ચારે વાત નક્કી થાય. - મેથીનો લાડવો વાયુ દૂર કરે. બુંદીનો લાડવો પિત્ત દૂર કરે. સૂંઠનો લાડવો કફ દૂર કરે. તે તે લાડવાનો વાયુ, પિત્ત કે કફ ને કરવાનો સ્વભાવ પ્રકૃતિ દૂર કહેવાય. આ લાડવા શિયાળામાં ૨૦, ઉનાળામાં ૩૦ કે ચોમાસામાં ૧૫ દિવસ સુધી સારી અવસ્થામાં રહે, તેથી આ ૨૦-૩૦ કે ૧૫ દિવસ તે તેમનો કાળ કે સ્થિતિ કહેવાય. તેમાં રહેલી કડવાશ-મીઠાશ કે તીખાશનું ઓછા-વત્તાપણું તે રસ કે પાવર કહેવાય, અને તે લાડવાઓનું જે ૧૦૦-૧૫૦-૨૦૦ ગ્રામનું પ્રમાણ તે પ્રદેશ કે જથ્થો કહેવાય. INS લાડવાની જેમ દરેક પદાર્થમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ નક્કી થાય છે. આત્મા ઉપર કાર્મણવર્ગણા ચોંટીને કર્મ બને ત્યારે તેમાં પણ આ પ્રકૃતિ સ્થિતિ-રસ અને-પ્રદેશ નક્કી થાય છે, તે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ તરીકે ઓળખાય છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. borasiat fe igu spell éste 6 fields beh tab તત્વઝરણું ૪૨ ૧૦૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા સુદ ૧૪ શુક્રવાર. તા. ૨૦-૯-૦૨ સમગ્ર વિશ્વનું સંચાલન પાંચ પદાર્થો મુખ્ય – ગૌણ ભાવે ભેગા થઈને કરે છે. (૧)નિયતિ (૨)સ્વભાવ (૩)કાળ (૪)કર્મ અને (૫)પુરુષાર્થ. આ પાંચે પદાર્થોનો સમવાય (સમૂહ) કોઈ પણ કાર્યનું કારણ છે. - ચરમાવર્તકાળમાં મુખ્યપણે પુરુષાર્થ કારણ બને છે. બાકીના કર્મ વગેરે ગૌણ છે. આપણે પુરુષાર્થ વડે કર્મોનો ખુરદો બોલાવવાનો છે. પાપમુક્ત - કર્મરહિત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. જગતમાં જેમ આત્મા છે, તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય વગેરે જડપદાર્થો પણ છે. આ પુદ્ગલાસ્તિકાયના અનેક વિભાગો છે. તેમાંની કાર્મણવર્ગણા આત્મા ઉપર ચોટે ત્યારે તે કર્મ બને છે. આત્મામાં રાગ-દ્વેષ-વિષય-કષાય વગેરે દોષોની તીવ્ર-મંદતાને પરિણતિ કહેવાય. મન-વચન-કાયાના વિચાર-ઉચ્ચાર-આચારની પ્રવૃત્તિ અને પરિણતિ આત્મામાં ચુંબકીય શક્તિ પેદા કરે છે, જે કાર્યણવર્ગણાને ખેંચીને, પોતાની ઉપર ચોંટાડીને કર્મ બનાવે છે. તે વખતે તેમાં (૧)પ્રકૃતિ = સ્વભાવ = Nature (૨)સ્થિતિ = કાળ = Time (૩) રસ = બળ = Power અને (૪)પ્રદેશ = જથ્થો = Quantity નક્કી થાય છે. અડધી રાતે, માંકડ કરડ્યા. સહન ન થયું. ઘસીને માંકડ મારી નાંખ્યા. તે વખતે કર્મની જે રજકણો ચોંટી, તેને પૂછીએ કે,"તારો સ્વભાવ-કાળ-બળજથ્થો શું નક્કી થયો?" તો તે શું જવાબ આપે? ખરેખર કાર્મણ રજકણો કાંઈ ન બોલે, પણ આપણે કલ્પના કરીએ. કલ્પના ન કરી શકાય એમ નહિ. દુનિયામાં અને શાસ્ત્રોમાં પણ અનેક જગ્યાએ આવી કલ્પનાઓ કરેલી છે. સાંભળી છે આ પંક્તિઓ? "પીપળ પાન ખરંતા,હસંતી કુંપળીયા,મુજ વીતી તુજ વીતશે,ધીરી બાપુડીયા." પીપળાનું પાન ખરતું હતું ત્યારે નવી કુંપળો હસતી હતી. ખરતા પાને કહ્યું,"હસો નહિ, ધીરજ ધરો. આજે મને જે વીતી રહ્યું છે, તે કાલે તમને પણ વીતવાનું છે." વગેરે. યશોવિજયજી મહોપાધ્યાયજીએ વૈરાગ્ય કલ્પલતા ગ્રંથમાં કહ્યું છે કે, “कथा यथार्थैव मता मुनीन्द्रैः, वैराग्यहेतुः किल कल्पिताऽपि । यत्पुण्डरिकाध्ययनं द्वितीये, प्रसिद्धमङ्गे परिकल्पितार्थम् || કાલ્પનિક વાતો પણ જો વૈરાગ્યનું કારણ બનતી હોય તો તેને તીર્થંકર પરમાત્માએ પણ સત્ય તરીકે સ્વીકારેલ છે, કારણકે બીજા નંબરના પ્રસિદ્ધ તત્વઝરણું - ૧૦૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ અંગ (સૂયગડાંગસૂત્રોનું પુંડરીકઅધ્યયન કાલ્પનિક અર્થને જણાવનારું અધ્યયનને પરમાત્માએ વાસક્ષેપ કરીને માન્ય કર્યું છે. ' તે સિદ્ધર્ષિ ગણીએ રચેલી ઉપમિતિ ભવ પ્રપંચા કથા સંપૂર્ણ કાલ્પનિક છે. છતાં તે જૈન ધર્મનો શ્રેષ્ઠ ગ્રંથ કહેવાય છે. તેમાં ઠાંસી ઠાંસીને વૈરાગ્ય ભર્યો છે. તે વાંચનારને પ્રાયઃ વૈરાગ્ય થયા વિના ન રહે. તેની પરિણતિ ઘડાયા વિના પ્રાયઃ ન રહે. પરમાત્માની પ્રતિમા પથ્થરની હોવા છતાં, હૈયામાં નમ્રભાવ, પૂજ્યભાવ, ભગવદ્ભાવ પેદા કરાવવા સમર્થ છે, તેથી તે ભગવાન તરીકે માન્ય છે. માંકડ મારી નાંખતા ચોંટેલી કર્મોની રજકણોને પૂછીએ કે, "તારામાં શું નક્કી થયું?" તો કદાચ તે જવાબ આપે કે, " માંકડને મારીને તેને દુઃખ આપ્યું ત્યારે હું બંધાઈ, માટે મારામાં તને દુઃખ આપવાનો સ્વભાવ પેદા થયો છે. જે કરો તે પામો. જે આપો તે મળે. દુઃખ આપો તો દુઃખ મળે. સુખ આપો તો સુખ મળે. જીવન આપો તો જીવન મળે, મોત આપો તો મોત મળે. દુનિયાનો આ સનાતન નિયમ છે. જેવું કરતી વખતે તમે મને બાંધો તેવો પરચો બતાડવાનો મારામાં સ્વભાવ ઉત્પન્ન થાય. હવે મારામાં નક્કી થયેલો કાળ જણાવું. જ્યારે જ્યારે કોઈ પ્રવૃત્તિ કરીને તમે અમને ચોંટાડો ત્યારે અમારામાં બે જાતનો કાળ નક્કી થાય. અમુક કાળ સુધી અમે સ્વભાવ બતાડ્યા વિના શાંત બેસી રહીએ, અને ત્યારપછી અમુક સમય અમે અમારો સ્વભાવ બતાડીએ. તે માંકડ માર્યા ત્યારે ચોંટતી વખતે મારામાં ૧ વર્ષ શાંત રહીને પછી પાંચ વર્ષ સુધી રોગો વગેરે દ્વારા તને શારીરિક દુ:ખી કરવાનો સ્વભાવ પેદા થયો છે.” કર્મ બંધાય ત્યારે દરેક વખતે તેમાં સરખો પાવર પેદા ન થાય. જેવા રસથી પ્રવૃત્તિ કરી હોય તેવો પાવર તેમાં પેદા થાય. તીવ્ર ભાવથી પાપ કે પુણ્ય પ્રવૃત્તિ કરો તો ઘણો રસ (પાવર) પેદા થાય. વેઠ વાળીને, રડતા દીલે, નાછૂટકે કરો તો ઓછો રસ પેદા થાય. માટે તો કહેવાયું છે કે જેને પાપમાં મજા નહિ, તેને પાપની સજા નહિ. (૧)દૂર ઉડતા મચ્છરને જોઈને કોઈ ક્રૂરતાથી પકડીને મારે. (૨)મોઢા પાસે આવે ત્યારે કોઈ મારે. (૩)હાથ ઉપર બેસે ત્યારે કોઈ મારે. (૪)હાથ ઉપર બેઠાં પછી ડંખ મારે ત્યારે કોઈ મારે. (૫) સહન ન થાય ત્યારે જોરથી ખસેડતા કોઈ મારી નાંખે અને (૬)કોઈ જયણાપૂર્વક તેને દૂર કરવા જાય ત્યારે ભૂલમાં મચ્છર મરી જાય તેવું બને. આ રીતે છ વ્યક્તિ વડે જુદા જુદા ભાવથી મચ્છર મારવાની તત્વઝરણું ૧૧૦ Page #121 -------------------------------------------------------------------------- ________________ " પ્રવૃત્તિ થઈ, તેથી તે વખતે ચોંટતી કાર્મણ રજકણમાં જુદું જુદું બળ પેદા થાય, અને પ્રાયશ્ચિત્ત પણ દરેક જણને જુદું જુદું આવે. તીવ્ર ભાવથી માંકડ મારતાં ચોંટેલી કામણવર્ગણા કહે છે કે, “અમે મેલેરીયા કે ટાઈફોઇડથી નહિ, પણ એક વર્ષ પછી, પાંચ વર્ષ સુધી લકવાના રોગથી પીડા આપીશું; કારણ કે તીવ્રતાએ અમારામાં ઘણું બળ પેદા કર્યું છે. ઓછી ઓછી તીવ્રતાથી બંધાયેલા અમારામાં ઓછું ઓછું બળ પેદા થવાથી અમે ક્રમશઃ ટાઇફોઇડ, મેલેરીયા, સામાન્ય તાવ, માથાનો દુઃખાવો પેદા કરીશું. વળી અમે જ્યારે પણ ચોંટીએ ત્યારે ઓછામાં ઓછી પણ અનંતા પરમાણુઓના જથ્થા રુપે ચોંટીએ છીએ.' આમ, જ્યારે જ્યારે કામણ વર્ગણા ચોંટીને કર્મ બને ત્યારે તેમાં (૧)પ્રકૃતિ (૨)સ્થિતિ (૩)રસ અને (૪)પ્રદેશ નક્કી થાય છે. e “કર્મો તો જડ છે, તે ચેતન આત્મા ઉપર શી રીતે અસર કરી શકે?' તેવું ન પૂછવું. જડ દવા ચેતનના માથાનો દુઃખાવો ન મટાડે? જડ દાસ ચેતનને નશો પેદા ન કરે? જડ બ્રાહ્મી વગેરે બુદ્ધિ ન વધારે? જડ ચશ્મા દેખતા ન કરે? જડ રાબડી-મગ શક્તિ ન આપે? કૂતરો-ગધેડો એવા કડવા જડ શબ્દો આપણને ગુસ્સો ન કરાવે? આપણા જીવનમાં બનતી ઢગલાબંધ ઘટનાઓમાં જડ પદાર્થોની આપણા આત્મા ઉપર અસર અનુભવાય છે, પછી જડકર્મો આત્મા ઉપર અસર કરે છે, તેવું કેમ ન મનાય? સૂર્ય જેવો તેજસ્વી આત્મા છે, તેના પ્રકાશ જેવા અનંતા ગુણો છે. તેને ઢાંકનારા વાદળ જેવા કર્મો છે. આત્માના ગુણો અનંતા હોવા છતાં મુખ્યત્વે આઠ ગણાય છે. (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અવ્યાબાધ સુખ (૪) સમ્યગ્ર દર્શન-વીતરાગતા (૫) અક્ષરસ્થિતિ (૬) અપીપણું (૭) અગુરુલઘુ અને (૮)અનંતવીર્ય. આ ગુણોને ઢાંકનારા કર્મો ક્રમશઃ (૧)જ્ઞાનાવરણીય (૨)દર્શનાવરણીય (૩)વેદનીય (૪)મોહનીય (૫)આયુષ્ય (૬)નામ (૯)ગોત્ર અને (૮)અંતરાયકર્મ તરીકે ઓળખાય છે. (૧) જે જ્ઞાન અટકાવે, મૂર્ખ-અજ્ઞાની-જડ બનાવે તે જ્ઞાનાવરણીય. (૨)બહેરા-મૂંગા-બોબડા-આંધળા બનાવે, ઊંધ લાવે તે દર્શનાવરણીય. (૩)સુઃખ-દુઃખની સ્થિતિ પેદા કરે તે વેદનીય. (૪)કામ-ક્રોધાદિ દોષો પેદા કરે-મિથ્યાત્વી બનાવે તે મોહનીય. (૫) જન્મ-મરણ કરાવે તે આયુષ્ય. (૬)ગતિ-શરીર-રુપ વગેરે આપે તે નામ. () ઉચ્ચ-નીચના વ્યવહારો કરાવે તે ગોત્ર. અને (૮)દાન દેતા - ભોગવતા - ખાતા - પીતા - પહેરતા અટકાવે તે અંતરાયકર્મ. તત્વઝરણું ૧૧૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ अष्ट कर्म अज्ञान ज्ञानावरण अंधत्वादि उच कल नीच कुल गोत्र-कर्म अनंत ज्ञान दशनावरण निद्रा अनत अगुरु लघुता शरीर,इन्द्रियादि यश सौमाश्य,दीमोग्यादि अरुपिता /PGD PIP दानवांतर सम्यग दर्शन गति,शरीर इन्दित अपयशसौमारी मोहनीय रागषकामक्रोधादि/ (मिथ्यात्व अविरति अक्षय स्थिति आदि अनत अनत त अंतराय। सुस्व जन्म,जीवन आयुष्य पणता,दरिद्रता मृत्यु वेदनीय शाता. अशाता ता पराधीनता. આ આઠે કર્મો તથા તેના સ્વભાવો દરેક જૈનને મોઢે આવડવા જોઈએ. દુનિયામાં અનેક ધર્મો છે, પણ કર્મફીલોસોફી તો માત્ર જૈનધર્મ પાસે જ છે. સમગ્ર વિશ્વને જૈન ધર્મની આ મહાન ભેટ છે. દુનિયાના તમામ પ્રશ્નોના સમાધાનો આમાં મળે છે. જૈનકુળમાં જન્મ્યા છતાં આપણે તેને ન જાણીએ તો કેમ ચાલે? આ આઠે કર્મોને યાદ રાખવાનો સામાન્ય ટુચકોઃ - જ્ઞાનચંદ શેઠ દર્શન કરવા ગયા. રસ્તામાં પેટમાં વેદના ઉપડી. સામે મોહનભાઈ વૈદ મળ્યા. “વૈદરાજ ! ખૂબ પેટ દુઃખે છે. મારું આયુષ્ય હમણાં પૂરું थाय वम लागे छे." 5, "भगवाननुं नाम लो, गोत्रविताने या शे. તમારા બધા અંતરાયો દૂર થઈ જશે.” આમાં આઠે કર્મોના નામ આવી ગયા છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃ કરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું - ૧૧૨ Page #123 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ ભાદરવા સુદ - ૧૫ શનિવાર. તા. ૨૧-૦૯-૦૨ કર્મોની વર્ગણા એટલી બધી સૂક્ષ્મ છે કે તે નરી આંખે કે દૂરબીનથી પણ જોઈ શકાતી નથી. ૧૦૦ કુટ દૂર ઊભેલા માનવના હાથમાં રહેલો એક વાળા દેખાય? પડદા પાછળ રહેલી વસ્તુ દેખાય? પીઠ પાછળનું–ફર્યા વિના –દેખાય? આંખની ઘણી નજીક રહેલાં પીયાં દેખાય? ના, આ બધું નથી માટે નથી દેખાતું એમ નહિ, આ બધું છે જ; પણ આંખની મર્યાદા છે કે તે અતિદૂરની, પાછળની, અતિ સૂક્ષ્મ, ઢંકાયેલી કે અતિનજીકની વસ્તુને જોઈ શકતી નથી. કામણ રજકણો અતિશય સૂક્ષ્મ હોવાથી નરી આંખે દેખી શકાતી નથી. આ કાર્મણવર્ગણા ચૌદ રાજલોકમાં છે. મોક્ષમાં પણ છે, પણ જે આત્મામાં રાગાદિ પરિણતિ હોય તેને જ તે ચોટે. મોક્ષમાં ગયેલા સિદ્ધભગવંતોમાં રાગાદિ પરિણતિ ન હોવાથી તેમને તે ન ચોટે. આપણે સો ઘણીવાર મોક્ષમાં જઈ આવ્યા, પણ સિદ્ધ ભગવંત તરીકે નહિ. મોક્ષ એટલે સિદ્ધશીલા. તે સ્ફટિકની બનેલી છે. તેમાં પૃથ્વીકાયના જીવો છે. વળી સૂક્ષ્મ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ અને બાદર વાયુકાય, આ છ પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને ૧૨ પ્રકારના જીવભેદો તો ચોદે રાજલોકમાં બધે હોય. મોક્ષમાં પણ હોય. આ બધા જીવો રાગાદિપરિણતિ યુક્ત હોય, કર્મસહિત હોય. આ બારમાંના કોઈ પણ જીવો રુપે આપણે મોક્ષમાં ઘણીવાર જઈ આવ્યા. હવે આપણે આ રાગાદિ પરિણતિનો નાશ કરીને, કર્મહિતા બનીને મોક્ષે જવાનું છે. તે માટે રોજ ભગવાનને પ્રાર્થના કરવાની છે. કેવળજ્ઞાની ભગવંતોના આત્માના પ્રદેશોનો ઘણીવાર આપણને સંયોગ થયો છતાં આપણો ઉદ્ધાર ન થયો, કારણ કે આપણે તેમની સન્મુખ ન થયા. તેમનો પ્રભાવ ઝીલીને રાગાદિ પરિણતિ દૂર ન કરી. કેટલાક કેવળજ્ઞાની ભગવંતો મોક્ષે જવાના છ મહીના પૂર્વે કેવલી સમુદ્યાત નામની એક પ્રક્રિયા કરે છે. સમ = એકી સાથે. ઉત = પ્રબળતા પૂર્વક ઘાત = કર્મોનો નાશ જેમાં થાય તે સમુદ્દાત કહેવાય. તેમાં આત્મા ઘણો ફેલાતો જાય. પરિણામે કર્મો ખપતા જાય. ભીની સાડી ભેગી કરીને સૂકવવાના બદલે પહોળી કરીને સૂકવો તો પાણી જલદી સૂકાય. તેમ આત્મા પહોળો થાય તો કર્મો જલદી દૂર થાય. જે કર્યો આપણા આત્માના ગુણોનો સર્વથા ઘાત કરે તે ઘાતી કર્મો કહેવાય. તે સિવાયના કર્મો અઘાતી કહેવાય. ૧,૨,૪,૮(ડબલ-ડબલ)નંબરના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,મોહનીય અને અંતરાય કર્મ ઘાતી છે. તે સિવાયના તત્વઝરણું ૧૧૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ બાકીના ચાર અઘાતીક છે. ચાર ઘાતકર્મોનો સંપૂર્ણ નાશ થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટે. બાકીના ચાર અઘાતી કર્મો પણ નાશ પામે ત્યારે મોક્ષ મળે. કેવલી બનીને તીર્થકર તરીકે વિચરે તે અરિહંત કહેવાય. તેઓ મોક્ષે જાય ત્યારે સિદ્ધ કહેવાય. અરિહંત એટલે શરીરઘારી ભગવાન અને સિદ્ધ એટલે શરીરરહિત ભગવાન. સીમંધરસવામી વગેરે વિહરમાન તીર્થકરો અરિહંત કહેવાય. મહાવીરસ્વામી વગેરે અત્યારે સિદ્ધ ગણાય. - દેરાસરમાં અરિહંત કે સિદ્ધ ભગવાન હોય. પરિકરવાળા તે અરિહંત. પરિકરવિનાના તે સિદ્ધ. દેરાસરની ધજાનો વર્ણ અરિહંતના સફેદ અને સિદ્ધના લાલવર્ણના આધારે લાલ-સફેદ છે. જો મૂળનાયક અરિહંત હોય તો બે બાજુ લાલ, વચ્ચે સફેદ હોય. પણ મૂળનાયક સિદ્ધભગવાન હોય તો બે બાજુ સફેદ અને વચ્ચે લાલ હોય. દૂરથી ધજા જોતાં જાણી શકાય કે અંદર મૂળનાયક કોણ છે? વિશ્વમાં વિચરતાં, અરિહંત પરમાત્માના ચાર ઘાતકર્મો નાશ પામવા છતાં, ચાર અઘાતી કર્મો ખપવાના બાકી હોય છે, તે આપણા લાભની વાત છે. જો તેઓ તરત જ અઘાતી કર્મો ખપાવીને મોક્ષે ગયા હોત તો આપણને મોક્ષમાર્ગ કોણ બતાડત? જિનશાસનની સ્થાપના ન કરી હોત તો આપણું શું થાત? - જે કેવલી ભગવંતોને બાકી રહેલા ચાર અઘાતી કર્મોમાંથી બાકીના ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં વધારે હોય તેમનું આયુષ્યકર્મ પૂર્ણ થતાં શું થાય? બાકીના ત્રણ કર્મો કયારે ખતમ થાય? મોક્ષે કયારે જાય? આવા પ્રશ્નો ન સર્જાય તે માટે જે કેવલીઆત્મા ઉપર આયુષ્યકર્મ કરતાં બાકીના ત્રણ અઘાતી કર્મો વધારે સ્થિતિવાળા હોય તેઓ છ મહીના પૂર્વે કેવલી સમુદ્દઘાત કરીને બાકીના છ મહીના માટે ચારે ય કર્મો સરખી સ્થિતિવાળા કરે. વધારાની સ્થિતિને કેવલી સમુદ્દાત વડે ખલાસ કરે. | કેવલી સમુદ્દઘાત કરતો આત્મા પહેલા સમયે પોતાના આત્મ પ્રદેશને વિસ્તારીને શરીર પ્રમાણ જાડાઈવાળો બનીને ઉપર-નીચે ઠેઠ લોકના છેડા સુધી ફેલાઈને દંડ(લાકડી) જેવો બને. બીજા સમયે ઉત્તર - દક્ષિણ કે પૂર્વ - પશ્ચિમ દિશામાં લોકના છેડા સુધી ફેલાઈને કપાટ (બારણા) જેવો બને. ત્રીજા સમયે બાકીની પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં લોકના છેડા સુધી ફેલાઈને મંથાન (દહી' વલોવવાના રવૈયા) જેવો બને. રહી ગયેલા ખૂણા-ખાંચરામાં ફેલાઈને ચોથા સમયે ચૌદે રાજલોક વ્યાપી બને. આત્માની અચિન્ય શક્તિ છે. તત્વઝરણું ૧૧૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ સંકોચ અને વિકાસ પામવાનો તેનો સ્વભાવ છે. - જ્યારે તે ચૌદ રાજલોક વ્યાપી બને, ત્યારે આપણો આત્મા ક્યાં છે ત્યાં તેમના આત્મપ્રદેશો પણ આવે, છતાં તેમની પવિત્રતા આપણે પામતા નથી, કારણ કે આપણે તેની સન્મુખ થતા નથી. શત્રુંજય ગિરિરાજ ઉપર પાણી-લીલગધેડા-પક્ષીઓ-પશુઓ પણ હોય, પણ તેઓ શ્રદ્ધાથી શત્રુંજયની સન્મુખ ન થાય માટે તે ભવમાં કાંઈ ન સાધે. જરુર છે ભગવાનની સન્મુખ થવાની. પાંચમાં સમયે આંતરા સંહરી લઈને ફરી મંથાન બને. છઠ્ઠા સમયે કપાટ બને. સાતમા સમયે દંડ બને. આઠમા સમયે મૂળ શરીર રૂપે થાય, પણ આ આઠ સમય દરમ્યાન, વધુને વધુ વિસ્તરતો તે આત્મા ત્રણે અઘાતી કર્મોને આયુષ્ય કર્મની રિસ્થતિ જેટલા કરી દે. - પાંચે પરમેષ્ઠિભગવંતોની અનરાધાર કરુણા સતત વરસી રહી છે. આપણે તે કરુણાને ઝીલવાની યોગ્યતા ખીલવવાની છે. વરસાદ તો બધે વરસે. વાટકી, લોટો, ડોલ, ટાંકી, તળાવ, નદી, દરીયો, જે સન્મુખ થાય તે પોતાની પાત્રતા મુજબ ભરાય. ઊંધો ઘડો ખાલી રહે. કાણી ડોલ ભરાઈને ખાલી થાય. તેમાં વાંક વરસાદનો નથી. આપણે જેટલી પાત્રતા કેળવીશું, જેટલા તેમની સન્મુખ થઈશું તેટલો લાભ થશે. સિદ્ધભગવંતોમાં રાગાદિ પરિણતિ નથી, માટે તેમને કર્મો બંધાતા નથી. કર્મોનું મૂળ રાગાદિ પરિણતિ છે. મૂળ બળી જાય પછી અંકુરો-પાંદડા-કૂલ કે ફળ કેવી રીતે આવે? રાગાદિ પરિણતિ નાશ પામે પછી કર્મોનો અંકુરો પેદા ન થાય કે દુર્ગતિ-દુઃખના ફૂલ-ફળાદિ પણ ન આવે. | આપણા આત્માને રાગાદિ પરિણતિથી રહિત બનાવવાનો પ્રયત્ન કરવો. જોઈએ. દુઃખો અને દોષોને કર્મો પેદા કરે છે માટે નવા કર્મો ન બંધાય, ઓછા બંધાય તેની કાળજી લેવી જોઈએ. પૂર્વે બંધાયેલા જૂના કર્મો ખપે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ બધા માટે સંસારનું વાતાવરણ ખૂબ પ્રતિકૂળ છે. સંયમજીવના ઘણું અનુકૂળ છે. તેમાં આ બધું સહજ શક્ય બને છે. માટે સંયમ સ્વીકારવાનો પુરુષાર્થ આદરવો જરૂરી છે. છેવટે બાર વ્રતધારી શ્રાવક - શ્રાવિકા બનવું. તે માટે સૌ પ્રથમ ભવઆલોચના કરવી જોઈએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. a તત્વઝરણું ૧૧૫. Page #126 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૩ મંગળવાર તા. ૨૪-૦૯-૦૨ આત્મા ઉપર કર્મ ચોટે પછી તે ઉદયમાં આવે, બંધાયા વિના કદી કોઈ કર્મ ઉદયમાં આવતું નથી. વળી, જેણે જે કર્મ બાંધ્યું હોય તેને જ તે કર્મ ઉદયમાં આવે છે. મહાભારતમાં ભલે જાણવા મળે કે ભીમ ખાય અને શકુની સંડાસ જાય, પણ અહીં ભીમ કર્મો બાંધે તો શકુનીએ ભોગવવા પડે એવું નથી પણ જે બાંધે એને જ ભોગવવા પડે. બાંધવા અને ભોગવવામાં અદલાબદલી કરી શકાતી નથી. ચૌદ રાજલોકમાં બધે જ કામણવર્ગણા ઠાંસી-ઠાંસીને ભરેલી હોવા છતાં ગમે ત્યાં રહેલી કામણ વર્ગણા ગમે ત્યાં રહેલા આત્માને ચોંટતી નથી; પણ જે આત્મા જ્યાં રહ્યો હોય, તે જ આકાશપ્રદેશમાં રહેલી કામણ વર્ગણા તે આત્માને ચોંટે. આપણો આત્મા ક્યાં છે, ત્યાં જ કામણવર્ગણા પણ છે. પરંતુ તેને કર્મ ન કહેવાય. જ્યારે તે ચોંટે ત્યારે જ તેને કર્મ કહેવાય; કારણકે ત્યારે તેમાં પ્રકૃતિસ્થિતિ વગેરે પેદા થાય છે, તે પૂર્વે નહિ. સૂંઠ-પીપરામૂળ-ગોળ-ઘી બાજુબાજુમાં પડયા હોય તો સૂંઠની ગોળી ન કહેવાય, પણ બધા એકમેક થાય પછી કહેવાય. તેમ કામણવર્ગણા રાગાદિ પરિણતિના કારણે ચોંટીને આત્મા સાથે એકરસ થાય ત્યારે તે કર્મ કહેવાય. બાજુબાજુમાં રહેવું તે જુદી ચીજ છે અને એકમેક થવું તે જુદી ચીજ છે. સાથે રહેવાથી કુટુંબમાં રહ્યા ન કહેવાય,સ્નેહસંબંધથી બંધાયા હો, તો કુટુંબમાં રહ્યા છો, એમ કહેવાય. | એકલો લોટ તૃપ્તિ ન કરે, રોટલી બને તો જ કામ આવે. તેમ એકલી કાર્મણવર્ગણા સુખ-દુઃખ ન આપી શકે, તેઓ કર્મ બને તો જ આપી શકે. દૂધ અને પાણી, લોખંડ અને આગ ની જેમ આત્મા અને કાર્મણવણા એકમેક થાય, તેને કર્મબંધ થયો કહેવાય. ચાર કારણે કામણવર્ગણા આત્માને ચૌટે છે. (૧)મિથ્યાત્વ (૨)અવિરતિ (૩)કષાય અને (૪)યોગ. હિંસા વગેરે સત્તર પાપોમાંના કોઈ પણ પાપને સારું માનવું, કરવા જેવું માનવું તે અઢારમું પાપ. તેનું નામ મિથ્યાત્વ. તે શલ્ય કાંટા જેવું છે. આત્મામાં જ્યાં સુધી હોય ત્યાં સુધી તે ઈચ્છિત મોક્ષનગર સુધી પહોંચવા ન દે. - હિંસા કે જૂઠ તેટલા ખરાબ નથી જેટલું તે કરવા બદલ દુઃખ ન હોવું તે ખરાબ છે. સંસાર કરતાં ય સંસારનો પક્ષપાત વધારે ખરાબ છે. સંસાર તો તત્વઝરણું ( ૧૧૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ ખરાબ છે જ, પણ તેના કરતાં ય વધારે તો સંસારનો રાગ ખરાબ છે; પણ સંસાર કે સંસારના રાગ કરતાં ય સંસારના રાગ ઉપર જે રાગ છે તે વધારે ભયંકર છે. તે દૂર થયા વિના સમકિત શી રીતે મળે? ત્વ=પણું, સમ્યક્ - સાચું, મિથ્યા : ખોટું. સાચાપણું એટલે સમ્યક્ત્વ, ખોટાપણું એટલે મિથ્યાત્વ. પરમાત્મા યથાસ્થિતવાદી છે. જે પદાર્થો જેવા છે, તે રીતે તેમણે જણાવ્યા છે.દુઃખ-દુર્ગતિ આપનારા રસ્તાઓ અને સુખ-સદ્ગતિ પમાડનારા માર્ગો તેમને કેવળજ્ઞાનના પ્રકાશમાં જેવા જણાયા તેવા આપણને બતાડ્યા. આપણે તેને તેવા જ માનવા-હૃદયથી સ્વીકારવા તે સમ્યક્ત્વ. તેનાથી વિપરીત માનવું તે મિથ્યાત્વ.ટૂંકમાં સત્યનો પક્ષપાત તે સમકિત.અસત્યનો પક્ષપાત તે મિથ્યાત્વ. સમકિતને, શું કરો છો? તેની સાથે નિસ્બત નથી, પણ શું માનો છો? આત્માનું વલણ, ઝોક કઈ તરફ છે? તેની સાથે નિસ્બત છે. વિચારોની બાબતમાં આપણી પરમાત્મા સાથે એકતા તે સમ્યક્ત્વ અને જુદાપણું તે મિથ્યાત્વ. વિરતિને ઉચ્ચાર-આચાર સાથે પણ સંબંધ છે. જ્યારે આચારોમાં પરમાત્મા સાથે એકતા થાય ત્યારે સર્વવિરતિ. શિળ સમકિત એટલે હૃદય પરિવર્તન. વિરતિ એટલે જીવનપરિવર્તન. હૃદય પરિવર્તન વિના જીવનપરિવર્તન થાય નહિ. થતું જણાય તો તે આભાસી હોય. લાંબુ ન ટકે. સમકિત વિના વાસ્તવિક વિરતિ ન પામી શકાય. સૌ પ્રથમ મિથ્યાત્વ ત્યાગીને સમકિત પામવું જોઈએ. ભગવાનની બધી વાતો માનીએ પણ એક વાત ન માનીએ તો મિથ્યાત્વ. અહીં ૩૫ કે ૯૯ માર્કે નહિ, પૂરા ૧૦૦ માર્કે પાસ થવાય છે. ‘‘ભગવાને જે કહ્યું છે, તે જ સાચું છે. શંકા વિનાનું છે. તે જ અર્થ છે. તે જ પરમાર્થ છે. બાકીનું બધું અનર્થ છે.'' આવી શ્રદ્ધા તે સમકિત. એકાદ વચનમાં પણ શંકા પડે તો મિથ્યાત્વ. શોધવ મિથ્યાત્વ પાંચ પ્રકારના છે. (૧)આભિગ્રહિક (૨)અનાભિગ્રહિક (૩)આભિનિવેશિક (૪)સાંશયિક અને (૫)અનાભોગિક, (૧) આભિગ્રહિક મિથ્યાત્વ : મારું તે જ સાચું, પોતાના વિચારોની તીવ્ર પક્કડ, બીજાની વાત વિચારવાની તૈયારી ન હોવી, બાકીના બધા ખોટા જ છે તેવી માન્યતા, આભિગ્રહિક મિથ્યાત્વને જણાવે છે. આવી કોઈ પકડ કે કદાગ્રહ ન જોઈએ. હરિભદ્રસૂરિજી કહે છે કે 5 મે રો વોરે, ન ચ દેવો વિવિવુ. યુવિતામય્ વચનં યસ્ય, તસ્ય ાર્યઃ પવૃિ:' મને મહાવીરમાં રાગ નથી કે કપિલ વગેરેમાં દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિસંગત તત્વઝરણું ૧૧૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ હોય તેને ગ્રહણ કરવું જોઈએ. જૈનધર્મ પ્રત્યે આંધળો રાગ નથી, પણ તેની વાત યુક્તિથી માન્ય બને છે, માટે મેં તે સ્વીકાર્યો છે. મારું તે સાચું' નહિ, પણ “સાચું તે મારું” એવી આપણી માન્યતા જોઈએ. ભૌતિક દુનિયાનું શ્રેષ્ઠ વાકય “આઈ લવ યુ' ગણાય છે તેમ આધ્યાત્મિક દુનિયાનું શ્રેષ્ઠ વાકય ‘‘કદાચ તમે પણ સાચા હો; કદાચ હું ખોટો. પણ હોઉ” છે. પરસ્પર વિરોધી વાતો પણ સાચી હોઈ શકે છે, માટે ક્યારે ય કદાગ્રહ ન રાખવો. સામેનાની વાતનો જલ્દીથી વિરોધ ન કરવો. એક ગામમાં વચ્ચે શિવાજીનું પુતળું હતું. સામસામેના રસ્તેથી ત્યાં આવેલા બે માણસોમાંનો એક બોલ્યો, “આ ચાંદીનું પુતળું છે” બીજો કહે, “આ સોનાનું છે” મોટો ઝઘડો થયો. દરેક પોતાની વાત સાચી માનીને સામેનાને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાં કોઈ ડાહો માણસ આવ્યો. તેણે બંનેની જગ્યાની અદલાબદલી કરી દીધી. તે પુતળું એક બાજુ ચાંદીનું અને બીજી બાજુ સોનાનું હતું. હવે તે બંને બોલવા લાગ્યા, “આ પુતળું ચાંદીનું પણ છે. આ પુતળું સોનાનું પણ છે.” જ્યાં સામેનાની વાતનો સ્વીકાર થયો, ઝઘડો અટકી ગયો. | (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ : ‘બધા ધર્મ સારા' એવી વિચારણા અનાભિગ્રહિક મિથ્યાત્વને જણાવે છે. જેટલી સ્ત્રી એટલી બધી પત્ની ના કહેવાય. વિવેક તો જોઈએ જ. તેમ ધર્મ શબ્દ જેને લાગ્યો તે બધા ધર્મ જ હોય એવું નહિ. જે કહે છે કે બધા ધર્મ સારા, તેનામાં ગોળ અને ખોળને પારખવાનો વિવેક ન હોવાથી તે અનાભિગ્રહિક મિથ્યાત્વી છે. - જો કે આભિગ્રહિક મિથ્યાત્વ કરતાં અનાભિગ્રહિક મિથ્યાત્વ ઓછું ખરાબ છે, કારણકે તેમાં પક્કડ નથી. તેથી તેને સુધારવાના, સાચું સ્વીકારવાના - ચાન્સ ઊભા છે. - - આપણા માટે જે સત્ય હોય તે બીજા માટે અસત્ય પણ હોઇ શકે છે. જે બીજા માટે સત્ય હોય તે આપણા માટે અસત્ય પણ હોઈ શકે છે. માટે સત્યના નામે પણ ઝઘડા ન કરવા. કષાયો ન પોષવા. રાગ-દ્વેષ ન વધારવા. - જેનાથી રાગ-દ્વેષ વધે તે અસત્ય. જેનાથી રાગ-દ્વેષ ઘટે તે સત્ય. માટે રાગ-દ્વેષ ઘટે તેવું કરવું, વધે તેવું ન કરવું. ધર્મના નામે પણ ઝઘડા ન કરવા. ધર્મ જાતે કરવાની ચીજ છે, પણ બીજા ઉપર બળાત્કારે ઠોકી બેસાડવાની ચીજ નથી. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃ કરણથી મિચ્છા મિ દુક્કડમ તત્વઝરણું ( ૧૧૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૪ બુધવાર તા. ૨૫-૦૯-૦૨. સર્વ ધર્મ સમભાવ નહિ પણ સર્વધર્મ સહિષ્ણુભાવ જોઈએ. બધા ધર્મો ને સરખા માનનારામાં વિવેકબુદ્ધિ નથી. પોતાના ધર્મને માનવા છતાં બીજ ધર્મોને તિરસ્કારાય તો નહિ જ. તેના પ્રત્યે સહિષ્ણુતા તો જોઈએ જ. પોતાના ધર્મનું ગૌરવ સારું છે, પણ બીજા ધર્મો પ્રત્યેની અરુચિ કે તિરસ્કાર તો સારો નથી જ. જુદા જુદા જીવોની કક્ષા પ્રમાણે તે તે ધર્મ પણ તેના માટે ઉપયોગી બની શકે છે. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે, स- "तत्तत्तन्त्रोक्तमखिलं मिथ्यादृशामपि । अपेक्षाभेदतो न्याय्यं, परमानन्दकारणम्" “મિચ્છાદેષ્ટિઓના તે તે શાસ્ત્રોમાં પણ કહેલું બધું અપેક્ષાના ભેદથી મોક્ષના કારણ તરીકે ઉચિત છે.” - અન્ય ધર્મોના અનુષ્ઠાનો જીવોને ટોળામાંથી લાઈનમાં લાવવાનું કામ કરે છે. જૈનશાસન લાઈનમાં આવેલા તેમને ઠેઠ મોક્ષે પહોંચાડે છે. અકબર બાદશાહ તેના માનેલા ધર્મના રોઝા વગેરે કરવામાં ચુસ્ત હતો માટે ચંપાશ્રાવિકાના તપની કદર કરી શકયો; પણ જો તે પોતાના ધર્મને પણ માનતો ન હોત તો? . | ‘બધા ધર્મો સારા' માનનારો અનાભિગ્રહિક મિથ્યાત્વી આભિગ્રહિક મિથ્યાત્વી કરતાં ઓછો ખરાબ છે કારણ કે આને કોઈ પક્કડ ન હોવાથી બધા ધર્મોને માનતા ચારિ–સંજીવની-ચાર ચાચે જૈન ધર્મને માનતો થઈ જશે; પણ પોતાની માન્યતાની પકકડવાળો આભિગ્રહિક મિથ્યાત્વી તે પકકડ છોડીને સાચી વાત સ્વીકારી નહિ શકે. તે એક સ્ત્રીએ પોતાના પતિને સદા વશમાં રાખવા બળદીયો બનાવી દીધો. પછી પસ્તાઈ. રોજ ચરાવવા લઈ જાય. એકવાર ચરાવતી વખતે ઉપરથી વાર્તાલાપ સંભળાયો. “જો આ સ્ત્રી નીચે ઉગેલી સંજીવની ઔષધિ ખવડાવે તો બળદ પાછો માનવ થાય.'' તે સ્ત્રીને સંજીવની ઔષધિ કોને કહેવાય? તે ખબર નહોતી, તેણે નીચે રહેલી બધી વનસ્પતિ વારાફરતી ખવડાવવાનું શરુ કર્યું. જ્યાં સંજીવની ઔષધિનો ચારો ચર્યો ત્યાં બળદ માનવ બની ગયો. બધું ખવડાવતાં ખવડાવતાં સાચી ઔષધિ જેમ ખવાઈ ગઈ તેમ બધા ધર્મો સેવતાં સેવતાં સાચો ધર્મ હાથમાં આવી જશે. આને ચારિ-સંજીવની-ચાર ન્યાય કહેવાય છે. છે જ્યાં પક્કડ છે, કદાગ્રહ છે ત્યાં સુધરવાના ચાન્સ નથી. જ્યારે જીવનમાંથી પકકડ કે કદાગ્રહ દૂર કરાય ત્યારે સુધરી શકાય. માટે ક્યારે પણ તત્વઝરણું ૧૧૯ Page #130 -------------------------------------------------------------------------- ________________ કરાગ્રહ કરવો નહિ. (૩)આભિનિવેશિક મિથ્યાત્વઃ ભગવાનની બધી વાતો માને પણ એકાદ વાત ન માને, વિપરીત માને તેને આભિનિવેશિક મિથ્યાત્વી કહેવાય. ભગવાન મહાવીરદેવના શાસનમાં સૌ પ્રથમ બળવાખોર ભગવાનનો સંસારીપણાનો જમાઈ જમાલી બન્યો, તેને ભગવાનના બધા વચનોમાં શ્રદ્ધા હતી. ભગવાનનો શિષ્ય બન્યો, પણ પછી એક વાત ન બેઠી. તે કદાગ્રહી બન્યો. ભગવાનની સામે પડ્યો. તે આભિનિવેશિક મિથ્યાત્વી બન્યો. આ - “કરાતું હોય તે કર્યું કહેવાય - કમાણે કો' આવું વ્યવહારભાષાનું ભગવાનનું વાક્ય તેને ખોટું લાગ્યું. તે તો કહે કે, “કર્યું હોય તે જ કર્યું કહેવાય. ભગવાનની વાત ખોટી છે.” | ઘરેથી કોઈ અમદાવાદ જવા નીકળ્યા. હજુ બોરીવલી સ્ટેશન પણ પહોંચ્યા નથી. કોઈ ઘરે પૂછે કે, “ભાઈ ક્યાં ગયા?' તો શું જવાબ આપો? અમદાવાદ ગયા, એમજ ને? અરે ભાઈ અમદાવાદ જઈ રહ્યા હોય તો પણ વ્યવહારમાં તો અમદાવાદ ગયા, એમ જ કહેવાય, બરોબર ને? Ge - પણ એક વાતની પક્કડ પકડાઈ જવાના કારણે જમાલી મિથ્યાત્વી બની ગયો. આપણે પણ જેન, શ્રાવક કે સાધુ તરીકે દુનિયાને જણાતા હોવા છતાં કોઈ વાતમાં ભગવાનથી વિપરીત કરાગ્રહ કરી દઈએ તો અંદરથી મિથ્યાત્વી બની જઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાધુએ નિષ્કારણ, દોષિત ગોચરી ન વપરાય. અમારા માટે જ સ્પેશ્યલ બનાવો તે આધાકર્મી કહેવાય. અમારા અને તમારા માટે ભેગી બનાવો તો મિશ્ર દોષવાળી ગોચરી કહેવાય. કારણ વિના તે અમારાથી ના વહોરાય, ન વપરાય. ઘણા શિષ્યપરિવારવાળા ગુરુની સાથે વિચરતા કયારેક મિશ્રદુષવાળી ગોચરી વાપરવાનો અવસર આવે. તેવા સમયે કોઇ સાધુ નિર્દોષ ગોચરી વાપરવાના નિમિત્તે ગુરુની ઇચ્છા ન હોય તો ય જુદા પડીને વિચરે તો તેને ભગવાનની આજ્ઞા પાળી કહેવાય કે નહિ? ) ભગવાનની આજ્ઞા જેમ નિર્દોષ ગોચરીની છે, તેમ ગુરુની આજ્ઞા પાળવાની, સમુદાયમાં સાથે રહેવાની પણ છે. જો તે સાધુઓએ ભગવાનની આજ્ઞા જ પાળવી હોત તો જુદા પડવાની શી જરૂર હતી ? પણ કહો કે તેમને ભગવાનની નહિ, પોતાના મનુભાઇ (મન)ની આજ્ઞા પાળવી હતી. તેમના મનને નિર્દોષ ગોચરીની આજ્ઞા ગમી માટે પાળી, પણ સમુદાયમાં - ગુવામાં તત્વઝરણું ૧૨૦ Page #131 -------------------------------------------------------------------------- ________________ રહેવું જોઇએ તે આજ્ઞા તેમના મનને ન ગમી માટે ન પાળી. આ કેમ ચાલે ? ભગવાનની આજ્ઞામાં ઉત્સર્ગ આવે અને અપવાદ પણ આવે. ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ અને અપવાદના સ્થાને અપવાદ સેવાય. ર મોસંબીનો રસ અશક્તિના કારણે પીવાય પણ આસક્તિથી/ રસથી, રાગથી તો ન જ પીવાય. રોજ એકાસણું કરવું જોઇએ. કારણે બીયાસણું કે નવકારશી પણ થઇ શકે પણ આસક્તિ પોષવા ન થાય. બધામાં અપવાદ પણ મૈથુનમાં અપવાદે પણ રજા નહિ, કારણકે તેનું સેવન રાગ વિના થઇ શકતું નથી. રાગ-દ્વેષ વિના હિંસાદિ દોષોનું સેવન શક્ય છે, પણ મૈથુનનું નહિ માટે તેમાં અપવાદ નથી. રાગ-દ્વેષ વધે તેવું ન કરાય. રાગ-દ્વેષ ઘટે તેવું કરાય. ઉત્સર્ગ જેમ મોક્ષનો માર્ગ છે, તેમ અપવાદ પણ મોક્ષનો માર્ગ છે. ભગવાનની આજ્ઞાનું તેમાં પાલન છે. અપવાદના સ્થાને અપવાદનું સેવન કરનારો પણ મોક્ષે પહોંચે છે. ભગવાનના સિદ્ધાન્તો સામે બળવો કરનારા નિર્નવ કહેવાય. નિર્નવા એટલે ભગવાનના સિદ્ધાન્તને છૂપાવનાર. મહાવીરદેવના શાસનમાં આઠ નિહનવ સંભળાય છે, તેમાંનો પહેલો જમાલી, આઠમો નિહનવ દિગંબર.. | દિગંબરો સ્ત્રીમક્તિ-કેવલીભક્તિ-સવસ્ત્રમક્તિ માનતા નથી. તેઓના મતે સ્ત્રીનો મોક્ષ ન થાય. કેવળજ્ઞાની ગોચરી ન વાપરે. વસ્ત્રવાળાનો મોક્ષ ન થાય. ભગવાને જે કર્યું હતું, તે પ્રમાણે કરવાનું તેઓ માને છે. પણ તેમની આ બધી માન્યતાઓ બરોબર નથી. જ ભગવાને જે કર્યું તે આપણે કરવાનું નથી, પણ ભગવાને જે કહ્યું છે તે કરવાનું છે. ભગવાને જે કર્યું તે કરવાનું હોય તો ભગવાને ૧૨ાા વર્ષના સાધનાકાળમાં ૧ મુહૂર્તથી વધારે પ્રમાદ નથી કર્યો. પલાંઠીવાળીને તેઓ બેઠાં નથી. પ્રાયઃ મૌન રહ્યા છે. ૧૧ાા વર્ષથી વધારે ચોવિહાર ઉપવાસ કર્યા છે; તે બધું કરો ને? એ હાથમાં વાપરવા, છતાં એકે ટીપું નીચે ન પડે તેવી તથા વસ્ત્રો ન પહેરવા છતાં નગ્નતા ન દેખાય તેવી ભગવાનની પાસે લધિ હતી. આવી લબ્ધિ અત્યારે કોઇની પાસે છે ખરી? તો પછી તેનું અનુકરણ શી રીતે કરાય? ધર્મના નામે પણ કદાગ્રહ કે પક્કડ ન જોઇએ. બીજાના દષ્ટિકોણને સમજવાની તૈયારી જોઇએ. 0 (૪)સાંશયિક મિથ્યાત્વ : ભગવાનના વચનોમાં શંકા પેદા કરાવનારું મિથ્યાત્વ સાંસચિક મિથ્યાત્વ કહેવાય. શંકા પડે એટલે સમકિત જાય. તત્વઝરણું ૧૨૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યો જાય સભા એક ક્ષણ માટે જ કરવાના કારણે મિથ્યાત્વ આવે. ક્ષાયોપથમિક સમકિત ઘણીવાર આવે અને જાય. ભગવાનની સામે તેજલેશ્યા છોડનારો ગોશાળો પછીથી તીવ્ર પશ્ચાત્તાપ કરવાના કારણે સમકિત પામ્યો હતો. જો કોઇ આત્મા એક ક્ષણ માટે પણ સમકિતની સ્પર્શના કરીને મિથ્યાત્વે ચાલ્યો જાય તો પણ તે દેશોના અર્ધપુદગલ પરાવર્તકાળથી વધારે તો સંસારમાં ન જ રખડે. તે પૂર્વે જ તેનો મોક્ષ થઇ જાય. આટલો બધો કાળ પણ ભગવાનની ભયાનક આશાતના વગેરેનું પાપ કરનારા ગોશાળા વગેરેને થાય. બાકી તો બહુ જલદી મોક્ષે પહોંચી જવાય. આત્મા પહેલીવાર સમકિત પામે ત્યારથી તેમના ભવની ગણત્રી શરુ થાય. ક્ષાયિક સમકિત આવ્યા પછી કદી ય પાછું ન જાય. બાકીના સમકિત આવે અને જાય. મહાવીર ભગવાને નયસારના ભવમાં ગોચરી વહોરાવીને સમકિત મેળવ્યું. તે ત્રીજા મરિચિના ભવમાં શિષ્યની આસક્તિના કારણે ગુમાવ્યું. પછી ઠેઠ સોળમા વિશ્વભૂતિના ભવમાં મેળવ્યું. પાછું ગુમાવવાનું–મેળવવાનું ચાલુ રહ્યું. રાચી માચીને તીવ્ર ભાવથી પાપો કરીએ તો સમકિત કેવી રીતે ટકે? પાપ કરીએ જ નહિ, કરવું જ પડે તો રડતા રડતા કરીએ તો સમકિત ટકે. સમકિતની હાજરીમાં મનુષ્ય કે તિર્યંચ આવતાભવનું દેવનું આયુષ્ય બાંધે અને દેવ કે નારક મનુષ્યનું આયુષ્ય બાંધે. અપુનર્જધક અવસ્થાને પામેલો આત્મા ૭૦ કોડાકોડી સાગરોપમનું મોહનીયકર્મ એકપણ વાર ન બાંધે. આ અપુનબંધક આત્મા (૧) તીવ્ર ભાવે પાપ ન કરે. (૨)સર્વત્ર ઔચિત્યનું પાલન કરે અને (૩)સંસારને ઘણો સારો ન માને. સંસારનું બહુમાન ન કરે. તે ભવાભિનંદી ન હોય. અચરમાવર્તકાળમાં આત્મા ભવાભિનંદી હોય. સંસાર પ્રત્યે તેને તીવ્ર રાગ હોય. પણ ચરમાવર્તકાળમાં પ્રવેશ થયો હોવાથી હવે તે ભવાભિનંદી ન હોય. (૫) અનાભોગિક મિથ્યાત્વઃઅનાભોગ એટલે અજ્ઞાનતા, અનુપયોગદશા, સમજણનો અભાવ. સાચી સમજણ ન હોવાના કારણે જે મિથ્યાત્વ હોય તે અનાભોગિક મિથ્યાત્વ કહેવાય. કીડી-મંકોડા,પશુ-પંખી વગેરેને તથા કેટલાક અજ્ઞાની માનવ વગેરેને આ મિથ્યાત્વ હોય છે. | સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ મિથ્યાત્વ નામનું બાકોરું ખુલ્લું રહે છે. તેના દ્વારા કર્મો આત્મામાં પ્રવેશે છે. સમ્યગદર્શન આવ્યા પછી મિથ્યાત્વનું બાકોરું બંધ થવા છતાંય અવિરતિ વગેરે ત્રણ બાકોરા ખુલ્લા છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ તત્વઝરણું ૧૨ Page #133 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ : ૪(૨) ગુરુવાર, તા. ૨૬-૯-૦૨ કર્મોને પ્રવેશવાના ચાર દરવાજા છે. (૧)મિથ્યાત્વ (૨) અવિરતિ (૩)કષાય અને (૪)યોગ. પ્રકૃતિ અને પ્રદેશમાં મહત્ત્વનું કારણ મન-વચન અને કાયાના ચોગો છે જ્યારે સ્થિતિ અને રસ (પાવર) નક્કી થવામાં મુખ્ય કારણ કષાય છે. તીવ્ર-મંદ વેશ્યા છે. બહારથી એક સરખી પ્રવૃત્તિ થતી દેખાતી હોય છતાંય જો ભાવમાં, સંકલેશ-વિશુદ્ધિમાં, કષાયમાં, અંદરના પરિણામોમાં તફાવત હોય તો બંધાતા કર્મોનો (રસ) પાવર જુદો જુદો નક્કી થાય. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જૈનશાસનમાં પ્રવેશ ન ગણાય. સમ્યગદર્શન પામ્યા પછી જ જૈનશાસનમાં પ્રવેશ મળે. આવું કિંમતી સમ્યગદર્શન પણ આસક્િત વગેરેના કારણે ગુમાવી દેવાય છે. પરમાત્મા મહાવીરદેવે મરિચિના ભવમાં શરીર પ્રત્યેની આસકિતના કારણે ચારિત્રજીવન ગુમાવ્યું તો શિષ્યની આસક્િતના કારણે ઉત્સુત્રવચન બોલીને સમ્યગદર્શન ગુમાવ્યું. મિથ્યાત્વી બન્યા. આસક્િત ખૂબ ભયાનકદોષ છે. ઉસૂત્રવચન મોટું પાપ છે. સસૂત્રપ્રરૂપણા મોટો ધર્મ છે. પરમાત્માના વચન વિરુદ્ધ કાંઇપણ બોલાઇ ન જાય, વિચારાઇ ન જાય તેની પળે પળે સાવધાની રાખવી જરૂરી છે. કેટલાક બોલે છે કે આ કાળમાં સાચા સાધુ નથી. દીક્ષા લેવાની કોઇ જરૂર નથી. શ્રાવકજીવન જ પળાય. તેમની તે વાતો શું ભગવાનના વચના વિરુદ્ધ ન ગણાય ? પરમાત્માએ કહ્યું છે કે જેનશાસન ૨૧૦૦૦ વર્ષ સુધી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રુપ ચતુર્વિધ સંઘ વડે ચાલવાનું છે. હજુ તો ૨૫૩૦ વર્ષ થયા છે. તેથી અત્યારે પણ જૈનશાસન છે, અને તેને ચલાવનારા સાચા સાધુ-સાધ્વી વગેરે પણ છે જ. ભગવાનના વચનનું પાલન ઓછું-વધારે હોય તે બને, પણ પ્રરુપણામાં ફશ્ક ન ચાલે. પરિસ્થિતિને વશ રાત્રિભોજન કરવું પડે તે જુદી વાત પણ “જમાનો બદલાયો છે, ધંધેથી મોડા અવાય છે, રાત્રે ફૂલડલાઇટમાં બધું દેખાય છે. માટે હવે રાત્રે ખાવામાં વાંધો નહિ'' તેવી રજૂઆત તો ન કરાય. - ખરાબ તો સાપનું ઝેર છે. તે મારે, સાપ નહિ. છતાં સાપથી કેમ ડરો ? તે ઝેર રાખે છે માટે. સાપના દરમાં હાથ નાંખો ? ના. કેમ ? તે સાપને રાખે છે માટે. માત્ર સાપનું ઝેર જ ખરાબ હોવા છતાં તેને રાખનાર સાપ અને સાપને રાખનાર દર ખરાબ જ કહેવાય, કોઇ તેની પાસે ન જાય. તેમ ખરાબ તો તત્વઝરણું ૧૨૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ આસક્તિ છે; પણ તે કરાવનાર ભોજન, સ્ત્રી, પૈસો વગેરે પણ ખરાબ અને તેને રાખનાર સંસાર પણ ખરાબ છે. તેમાં ન રહેવાય. પણ ક્રોધ, કામવાસના, આસતિ વગેરે દોષો ભયાનક છે. સંસારમાં રહેવાથી તેના સંસ્કારો જાગ્રત થાય છે. વધુને વધુ મજબૂત થાય છે. માટે સંસાર છોડવાનો છે. દોષનાશની સાધના માટે સંયમનું વાતાવરણ અનુકૂળ છે. માટે સંયમજીવનનો સ્વીકાર કરવો જરૂરી છે. - પાંચ પ્રકારના મિથ્યાત્વ જાય, સમ્યગદર્શન આવે એટલે પહેલું દ્વાર બંધ થાય. હજુ અવિરતિ, કષાય, અને ચોગ, ત્રણ દરવાજા કર્મોને પ્રવેશવા માટે ખુલ્લા છે. તેમાંના અવિરતિના દરવાજાને થોડો ઘણો બંધ કરાય તો દેશવિરતિ અને સંપૂર્ણ બંધ કરાય તો સર્વવિરતિ જીવનની પ્રાપ્તિ થાય. વિરતિ એટલે વિરામ, અટકવું–સર્વ પાપોથી અટકવું તે સર્વવિરતિ = સાધુજીવન. થોડા પાપોથી અટકવું તે દેશવિરતિ = શ્રાવક જીવન.. - અવિરતિ બાર પ્રકારની છે. (૧)પૃથ્વીકાય, (૨) અપકાય, (૩)તેઉકાય, (૪)વાયુકાય, (૫)વનસ્પતિકાય અને (૬)ત્રસકાય, એ છકાચની હિંસાથી ન અટકવું તે છ પ્રકારની અવિરતિ તથા પાંચ ઇન્દ્રિય અને મનની અવિરતિ મળીને કુલ બાર પ્રકારની અવિરતિ છે. જે દીક્ષા ન લો અને સંસારમાં રહો તો આ બારમાંથી કેટલી અવિરતિને છોડી શકો ? ત્રસકાચની અવિરતિને પણ પૂરેપૂરી ન અટકાવી શકો. કદાચ આંશિક અટકાવી શકો, પણ તે સિવાયની બાકીની ૧૧ પ્રકારની અવિરતિને તો ન અટકાવી શકો. ગૃહસ્થ જીવનમાં તમે જે વ્રત – પચ્ચકખાણો – નિયમો - સામાજિક વગેરે કરો છો. તેમાં જે તે પાપ ન કરવાની, બીજા પાસે ન કરાવવાની પ્રતિજ્ઞા હોય છે પણ તે પાપોની અનુમોદના તો ચાલુ જ હોય છે. તેથી તમારે (૧)મન, (૨)વચન અને (૩)કાયાથી, (૧)કરવું નહિ અને (૨)કરાવવું નહિ એ રીતે ૩x ૨૩૬ કોટિનું પચ્ચક્ખાણ હોય છે જ્યારે સાધુઓ તો પાપોની અનુમોદનાથી પણ અટકે છે માટે તેમને ૩*૩=નવ કોટિનું પચ્ચકખાણ હોય છે. સામાયિકમાં જેમ લાઇટ કરાય નહિ. તેમ બીજા પાસે કરાવાય પણ નહિ. પાણી ભરાય નહિ તેમ બીજા પાસે ભરાવાય પણ નહિ. પાપ જાતે ન કરવાની સાથે બીજા પાસે ન કરાવવાનો પણ તેમાં નિયમ છે, તે ન ભૂલવું. અનુમોદનાનું પાપ તો સામાયિકમાં પણ ચાલુ રહે છે. જો બધા પાપોથી અટકવું હોય તો દીક્ષાજીવન જ સ્વીકારવું જોઇએ. તે વિના ઉદ્ધાર નથી. તત્વઝરણું ૧૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ િશ્રાવકો વધુમાં વધુ માત્ર સવાલસાની જ દયા પાળી શકે. સાધુઓ પૂરેપૂરી વીસવસાની દયા પાળી શકે. સંસારમાં રહેનારાએ કેટલા બધા ક્રૂર, નિર્દય, નિષ્ફર બનવું પડે! ઈ. . પૂરેપૂરી દયા પાળવી એટલે વીસવસાની દયા પાળવી. તેના સોળમાં ભાગની દયા એટલે સવાવસાની દયા. જીવો બે પ્રકારના છે. (૧) પોતાની ઇચ્છા પ્રમાણે હાલી-ચાલી શકે તે ત્રસ અને (૨) પોતાની ઇચ્છા પ્રમાણે હાલી-ચાલી ન શકે તે સ્થાવર. બંનેના દસ-દસ વસા ગણીએ તો તમે હજુ ત્રસ જીવોની કાંઇક દયા પાળી શકો પણ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ વગેરે સ્થાવર જીવોની દયા શી રીતે પાળી શકો? માટે તેના દસ વસા ગયા ! ત્રસ જીવોમાં પણ કદાચ નિરપરાધી જીવો પ્રત્યે દયા બતાવી શકો, પણ અપરાધી જીવો પ્રત્યે બતાડી શકો ? તેથી તેના પાંચ વસા કેન્સલ થયા. - નિરપરાધી જીવોની જાણી જોઇને હિંસા ન કરો પણ અજાણતા થતી હિંસાને શી રીતે રોકી શકો? તેથી પાંચના અડધા અઢીવસા ઓછા થયા. અઢી વસાની દયા રહી. નિરપરાધી જીવોને જાણી જોઇને ભલે ક્રૂરતાપૂર્વક ન મારો, મારવાની બુદ્ધિથી ન મારો પણ સાપેક્ષપણે તો તેની હિંસા શી રીતે છોડી શકો? માટે તેનો સવાવસો ઓછો થતાં, બાકીની સવાવસાની દયા પાળી શકો. આમ, તમે હિંસાનો ત્યાગ કરવા માટે વધુમાં વધુ એવો નિયમ લઇ શકો કે, નિરપરાધી ત્રસ જીવોની જાણી જોઇને, મારવાની બુદ્ધિથી (નિરપેક્ષપણે) હિંસા કરીશ નહિ કે કરાવીશ નહિ. આ નિયમને શ્રાવકનું પ્રથમ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવાય છે. * નિયમ લેવાનો પુરુષાર્થ કરવાનો. હિંસા, જૂઠ, ચોરી,મૈથુન અને પરિગ્રહ, આ પાંચ અવતો છે. તેનો પ્રતિજ્ઞાપૂર્વક સંપૂર્ણ ત્યાગ કરવો તે પાંચ મહાવ્રતવાળું સર્વવિરતિજીવન કહેવાય. આ પાંચેનો આંશિક ત્યાગ કરવા રુપ શ્રાવકનું બાર વ્રતનું દેશવિરતિજીવન કહેવાય. સાધુને સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવત હોય જ્યારે શ્રાવકને સ્કૂલ, પ્રાણાતિપાત વિરમણ વ્રત હોય. વિરમણ એટલે અટકવું. હવે કયાંક તો અટકવાનો પુરુષાર્થ કરીએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. ડા Eી . તત્વઝરણું | ૧૨૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૫ શુક્રવાર તા. ૨૦-૦૯-૦૨ જ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ; એ ચાર કષાયો સમ્યગ દર્શનને પેદા થવા દેતાં નથી. અનંતાનુબંધી એટલે તીવ્ર કક્ષાના કપાય. અનંતકાળ સુધી સંસારનું પરિભ્રમણ કરાવવાની તાકાત ધરાવતા હોવાથી તેઓ અનંતાનુબંધી કહેવાય. સામાન્યથી એમ કહેવાય કે જે ક્રોધ-વેર વગેરે એક વર્ષથી વધારે કાળ સુધી રહે તે અનંતાનુબંધી થાય, માટે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વે બધાની સાથે હાર્દિક ક્ષમાપના કરી લેવી. | કષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસારનું પરિભ્રમણ ઘણો કાળ ચાલ્યા કરે તે કષાય કહેવાય. ચારે કષાયમાં લોભ કષાય વધારે ખરાબ છે. તે બધા પાપોનો બાપ છે. બધા પાપોને ખેંચી લાવે છે. લોભ એટલે આસકિત. ખાવાની,ધનની, શરીરની, પોતાના વિચારોની, નામનાની વગેરે આસકિતઓ છોડી દેવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. ૧૧માં ગુણસ્થાનકે પહોંચનારો આત્મા વીતરાગ કહેવાય. તેમનું ત્યાંથી પતન કરાવવાની તાકાત આ લોભ = આસકિતમાં છે. વીતરાગપણાથી પતના પામેલો આત્મા ગબડતો ગબડતો કયારેક ઠેઠ પહેલા ગુણઠાણે મિથ્યાત્વી બનીને નિગોદ સુધીના ભવોમાં પહોંચી જાય છે. - ૧૦મા ગુણઠાણે લોભને સંપૂર્ણ દૂર કરીને જેઓ બારમા ગુણઠાણે પહોંચીને વીતરાગ બને તેમનું કયારેય પતન ન થાય. તેઓ મોક્ષે જ જાય; કેમકે તેમણે આસકિત સહિત તમામ દોષોનો નાશ કરી દીધો છે. ( રાગ આગ જેવો છે. દ્વેષ તેના ધૂમાડા જેવો છે. આગ વિના ધૂમાડો ન હોય તેમ રાગ વિના દ્વેષ ન હોય. ક્રોધાદિ દ્વેષનું મૂળ પણ લોભાદિ રાગ છે, તે ન ભૂલવું. માટે લોભ = આસકિત દૂર કરવા વધુ પ્રયત્નશીલ બનવું. - ક્રોધ-માન-માયા નવમા ગુણઠાણે સંપૂર્ણ નાશ પામે, પણ લોભ તો દસમાં ગુણઠાણાના અંતે જ ખતમ થાય. જેને ખતમ કરવા માટે આટલી બધી સાધના કરવી પડે તે દોષ કેટલો બધો ભયંકર ગણાય? તેને ખતમ કરવા આપણે કેટલો બધો પુરુષાર્થ કરવો જોઇએ? આઠમા-નવમા-દસમા ગુણઠાણા સુધી પહોંચેલાને પણ શિષ્યોની, શરીરની, વિચારોની આસકિત નડી શકે છે. માટે ધનની મમતા ઘટાડવાની સાથે શરીરની અને વિચારોની મમતા પણ છોડવી જરુરી છે. સુખશીલતા તથા વિચારોની પક્કડનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો. કામવાસના કરતાં ય ધનની મમતા વધારે ભયાનક છે. કામપુરુષાર્થ તત્વઝરણું ૧૨૬. Page #137 -------------------------------------------------------------------------- ________________ અધમ હોય તો (ધન) અર્થપુરુષાર્થ અધમાધમ છે. કામની ઇચ્છા આર્તધ્યાન છે. તિર્યંચગતિનું કારણ છે, જ્યારે ધનની લેગ્યા રોદ્રધ્યાન બનીને નરકગતિનું કારણ બને છે. કામવાસનાને પેદા કરનાર વેદ મોહનીય કર્મ નવમાં ગુણઠાણે નાશ પામે જ્યારે અર્થની વેશ્યાને પેદા કરનાર લોભ મોહનીયકર્મ દશમા ગુણઠાણે નાશ પામે. મુશ્કેલીથી ઘણા સમયે જે દૂર થાય તે ભયંકર કહેવાય. માટે આસક્િત છોડવા વધુ ઉધમ કરવો જરૂરી છે. કામવાસના સેવનમાં સમય, શરીર, વ્યક્તિ, સમાજ, આબરુ વગેરેની મર્યાદા નડે. કયાંક અટકાય. કયારેક અટકાય. ધનની લેગ્યામાં કોઇ મર્યાદા ન નડે. અટકવું મુશ્કેલ છે. નીતિથી ધન કમાનારો મમ્મણશેઠ સાતમી નરકે ગયો તે વાત કદી ન ભૂલવી. જ્યાં સુધી કોઇ પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરીએ ત્યાં સુધી તેની અવિરતિ ગણાય. અવિરતિના દરવાજા વડે આત્મામાં કર્મો પ્રવેશ્યા કરે. બાધા લેવાથી પાપો અટકે છે. મન મક્કમ બને છે. થોડી ઢીલાસ હોય તો દૂર થઇ જાય છે. માટે શકયતઃ વધુ બાધાઓ લેવી જોઇએ. | ‘બાધા તૂટી જાય તેના કરતાં ન લેવી સારી.” એવું ન બોલાય, ન વિચારાય. આ ઉત્સુત્રવચન છે. પ્રાયશ્ચિત્ત આવે. માથુ હોય તો દુઃખે, ન હોય તો ન દુઃખે, માટે માથુ કાપી ન દેવાય. બાધા હોય તો કયારેક તૂટે, ન હોય તો ન જ ટે. માટે બાધા લેવાનું બંધ ન કરાય. બાધા લેતાં પહેલા તે બાધા પાળવાની ભાવના, શક્તિ અને ઉલ્લાસ જોઇએ, છતાં ય કયારેક તૂટી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું, પણ બાધા તો લેવી જ. જે સંયોગોમાં બાધા પાળી શકાય તેમ ન હોય, તે સંયોગોને વિચારીને પહેલેથી છૂટ રાખીને પણ બાધા તો લેવી જ, પણ બાધા વિનાના તો ન જ રહેવાય. ભગવાનનું મન તો કેટલું બધું મક્કમ હોય! તેમણે પણ બે હાથ જોડીને બાધાઓ લીધી હતી, તે વાત ન ભૂલવી. જો મન મક્કમ જ છે, તો બે હાથ જોડીને બાધા લેવામાં શું વાંધો છે? હાથ ન જોડવાની જીદ કરવાનું શું કારણ? - શું મનમાં ઊંડે ઊંડે પણ અમુક સંજોગોમાં તે પાપ કરવાની ઇચ્છા પડેલી નથી ને? આ જે ઇચ્છા છે, તે પાપ ન કરો તો ય તેનું પાપ બંધાવ્યા કરે છે. પાપની આ ઇચ્છાને દૂર કરવા બાધા લેવી જરૂરી છે. - આપણો સંસાર પાપ કરવાથી જેટલો નથી ચાલ્યો તેટલો પાપ ન કરવા છતાં પાપની અવિરતિ દૂર ન કરવાથી ચાલ્યો છે. હવે જે સંસારને સીમિતા કરવો હોય તો બધી અવિરતિ દૂર કરીને સંયમજીવન સ્વીકારવું. છેલ્લે જેટલી શકય હોય તેટલી અવિરતિ તો છોડવી જ. બાધાઓ લઇને જીવન સંયમિત તત્વઝરણું Page #138 -------------------------------------------------------------------------- ________________ બનાવવું. ગણધર ભગવંતોએ ગૂંથેલા તસ્સ-ઉત્તરી, વેચાવચ્ચગરાણ, અરિહંત ચેઇઆણ વગેરે સૂત્રોમાં પણ કામિ કાઉસગ્ગ પદો વડે કાયોત્સર્ગની બાધા સૂચવાઇ છે. તે ન તૂટે તે માટે તરત બોલાતા અન્નત્થ સૂત્રમાં જરૂરી ૧૬ છૂટ રખાઇ છે. આપણે પણ જરૂરી છૂટ રાખીને ય બાધાઓ લેવી જોઇએ. આત્મિક દષ્ટિએ જે ઊંઘે છે, તે મિથ્યાત્વી છે. જે જાગ્યો છે, તે સમકિતી છે. જાગ્યા પછી પાપોથી જે સંપૂર્ણપણે ભાગી છૂટયો છે, તે સર્વવિરતિધર સાધુ છે; પણ સંપૂર્ણ ભાગી છૂટવાની ઇચ્છા છતાં થોડો ઘણો જે ભાગ્યો છે તે દેશવિરતિધર શ્રાવક છે. લાગેલી આગ જાગીને જોયા પછી ન લાગે તે કેવો ગણાય? સમકિત પામીને, સળગેલો સંસાર જાણ્યા છતાંય સંસારથી ન ભાગો, દીક્ષાજીવન ન સ્વીકારો તો કેમ ચાલે? હા ! જાગીને, લાગેલી આગ જોવા છતાંય પગમાં બેડી હોય તો ભાગી ના શકે. તેમ સળગેલા સંસારને જાણનારા જે સમકિતીને ચારિત્ર મોહનીય કર્મનો નિકાચિત ઉદય હોય તે દીક્ષા ન લઇ શકે; પણ તે વખતે સમકિતી રડતો હોય. ie જંબૂસ્વામીને પૂર્વભવમાં ચારિત્ર મોહનીય કર્મનો નિકાચિત ઉદય હતો, તેથી તેમણે બાર વર્ષ સુધી છ8ના પારણે છ8નો પુરુષાર્થ કર્યો, તો ય સંયમજીવન ન મળ્યું. સંયમજીવન મેળવવા માટે કોઇપણ પ્રકારનો પુરુષાર્થ ન કરનારો શી રીતે કહી શકે કે મને નિકાચિત ચારિત્ર મોહનીસકર્મનો ઉદય છે ! સામાન્યથી એક લાખે એકાદ કર્મ નિકાચિત હોય એમ કહેવાય, બાકી તો બધા કર્મો અનિકાચિત હોય છે. પુરુષાર્થ કરવાથી તે કર્મો દૂર કરી શકાય. શું આપણે પુરુષાર્થ કર્યો ખરો? જો ના, તો હજુ બગડ્યું નથી. હવે તે માટે પુરુષાર્થ શરુ કરીએ. દેવો અને નારકોને નિકાચિત ચારિત્ર મોહનીસકર્મનો ઉદય હોય છે. તેથી તેઓ સંયમ ન લઇ શકે ! અરે ! નાનું વ્રત-પચ્ચકખાણ પણ ન કરી શકે. જ્યારે માનવને ચારિત્ર મોહનીયનો પ્રાયઃ અનિકાચિત ઉદય હોવાથી જો આપણે સમ્યક્ પુરુષાર્થ કરીએ તો ચોક્કસ વ્રત, નિયમ, પચ્ચકખાણ લેવા સહિત સંયમ જીવનના સ્વીકાર સુધી પણ કદાચ પહોંચી શકીએ. કયારે કરીશું તે પુરુષાર્થ? સંસારની વાતો કર્મો ઉપર છોડી દેવી પણ ધર્મના કાર્યમાં પુરુષાર્થને મહત્ત્વ આપવું. તેમ કરવાથી મોક્ષ તરફ આગેકૂચ થશે. પણ આનાથી વિપરીત ન કરવું. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દફકડમ. તત્વઝરણું ૧૨૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૬ શનિવાર, તા. ૨૮-૦૯-૦૨ જૈન શાસનનો પાયાનો સિદ્ધાન્ત અનેકાન્તવાદનો છે. ખોટી પક્કડ ના જોઇએ. અન્ય મિથ્યાત્વ કરતાં આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વ વધારે ખરાબ છે, કારણકે તેમાં કદાગ્રહ છે. ખોટી પક્કડ છે. જૈન શાસનના તમામ પદાર્થો રાગ-દ્વેષને દૂર કરીને મોક્ષે જવા માટે છે. વિષય-કષાયોથી દૂર થવા માટે છે. સત્યનો એવો આગ્રહ કઇ રીતે રખાય કે જેમાં રાગ-દ્વેષને ખતમ કરવાનો મુખ્ય હેતુ જ ખતમ થઇ જાય ! કદાગ્રહ ખૂબ ખરાબ છે. કદાગ્રહી વ્યક્તિ પ્રવચન સાંભળવા માટે અયોગ્ય છે. કદાગ્રહીને ઉપદેશ આપવાની શાસ્ત્રકારોએ ‘ના’ પાડી છે. હડકાયી કૂતરીને કસ્તુરીનો લેપ કરવાની કરુણા થોડી કરાય ? કાચા ઘડામાં પાણી નાંખો તો ઘડો ફૂટે અને પાણી પણ જાય ! ભગવાન મહાવીરદેવે ચંડકૌશિકને ઉપદેશ આપ્યો, કારણકે તે કદાગ્રહી નહોતો; પરંતુ સંગમને ઉપદેશ ન આપ્યો. માત્ર આંસુનું દાન કર્યું, કારણકે તે કદાગ્રહી હતો. સર્વત્ર અનેકાંતવાદ છે. અરે ! અનેકાંતવાદ પણ એકાંતથી નથી. તેમાં ય અનેકાંત છે. પરસ્પર વિરોધી જણાતી વાતો પણ જુદી જુદી અપેક્ષાએ વિચારતાં સાચી હોઇ શકે છે. તે જાણવા માટે અનેકાંતદેષ્ટિ જોઇએ. જુદા જુદા અનેક સત્યોમાંથી તે સત્યને સત્ય રુપે સ્વીકારવું કે જેનાથી રાગ-દ્વેષ ઘટે. જેનાથી રાગ-દ્વેષ વધે તે સત્ય હોય તો પણ આપણા માટે તો અસત્ય છે. આપણે સત્યગ્રાહી ચોક્કસ બનવું પણ સત્યાગ્રહી કદી ન બનવું. પોતાના માટે સત્યને ગ્રહણ કરવું પણ સત્યને બીજા ઉપર ઠોકી બેસાડવાનો આગ્રહ ન રાખવો. લોકોને તકલીફ ન પડે તે માટે કૂતરા વગેરે પશુઓને બસમાં ન ચડાવતા ઉપર બેસાડવાનો કાયદો ઘડાયો. એક વ્યક્તિ બસમાં કૂતરાને લઇને ચઢી. સમજાવવા છતાં ઉતરતી નથી. ડ્રાઇવરે બસ અધવચ્ચે ઊભી રાખી. આગળ ચલાવતો નથી. લોકો કહે છે કે આ જીદી માણસ ન માનતો હોય તો કૂતરો ભલે બસમાં રહે, અમને જલ્દી આગળ લઇ જાઓ. ડ્રાઇવર-કંડક્ટર માનતા નથી. છેવટે લોકો રીક્ષા કરીને પોતાના સ્થાને ગયા. લોકોને તકલીફ ન પડે તે માટે બનાવેલા કાયદાનું પરાણે પાલન કરાતાં લોકોને વધારે તકલીફ પડી. આ તે કેવી જડતા? પ્રજાની સલામતી, સમાધિ અને વ્યવસ્થા માટે કાયદા ઘડવા પડે, પણ જે તત્વઝરણું ૧૨૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ ઘડેલો તે કાયદો જ અસલામતી, અસમાધિ અને અવ્યવસ્થા પેદા કરે તો તેનું પાલન શેના માટે? આત્મિક સમાધિ અને રાગ-દ્વેષના નાશ માટે આરાધના કરવાની છે, પણ તે આરાધના જ અસમાધિ કે રાગ-દ્વેષ પેદા કરે તો? મિથ્યાત્વ જાય, સમકિત આવે ત્યારે આત્મા ચોથા ગુણઠાણે ગણાય. વૃત્તિ નિર્મળ બની; પણ અવિરતિ હોવાથી પ્રવૃત્તિ સુંદર ન બની. અહીં માન્યતા અને આચરણા જુદી જુદી છે. સામાયિક ગમે છે પણ થતું નથી ! પાપની જાણકારી છે, પણ છૂટતું નથી. ધર્મ ગમે છે, પણ થતો નથી. બેઘાઘંટુ જીવન જીવાય છે. જ્યારે વિરતિ આવે ત્યારે વૃત્તિ અને પ્રવૃત્તિ સમાન બને. વૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે લાંબા સમય સુધી અંતર ન રહે. જો વૃત્તિ બળવત્તર બને તો તેને અનુરુપ પ્રવૃત્તિ થયા વિના ન રહે. ખોટી પ્રવૃત્તિ બળવાન બને તો વૃત્તિ પલટાયા વિના ન રહે. માટે સારી વૃત્તિ જાગે તો તરત જ તેને અનુરુપ પ્રવૃત્તિમાં જોડાઇ જવું જોઇએ. પરમાત્માના વચન પ્રમાણેની વૃત્તિ તે સમ્યગ્દર્શન અને પરમાત્માના વચન પ્રમાણેની પ્રવૃત્તિ તે વિરતિ. સમ્યગ્દર્શન આવ્યા પછી વિરતિ આવે જ, પણ જો વિરતિને નહિ લાવો તો આવેલું સમ્યગ્દર્શન પ્રાયઃ ગયા વિના નહિ રહે. સમ્યગ્દર્શન તો કિંમતી રત્ન છે. તેને વિરતિ નામની દાબડીમાં મૂકો તો જ ટકે. નહિ તો તે ચોરાયા વિના ન રહે. મરિચિના જીવનમાંથી વિરતિ જતાં, થોડા સમયમાં સમ્યગ્દર્શન પણ ગયું. તે વાત કદી ન ભૂલવી. આવેલા સમ્યગ્દર્શનને ટકાવવા જલ્દીથી વિરતિ ધર્મમાં જોડાવું જરુરી છે. સર્વ પાપોનો ત્યાગ કરીને સર્વવિરતિ સંયમજીવન સ્વીકારવું જોઇએ. છેલ્લે બાર વ્રતો કે બાર વ્રતમાંનું એકાદ વ્રત કે તેના એકાદ ભાંગાને પણ સ્વીકારીને દેશવિરતિ શ્રાવકજીવન સ્વીકારવું જોઇએ. શી મિથ્યાત્વ અને અવિરતિના દરવાજાને સંપૂર્ણપણે બંધ કરનારા સર્વવિરતિધર સાધુઓને પણ હજુ કષાય અને યોગ નામના બે દરવાજા ખુલ્લા છે. સંયમજીવનમાં અપ્રશસ્ત ક્રોધ-માન-માયા-લોભને પ્રશસ્તમાં ફેરવવાનો પ્રયત્ન કરવો; પણ અપ્રશસ્ત અને પ્રશસ્ત વચ્ચેની લક્ષ્મણરેખા ઘણી પાતળી છે. તેથી પ્રશસ્તના નામે અપ્રશસ્ત કષાયો સેવાઇ ન જાય તેની કાળજી રાખવી. ધર્મના નામે, સત્યના નામે, પ્રશસ્તના નામે આપણા અંગત રાગ-દ્વેષકષાયો પોષવાના, વધુ મજબૂત કરવાના પ્રયત્ન તો થતા નથી ને? તે ચકાસવું જરુરી છે. કષાયો પેદા જ ન થાય તેવા પ્રયત્નો કરવા. કષાય પેદા થવાની શક્યતા તત્વઝરણું ૧૩૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યારે તેનો નિગ્રહ કરવા પ્રયત્ન કરવો. ક્રોધને અટકાવવા ક્ષમા, અભિમાનને અટકાવવા માર્દવ (નમ્રતા), માયાને દૂર કરવા આર્જવ (સરળતા) અને લોભને દૂર કરવા મુક્તિ (નિર્લોભિતા) નામના પ્રથમ ચાર યતિધર્મોનું સેવન કરવું. શાસ્ત્રોમાં આવા દસયતિધર્મો બતાડયા છે. દીક્ષા લીધા પછી પણ પ્રશસ્ત કષાયો તથા મન-વચન-કાયાની શુભપ્રવૃત્તિઓ ચાલુ છે. હજુ ભગવાન બન્યા નથી, સાધક અવસ્થામાં છે. શિષ્યોનું કલ્યાણ કરવા ક્યારેક ઠપકો વગેરે પણ આપવા પડે. તીર્થકરો વીતરાગ છે. તેમને રાગ-દ્વેષ નથી. કષાયનો દરવાજો તેમણે બંધ કર્યો છે. તેથી તેઓ પોતાના શિષ્યો સ્થવિર સાધુઓને સોંપે છે. સ્થવિરો વીતરાગ ન હોવાથી શિષ્યોને પ્રોત્સાહિત કરી શકે છે. તો ભૂલ બદલે તેમને ઠપકારી પણ શકે છે. ગચ્છાચાર પગન્ના, સંબોધસિત્તરી વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે જે ગચ્છમાં સારણા, વારણા, ચોયણા, પડિચોયણા ન હોય તે ગચ્છ ગચ્છ નથી. સંયમની ઇચ્છાવાળાએ તેવા ગચ્છને છોડી દેવો જોઇએ. ત્યાં રહેવાથી સંયમનું પાલન ના થાય. પર સારણા એટલે સ્મારણા. ભૂલ યાદ કરાવવી. વારણા એટલે નિવારણા. ભૂલ કરતાં અટકાવવા. ચોયણા એટલે કડક શબ્દોમાં ઠપકો આપવો અને પડિચોયણા એટલે જરુર પડે તમાચો મારવો કે ચાર જણાની વચ્ચે કહેવું. ગુરુ જેટલા, કડક, તેટલું આપણું હિત જલદી થાય. ગુરુની ગાળ ધીની નાળ લાગવી જોઇએ. ગુરુનો ઠપકો મળે તે દિન શિષ્ય માટે સોનાનો દિવસ ગણાય. શિષ્યોને સાચા માર્ગે લાવવા, ટકાવવા અને આગળ વધારવા ગુરુએ પણ પ્રશસ્ત રાગ-ક્રોધાદિ કરવા પડે છે. સાચો શિષ્ય તે છે કે જે તેને પ્રેમે સ્વીકારે છે. કોઇ સારું કહે તે ગમે, કે સાચું કહે તે ગમે? સારું સાંભળવાની નહિ પણ સાચું સાંભળવાની તૈયારી રાખો તો જીવનનો વિકાસ થશે. ગુરુની કડવી પણ સાચી વાત સાંભળવાની અને સ્વીકારવાની તૈયારી રાખવી. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું | ૧૩૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૯ રવિવાર. તા. ૧-૧૦-૦૨ | જીવનમાં સેવાઇ ગયેલા પાપો બદલ આંખમાં આંસુ જોઇએ, પશ્ચાત્તાપ જોઇએ. ત્યારપછી ગુરુભગવંત પાસે પાપોની આલોચના (કથન) કરીને પ્રાયશ્ચિત્ત લેવાનું. ભવિષ્યમાં તે પાપો ફરી ન કરવાનું પચ્ચકખાણ લેવું. આમ પસ્તાવો - પ્રાયશ્ચિત્ત અને પચ્ચખાણ, આ ત્રિપુટી આપણા જીવનમાં આવવી જોઇએ. તે માત્ર ભૂલનો એકરાર ન ચાલે. તેની સાથે ફરી તે ભૂલ ન કરવાની તૈયારી પણ જોઇએ. તેને અકરણનિયમ કહેવાય. આવો અકરણનિયમ પરમાત્માના પ્રભાવે આવે. જેમ દુષ્કૃતગહ કરવાની છે, પોતાના પાપો બદલ પશ્ચાત્તાપ કરીને અકરણનિયમની માંગણી પરમાત્મા પાસે કરવાની છે તેમ સુકૃતાનુમોદના અને ચાર શરણનો સ્વીકાર પણ કરવાનો છે. તેનાથી તથાભવ્યત્વનો પરિપાક થાય સાઉવાળ ના કામ થતું નહિ પણ માન સરકારે અવળા સાબ ચિરંતનાચાર્યે પંચસૂત્ર ગ્રંથની રચના કરી છે. તેની ઉપર પૂ. હરિભદ્રસૂરિજીની ટીકા છે. તેમાં આત્માના વિકાસની પ્રક્રિયા સરસ રીતે સમજાવી છે. તેમાં પાંચ સૂત્રો છે. પ્રથમ સૂત્રમાં તથાભવ્યત્વના પરિપાકના આ ત્રણ ઉપાયો જણાવ્યા છે. રોજ તેનો ત્રિકાળ પાઠ કરવો જોઇએ. પંચસૂત્રમાં (૧) પ્રથમ સૂત્રનું નામ પાપ પ્રતિઘાત - ગુણબીજાધાન સૂત્ર છે. મોક્ષનો પ્રથમ ઉપાય ધર્મારાધના નહિ પણ પાપો સામે વળતા હુમલા કરવાનો છે. જેમ જેમ પાપો સામે વળતા હુમલા થાય, પાપોના સંસ્કારો નાબૂદ થાય તેમ તેમ ગુણોના બીજનું વાવેતર થાય. દોષનાશ અને ગુણપ્રાપ્તિ આપણી સાધના છે, તે કદી ન ભૂલવું. (૨) બીજું સૂત્ર સાધુધર્મ પરિભાવના નામનું છે. તેમાં સંસારના બિહામણા સ્વરુપના વર્ણનપૂર્વક સાધુજીવન લેવાના ભાવો પેદા કરવાની વાત છે. (૩) પ્રવજ્યા ગ્રહણવિધિ (અપરોપતાપ) સૂત્ર છે. કોઇને ત્રાસ-પીડા ન થાય તે રીતે સંયમજીવન સ્વીકારવાનો પ્રયત્ન કરવાની વાત છે. માતા-પિતાની રજા ન મળતી હોય તો કેવી રીતે મેળવવી ? છેવટે મા-બાપને છોડવા પડે તો ય તરછોડવા તો નહિ વગેરે ઉપાયો તેમાં સારી રીતે બતાડ્યા છે. (૪) પ્રવજ્યા પરિપાલન સૂત્રમાં સંયમ પાલન માટેની વાતો જણાવેલ છે અને (૫) પ્રવજ્યાફળ સૂત્રમાં દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થનારા મોક્ષરૂપી ફળનું વર્ણન કર્યું છે.આમ, આ પાંચ સૂત્રમાં મોક્ષ પ્રાપ્તિ સુધીનો આત્માનો વિકાસક્રમ તત્વઝરણું ૧૩૨ Page #143 -------------------------------------------------------------------------- ________________ સમજાવ્યો છે. સૌ પ્રથમ પાપો સામે વળતા હુમલા કરીને ગુણોનું બીજાધાન કરવાનું છે. તે માટેની પ્રક્રિયા પ્રથમ સૂત્રમાં જણાવી છે. તેમાં જણાવ્યું છે કે આ સંસાર દુઃખ રુપ છે. દુઃખ રૂપી ફળને આપનારો છે. દુઃખોની પરંપરા ચલાવનારો છે. આ સંસારનો નાશ શુદ્ધ ધર્મના સેવનથી થાય. તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મોના નાશથી થાય. પાપકર્મોનો નાશ તથાભવ્યત્વના પરિપાકથી થાય. તથાભવ્યત્વનો પરિપાક કરવા રોજ દુકૃતગહ, સુકૃતાનુમોદના અને ચાર શરણ; એ રુપી ત્રણ ઉપાયો વારંવાર અજમાવવા જોઇએ. મારા દાદાગુરુદેવ પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે મોટી ઉંમરે આ પંચસૂત્ર ગોખ્યું હતું. રોજ ત્રિકાળ ત્રણ-ત્રણવાર તેનો પાઠ કરતા હતા. મારા ગુરુદેવની અર્થસહિત પંચસૂત્રની પુસ્તિકા રોજ ત્રણવાર - છેવટે રોજ એકવાર અવશ્ય વાંચવી જોઇએ. કાંઇ ન ફાવે તો ખામેમિ', “મિચ્છામિ', ‘વંદામિ' આ ત્રણ પદોનો સતત જાપ કરવો. તેનો ભાવઃ સર્વ જીવોને ખમાવું છું (ખામેમિ સવ્ય જીવે), મારા પાપો નાશ પામો (મિચ્છા મિ દુક્કડમ) અને સર્વ ગુણવંતોને વંદના કરું છું. (વંદામિ જિણે ચઉવ્વીસ) પંચસૂત્રમાં આગળ જણાવ્યું છે કે મારી દુષ્કતગહ સાચી થાઓ. મને અકરણનિચમની પ્રાપ્તિ થાઓ. વીતરાગ-સ્તોત્રમાં પણ, “ફરીથી ન થાય તે રીતે મારું પાપ નાશ પામો''તેવી ભગવાનને પ્રાર્થના કરાઇ છે. પાપનો પસ્તાવો કરીએ પણ ફરીથી પાપ કરવાનું બંધ ન થાય તો શો અર્થ? પંચસૂત્ર, વીતરાગ સ્તોત્ર, સંથારા પોરિસીની કેટલીક ચૂંટેલી ગાથાઓ વગેરેનો રોજ ભાવવિભોર બનીને પાઠ કરવો જોઇએ. તેનાથી આત્મા ભાવિત બનશે. માતા-પિતાના કુળની ખાનદાની જુદી છે અને આત્માની પોતાની ખાનદાની જુદી છે. કોણિકના પિતા શ્રેણિકની ખાનદાની માટે કાંઇ પૂછવાનું હોય? મહાવીરભગવાનના પરમભક્ત હતા. આવતી ચોવીસીના પહેલા ભગવાન બનવાના છે. છતાં દીકરો કોણિક કેવો પાયો? તેના આત્માની ખાનદાની કેવી? સગા બાપને જેલમાં પૂરીને રોજ ૧૦૦-૧૦૦ ઇંટરના ફટકા મરાવ્યા. મરીને શ્રી નરકે ગયો ! આપણે ખાનદાન કુળમાં જન્મ્યા છીએ પણ આપણો આત્મા ઊંચી ખાનદાનીવાળો ન બને તો ન ચાલે. આત્માની ખાનદાની, કવોલીટી ઊંચી લાવવા દુકૃતગહીદિ ત્રણ ઉપાયો રોજ વારંવાર કરવા જોઇએ. તત્વઝરણું - ૧૩૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ ઊંચી ખાનદાની પેદા કરીને સંયમજીવન સ્વીકારવું જોઇએ. તે શક્ય ન બને તો અવિરતિનો શકયતઃ ત્યાગ કરીને બાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકા તો અવશ્ય બનવું જોઇએ. હસવા-હસવામાં પણ જૂઠ ન બોલાય. બીજાને મોટું નુકશાન થાય તેવું જૂઠ ન બોલવું. મોટા જૂઠાણાનો ત્યાગ કરવા રુપ બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત લેવું જોઇએ. - ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત છે. દત્ત = આપેલું, અદત્ત = માલિકે નહિ આપેલું. આદાન = લેવું. માલિકે નહિ આપેલું લેવું તે અદત્તાદાન = ચોરી કહેવાય. તેનું વિરમણ = ત્યાગ કરવાનું વ્રત તે અદત્તાદાન વિરમણ વ્રત. અદત્તાદાન (ચોરી) ચાર પ્રકારે છે. (૧)સ્વામી અદત્ત (૨)જીવ-અદત્ત (૩)તીર્થકર-અદત્ત અને (૪)ગુરુ-અદત્ત. ફૂટ વગેરે તેના માલિકની રજાથી લઇએ તો સ્વામી-અદત્ત ન ગણાય. પણ જીવ-અદત્ત તો ગણાય જ. કારણકે તેમાં રહેલા જીવનું તે શરીર છે. તે શરીરના માલિક જીવે આપણને તેનું પોતાનું શરીર ખાવા માટે થોડું આપ્યું છે? તો તે કેવી રીતે લેવાય? છતાં લઇએ તો જીવ-અદત્તનું પાપ લાગે. ગૃહસ્થો કેરી વગેરે ફૂટને પોતાના ઉપયોગ માટે અચિત્ત કરે. ૪૮ મિનિટ પછી તેને સાધુ સાધ્વીજી વહોરે તો તેમને સ્વામી-અદત્ત કે જીવ-અદત્તનો દોષ ન લાગે; કારણકે કેરીના માલિક ગૃહસ્થે સામેથી આપેલ છે અને તે વખતે કેરી અચિત્ત હોવાથી તેમાં જીવ નથી. છે કોઇ પદાર્થ તેના માલિકની રજાથી વહોરે તો સ્વામી-અદત્ત ન લાગે. તે અચિત્ત હોય તો જીવ-અદત્ત પણ ન લાગે. પરંતુ જો તે અકણ હોય, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ હોય તો તીર્થંકર-અદત્તનો દોષ લાગે. માલિકની રજાથી કપ્ય અચિત્ત પદાર્થ લાવ્યા માટે સ્વામી-અદત્ત, જીવઅદત્ત કે તીર્થંકર-અદત્તનો દોષ ન લાગ્યો પણ જો તે પદાર્થ ગુરુને બતાડ્યા વિના વાપરે તો ગુરુઅદત્તનો દોષ લાગે. - સાધુ-સાધ્વીજી ભગવંતો તો આ ચારે પ્રકારના અદત્તનો ત્યાગ કરે છે, પણ ગૃહસ્થો માટે ત્રણ અદત્તનો તો ત્યાગ કરવો ઘણો મુશ્કેલ છે. સ્વામી અદત્તનો પણ પૂરેપૂરો ત્યાગ કરી શકતા નથી, માટે સંયમજીવન સ્વીકારવું જોઇએ. a શ્રાવક-ત્રીજા વ્રતમાં, જેનો ચોરી તરીકે દુનિયામાં વ્યવહાર થાય છે, તેવી મોટી ચોરીનો(સ્વામી અદત્તનો) ત્યાગ કરે છે. તે સિવાયની અવિરતિને તે ત્યાગી નથી શકતો. તે ત્યાગવા તો સાધુ બનવું જરુરી છે. ચોથા વ્રતમાં સ્થૂલથી (કાયાથી) મૈથુનનો ત્યાગ અથવા સ્વસ્ત્રીમાં મર્યાદા તત્વઝરણું ૧૩૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ લાવવી; અને પાંચમા વ્રતમાં પરિગ્રહની લીમીટ નક્કી કરવી. આ પાંચ અણુવ્રતો ગણાય. સાધુઓને આ પાંચ વ્રતો સંપૂર્ણ હોય, માટે મહાવત ગણાય. - પાંચ મહાવ્રતો સ્વીકારીને દીક્ષા જીવન જીવવાથી અવિરતિનો દરવાજો બંધ થયો પણ કષાય અને યોગ નામના કર્મોને આવવાના બે દરવાજા હજુ ખુલ્લા છે. સાધુને પણ કષાયો હોય. કષાયો બે પ્રકારના છે. (૧) અપ્રશસ્ત (ખરાબ) અને (૨)પ્રશસ્ત (સારા). અપ્રશસ્તને પ્રશસ્તમાં ટ્રાન્સફર કરવા. વ્યક્તિ ઉપર ક્રોધ નહિ કરવાનો, પણ વ્યક્તિમાં રહેલાં દોષો ઉપર ક્રોધ કરવો. પોતાનામાં રહેલાં દોષો જોઇને, તે દોષો પ્રત્યે તિરસ્કાર કરવો. અહંકારને મારા ભગવાન, મારા ગુરુ, મારા ધર્મના ગૌરવમાં-ખુમારીમાં ટ્રાન્સફર કરવો. | માયા ખરાબ છે, મૃષાવાદ (૭) પણ ખરાબ છે. પણ માયા સહિતનો મૃષાવાદ તો વધારે ભયાનક છે. તેથી અઢાર પાપસ્થાનકમાં બંને પાપને જુદા જણાવ્યા પછી પાછા ભેગા સત્તરમા પાપ તરીકે પણ જણાવ્યા. ક્રોધ-માન-માયા નવમા ગુણઠાણે જાય. લોભ તો ઠેઠ દસમા ગુણઠાણે જાય. વાસનાને પેદા કરતો વેદ પણ નવમે ગુણઠાણે જાય. | હાલ ભરતક્ષેત્રમાં વધુમાં વધુ સાતમાં ગુણઠાણા સુધીનો વિકાસ થઇ શકે. તેને સાચો સાધુ જ કહેવાય. તેને પણ સૂક્ષ્મ કષાય-કામવાસનાદિ હોઇ શકે. તેથી કોઇમાં તેવું દેખાય તેટલા માત્રથી તિરસ્કાર કે ધિક્કાર ન કરવો. આ પાના લીસા છે. આ ચિત્ર સરસ છે. આ સંગીત મજાનું છે, સંથારો સુંદર પથરાયો છે. મુહપત્તિ ખૂબ સુકોમળ છે વગેરે વિચારધારા પણ ચોથા વ્રતના અતિક્રમાદિ દોષ રુપ છે. અતિક્રમ એટલે દોષ સેવનની ઇચ્છા. વ્યતિક્રમ એટલે ઇચ્છાપૂર્તિનો સામાન્ય પ્રયત્ન. અતિચાર એટલે તે માટેનો ઘણો પ્રયત્ન. અનાચાર એટલે. ઇચ્છાની પૂર્તિ કરવા દ્વારા વ્રતનો ભંગ. | કષાય નામનું કર્મોનું પ્રવેશદ્વાર દશમા ગુણઠાણા સુધી ખુલ્લું રહે છે. માટે કોઇ સાધુ-સાધ્વીજીમાં સામાન્ય કષાયાદિને જોઇને ભડકો નહિ. નવમા-દશમાં ગુણઠાણા સુધી પણ વાસના અને કષાયોના સૂક્ષ્મ સૂક્ષ્મ દોષો આત્માને સતાવે છે, છતાં તેમનું સાચું સાધુપણું જતું રહેતું નથી. માટે સૂક્ષ્મદોષોને નજરમાં લાવીને દીક્ષા લેતાં અટકવું નહિ. તેવા સંયમીને તિરસ્કારવા નહિ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્ તત્વઝરણું ૧૩૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ ૧૦ બુધવાર. તા. ૦૨-૧૦-૦૨ નિગોદના જીવોની સ્વકાયસ્થિતિ અનંતકાળ છે એટલે કે નિગોદના જીવો મરીને ફરી-ફરી નિગોદમાં અનંતકાળ સુધી ઉત્પન્ન થઇ શકે. નિગોદમાંથી બીજા ભવોમાં ન જાય. નરકમાં જનારો ૩૩ સાગરોપમે પણ બહાર નીકળે. નરકનો જીવ મરીને ફરી તરતના ભવમાં નરકમાં ન જાય. નરકમાંથી છૂટકારો જલ્દી છે પણ નિગોદમાંથી છૂટકારો જલ્દી નથી. આ અપેક્ષાએ નિગોદ તો નરક કરતાંય ભયંકર ગણાય. અત્યારે બીજી નરકથી નીચે ન જવાય તે સાચી વાત, પણ અત્યારે નિગોદમાં તો જવાય જ છે. ત્યાં પહોંચ્યા પછી માનવ ક્યારે બનાશે? નિગોદના જીવોમાં રહેલો અવિરતિ નામનો દોષ તેને અનંતકાળ ત્યાં જન્મમરણ કરાવે છે. રસ નામનો લેખ હીરો સંપૂર્ણપણે અવિરતિ તો સંયમજીવન સ્વીકારીએ ત્યારે દૂર થાય કારણકે શ્રાવકજીવનમાં ય અનુમોદનાનું પાપ તો ખુલ્લું છે. અગ્યારમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સાધુ જેવો ગણાય પણ સાધુ ન ગણાય. અવિરતિ હજુ ચાલુ છે. ઊંચી કક્ષાનો શ્રાવક સાવધવર્જન,ઉદ્દિષ્ટવર્જન,વગેરે કરે તો ય સંવાસાનુંમતિનો દોષ તેનો ઊભો રહે છે. તે તો સંયમજીવન સ્વીકાર્યા પછી જ દૂર થાય. સમ્યક્ત્વ આવતાં મિથ્યાત્વનું પ્રવેશદ્વાર બંધ થાય. સંયમ સ્વીકારતા અવિરતિ દૂર થાય. પણ કષાય અને યોગ ચાલુ રહે. અનંતાનુબંધી કષાયનો ઉદય દૂર થાય ત્યારે સમ્યક્ત્વ મળે. અપ્રત્યાખ્યાનીય કષાયો દૂર થાય ત્યારે દેશવિરતિ આવે. પ્રત્યાખ્યાનીય કષાયો દૂર થાય ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય અને સંજ્વલન કષાયનો ઉદય દૂર થાય ત્યારે યથાખ્યાત ચારિત્ર મળે. સંજ્વલન કષાયોનો ઉદચ ચારિત્રને મલિન કરે, અતિચાર લગાડે પણ ચારિત્રનો ભંગ ન થવા દે. સંયમજીવનમાં પણ સંજ્વલન કક્ષાના કષાયો હોય, છતાં સંયમજીવન ચાલ્યું ન જાય. કષાયોનો ઉદય થાય તો તેને અપ્રશસ્ત ન બનવા દેવા, પણ પ્રશસ્તમાં બદલવાનો પ્રયત્ન કરવો. અભિમાનને ધર્મના ગૌરવમાં-ખૂમારીમાં ફેરવવું. પોતાની મા ને મા કહેવી તે માનું ગૌરવ છે. બીજાની મા ને ડાકણ ન કહેવાય. માસી કહેવાય. તેમ પોતાના ધર્મની ખુમારી હોવી તે ગૌરવ રુપ છે. હોવી જ જોઇએ પણ બીજાના ધર્મને તિરસ્કારાય નહિ. જો તિરસ્કારો તો ધર્મનું ગૌરવ છે એમ ન કહેવાય પણ ઝનૂન છે, એમ કહેવાય. ધર્મનું ગૌરવ સારું, પણ ધર્મનું ઝનૂન ખરાબ. વિષ્ણુકુમાર મુનિનો ક્રોધ પ્રશસ્ત હતો. નમુચિમંત્રીએ સાધુઓને તત્વઝરણું ૧૩૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ દેશનિકાલ કર્યા. વિષ્ણુમુનિ પાસે વાત આવી. સંસારી સંબંધના નાતે તેમણે મંત્રી પાસે ત્રણ ડગલાં જમીન માંગી. વૈક્રિય લબ્ધિ વડે મોટું શરીર બનાવ્યું. બે છેડે બે પગ મૂકીને ગુસ્સામાં નમુચિને પૂછયું, બોલ ! ત્રીજો પગ કચાં મૂકું? નમુચિના માથા ઉપર મૂકીને તેને ખતમ કર્યો. સંયમીઓની રક્ષા કરવા માટે ગુસ્સામાં છે. દેવ-દેવીઓ આકાશમાં રાસડા લે છે. ધીમે ધીમે શાંત પડ્યા. શાસ્ત્રો કહે છે કે તેમને માત્ર ઇરિયાવહીયાનું પ્રાયશ્ચિત્ત આવ્યું કારણકે તેમનો આ પ્રશસ્તકષાય સંજ્વલન કક્ષાનો હતો. દેખાવનો હતો પણ અંદરનો નહોતો. ગળાનો હતો, હૃદયનો નહોતો. ધર્મરક્ષા માટે હતો. તેમનું સંયમ ટકેલું હતું. પુલાક લબ્ધિવાળા સાધુમાં ચક્રવર્તીની છાવણીને ખતમ કરવાની શક્તિ હોય છે. શાસન ઉપર આવેલા આક્રમણને ખાળવા પુલાક લબ્ધિનો ઉપયોગ કરીને આખી છાવણી ખતમ કરવી પડે તો તેનું પ્રાયશ્ચિત્ત તેમને માત્ર ઇરિયાવહીયા આવે, કારણકે તે સંજ્વલન કષાય કહેવાય. આપણે ક્રોધ કરવો જ નહિ. કરવો જ પડે તેમ હોય તો હૃદયથી ન કરાય. ગળાથી કરીને ભૂલી જવાય. સામેવાળા પ્રત્યે સદ્ભાવ ટકાવી રાખવો. સામાન્યથી જે કષાય ૧ વર્ષથી વધારે ટકે તે અનંતાનુબંધી કષાય કહેવાય, તે સમકિત ન રહેવા દે. જૈનપણું જાય. જે કષાય ચાર મહિનાથી વધારે ટકે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય, તે દેશવિરતિ-શ્રાવક જીવન ન આવવા દે. નાનું પણ પચ્ચક્ખાણ ન કરવા દે. જે ૧૫ દિવસથી વધારે ટકે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય. તે સાધુજીવન પ્રાપ્ત થવા ન દે. જે ૧૫ દિવસથી ઓછો કાળ રહે તે સંજ્વલન કષાય કહેવાય. આ સંજ્વલન કષાયોની હાજરીમાં સાધુપણું તો રહે પણ યથાખ્યાત ચારિત્ર ન આવે. યથાખ્યાત ચારિત્ર એટલે ૧૧-૧૨-૧૩-૧૪ મા ગુણઠાણાનું ભગવાને કહેલું ચારિત્ર. તે તો બધા કષાયો દૂર થયા પછી જ પ્રાપ્ત થાય. આત્માનો વિકાસ થતો અટકાવવાનું કાર્ય કષાયો કરે છે. આ કષાયોને વધારે ભયાનક બનતા અટકાવવા પ્રતિક્રમણની આરાધના ગોઠવાયેલી છે. તેમાં કષાયોનું પ્રતિક્રમણ (પાછા હટવાનું) કરવાનું છે. આપણા કષાયોને અનંતાનુબંધી બનતા અટકાવવા વર્ષે સંવત્સરી પ્રતિક્રમણ છે,અપ્રત્યાખ્યાનીય બનતા અટકાવવા ચાર મહીને ચૌમાસી પ્રતિક્રમણ છે;પ્રત્યાખ્યાનીય બનતા અટકાવવા ૧૫ દિવસે પખિ પ્રતિક્રમણ છે. કષાય થાય તો તરત તેની ક્ષમાપના કરવી. છેવટે બાર કલાકથી વધારે તો ન રહેવા દેવા. તે માટે રોજ રાઇ અને દેવસિ પ્રતિક્રમણ કરવાનું છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. fio3 તત્વઝરણું ૧૩૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૧૧ ગુરુવાર. તા. ૩-૧૦-૦૨ ચારિત્ર પાંચ પ્રકારનાં છે. (૧)પુલાક (૨)બકુશ (૩)કુશીલ (૪)નિગ્રંથ અને (૫)સ્નાતક. આ પાંચ ચારિત્રમાંથી બકુશ અને કુશીલ ચારિત્ર અત્યારે છે. તે પાંચમા આરાના અંત સુધી રહેશે. બાકીના ત્રણ ચારિત્રોનો વિચ્છેદ થયો છે. બકુશ અને કુશીલ ચારિત્ર એટલે કાબરચીતરું ચારિત્ર. અનેક અતિચારોથી મલિન બનતું ચારિત્ર. છતાં આ સાચું ચારિત્ર છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણાનું ચારિત્ર છે. આવું ચારિત્ર જીવનારો સાચો સાધુ ગણાય. હા, તેણે પોતાના જીવનમાં લાગતાં અતિચારોનું પ્રાયશ્ચિત્ત કરતા રહેવું જોઇએ. જે દોષો સેવે જ નહિ તે ભગવાન કહેવાય. આપણે ભગવાન નથી. દોષો તો સેવાતા રહેશે. જે સાધુ કે સાધ્વી પોતાના જીવનમાં સેવાતા દોષોનું શુદ્ધમાં શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરતા હોય તે સાચા સાધુ-સાધ્વી કહેવાય. શુદ્ધિ કરવાથી ચારિત્ર ટકે, પણ ચાલ્યું ન જાય. શાસ્ત્રોમાં દસ પ્રકારના પ્રાયશ્ચિત્તો બતાડયા છે. પ્રાયશ્ચિત્તો તો દોષોની શુદ્ધિ માટે જ હોય ને? સાધુના જીવનમાં પણ તેવા મોટા ગંભીર દોષોની સંભાવના હશે ત્યારે જ તેવા મોટા ગંભીર પ્રાયશ્ચિત્તો શાસ્ત્રોમાં બતાડ્યા હશે ને? દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં છેલ્લા ચાર પ્રાયશ્ચિત્તો તો માત્ર સાધુઓને જ આવે. ગૃહસ્થોને નહિ. આ પ્રાયશ્ચિત્તો વહન કર્યા પછી તે સાચો સાધુ જ ગણાય. તેના પ્રત્યે દુભવ ન કરાય. (૧)પોતાની ભૂલની રજૂઆત કરવી તે આલોચના પ્રાયશ્ચિત્ત. (૨)ગુરુના આસનને ભૂલથી પગ અડી ગયો, વગેરેમાં મિચ્છા મિ દુક્કડમ્ કહેવું તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત. (૩)ગુરુની પાસે ભૂલની કબૂલાત કરવા પૂર્વક મિચ્છા મિ દુક્કડમ્ કહેવું તે ઉભય(આલોચના...તિક્રમણ) પ્રાયશ્ચિત્ત. (૪)દોષિત ગોચરી વહોરવી જ નહિ. ભૂલમાં વહોરાઇ ગયા પછી ખબર પડતાં તેનો ત્યાગ કરવો, પરઠવી દેવી તે વિવેક પ્રાયશ્ચિત્ત. (૫)પ્રતિક્રમણમાં બે લોગસ્સનો, એક લોગસ્સનો, સવારે કુસુમિણ કુસુમિણનો ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવો તે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. (૬)મોટા દોષો સેવાતા એકાસણું, ઉપવાસ વગેરે પ્રાયશ્ચિત્ત આવે તે તપ પ્રાયશ્ચિત્ત. ગૃહસ્થોને આ છ પ્રકારના જ પ્રાયશ્ચિત્ત આવે પણ હવે પછીના ચાર પ્રાયશ્ચિત્ત ન આવે. (૯) છેદ પ્રાયશ્ચિત્ત: પગ સડી જઇને ધીમે ધીમે આખા શરીરને ખતમ કરે તેમ હોય તો શરીર બચાવવા પોતાનો પગ કપાવી દેવો પડે તેમ ભયાનક દોષ સેવાઇ જવાના કારણે સમગ્ર સંયમ જીવનને બગડતું અટકાવી દેવા માટે અમુક તત્વઝરણું ૧૩૮ Page #149 -------------------------------------------------------------------------- ________________ અમુક દીક્ષા પર્યાચને કાપી નાંખનારું છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. સેવેલો જે દોષ ૧૮૦ ઉપવાસના તપ પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધ થાય તેમ ન હોય ત્યારે તે દોષની શુદ્ધિ માટે આ છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. તેમાં ૧ મહીનો, ચાર મહીના, છ મહીના, અમુક વર્ષનો દીક્ષા પર્યાય છેદી (કાપી) નંખાય છે. જેટલા પર્યાયનો છેદ કરવામાં આવે તેટલા સમયમાં દીક્ષિત સાધુઓ હવે મોટા બને છે. અત્યાર સુધી તેઓ વંદન કરતા હતા, હવે તેમને વંદન કરવાનું થાય છે. તેનાથી અહંકારનું વિલોપન થાય છે. લોકોમાં ઉઘાડા પડવું પડે છે; પરંતુ તેનાથી તે ગંભીરભૂલની શુદ્ધિ થાય છે. ચારિત્રજીવન અખંડ બને છે. નિર્મળ બને છે. ગીતાર્થ ગુરુદેવ જ આવું પ્રાયશ્ચિત્ત યોગ્ય જીવને આપે. ભૂલ તો ઘણાની થાય; પણ તેની શુદ્ધિ કરનાર ધન્ય છે. તેમના પ્રત્યે દુર્ભાવ નહિ કરવાનો. તેમની શુદ્ધિને વંદના કરવી. (૮) મૂળ પ્રાયશ્ચિત્ત : ગંભીરભૂલના કારણે તમામ દીક્ષા પર્યાય કેન્સલ કરીને નવેસરથી ખાનગીમાં વડીદીક્ષા અપાય. બધાથી તે નાનો થાય. ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ હોય તો ઘરે મોકલવાના બદલે ફરીથી વડીદીક્ષા આપીને ચારિત્રમાં રખાય. સાધુને આઠ પ્રાયશ્ચિત્ત જ હોય ત્યાર પછીનું મું-૧૦મું પ્રાયશ્ચિત્ત ન હોય. (૯)અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત : ગંભીર ભૂલ કરવાના કારણે બધો દીક્ષા પર્યાય કેન્સલ કરાય. અમુક તપાદિ વહન કર્યાં પછી જ તેમને ફરી વડીદીક્ષા અપાય. ત્યારપછી દીક્ષાપર્યાય શરુ થાય. ઉપાધ્યાયને ૧ થી ૯ પ્રાયશ્ચિત્ત આવી શકે. (૧૦)પારાંચિત પ્રાયશ્ચિત્ત : આચાર્યને જ આવે. આમાં બાર વર્ષ સુધી ગુપ્તવાસમાં રહીને કોઇ રાજાને પ્રતિબોધ કરીને જૈન શાસનની પ્રભાવના કરવાની હોય છે. જે પોતાના પાપોનો એકરાર કરે છે, પ્રાયશ્ચિત્ત માંગે છે. મળેલા તે પ્રાયશ્ચિત્તને વિધિપૂર્વક વહન કરે છે,તે મહાન છે. પુણ્યશાળી છે. પુરુષોત્તમ છે. તેમની કદીય નિંદા ન કરવી. તેઓ પાપી ન ગણાય. નહિ તો રહનેમી તે જ ભવમાં મોક્ષે ન જાત. શાસ્ત્રોમાં તેમને પુરુષોત્તમ કહ્યા છે. પગ તો તેમનોય લપસ્યો,પણ તરત પાછા હટી ગયા. પ્રાયશ્ચિત્ત કરી લીધું. પાપી મટીને મોક્ષે ગયા. નંદીષેણ, આર્દ્રકુમાર વગેરેને પણ કર્મીએ પછાડ્યા પણ તેઓ શુદ્ધિ કરીને ફરી ઉત્થાન પામ્યા. પતનના ભયથી ઉત્થાનના માર્ગે જતાં ન અટકાય. પડવાના ભયથી ચાલવાનું બંધ ન કરાય. ચાલતો હોય કે ઊભો થાય તે પડે, સૂતેલો ન પડે. તેથી પડવાના ભયે કાંઇ ચાલવાનું કે ઊભા રહેવાનું બંધ ન કરાય. કાયમ સૂતેલા ન રહેવાય. તેમ દોષો સેવાવાના કે પતન પામવાના ભયે દીક્ષા લેતાં ન અટકાય. દીક્ષા તો લેવાની જ, પતન ન થાય, દોષો ન સેવાય તત્વઝરણું ૧૫૬ ૧૩૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ તેની કાળજી લેવાની. છતાંય ભૂલ થાય તો પ્રાયશ્ચિત્ત કરીને ઊભા થવાનું, સંયમમાર્ગે ફરી દોડવાનું. ૧ થી ૧૦ ગુણઠાણા સુધી કષાયોનો દરવાજો ખુલ્લો હોય છે. ત્યાર પછી માત્ર ચોગના દરવાજે કર્મો પ્રવેશે છે. મન-વચન-કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિઓ યોગ કહેવાય. જયારે તે અશુભ હોય ત્યારે આત્મા દંડાય છે, માટે તે ત્રણ દંડ કહેવાય. જયારે તે શુભ બને ત્યારે તે ત્રણ ગુતિ કહેવાય. ૧૧-૧૨-૧૩ ગુણઠાણે શુભયોગ હોય. ત્યારે શાતાવેદનીય કર્મ બંધાય. તે બે સમય સુધી આત્મા ઉપર રહે. પહેલા સમયે બંધાય, બીજા સમયે ભોગવાઇ જાય. ત્રીજા સમયે ન હોય. - તેરમા ગુણઠાણે રહેલા કેવળજ્ઞાની ભગવંતો વિહાર કરે તે કાયયોગ. દેશના આપે તે વચનયોગ. પોતાના માટે તેમણે કાંઇ વિચારવાનું નથી. કેવળજ્ઞાનના પ્રકાશમાં જે દેખાય તે બોલવાનું છે. પણ જે પ અનુત્તરના વિમાનો છે, તેમાં રહેલા દેવો કયારે ય આ ધરતી ઉપર આવતા નથી. સદા ત્યાં જ સ્વાધ્યાયમાં લીન હોય છે. તેઓ કલ્પાતીત હોય છે. તેમને જયારે કોઇ સવાલ મુંઝવે ત્યારે તેઓ ત્યાં રહ્યા જ ભગવાનને સવાલ પૂછે છે, તેનો જે જવાબ હોય તેને અનુરુપ મનોવણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભગવાન ગોઠવે છે, તે મનયોગ છે. ભગવાને ગોઠવેલા મનોવર્ગણાના પુદ્ગલોને તે દેવો અવધિજ્ઞાનથી જાણીને તેના આધારે પોતાના સવાલનો જવાબ મેળવી લે છે. આ રીતે ભગવાનને ત્રણે યોગ હોય છે. આત્મા આ ત્રણે યોગ સંધીને શૈલેશીકરણ કરીને અયોગી બને ત્યારે ૧૪મુ ગુણઠાણું પ્રાપ્ત થાય. શૈલ પર્વત. શેલેશ= પર્વતોનો રાજા મેરુપર્વત. તેના જેવો આત્માને નિશ્ચલ કરવો તે શેલેશીકરણ કહેવાય. - નાભિ પાસે રહેલા આત્માના આઠ રુચક પ્રદેશો સદાના સ્થિર છે, માટે ત્યાં કદી ય કોઇ કર્મો ચોંટતા નથી. બાકીના બધા પ્રદેશો સતત ચલાયમાન છે, માટે કર્મો ચોંટે છે. પણ ૧૪માં ગુણઠાણે પહોંચેલા આત્માએ શેલેશીકરણ વડે તમામ આત્મપ્રદેશો સ્થિર કર્યા હોવાથી તેમને કોઇપણ કર્મ ચોંટે નહિ. અયોગી હોવાથી યોગનો દરવાજો પણ બંધ થઇ જાય. કર્મોને પ્રવેશવાનો ચારમાંથી એકપણ દરવાજો હવે ખુલ્લો નથી. , , ૩, 2, 7 એ પાંચ હૃસ્વ બોલતાં જેટલો સમય લાગે તેટલો કાળ આત્મા આ ચૌદમા અયોગી ગુણઠાણે રહે. પછી તરત તે મોક્ષે જાય. ત્યાં પણ કર્મો ન બંધાય. આપણે સૌએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ ચારે દરવાજા બંધ કરીને જલ્દીથી મોક્ષે પહોંચવાનું છે. આજથી જ તે માટેનો પુરુષાર્થ આરંભીએ. તત્વઝરણું ૧૪૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૧૩ શુક્રવાર. તા. ૪-૧૨-૦૨ જ્ઞાન ન પ્રગટવા દે તે જ્ઞાનાવરણીય. દર્શન થતું અટકાવે તે દર્શનાવરણીય. જ્ઞાન એટલે જાણવું. દર્શન એટલે જોવું. પહેલાં દેખાય, પછી જણાય. પહેલાં દર્શન થાય પછી જ્ઞાન થાય. કોઇપણ પદાર્થનો સામાન્યથી બોધ થાય તે દર્શન. વિશેષથી બોધ થાય તે જ્ઞાન. રસ્તામાં પસાર થતાં ઘણા બોર્ડ ઉપર નજર ગઇ. તે દર્શન થયું. પણ તેમાંના કેટલાક બોર્ડ ઉપર શું લખેલું છે, તે બરોબર જણાયું, તેનું જ્ઞાન થયું. કાંઇક સાંભળ્યું, જોયું, સૂંઠું, ચાખ્યું, અડ્યા તે દર્શન,પણ શંખનો અવાજ સાંભળ્યો, ગુલાબ જોયું, અત્તર સૂંઠું,ખાંડ ચાખી, રૂ ને અડ્યા તેવો વિશેષ બોધ થયો તે જ્ઞાન. ge જ્ઞાનાવરણીય કર્મના ઉદયે મૂર્ખ, મંદબુદ્ધિ, ભૂલકણા વગેરે બનાય. દર્શનાવરણીયં કર્મના ઉદયે ઊંઘ આવે, ઇન્દ્રિયોમાં ખોડ-ખાંપણ આવે. બહેરાશ, ઝામર, મોતીયો, આંખના નંબર (ચશ્મા) વગેરેમાં દર્શનાવરણીય કર્મનો ઉદય કારણ છે. G ઊંઘ સારી નથી. પાંચ જણને ગબડાવી દેનારા પહેલવાનને ઊંઘમાં નાનકડો છોકરો મારી શકે ! ઊંઘમાં પાંચ ઇન્દ્રિયો અને મન નકામા થઇ જાય. બધી શક્તિ ખતમ થઇ જાય. આત્માના સર્વ ગુણોનો તેટલા સમય માટે ઘાત થાય. માટે ઊંઘને સર્વઘાતી કહી છે. ઊંઘમાં ઘણો બધો કિંમતી સમય વેડફાઇ જાય છે, માટે જરૂર કરતાં વધારે ઊંઘવું ન જોઇએ. - ૧,૨,૪ અને ૮ નંબરના ચાર ઘાતી કર્મો છે. તે સિવાયના ૩,૫,૬,૭ નંબરના ચાર અઘાતી કર્મો છે. ચારે ઘાતી કર્મોનો ઉદય દુઃખનો/પ્રતિકૂળતાનો અનુભવ કરાવતા હોવાથી પાપકર્મો છે. જ્યારે ચાર અઘાતી કર્મોના પેટાભેદોમાં કેટલાક અનુકૂળતા પેદા કરે છે તો કેટલાક પ્રતિકૂળતા લાવે છે, માટે તે પુણ્ય અને પાપ, બંને પ્રકારના છે. જે અનુકૂળતા આપે તે પુણ્યકર્મ અને જે પ્રતિકૂળતા પેદા કરે તે પાપકર્મ કહેવાય. | તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન; એમ જ્ઞાન પાંચ પ્રકારના છે, માટે તે તે જ્ઞાનને પ્રગટ થતાં અટકાવનારા તે તે નામના જ્ઞાનાવરણીય કર્મો પણ કુલ પાંચ પ્રકારના છે. મતિ એટલે બુદ્ધિ. મંદબુદ્ધિ, જડતા, મૂર્ખતા વગેરે મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદયે થાય. પૂર્વભવ યાદ ન આવવામાં આ કર્મ કારણ છે. તે નબળું પડે તો જાતિસ્મરણ જ્ઞાન થાય; તેનાથી પૂર્વભવ યાદ આવે. તત્વઝરણું ૧૪૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ઉદયે જ્ઞાન ન ચડે. ન સમજાય. ગોખીએ તો યાદ ન રહે. ભૂલી જવાય. શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય એટલે જ્ઞાન વધે. વિદ્વાન બનાય. આ ભવ કે પૂર્વભવોમાં જ્ઞાનની અને જ્ઞાનીની આરાધના કરવાથી અને વિરાધનાથી અટકવાથી જ્ઞાનલવિધ પ્રાપ્ત થાય. સ્થૂલભદ્રજીની રક્ષા, ચક્ષદિના વગેરે સાત બહેનો પાસે વિશિષ્ટ જ્ઞાનલબ્ધિ હતી, જેનાથી તેઓને ક્રમશઃ ૧, ૨, ૩,..... o વાર સાંભળતાં યાદ રહી જતું હતું. અવધિ એટલે મર્યાદા. મર્યાદાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન. અવધિજ્ઞાનથી અરૂપી પદાર્થો ન જણાય પણ માત્ર રૂપી પદાર્થો જ જણાય. રુપી પદાર્થો પણ બધા ન જણાય. અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં રહેલા દ્રવ્યોના અમુક પર્યાચો (અવસ્થાઓ) જણાય. મર્યાદાવાળું (લીમીટેડ) જ્ઞાન હોવાથી તે અવધિજ્ઞાન કહેવાય. અમર્યાદિત જ્ઞાન તે કેવળજ્ઞાન. તેમાં કોઇ લીમીટેશન ન હોય. જેને શ૦૬-રુપ-ગંધ-રસ-સ્પર્શ હોય તે રુપી કહેવાય, જેને શબ્દ-સપગંધ-રસ-સ્પર્શ ન હોય તે અસપી પદાર્થ કહેવાય. | ક્ષેત્રની મર્યાદા વધતાં વધતાં ચોદે રાજલોકના તમામ રુપી દ્રવ્યોનું જ્ઞાન થાય તેને લોકાવધિજ્ઞાન કહેવાય. મહામહીનાની કડકડતી ઠંડીમાં કટપૂતનાએ પોતાની જટામાં ઠંડું પાણી લઇને જ્યારે પરમાત્મા મહાવીરદેવ ઉપર શીત ઉપસર્ગ કર્યો હતો ત્યારે તેને સમતાથી સહન કરતાં ભગવાનને લોકાવધિજ્ઞાન થયું હતું. પછી પરમાવધિ જ્ઞાન થયું, જેમાં અલોકનું પણ જણાય.જેને પરમાવધિજ્ઞાન થાય તેને તે જ ભવમાં કેવળજ્ઞાન થયા વિના ન રહે. અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનમાં રહેલા ભાવોને જાણે તે મન:પર્યવજ્ઞાન. અત્યારે કોઇને ન થાય. ભગવાનને જન્મથી પહેલાં ત્રણ જ્ઞાન હોય. જ્યારે તેઓ દીક્ષા લે ત્યારે તેમને આ ચોથું મન:પર્યવજ્ઞાન થાય. મન:પર્યવજ્ઞાનનો સંબંધ સાધુવેશ સાથે છે. સાધુવેશ લીધા વિના હજુ કેવળજ્ઞાન કોઇને થઇ શકે, પણ મન:પર્યવજ્ઞાન તો કોઇને ય ન થાય. સાધુવેશના આ મહત્ત્વને જાણીને જલદીથી સંસારી વાઘા ઉતારીને સંચમધરનો વેશ ધારણ કરવાની ભાવના ભાવવી જોઇએ. અવધિજ્ઞાન જનરલ ફીઝીશીયન જેવું છે તો મન:પર્યવજ્ઞાન સ્પેશ્યાલીસ્ટ ડોટર જેવું છે. જનરલ ફીઝીશીયન ડોક્ટરને બધા રોગો અને તેની દવાનું સામાન્ય જ્ઞાન હોય જ્યારે સ્પેશ્યાલીસ્ટ ડોકટરને એક અવયવના રોગોનું, તેની દવાનું વિશેષ જ્ઞાન હોય. અવધિજ્ઞાનીને જુદા જુદા અનેક રુપી પદાર્થોનો બોધ તત્વઝરણું ૧૪૨ Page #153 -------------------------------------------------------------------------- ________________ થાય, જ્યારે મન:પર્યવજ્ઞાની રુપી પદાર્થોમાંના એક મનોવર્ગણાના પુદ્ગલોને વિશેષ રુપે જાણે. | ભલે આંખના રોગોના નિષ્ણાત આઇ સ્પેશ્યાલીસ્ટ હોય પણ જનરલ ફીઝીશીયન આંખના સામાન્ય ઉપચારો ન જાણે એમ નહિ. તે જ રીતે મન:પર્યવજ્ઞાની ઘણા ક્ષેત્ર - કાળના સંજ્ઞી જીવોના વિચારોને ભલે વિશદ રીતે જાણે પણ વિશિષ્ટ અવધિજ્ઞાની પણ અમુક જીવોના મનના વિચારોને સામાન્યથી જાણી શકે ખરા. તેથી જન્મથી મતિ-શ્રુત અને અવધિજ્ઞાનને ધારણ કરનારા પરમાત્મા મહાવીરદેવે મેરુપર્વત ઉપર જન્માભિષેક કરતાં પહેલા ઇન્દ્રના મનમાં પડેલી શંકાને અવધિજ્ઞાનના ઉપયોગથી જાણી હતી. e કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન. અમર્યાદિત જ્ઞાન. રુપી-અપી; તમામે તમામ પદાર્થોનું જ્ઞાન. તમામ ક્ષેત્રો અને તમામ કાળમાં રહેલા તમામ દ્રવ્યોના તમામે તમામ પર્યાયોનું એકી સાથે જ્ઞાન તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેવાય છે કારણકે તે બધું જ જાણે છે. તેના જ્ઞાનની બહાર કાંઇ જ રહેતું નથી. - ચશ્માવાળી વ્યક્તિ ચશ્માનો ઉપયોગ કરે તો દેખી શકે, ન કરે તો ન દેખી શકે. તેમ પહેલા ચાર જ્ઞાનનો ઉપયોગ મૂકો તો જણાય, ઉપયોગ ન મૂકો તો ન જણાય. નંબર વિનાની તેજસ્વી આંખવાળાને જોવા માટે ચશ્માનો ઉપયોગ કરવાની જરૂર નહિ તેમ કેવળજ્ઞાનીને જાણવા માટે ઉપયોગ મૂકવાની જરૂર નહિ. વગર ઉપયોગે તે બધું જ જાણે. જ્ઞાન તો આત્મામાં જ રહ્યું છે. તે બહાર નથી. પુસ્તક, પાઠશાળા કે સ્કૂલ-કોલેજમાં નથી. બધા આત્મામાં સરખું છે, પણ ઓછા-વત્તા જ્ઞાનાવરણીય કર્મથી ઢંકાયેલું હોવાથી ઓછું-વતું પ્રગટ થયેલું જણાય છે. આપણે સંપૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાનું છે. તે માટે જ્ઞાનાવરણીય કર્મને દૂર કરવું જરૂરી છે. તે દૂર થાય, તેમાં ફેરફાર થાય, ત્યારે અંદર રહેલું જ્ઞાન પ્રગટ થાય, | બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ નિકાચિત હોય તો દૂર ન થાય. અનિકાચિત હોય તો સમ્યફ પુરુષાર્થ વડે તે દૂર થઇ શકે છે. તે માટે જ્ઞાન-જ્ઞાનીની આરાધના કરવાની. તેમની જરાપણ વિરાધના ન થઇ જાય તેની કાળજી રાખવી. વિરાધના કરવાથી નવું જ્ઞાનાવરણીય કર્મ બંધાય. નવું જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય અને જુનું બંધાયેલું નાશ પામે તે માટે આપણે સમ્યક્ પ્રયત્નો કરવા જોઇએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. તત્વઝરણું ૧૪૩. Page #154 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૧૪ શનિવાર, તા. પ-૧૦-૦૨ (૧) જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા જેવું છે. જોવાની શક્તિ છે પણ પાટા બાંધેલા છે, તેથી ન દેખાય. આત્મામાં જાણવાની શક્તિ છે પણ આ કર્મના કારણે ન જણાય. આ કર્મના પાંચ પેટા પ્રકાર છે. (૨) દર્શનાવરણીય કર્મના નવ પ્રકારો છે. આ કર્મ દ્વારપાળ જેવું છે. રાજાની ઇચ્છા હોવા છતાં દ્વારપાળ દૂતને અટકાવે તેમ આત્માની જોવાની શક્તિ હોવા છતાં આ કર્મ અટકાવે. (૩) આત્માનો સ્વભાવ છે અવ્યાબાધ સુખનો. દુઃખની ભેળસેળ વિનાના સુખનો. પણ તેને ઢાંકીને ભૌતિક સુખ-દુઃખ પ્રાપ્ત કરાવનારું વેદનીય કર્મ છે. તે મધ લીધેલી તલવારની ધાર ચાટવા જેવું છે. ઘડીક સુખ-ઘડીક દુઃખ આપે છે. તેના બે પ્રકારો છે. (૪) વીતરાગી આત્માને કામ, ક્રોધી, અહંકારી બનાવવાનું કાર્ય મોહનીય કર્મનું છે. તે દારુ જેવું છે. દારૂનો નશો ભાન ભૂલાવે છે. માતાબહેન-દીકરી-પત્ની વચ્ચેનો વિવેક વિસરાવે છે, તેમ મોહનીય કર્મ મુંઝાવે છે. સાચાને ખોટું તો ખોટાને સાચું મનાવે છે. બિહામણા સંસારને સોહામણો મનાવે છે. તેના ૨૮ ભેદ છે. (૫) આત્માના જન્મ-મરણ ન હોય. તે તો શાશ્વત છે. પણ આયુષ્યકમ જન્મ-મરણ કરાવે છે. તે જેલની બેડી જેવું છે. જેલમાંથી છટકી ન શકાય. સજા પૂરી થયા પછી રહી ન શકાય તે રીતે આયુષ્યકર્મ પૂર્ણ ન થાય તો આપઘાત કરવા છતાંય ન મરાય. પૂર્ણ થઇ જાય તો લાખ પુરુષાર્થે પણ ન બચાય. મરવું જ પડે. આ કર્મ ચાર પ્રકારનું છે. (૬) રુપ-રંગ વિનાના આત્માને જાતભાતના શરીર આપવાનું કામ નામકર્મનું છે. તે ચિત્રકાર જેવું છે. તેને જેવી ઇચ્છા થાય તેવું ચિત્ર દોરે તેમ નામકર્મ પ્રમાણે શરીરના આકાર-રંગ-રૂપ મળે. તેના ૧૦૩ પ્રકારો છે. () સમાન આત્માઓમાં પણ ઉચ્ચ-નીચનો વ્યવહાર કરાવનારું ગોત્રકમ કુંભારના ઘડા જેવું છે. કેટલાક ઘડા ઘી ભરવા, તો કેટલાક દારુ ભરવા કામ લાગે તેમ આ કર્મના કારણે કોઇ સન્માનને પાત્ર થાય તો કોઇ ધિકકારને પાત્ર બને. તેના બે પ્રકાર છે. . (૮) આત્મા અનંતી શક્તિનો માલિક છે. અંતરાયકર્મ તે શક્તિને કુંઠિત, કરે છે. રાજભંડારી (ખજાનચી) જેવું આ કર્મ છે. રાજાની ઇચ્છા હોય તો ય રાજભંડારી તેને દાન કરતાં અટકાવે છે, તેમ આ કર્મ દાન દેતાં,લાભ મેળવતાં, તત્વઝરણું ૧૪૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ ભોગ ભોગવતાં અટકાવે છે. તેના પાંચ પ્રકારો છે. PSI 0 ૫ આઠે કર્મોના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૧૦૩, ૨ અને ૫ ભેદો મળીને કુલ ૧૫૮ કર્મો થાય છે. ચાર ઘાતીકર્મોમાં સૌથી વધુ ૨૮ પેટાભેદો મોહનીયકર્મના છે,તો ચાર અઘાતીકર્મોમાં સૌથી વધુ ૧૦૩ પેટાભેદો નામકર્મનાં છે. ભલે સૌથી વધુ ભેદો નામકર્મના હોય પણ તેની તાકાત ઘણી નથી. ભયાનક તો મોહનીય કર્મ છે. તે બધાનો રાજા છે. જ્યાં સુધી તે ખતમ ન થાય ત્યાં સુધી બાકીના કર્મો આત્માને પરેશાન કરી શકે; પણ મોહનીય કર્મ ખતમ થતાં બાકીના કર્મો નકામા બની જાય. આત્માને હેરાન કરવાની તેમની તાકાત ખતમ થઇ જાય. માટે આપણે મોહનીય કર્મને ખતમ કરવા બધી સાધના કરવાની છે. હનીય કબુત માં મોહનીય કર્મ ખતમ થતાં, તેના ગાઢ ત્રણ મિત્રો જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય અંતર્મુહૂર્તમાં ખતમ થાય જ. બાકીના ચાર અઘાતી કર્મો આત્માને સલામ ભરવા માંડે. સહાયક બને. આત્માને મોક્ષે જતાં ન અટકાવી શકે. ચારે ઘાતીકાં પાપકમાં છે. ચાર અઘાતી કર્મો પાપ અને પુણ્ય; એમ બે વિભાગમાં વહેંચાયેલા છે. તેથી ઘાતીકર્મોની ચિંતા કરવાની છે, જે આત્માના ગુણોનો ઘાત કરે છે. અઘાતી કર્મોની બહુ ચિંતા કરવાની જરુર નથી. અરે ! અઘાતી કર્મોમાંના પુણ્ય કર્મો તો આત્માને ફેવર કરનારા છે. તીર્થંકર નામકર્મ તો ભગવાન બનાવે. જૈન શાસનની સ્થાપના કરાવે. આહારકશરીર નામકર્મના ઉદયે આહારક શરીર બનાવીને સીમંધરસ્વામી ભગવાનની ૠદ્ધિ જોવા જઇ શકાય. સતાવતા સવાલનો જવાબ ભગવાન પાસેથી મેળવી શકાય. આદેય નામકર્મથી સર્વ માન્ય બનાય. યશનામકર્મથી યશ મળે. તેથી ચાર અઘાતીકર્મોથી ગભરાવાની જરાય જરુર નથી. આપણે તો ચાર ઘાતી કર્મોને ખતમ કરવાની જરુર છે. તેમાં ય મોહનીય કર્મને ખતમ કરવા સૌથી વધુ પુરુષાર્થ કરવો જરુરી છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કે અંતરાય કર્મને નબળું પાડીએ તો મોહનીય નબળું પડે જ એમ નહિ પણ મોહનીયને ખતમ કરીએ તો બાકીના ત્રણેને ખતમ થવું જ પડે. માટે એ ત્રણને ખતમ કરવાનો પ્રયત્ન ન કરતાં મોહનીયને ખતમ કરવા માટે બધું બળ વાપરવું જોઇએ. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી વિદ્વાન્ બનાય. મોહનીયના ક્ષયોપશમથી વૈરાગી બનાય. વૈરાગ્ય પેદા ન કરે તેવી વિદ્વતા શું કામની? Blogge Prof po તત્વઝરણું ૧૬૪ ૧૪૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વિનાનો વૈરાગ્ય ચાલે પણ વૈરાગ્ય વિનાનું જ્ઞાન ન ચાલે. સંયમજીવનની પાત્રતા જ્ઞાન નહિ પણ વૈરાગ્ય છે. ભગવાન અને ગુરુને સમર્પિત રહેવાથી, તેમની આજ્ઞા પાળવાથી મોહનીય કર્મ નબળું પડે, નાશ પામે. તેથી ભગવાનની બધી આજ્ઞા માનવી. શક્તિ પ્રમાણે પાળવાનો પ્રયત્ન કરવો. જે આજ્ઞા ન પાળી શકો તે માટે હૃદયમાં ભારોભાર દુઃખ જોઇએ. - આત્માનો વિકાસ જ્ઞાનાવરણીય કર્મ નબળું પડવાથી પેદા થતાં જ્ઞાનના આધારે નહિ પણ મોહનીય કર્મ નબળું પડતાં પ્રાપ્ત થતાં વૈરાગ્ય તથા આચારના આધારે છે. અનંતાનુબંધી કષાયો પેદા કરનારું મોહનીયકર્મ નબળું પડે એટલે સમકિત આવે. અપ્રત્યાખ્યાનીચ કષાયો દૂર થાય એટલે શ્રાવકજીવન આવે. પ્રત્યાખ્યાનીય કષાયો દૂર થાય એટલે સંયમજીવન મળે અને સંજવલન કષાયો જાય એટલે યથાખ્યાત ચારિત્ર આવે. - હવે તમે એવું કહી શકો ખરા કે પાંચ પ્રતિક્રમણ આવડે એટલે સમકિત આવે, ચાર પ્રકરણ ભણે એટલે શ્રાવક બનાય. છ કર્મગ્રંથ ભણીએ એટલે સાધુ જીવન મળે? ના, જ્ઞાનના આધારે નહિ, વૈરાગ્ય અને આચારના આધારે જ જીવન ઉન્નત બની શકે. માટે વૈરાગી, આચાર સંપન બનવાનો પ્રયત્ન સતત કરવો જોઇએ. - છ કર્મગ્રંથ, તત્ત્વાર્થ વગેરેનું જ્ઞાન મેળવીને પંડિત બની ગયા પછી પણ રાત્રિ ભોજન ન છોડે, કંદમૂળ ન છોડે, સામાયિક-પ્રતિક્રમણ પ્રત્યે રુચિ ન હોય તો કેવું ગણાય? આવું કેમ? કારણકે તેમણે જ્ઞાનાવરણીય કર્મ નબળું પાયું, પણ મોહનીય કર્મને નબળું ન પાડ્યું. તે તેમણે જ્ઞાન મેળવ્યું, પણ વૈરાગ્ય ન મેળવ્યો. જ્ઞાન ઓછું હોય તો હજુ ચાલે, પણ વૈરાગ્ય ઓછો હોય તો ન ચાલે. જેના ચોથા વ્રતના ઠેકાણા ન હોય તેવો જ્ઞાની ચડે કે ચોથા વ્રતમાં મજબૂત હોય તેવો અલ્પ જ્ઞાની ચડે? છો ભણીને દીક્ષા લેજે. હજુ તો તું ઘણું ઓછું ભણ્યો છે. ઉતાવળ શું છે? આવું ન બોલાય. દીક્ષા લીધા પછી આખી જીંદગી ભણવાનું જ છે ને? દીક્ષા માટે વૈરાગ્ય જોઇએ. વૈરાગ્ય જોરદાર હોય તો દીક્ષા અપાય. વહેલી દીક્ષા થશે તો વધારે ભણશે. ભણવા માટે સંસારમાં રાખવા માંગતા હોય તેને પૂછવાનું મન થાય છે કે વધુ સમય સંસારમાં ભણી શકાય કે સંયમમાં ભણી શકાય? આપણું આકર્ષણ જ્ઞાન ઉપર નહિ, વૈરાગ્ય ઉપર જોઇએ. જ્ઞાની કરતાં તત્વઝરણું | ૧૪૬ Page #157 -------------------------------------------------------------------------- ________________ સંયમીને વધારે પૂજવા જોઇએ. સંયમી પ્રત્યે જેટલો આદર વધારશો તેટલા સંયમીઓ વધશે. પ્રવચનો સાંભળીને માત્ર જ્ઞાની બનો તો ન ચાલે. જીવનનું નક્કર પરિવર્તન થવું જોઇએ. અમારું ચોમાસું સફળ કે નિષ્ફળ? તેનું બેરોમીટર તમે કોને ગણો છો? વ્યાખ્યાનમાં કેટલા આવ્યા તે? શિબિરોમાં ૨૫૦૦ આવે છે તે ? કેટલો તપ થયો તે? કેટલા મહોત્સવો થયા તે? કેટલા બેન્ડવાજા વાગ્યા તે? કેટલા લાખ રૂપીયા ખર્ચાયા તે? તો આપણે ભૂલીએ છીએ. ચોમાસાની સફળતાનું બેરોમીટર તો તે ગણાય કે કેટલા લોકો પામ્યા? કેટલાના જીવનમાં નક્કર પરિવર્તના આવ્યું? ક્રોધ કેટલાએ ઓછો કર્યો? કડવા શબ્દો બોલવાના કેટલાએ ઓછા કય? આત્મિક વિકાસ કેટલાએ સાધ્યો? | આ રાગ-દ્વેષ જેટલા ઘટે તેટલું પરિવર્તન ગણાય. આરાધનાઓ કરીને કે પ્રવચનો સાંભળીને રાગ-દ્વેષ વધારવાનું ન કરાય. તત્ત્વજ્ઞાની બનીને કે વિશિષ્ટ પ્રવચનકાર બનીને કે જાત-જાતની શાસન પ્રભાવનાઓ કરી-કરાવીને તમે ફે અમે પોતાના અનાદિકાળના અહંકાર વગેરે કષાયોને પોષવાનું કામ કરીએ તો કેમ ચાલે? કી | જૈન શાસનની તમામ આરાધનાઓ આપણા અનાદિના દોષો/કષાયોને નાશ કરવા માટે છે. હવે તે આરાધનાઓ આપણા અંગત રાગ-દ્વેષને પોષવા માટે શી રીતે કરાય? ગુણવાનોને પૂજે. ગુણવાનોના ગુણો ગાઓ. ગુણવાનોને બધે આગળ કરો તો ગુણવાનો વધશે. પૈસાદારોને મુખ્ય કરીશું તો પૈસાનું મહત્ત્વ વધશે. પ્રવચનકારોને પૂજશો, બીરદાવશો, તેમના જ ગુણગાન ગાશો તો બધા શાસ્ત્રો ભણવાનું છોડીને, પુસ્તકો વાંચીને પ્રવચનકાર બનવા લાગશે. વક્તા બનશે, પણ જ્ઞાની નહિ બને. તેમની પરિણતિ નહિ ઘડાય. વૈરાગ્ય નબળો પડશે. કદાચ જીવન જોખમમાં મૂકાશે. જે શાસ્ત્રોના જ્ઞાનીઓને આગળ કરશો, બીરદાવશો, તેમના ગુણ ગાશો તો બધા શાસ્ત્રો ભણવા લાગશે. શાસ્ત્રીય જ્ઞાનથી તેમની પરિણતિ ઘડાશે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. | તત્વઝરણું | ૧૪૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો સુદ- ૨ મગળવાર, તા. ૮-૧૦-૦૨, પાંચ પ્રકારના જ્ઞાનમાં પહેલા ચાર જ્ઞાન ઓછા-વત્તા પ્રમાણમાં થાય પરંતુ પાંચમ કેવળજ્ઞાન તો ક્યારે થાય ત્યારે સંપૂર્ણ જ થાય. - પહેલા ચાર જ્ઞાન તે તે જ્ઞાનાવરણીય કર્મના ચોપશમથી થાય છે. ક્ષયોપશમ ઓછો-વધારે થતો હોવાથી, તેનાથી પ્રગટ થતું જ્ઞાન પણ ઓછા વધારે પ્રમાણમાં હોય. કેવળજ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ નાશ થવાથી જ થાય. માટે તે એકી સાથે સંપૂર્ણ જ થાય, ઓછા-વધારે પ્રમાણમાં નહિ. આ બધા કેવળજ્ઞાનીઓનું કેવળજ્ઞાન એક સરખું જ હોય, કારણકે બધાને જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયો છે. આદિનાથ, નેમીનાથ, મહાવીર સ્વામી, સીમંધરસ્વામી, ગૌતમસ્વામી, ચંદનબાળાજી, મૃગાવતીજી વગેરેના કેવળજ્ઞાનમાં કોઇ ફરક નહિ. તમામે તમામ અરિહંત ભગવંતો, સિદ્ધભગવંતો, કેવળજ્ઞાનીઓ વગેરેનું કેવળજ્ઞાન સરખું જ હોય. જ્યારે જુદા જુદા આત્માઓના મતિજ્ઞાન વગેરે ચારે જ્ઞાનો જુદા જુદા પ્રકારના હોય. પ્રાયઃ એક સરખા ન હોય. - ચૌદ પૂર્વધરોને શ્રુતકેવલી કહેવાય છે. તે તમામને ૧૪ પૂર્વોનું સૂત્રથી (શબ્દથી) જ્ઞાન એક સરખું હોય પણ અર્થથી બધાનું જ્ઞાન સમાન ન હોય. શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ બધાનો જુદો જુદો હોવાથી તેમના અર્થબોધમાં જુદાપણું હોય છે. I એક ચૌદપૂર્વી કરતાં બીજા ચૌદ પૂર્વીનો બોધ (૧) અનંતગુણ વધારે (૨)અસંખ્યાતગુણ વધારે (૩)સંખ્યાતગુણ વધારે (૪)સંખ્યાત ભાગ વધારે (૫) અસંખ્યાત ભાગ વધારે કે (૬)અનંત ભાગ વધારે એમ છ પ્રકારે વધારે હોઇ શકે છે. એ જ રીતે એક ચૌદપૂર્વી કરતાં બીજા ચૌદપૂર્વીનો બોધ ઉપરના છ પ્રકારે ઓછો પણ હોઇ શકે છે. આમ, બધા જીવોનું શ્રુતજ્ઞાન સરખું નથી પણ ઓછું-વધારે છે. ' | રાજાના મંત્રીમંડળમાં રહેલા જુવાનિયાઓને ઘરડામંત્રીઓ સહન થતા નહોતા. તેમણે રાજાને કહ્યું કે “સાઠે બુદ્ધિ નાઠી' કહેવત તો આપ જાણો છો ને? ઘરડાઓને બદલે યુવાનમંત્રીઓ લો તો કેવું? રાજા કહે છે, “તમારી વાત વિચારણીય છે. પણ પહેલા તમે મને જવાબ આપો કે રાજાના મોઢા ઉપર કોઇ લાત મારે તો તેને શું કરવું જોઇએ? જુવાનિયાઓ બોલ્યા “એમાં પૂછવાનું શું? તેને ફાંસીએ ચડાવી દેવો. પછી રાજાએ વૃદ્ધમંત્રીઓને બોલાવીને એ જ સવાલ પૂછયો. છે. યુવાનવયમાં લોહી ગરમ હોય. ઉતાવળીયો સ્વભાવ હોય. જલદીથી તત્વઝરણું ૧૪૮ Page #159 -------------------------------------------------------------------------- ________________ આપ આપના રાજકી તો પાછળ મારે. મોના તલવારથી મસ્તક આવેશમાં આવી જાય. સારાસારનો વિચાર બરોબર ન કરી શકે. વૃદ્ધો પીઢઅનુભવી હોય. દીર્ઘદૃષ્ટા હોય. સારા-ખોટાના વિચાર કરીને ગંભીરતાથી નિર્ણય લે. તેથી તો કહેવત છે ને કે, “ઘરડાં ગાડા વાળે.'' જ વૃદ્ધમંત્રીઓએ પરસ્પર વિચારણા કરીને કહ્યું કે, “રાજન ! આપના મોઢે લાત મારનારને રાજ્ય આપવું જોઇએ.” જુવાનિયા બોલ્યા ! “જોયું ને રાજન ! ઘરડાઓની બુદ્ધિ કેટલી છે? તે જાણી લીધું ને?'' - રાજાએ વૃદ્ધોને તેમના જવાબ પાછળનું રહસ્ય પૂછ્યું. તેઓ કહે, “રાજન! આપના મોઢે લાત કોણ મારે? દુશ્મનો તો તલવારથી મસ્તક ઉડાડે. તીરથી વીંધી દે. લાત મારે તો પાછળ મારે. મોઢા ઉપર કેવી રીતે મારે? આ તો આપ આપના રાજકુંવરને ખોળામાં રમાડતા હો ત્યારે તેની લાત આપના મોઢે વાગે તેમ બને ! રાજકુંવરને ફાંસી અપાય કે રાજ્ય અપાય? રાજાએ યુવાના મંત્રીઓને કહ્યું, “સાંભળી આમની વાત ! આમની પાસે અનુભવોનો નિચોડ છે? હવે સમજાઇ ગયું ને કે તેમની સલાહ હું વારંવાર કેમ લઉ છું?” યુવાનોની બુદ્ધિ જુદી, વડિલોની બુદ્ધિ જુદી, કારણકે બુદ્ધિ પેદા કરનારો મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જુદો જુદો છે. તે જ રીતે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પણ જુદા જુદા જીવોનું જુદા જુદા પ્રકારનું હોય છે. માત્ર કેવળજ્ઞાન એવું છે કે જે બધાને સરખું જ હોય. થોડું આવ્યા પછી ધીમે ધીમે વધતું જાય તેવું ચાર જ્ઞાનમાં બને પણ કેવળજ્ઞાનમાં નહિ. તે તો એકી સાથે પૂરેપૂરું જ થાય. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન. - જ્ઞાનાવરણીય કર્મ બંધાઇ ન જાય તેની કાળજી રાખવી. જે બાંધેલું છે તેનો નાશ થાય તે માટે પ્રયત્ન કરવો. પેલા માલતુષ મુનિ ! જ્ઞાનાવરણીય કર્મનો એવો ઉદય થયો કે કાંઇ યાદ ન રહે. ગુરુએ કહ્યું કે, વધુ ન ભણાય તો કાંઇ નહિ. “મા રુષ મા તુષ” આ એક વાકય ગોખી દો. એમાં બધા આગમોનો સાર આવી જાય છે. કોઇના ઉપર રોષ ન કરીશ કે કયાંય તોષ ન કરીશ. ગુસ્સો ન કરીશ કે સુખમાં લીન ના બનીશ. બધે સમભાવ રાખજે.” જ્ઞાનસારમાં પૂ. યશોવિજય મ. સાહેબ જણાવે છે કે એક માત્ર નિવણ-મોક્ષ પદને વારંવાર ભાવિત કરવામાં આવે તો તે એક પદનું જ્ઞાન પણ મોક્ષ અપાવવા સમર્થ છે. તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. વધારે પદોના જ્ઞાનનો આગ્રહ નથી. એક પદ પણ વૈરાગ્યની પરિણતિ પેદા કરે તો પર્યાપ્ત છે. વૈરાગ્ય પેદા ના કરે તેવા ઢગલાબંધ પદો મેળવવાનો શો અર્થ? આત્માના કલ્યાણનો આધાર તત્વઝરણું ૧૪૯. Page #160 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન નહિ પણ નિર્મળ પરિણતિ છે. રાગ-દ્વેષની મંદતા છે. વૈરાગ્ય છે, તે ન ભૂલવું. JOVING ‘મા રુષ મા તુષ' આટલા શબ્દો પણ તે મુનિને યાદ નથી રહેતા. ભૂલમાં માપતુષ માપતુષ ગોખાય છે. મુનિઓ ભૂલો કાઢે તો સુધારે છે, પણ પાછું માષતુષ માષતુષ થઇ જાય છે. બધાએ તેમનું નામ માપતુષમુનિ પાડી દીધું. મુનિ વધુને વધુ ગોખવાનો ઉધમ કરે છે, પણ દીન નથી બનતા. આર્તધ્યાન નથી કરતા. ધર્મ માટે પણ આર્તધ્યાન ન કરાય. જ્ઞાન ન ચડે તો દીન ન બનાય. હાય-વોય ન કરાય. આર્તધ્યાન ન કરાય. નહિ તો અજ્ઞાન પરિષહ હારી ગયા ગણાય. કર્મોના કારણે જ્ઞાન ન ચડે તો જ્ઞાન મેળવવાનો ઉદ્યમ કરવો. તપ ન શકે . ૨૨ પરિષહોને સહેવાના છે. તેમાં અજ્ઞાનપરિષહ અને પ્રજ્ઞાપરિષહ આવે છે. જ્ઞાન ન ચડે, ન આવડે, ન યાદ રહે તો દીન બની જઇએ, હાયવોય કરીએ તો અજ્ઞાન પરિષહ હારી ગયા કહેવાઇએ. તેવા સમયે જ્ઞાન મેળવવાનો ઉદ્યમ કરવા સાથે મેં પૂર્વે કેવા જ્ઞાનાવરણીય કર્મો બાંધ્યા હશે કે જેથી આ સ્થિતિ નિર્માણ થઇ? તેનો વિચાર કરીને તે પાપોનો પશ્ચાત્તાપ કરવો. તેવી વિરાધના ન કરવાનો, જ્ઞાનની આરાધના કરવાનો સંકલ્પ કરવો. પરંતુ લઘુતાગ્રંથીથી પીડાવાની જરુર નથી. આત્મવિશ્વાસ કેળવીને નવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો. જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થવાના કારણે બીજાની અપેક્ષાએ વધારે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેનો અહંકાર ન થઇ જાય તેની જાગૃતિ રાખવાની છે. નહિ તો પ્રજ્ઞા પરિષહ હારી જવાશે. મળેલા જ્ઞાનને પચાવવાનું છે, પણ ગુરુતાગ્રંથીનો ભોગ બનવાનું નથી. જેમ જેમ આંબા ઉપર કેરી આવતી જાય તેમ તેમ ડાળીઓ ઝુકતી જાય છે, તેમ જ્ઞાન વધતાં નમ્ર બનવું જોઇએ.સી જ્ઞાનસારમાં પૂ. યશોવિજયજી મ. સાહેબ જણાવે છે કે જો તું ગુણો વડે પૂર્ણ છે, તો તારે જાત પ્રશંસા કરવાની શી જરુર છે? તારે હજુ શું મેળવવાનું બાકી છે કે જેના માટે તારે જાત પ્રશંસા કરવી પડે ! અને જો તું ગુણો વડે પૂર્ણ નથી તો પણ તારે જાત પ્રશંસા કરવાની શી જરુર છે? તારી અધૂરી જાત તને જ્યારે દેખાય છે ત્યારે તું જાતપ્રશંસા કરી શકે જ શી રીતે? આમ કોઇપણ કારણે જાતપ્રશંસા કરાય નહિ. દુનિયામાં શેરના માથે સવાશેર પણ હોય છે. તેથી આપણા કરતાં ચડિયાતાને નજરમાં લાવીને અહંકારને દૂર કરવો. આ કાળમાં પોતાનાથી ચડિયાતા કોઇ ન જ જણાતા હોય તો પૂર્વના કાળમાં થયેલી તેવી ચડિયાતી ૨ ૧૫૦ તત્વઝરણું Page #161 -------------------------------------------------------------------------- ________________ વ્યકિતઓને નજરમાં લાવીને તેની અપેક્ષાએ પોતાની હલકાઇ વિચારીને પણ અહંકાર કાબૂમાં લેવો. ચૌદપૂર્વધરની સામે આપણું જ્ઞાન કેટલું? તીર્થકરોની અપેક્ષાએ આપણું પુણ્ય કે રુપ કેટલું? શી રીતે અહંકાર કે આત્મપ્રશંસા કરી શકાય? - જે અહંકારી હોય તેને પોતાના સિવાયના બધા તુચ્છ લાગે. હલકા લાગે. lam everything એનું સૂત્ર બને. પણ આપણે તો am nothing ને આપણું સૂત્ર બનાવવાનું છે. નમ્ર બનવા માટે આ વાત છે, પણ લાચાર, દીન કે હતાશનિરાશ બનવાની વાત નથી. આ ભવમાં કે ભૂતકાળમાં થયેલા તમામ પાપો બદલ વારંવાર પશ્ચાત્તાપા કરવાનો છે. ચૌધાર આંસુએ રડવાનું છે. સિંહ-વાઘ-કૂતરા-બિલાડાના ભવોમાં શું આપણે પાપો નથી કર્યા? આ ભવમાં પણ પાપો નથી કર્યા? તો રડતા કેમ નથી? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે મળેલા જ્ઞાનના અભિમાનથી અક્કડ કેમ બનીએ છીએ? કે માપતુષ મુનિ ગમે તેટલું ગોખે તો ય “મા રુષ મા તુષ યાદ રાખી શકતા નથી. વારંવાર ભૂલી જાય છે. ખોટું બોલાય છે. બીજા મુનિઓ યાદ કરાવે તો. તેમની ઉપર ગુસ્સે નથી થતાં, પણ તેમનો વારંવાર ઉપકાર માને છે. પોતાના મંદ ક્ષયોપશમને નજરમાં લાવીને પૂર્વ ભવોમાં બાંધેલા જ્ઞાનાવરણીય કર્મો બદલા પશ્ચાત્તાપ કરે છે. ( ૧૨ વર્ષ વીતી ગયા. રોજ ભણવાનો ઉધમ ચાલુ છે. પણ યાદ રહેતું નથી. અડધી રાતે જાગી જાય છે. પશ્ચાત્તાપમાં લીન બન્યા. જ્ઞાનની કેવી કેવી વિરાધનાઓ કરી હશે? તે યાદ કરી કરીને માફી માંગવા લાગ્યા. પશ્ચાત્તાપની તીવ્રતાએ તેમને ધ્યાનમાં લીન કરી દીધા. ક્ષપકશ્રેણી મંડાઇ. ઘાતકર્મો નાશ પામ્યા. તેઓ કેવળજ્ઞાન પામ્યા.. હસતા હસતા કેવળજ્ઞાન કોઇને મળ્યું નથી. રડતાં રડતાં કેવળજ્ઞાન કોને નથી મળ્યું? તે સવાલ છે ! પાપો બદલ રડી તો જુઓ. આપણે પશ્ચાત્તાપથી રડવાની સાધના કરવાની છે. એઠાં મોઢે બોલીએ, વાંચીએ, ભણીએ, જ્ઞાન કે જ્ઞાનના ઉપકરણોને ઘૂંક લગાડીએ, પગ અડાડીએ, નીચે જમીન ઉપર મૂકીએ, તે બધું લઇને સંડાશબાથરુમમાં જઇએ, ખાઇએ, બગલમાં રાખીએ, તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય. જેમાં અક્ષરો કે આંકડા હોય તે જ્ઞાન કહેવાય. ઘડિયાળ, પૈસા વગેરેમાં અક્ષરો-આંકડાઓ હોય છે. અક્ષર-આંકડાવાળી ઘડિયાળ, પૈસા-કપડા સાથે તત્વઝરણું - ૧૫૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ સંડાસ-બાથરુમ ન જવું. પુસ્તક-છાપું જમીન ઉપર રાખીને ન વંચાય. સંડાશમાં છાપું ન વંચાય. અક્ષરોવાળા કપડા છોકરાઓને ન પહેરાવાય. કપડા-ચશ્મા વગેરે ઉપર રહેલા અક્ષરો દૂર કરવા જોઇએ, ગોળી ગળતાં પહેલા, સાબુનો ઉપયોગ કરતાં પહેલા તેની ઉપરના અક્ષરો પણ દૂર કરવા જોઇએ. રુપીયા ગણતાં, ચોપડી-નોટના પાના ફેરવતાં ચૂંક ન અડાડવું. કવરઅંતર્દેશીય ટીકીટ વગેરે ચોંટાડવા ઘૂંક ન લગાડવું એમ.સી પીરીયડમાં વંચાય-લખાય-ભણાય નહિ. જ્ઞાનને અડાય નહિ. સ્કૂલ-કોલેજના પુસ્તકો, નવલકથા કે છાપું વગેરે પણ ન વંચાય. શાસ્ત્રોમાં જે અ, બ, ક, ડ અક્ષરો આવે છે, તે જ છાપા-પુસ્તકો વગેરેમાં આવે છે, તેની આશાતના ન કરાય. અ, આ, ઇ વગેરે સ્વરો તથા ક, ખ, ગ, ઘ વગેરે વ્યંજનો માતૃકાપદો કહેવાય. તેનું ધ્યાન ધરવાથી ક્ષયોપશમ વધે. ધારણાશક્તિ, સ્મરણશક્તિ વધે. આ માતૃકાપદોની આશાતના ન કરાય. ટૂંકમાં જે જે રીતે જ્ઞાનની આશતના થતી હોય તે બંધ કરવી. સાથે સાથે જ્ઞાન અને જ્ઞાનીનો વિનય કરવો-જ્ઞાનના આઠે આચારોનું બરોબર સેવન કરવું. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. आँख पर पट्टी जैसा | ધટાડા નાના રણીયા. b loose invois de આ તત્વઝરણું ૧૫૨ | ૧૫ર Page #163 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો સુદ - ૪ બુધવાર. તા. ૯-૧૦-૦૨ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચારો શાસ્ત્રોમાં જણાવ્યા છે. તે આચારો આચરવામાં ન આવે તો પણ કર્મબંધ થાય. વલસાડ, જ્ઞાનાવરણીય કર્મ ન બાંધવા આઠ પ્રકારના જ્ઞાનાચારનું સેવન કરવું જોઇએ. તેમાં કોઇ અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઇએ. છતાં કોઇ અતિચાર સેવાઇ જાય તો તેની આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ. (૧)કાળ : દવાનો, જમવાનો, ઓફીસનો જેમ નિયત સમય હોય છે, તેમ જ્ઞાન મેળવવાનો પણ કાળ હોય છે. યોગ્ય કાળે જ્ઞાન ભણાય. અકાળે ન ભણાય. જ્ઞાન ભણવું તે સારી વાત છે, પણ તે અકાળે ભણવું તે દોષરૂપ છે. લોહી,માંસ વગેરે અશુચિના કારણે અસજઝાય થાય, તેમાં સ્વાધ્યાય કરીએ તો દોષ. સ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય ન કરીએ તો દોષ. યોગ્ય કાળે ન ભણીએ તો દોષ. અકાળે ભણીએ તો દોષ. સવાર-સાંજ પ્રતિક્રમણનો તથા મધ્યાહનૢ પૂજાના સમયે અકાળ હોય, તેથી સહજ રીતે અકાળમાં સ્વાધ્યાય અટકી જાય. ૧ પૂર્વ કે તેથી વધારે પૂર્વોના જ્ઞાનીએ રચેલા શાસ્ત્રો કે તેમાંથી ઉદ્ધરેલા ગ્રંથોનો પાઠ અસ્વાધ્યાયમાં કે અકાળમાં ન કરાય.વાચના,પૃચ્છના,પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા,આ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંથી અનુપ્રેક્ષા સ્વાધ્યાય નો ક્યાંય નિષેધ નથી. અકાળ અને અસજઝાયમાં પણ અનુપ્રેક્ષા મનન - ચિંતન રુપ સ્વાધ્યાય તો થઇ શકે છે. બાકીના ચાર પ્રકારના સ્વાધ્યાયનો નિષેધ છે. = = (૧)સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ (૨)સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ (૩)પુરિમુઠ્ઠની આગળ-પાછળની ૨૪-૨૪ મિનિટ મળીને ૪૮ મિનિટ અને (૪)મધ્યરાત્રિની આગળ-પાછળની ૨૪-૨૪ મિનિટ મળીને ૪૮ મિનિટ, આ ચાર સંધ્યા કહેવાય છે. ત્રણ રાત્રે આવે. એક દિવસે આવે. આ ચારે સંધ્યા સ્વાધ્યાય માટે અકાળ છે. તેમાં દેવવંદન-પૂજા-પ્રતિક્રમણાદિ થઇ શકે, જાપ કરાય, પણ પૂર્વધર રચિત સૂત્રોના ચાર પ્રકારના સ્વાધ્યાય ન થાય. ચૈત્રી-આસો ઓળીમાં સુદ પાંચમના પુરિમુż થી વદ બીજના સૂર્યોદય સુધી અસજ્ઝાય ગણાય. અસઝાયમાં કે અકાળે ભણવામાં આવે તો દેવ-દેવી નુકશાન કરે તેવી સંભાવના છે. તેવા સમયે દેવ-દેવીઓ બહાર નીકળ્યા હોય. મંત્રાક્ષરો સાંભળતાં તેમનું ધ્યાન આપણી તરફ ખેંચાય. તેમાં કોઇ મિથ્યાત્વી દેવ-દેવી હોય તો તેને આપણી ઉપર ગુસ્સો આવે. તે આપણને હેરાન કરે. તત્વઝરણું - ૧૫૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ "કયારેક ગાંડો બનાવી દે, તો કયારેક કેવલીપ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ કરી દે. આવું ન થવા દેવા અકાળ અને અસજઝાયમાં સ્વાધ્યાય ન કરવો. આવશ્યક નિર્યુક્તિમાં દૃષ્ટાંત આવે છે. ખ્યાલ ન રહેવાથી સાધુ સૂર્યાસ્ત પછી અકાળમાં સ્વાધ્યાય કરી રહ્યો છે. સમકિતી દેવતાનું ધ્યાન ગયું. કોઇ મિથ્યાત્વી દેવ-દેવી નુકશાન ન કરે તે માટે મહીયારીનું રુપ લઇને છાશ વેચવા ત્યાં આંટાફેરા કરવા લાગી. સાધુનું ધ્યાન જતાં તે કહે છે, “અરે ! આ કાંઇ છાશ વેચવાનો સમય છે?' તરત તેણે કહ્યું “તો શું? આ કાંઇ સવાધ્યાયનો કાળ છે? અકાળ થઇ ગયો. નુકશાન થશે. માટે ભણવાનું મૂકી દો.” અને સાધુ અટકી ગયા. દિવસ અને રાત્રિનો પહેલો અને છેલ્લો પ્રહર મળીને કુલ ચાર પ્રહર સ્વાધ્યાય કરવાનો કાળ છે. ત્યારે સ્વાધ્યાય ન કરીએ તો અમને દોષ લાગે. બંને પ્રતિક્રમણમાં વંદિત્તાની જગ્યાએ બોલાતા પગામસઝાય સૂત્રમાં ચાર પ્રહર સ્વાધ્યાય ન કર્યો હોય તો અમે તેની ક્ષમા માંગીએ છીએ. | ભણવાના સમયે ન ભણીએ તો ન ચાલે. ધાર્મિક જ્ઞાન મેળવવા પુરુષાર્થ કરવો. તેમાં ઉપેક્ષા ન ચાલે. સ્કૂલ-કોલેજનું શિક્ષણ મેળવવા યુશન-લેશન વગેરે માટે કેટલા સિરીયસ છો. તો ધાર્મિક અભ્યાસ માટે સરિયામ ઉપેક્ષા કેમ? જ્યારે અનુકૂળતા મળે ત્યારે સ્વાધ્યાયમાં લીન બનવું જોઇએ. તેનાથી પરિણતિ ઘડાય. વૈરાગ્ય પુષ્ટ થાય. સાચા-ખોટાનો વિવેક આવે. સમતા સધાય. દીકરા-દીકરીઓને અર્થ સહિત છ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કરાવવો. તે પહેલાં તેમના નોકરી-ધંધા કે લગ્ન અંગે વિચારણા ન કરવી. આ તો પાયાનું જ્ઞાન કહેવાય. તેના વિના ન ચાલે. પંચેન્દ્રિય જીવોના કલેવર, લોહી, ચામડી વગેરે અશુદ્ધિ ૧૦૦ ડગલામાં હોય તો સ્વાધ્યાય ન થાય. વસતિ અશુદ્ધ ગણાય. રાજા વગેરેનું મોત થતાં રાષ્ટ્રિય શોક હોય તો સ્વાધ્યાય ન થાય. ધુમ્મસ તો સંયમઘાતી છે. તેમાં સ્વાધ્યાય તો ન થાય, પડિલેહણાદિ ક્રિયા પણ ન થાય. વિહાર ન થાય. બોલાય નહિ, નવકારવાળી ગણવા આંગળી પણ ન હલાવાય. ન વંચાય, ન લખાય, કામળી. ઓઢીને બેસી જવાનું. મનમાં અનપેક્ષા સ્વાધ્યાય થાય. . વિહાર કરતા હોઇએ તો સ્કૂલ-મંદિર-ઉપાશ્રય કે છેવટે ઝાડ નીચે પણ કામળી ઓઢીને બેસી જવું પડે. ધુમ્મસ વિખરાય પછી આગળ વિહાર કરાય. શરમ ન રખાય. જે શરમાય તે ધરમ ન કરી શકે. કાચા પાણીનો ગર્ભ અકાળે ફાટવાથી ધુમ્મસ થાય છે. અપકાયની ભયાનક વિરાધના થાય. સંસારમાં તો તત્વઝરણું are ૧૫૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ ધુમ્મસમાં તમારી ગાડીઓ દોડે છે. બધા આરંભ-સમારંભ થાય છે. સંસારમાં કોણ આવી જયણા પાળી શકે? માટે સંસારમાં ન રહેવાય. જલ્દીથી જલ્દી દીક્ષા જીવન સ્વીકારવું જોઇએ. વિવિધ પ્રકારની અસજઝાયનું વર્ણન પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. તેમાંથી જાણીને તે કાળે સ્વાધ્યાય ન કરવા ધ્યાન રાખવું. (૨)વિનય : વિનય પાયાનો ગુણ છે. વિનય વિના વિધા ન આવે. જ્ઞાન તથા જ્ઞાનદાતા ગુરુનો વિનય કરવો. વ્યાખ્યાન, પાઠશાળા વગેરેમાં પાંચ મિનિટ વહેલા પહોંચવું. મુહપત્તિ અને પુસ્તક અડાડીને ન રાખવા. જ્ઞાનને નાભિથી ઉપર સ્થાપવું. જ્ઞાન કે જ્ઞાની ઉપર થૂંક ન ઉડે તે રીતે ગાથા ગોખવીઆપવી-લેવી. ઊભડક પગે બેસીને, બે હાથ જોડીને ઉલ્લાસ પૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે વિનય કહેવાય. શ્રેણિક મહારાજાએ સિંહાસન ઉપર બેસીને ચંડાળ પાસેથી વિધા મેળવવા પ્રયત્ન કર્યો તો ન મળી. તે ચંડાળને સિંહાસને બેસાડીને, પોતે સામે વિનયપૂર્વક ઊભા રહીને ગ્રહણ કરી તો આવડી. (૩)બહુમાન : બહુમાન એટલે અંતરંગ પ્રીતિ. હૃદયમાં ઉછળતો બહુમાનભાવ. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે હૃદયમાં ઉછળતો અહોભાવ જોઇએ. જ્ઞાન લેતી વખતે વાતો કરવી,ડાફોળીયા મારવા, માળા ગણવી, નવસ્મરણાદિ ગણવા વગેરે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેના ઉપેક્ષાભાવને જણાવે છે. તેનો ત્યાગ કરવો. (૪)ઉપધાન : સૂત્રો ભણવા માટે તપાદિ અનુષ્ઠાન કરાય તે ઉપધાન કહેવાય. પહેલું અઢારીયું કર્યા વિના નવકાર ભણવાનો અધિકાર નથી. પછીના અઢારીયા, છકીયા, ચોકીયા, પાંત્રીશુ, અઠ્ઠાવીશું વગેરે પણ જુદા જુદા સૂત્રો ભણવાનો અધિકાર મેળવવા માટે છે. અનુકૂળતાએ તે ઉપધાનો અવશ્ય કરવા જોઇએ. નાનપણમાં શક્તિ-સમજણ નહોતી. તેથી ઉપધાન ન કરી શકવા છતાં નવકાર ગણવાથી વંચિત ન રહો તે માટે મહાપુરુષોએ કરુણા કરીને એવી આશાએ ભણવા દીધા કે જ્યારે શક્તિ આવશે ત્યારે ઉપધાન કરી લેશે. હવે છતી શક્તિ-અનુકૂળતાએ તે ન કરીએ તો તેમનો વિશ્વાસઘાત ન ગણાય? By અમારે પણ ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર વગેરે આગમગ્રંથો ભણવા-ભણાવવાનો અધિકાર મેળવવા જે જોગ કરવાના હોય છે, તે અમારા માટે એક પ્રકારના ઉપધાન છે. તે તે યોગ કર્યાં પછી જ તે તે સૂત્રો ભણવા ભણાવવા જોઇએ. જોગ ભણવા માટે કરવાના છે, તો જોગ કરવા છતાં તે તે સૂત્રો ન ભણીએ તો પણ કેમ ચાલે? જેના જેના જોગ કર્યાં હોય તે તમામ તત્વઝરણું ૧૫૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ આગમો અનુકૂળતાએ તરત વાંચવા જોઇએ. | (૫) અનિલન : નિલવ એટલે છૂપાવવું, ભૂલી જવું. જે વિદ્યાગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું હોય તે વિદ્યાગુરુના ઉપકારને કદી ભૂલવો નહિ. કોઇ પૂછે તો તેમના બદલે બીજાનું નામ ન કહેવું. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જેની પાસે એક પદ પણ શીખ્યા હોઇએ તે વિદ્યાગુરુનો માત્ર ભણતા હોઇએ ત્યારે જ નહિ, પણ કાયમ માટે વિનય સાચવવો. માત્ર કાયાથી નહિ, મન અને વચનથી પણ બે હાથ જોડીને સત્કાર કરવા પૂર્વક વિનય કરવો પણ તેમનો ઉપકાર કદી ભૂલવો નહિ. એક પરિવ્રાજક પાસે વિધા હતી. તે ચાલે ત્યારે તે વિધાના બળે તેનું ત્રિશૂળ આકાશમાં ચાલતું હતું. રાજએ પૂછયું, “આ વિધા આપે કોની પાસેથી મેળવી?' તેમણે કોઇ ચંડાલાદિ હલકી વ્યક્તિ પાસેથી તે વિધા મેળવી હતી. તેનું નામ દેતા તેમને શરમ આવી. “રાજાને શું લાગશે? આવી હલકી વ્યક્તિ પાસે હું ભણ્યો?' આ અહંકારે તેમને ભૂલાવ્યા. તેમણે કહ્યું, “હિમાલય ઉપર વસતાં અમુક મહાતપસ્વી મહષિ પાસેથી મેળવી છે.” આ રીતે તેમણે પોતાના વિદ્યાગુરુનું ખોટું નામ જણાવ્યું. તરત જ આકાશમાંથી ત્રિશૂળ નીચે પડી ગયું. વિધા ચાલી ગઇ! (૬-૭-૮) સૂત્ર-અર્થ-તદુભય સૂત્ર શુદ્ધ બોલવા-ગોખવા. જોડાક્ષરો બોલવામાં ભૂલ ન કરવી. મીંડા ભૂલવા નહિ. ન હોય ત્યાં મીંડુ ઉમેરવું નહિ. સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક બોલવા. એકાદ અક્ષર કે શબ્દ ઓછો-વધારે ન બોલાય તેની કાળજી લેવી. સબસ્કૂણું એટલે સર્વજ્ઞ ભગવંત. એક‘ન' ઓછો બોલાય તો સવનૂર્ણ થાય. તેનો અર્થ ‘બધાથી હલકા ભગવાન' થાય. કેવો અનર્થ થયો ! સૂત્રોનો અર્થ પણ પોતાની બુદ્ધિ-કલ્પનાથી ન કરતા શાસ્ત્ર સાપેક્ષ કરવો. સૂત્ર અને અર્થ; બંને વિચારાતા, બોલાતા, સમજાવાતા હોય ત્યારે તે બંનેમાં કયાંય શાસ્ત્રવિરુદ્ધ ન થાય તેની કાળજી રાખવી. જ્ઞાનની આરાધના માટે જ્ઞાનપંચમી તપ કરવો. પાંચ જ્ઞાનના ૨૮+૧૪+૬+૨+૧ = પ૧ ભેદ હોવાથી પ૧ સાથીયા, પ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૫૧ ખમાસમણા, ઉપવાસ વગેરે દર સુદ પાંચમે કરવું. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું રીયા ની ડિ૨૧ તe Do saber તત્વઝરણું le ૧૫૬ Page #167 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ આસો સુદ- પ ગુરુવાર, તા. ૧૦-૧૦-૦૨ પાંચ જ્ઞાન છે. તેમાં શ્રુતજ્ઞાન વાચાળ છે, બાકીના ચાર જ્ઞાન મૂંગા છે. બાકીના ચાર જ્ઞાનથી જે જણાય તેને તેઓ પોતે રજૂ ન કરી શકે. તેને રજૂ કરવા શ્રુતજ્ઞાનની જરુર પડે. આમ, શ્રુતજ્ઞાન જાણે છે અને પાંચે જ્ઞાનથી થયેલો બોધ બીજાને જણાવે પણ છે જ્યારે બાકીના ચાર જ્ઞાન બોધ કરે છે, પણ પોતાનાથી થયેલો બોધ પોતે જણાવી શકતા નથી. આ, અપેક્ષાએ શ્રુતજ્ઞાન મુખ્ય છે. ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મોક્ષ થાય; પણ આપણને આ ભવમાં કેવળજ્ઞાન શકય નથી. તેથી આપણા માટે શ્રુતજ્ઞાન મુખ્ય છે. કેવળજ્ઞાની ભગવાનનો અત્યારે વિરહ છે. તેમના દર્શન આપણને દેરાસરમાં ભગવાનની પ્રતિમામાં થાય. તે રીતે કેવળજ્ઞાનનો પણ હાલ વિરહ છે. તે કેવળજ્ઞાનના દર્શન શ્રુતજ્ઞાનમાં થાય કારણકે કેવળજ્ઞાનમાં જાણેલું શ્રુતજ્ઞાનમાં રજૂ થયું છે. માટે કેવળજ્ઞાન મેળવવાની ઇચ્છાવાળાએ શ્રુતજ્ઞાન મેળવવા વિશેષ ઉધમ કરવો જરુરી છે; પણ અફસોસની વાત છે કે ૫૦૦ રુપીયાની નોટ મૂકીને જ્ઞાનપૂજન કરનારા ૨૦ મિનિટ માટે પણ તે શ્રુતજ્ઞાન ગોખવા-મેળવવા ઉધમ કરવા તૈયાર નથી ! આ તો કેવું કહેવાય? હવે નથી લાગતું કે ઓછામાં ઓછી ૨૦ મિનિટ તો રોજ ગોખવું જ છે. ટીપે ટીપે સરોવર ભરાય તે ન્યાયે રોજ થોડું થોડું ગોખતાં ઘણું આવડી જશે. પ્રયત્ન કરી તો જુઓ. | શબ્દ અને અર્થની પરસ્પર વિચારણા વિનાનું જ્ઞાન તે મતિજ્ઞાન, પણ શબ્દ અને તેની સાથે સંબંધ ધરાવતા અર્થ (પદાર્થ) ની વિચારણા પૂર્વકનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. કોઇ પૈડો શબ્દ બોલ્યું. તેનાથી પેંડો શબ્દ સંભળાયો. પણ પેંડો શબ્દનો અર્થ દૂધના માવાનો બનેલો એક ગળ્યો પદાર્થ એવો બોધ ન થયો તો તે મતિજ્ઞાન કહેવાય. પણ પેંડો શબ્દ સાંભળ્યા પછી આ પેંડો શબ્દ બોલીને. સામેવાળી વ્યક્તિ દૂધના માવાની બનેલી ગળી મીઠાઇ વિશે કહે છે, તેવો જે બોધ થાય તે શ્રુતજ્ઞાન કહેવાય. કોઇ કન્નડ કે તેલુગુમાં કાંઇ બોલે તો આપણને તે કયા શબ્દો બોલ્યો? તે સંભળાય છે ત્યારે મતિજ્ઞાન થયું ગણાય. આપણે તે ભાષા ન જાણતા હોવાથી તેનો અર્થ ન સમજાય. તેથી શ્રુતજ્ઞાન ન થયું ગણાય. બીજાને જ્ઞાન આપીએ, અપાવીએ, તે માટે અનુકૂળતા કરીએ તો આપણને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનાવરણીય કર્મ નબળું પડે. તેથી તત્વઝરણું ૧પ૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના પુસ્તકો વગેરેની ભક્તિ કરવી જોઇએ. ધાર્મિક અધ્યાપકો - પંડિતજી વગેરેનું યથાયોગ્ય સન્માન કરવું જોઇએ. દર્શનાવરણીય કર્મના ઉદયે ઇન્દ્રિયોમાં ખોડખાંપણ વગેરે આવે. ઇન્દ્રિયો પાંચ છે. તેના ૨૩ વિષયો છે. જે ઇન્દ્રિય જેને ગ્રહણ કરે છે તેનો વિષય કહેવાય. શ્રોત્રેન્દ્રિય ત્રણ પ્રકારના શબ્દોને ગ્રહણ કરે. (૧)સચિત્ત ઃ જીવથી પેદા થયેલો શબ્દ. (૨)અચિત્ત : અજીવથી પેદા થયેલો શબ્દ અને (૩)મિશ્ર : લેંડ, વાજીંત્ર વગેરેમાં જીવની સહાયથી અજીવ વાજીંત્રનો અવાજ. ચક્ષુરિન્દ્રિય (આંખ) પાંચ પ્રકારના રુપને ગ્રહણ કરે. (૧)લાલ (૨)લીલું (૩) પીળું (૪)કાળું અને (૫)સફેદ. in ધ્રાણેન્દ્રિય (નાક) બે પ્રકારની ગંધને ગ્રહણ કરે. (૧)સુગંધ અને (૨)દુર્ગધ. રસનેન્દ્રિય (જીભ) પાંચ પ્રકારના રસ(વાદ)ને ગ્રહણ કરે. (૧)ખાટો (૨)તીખો (૩)તૂરો (૪) કડવો અને (૫)ગળ્યો. અહીં ખારો રસ જુદો ગયો નથી કારણકે પાંચે રસો ભેગા થાય એટલે ખારો રસ બને. માટે ખારા મીઠાને સબરસ કહેવાય છે. - - સ્પર્શનેન્દ્રિય આઠ પ્રકારના સ્પર્શને ગ્રહણ કરે. (૧)ગુરુ= ભારે (૨)લઘુત્ર હલકું (૩)શીત(૪) ઉષ્ણ(પ)મૃ૬(૬) કર્કશ ()નિગ્ધ(ચીકણું) અને (૮)ક્ષ. પાંચે ઇન્દ્રિયો દ્વારા આ ૨૩ વિષયો પરખાય છે. તેમાં આસક્તિ ન થઇ જાય તેની સતત સાવધાની રાખવી જરૂરી છે. જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા પોતાના વિષયોનો સામાન્ય બોધ થાય તેને દર્શન કહેવાય. વિષયનો અનુભવ કરવો તે દર્શન. આ દર્શનને જે અટકાવે તે દર્શનાવરણીય કર્મ કહેવાય. તેના નવ પેટાભેદો છે. ' (૧) આંખથી જે સામાન્ય બોધ થાય તે ચક્ષુદર્શન કહેવાય. (૨) આંખ સિવાયની બાકીની ઇન્દ્રિયો અને મનથી જે સામાન્ય બોધ થાય તે અચક્ષુદર્શન કહેવાય. આપણા જેવા છઘસ્થ જીવોને પહેલા દર્શન થાય, પછી જ્ઞાન થાય. મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન થતાં પૂર્વે આ ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન થાય છે. (૩) અવધિજ્ઞાન થતાં પૂર્વે રુપી પદાર્થોનો જે સામાન્ય બોધ થાય તે અવધિદર્શન (૪) કેવળજ્ઞાનની સાથે કેવલદર્શન હોય. મન:પર્યવજ્ઞાન સીધું જ વિશેષ બોધ રુપે થતું હોવાથી તેની પૂર્વે કોઇ દર્શન થતું નથી. આમ ચાર દર્શન થયા. તેને અટકાવે તે દર્શનાવરણીય કર્મ તત્વઝરણું - ૧૫૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ પણ ચાર પ્રકારનું થયું. તેમાં પાંચ પ્રકારની નિદ્રા (ઉંઘ) ને લાવનારા પાંચ કર્મો ઉમેરીએ તો દર્શનાવરણીય કર્મના નવ પ્રકારો થાય. [ (૧)નિદ્રા : કૂતરા કે સ્ત્રી જેવી સામાન્ય નિદ્રા. જરાક ખખડાટ થાય તો જાગી જવાય તેવી નિદ્રા. (૨)નિદ્રા-નિદ્રા : ઘસઘસાટ ઊંઘ, દંઢોળીને ઉઠાડીએ. ત્યારે માંડ ઊઠે; તેવી ઊંઘને નિદ્રા-નિદ્રા કહેવાય. (૩)પ્રચલા ઃ બેઠાં બેઠાં કે ઊભા ઊભા જે ઊંઘ આવે તે પ્રચલા. ઘોડા-ગધેડા-ગાય-ભેંસ વગેરે પશુઓને પ્રચલા ઊંઘ હોય. કેટલાક માણસોને પણ આ ઊંઘ હોય છે. (૪)પ્રચલા પ્રચલા : ચાલતાં ચાલતાં ઊંઘ આવે છે. કેટલાક થાકેલા ઘોડા-બળદો ઊંઘતા-ઊંઘતા ઘોડાગાડી-બળદગાડા વગેરે ચલાવતા જોવા મળે છે. તેમને આ પ્રચલા-પ્રચલા નામની ઊંઘ હોય છે. (૫)વિણદ્ધિ નિદ્રા : આ ભયાનક ઊંઘ છે. થિસદ્ધિ નિદ્રામાં દિવસે વિચારેલું કાર્ય રાત્રે ઉંઘમાં કરી દે. જાતે તે કાર્ય કરવા છતાં તેને એમ લાગે કે મેં સ્વપ્નમાં અમુક કાર્ય કર્યું છે. | વિણદ્ધિનિદ્રાવાળો આત્મા દીક્ષા માટે અયોગ્ય છે; કારણકે આ ઊંઘમાં તેનો પોતાની ઉપર કંટ્રોલ રહેતો નથી. આ ઊંઘમાં તે વિષય કે કષાય સંબંધિત એવા કાતિલ કાર્યો કયારેક કરી બેસે છે કે જેનાથી ખૂબ શાસનહીલના થાય. આવી શાસનહીલના ન થવા દેવા થિણદ્ધિનિદ્રાવાળાને દીક્ષા અપાતી નથી. જો કોઇ સંયોગમાં દીક્ષા અપાઇ ગઇ હોય, પછી ખબર પડે તો તેને પાછા ઘરે મોકલી દેવા પડે, પણ દીક્ષા જીવનમાં ન રખાય. આ પાંચે નિદ્રા લાવનારા પાંચ દર્શનાવરણીય કર્મો છે. 2 વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. राजाका द्वारपाल जैसा - T He is તનાવરકરવE TIE. તત્વઝરણું ૧૫૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો સુદ - ૬ શુક્રવાર તા. ૧૧-૧૦-૦૨ દર આપણે આઠ કર્મોની વિચારણા કરી રહ્યા છીએ. ચક્ષુદર્શન અને સમ્યગ દર્શન જુદી ચીજ છે. આંખ વડે દેખાય તે ચક્ષુદર્શન. પરમાત્માની વાતોમાં પૂર્ણ શ્રદ્ધા તે સમ્યગદર્શન. ચક્ષુદર્શનને અટકાવવાનું કામ ચક્ષુદર્શનાવરણીય કર્મી કરે તો સમ્યગદર્શનને અટકાવવાનું કામ દર્શનમોહનીય કર્મ કરે. ચક્ષુદર્શનાવરણીય કર્મના ઉદયે આંખના નંબર આવે. મોતીયો-ઝામર વગેરે થાય. આંખોનું તેજ ઓછું થાય. કાણા-આંધળા બનવું પડે. અતિસૂક્ષ્મ વસ્તુ ન દેખાય. પાછળની વસ્તુ ન દેખાય. આંખના પીયાં વગેરે ખૂબ નજીકની વસ્તુ ન દેખાય. | કોઇની કીકી કાળી હોય તો કોઇની ભૂરી કે માંજરી હોય. તેની પાછળ આ ચક્ષુદર્શનાવરણીય કર્મ કારણ નથી, પણ નામકર્મ કારણ છે. કીકીઓના કલર બદલાવાથી જોવામાં ફરક પડતો નથી. અચક્ષુદર્શનાવરણીય કર્મના ઉદયથી આંખ સિવાયની બાકીની ઇન્દ્રિયો માં ખોડખાંપણ આવે. બહેરાશ, મુંગાપણું વગેરે આવે. બીજાને આંધળા,બહેરા, બોબડા, મુંગા, તોતડા, કહેવાથી કે તેમની તેવી મશ્કરી કરવાથી આ દર્શનાવરણીય કર્મ બંધાય. ઘણું ઊંઘ-ઊંઘ કરવાથી પણ આ કર્મ બંધાય. તેથી થાક ઉતારવા જરુરી ઊંઘ સિવાય બહુ ઊંઘવું નહિ. ઊંઘ સારી ચીજ નથી. ઊંઘવાના સમય દરમ્યાન બધા ગુણોનો ઘાત થાય છે. આહાર અને ઊંઘ, વધારીએ એટલા વધે અને ઘટાડીએ તેટલા ઘટે. તેમાં વધારો-ઘટાડો કરવો તે આપણા હાથની વાત છે. જરૂર કરતાં વધારે ખાવું નહિ કે ઊંઘવું નહિ. સામાન્ય રીતે તંદુરસ્ત યુવાનની ઊંઘ છ થી સાડા છ કલાકની ગણાય. તેનાથી નાની નાની ઉંમરવાળાની ઊંઘ વધારે હોય. મોટા-મોટાની ઊંઘ ઓછી-ઓછી હોય. પાંચ નિદ્રાઓ ઉત્તરોત્તર ચડિયાતી છે. સૌથી ભયાનક, કાતિલ નિદ્રા વિણદ્ધિ નિદ્રા કહેવાય. થિસદ્ધિ પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત ‘સ્યાનદ્ધિ છે. સ્થાન = થીજેલી. અદ્ધિ = સમૃદ્ધિ. જે કાતિલ નિદ્રામાં આત્માની ગુણસમૃદ્ધિ સાવ થીજેલા જેવી થાય તે સ્થાનદ્ધિ = થિણદ્ધિ નિદ્રા કહેવાય. થિણદ્ધિ નિદ્રામાં પહેલા સંઘયણવાળાનું બળ પ્રતિવાસુદેવ જેટલું થાય. છઠ્ઠા સંઘયણવાળાનું બળ પણ હોય તેના કરતાં સાત-આઠ ગણું થાય. આવા બળ વડે તે ભચાનક વિરાધનાઓ ઊંધમાં કરી બેસે. આપણને છેલ્લું છઠ્ઠું સંઘયણ છે. ભગવાનને પહેલું સંઘયણ હોય. તત્વઝરણું a ,.. ૧૦. Page #171 -------------------------------------------------------------------------- ________________ સંઘયણ એટલે શારીરિક બળ. ધૃતિ એટલે મનનું બળ. જેટલું શારીરિક બળ વધારે તેટલી માનસિક વૃતિ વધે. જેટલું સંઘચણ જોરદાર તેટલું મનોબળ મજબૂત થાય. ધર્મની આરાધના માટે જેમ શારીરિક બળ(સંઘયણ)ની જરૂર છે. તેમ માનસિક સ્થિરતા, ધીરતાની પણ જરૂર છે. છેલ્લા સંઘયણવાળા આપણે અહીંથી વધુમાં વધુ ચોથા દેવલોક સુધી ઉપર કે બીજી નરક સુધી નીચે જઇ શકીએ. તેથી આગળ નહિ. અહીંથી મોક્ષના દરવાજા જેમ બંધ છે, તેમ છમી નરકના દરવાજા પણ આપણા માટે બંધ છે. 'મહાવિદેહ ક્ષેત્રમાં જો મોક્ષના દરવાજા ખુલ્લા છે, તો ત્યાંથી ૭મી નરકના દરવાજા પણ ખુલ્લા છે. જો અહીં આ ભવમાં આરાધના કરી હશે તો મહાવિદેહમાં પહોંચ્યા પછી આરાધના કરવી ગમશે, પણ અહીં આ ભવમાં આરાધના કરવી નહિ ગમાડી હોય, વિરાધનાઓનું આકર્ષણ મજબૂત કર્યું હશે, તો મહાવિદેહમાં સીમંધરસ્વામી ભગવંત મળવા છતાંય આત્મકલ્યાણ નહિ થઇ શકે. કાલસીરિક કસાઇને ભગવાન મહાવીરદેવ મળ્યા હતા, છતાં તે સાતમી નરકે ગયો, તે વાત ભૂલવી નહિ. એક કાળચક્રમાં ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી આવે. તે દરેકમાં ૬૩ ઉત્તમપુરુષો થાય છે. તેઓ ત્રેસઠ શલાકા પુરુષો કહેવાય છે. ૨૪ તીર્થકરો + ૧૨ ચક્રવર્તીઓ + ૯ વાસુદેવો + ૯ પ્રતિવાસુદેવો + ૯ બલદેવો મળીને ૬૩ શલાકા પુરુષો થાય. આ અવસર્પિણીકાળમાં થયેલા ૬૩ શલાકા પુરુષોનું વિસ્તારથી જીવન ચરિત્ર “ષિષ્ઠિશલાકાપુરુષચરિત્ર' નામના ગ્રંથમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ લખ્યું છે. જૈનશાસનની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય. છ ખંડ જીતે તે ચક્રવર્તી ગણાય. ત્રણ ખંડને સાધે તે વાસુદેવ કહેવાય. ત્રણ ખંડ જીતવાનો પ્રયત્ન કરીને, મોટો ભાગ જીતી લે તે પ્રતિવાસુદેવ હોય. વાસુદેવના હાથે પ્રતિવાસુદેવ મરાય. તેથી વાસુદેવ ત્રણ ખંડનો અધિપતિ બને. પ્રતિવાસુદેવે તૈયાર કરેલું ભાણું વાસુદેવને સીધું જમવા મળી જાય. વાસુદેવ અને બલદેવ; બંને ભાઇ હોય. બંનેના પિતા એક હોય. માતા જુદી હોય. બલદેવ મોટો હોય. વાસુદેવ નાનો હોય. જ્યારે રાવણ નામનો પ્રતિવાસુદેવ આ વિશ્વમાં થયો ત્યારે લક્ષ્મણ વાસુદેવ થયા. તેના હાથે રાવણ હણાયો. તે વખતે રામચંદ્રજી બલદેવ થયા. જરાસંધ પ્રતિવાસુદેવ હતા ત્યારે તેને હણનારા શ્રીકૃષ્ણ વાસુદેવ હતા. મોટાભાઇ બલરામ બલદેવ હતા. જ્યારે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ હતો ત્યારે ભગવાન મહાવીરદેવનો આત્મા અઢારમા ભાવમાં ત્રિપૃષ્ઠવાસુદેવ તરીકે જન્મ્યો હતો. તેના મોટાભાઇ તત્વઝરણું ૧૬૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ અચલકુમાર ત્યારે બલદેવ હતા. 北市 Dora તીર્થંકર પરમાત્માનું બળ સર્વોત્કૃષ્ટ હોય. તેમના કરતાં ઘણું ઓછું બળ ચક્રવર્તીનું હોય. ચક્રવર્તી કરતાં અડધું બળ વાસુદેવનું હોય. તેનાથી અડધું પ્રતિવાસુદેવનું હોય. પ્રતિવાસુદેવ જેટલું બળ આ થિણદ્ધિ નિદ્રામાં પહેલા સંઘયણવાળાને હોય. ગમે તે કામ કરવાની તાકાત આવી જાય. શાસ્ત્રોમાં થિણદ્ધિનિદ્રાવાળાના દૃષ્ટાંતો જણાવ્યા છે. CID (૧)એક સાધુ વહોરવા ગયા. સામે લાડવા પડ્યા હોવા છતાં કોઇએ વિનંતિ ન કરી. લાડવા જોઇને તેમને ખાવાની ઇચ્છા થઇ. તે ઇચ્છા સાંજ સુધી અધૂરી રહી ગઇ. રાત્રે ઊંધમાં થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો. ઊંધમાં ઊભા થઇને ચાલવા માંડયા. પેલા ઘરમાં પહોંચીને લાત મારીને દરવાજો ખોલ્યો. લાડવા ખાધાં. બાકીના લઇને ઉપાશ્રયના દરવાજા પાસે મૂક્યા. આવીને ઊંઘી ગયા. સવારે ગુરુને કહે કે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં બનેલી વાત કરી. ગુરુએ સાધુઓને દિશાવલોક કરવા, એટલે કે ઉપાશ્રયની ચારે બાજુ જોવા કહ્યું. દરવાજા પાસેથી લાડવા લઇને શિષ્યો આવ્યા. પેલા સાધુને થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો હતો,એવું જાણીને ગુરુએ તે સાધુને સંસારમાં તેના ઘરે મોકલી દીધો. (૨)જૈન ધર્મ વ્યાપક છે. ગમે તે ધર્મમાં જન્મેલા અહીં દીક્ષા લઇ શકે છે. આરાધના-સાધના કરીને મોક્ષ સુધી પહોંચી શકે છે. એક કુંભારે દીક્ષા લીધી. જોઇને તેને પણ તેવું કરવાની ઇચ્છા થઇ. તેવી ઇચ્છામાં જ રાત્રે એક મંદિરની પરશાળમાં સૂવાનું થયું. અડધી રાત્રે થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો. ત્યાં રહેલી તલવાર લઇને સૂતેલા સાધુઓના મસ્તકને માટીનો પિંડ સમજીને ધડથી કરવા લાગ્યો. જુદા (૩)એક સાધુ વહોરવા ગયો ત્યારે સામે હાથી આવ્યો. ગભરાઇને બીજે ગયો. પણ તેને હાથી પ્રત્યે દ્વેષ પેદા થઇ ગયો. રાત્રે થિણદ્ધિનિદ્રાનો ઉદય થતાં તે હસ્તિશાળામાં પહોંચ્યો. હાથીના દાંત પકડીને,હાથીને ગોળ ગોળ ભમાવીને નીચે ફેંકયો. દાંત ખેંચી કાઢ્યા. ઉપાશ્રયના દરવાજા પાસે દાંત મૂકીને અંદર જઇ સૂઇ ગયો. આવું સ્વપ્ન આવ્યું તેમ તેણે સવારે ગુરુને કહ્યું. ઉપાશ્રય પાસે પડેલા દાંત દેખાતા થિણદ્ધિનિદ્રાનો ઉદય જાણીને,સાધુવેશ લઇને તેને ઘરે રવાના કર્યો. (૪)એક સાધુ ગોચરી વહોરીને આવતો હતો. રસ્તામાં વડની ડાળી તેને અથડાઇ. ગુસ્સો ચડયો. રાત્રે થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો. ઊઠીને તેણે તે વડની તત્વઝરણું ૧૬૨ Page #173 -------------------------------------------------------------------------- ________________ ડાળીઓ તોડી દીધી. કુક દર્શનાવરણીય કર્મ બંધાઇ ન જાય તેની પળે પળે કાળજી લેવી જોઇએ. કોઇને પણ બહેરા-આંધળા-કાણા વગેરે ન કહેવા. કાણાને પણ જે કાણો ના કહેવાય તો દેખતાને આંધળો શી રીતે કહેવાય? પણ કયારેક આવેશમાં આવું બોલાઇ જાય છે ને? હવે સાવધ રહેવું. કોઇ બહુ બોલબોલ કરતું હોય તો ‘તારી જીભ લાંબી થઇ ગઇ લાગે છે કે “તારી જીભ ખેંચી કાઢીશ' એવું બોલતાં દસવાર વિચાર કરજો. એની જીભને તો કાંઇ નહિ થાય, પણ ભાવિમાં તમારી જીભ જોખમમાં છે, તે ન ભૂલતા. પશુ-પંખીના અંગોના છેદન-ભેદન ન કરવા. કામણ-સુમણ ન કરવા. જેવું બીજાનું કરો, વિચારો કે કહો, તેવું તમારું થાય. કોઇની હાંસી-મશ્કરી ન કરવી. કોઇના ચાળા ન પાડવા, મીમીકી ન કરવી, નહિ તો દર્શનાવરણીય કર્મ બંધાશે.. કર્મસત્તા કહે છે કે ખોટું કરનાર કે ગુનો કરનારને સજા કરવાનો અધિકાર મારો છે; તમારો નહિ. તેથી તમારું કોઇ બગાડે તો પણ તમારે તેને કાંઇ સજા ન કરવી. જો તમે તેને કાંઇપણ કરશો તો તેની સજા હું તમને કરીશ. તમારે જો સજા ન પામવી હોય તો તમે મારો અધિકાર તમારા હાથમાં ન લો. આપણે આપણી જાતે જ કર્મ બાંધીએ છીએ. આપણે બાંધેલા કર્મો જેમ આપણે પોતે જ ભોગવવા પડે તેમ આપણે બાંધેલા કર્મોને આપણે પોતે જ ખતમ પણ કરી શકીએ છીએ. તે માટેનો સક્રિય પ્રયત્ન કરવો જરૂરી છે. ( કર્મના ઉદયે ઊંઘ આવે તે બને, પણ તે વખતે ઊંઘવું જ પડે તેવું જરૂરી નથી. ઊંધવાના બદલે તે કર્મને દૂર કરવાનો પ્રયત્ન કરવો. ઊભા ઊભા વાંચવું. પ૧ ખમાસમણ દેવા. આંખો ધોવી. શરીર ઉપર પાણી છાંટવું. ગમતી પ્રવૃત્તિમાં . જોડાઇ જવું. આવું બધું કરવાથી ઊંઘ દૂર થઇ શકે. ( જે પ્રવૃત્તિમાં રસ ન હોય, કંટાળો હોય તેમાં ઊંઘ આવે. જેમાં રસ પડે તેમાં કંટાળો ન આવે. ઊંઘ ન આવે. તેથી સારી પ્રવૃત્તિમાં રસ પેદા કરવો. તેમાં તલ્લીન બનવું. તેથી ઊંઘ આવે નહિ. આવતી હોય તો દૂર થઇ જાય. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું - ૧૬૩ Page #174 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ આસો સુદ - ૭ શનિવાર તા. ૧૨-૧૦-૦૨ | વેદનીય કર્મનો ભૌતિકજીવન સાથે સંબંધ છે, તો મોહનીસકર્મનો વિશેષતઃ આધ્યાત્મિક જીવન સાથે સંબંધ છે. વેદનીય કર્મ સુખી કે દુઃખી કરે. મોહનીસકર્મ સારા કે ખરાબ બનાવે. - આપણી આર્યસંસ્કૃતિ તો સારા બનવાની વાતો કરે છે. ખરાબ તો બનાય જ નહિ. લાભ ન થાય તો ચાલે પણ વિશ્વાસઘાત, અનીતિ, ચોરી, જૂઠ વગેરે તો ન જ થાય. પશ્ચિમી શૈલીએ આપણી વિચારધારા પલટી નાંખી. સારા બનવાના બદલે સુખી બનવાનું લક્ષ પેદા કરાવ્યું. દુઃખી તો ન જ બનાય. ગમે તે રીતે સુખી તો બનવું જ. વિશ્વાસઘાત, કાવાદાવા, પ્રપંચો, અનીતિ વગેરે કરીને પણ સુખી બનવા લાગ્યા. હકીકતમાં આપણે સારા બનવું જરૂરી છે. ભૌતિક રીતે સુખી બનીને સારા થવાય તો સારી વાત. છેવટે દુઃખી બનીને પણ સારા તો રહેવું જ. જે સારો બનશે, તે મોડા-વહેલા સુખી બન્યા વિના નહિ રહે. A કેટલાક લોકોએ હાલ આ વિચારધારાને પલટી દીધી છે. તેઓ કહે છે, સારા રહીને ભૌતિક રીતે સુખી બનાય તો સારી વાત. છેવટે ખરાબ બનીને પણ સુખી તો થવું જ. આ વિચારધારા ખૂબ ભયાનક છે. આધ્યાત્મિક જીવનના મૂળીયા ઉખેડી નાંખવા સમર્થ છે. તમે આનો ભોગ ન બનતા. સુખીપણું કે દુઃખીપણું તો ગૌણ છે. હકીકતમાં તો સારાપણું કે ખરાબપણું જ મહત્ત્વનું છે. જીવનમાં આનાથી વિપરીત ન કરાય. આપણી આ ભૂલભરેલી વિચારધારા જલદીથી પલટવી જરૂરી છે. જ્યાં સુધી વિચારો નિર્મળ નહિ થાય, ત્યાં સુધી આચારો નિર્મળ બનવા મુશ્કેલ છે. સુંદર, આચાર પ્રધાન, સ્વસ્થ, પ્રસન્ન જીવન જીવવા માટે આપણે ત્યાં બધા લોકો પોતપોતાની વિચારધારા નિર્મળ બનાવતા. “સુખમાં કદી છકવું નહિ, દુઃખમાં હિંમત ન હારવી, સુખ-દુ:ખ કાયમ ટકતા નથી. એ નીતિ ઉરમાં અવધારવી” આવા સુભાષિતો આપણા હદયમાં ગૂંજ્યા કરતા હતા. આપણે ત્યાં સુખ-દુઃખની જરા ય ચિંતા નહોતી. ખરાબ ન થઇ જવાય તેની સતત કાળજી લેવાતી હતી. જ આપણે સુખ-દુઃખને લાવનારા વેદનીયકર્મની જરા ચ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા તો સારા કે ખરાબ બનાવનારા મોહનીસકર્મની કરવાની છે. કર્મો જડ છે. આત્મા જીવંત છે, ચેતન છે. જડ કર્મો કરતાં ચેતના આત્માની તાકાત વધારે છે. પૂરેપૂરી તાકાતથી આપણે બધા કર્મોને ખતમ કરી તત્વઝરણું ૧૬૪ Page #175 -------------------------------------------------------------------------- ________________ દેવાના છે. સીધું મોક્ષે પહોંચી જવાનું છે. પણ જો આપણે કર્મોની સામે હુમલા નહિ કરીએ, શાંત બેસી રહેશું, ખાઇ-પીને જલસા કરીશું પણ કર્મોનો ખૂરદો બોલાવવા કોઇ સમ્યક્ પુરુષાર્થ નહિ કરીએ તો આ કર્મો શાંત બેસી રહે તેમ નથી. તેઓ આપણા આત્મા ઉપર બે પ્રકારના હુમલા કરીને તેને ભયાનક ત્રાસ આપવાનું ચાલુ કરશે. આ દુનિયામાં બે પ્રકારના જીવો છે. (૧)ભૌતિકરીતે સુખી અને (૨)ધર્મી. કર્મો આ બંને પ્રકારના જીવો ઉપર અવારનાર હુમલા કરે છે. વેદનીય કર્મ સુખીઓ ઉપર હુમલો કરીને તેમને દુ:ખી બનાવે છે. તેમની પાસે રહેલી સુખની સામગ્રીઓ આંચકી લે છે. કોઇને રોગી બનાવે છે. તો કોઇને ગરીબ બનાવે છે. કોઇને ભૂખ્યા ઊંઘાડે છે તો કોઇને તરસ્યા. મોહનીયકર્મ કહે છે કે હું કોઇની સામગ્રીઓ આંચકી લેતો નથી કે કોઇને દુઃખી બનાવતો નથી. હુમલા કરવાના લક્ષમાં મેં ધર્મીઓને રાખ્યા છે; કારણકે સમગ્ર સંસાર ઉપર મારું આધિપત્ય છે. જે સુખી છે, તે તો પાપો કરી કરીને મારા તાબામાં જ રહેવાના છે, પણ જે ધર્મીઓ છે, તેઓ ધર્મ કરીને જો મોક્ષે પહોંચી જાય તો તેમની ઉપર મારું આધિપત્ય રહે નહિ, માટે મારે ધર્મીઓ ઉપર વારંવાર હુમલા કરીને તેમને આ સંસારમાં ટકાવી રાખવાં છે. મોક્ષે જવા દેવા નથી. સંગમ કી હોનારત થ ‘ધર્મીના ઘરે જ ધાડ’ એવું તમે બોલો છો ને? તે વાત બરોબર જ છે ને? ઇન્કમટેક્ષની રેડ કાં પડે? ગરીબોના ઝુંપડામાં કે શ્રીમંતોની ઓફીસોમાં? જ્યાં રુપીયા છલકાતા હોય ત્યાં જ રેડ પડે ને? તેમ મોહરાજા પણ કાં તૂટી પડે? જ્યાં ધર્મનું નામ નિશાન ન હોય તે પાપીઓને ત્યાં કે જ્યાં પુષ્કળ ધર્મ થતો હોય તેવા ધર્મીને ત્યાં? મગ ન હોય તો વાડીઓ ત sals જે પેઢી ઊઠવાની હોય તેને ત્યાં બધા એકી સાથે ઉઘરાણી કરવા આવે. ધર્મી આત્માની પેઢી આ સંસારમાંથી ઊઠવાની તૈયારીમાં છે. તે મોક્ષની નજીક પહોંચ્યો છે. માટે બધા કર્મો ઉઘરાણી વસૂલ કરવા આવીને ઊભા રહે. આપણે તેવા સમયે, સમતા-પ્રસન્નતા રાખવી. હિસાબ ચૂક્તે કરવો. એકી સાથે ચારે બાજુથી તકલીફ આવે, બધા કર્મો એકી સાથે હુમલા કરે તો મોક્ષે જવાનું હવે નજીકમાં હશે એમ સમજીને આનંદિત બનવાનું. દેવું ચૂકતે કરવાનું પણ ધર્મીના ઘરે ધાડ કેમ? બોલીને રોદણા નહિ રોવાના કે ધર્મ કરવાનું છોડી નહિ દેવાનું. The bobl પરમાત્મા મહાવીરદેવ સિદ્ધાર્થ રાજાના દીકરા હતા. રાજકુમાર હતા. પાણી તત્વઝરણું - ૧૬૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ માંગે તો દૂધ મળતું હતું. જો દીક્ષા ન લે તો નંદીવર્ધન તેમને રાજપાટ આપીને તેમના છત્રધર કે ચપરાશી બનવા તૈયાર હતા. છતાં પરમાત્મા મહાવીરદેવે બધું છોડીને દીક્ષા લીધી. હવે શું થયું? તેઓ ધર્મી બન્યા ત્યાં ધાડ પડવી શરુ થઇ. સાડા બાર વર્ષના સાધનાકાળમાં ભયાનક ઉપસર્ગોની ઝડી વરસી. પરમાત્મા સાવધાન બની ગયા. દીન ન બન્યા. રડારોળ ન કરી. બલ્ક, મોહરાજને આહવાન કર્યું. આવી જા, લેતી-દેતી ચૂક્ત કર. તમામ હિસાબ ચૂકવવા તૈયાર છું. આવેલા ઉપસર્ગો ઓછા જણાતા હોય તેમ સામે ચાલીને અનાર્યદેશમાં ગયા. કર્મોની સામે વળતો હુમલો તેમણે કર્યો. - જેના માથે દેવું હોય, તે ખાનદાન સજ્જન શું કરે? જ્યારે તેની પાસે પૈસા આવે ત્યારે લેણદારોને સામેથી બોલાવીને પ્રેમથી ચૂકવી દે ને? કોઇ ખૂંખાર લેણદારો પાછળથી હેરાન પરેશાન કરે તેના કરતાં આજે અનુકૂળતા હોય તો મુદત થયા પહેલાં જ ચુકવી દેવાનો પ્રયત્ન કરે ને? | તેમ જો આપણામાં શક્તિ, અનુકૂળતા, પ્રસન્નતા, સહિષ્ણુતા હોય તો દીક્ષાજીવન સામેથી સ્વીકારવું. ભવિષ્યમાં હુમલા કરનારા કર્મોની લેતી-દેતી અત્યારે જ ચૂકવી દેવી, જેથી ભાવિમાં તે આપણને હેરાન-પરેશાન ન કરે. ધર્મ પામ્યા પછી આપણી સમતા-પ્રસન્નતા-સમાધિ-સહિષ્ણુતા સમજણ વધવા જોઇએ. કર્મોના ઉદયે સહજ આવતા દુઃખોને સમતાથી સહન કરવા. અરીસામે ચાલીને દુઃખોને સ્વીકારવા. ભગવાન પણ સામે ચાલીને અનાર્યદેશમાં ગયા હતા તે ન ભૂલવું. જૈન શાસનનું કર્મવિજ્ઞાન જાણીને, સમજીને જેણે પચાવ્યું છે, તે ગમે તે સ્થિતિમાં પ્રસન્નતા ટકાવી શકે. સમાધિ સાચવી શકે. | એક વાત સદા યાદ રહે કે કર્મસત્તા કરતાં ધર્મસત્તાની તાકાત હંમેશા વધારે છે. ધર્મસત્તા સામે કર્મસત્તા કદી ટકી શકે નહિ. તેને ફલીન બોલ્ડ થવું જ પડે. તેથી કર્મસત્તા ગેરીલાયુદ્ધ અજમાવે છે. ત્રાસવાદીની જેમ હુમલા કરે છે; કારણ કે મેદાનમાં સામે આવીને લડવાની તેની તાકાત નથી. મોહનીય કર્મી ધર્મી આત્માને સીધે સીધું પાણી બનાવી શક્યું ન હોવાથી તે ધર્મીઓની બુદ્ધિ ઉપર હુમલા કરે છે. તેને બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. બુદ્ધિભ્રષ્ટ થયેલો તે ધર્મી પછી પાપી બન્યા વિના ન રહે. અઢાઇ કરી, હવે અશક્તિ લાગે છે. પર્યુષણ તો પૂરા થઇ ગયા, હવે રાત્રે ખાઇએ તો શું વાંધો? આ થયો મોહનીયકર્મનો બુદ્ધિ ઉપર હુમલો. આવા તો જાતજાતના હુમલા ધર્મીઓ ઉપર સતત થયા કરે છે. જો જરાક જાગ્રત ન રહીએ તો આપણે પણ બુદ્ધિભ્રષ્ટ થવાના. પછી શ્રદ્ધા હચમચશે. પાપી બનીશું. તત્વઝરણું ૧૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ I , વેદનીય કર્મના બે પેટાવિભાગ છે. (૧)શાતા વેદનીય કર્મ અને (૨) અશાતાવેદનીય કર્મ. જે અનુકૂળતાઓ પેદા કરે તે શાતાવેદનીય કર્મ અને જે પ્રતિકૂળતાઓ લાવે તે અશાતાવેજનીય કર્મ. I અશાતા વેદનીયકર્મના ઉદયે ભૂખ લાગે, તરસ લાગે. ઠંડી-ગરમી લાગે. લકવો-બી.પી., હાર્ટએટેક-ડાયાબીટીસ વગેરે રોગો આવે. પેસા ડૂબી જાય. ધંધામાં નુકશાની થાય. એક્ષીડન્ટ થાય. અશાતાવેદનીયકર્મ આવી જાતજાતની હજારો રીતે આપણા જીવનમાં તકલીફો લાવી શકે. શાતાવેદનીય કર્મના ઉદયે શરીર સારું રહે, તકલીફો દૂર થાય, અનુકૂળતાઓ મળે વગેરે. [ પુરુષાર્થ વડે કર્મોમાં ફેરફાર કરી શકાય છે. શરીર અને મન સારું હોય ત્યારે કર્મો સામેથી ભોગવીને ખતમ કરવા. ઉદયમાં આવેલા કર્મોને સમતાથી સહન કરવા. ઉદયમાં ન આવ્યા હોય તે કર્મોનો તપ-જપ-સાધનાથી ખૂરદો બોલાવવો. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન કરવું. તપ વગેરે આરાધના પણ એ રીતે કરવી કે જેથી બીજાને ત્રાસ-સંકલેશ ન થાય. જેનાથી દુર્ગાન ન થાય, પ્રતિક્રમણવ્યાખ્યાનાદિ યોગોને બાધા ન પહોંચે, સાંસારિક-કૌટુમ્બિક જવાબદારી ના અટવાય. આંખ-કાન વગેરે શરીરના અવયવો ક્ષીણ ન થાય તેટલો તપ કરવો. શરીરને કચડી નાંખવા તપ નથી કરવાનો પણ આહારની આસક્તિને ખતમ કરવા તપ કરવાનો છે. તપ કરવાથી થોડી-ઘણી અશક્તિ તો આવે, પણ શરીરને ખતમ ન કરાય. માત્ર નવકારશી કરવાથી નરકની ૧૦૦ વર્ષની અશાતા દૂર થાય. પોરસી . કરવાથી ૧૦૦૦ વર્ષની નરકની અશાતા (દુઃખો) દૂર થાય. જેમ જેમ મોટું મોટું પચ્ચકખાણ કરતા જાઓ તેમ તેમ દસ દસ ગણા વર્ષોની નરકની અશાતા દૂર થતી જાય. આયુષ્ય કર્મ તો આખા ભવમાં એક જ વાર બંધાય. જે આયુષ્ય બંધાયું હોય તે આ ભવમાં ઉદયમાં ન જ આવે. આવતા ભવમાં જ ઉદયમાં આવે; પણ આયુષ્યકર્મ સિવાયના બાકીના સાતકર્મો તો દરેક સમયે બંધાયા કરે છે. તે કર્મો આ ભવમાં પણ ઉદયમાં આવે, આવતાભાવે ઉદયમાં આવે કે પાંચ-પચીસ ભવો પછી પણ ઉદયમાં આવી શકે છે. | નવકારશી વગેરે તપ કરવામાં ૧૦૦ વગેરે વર્ષોનું નરકનું આયુષ્યકમ ઓછું થતું નથી પણ ૧૦૦ વગેરે વર્ષો સુધી નરકમાં જે દુઃખ ભોગવવું પડે, તેને લાવનારું અશાતા વેદનીય કર્મ નાશ પામે છે. આ અશાતા વેદનીય કર્મ તો આપણા આત્મામાં આ ભવમાં અને પૂર્વના ઘણા ભવોમાં બાંધેલું પુષ્કળ તત્વઝરણું ૧૬o Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં જમા છે. અશાતા વેદનીય વગેરે પાપકર્મોને ખતમ કરવા જેમ તપ-જપ કરવાના છે તેમ ઉનાળામાં સામેથી આતાપના લેવી, ગરમી સહન કરવી, શિયાળામાં ઓછા વસ્ત્રોથી ચલાવવું. ઠંડી સહન કરવી. ચોમાસામાં એક સ્થાને રહેવું. મુશ્કેલીઓને સામેથી વધાવવી. પ્રતિકૂળતાને પોતાના જીવનનો મંત્ર બનાવવો. તેનાથી પાપકર્મો ખપશે. અશાતા વેદનીય કર્મના ઉદયે દુઃખની પરિસ્થિતિ પેદા થઇ શકે, પણ તે આત્માને દુઃખી કરે જ, તેવો નિયમ નથી. તે જ રીતે શાતા-વેદનીય કર્મ સુખની સ્થિતિ નિર્માણ કરી શકે પણ તેનાથી આત્મા સુખી બને જ, તેવી કોઇ ગેરંટી નથી. દુઃખની પરિસ્થિતિમાં પ્રસન્ન અને સુખની પરિસ્થિતિમાં ય સંતપ્ત બનાવવાની તાકાત આત્માના સવળા-અવળા પુરુષાર્થમાં કે મોહનીય કર્મની તીવ્ર-મંદતામાં પડેલી છે. તે વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. fi gig - शहद लिपटी असिधारा जैसा HONEY og suhe inte ૧૬૮. તત્વઝરણું Page #179 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ આસો સુદ - ૧૦ મંગળવાર, તા. ૧૫-૧૦-૦૨ આત્માના વિકાસનું ગણિત ચૌદ ગુણસ્થાનકના આધારે છે. આ ચૌદ ગુણસ્થાનકની વ્યવસ્થા મોહનીય કર્મના આધારે ગોઠવાઇ છે. જેમ જેમ મોહનીય કર્મ નબળું પડતું જાય કે નાશ પામતું જાય તેમ તેમ આત્માનો વિકાસ થતો જાય. જેમ જેમ મોહનીય કર્મ મજબૂત થતું જાય તેમ તેમ આત્મા મોક્ષથી દૂર થતો જાય. ધ્યાનની ધારામાં મોહનીય કર્મ વધારે ઝડપી નાશ પામે કે શાંત પડે. આત્મા જ્યારે ધ્યાનની ધારામાં આગળ વધે ત્યારે તે ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડે. ઉપશમ શ્રેણીમાં મોહનીય કર્મ શાંત પડવાથી દોષો શાંત થાય. ક્ષપકશ્રેણીમાં મોહનીય કર્મનો નાશ થવાથી દોષોનો નાશ થાય. આપણી બધી સાધના મોક્ષ માટે છે. એટલે ગુણસ્થાનકોમાં ઉપર-ઉપર વધવા માટે છે. તે ત્યારે જ થાય કે જ્યારે મોહનીસકર્મ શાંત પડે કે નાશ પામે. આમ, આપણી સાધના મોહનીયકર્મની સામે હુમલો કરવાની છે. મોક્ષે પહોંચતા અટકાવવાનું કામ આ મોહનીસકર્મ કરે છે. કાર આપણે આપણી જાતને પૂછવાનું કે સામાયિક તો ઘણા કર્યા, નિંદા કરતા કેટલા અટફયા? ભક્તિ ઘણી કરી, વિકારો કેટલા શાંત પડયા? પ્રતિક્રમણો ઘણા કર્યા, પાપનો ભય કેટલો પેદા થયો? પૂજા ઘણી કરી, ક્રોધ કેટલો શાંત પડ્યો? આયંબિલની ઓળીઓ ઘણી કરી, ખાવાની લાલસા કેટલી ઘટી? આપણી બધી ધર્મારાધના દોષનાશ અને ગુણપ્રાપ્તિ માટે છે. વ્યવહારધર્મો નિશ્વયધર્મને પામવા માટે છે. સામાયિકથી સમતા આવવી જોઇએ. આયંબિલાદિ તપથી લાલસા ઘટવી જોઇએ. પ્રભુભક્તિથી પ્રસન્નતા પેદા થવી જોઇએ. પ્રતિક્રમણથી પાપભીરુતા પ્રગટવી જોઇએ. પ્રશાન્તવાહિતાનું ઝરણું આત્માની અંદર સતત વહેવું જોઇએ. સંયમજીવન અપ્રમત્તતા, સમતા અને નિર્વિકારિતા પેદા કરનારું બનવું જોઇએ. આપણી તમામ ધર્મક્રિયાઓ આત્માભિમુખ બનવી જોઇએ. આનંદઘનજી મહારાજે ચૌદમા અનંતનાથ ભગવાનના સ્તવનમાં નિશ્ચયની અપેક્ષા વિનાના વ્યવહારને સંસારરૂપી ફળ આપનારો જણાવ્યો છે. વ્યવહાર ધર્મ જ્યારે નિશ્ચયને સાપેક્ષ બને ત્યારે તે મોક્ષ અપાવી શકે. માત્ર ભૌતિક સુખ કે સદ્ગતિ આપીને અટકી જાય તેવી ધર્મારાધના હવે આપણી બનાવી ન જોઇએ, પણ નિશ્ચયની સાપેક્ષ બનીને, મોક્ષ અપાવનારી બનવી જોઇએ. તત્વઝરણું ૧૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ એકલો નિશ્ચય નહિ કે એકલો વ્યવહાર નહિ. બેમાંથી એકાંતે કોઇનું ખંડન નહિ કે એકાંતે કોઇનું ખંડન નહિ. બંનેનું બેલેન્સ જોઇએ. 2) : શાસ્ત્રોમાં જુદા જુદા નયો બતાડ્યા છે. જ્ઞાનનય અને ક્રિયાનય. નિશ્ચયનય અને વ્યવહારનય. ઉત્સર્ગ અને અપવાદ. આ દરેક જોડકામાંથી કોઇ એકની ઉપેક્ષા કે ખંડન કરીએ તો ન ચાલે. દરેક જોડકામાં રહેલા બંનેની જીવનમાં યોગ્ય સ્થાને આવશ્યકતા છે. ગાડીના બંને પૈડા સાબૂત હોય તો યોગ્ય નગરે પહોંચે. એક પૈડાનું પંકચર આખી ગાડીને સ્થાને પહોંચતા અટકાવી દે. . સાપે ડંખ માર્યો હોય તો (૧)ગાડિક મંત્ર ભણીને આખા શરીરમાં ફેલાયેલું ઝેર ડંખ ભાગે લાવી દે. (૨) ત્યારપછી ડંખ ભાગે આવેલા તે ઝેરને ચૂસીને બહાર કાઢે. આ બંને પ્રક્રિયા કરે તો જ વ્યક્તિ ઝેરમુક્ત બનીને નિરોગી થાય. બેમાંથી કોઇપણ એક પ્રક્રિયા કરે પણ બીજી ન કરે તો તે નિરોગી ન બની શકે. lottolle De | સામાયિક-પ્રતિક્રમણાદિ વ્યવહારધર્મો આત્મામાં ફેલાયેલા મોહનીસકર્મના ઝેરને ડંખ ભાગે લાવવાનું કામ કરે છે. નિશ્ચયધર્મ ડંખ ભાગે આવેલા તે ઝેરને ચૂસવાનું કામ કરે છે. બંને જોઇએ. બેમાંથી કોઇપણ એક ન હોય તો ન ચાલે. આપણે જે મોહનીસકર્મને ખતમ કરવાની સાધના કરવાની છે, તે મોહનીયકર્મ મદિરા જેવું છે. તેનો નશો ચડવાથી વિવેક ચક્ષુ બંધ થઇ જાય છે. ન માનવાનું મનાય છે. ન કરવાનું કરાય છે. જ આ મોહનીસકર્મના મુખ્ય બે પેટાભેદો છે. (૧)દર્શનમોહનીય કર્મ અને (૨) ચારિત્ર મોહનીય કર્મ. | સમ્યગદર્શન અને મિથ્યાત્વ સાથે દર્શનાવરણીયકર્મનો સંબંધ નથી પણ આ દર્શનમોહનીસકર્મનો સંબંધ છે. અહીં દર્શન એટલે મત, માન્યતા, વિચારો. તેમાં જે મુંઝારો પેદા કરે તે દર્શનમોહનીયકર્મ કહેવાય. ચારિત્ર એટલે આચાર. આચરણમાં વિપરીતપણું પેદા કરાવે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય. 219 દર્શન મોહનીસકર્મના ત્રણ પેટાભેદો છે. (૧)મિથ્યાત્વ મોહનીય (૨)મિશ્ર મોહનીય અને (૩)સમકિત મોહનીય. મુહપત્તિના પ૦ બોલમાં “સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહર્સ'' બોલો છો ને? પરિહરું એટલે ત્યાગ કરું, છોડી દઉં. મુહપત્તિના ૫૦ બોલમાં જૈનશાસનનું સમગ્ર તત્ત્વજ્ઞાન છૂપાયેલું છે. કયારેક તેની ઉપર શાંતિથી ચિંતન-મનન કરવા જેવું છે. ઘણા રહસ્યો પ્રાપ્ત થશે. તત્વઝરણું ૧૦૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ત્રણે દર્શનમોહનીયમાં, અરે ! સમગ્ર મોહનીયકર્મના ૨૮ ભેદોમાં, એનાથી આગળ વધીને કહો તો કર્મોના ૧૫૮ પ્રકારોમાં સૌથી ભયાનક મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તે માન્યતા ઉપર હુમલો કરીને સાચાને ખોટું, તો ખોટાને સાચું મનાવે છે. આત્મા ઉપર સૌથી વધારે ૦૦ કોડાકોડી સાગરોપમ કાળ સુધી આ એક જ કર્મ ચોંટીને રહી શકે છે. ચારિત્ર મોહનીય કર્મ ૪૦ કોડાકોડી. જ્ઞાના. દર્શના. વેદનીય. અંતરાય કર્મો ૩૦ કોડાકોડી. અને નામ-ગોત્ર કર્મ ૨૦ કોડાકોડી સાગરોપમ સુધી આત્મા ઉપર ચોંટીને રહી શકે છે. આયુષ્યકર્મ તો એક જ ભવમાં, એકવાર માત્ર આવતા ભવનું જ બંધાતું હોવાથી માત્ર ૩૩ સાગરોપમથી વધારે બંધાઇ શકતું નથી, જયારે બાકીના છ કર્મો પ્રત્યેક સમયે બંધાતા હોવાથી, ઘણા -ભવોમાં પોતાનો પરચો બતાડી શક્તા હોવાથી, ઘણી મોટી સ્થિતિના બંધાઇ શકે છે. ' - ક્રોધાદિ દોષોથી મુક્ત બનવા સાક્ષીભાવથી જીવવું જોઇએ. કયાં ય કર્તા, વક્રતા કે શ્રોતાની ભૂમિકા અપનાવવી નથી. સાથે રહેવા છતાં અલિપ્ત રહેવું છે. એટેચમેન્ટ ભલે હોય, ઇન્વોલ્વમેન્ટ ન જોઇએ. સાંભળ્યું છે કે રવીન્દ્રનાથ ટાગોર પોતાની બહેનને પત્ર લખી રહ્યા હતા. તે વખતે ડાબા હાથ ઉપર વીંછી ડંખ મારતો હતો. જમણા હાથે પત્રમાં તેઓ તે વખતે લખી રહ્યા હતા કે, “વીંછી આવે છે. મારા ડાબા હાથ ઉપર બેસે છે. હવે તે ડંખ મારી રહ્યો છે. હાથને પીડા થઇ રહી છે. વગેરે..” જાણે કે હાથને બધું થઇ રહ્યું છે. પોતે તેનાથી અલગ છે. પોતે માત્ર જોઇ રહ્યા છે, અને સાક્ષી હોવાના નાતે તેની રજૂઆત કરી રહ્યા છે! ( આત્મા અને શરીરનું ભેદજ્ઞાન જોઇએ. આત્માનું નામ ન હોય, ચહેરો ન હોય, ફોટો ન હોય. લોકો આપણને અમુક નામ, ચહેરા કે ફોટાથી ઓળખે તે જુદી વાત. હું અને મારું નામ, શરીર, ચહેરો કે ફોટો એક નથી. હું એટલે રમણભાઇ નહિ અને રમણભાઇ એટલે હું નહિ. શરીર વળગેલું હોવા છતાં, શરીર સદા સાથે રહેતું હોવા છતાં હું અને મારું શરીર જુદા છે, તેવી અનુભૂતિ સતત થવી જોઇએ. તેનાથી ક્રોધાદિ થતાં અટકી જશે. આ અનુભૂતિ કરવા બાર ભાવનાનું રોજ ચિંતન કરવું જોઇએ. તેનાથી કર્તુત્વભાવના દૂર થશે. સાક્ષીભાવ પેદા થશે. [ ગૃહસ્થો પ્રતિક્રમણના કાઉસ્સગ્નમાં નાણામસૂત્ર દ્વારા પાંચ આચારના અતિચારોનું ચિંતન કરે ત્યારે અમારે એક ગાથાનું ચિંતન કરવાનું હોય છે. તેમાં બાર ભાવના ન ભાવી હોય, વિપરીત ભાવી હોય તો તે યાદ કરીને ક્ષમા માંગવાની છે. આ કાઉસ્સગ્ન જણાવે છે કે રોજ ૧૨ ભાવનાનું ચિંતન અવશ્ય તત્વઝરણું ૧૦૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય કરવું જોઇએ, પણ જેને બાર ભાવનાના નામ પણ ન આવડતા હોય તે તેનું ચિંતન શી રીતે કરશે? ક્રોધાદિને ખતમ કરવા અન્યત્વ ભાવના ભાવવી. હું અને મારી પત્ની જુદા છે. હું અને મારો દીકરો જુદો છે. હું અને મારું શરીર જુદું છે. આ ભાવના ભાવવાથી મમતા દૂર થાય. ક્રોધાદિ અટકે. બાજુવાળાનો છોકરો નાપાસ થાય તો તમને કાંઇ થાય? ના. તમારો છોકરો નાપાસ થાય તો તેની ઉપર ગુસ્સો આવે? હા, કેમ? કારણ કે પેલો છોકરો તમારો નથી, આ તમારો છે. તમે તેને પોતાનો માન્યો માટે ગુસ્સો આવ્યો. તમે તેને તમારાથી જુદો માન્યો હોત તો ગુસ્સો ન આવત. કોઇના ઘરે ગયા. અથાણાની બરણી પડી. ટી ગઇ. તેના માલિકને જેટલું દુઃખ થાય તેટલું તમને થાય? તેને સહાનુભૂતિ બતાડો તે જુદી વાત પણ બાકી કાંઇ લાગે વળગે? ના. કેમ? કારણ કે તમારી બરણી ફૂટી નથી. જો તમારી બરણી પત્નીએ ફોડી હોત તો? ગુસ્સો આવત ને? જ્યાં અન્યત્વ ભાવ છે, જુદાનો ભાવ છે, પોતાનું નથી તેવો ભાવ છે, ત્યાં મમતા નથી. ક્રોધાદિ થતાં નથી. જ્યાં પોતાનાપણાનો ભાવ છે, ત્યાં ક્રોધાદિ જાગે છે. તે દૂર કરવા અન્યત્વ ભાવના ભાવવી. નમિ રાજર્ષિ બોલ્યા હતા કે મિહિલાએ ડઝમાણિએ, ન મે ડઝઇ કિંચણ ! મિથીલા નગરી બળતી હોય તેમાં મારું કાંઇ બળતું નથી. આ અન્યત્વ ભાવના છે. मदिरा जैसा मोहनीय कर्म તત્વઝરણું ૧૦૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો સુદ - ૧૧ બુધવાર. તા. ૧૬-૧૦-૦૨ આત્માના કલ્યાણ માટે હદયપરિવર્તન અત્યંત જરૂરી છે. હદયપરિવર્તન થયા પછી જ સાચું જીવન પરિવર્તન થઇ શકે. હૃદયપરિવર્તન વિના જણાતું જીવનપરિવર્તન આભાસિક હોય, ટેમ્પરરી હોય, લાંબુ ટકે નહિ. હૃદયપરિવર્તન ત્યારે જ સાચું થાય જ્યારે મિથ્યાત્વ મોહનીયકર્મ શાંત પડે, નબળું પડે, કે નાશ પામે. હૃદયપરિવર્તન એટલે વિચારોમાં પરિવર્તન, જીવનપરિવર્તન એટલે આચારમાં પરિવર્તન. જીવનપરિવર્તન કરીને સાધુવેશ ધારણ કર્યા વિના મોક્ષે ગયાના દષ્ટાંતો હજુ મળશે. પણ સમ્યગદર્શન વિના કોઇ મોક્ષે જાય તેવું કયારેય બન્યું નથી, બનતું નથી કે બનશે પણ નહિ. સમ્યગદર્શનનો મહિમા અનેરો છે. સમ્યગ દર્શનને ક્ષણ માટે પણ પામેલો આત્મા આ સંસારમાં દેશોન અર્ધ પુદગલા પરાવર્તકાળથી વધારે સંસારમાં ન રખડે. તે પહેલાં જ તે મોક્ષે પહોંચી જાય. જૈન શાસનમાં સમ્યગ દર્શનનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સુધી સમ્યગદર્શન ન પમાય ત્યાં સુધી અંધારાનો કાળ ગણાય. આત્મામાં પ્રકાશ પ્રગટ્યો ન ગણાય. અંધારાની શી કિંમત? તેને મહત્ત્વ થોડું અપાય? તેથી તીર્થકરોના ભવોની ગણતરી જે ભવમાં સમ્યગદર્શન પામે ત્યારથી કરાય છે. તે પહેલાંના સમ્યગ્રદર્શન વિનાના ભવો અંધકારભર્યા હોવાથી ગણાતા નથી. - બાષભદેવ ભગવાન પહેલાંનો ૧૮ કોડાકોડી સાગરોપમનો કાળ અંધકારનો હતો. ત્યારપછી અજવાળાનો કાળ શરુ થયો. પૂર્વે યુગલિકો હતા. તેઓ મરીને દેવ જ બને; નરકમાં કે પશુ-પંખીની તિર્યંચની દુનિયામાં કોઇ ના જાય. છતાં તે અંધારાનો કાળ ગણાય. કારણકે ત્યારે જેમ નરકમાં જવાનું નહોતું તેમ મોક્ષમાં પણ જવાતું નહોતું. પરમાત્માએ જૈનશાસન સ્થાપ્યું એટલે અજવાળાનો કાળ શરુ થયો; કારણકે હવે ૯મી નરકના દરવાજા ખુલ્યા, છતાં સાથે મોક્ષના દરવાજા પણ ખુલ્યા. મોક્ષમાં પહોંચાડનાર સમ્યગદર્શન પ્રાપ્ત થાય એટલે આત્મકલ્યાણ નફકી થાય. પણ સમ્યગદર્શનને આવતું અટકાવવાનું કાર્ય મિથ્યાત્વ મોહનીસકર્મ કરે છે. મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં હોય ત્યાં સુધી આત્મા મિથ્યાત્વી કહેવાય. તે ઉદયમાં ન હોય ત્યારે જ જીવ સમ્યગદર્શન પામી શકે. આપણે મિથ્યાત્વી છીએ કે સમ્યક્ત્વી? તેનો આધાર આત્મામાં રહેલી કર્મોની પરિસ્થિતિ ઉપર છે. જેનશાસનનું કર્મવિજ્ઞાન અદભુત છે. તેને સમય કાઢીને, બુદ્ધિપૂર્વક | તત્વઝરણું ૧૦૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ સમજવું જરૂરી છે. જેમ જેમ સમજતા જઇએ તેમ તેમ પરમાત્મા અને પરમાત્મા ના શાસન ઉપર આપણી શ્રદ્ધા વધતી જશે. જે કર્મ જે રીતે બાંધ્યું હોય તે રીતે ભોગવાતું નથી. ઉદયમાં આવતા પહેલાં તેમાં ઘણા ફેરફારો થઇ જાય છે. જુદા જુદા આઠ કરણો તેમાં લાગે છે. શાતાવેદનીય કર્મ અશાતાવેદનીયમાં ફેરવાઇ શકે અને અશાતાવેદનીય કર્મ શાતાવેદનીયમાં ફેરવાઇ શકે. આપણા કર્મવિજ્ઞાન તથા તેના આઠ કરણોની વિચારણા-બેંકની સીસ્ટમ, ધંધાની એકાઉન્ટની સીસ્ટમ કે કોર્ટની ચુકાદાની વ્યવસ્થા દ્વારા-કરી શકાય. પંચસંગ્રહ, કમ્મપચડી વગેરે ગ્રંથોમાં આઠ કરણની વાતો વિસ્તારથી સમજાવાઇ છે. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે કર્મ સાહિત્યનો ઉદ્ધાર કર્યો છે. કર્મ વિષયક ‘બંધવિહાણ’ ગ્રંથના ૧૬ વોલ્યુમો સંસ્કૃતભાષામાં પોતાના શિષ્યપ્રશિષ્યો દ્વારા તૈયાર કરાવ્યા છે. જૈનશાસન તો દરિયો છે. તેમાં અઢળક જ્ઞાન ભર્યું છે. આપણે તો તેના એક ટીપાને પણ પૂરેપૂરા સ્પર્શયા નથી. બંધનકરણ, સંક્રમણકરણ, ઉદીરણાકરણ વગેરે આઠ કરણો છે. કર્મો બંધાય છે. બંધાયા પછી ઉદયમાં ન આવે ત્યાં સુધી તેમાં જાતજાતના ઘણા ફેરફાર થાય છે. તે ફેરફાર આપણા પુરુષાર્થ દ્વારા થાય છે. આમ કર્મો કરતાં પણ પુરુષાર્થ બળવાન છે.આપણે સમકિત પામવા સમ્યક્ પુરુષાર્થ કરવાનો છે. મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હોય ત્યાં સુધી આત્મા મિથ્યાત્વી ગણાય આપણે તે મિથ્યાત્વ મોહનીય કર્મને ખતમ કરવાની સાધના કરવાની છે. જો સમકિત મોહનીય કર્મનો ઉદય થાય તો જીવ સમકિતી તો બને પણ તેને અવારનવાર ભગવાનના વચનમાં શંકા પડ્યા કરે. તેનું સમકિત મલિન હોય. જો મિશ્ર મોહનીય કર્મનો ઉદય થાય તો જીવને જૈનધર્મ પ્રત્યે રુચિ પણ ન થાય કે અરુચિ પણ ન થાય. પણ જો મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય તો જીવને જૈનધર્મ પ્રત્યે અરુચિ પેદા થાય. આપણે આ ત્રણે દર્શન મોહનીય કર્મને ખતમ કરવા જોઇએ. તેનાથી જૈનશાસન પ્રત્યે વાસ્તવિક રુચી પેદા થશે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. 香港 તત્વઝરણું RISK 18 છે. ૧૧ ૧૦૪ Page #185 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ આસો સુદ - ૧૨ ગુરુવાર, તા. ૧૭-૧૦-૦૨ મિથ્યા એટલે ખોટું. મિથ્યાત્વ એટલે ખોટાપણું. સાચાને ખોટું માનવું. ખોટાને સાચું માનવું તે મિથ્યાત્વ. જે જેવું હોય તેવું માનવું તે સમ્યક્ત્વ. ભગવાને જે કહ્યું છે, તે માનવું તે સમ્યક્ત્વ, કારણ કે ભગવાને જે જેવું છે, તે તેવું જ કહ્યું છે. - ભગવાન યથાસ્થિતવસ્તુવાદી છે. પંચસૂત્રમાં ભગવાન માટે “જહરિય વલ્લુવાણ’ વિશેષણ વાપર્યું છે. જે પદાર્થો જે રીતે રહ્યા છે, તે રીતે પદાર્થોને કહેનારા ભગવાન છે. ભગવાન પણ સ્વતંત્ર નથી. તેઓ જગતની સ્થિતિને પરાધીન છે. સાત નરક છે તો ભગવાને નરક સાત જ કહેવી પડે પણ તેઓ છ કે આઠ નરક ન જણાવી શકે. મન ફાવે તેવું તેઓ બોલી કે કરી ન શકે. ઇન્દ્ર મહારાજે ભગવાનને એક ક્ષણ આયુષ્ય વધારવા વિનંતિ કરી હતી, છતાં ભગવાને એક ક્ષણ પણ આયુષ્ય ન વધાર્યું કારણ કે ભવિતવ્યતા તેવી હતી. તેમાં ભગવાન પણ ફેરફાર ન કરે. જગસ્થિતિ જેવી છે, તે પ્રમાણે ભગવાને કહ્યું છે. આપણને તેની ઉપર શ્રદ્ધા હોવી જોઇએ. દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારનું હોવા છતાં માત્ર મિથ્યાત્વમોહનીય કર્મી જ બંધાય છે. મિશ્રમોહનીય કર્મ કે સમકિત મોહનીય કર્મ બંધાતું નથી. | મિથ્યાત્વમોહનીય કર્મ બંધાય ત્યારે તેમાં ઘણો રસ (પાવર) પેદા થયો. હોય છે. વિશુદ્ધિ અને શુભભાવ વડે જ્યારે તે રસ (પાવર)ખૂબ ઓછો થાય ત્યારે તે મિથ્યાત્વમોહનીય કર્મ પોતે જ સમકિતમોહનીય કર્મ તરીકે ઓળખાય. જો પાવર થોડોક જ ઓછો થાય તો તે મિથ્યાત્વમોહનીય કર્મ મિશ્ર મોહનીય કર્મ તરીકે ઓળખાય છે. આમ,મિથ્યાત્વમોહનીય કર્મ જ માત્ર બંધાય છે પણ તેનો થોડો પાવર ઘટતાં તે મિશ્ર મોહનીય કર્મ બને અને ઘણો રસ ઘટતાં તે સમકિતમોહનીય કર્મ બને. બંધાય ભલે માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મ, પણ રસ તૂટવા દ્વારા બનેલું મિશ્ર અને સમકિત મોહનીય કર્મ પણ સત્તામાં તો આવે જ. સત્તામાં આવેલા આ ત્રણે ય દર્શનમોહનીય કર્મો ઉદયમાં આવી શકે. તેમની ઉદીરણા પણ થઇ શકે. આ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું વિગતથી વર્ણન બીજા કર્મગ્રંથમાં સારી રીતે સમજાવ્યું છે. | બેંકમાં પૈસા ભરો એટલે તેટલી બેલેન્સ તમારા ખાતામાં પાસબુક બતાડ્યા કરે. આ પૈસા ભરવા જેવો કર્મનો બંધ છે. સારા કે ખરાબ વિચારોઉચ્ચારો કે આચારો એવો એટલે કર્મ બંધાય. પૈસા ભરાય એટલે પાસબુક જેમ તત્વઝરણું ૧૦૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ + ૨ : બેલેન્સ બતાડે તેમ જે કર્મ બંધાય તે સત્તામાં આવ્યું કહેવાય. આ ખાતામાં ભરેલા પૈસા ઉપાડ્યા, એટલે બેંક બેલેન્સ તેટલી ઓછી થાય તેમ કમી ઉદયમાં આવીને ભોગવાય એટલે સત્તામાંથી કેટલા કર્મો ઓછા થાય. બેંકમાંથી પૈસા ઉપાડવા જેવો કર્મનો ઉદય છે. ઉપાડેલી રકમ પ્રમાણેના પૈસાનો ઉપભોગ કરી શકાય તેમ ઉદયમાં આવેલા કર્મોને તે રીતે ભોગવવા પડે. ત્રણ વર્ષે પાકે તેવી ફીક્ષડીપોઝીટ જરુર પડતાં વટાવ આપીને વહેલી ઉપાડી લીધી તો વહેલા પૈસા મળી જાય તેમ જે કર્મ મોડા ઉદરમાં આવવાનું હોય તેને વહેલા ઉદયમાં લાવી દેવું તે, ઉદીરણા કહેવાય. | કર્મ જ્યારે બાંધીએ ત્યારે તે તરત ઉદયમાં ન આવે. થોડો સમય પોતાનો પરચો બતાડ્યા વિના પડી રહે. તે જેટલો કાળ આત્માને કોઇ બાધા કે પીડા ન પહોંચાડે. તેટલા કાળને તે કર્મોનો અબાધાકાળ કહેવાય. તેટલો સમય પસાર થયા પછી તે કર્મ પોતાનો સ્વભાવ બતાડે. પરચો બતાડે. તેને વિપાક કાળ કહેવાય. અબાધાકાળ પૂર્ણ થયા પછી જ્યારે પરચો બતાડવાનું શરુ કરે ત્યારે કર્મનો ઉદય થયો ગણાય. અબાધાકાળ ચાલુ હોય, હજુ વિપાકકાળ શરુ થવાની વાર હોય ત્યારે તે કર્મનો વહેલો વિપાકકાળ શરુ કરાવવો તે ઉદીરણા કહેવાય. બંધાયા પછી તે કર્મ જ્યાં સુધી આત્માથી છૂટું ન પડે ત્યાં સુધી તેની સત્તા છે, એમ કહેવાય. આત્માની અંદર રહેલા મિથ્યાત્વમોહનીય કર્મને ખતમ કરવાની સાધના કરવાની છે. મિથ્યાત્વ મોહનીયને શાંત કરીને સમકિતમોહનીય કર્મન ઉદધ્યમાં લાવીએ તો સમકિત આવે તો ખરું પણ તે ટકે તેની કોઇ ગેરંટી નહિ, કારણકે સત્તામાં રહેલું મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં આવે તો પાછા મિથ્યાત્વી બની જવું પડે. ને ભગવાનના જમાઇ જમાલીએ દીક્ષા લીધી. ભગવાનના શિષ્ય બન્યા. સમકિતી હતા; પણ ઉત્સુત્ર વચન વડે મિથ્યાત્વમોહનીય કર્મન ઉદયમાં લાવીને મિથ્યાત્વી બન્યા. ભગવાનના શાસનમાં પહેલા નિલવ બન્યા. ‘ડેમાણે કડે' જે કરાતું હોય તે કર્યું કહેવાય તેવા ભગવાનના વચનને તેણે ન સ્વીકાર્યું. મિથ્યાત્વ મોહનીય કર્મ સત્તામાં પડ્યું હતું. અવસરની રાહ જોતું હતું. તેને તક મળી ગઇ. તરત ઉદયમાં આવી ગયું. જો મિથ્યાત્વમોહનીય કર્મને પહેલાં ખતમ જ કરી દીધું હોત તો ઉદયમાં ન આવી શકત, તેને મિથ્યાત્વી ન બનાવત. | તેણે જાહેરાત કરી. ભગવાન મહાવીરદેવ બધું જાણતા નથી. તેમની એક વાત ખોટી છે. તેથી ભગવાન સર્વજ્ઞ ન કહેવાય. સર્વજ્ઞ તો હું છું, કારણકે તત્વઝરણું ૧૦૬ Page #187 -------------------------------------------------------------------------- ________________ તેમના કરતાં એક વધારે વાત હું સાચી જાણું છું, વગેરે કહીને તે ભગવાનની સામે પડયો. પહેલો બળવાખોર પાડ્યો. ભગવાનની દીકરી પ્રિયદર્શના પણ પોતાના પિતાને છોડીને પતિના પક્ષમાં ગઇ. છે ને સંસારની કમાલ! ભગવાનને છોડીને, પિતાને છોડીને, તેમની સામે પડી. જમાલીએ નવો મત સ્થાપ્યો. આ તો સારું થયું કે ટંક કુંભારે પ્રિયદર્શના સાધ્વીજીને સત્યનું ભાના કરાવીને પાછી પિતા ભગવાનના શરણે મોકલી. - પરમાત્મા મહાવીરદેવના અનુયાયી ટંક કુંભારને ત્યાં પ્રિયદર્શના સાધ્વીજીનો ઉતારો હતો. ટંકે અગ્નિનો કણીયો પ્રિયદર્શના સાધ્વીના વસ્ત્રો ઉપર ફેંક્યો. કપડા બળવા લાગ્યા. પ્રિયદર્શના સાધ્વીજી બોલ્યા, “અરે ! કપડું બળ્યું, કપડું બળ્યું.” ટંક દોડતો આવ્યો, બોલ્યો, “અરે ! આવું વિપરીત કેમ બોલો છો ? કપડું કયાં બળ્યું છે ? તે તો બળી રહ્યું છે.” પ્રિયદર્શના કહે, “અરે ! જુઓને ! બધું બળી ગયું? જલદી ઓલવો' વગેરે... ટંક કહે, કેમ! તમે તો કહો છો ને કે જે કરાતું હોય તે કર્યું ન કહેવાય. કર્યું હોય તે જ કર્યું કહેવાય. તો પછી બળતું હોય તે બળેલું શી રીતે કહેવાય? - પ્રિયદર્શનાજીને પોતાની ભૂલ સમજાઇ ગઇ. કપડું તો બળતું અટકાવી દીધું હતું. તે પતિને છોડીને ભગવાન પાસે ગઇ. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી દીધું. જમાલીને ઘણો સમજાવ્યો. પણ અહંકારી અને કદાગ્રહી તેણે સાચી વાત ન સ્વીકારી. તે મિથ્યાત્વી રહ્યો. આમ, સત્તામાં રહેલું મિથ્યાત્વ મોહનીય કર્મ પણ ખરાબ છે. સત્તામાં છે, માટે ક્યારેક પણ ઉદયમાં આવવાની સંભાવના છે. જો ખતમ કરી દેવાય તો તે કદીય ફરી ઉદયમાં ન આવી શકે. માટે મિથ્યાત્વ મોહનીય કર્મને દબાવીને શાંત કરવાના બદલે ખતમ કરવાની મહેનત કરવી જોઇએ. જો સમકિતમોહનીય કર્મનો ઉદય થાય અને બાકીના મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય કર્મો શાંત પડી રહે તો ક્ષાયોપથમિક સમકિત આવે. આ મલિના સમકિત છે. તે ભગવાનની વાતોમાં શંકા કરાવે. અશ્રદ્ધા પેદા કરાવે. સમકિત મોહનીયકર્મ મૂળમાં તો મોહનીયકર્મ જ છે ને? ઓછા પાવરવાળું મિથ્યાત્વ મોહનીય કર્મ છે ને? તેથી તે સાત્વિક શ્રદ્ધા ન થવા દે. જો મિશ્રમોહનીય કર્મનો ઉદય થાય અને મિથ્યાત્વમોહનીય તથા સમ્યકત્વમોહનીય કર્મ શાંત પડયા રહે તો મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્ત થાય. આત્મા ત્રીજા ગુણઠાણે પહોંચ્યો કહેવાય. અહીં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય ન હોવાથી જૈનધર્મ પ્રત્યે અરુચી ન હોય. તે જ રીતે સમકિત મોહનીયનો ઉદય ન હોવાથી જૈનધર્મ પ્રત્યે રુચી પણ ન હોય. જેનશાસન ગમે તેવું પણ નહિ અને ન ગમે તેવું પણ નહિ. તત્વઝરણું - ૧eo Page #188 -------------------------------------------------------------------------- ________________ જેન માત્ર પ્રત્યે તિરસ્કાર કે લાગણી નહિ તટસ્થ અવસ્થા ગણી શકાય. જેણે કોઇ દિવસ ગુલાબજાંબુ વિશે કાંઇ જાણ્યું નથી, જોયા કે ચાખ્યા નથી, તેને પૂછો કે તને ગુલાબજાંબુ ભાવે કે નહિ ? તો તે શું જવાબ આપે ? “ભાવે છે એમ પણ નહિ અને નથી ભાવતા એમ પણ નહિ.” બસ ! આ જ અવસ્થા છે મિશ્રગુણઠાણે રહેલા આત્માની. તેને જૈનધર્મ ગમે છે, એમ પણ નહિ અને નથી ગમતો એમ પણ નહિ. આ મિશ્રગુણઠાણું એક અંતર્મુહૂર્ત સુધી જ રહે. તેથી વધારે ન રહે. તે દરમ્યાન કોઇના જન્મ કે મરણ ન થાય. અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલોભનો ઉદય કે બંધ ન થાય. મેલાં કપડાંને લોન્ડ્રીમાં આપીએ તો તે ધોવાઇને ચોક્ખું થાય. ઘરે ધોવામાં કદાચ થોડું ઘણું મેલું પણ રહી જાય. ધોઇએ જ નહિ તો ખૂબ મેલું રહે. મિથ્યાત્વ મોહનીય કર્મ જ્યારે વિશુદ્ધિ વડે શુદ્ધ કરાય ત્યારે તે સમકિત મોહનીય કર્મ કહેવાય. તેના ઉદયે આત્મા ક્ષાયોપથમિક સમકિત પામે. ચોથા ગુણઠાણે પહોંચ્યો કહેવાય. જ્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ પૂર્ણ શુદ્ધ ન થાય, ઓછું વજું શુદ્ધ થાય, અર્ધશુદ્ધ રહે ત્યારે તે મિશ્ર મોહનીય કર્મ કહેવાય. તેના ઉદયે આત્મા ત્રીજું મિશ્રગુણસ્થાનક પામે. પણ જો મિથ્યાત્વ મોહનીય કર્મને જરા ય શુદ્ધ ન કરાય, તેવું ને તેવું મલિન રહે તો તેના ઉદયે આત્મા મિથ્યાત્વી બને. તે પહેલા ગુણઠાણે રહ્યો કહેવાય. | અભવ્ય આત્મા કાયમ માટે મિથ્યાત્વી હોય. તેને સદા મિથ્યાત્વ મોહનીય કર્મનો જ ઉદય હોય. તેના આત્મામાં તેવી વિશુદ્ધિ કદી ય પેદા થતી ન હોવાથી સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકો કયારે ય શુદ્ધ કે અર્ધશુદ્ધ બનતા નથી. સદા મલિન જ રહે છે. પરિણામે સમકિત મોહનીય કર્મ કે મિશ્ર મોહનીય કર્મ અભવ્ય આત્માને કયારેય સત્તામાં આવતું નથી. તેથી તે ત્રીજા નંબરના ગુણઠાણે કે સમકિતના ચોથા ગુણઠાણે પહોંચતો જ નથી. તે તો હંમેશા મિથ્યાત્વી હોવાથી પહેલા ગુણઠાણે જ રહે. અનાદિ કાળથી મિથ્યાત્વી હતો અને અનંતકાળ સુધી મિથ્યાત્વી રહેશે. તે કદી ય સમકિત પામશે નહિ. ભવ્ય આત્મા શરમાવર્તકાળમાં પ્રવેશ્યા પછી પુરુષાર્થ કરીને સમકિત પામી શકે છે. પહેલા ગુણઠાણાથી આગળ વધીને ઠેઠ ચદમાં ગુણઠાણે પહોંચવા દ્વારા મોક્ષમાં પણ જઇ શકે છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું | ૧૦૮ Page #189 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો સુદ ાિં ભગવાન છે. અનંત અંતરમના ગામી આઠ વર્ષના નરાક સમય આદિ અનંત વ કોષ યોગથી મુક્ત વીતરાગ સર્વા ભગવાન સમય પાંચ વાયર યોગપુત વીતરાગ રાવત ભગવાન આ સર્વે કરાયો આ થાતી સનાશક, શમય ૧ અંતર્યું. આ દેશોનપૂર એમ શીતપાય થમ તસમ સ્થાન આ મોતનીયનો પુછાય છે પ્રાંતિજ્ઞન સમય ૪. હું અંતર્યું ઉપશાંત છાણ વીતરાગ સંસ્થાન સમય ૧ સમયથી અન્ન પછી અવશ્ય પતન સાગલોભ ડિલીવેદન સમય - ૧ સમયથી આર્યુ મોતથય કે ૩૫. કરનાર ૯૭ ઉપશામક સમય ૧ અાર્યુ ગોવર્મા (૧) અપૂર્વ સ્થિતિ ધન (૨) રાત (૩) મેડલ (૪) કુળ સંક્રમ (૫) અપૂર્વ સ્થિતિનું નિવૃત્તિ કે સમયે ડેલા ચીની અાની ભિન્નતી સમય ૧ માર્યુ અપ્રયત ભવનું સર્વવિરતિપણ સમય ૧ અન્તર્ય આમવાવનું સર્વવિરતિ અંતર્યું. તે દેશોનપૂર્વ કોડ ૧૨મીથી એકદ પ્રશ્ન અહીના એક વગેરે ભાંગાનો થય ૭ ગોહિની પ્રધ્ધા 2 મુખમય સંસારની ગ ૦ નિશ્વત – શાહ રચી છે ધર્મ સર્ગે આ જિનવાણી થવાનો અતિપ્રેમી જય ૧ અંતર્યુ. થી ૬૬ સાગરોપમ સન ધર્મ પ્રત્યે ન રાગ, સંસાર પ્રત્યે ન કેમ સમય : અંતર્મુ મોસ ' ચલત wars ૧૩(૧) શુક્રવાર. તા. ૧૮-૧૦-૦૨ ચૌદ ગુણસ્થાન શ્રેણીનાં ગુણસ્થાનો inf 7.4 ન મિથ્યાત્વ ગુણસ્થાન ', ' :: c ન .. આવાનું છે ને રમ કલ ભણ કાર્યવાહી. સનકા .બસ હું આ ♦ ચિહ્ન શો આ ગમખાન રોના વર્ષા અને પાય ન ર ફિશિએ (a) ચાં -૧, ૦૪ જગને (૪) એક આ બહાર રાતમાં vie વિશ્વનનો વિર આ અતિગત શિલ્પન કનિષ્ક . અગત મુળા હો આપણા આત્માના આઠ રુચક પ્રદેશો સદાના શુદ્ધ છે. તેની ઉપર કોઇ કર્મો કદી ય લાગ્યા નથી. તે પૂર્ણ પ્રકાશિત છે. તેને જણાવવા ચૌદ ગુણઠાણાના ચિત્રમાં પહેલા ગુણઠાણાના કાળા બોલમાં પણ સફેદ ટપકું કરેલ છે. તે સફેદ પ્રકાશિત ભાગ ધીમે ધીમે વધતો જાય તેમ તેમ આત્મા વિકાસ-યાત્રામાં આગળ વધતો જાય. ઉપર-ઉપરના ગુણઠાણાને પ્રાપ્ત કરતો જાય. અનંતકાળથી આત્મા અવ્યવહારરાશીની સૂક્ષ્મ નિગોદમાં હતો. તે આ ચિત્રપટમાં ૧એ થી બતાડેલ છે. નિયતિ પાકી ત્યારે આત્મા વ્યવહારરાશીમાં પ્રવેશ્યો, તે સ્થિતિ ૧બી થી બતાડી છે. ૧બી માં આવેલો આત્મા પાછો ૧એ માં ન જાય. વ્યવહારરાશીમાં આવેલો આત્મા પાછો અવ્યવહારરાશીમાં ન જાય. તત્વઝરણું ૧૦૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ કાળ પાકતાં ભવ્યઆત્મા શરમાવર્તકાળમાં પ્રવેશ કરે, તે અહીં ૧સી દ્વારા બતાડેલ છે. - ૧સી માં આવેલો આત્મા પાછો ૧બી કે ૧એ માં ન જાય. ચરમાવર્તકાળમાં માત્ર ભવ્ય આત્મા જ પહોંચે. અભવ્ય આત્મા તો સદા માટે અચરમાર્યકાળમાં જ હોય. તેથી તેનો વિકાસ ૧બી થી વધારે ન થાય. જાતિભવ્ય આત્મા તો સદા ૧એ માં રહે. તે તો અવ્યવહાર રાશીમાંથી જ બહાર ન નીકળે. - આપણે ભવ્ય છીએ માટે આપણો વિકાસ ઠેઠ ૧૪ માં ગુણઠાણા સુધી થઇ શકે. “મોક્ષ પણ ગમે, સંસાર પણ ગમે' તે સ્થિતિમાં આવ્યા માટે આપણે નસી (ચરમાવર્તકાળ) માં આવી ગયા છીએ. જ્યારે આત્મા દ્વિર્તધક, સકૃબંધક, અપુનર્વધક, માગિિભમુખ, માર્ગપતિત અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે ૧ડી માં છે, તેમ કહેવાય. ૦૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મની જ બંધાઇ શકે છે. જે આત્મા આવી મોટી સ્થિતિ મોક્ષે પહોંચવા સુધીમાં બેથી વધારે વાર બાંધવાનો ન હોય તે દ્વિબંધક કહેવાય. એક જ વાર બાંધવાનો હોય તે સમૃદ્ધધક કહેવાય. એકપણ વાર બાંધવાનો ન હોય ત્યારે અપુનર્વધક કહેવાય. ત્યારપછી તેની નજરે મોક્ષમાર્ગ આવે. તે ત્યાં જઇને ઊભો રહે. મોક્ષમાર્ગ ઉપર પહોંચ્યા પછી જ્યારે તે માર્ગ પ્રમાણે આગળ વધે ત્યારે તે માગનુસારી કહેવાય. તેનો ૧ઇ માં પ્રવેશ થયો ગણાય. અહીં સુધી હજુ પહેલું ગુણઠાણું જ કહેવાય. મિથ્યાત્વ મોહનીય કર્મનો જ ઉદય હોય. | ૧ઇ પછી ઉપર આગળ વધવાનું. ૧૦મા ગુણઠાણે પહોંચ્યા પછી બે લાઇન શરુ થાય છે. જે ૧૧ મે ગુણઠાણે જાય તે પાછો નીચે આવે. જે ૧૦ મે થી ૧૧ મે ન જતાં સીધો ૧૨મે ગુણઠાણે જાય તે ૧૩-૧૪ થઇને મોક્ષે જાય. આત્મામાં ગુણોનો પ્રકાશ વધતો જાય. જુદા જુદા કર્મો આપણે જ બાંધીએ છીએ, અને આપણે બાંધેલા તે કર્મોને આપણે જ ભોગવીએ છીએ. આપણા સારા કે ખરાબ વિચારો-ઉચ્ચારો-આચારો વડે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના દરવાજે, કર્મોની રજકણો આત્મામાં પ્રવેશીને કર્મ બને. તે વખતે તેમાં પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ નક્કી થાય. તેમાં સ્થિતિ બે પ્રકારની નક્કી થાય. અબાધાકાળ અને વિપાકકાળ. get lea જ્યાં સુધી બંધાયેલું કર્મ પોતાનો પરચો ન બતાડે ત્યાં સુધી અબાધાકાળ કહેવાય. તે આપણા માટે ગોલ્ડન પીરીયડ કહેવાય. તે દરમ્યાન જો આપણે પશ્ચાત્તાપ કરીએ, ધર્મારાધના કરીએ તો તેના દ્વારા તે કર્મોનો પાવર ઘટી શકે તત્વઝરણું [ ૧૮૦ Page #191 -------------------------------------------------------------------------- ________________ છે. તેમાં ઘણા ફેરફારો થઇ શકે છે. તે ફેરફારો કરવા દ્વારા આપણે બધા કર્મોને ખતમ કરીને, ચૌદે ગુણઠાણા વટાવી ઠેઠ મોક્ષે પહોંચી શકીએ છીએ. મુળ સૌથી મહત્ત્વનું મોહનીય કર્મ છે. તેમાં પણ દર્શન મોહનીય કર્મના ત્રણ પેટાભેદો મુખ્ય છે. મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવ મિથ્યાત્વી કહેવાય. મિશ્ર મોહનીયનો ઉદય થાય,બાકીના બે શાંત રહે તો ત્રીજું મિશ્ર ગુણઠાણું આવે. જો સમકિત મોહનીય કર્મનો ઉદય થાય અને બાકીના બે શાંત રહે તો ક્ષાયોપશમિક સમકિત પ્રાપ્ત થાય. આત્મા ચોથા ગુણઠાણે પહોંચે. જ્યારે આ ત્રણે દર્શન મોહનીય કર્મો શાંત પડ્યા રહે, એકેયનો ઉદય ન હોય ત્યારે આત્મા ઉપશમસમકિત પામ્યો કહેવાય. ઉપશમ એટલે શાંત. પેલા ચિલાતીપુત્રની વાત તો જાણો છો ને? પોતાની પ્રેયસી સુશીમાને લઇને દોડયો. તેના ભાઇ-પિતા વગેરે તેની પાછળ પડ્યા, ઘણા નજીક આવી ગયા. હવે શું કરવું? ગુસ્સામાં તેણે તલવારથી સુશીમાનું મસ્તક અને ધડ જુદા કરી નાંખ્યા. હાથમાં મસ્તક પકડીને દોડી રહ્યો છે. ચારણમુનિને જોયા. કષાયથી ધમધમતો હતો. શાંતિ નહોતી. પ્રશાન્ત મુનિને જોઇને શાંતિનો ઉપાય પૂછ્યો. મુનિ તો ‘ઉપશમ-વિવેક-સંવર' ત્રણ શબ્દો બોલીને જતા રહ્યા; પણ આ ત્રણ શબ્દોએ ચિલાતીપુત્રના જીવનનું પરિવર્તન કરી દીધું. ના જીવનપરિવર્તન માટે ત્રણ શબ્દો કાફી છે. અરે ! એક શબ્દ પણ પરિવર્તન કરી શકે; જરુર છે પરિવર્તન પામવાની તીવ્ર ઇચ્છાની. જો તે હોય તો વધારે તત્ત્વજ્ઞાનની પણ જરુર નથી. રહેતા‘ઉપશમ' શબ્દ ઉપર તેનું ચિંતન ચાલ્યું. તે શાંત થઇ ગયો. તેણે તલવાર ફેંકી દીધી. ‘વિવેક' શબ્દે તેને સાચા-ખોટાનું ભાન કરાવ્યું. સુશીમાનું મસ્તક છોડી દીધું. સંવર શબ્દને વિચારતો તે પાપોને અટકાવવા કાઉસ્સગ્ગમાં લીન બન્યો. તેણે આત્મકલ્યાણ સાધી લીધું. flist} બારસાસૂત્રમાં જણાવ્યું છે કે સાધનાકાળમાં ભગવાન ‘સન્ડે-પસર્નોઉવસ' હતા. એટલે કે ભગવાન શાંત, પ્રશાન્ત, ઉપશાંત હતા. હા આપણે પણ આવા બનવાનું છે. દેરાસર-ઉપાશ્રય-આયંબિલશાળાપાઠશાળામાં કે ઘરે-દુકાને સદા ઉપશાંત રહેવાનું છે. કષાયોને શાંત કરવાના છે. અનાદિકાળથી તમામ આત્માઓ મિથ્યાત્વી જ હોય. જ્યારે સૌથી પહેલાં સમકિત પામે ત્યારે ઉપશમ સમકિત પમાય. આ સમકિત આત્માના ઘરનું છે. કોઇપણ કર્મની સહાય વિના પ્રાપ્ત થાય છે. એક અંતર્મુહૂર્ત સુધી ટકે છે. પરમાત્માની સમૃદ્ધિ જોતાં, જૈન શાસનની મહાનતા સમજાતાં, પ્રવચનનો કોઇ ૧૪ ૧૮૧ તત્વઝરણું VIS Page #192 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ જાણતાં, ખૂબ ભાવ ઉછળી જાય કે પાપો પ્રત્યે પશ્ચાત્તાપનો ભાવ ઉભરાય વગેરે કારણે એકાએક આ સમકિત પ્રાપ્ત થાય. ' ઉપશમ સમકિત પ્રાપ્ત થાય ત્યારે પણ આત્મા ચોથા ગુણઠાણે પહોંચ્યો કહેવાય. પણ આ સમકિત અંતર્મુહૂર્તથી વધારે ટકતું નથી. જો ત્યારપછી બે કર્મો શાંત રહે અને સમકિત મોહનીસકર્મનો ઉદય થાય તો તે આત્મા ક્ષાયોપથમિક સમકિત પામે. સમકિત મોહનીયકર્મના ઉદયથી આવેલું આ સમકિત છે, તેથી આત્માના ઘરનું નથી. કર્મની મહેરબાનીથી મળ્યું છે. જે બીજાની મહેરબાનીથી મળે તે ઘણો સમય ન ટકે. તે શાંતિથી અનુભવી ના શકાય. આ સમકિત ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત ટકે પણ ૬૬ સાધિક સાગરોપમથી વધારે ન ટકે. ત્યાં સુધીમાં મોક્ષે પહોંચીએ અથવા તો નીચે પડીએ એટલે કે ત્રીજા-પહેલા ગુણઠાણે જઇએ. આ સમકિત મલિન છે. ભગવાનના વચનમાં શંકા કરાવી શકે. ત્રીજેથી ચોથા ગુણઠાણે, ચોથેથી ત્રીજા ગુણઠાણે, આ રીતે અનેકવાર અવરજવર ચાલે. ક્યારેક પહેલેથી ત્રીજે થઇને ચોથે તો ચોથેથી ત્રીજે થઇને પહેલે આવવા-જવાનું થાય. કયારેક ડાયરેટ પહેલેથી ચોથે તો ચોથેથી પહેલે પણ અવર-જવર ચાલે. આમ આ સમકિત ઘણીવાર આવે અને જાય. પણ આ સમકિત કાયમ તો ન જ ટકે. જ્યારે આત્મા અનંતાનુબંધી ચાર કષાયોને ખતમ કરીને, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, એ ત્રણ દર્શન મોહનીય કર્મોને પણ ખતમ કરે ત્યારે તે ક્ષાયિક સમકિત પામે. આ આત્માના ઘરનું સમકિત છે. કર્મોની સહાય વિના-ઉદય વિના પ્રાપ્ત થાય છે. કાયમ ટકે છે. આવેલું કયારે ય પાછું જતું નથી. કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુઓને વંદના કરતાં આ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું હતું. ચાર નારકી તોડી હતી. તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. ક્ષાયિક સમકિતીએ જો આવતાભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તો અંતર્મુહૂર્તમાં જ મરુદેવા માતાની જેમ તે કેવળજ્ઞાન પામે. પણ જો આવતાભવનું આયુષ્ય બાંધી દીધું હોય તો ત્રણ, ચાર કે પાંચ ભવ કરે, પણ તેથી વધારે ભવો તો તે ન જ કરે. તે પહેલાં જ તે મોક્ષે પહોંચી જાય. ક્ષાયિક સમકિતનો આવો વિશિષ્ટ પ્રભાવ છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૧૮૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ અરતિ પણ સુખની સ્થિતિમાં કોનીચકમને , 'સંવત ૨૦૫૮ આસો સુદ - ૧૩(૨) શનિવાર. તા. ૧૯-૧૦-૦૨ આત્મિક વિકાસ સાધવા મોહનીસકર્મને કંટ્રોલમાં લેવું પડે. રતિ- અરતિ અટકાવવી. સુખની સ્થિતિમાં રતિઃ આનંદ ન માણવો. અને દુઃખની સ્થિતિમાં અરતિ પેદા ન કરવી. બધી સ્થિતિમાં સમભાવ કેળવવો. ૧લા ગુણઠાણેથી ઉપર જવા કે ઉપરના ગુણઠાણાથી નીચે જતાં વચ્ચે ચોથું ગુણઠાણું તો આવે જ. તે જંકશન છે. બીજું ગુણઠાણું પડતાં જ આવે પણ ચડતાં ન આવે. પહેલેથી સીધું ત્રીજે કે ચોથે જવાય પણ બીજે ન જવાય. ચોથેથી જેમ ત્રીજે થઈને પહેલે જવાય, તેમ ચોથેથી બીજે થઈને પણ પહેલે જવાય. ક્યારેક ચોથેથી સીધું પહેલે જવાય. પાંચમા કે તેથી ઉપરના ગુણઠાણે જવું હોય તો ચોથા ગુણઠાણાને સ્પર્શીને જ ઉપર જવાય, પણ તે વિના નહિ. આ બધી આંતરિક સ્થિતિની અપેક્ષાએ વાત છે. આંતરિક સ્થિતિ આપણે નિર્મળ કરવાની છે. તે માટે બાહ્ય આરાધના-સાધનાની પણ જરૂર છે. જેટલી ક્રિયા વધારે કરીએ, આરાધના વધારે કરીએ તેટલી આંતરિક ભૂમિકા પણ ઊંચી થવાની શકયતા વધારે. તેથી બાહ્ય ક્રિયાધર્મને પણ જરા ય ગૌણ ન કરવો. ભરત મહારાજા,પૃથ્વીચંદ્ર, ગુણસાગર, વગેરેને બાહ્ય દીક્ષાજીવન સ્વીકાર્યા. વિના કેવળજ્ઞાન થયું હતું, તેનો દાખલો લઈને આપણે બાહ્ય આરાધના છોડી દઈએ તો ન ચાલે. દીક્ષા લઈને મોક્ષે જવું તે રાજમાર્ગ છે. કોઈ રોડ છોડીને કાંટાળી કેડીએ આગળ વધ્યો, રસ્તામાં ઠોકર લાગી. પણ તે વખતે દસ હજાર સોનામહોરોનો ચરુ મળ્યો. તેને ફાયદો થયો. પણ એનો અર્થ એવો થોડો થાય કે બધાએ રોડ છોડીને કાંટાળી કેડીએ ચાલવાનું અને સામેથી ઠોકર ખાવાની? ના, એવો અર્થ કોઈ કરતું નથી. અરે કયારેક ઠોકર ખાશો તો ચરુ તો નહિ નીકળે, પણ એરુ (સાપ) નીકળશે ! એ રીતે કોઈને દીક્ષાજીવન વગેરે બાહ્ય સાધના વિના કેવળજ્ઞાન થયું. તેનાથી આપણને પણ બાહ્ય આરાધના-સાધના વિના કેવળજ્ઞાન થશે, એવું ન મનાય. વ્યવહારથી બધા જૈનો ચોથા ગુણઠાણે કહેવાય. શ્રાવક-શ્રાવિકાઓ પાંચમા ગુણઠાણે ગણાય. આંતરિક ભૂમિકામાં નિશ્ચયનયથી તો આના કરતાં જુદી સ્થિતિ પણ હોય. પાપો પ્રત્યે તિરસ્કાર પેદા કરીએ, સંસાર પ્રત્યે અણગમો રાખીએ, ધર્મારાધના-સાધના કરવાનો, ઉલ્લાસ વધારીએ તો આપણે જલ્દી ઉપર, ઉપરના ગુણઠાણે આગળ વધીએ. નિગોદથી મોક્ષ સુધીની આપણે યાત્રા શરુ કરી છે. કોઈ જલદી મોક્ષે પહોંચે તો કોઈ મોડા મોક્ષે પહોંચે. મરુદેવા માતા તો પહેલેથી ચોથે થઈ સીધા તત્વઝરણું | ૧૮૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણી માંડી ૬-૭-૮-૯-૧૦ થઈને ૧૨-૧૩-૧૪ થઈ સીધા મોક્ષે જલદી પહોંચી ગયા; પણ તેઓ ચોથે ગુણઠાણે તો પહોંચ્યા જ. | ચોથા ગુણઠાણે પહોંચતા અટકાવવાનું કામ એક ગાંઠ કરે છે. તે ગાંઠ ભેદીએ ત્યારે જ પ્રથમવાર સમકિત પમાય. કપડામાં ગાંઠ હોય તો પહેરવા કામ ન લાગે. રૂમાલમાં ગાંઠ હોય તો તે મરચા-લીંબુ વગેરે ભરવા કામ ન લાગે તેમ આત્મામાં જ્યાં સુધી ગાંઠ હોય ત્યાં સુધી તે સમકિત પામવા યોગ્ય ન બને. આ ગાંઠ છોડ્યા પછી જ તે સમકિત પામે. આત્મામાં રહેલો તીવ્ર રાગ તે ગાંઠ છે. આ ગાંઠ દૂર કર્યા પછી જ આપણે ચોથા ગુણઠાણે પહોંચી શકીએ. પ્રથમવાર ઉપશમ સમકિત પામીએ. તે વખતનો આનંદ અવર્ણનીય હોય. અંતર્મુહૂર્તથી વધારે તે ન ટકે. દુશ્મનના ઘરે રહીએ તો ગમે ત્યારે મોત છે. ત્યાં તો કેવી રીતે રહેવાય? રહેવા કોઈ સ્થાન ન હોય તો મિત્રે બે-ચાર મહીના રહેવા મકાન આપ્યું હોય તેમાં રહેવા જઈએ. દુશ્મનના મકાનમાંથી ત્યાં પહોંચતા કેવો આનંદ હોય? મિથ્યાત્વ એટલે દુશ્મનનું ઘર. ત્યાંથી ઉપશમ સમકિત મળે ત્યારે આનંદ વિશિષ્ટ હોય; પણ ત્યાં વધારે સમય ન રહી શકાય. છોડી દેવું પડે. ડાહ્યો માણસ તે સમય દરમ્યાન અન્ય વ્યવસ્થા કર્યા વિના ન રહે. છેવટે કાકા-મામાના ઘરે રહેવા જાય; પણ ત્યાંય કાયમ રહેવાની મજા આવે? એડજસ્ટમેન્ટ કરવું પડે. બધાના સમય સાચવવા પડે. ટેન્શનમાં રહેવું પડે. ડાહો માણસ કાકા-મામાના ઘરે કાયમ ન રહે. પોતાનું ઘરનું ઘર થાય તેવા પ્રયત્નો કર્યા વિના ન રહે ત્યાં કાચમ શાંતિથી જીવી તો શકાય. કાgિns 0 ઉપશમ સમકિતનું અંતર્મુહૂર્ત પૂર્ણ થતાં, જો સમકિત મોહનીય કર્મનો ઉદય થાય તો ક્ષાયોપથમિક સમકિત આવે. તે કાકા-મામાના ઘર જેવું છે. શાંતિ નહિ. પરમાત્માના વચનોમાં જાતજાતની શંકાઓ થયા કરે. સાધિક ૬૬ સાગરોપમથી વધારે ન ટકે. બારમા અય્યત દેવલોકમાં ઉપરા ઉપરી વધુમાં વધુ ત્રણવાર જઈ શકાય. ત્યાં ૩૩ x ૨ = ૬ સાગરોપમ પસાર થાય. વચ્ચેના માનવભવોનો થોડો ટાઈમ તેમાં ઉમેરવો. તેટલો કાળ આ ક્ષાયોપથમિક સમકિત ટકે અથવા બે વાર અનુત્તરવિમાનમાં દેવ બને તો ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોવાથી ૩૩ x ૨૪૬૬ સાગરોપમ પસાર થાય. વચ્ચેના માનવભવોનો કાળ ઉમેરતા સાધિક 6 સાગરોપમ સુધી આ ક્ષાયોપથમિક સમકિત ટકે. ત્યારપછી તે આત્મા જે સત્ત્વશાળી હોય તો ત્રણે દર્શનમોહનીય કર્મોને ખતમ કરીને ક્ષાયિક સમકિત પામે. ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જાય. નહિ તો તત્વઝરણું ૧૮૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ગુણઠાણે થઈને પહેલા ગુણઠાણે પણ જઈ શકે. ઉપશમ સમકિત તો અંતર્મુહર્ત જ ટકે. ત્યારપછી જે તેને સમકિત મોહનીયનો ઉદય થાય તો તે ક્ષાયોપથમિક સમકિતી બને; પણ જે તેને મિશ્ર મોહનીય કર્મનો ઉદય થાય તો તે ત્રીજા મિશ્રગુણઠાણે જાય. પણ જે તેને મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થવાનો હોય તો તરત ન થાય તે પહેલાં સમકિતની વોમીટ થાય. પરમાત્માના દર્શનમાં લીન બનેલો જીવ સમકિત પામ્યો. ખૂબ ઉલ્લાસ છે. પ્રભુ ભક્તિમાં ગાંડો છે. પણ અચાનક કોઈ સ્ત્રી તરફ નજર ગઈ. તે તેનામાં આસત બન્યો. આ આસક્તિ સમકિતની વોમીટ કરાવે. અથવા અચાનક પાછળથી ધક્કો આવ્યો. પાછળવાળા ઉપર ગુસ્સો આવ્યો. તરત સમકિતની વોમીટ થઇ. સમકિતની વોમીટ કરાવવા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારમાંથી કોઈને કોઈ કષાયનો ઉદય થાય. આ કષાયો મિથ્યાત્વની પાઈલોટકાર છે. તે સમકિતની વોમીટ કરાવીને આત્માને મિથ્યાત્વે પહોંચાડ્યા વિના ન રહે. દૂધપાક ખાધા પછી વોમીટ થાય તો તે વોમીટ વખતે દૂધપાકનો થોડોક તો સ્વાદ આવે ને? તેમ સમકિતની વોમીટ થતાં, થોડીવાર સમકિતનો પણ સ્વાદ આવે. તે વખતે આત્મા સ્વાદ સહિતની અવસ્થા અનુભવે. તેને સારવાદન(સ= સહિત, આસ્વાદન =રવાદ)ગુણઠાણું કહેવાય. તે બીજું ગુણઠાણું છે. વોમીટનો સ્વાદ વધુ સમય ન રહે; તેમ આ સારવાદન ગુણઠાણું વધારે કાળા ન રહે. તે ૧ સમયથી છ આવલિકા સુધી જ રહે. તેથી વધારે નહિ. તેટલો કાળ પસાર થયા પછી તે આત્મા તરત પહેલે ગુણઠાણે જાય. 8 આમ, ઉપશમ સમકિતથી પડીને પહેલે ગુણઠાણે જતાં આ બીજું સારવાદન ગુણઠાણું આવે; પણ પહેલેથી ચોથે ગુણઠાણે જતાં આ બીજું ગુણઠાણું ન આવે. દૂધપાક ખાય તેને દૂધપાકના સ્વાદવાળી વોમીટ થાય. દૂધપાક ખાય નહિ, તેને દૂધપાકના સ્વાદવાળી વોમીટ કેવી રીતે થાય? તેમ જે આત્મા સમકિત પામ્યો હોય તેને સમકિતના સ્વાદવાળી વોમીટ થાય. જે ચોથે પહોંચ્યો હોય તેને પહેલે ગુણઠાણે જતાં વોમીટ થવા રુપ બીજું ગુણઠાણું આવે. પણ જેણે દૂધપાક પીધો જ ન હોય તેને જેમ તેના સ્વાદવાળી વોમીટ ન થાય તેમ છે સમકિત પામ્યો નથી તેને સમકિતના સ્વાદવાળું બીજું ગુણઠાણું ન આવે. પહેલે ગુણઠાણે રહેલો આત્મા મિથ્યાત્વી છે, સમકિતી નથી, માટે તેને સમકિતના રવાદવાળું સારવાદન ગુણઠાણું ન આવે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું I ૧૮૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો વદ - ૧ મંગળવાર, તા. ૨૨-૧૦-૦૨ જે આત્મા શરમાવર્તકાળમાં આવે તેનો મોક્ષ અવશ્ય થાય જ. ૧સી માં આવ્યો એટલે હવે એક પુદગલ પરાવર્તકાળથી વધારે સંસારમાં રખડશે નહિ. ૧ડી માં આવ્યો એટલે હવે વારંવાર કષાયો-ભયંકર વિરાધનાઓ નહિ કરે. ૧ઈ માં ગયા પછી ચોથે ત્યારે જ જવાય કે જ્યારે અનંતાનુબંધી કષાયોને શાંત કરાય કે ખતમ કરાય. પછીના ઉપર-ઉપરના ગુણઠાણા પણ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે કષાયો નબળા પડે, આમ, આપણે મોક્ષે જવા માટે કષાયોને કંટ્રોલમાં લેવાની સાધના કરવાની છે. કષાયોને મંદ પાડવાના છે. કષાયોનું આધિપત્ય ન ચાલે. કષાયો આપણા માલિક ન બનવા જોઈએ પણ આપણે કષાયોના માલિક બનવાનું છે. જ્યારે ઈચ્છીએ ત્યારે તેને રોકી શકીએ, એ સ્થિતી નિર્માણ થવી જોઈએ. સાચું બોલો, કષાયો આપણા બોસ છે કે આપણે કષાયોના? | અધ્યાત્મ એટલે શું? સામાયિક, પ્રતિક્રમણ, પૂજા વગેરે કરવું તેનું નામ અધ્યાત્મ, એમ નહિ. યશોવિજયજી મહારાજ કહે છે કે જે આત્મા ઉપરથી મોહનીયકર્મનો અધિકાર ઊઠી ગયો હોય તેની તમામ શુદ્ધ ક્રિચાઓ આધ્યાત્મિક કહેવાય. આવી આધ્યાત્મિક ક્રિયાઓ અપુનર્વધક અવસ્થા આવ્યા પછી પ્રાપ્ત થાય. ચૌદમા ગુણઠાણા સુધી રહે. મોહનીસકર્મના ડેરાતંબૂ ઊઠવા લાગે એટલે આત્માનો ઉદ્ધાર શરુ થાય. અપુનર્વધક અવસ્થા (૧ડી)થી સાચાધર્મની શરૂઆત થાય. માટે તેને આદિધાર્મિક અવસ્થા કહે છે. ક્રોધ વગેરે કષાયો સમાધિને ખતમ કરે છે. સમાધિ તો જિનશાસનનો સાર છે. અસમાધિ થાય તેવું કોઈ વર્તન-વ્યવહાર ન કરાય. તેમાં ચ સકલ સંઘની સમાધિ જોખમમાં મૂકાય તેવું વર્તન કરનાર તો વધારે ગુનેગાર ગણાય. યશોવિજયજી મહારાજ વૈરાગ્ય કલ્પતાગ્રંથમાં જણાવે છે કે ઘણા શિષ્યોના સમૂહથી યુક્ત હોય, બહુશ્રુત હોય, અનેકોને માન્ય હોય તે સમાધિમાર્ગથી પ્રતિકૂળ વર્તન કરે તો શાસનનો શત્રુ થયો ગણાય. સંમતિતર્ક ગ્રંથમાં પણ આવી વાત જણાવી છે. સમાધિનું મહત્ત્વ આ બધા શ્લોકોથી સમજાય છે. નક્કી કરીએ કે બધાને સમાધિ આપીશું. કોઈને અસમાધિ થાય તેવું વર્તન કદી નહિ કરીએ. તે માટે નાની નાની બાબતોમાં લેટ ગો કરીશું પણ કષાયોને આધીન નહિ થઈએ. મોટી વાતમાં પણ કષાયો ન કરતાં ભગવાનની ઉપર બધું છોડી દઈશું. | ૧ઈ માંથી સીધા ચોથા ગુણઠાણે જવાય. પરમાત્માના શાસનના પદાર્થો તત્વઝરણું " સુધાઓ અને શુદ્ધ ઉપરથી ૧૮૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ સાંભળીને અહોભાવ જાગે, સમર્પિત થવાનું મન થાય, જૈનશાસન સામે બાકીનું બધું નબળું જણાય, પુષ્કળ શ્રદ્ધા પેદા થાય તો તરત ચોથે ગુણઠાણે પહોંચી જવાય. અનાદિકાળથી આત્મામાં જામ થઈ ગયેલી રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ છૂટી જાય એટલે પ્રથમવાર સમકિત પમાય. હવે અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી વધારે સંસાર ભમવાનો નહિ. આત્મા અર્ધચરમાવર્તમાં પ્રવેશી ગયો ગણાય. આ ચૌદ ગુણસ્થાનકનો ચૌદ સ્વપ્નો સાથેનો સંબંધ વિચારી શકાય. પહેલું સ્વપ્ન હાથીનું. હાથી દેરાસરની બહાર હોય. પહેલા ગુણઠાણાવાળો જીવ જૈનશાસન રુપી મંદિરની બહાર હોય. જૈન શાસનમાં તેનો પ્રવેશ નહિ. બીજું સ્વપ્ન બળદ. બળદ ખાધા કરે. પછી ઝાડ નીચે બેસીને પાછું મોઢામાં લાવીને વાગોળે. ખાધેલાને પાછું મોઢામાં લાવીને તેનો સ્વાદ માણે. બીજું ગુણઠાણું સાસ્વાદન. તેમાં પૂર્વે મેળવેલા સમકિતની વોમીટ થાય. સમકિતનો આસ્વાદ માણવાનો. બધું ખા શા ત્રીજું સ્વપ્ન સિંહ. તેની સામે ગમે તેટલું ઘાસ ધરો, તેને તેમાં રુચી પણ ન હોય કે અરુચી પણ ન હોય. ત્રીજા મિશ્રગુણઠાણાને પામેલા આત્માને પણ જૈનધર્મ પ્રત્યે સંચી કે અરુચી ન હોય. ચોથું સ્વપ્ન લક્ષ્મીજી સમૃદ્ધિ. ચોથું ગુણઠાણું આવે એટલે ગુણોની સમૃદ્ધિ પ્રાપ્ત થાય. આ ચોથું ગુણઠાણું પામવા દર્શન મોહનીયકર્મના ત્રણ ભેદોમાં ઘણી ઉથલપાથલ કરવી પડે. મિથ્યાત્વ મોહનીય કર્મને શાંત કે ખતમ કરવું પડે. દેવ-ગુરુની આશાતના કરવાથી, ચતુર્વિધ સંઘની નિંદા કરવાથી, કુદેવકુગુરુ-કુધર્મ પ્રત્યેનું આકર્ષણ પેદા કરવાથી, પરમાત્માના વચનનો વિરોધ કરવાથી, ઉત્સૂત્ર વચન બોલવાથી મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાય છે. આ મિથ્યાત્વ મોહનીય કર્મ નબળું પડે. એક કોડાકોડી સાગરોપમથી ઓછું સત્તામાં રહે, ત્યારે રાગ-દ્વેષની ગાંઠ પાસે પહોંચાય. તે ગાંઠ જ્યારે ભેદીએ ત્યારે ચોથું ગુણઠાણું અને સમકિત પમાય. મોહનીય કર્મની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમની થાય ત્યારે જ નવકારનો 'ન' કે કરેમિભંતેનો 'ક' સાંભળી, બોલી, લખી કે વાંચી શકીએ. તે સમયે જે નવું મોહનીય કર્મ બંધાતું હોય તે પણ અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે ન બંધાય. દર્શન મોહનીય કર્મ નાશ પામે કે નબળું પડે ત્યારે સમકિત પમાય. ચોથું ગુણઠાણું આવે. આમ, ૧ થી ૪ ગુણઠાણાનો સંબંધ દર્શન મોહનીય કર્મના ત્રણે તત્વઝરણું ૧૮૭ Page #198 -------------------------------------------------------------------------- ________________ પેટા ભેદો સાથે છે, પણ પાંચમા વગેરે ગુણઠાણાનો સંબંધ રાત્રિ મોહનીય કર્મ સાથે છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયે પહેલું મિથ્યાત્વ ગુણઠાણું હોય. મિશ્ર મોહનીય કર્મના ઉદયે ત્રીજું મિશ્રગુણઠાણું હોય. સમકિત મોહનીય કર્મના ઉદયે ક્ષારોપથમિક સમકિતવાળું ચોથું ગુણઠાણું આવે. ત્રણે દર્શન મોહનીસકર્મો શાંત હોય ત્યારે ઉપશમ સમકિતવાળું ચોથું ગુણઠાણું આવે. જો ત્રણે દર્શન મોહનીય કર્મો નાશ પામે તો ક્ષાચિક સમકિતવાળું ચોથું ગુણઠાણું આવે ઉપશમ સમકિતથી પડીને પહેલા ગુણઠાણે જતાં બીજું ગુણઠાણું આવે. તે વખતે આ ત્રણે દર્શન મોહનીય કર્મો શાંત પડેલા હોય. આમ 1 થી 4 ગુણઠાણાનો સંબંધ ત્રણ દર્શન મોહનીય કર્મોની સાથે ગોઠવાયેલો છે. ચારિત્ર મોહનીય કર્મના 25 પેટાભેદો છે. 16 કષાય મોહનીય અને 9 નોકષાય મોહનીય. ક્રોધ-માન-માયા-લોભ, આ ચાર કષાયો છે. તે અતિશય તીવ્ર કક્ષાના હોય ત્યારે તે ચાર અનંતાનુબંધી કષાયો કહેવાય. ઓછા તીવ્ર હોય તો તે ચાર અપ્રત્યાખ્યાનીય કષાયો કહેવાય. જ્યારે તે ચાર મંદ કક્ષાના હોય ત્યારે તે ચાર પ્રત્યાખ્યાનીય કષાયો કહેવાય અને જ્યારે તે અતિશય મંદ થાય ત્યારે તે ચાર સંજવલન કષાયો કહેવાય. . અનંતાનુબંધી ચાર કષાયો શાંત પડે કે નાશ પામે ત્યારે ચોથું ગુણઠાણું આવે. અપ્રત્યાખ્યાનીય કષાયો શાંત થાય ત્યારે પાંચમું ગુણઠાણું આવે. પ્રત્યાખ્યાનીય કષાયો જ્યારે શાંત થાય ત્યારે છવું ગુણઠાણું આવે. સંજવલના કષાયોની હાજરીમાં 6, 7, 8, 9, 10 ગુણઠાણા પણ આવે. જ્યારે સંજવલના કષાયો શાંત પડે કે નાશ પામે ત્યારે 11-12-13-14 ગુણઠાણા આવે. આમ, ચારિત્ર મોહનીય કર્મ નબળું પડતું જાય, કષાયો મંદ મંદ થતાં જાય તેમ તેમ ઉપર-ઉપરના ગુણઠાણાની પ્રાપ્તિ થવા રુપ આત્માનો વિકાસ થાય. હવે આપણું લક્ષ કષાયોને નબળા પાડવા કે, નાશ કરવા તરફ જવું જોઇએ. પાંચ તિથી લીલોતરીનો ત્યાગ કરવો જેમ જરુરી છે, તેમ પાંચ તિથિ ક્રોધાદિનો ત્યાગ પણ અતિ આવશ્યક છે. ટી.વી. વગેરે જોવાનું બંધ કરવું, ધંધા વગેરેમાં અનીતિ બંધ કરવી, ખાવા-પીવાની આસક્તિ છોડવી પણ ખૂબ જરુરી છે, તે ન ભૂલવું. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. stes lo તત્વઝરણું - 188 Page #199 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો વદ - ૨ બુધવાર તા૨૩-૧૦-૦૨ વિચારોમાં મંઝવણ પેદા કરાવવાનું કામ દર્શન મોહનીય કર્મ કરે છે, તો આચારોમાં વિચિત્રતા પેદા કરવાનું કાર્ય ચારિત્ર મોહનીસકર્મનું છે. કર્મો ગમે તેટલા બળવાન હોય, પણ ચરમાવર્તકાળમાં પુરુષાર્થ તેનાથી પણ બળવાન છે. આપણે કર્મોનો વાંક કાઢીને બેસી નહિ રહેવાનું પણ તે કર્મોનો ખૂરદો બોલાવવાનો ઘોર પુરુષાર્થ કરવાનો. બીજાના જીવનમાં દોષો દેખાય તો તેમના પ્રત્યે તિરસ્કાર કે દુભવ નહિ કરવાનો. તેમના કર્મો તેવા હશે, તેમ વિચારીને કર્મોને ધિક્કારવાના, તેમના દોષોને ધિક્કારવાના પણ તે દોષો કે કવાળી વ્યક્તિને કદીય ધિક્કારવી નહિ. આપણા જીવનમાં દોષો જામેલા દેખાય તો કર્મોને નજરમાં લાવીને જાતનો બચાવ નહિ કરવાનો, પણ આપણા અવળા પુરુષાર્થને નજરમાં લાવીને, હવે દોષોને ખતમ કરવાનો સવળો પુરુષાર્થ શરુ કરવો. કર્મો કરતાં ધર્મની તાકાત વધારે છે. હવે હું ધર્મ વધારીશ. કર્મોને કંટ્રોલમાં લાવીશ. જીવનને આબાદ બનાવીશ એવું નક્કી કરવું. જૈનશાસન અદભૂત છે. તે આપણને મળ્યું છે. તેના પ્રભાવે ઠેઠ મોક્ષે જઈ શકીશું. દોષો કે દુઃખો દેખાય તો રડવાનું નહિ. લઘુતાગ્રંથીથી પીડાવાનું નહિ પણ ઉલ્લાસ-થનગનાટ પેદા કરવો. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, વાધ્યાયકાઉસ્સગ્ગથી માંડીને ક્રોધાદિ દોષોના નાશની સાધનામાં આગળ વધવું. “ઊઠા ઊભો થા ! ઉઠાવ તલવાર, લડી લે યુદ્ધ'' શબ્દોને યાદ કરીને ઊભા થવું. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જ ને’ શબ્દો સાંભળીને કાયરતા ખંખેરીને શૂરવીર બનવું. પોતાના દોષનો ટોપલો બીજાને કે કર્મોને ઓટાડવાના બદલે તે કર્મોને ખતમ કરવા ધમરાધનામાં સત્ત્વ ફોરવવું, પણ દોષોનો બચાવ ન કરવો. પોતાને સતાવતા ક્રોધનો, દોષ તરીકે સ્વીકાર કરવો, પણ ‘કડકાઈ’ નું લેબલ આપી, તેનો બચાવ ન કરવો. અભિમાનને સ્ટેટસ,માયાને સેલ્સમેનશીપ કે લોભને “ઈનવેસ્ટમેન્ટ' જેવા રૂપાળા શબ્દો આપીને તે તે દોષોનો બચાવ કરતા રહીશું તો તેને ખતમ કેવી રીતે કરીશું? રોગનો રોગ તરીકે સ્વીકાર કરો, તો રોગ મટશે પણ જે રોગને રોગ તરીકે સ્વીકારે નહિ તે દવા ન કરે, માટે તેનો તે રોગ મટે નહિ. જે દોષનો દોષ તરીકે સ્વીકાર કરીશું, બચાવ નહિ કરીએ તો તે દોષોને દૂર કરવાનો ઉપાય જાણી શકીશું. તેનો અમલ કરીને દોષમુક્ત બની શકીશું. - કષાયો ૧૬ પ્રકારના છે. ક્રોધ-માન-માયા અને લોભ, આ ચારે કષાયો તત્વઝરણું ૧૮૯, Page #200 -------------------------------------------------------------------------- ________________ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય,પ્રત્યાખ્યાનીય અને સંજવલન, એમ ચાર-ચાર પ્રકારના હોવાથી કુલ ૧૬ પ્રકારના કષાયો થયા. એક વર્ષથી વધારે ટકે તેવા તીવ્ર કક્ષાના કષાયો અનંતાનુબંધી કહેવાય. તે ઉદયમાં હોય તો સમકિત ના આવવા દે. સત્તામાં તો તે ૧૧મા ગુણઠાણા સુધી ટકી શકે છે. - આ કષાયો બહુ ખરાબ છે. ૧૧મા ગુણઠાણાથી પતન પામેલા આત્માને આ કષાયોનો ઉદય બીજે ગુણઠાણે થઈ ૧લા ગુણઠાણે મોકલી શકે છે. ઠેઠ નિગોદમાં પહોંચાડે છે. અનંતોકાળ ત્યાં ફસાવી દે છે. ખીલેલા આત્મિકગુણો ચાલ્યા જાય છે. ગુમાવેલા પૈસા તો થોડા વર્ષો પછી પાછા મેળવી શકાય પણ ગુમાવેલા ગુણો પાછા મેળવવા મુશ્કેલ બને છે. જે કષાયો આપણી આવી ખરાબ હાલત કરે છે, તે ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરી દેવો જોઈએ. ક્રોધ ન કરીએ, ક્ષમા ધારણ કરીએ તો નવું કષાયમોહનીય કર્મ ન બંધાય, જે બંધાય તેમાં ઓછો રસ પડે. બીજા ખોટા કાર્યો કરે તો પણ આપણે તેમની ઉપર ગુસ્સે થવાની શી જરુર? ભેંસના શીંગડા ભેંસને ભારે. તેના દોષે તે મરશે. તેનું ફળ તે ભોગવશે. પણ કષાયો કરી કરીને આપણા આત્માને વધુ ભારે કર્મી કે દુષ્ટ બનાવવાની શી જરુર? છે માયા-કપટ ન કરવા. સરળ બનવું. સરળતાના લાભ ઘણા છે. માયાવીપણું સંસારમાં ઘણો કાળ રખડાવે છે. સ્ત્રી-તિર્યંચના અવતારો લેવડાવે છે. અહંકારલોભ વગેરે દોષો તો પાપોનો બાપ છે. બધા પાપોને તેઓ ખેંચી લાવે છે. - અનંતાનુબંધી કષાયોનો ઉદય અટકે એટલે સમકિત મળે. સમકિતી સંયમજીવન લેવા તલસતો હોય. દીક્ષા લીધા વિના તેને ચેન ન પડે. કર્મો અટકાવે તે જુદી વાત, બાકી તે સંયમ લીધા વિના રહી ન શકે. 1 કપડાં ટીપટોપ જોઈએ. ફર્નીચર ઊંચામાં ઊંચુ જોઈએ. ભોજન ટેસ્ટી જોઈએ. બધી વસ્તુ અપટુડેટ જોઈએ. તો ધર્મ પણ કેમ ફર્સ્ટકલાસ ન જોઈએ? ફર્સ્ટકલાસ ધર્મ એટલે સંયમ જીવન. જે તે લેવાની સાચી ઈચ્છા હોય તો તરત લઈ લેવાય. અટકાય શી રીતે? કર્મોના નિકાચિત ઉદયે જે લઈ શકતો ન હોય તે ધૂસકે ધ્રુસકે રડતો હોય. તેની સ્થિતિ કોઈ જુદી જ હોય. બાકી, સંસારમાં મસ્તીથી રહેતો હોય અને બોલતો હોય કે ““દીક્ષા લેવી છે, પણ શું કરું? કર્મો નડે છે,' તે શી રીતે સાચું મનાય? TET 1 2 | દીક્ષા લેવી સહેલી છે, પણ દીક્ષા ન મળવાના કારણે સંસારમાં તરફડતા રહેવું મુશ્કેલ છે. રાત્રિભોજન છોડવું સહેલું છે પણ રડતાં રડતાં ચાલુ રાખવું મુશ્કેલ છે. શું એવી રીતે રડતાં રડતાં રાત્રિભોજન કરો છો, કે જે જોનારાનું તત્વઝરણું ૧૦ Page #201 -------------------------------------------------------------------------- ________________ નિષ્કારણ થતું રાત્રિભોજન કાયમ માટે છૂટી જતું હોય ! દીક્ષા લેવાના ભાવ છતાં સંસારમાં બેસી રહે તેના તે ભાવો લાંબા સમય સુધી ટકવા મુશ્કેલ છે. ધીમે ધીમે તે નિષ્ફર બનવા લાગે. - ચાર મહીનાથી વધારે ટકે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય. આ કષાયોના ઉદયે નાનું પચ્ચકખાણ પણ કરી ના શકાય. શ્રાવકના બાર વ્રતમાંના એકે વ્રત ન લઈ શકો. અરે ! નાનું નવકારશીનું પચ્ચખાણ પણ ન કરી શકાય. શ્રાવક બનવું જોઈએ. રોજ પ્રતિક્રમણ કરવા જોઈએ, રાત્રિભોજન - કંદમૂળ છોડવું જોઈએ વગેરે બધું માને ખરા, કારણકે અનંતાનુબંધી કષાયનો ઉદય નથી પણ તેમાનું કાંઈપણ કરી શકે નહિ, કારણકે અપ્રત્યાખ્યાનીયા કષાયો અટકાવે છે. દેવો વગેરેને આ અપ્રત્યાખ્યાનીય કષાયોનો નિકાચિત ઉદય હોય છે. તેથી તેઓ વ્રત-નિયમ કરી શકતા નથી. શ્રેણિક-કૃષ્ણ વગેરેને પણ આ કષાયોનો નિકાચિત ઉથ હતો. | ૧૫ દિવસથી વધારે ટકે તેવા કષાયો પ્રત્યાખ્યાનીય હોય છે. તે કષાયો ભગવાનની વાતો માનવા દે, સંયમજીવન લેવું જોઈએ, તેવું મનાવે, બાર વ્રતપચ્ચફખાણ વગેરે લેવા દે પણ દીક્ષા લેવા ન દે. મંદ કક્ષાના કષાયો હોવાથી શ્રાવકજીવન ઊંચું જીવવા દે ખરા, પણ સાધુ ન બનવા દે. બધા તિર્યંચોને આ પ્રત્યાખ્યાનીય કષાયોનો નિકાચિત ઉદય હોવાથી તેઓ દીક્ષા લઈ શકતા નથી. પણ પાંચમુ દેશવિરતિગુણઠાણું તેઓ પામી શકે છે. જે મનુષ્યોને આ પ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય ન હોય તેઓ દીક્ષા લઈને છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણાને પામી શકે. સંજવલન કષાયોનો ઉદય હોય તો પણ દીક્ષા મળે. સં = થોડું, જવલન = બાળવું તે. ચારિત્રજીવનને જે થોડું થોડું બાળવાનું કામ કરે તે સંજવલન કષાય કહેવાય. તેઓ પાંચ મહાવ્રતોમાં અતિચારો લગાડે. ખાવામાં લાલસા કરાવે. થોડો થોડો ગુસ્સો કરાવે; પણ પછી પસ્તાવો થાય. પ્રાયશ્ચિત્ત લે. આ કષાયોની હાજરીમાં પણ સાધુપણું ટકે છે. ચાલી જતું નથી; આ કષાયોના ઉદયે આત્મા દસમા ગુણઠાણા સુધી વિકાસ સાધી શકે પણ ૧૧ થી ૧૪ ગુણઠાણા કે મોક્ષની પ્રાતિ તેને ન થઈ શકે. આપઘાત ન કરાય. આપઘાત કરીએ તો માનવભવ હારી જઈએ. આ માનવભવમાં અત્યારે પણ સાતમા ગુણઠાણા સુધીનો વિકાસ સાધી શકાય, પણ આપઘાત કરીને જે ભવમાં જઈએ ત્યાં તેટલો વિકાસ ન સાધી શકાય. આ ભવમાં તો જેટલું વધારે જીવાય તેટલું સારું, તેટલી વધારે સાધના થાય. તેથી મનમાં પણ આપઘાતનો વિચાર ન કરાય કે કોઈને આપઘાતની ધમકી પણ ન અપાય. તત્વઝરણું ( ૧૯૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો વદ - ૩ ગુરુવાર, તા. ૨૪-૧૦-૦૨ બાહ્રક્રિયાઓ પહેલા જાણવાની. જાણવાથી હૃદયમાં આદર - બહુમાન પેદા થાય. જેના પ્રત્યે આદર પેદા થાય, તે કરવાનું મન થાય. પછી તેનું પાલન પણ શરુ થાય. આમ જાણવું, આદરવું અને પાળવું, એ ત્રણ ભૂમિકામાંથી આપણે પસાર થવાનું છે. ચોથું ગુણસ્થાનક જાણવાની અને જાગવાની ભૂમિકા રુપે છે. જાણેલા પ્રત્યે આદર અને પાલન થાય ત્યારે પાંચમું કે છછું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. જાગેલો ચોથા ગુણઠાણે છે. જાગ્યા પછી જે થોડો ભાગ્યો, તે પાંચમાં ગુણઠાણે છે. જે પૂરેપૂરો ભાગ્યો, તે છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણે છે. ચોથા ગુણઠાણાનું નામ અવિરત સમ્યગૃષ્ટિ છે. સમકિત પામેલો છે, માટે તે સમ્યગ્રદષ્ટિ કહેવાય, પણ હજુ જરા ય વિરતિ પામ્યો નથી, પાપોથી અટકયો નથી માટે અવિરત છે. સમકિત પામ્યા વિના ઉપરની કોઈ ભૂમિકા પેદા ન થઈ શકે. માટે ચોથા ગુણઠાણે પહોંચ્યા પછી જ ઉપરના ગુણઠાણા આવે. આ સમકિત જેનશાસનનું પ્રવેશદ્વાર છે. તેમાં પ્રવેશ્યા પછી જ વિરતિધર્મની આરાધના થઈ શકે છે. બધા ગુણો ખીલી શકે છે. માટે ચોથા સ્વપ્ન લક્ષ્મીજી સાથે તેનો સંબંધ વિચારી શકાય. દીક્ષા જીવન સ્વીકારવું જ જોઈએ, હું કયારે સંયમ સ્વીકારું? તેવી ભાવના સાથે સંયોગવશ જે આત્મા સંયમ ન સ્વીકારી શકે તે સંયમના ભાવ સાથે શકયતઃ પાપોનો ત્યાગ કરે ત્યારે દેશવિરતિ નામના પાંચમાં ગુણઠાણે આવે છે. આવો શ્રાવક પોતાના સુંદર આચારો વડે ઠેર-ઠેર સન્માન પામે છે; માટે પાંચમા સ્વપ્ન કુલની માળા સાથે તેનો સંબંધ સારો જામે છે. આ પાંચમું ગુણઠાણું દેશોના પૂર્વ ક્રોડ વર્ષ સુધી ટકી શકે છે. આઠ વર્ષની ઉંમરે આવી શકે છે. એક પૂર્વ એટલે ૦૦૫૬૦ અબજ વર્ષ. વધુમાં વધુ આવા એક કરોડ પૂર્વના આયુષ્યવાળા જીવો પાંચમ ગુણઠાણું પામે તેથી વધુ આયુષ્યવાળા ન પામે.દેશોન = ૮ વર્ષ ઓછા પૂર્ણ ક્રોડ વર્ષ સુધી આ પાંચમું ગુણઠાણું ટકે. | છઠ્ઠું સ્વપ્ન ચંદ્ર છે. ચંદ્ર શીતળ છે. સૌમ્ય છે. આહલાદક છે; પણ તેમાં ચ કલંક તો છે જ. તે ન ભૂલવું. તેમ છવું ગુણસ્થાનક પ્રમત્તસર્વવિરતિ સંયમ, આત્મા માટે આહલાદક છે. લાભદાયક છે, પણ તેમાં પ્રમાદ નામનું કલંક છે. સાતમું સ્વપ્ન સૂર્ય છે. તે તેજસ્વી છે. તેમાં કોઈ કલંક નથી, સાતમું ગુણઠાણું અપ્રમત્ત સર્વવિરતિ છે. સંયમજીવન તો છે, પણ તેમાં જરાય પ્રમાદ નથી. કોઈ કલંક નથી. આત્માનું તેજ વિસ્તરી રહ્યું છે. તત્વઝરણું ૧૯૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા-સાતમા ગુણઠાણાનો ભેગો કાળ દેશોનપૂર્વક્રોડવર્ષ છે. આઠ વર્ષ પછી પ્રાપ્ત થાય. વધુમાં વધુ પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને જ આ બે ગુણઠાણા આવે. વારાફરતી બદલાયા કરે. છઠ્ઠું કે સાતમું ગુણઠાણું સળંગ એક અંતર્મુહૂર્તથી વધારે ન રહે. આત્મા હીંડોળાની જેમ છઢેથી સાતમે અને સાતમેથી છઅે સતત આવ-જા કર્યા કરે. હીંડોળા બે છેડે તો ઘણો ઓછો સમય રહે તેમ સાતમા ગુણઠાણે આત્મા ઘણો ઓછો સમય રહે. સમગ્ર ભવચક્રમાં સાતમું ગુણઠાણું ઘણીવાર આવી શકે, પણ તે બધાનો ભેગો સમય પણ ૪૮ મિનિટથી ઓછો હોય. અંતર્મુહૂર્તથી વધારે ન થાય. દર અંતર્મુહૂર્ત છઠ્ઠા ગુણઠાણે પસાર કરીને તરત સાતમા ગુણઠાણે જવું જ પડે. જે છટ્ટેથી સાતમે ન જાય તે અંતર્મુહૂર્ત પછી પાંચમા-ચોથા-પહેલા વગેરે ગુણઠાણે જાય. તે તો પોષાય તેવી ચીજ નથી. તેથી સંયમજીવનમાં સતત જાગૃતિ જોઈએ. ઊંઘમાં પણ પડખું ફેરવતાં પૂંજવું-પ્રમાર્જવું જોઈએ. સ્વપ્નોમાં પણ પરમાત્મા દેખાય. પરમાત્માના શાસનના પદાર્થો દેખાય. ઊંઘમાં પણ શાસ્ત્રોના પાઠ ચાલ્યા કરે. આત્મા છઠ્ઠા-સાતમા ગુણઠાણે વારંવાર આવન-જાવન કર્યાં કરે. ત્યારપછી આગળ વધવા માટેની બે લાઈન આવે છે. અંધેરી સુધી એક જ લાઈન, પછી અંધેરીથી ઉપડેલી બે ગાડીઓ બાંદરા સુધી સાથે જાય. પછી તેમની લાઈન જુદી પડે. એક લાઈન વી.ટી. જાય તો બીજી લાઈન ચર્ચગેટ જાય. તેમ મા ગુણઠાણા સુધી એક જ લાઈન છે. ત્યારપછી બે લાઈન આગળ જાય. ૮૯-૧૦ ગુણઠાણા સુધી બંને લાઈન સાથે ચાલે. પછી જુદી પડે. એક ૧૦ મે થી ૧૧ મે જાય, બીજી ૧૦ મે થી ૧૨ મે જાય. જે લાઈનમાં દસમા ગુણઠાણા પછી ૧૧ મું ગુણઠાણું આવે તે ઉપશમશ્રેણી કહેવાય. જેમાં દસમા પછી બારમું ગુણઠાણું આવે તે ક્ષપકશ્રેણી કહેવાય. બારમે પહોંચનારો તેરમે-ચૌદમે થઈને મોક્ષે જાય જ. પણ જે ૧૧ મે ગુણઠાણે પહોંચ્યો તેણે પાછા ફરવું જ પડે. વી.ટી. પહોંચેલી ગાડી આગળ પાટા ન હોવાથી પાછી ફરે; તેમ ૧૧ મે પહોંચેલો આત્મા પાછો ફરે પણ આગળ વિકાસ ન સાધે. આપણા આ ભરતક્ષેત્રમાંથી હાલ વધુમાં વધુ સાતમા ગુણઠાણા સુધીનો જ વિકાસ સાધી શકાય છે. પૂર્વે તો આપણા ભરતક્ષેત્રમાંથી પણ ઉપશમશ્રેણી - ક્ષપકશ્રેણી માંડી શકાતી હતી, પણ જંબુસ્વામીજીના મોક્ષ પછી તે બંધ થયેલ છે. પરંતુ મહાવિદેહક્ષેત્રમાંથી તો આજે પણ બંને શ્રેણી માંડી શકાય છે. ઠેઠ મોક્ષ સુધી પહોંચી શકાય છે. IPM ૧૧ મા ગુણઠાણે પહોંચેલો આત્મા આગળ ન વધતા રીટર્ન થાય. જો તેનું તત્વઝરણું ૧૯૩ . Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મા ગુણઠાણે આયુષ્ય પૂર્ણ થાય તો મરીને વૈમાનિક દેવલોકમાં પહોંચે, જ્યાં તેને ચોથું ગુણઠાણું હોય. જો આયુષ્ય પૂર્ણ ન થાય તો સંજવલન કષાયનો ઉદય થવાથી તે નીચે પટકાય. ૧૧ મે થી ૧૦ મે-૯ મે-૮ મે-૯ મે થઈ છકે આવે. કોઈ ત્યાંથી પાંચમે-ચોથે-બીજે થઈને પહેલે ગુણઠાણે પણ જાય. ઉપશમશ્રેણીના ૧૧ મા ગુણઠાણાથી પણ આત્માનું પતન કરનારા આ કષાયો કેટલા બધા ભયાનક કહેવાય, તે હવે સમજાઈ ગયું હશે! કોઈ છડે-ચોથે સ્થિર પણ રહે. કોઈ ત્યાંથી ફરી ઉપર ચઢે. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી પણ માંડે. આ કષાયોના ભાઈ સમાન નોકષાયો છે. ચોરનો ભાઈ ઘંટીચોર જેવા છે. કષાયોને પેદા કરે છે, માટે નોકષાય કહેવાય છે. દારૂના પીઠામાં દારુ પીતા મિત્રની સાથે બેસીને દૂધ પીનારાને પણ લોકો તો દારુડીયો જ સમજે. ચોરોની સાથે બેસીને નાસ્તો કરનારો પણ ચોર ગણાય; તેમ કષાયોને ઉત્તેજિત કરનારને નોકષાય કહેવાય છે. તે નવ પ્રકારના છે. (૧) હાસ્ય (૨)રતિ (૩)અરતિ (૪)શોક. (૫)ભય (૬)જુગુપ્સા અને(૭-૮-૯)ત્રણ વેદ. તેમને પેદા કરનારા તે તે નામના નવ નોકષાય મોહનીય કર્મો છે. હાસ્ય મોહનીસકર્મ હસાવે. હસવું સારું નથી. જરુર પડે સ્માઈલ આપીએ તે વાત જુદી, બાકી ગંભીર રહેવું જોઈએ. ખડખડાટ હસવું, અટ્ટહાસ્ય કરવું, મજાક-મશ્કરી કે ઠઠ્ઠી કરવા શોભતું નથી. હસવામાંથી કયારેક ખસવું થાય છે. હાંસી-મશ્કરી અનેક જાતના ઝઘડા પેદા કરે છે. દીવેલીયું મોટું રાખવું, રડવું, આક્રંદ કરવું, શોક કરવો તે શોક મોહનીય કર્મના કારણે બને. રતિ એટલે રાગ. ખાવા-પીવા-ઓઢવા-ફરવા વગેરેમાં આનંદ માણવો તે રતિ. અરતિ એટલે અણગમો-અરુચિ-કંટાળો-બેચેની–ગમગીની વગેરે. આ બધામાં રતિ-અરતિ મોહનીયકર્મ કારણ છે ભચમોહનીય કર્મના ઉદયથી ભય પેદા થાય. કોઈ સ્મશાનમાં જતા ડરે તો કોઇ નાના ઉંદરડાથી ડરે. કોઈ બિલાડીથી ગભરાય તો કોઈ વાંદાથી ગભરાય. જુગુપ્સા એટલે દુર્ગછા-ચીતરી. લોહી, માંસ,કલેવર, ગંદકી, વિષ્ઠા વગેરે જોઈને ચીતરી ચડે તેમાં આ જુગુપ્સા મોહનીય કર્મ કારણ છે. [ કામવાસના પેદા કરનારા ત્રણ વેદ મોહનીયકર્મો છે : (૧)પુરુષવેદ (૨)સ્ત્રીવેદ અને (૩)નપુંસકવેદ. આ નવ નોકષાયોને પેદા કરનારા નવા નોકષાય મોહનીસકર્મો અને ૧૬ કષાયોને પેદા કરનારા સોળ કષાય મોહનીય કર્મો મળીને ૨૫ ચારિત્રમોહનીય કર્મો છે. તેમાં મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વા મોહનીય અને મિશ્ર મોહનીય એમ ત્રણ દર્શન મોહનીય કર્મો ઉમેરતાં મોહનીયકર્મના ૨૮ પેટાભેદો થાય છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૧૯૪ Page #205 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો વદ - ૪ શુક્રવારતા. ૨૫-૧૦-૦૨ આપણું યુદ્ધ મોહનીયકર્મ સામે છે. તેમાંય કષાયોને ખતમ કરવા વધુ જરૂરી છે. કષ એટલે સંસાર. આય એટલે આવક, લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસાર વધે તેને કષાય કહેવાય. આપણે તો મોક્ષે જવું છે, સંસાર ઘટાડવો છે, ખતમ કરવો છે, તો તે માટે કષાયોથી દૂર રહેવાનું છે. તત્ત્વજ્ઞાન માત્ર સાંભળવાનું નથી, યાદ રાખવાનું નથી. પણ તેની ઉપર ચિંતન પણ કરવાનું છે. શકયતઃ અમલમાં મૂકવાનો પ્રયત્ન પણ કરવાનો છે. જાણ્યું કે એક વર્ષ સુધી કષાય રહે તો તે અનંતાનુબંધી ગણાય. તેની ઉપર ચિંતન કરો તો સવાલ થાય કે બાહુબલીજીને ૧ વર્ષ સુધી અભિમાન રહ્યું તો તેમનો તે કષાય જો અનંતાનુબંધી હોય તો તેમને સમકિત પણ ન રહે તો સંયમ કે કેવળજ્ઞાન કેવી રીતે? વિષ્ણુકુમાર મુનિએ નમુચિમંત્રીને મારી નાંખવા સુધીનો ક્રોધ કરેલો, તો તેમનું સંયમ ટસ્કે કે નહિ? તે કયો કષાય કહેવાય ! આ બધાના જવાબ મેળવવા ૧૬ કષાયોના ૬૪ પેટાભેદો વિચારવા. અનંતાનુબંધી કષાય પણ અતિતીવ્ર-તીવ્ર-મંદમંદતર એમ ચાર પ્રકારના સમજવા. તે જ રીતે અપ્રત્યાખ્યાનીય,પ્રત્યાખ્યાનીય, સંજવલન કષાયો પણ આ રીતે ચાર-ચાર પ્રકારના જાણવા. આ રીતે ક્રોધ-માન-માયા-લોભ સોળ-સોળ પ્રકારના ગણતાં ચોસઠ કષાયો સમજવા. | બાહુબલીજીને સંજવલનના ઘરનો અતિતીવ્ર અનંતાનુબંધી કષાય હતો. ઘર સંજવલનનું હતું. માટે તેઓ છઠ્ઠા ગુણઠાણે રહ્યા, પણ પહેલે ગુણઠાણે ન ગયા. દેખાવમાં અનંતાનુબંધી જણાતો હતો પણ મૂળમાં તે અનંતાનુબંધી નહિ પણ સંજવલન હતો. માટે બ્રાહ્મી-સુંદરીએ સમજાવતાં માની ગયા. વંદન કરવા પગ ઉપાડ્યો અને કેવળજ્ઞાન પામ્યા. બિલાડી પોતાના બચ્ચાને મોઢામાં લઇને જતી હોય, ત્યારે દેખાવમાં ક્રૂરતા જણાતી હોય તો પણ તેમાં ક્રૂરતા ન હોય. વિષ્ણુકુમાર મુનિના દેખાતા તીવ્ર ક્રોધમાં પણ તેવું સમજવું. તે પણ સંજવલનના ઘરનો અનંતાનુબંધી હતો, તેથી માત્ર ઇરિયાવહી પ્રતિક્રમણના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ મળી ગઇ. 0 પહેલા કર્મગ્રંથમાં જણાવ્યું છે કે અનંતાનુબંધીના ઉદયે નરકાયુષ્ય બંધાય. અપ્રત્યાખ્યાનીયના ઉદયે તિર્યંચાયુ, પ્રત્યાખ્યાનીયના ઉદયે મનુષ્ય આયુ અને સંજવલનના ઉદયે દેવનું આયુષ્ય બંધાય. ઈ| દેવો અને નારકોને તો સદા અપ્રત્યાખ્યાનીચ કષાયોનો જ નિકાચિત ઉદય હોય; તો પછી તેમને સદા તિર્યંચ આયુષ્ય જ બંધાવું જોઇએ ને? પણ તત્વઝરણું a ૧૯૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ ના ગુણકારકાયુષ્ય જ છે તેવું કેમ કરી સમકિતી દેવો, નારકો તો મનુષ્યનું આયુષ્ય બાંધે છે, તેવું બીજા કર્મગ્રંથમાં જણાવ્યું છે તેનું શું? પહેલા ગુણઠાણે અનંતાનુબંધી કષાયોનો ઉદય હોય. અને અનંતાનુબંધી કષાયોના ઉદયે જો નરકાયુષ્ય જ બંધાતુ હોય તો બીજા કર્મગ્રંથ માં પહેલા ગુણઠાણે ચારે ગતિના આયુષ્ય બંધાય છે, તેવું કેમ કહ્યું? છે દેખીતી રીતે આ બધા વિરોધાભાસ જણાય છે, પણ જે આપણે સમન્વયદષ્ટિ કેળવીએ તો બધા વિરોધાભાસો દૂર થઇ જાય. ૧૬ના બદલે ૬૪ કષાયો વિચારશો તો આ બધા વિરોધાભાસો દૂર થઇ જશે. ૧લા ગુણઠાણે અનંતાનુબંધીના ઘરનો (૧)અનંતાનુબંધીનો ઉદય હોય તો નરકનું (૨)અપ્રત્યાખ્યાનીયનો ઉદય હોય તો તિર્યંચનું (૩)પ્રત્યાખ્યાનીચનો ઉદય હોય તો મનુષ્યનું અને (૪) સંજવલનનો ઉદય હોય તો દેવનું આયુષ્ય બંધાઇ શકે. આમ પહેલા ગુણઠાણે ચારે ગતિના આયુષ્ય બંધાય તેમાં પહેલા કર્મગ્રંથ સાથે કોઇ વિરોધ ન આવ્યો. , દેવ-નારકોને ભલે અપ્રત્યાખ્યાનીચ કષાયોનો નિકાચિત ઉદય હોય પણ ચોથા ગુણઠાણે અપ્રત્યાખ્યાનીયના ઘરના પ્રત્યાખ્યાનીચનો ઉદય હોવાથી મનુષ્ય આયુષ્ય બંધાય તેમાં કોઇ વાંધો નથી. તે પહેલા-બીજા કર્મગ્રંથમાં બાળ-જીવોને અનુલક્ષીને કેટલીક વાતો સ્કૂલ દષ્ટિએ જણાવી છે. જેમ આગળ આગળનો અભ્યાસ થતો જાય તેમ તેમ આગળ પાછળનો સમન્વય કરતા રહેવું. તે માટે અનુપ્રેક્ષા સ્વાધ્યાય કરવો. ભગવાનના વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય તેને કયાંય વિરોધાભાસ ન જણાય.તે ગમે તે રીતે ભગવાનના તમામ વચનોનો પરસ્પર સમન્વય સાધવાનો જ પ્રયત્ન કરે. વિનયવિજયજી મહારાજે રચેલો લોકપ્રકાશ ગ્રંથ વાંચવા જેવો છે. ગુજરાતી ભાષાંતર પણ મળે છે. જુદા જુદા અનેક ગ્રંથોની સાક્ષીઓ તથા મતાંતરો તેમાં મૂક્યા છે. તે બધાનું ચિંતન કરવાથી ઘણું જાણવા-સમજવા મળશે. રામદાસ રામાયણની કથા કહી રહ્યા હતા. એમ કહેવાય છે કે તે વખતે હનુમાનજી અદશ્ય રુપે તે કથા સાંભળતા હતા. રામદાસે કહ્યું, “હનુમાનજી જ્યારે સીતાજી પાસે અશોકવાટિકામાં ગયા ત્યારે ત્યાં સફેદ ફૂલો હતા.” તરત હનુમાનજીએ પ્રત્યક્ષ થઇને કહ્યું, “ખોટી વાત છે. હું પોતે જ હનુમાન છું. હું અશોકવાટિકામાં ગયો ત્યારે ત્યાં ફૂલો સફેદ નહિ, પણ લાલ હતા.” બંને જણે પોતાની વાત મજબૂતાઇથી પકડી રાખી. હવે શું થાય? છેવટે બધા રામચંદ્રજી પાસે ગયા. રામચંદ્રજી સમન્વય દષ્ટિવાળા હતા. તેમણે કહ્યું, “બંને સાચા છો. ખરેખર તો ફૂલો સફેદ જ હતા, પણ તે વખતે રાવણ ઉપર પેદા થયેલા ભયાનક તત્વઝરણું ૧૬ Page #207 -------------------------------------------------------------------------- ________________ ગુસ્સાના કારણે હનુમાનની આંખો લાલચોળ થઇ હતી, માટે તેને ફૂલો લાલ દેખાયા હતા. બંનેને સંતોષ થઇ ગયો. આપણે આવી સમન્વયદષ્ટિ કેળવવી જરુરી છે. | વેદ અને લિંગ જુદા છે. પુરુષ-સ્ત્રી-નપુંસકને જણાવનારો શરીરનો આકાર લિંગ કહેવાય, તેમાં કારણ તેવું તેવું નામકર્મ છે, પણ વેદમોહનીય કર્મી નહિ. વેદમોહનીય કર્મ તો પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદની પ્રાપ્તિ કરાવે. તે કામવાસના પેદા કરાવે. વેદ મોહનીયકર્મનો ઉદય નવમા ગુણઠાણા સુધી હોય, જ્યારે તેવા પ્રકારના લિંગવાળું શરીર તો ત્યારપછી પણ જીવે ત્યાં સુધી હોય. તેના આધારે આપણે ત્યાં પુરુષલિંગ સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ,નપુંસકલિંગ સિદ્ધ જણાવ્યા છે. પુરુષ-સ્ત્રી-નપુંસકલિંગ હોય તો મોક્ષે જઇ શકાય પણ પુરુષવેદ સ્ત્રીવેદ-નપુંસકવેદનો ઉદય હોય તો મોક્ષે ન જઇ શકાય. તેનો ઉદય બંધ થયા પછી જ મોક્ષ થાય, માટે તે તે લિંગમાં મોક્ષ છે પણ તે તે વેદમાં મોક્ષ નથી. પુરુષવેદનો ઉદય હોય તો સ્ત્રીની ઇચ્છા થાય, સ્ત્રી સાથે કામસુખ ભોગવવાનું મન થાય. આ વેદોદય ઘાસના અગ્નિ જેવો છે. જલ્દી પ્રગટે અને જલ્દી શાંત થાય. સ્ત્રી સંબંધિત કામવાસના પુરુષવેદીને જાગે જલદી અને જાગ્યા પછી શાંત પણ જલ્દી થાય. સ્ત્રીને પણ જો આ પુરુષવેદનો ઉદય થાય તો તેને સ્ત્રીની ઇચ્છા થાય. તેને સજાતીચમાં કામવાસના જાગે. આ સ્ત્રીવેદનો ઉદય હોય તો પુરુષની ઇચ્છા થાય. એટલે કે પુરુષ સાથે કામસુખ ભોગવવાનું મન થાય. આ વેદોય બકરીની લીંડીથી પેદા થતા અગ્નિ જેવો છે. આ અગ્નિ જલદી પ્રગટે નહિ. અને પ્રગટ્યા પછી જલદી બુઝાય નહિ. તેમ સ્ત્રીવેદીને પુરુષ સંબંધિત કામવાસના જલદી જાગે નહિ. પણ જો જાગી તો જલ્દી શાંત ન પડે. પુરુષને જો આ સ્ત્રીવેદનો ઉદય થાય તો તેને પુરુષની ઇચ્છા થતાં તે સજાતીય કામવાસનાનો ભોગ બને. પુરુષ અને સ્ત્રી; બંનેની ઇચ્છા કરાવે, બંને સાથે કામસુખો ભોગવવાનું મન કરાવે તે નપુંસકવેદ. આ વેદોદય નગરના દાહ જેવો છે. સતત સળગ્યા જ કરે; જલદી ઓલવાય નહિ. તે રીતે નપુંસકવેદની કામવાસના સતત ભડકે બળતી હોય, તે શાંત ન થાય. ત્રણ પ્રકારના વેદ મોહનીય કર્મો ઉપર કંટ્રોલ મેળવીને આપણે નિર્વિકારી બનવાનું છે. બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તે માટે નિર્વિકારી પરમાત્માનું સતત ધ્યાન ધરવું. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ - તત્વઝરણું : ૧૯૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ આસો વદ - ૫ શનિવાર તા. ૨૬-૧૦-૦૨ સંસારી જીવોને સામાન્યથી ૩-૪ દોષો વધુ સતાવતા હોય છે. જેમાં કામ, ક્રોધ, અહંકાર, આસક્તિનો સમાવેશ થાય. આ બધા દોષોને પેદા કરનાર મોહનીયકર્મ છે. આત્માના વિકાસનો આધાર મોહનીય કર્મનો નાશ છે તો આત્માના પતનનો આધાર મોહનીય કર્મનું બળવાનપણું છે. ૧૧મા ગુણઠાણે મોહનીયકર્મના કોઇ પેટાકર્મો ઉદયમાં ન હોવા છતાં પણ સત્તામાં તો છે જ. તેનો ઉદય તો ખરાબ છે જ, પણ ઉદય ન હોવા છતાં, માત્ર તેનું અસ્તિત્વ પણ ખરાબ છે. મોહનીય કર્મનો નાશ કરીને વિકાસ સાધવાનો હતો, તેના બદલે તેને દબાવી-દબાવીને, શાંત કરીને આગળ વધ્યા. દબાવેલા તે કર્મો તક જોઇને તૂટી પડયા. ઉદયમાં આવીને તેમણે ૧૧મે પહોંચેલા તે આત્માનું પતન કરી દીધું. કોઇને તો ઠેઠ નિગોદ સુધી મોકલી દીધા. મોહનીયકર્મને દબાવતો દબાવતો આત્મા ઠેઠ ૧૧મા ગુણઠાણા સુધી પહોંચે. જો ત્રણે દર્શન મોહનીય કર્મોનો તેણે નાશ કર્યો હોય તો તે ક્ષાયિક સમકિતી હોય, જો તેણે તે ત્રણ કર્મોને શાંત કર્યા હોય તો તે ઉપશમ સમકિતી હોય. સાયોપથમિક સમકિતી તો ચોથાથી સાતમા ગુણઠાણા સુધી જ હોય. ત્યારપછી તે આત્મા ઉપશમસમકિતી કે ક્ષાયિક સમકિતી બનીને આગળ વધે. ૪ થી ૭ ગુણઠાણા દરમ્યાન આત્મા ક્ષાયિક, ઉપશમ કે ક્ષારોપથમિક સમકિતી હોય. દ8ા ગુણઠાણાથી સંયમજીવન હોય. ત્યાં સંજવલન કષાયોનો અને નોકષાયોનો પણ ઉદય હોય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય કે પ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય ન હોય. સાધુજીવનમાં પણ મંદ કક્ષાના (સંજવલન) ક્રોધમાન-માયા-લોભ હોય. મારા ભગવાન, મારા ગુરુ, મારો ધર્મ એવો પ્રશસ્ત રાગ હોય. મળેલા મહાન જૈનશાસનનું ગૌરવ હોય.' શાસન ઉપર આવતા આક્રમણોને ખાળવા ક્યારેક માયા પણ કરવી પડે. શિષ્યોને સાધનામાં જોડવા ક્રોધ પણ કરવો પડે. છતાં સંયમજીવન તો રહે જ. નવમા ગુણઠાણા સુધી નોકષાયો તથા સંજવલન ક્રોધ-માન-માયા હોય. સંજવલન લોભ તો દશમા ગુણઠાણા સુધી હોય. - 0માં ગુણઠાણા પછી આત્મા ધ્યાનની ધારામાં લીન બને તો તે ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડે. મોહનીસકર્મને શાંત પાડતો પાડતો જે આત્મા આગળ વધે, પણ ખતમ ન કરે તેણે ઉપશમશ્રેણી માંડી કહેવાય, પણ જે આત્મા મોહનીય કર્મને દબાવવાના બદલે નાશ પમાડતો પમાડતો આગળ વધે તત્વઝરણું ૧૯૮ Page #209 -------------------------------------------------------------------------- ________________ તેણે ક્ષપકશ્રેણી માંડી કહેવાય. ક્ષપકશ્રેણી તો ક્ષાયિક સમકિતી આત્મા જ માંડી શકે; બીજા નહિ. જે આત્મા આ ઉપશમણી જેમ ઉપશમ સમકિતી માંડી શકે, તેમ સાયિક સમકિતી પણ માંડી શકે. ક્ષાયોપથમિક સમકિતી તો ૪ થી ૦ ગુણઠાણે જ હોય ત્યારપછી તે ઉપશમ સમકિતી કે ક્ષાયિક સમકિતી બને. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી આઠમા ગુણઠાણાથી શરુ થાય, માટે કોઇપણ શ્રેણીમાં ક્ષાયોપથમિક સમકિતી ન હોય. જે આત્મા મોહનીય કર્મની દર્શન સપ્તક સિવાયની બાકી રહેલી ચારિત્ર મોહનીચની ૨૧ પ્રકૃતિને દબાવતો દબાવતો ઉપશમશ્રેણીમાં આગળ વધે તે ઉપશામક કહેવાય. અને જે આત્મા ક્ષય કરતો કરતો સંપકક્ષેણીમાં આગળ વધે તે ક્ષેપક કહેવાય. આઠમા ગુણઠાણાનું નામ અપૂર્વકરણ છે. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીના તમામ ગુણરથાનકે આત્મા અંતર્મુહૂર્વકાળથી વધારે ન રહે. આઠમા ગુણઠાણે પૂર્વે ન આવેલા હોય તેવા અધ્યવસાયો આત્માને આવે. તેના દ્વારા ઉપશામક ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને દબાવવાનો અને ક્ષપક ક્ષય કરવાનો પ્રયત્ન કરે. - પછી નવમા ગુણઠાણે આત્મા પહોંચે. તેનું નામ અનિવૃત્તિકરણ છે. ક્ષપકઆત્મા આ ગુણઠાણે મોહનીયકર્મ ઉપરનો હુમલો વધુ તીક્ષ્ણ બનાવે. પરિણામે સૌ પ્રથમ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય; આઠ કષાયોને ખતમ કરે. પછી નપુંસકવેદને ખતમ કરે. પછી સ્ત્રીવેદ મોહનીયકર્મનો ક્ષય કરે. પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા; એ છ નોકષાય મોહનીયકર્મોનો નાશ કરે. પછી બાકી રહેલું પુરુષવેદ મોહનીસકર્મ ખપાવીને તે અવેદી બને. હવે તેની સત્તામાં માત્ર ચાર સંજવલનકષાય મોહનીસકર્મો હોય. ક્ષપક આત્મા હવે બાકી રહેલા આ ચાર સંજવલન કષાયમોહનીયને ખતમ કરવા ઉધમી બને. સૌ પ્રથમ સંજવલનક્રોધ મોહનીયકર્મનો નાશ કરે. પછી સંજવલનમાનને ખતમ કરે, પછી સંજવલનમાયાનો નાશ કરે. માત્ર સંજવલનલોભ મોહનીસકર્મનો નાશ કરવાનો બાકી રહે. આ રીતે મોહનીસકર્મના ૨૮ પેટા કર્મોમાંથી ૨૦ પેટાકર્મોનો ક્ષય થઇ ગયો. સંજવલન લોભ મોહનીયકર્મ પણ ઘણું બધું ખલાસ કરી દે. સૂક્ષ્મ સૂક્ષ્મ બાકી રહે ત્યારે તે ક્ષપક દશમાં ગુણઠાણે પહોંચે. સંપરાય એટલે કષાય. સૂક્ષ્મલોભ ખતમ કરવાનો બાકી છે, માટે આ તત્વઝરણું ૧૯૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણાનું નામ સૂમસંહરાય ગુણસ્થાનક છે. તે લોભ પણ ખતમ થતાં મોહનીયકર્મનો સંપૂર્ણ નાશ થઇ જાય. આત્મા તરત જ બારમા ગુણઠાણે જાય. ક્ષપકશ્રેણીમાં દશમા પછી સીધું બારમું ગુણઠાણું આવે પણ અગિયારમું ન આવે. તે તો ઉપશમશ્રેણીમાં જ આવે. બારમા ગુણઠાણે પહોંચેલો આત્મા અંતર્મુહૂર્તમાં બાકી રહેલા ત્રણ ઘાતી કર્મોને ખતમ કરે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય, આ ત્રણ અને પૂર્વે મોહનીય કર્મ, એમ ચાર ઘાતકર્મો ખતમ થયા હોવાથી આત્મા કેવળજ્ઞાન-કેવલદર્શન પામે. વીતરાગતા પ્રગટ થાય. અનંતલબ્ધિનો સ્વામી બને. ૧૩ મે ગુણઠાણે પહોંચે. કને ખતમ કરવા આત્મા શુકલધ્યાનમાં આગળ વધે. શ્રેણીના ધ્યાનાગ્નિથી નિકાચિત કર્મો પણ ખતમ થઇ શકે છે. ધ્યાન જૈનશાસનનો વિશિષ્ટ યોગ છે. બાર પ્રકારના તપમાં છેલ્લા બે તપમાં ધ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે. ઊંચી સાધનાનું પ્રથમ પગથીયું કાયોત્સર્ગ છે. આગળ વધતાં વધતાં છેલે નિરાલંબન ધ્યાને પહોંચાય, પણ પહેલાં તો સાલંબન ધ્યાન હોય. હાલ ૧ થી ૮ ગુણઠાણા જ હોય. તેમાં સાલંબન ધ્યાન જ હોય. નિરાલંબન ધ્યાન ન હોય. જેમાં કોઇ આલંબન લેવાનું ન હોય તે નિરાલંબન. અત્યારની આપણી કક્ષામાં આ ધ્યાન ન હોય. આપણે તો પંચપરમેષ્ઠીના આલંબનવાળું ધ્યાન ધરવાનું હોય. | ‘ચિત્તવૃત્તિનિરોધ ધ્યાનમ' મનની વૃત્તિને અટકાવવી તે ધ્યાન. ધ્યાનની આ સંકુચિત વ્યાખ્યા છે. આપણે ત્યાં તો ધ્યાનની વિશિષ્ટ સમજણ છે. મનની વૃત્તિને રોકવી તે ઊંચી કક્ષાનું ધ્યાન છે, ઉપરના ગુણઠાણે તે ધ્યાન આવે. આપણે તો મનને અશુભ વિચારોથી અટકાવીને શુભમાં જોડવું, મૌન રહેવું છતાં બોલવું પડે તો હિત-મિત-સત્ય નિરવધ બોલવું, કાયાની પ્રવૃત્તિ જયણાપૂર્વક આચરવી તે ધ્યાન છે. ખાલી મનનું એકલાનું નહિ, પણ મન-વચન-કાયા, ત્રણેનું ધ્યાન ધરવાનું છે. કાયોત્સર્ગ કરવા બોલાતા અન્નત્ય સૂત્રમાં છેલ્લે ઠાણેણં, મોણેણં, ઝાણેણં વડે આ વાત જણાવી છે. કાયાને એક સ્થાને રાખવી, વચનનું મૌન રાખવું, મનમાં લોગસ્સ વગેરે સૂત્ર-અર્થનું ચિંતન કરવું. આ સાલંબન ધ્યાન છે. તેમાં સૂત્રનું અને અર્થનું આલંબન છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૨૦૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો વદ ૮ મંગળવાર. તા. ૨૯-૧૦-૦૨ - આપણે મોહનીયકર્મનો નાશ કરવાની સાધના કરવાની છે. ક્ષપકશ્રેણીમાં કર્મો નાશ પામે છે. કષાય-વેદ વગેરે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. તેનો ઉદય વારાફરતી બદલાયા કરે છે. ત્રણે વેદનો ઉદય વારાફરતી બદલાતો હોય છે. તે જ રીતે ચારે કષાયોનો ઉદય પણ પલટાતો જાય છે. કર્મોના ઉદયે આ બધા દોષો આત્માને સતાવ્યા કરે છે, આપણે તેનાથી સાવધ રહેવાનું છે. તે માટે ક્ષમા,નમ્રતા,સરળતા,નિર્લોભિતા,નિર્વિકારતા પેદા થાય તેવા વાતાવરણમાં રહેવું. કષાયો કે વિકારો પેદા થાય તેવા નિમિત્તોથી દૂર રહેવું. સામાયિકપ્રતિક્રમણાદિ આરાધનાઓ,દેરાસર,ઉપાશ્રય વગેરે આરાધનાના સ્થાનો અને ઓઘો-ચરવળો-મુહપત્તિ વગેરે . આરાધનાની સામગ્રીઓ જરાય નકામી નથી. આ બધા બાહ્ય સંયોગો આંતરિક પરિણતિને પ્રગટાવવા સમર્થ બની શકે છે. માટે નિશ્ચયને શુદ્ધ કરવા વ્યવહારધર્મનું-ક્રિયામાર્ગનું પણ વારંવાર સેવન કરવું. અધ્યાત્મસાર ગ્રંથમાં યશોવિજયજી મહારાજે કહ્યું છે કે વ્યવહારધર્મમાં સ્થિર બનીને નિશ્ચયધર્મનું સેવન કરવું; પણ વ્યવહારધર્મની ઉપેક્ષા કરીને નહિ. એકલી નિશ્ચયની વાતો તો બધાને સાંભળવી ગમે કેમકે તેમાં તેણે છોડવાનું કાંઈ નથી. શરીરથી ઘસાવાનું નથી. તપ-ત્યાગ કરવાના નથી. સામાયિક-પ્રતિક્રમણાદિ કરવાના નથી. માત્ર સાંભળવાનું, આત્માનું ચિંતન કરવાનું, બધાના આત્માને જોવાની વાત કરવાની, પણ જીવનમાં કરવાનું શું? છોડવાનું શું? તો કાંઈ નહિ. આવું કોને ન ગમે? તેથી નિશ્ચયના મતો ઘણા ચાલે; પણ આવી વાતોથી આપણે લલચાવાનું નથી. આપણે નિશ્ચય અને વ્યવહાર, બંનેનો સમન્વય કરવાનો. કોઈ એક નયને એકાંતે નહિ સ્વીકારવાનો, પણ બંનેને યથાયોગ્ય અપનાવવા. પરમાત્માના વચન વિરૂદ્ધ જે કોઇ વાત રજૂ કરાય, તે ગમે તેટલી સારી જણાતી હોય તો ય ન સ્વીકારાય. વફાદારી તો જોઈએ જ. દુનિયામાં પતિની વફાદારી ન હોય તે પત્નીની કિંમત કેટલી? તેમ પરમાત્માની વફાદારી ન હોય તો ન ચાલે. જૈનશાસનમાં પ્રવેશ સમકિતથી છે. સમકિત એટલે પરમાત્માની વફાદારી. પરમાત્માને માથે રાખવાના. તેમની બધી વાતો સ્વીકારવાની. તેમને માથે રાખ્યા વિના ન ચાલે. તે જ રીતે જૈનશાસનમાં ગુરુને પણ માથે રાખવાના. નગુરા ન રહેવાય. સ્વયંસંબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધના માથે ગુરુ ન હોય. બાકીના તમામના માથે ગુરુ જોઈએ. જે સાધુમાં પોતાના ગુરુ પ્રત્યે વફાદારી ન હોય. જે પોતાના માથે ગુરુને ન રાખતો હોય તેને ગુરુ શી રીતે બનાવાય? તેના - ૨૦૧ તત્વઝરણું Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનો શી રીતે સંભળાય? તેમના પુસ્તકો શી રીતે વંચાય? જો તેમાં કાંઈ શાસ્ત્ર-વિરુદ્ધ હોય જો તેમના માથે ગુરુ હોય તો તે તેમને સાચી વાત સમજાવે? તેમને ઉન્માર્ગથી સન્માર્ગે લાવી શકે; પણ જે માથે ગુરુને જ ન રાખતો હોય તેની વાતો સો ટકા બરોબર છે, તેવું શી રીતે માની શકાય? ભગવાન તો કહે છે કે, “ જે ગુરુને માને છે, તે મને માને છે. જો તારે મારી સેવા કરવી હોય તો પહેલા તને મળેલા તારા ગુરુની સેવા કર.'' પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે વફાદારી રહે ત્યારે સમ્યગ્દર્શન પ્રકાશિત બને. જેમણે આવતાભવનું આયુષ્ય ન બાંધ્યું હોય તે જ આત્મા ક્ષપકશ્રેણી માંડી શકે, કારણકે ક્ષપકશ્રેણી માંડનારો તે જ ભવમાં મોક્ષે જાય. જેણે આવતા ભવનું આયુષ્ય બાંધ્યું હોય તે અથવા તો માત્ર વૈમાનિકદેવનું જ આયુષ્ય બાંધ્યું હોય તે આત્મા જ ઉપશમશ્રેણી માંડી શકે. ઉપશમશ્રેણી દરમ્યાન જો તેનું મરણ થાય તો મરીને તે વૈમાનિક દેવ જ બને. અનુત્તરવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. તે સિવાયનો અન્ય ભવ ન હોય. છ પ્રકારના સંઘયણ છે. તેમાંના માત્ર પહેલા સંઘયણવાળો આત્મા જ ક્ષપકશ્રેણી માંડી શકે. ઉપશમશ્રેણી તો પહેલા ત્રણ સંઘયણવાળો આત્મા માંડી શકે પણ ચોથા-પાંચમા-છઠ્ઠા સંઘયણવાળો કોઈપણ શ્રેણી માંડી ન શકે. ન આઠમા અપૂર્વકરણ ગુણઠાણે આત્મા પૂર્વે કદી ન કર્યાં હોય તેવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, સ્થિતિબંધ વગેરે પાંચે ય અપૂર્વઅપૂર્વ કરે છે. અધ્યવસાયની વિશુદ્ધિ વડે આત્મા આ રીતે કર્મોને નબળા અને શાંત પાડવાનું કાર્ય કરે છે. એકી સમયે આ ગુણઠાણે પ્રવેશેલા આત્માના અધ્યવસાયોમાં ફેરફાર હોય છે. ફેરફાર માટે નિવૃત્તિ શબ્દ છે. તેથી આ અપૂર્વકરણ ગુણઠાણાને નિવૃત્તિકરણ પણ કહેવાય છે. જો કોઈ જીવ અહીં મરે તો તે અપેક્ષાએ જઘન્ય કાળ એક સમયનો પણ સંભવી શકે છે.જંબૂસ્વામી સુધી આ ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાન વગેરે ચાલુ હતા, ત્યારપછી આ બધું બંધ થયું છે. નવમા ગુણઠાણે એકી સાથે પ્રવેશેલા તમામ આત્માઓના અધ્યવસાયોની વિશુદ્ધિ સરખી હોય છે. તેમાં તફાવત હોતો નથી, માટે નવમા ગુણઠાણાનું નામ અનિવૃત્તિકરણ છે. (નિવૃત્તિ ફેરફાર, તફાવત). વળી આ નવમા ગુણઠાણે ત્રણે વેદ અને લોભ સિવાયના ત્રણે કષાયોને શાંત પડાય છે કે ખતમ કરાય છે, પણ લોભ કષાય બાદર સ્વરૂપે અહીં ઉદયમાં હોય છે. તેથી આ ગુણઠાણું બાદર સંપરાય (સંપરાય એટલે કષાય) તરીકે પણ ઓળખાય છે. અંતર્મુહૂર્તકાળ સુધી આ ગુણઠાણું ટકે છે. આત્માની વિશુદ્ધિ વધારે હોય છે. નવમા તત્વઝરણું ૬ ૨૦૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણાના અંત સુધીમાં મોહનીસકર્મની સંજવલન લોભ સિવાયની ૨૦ પ્રકૃતિઓને શાંત કરીને કે ક્ષય કરીને દશમા ગુણઠાણે પહોંચે. અહીં સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી આ સૂક્ષ્મસંપરાય ગુણઠાણા તરીકે ઓળખાય છે. અહીં આત્મા સૂક્ષ્મ લોભને પણ શાંત કે ક્ષય કરે છે. વધુમાં વધુ અંતર્મુહુર્ત સુધી આ ગુણઠાણું ટકે છે. મોહનીય કર્મને શાંત કરતો કરતો ઉપશમશ્રેણીમાં આગળ વધેલો આત્મા ૧૧ મા ગુણઠાણે પહોંચે છે. મોહનીસકર્મ ઉપશાંત થયું હોવાથી તે ઉપશાંતમોહ કહેવાય. છદ્મ એટલે ઢાંકણ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, આ ત્રણ ધાતકર્મો રુપી છદ્મ હજુ હોવાથી તેને છઘસ્થ કહેવાય. મોહનીસકર્મનો ઉદય ન હોવાથી તેને રાગ ન હોય માટે વીતરાગ કહેવાય. તેથી ૧૧ મા ગુણઠાણાનું નામ ઉપશાન્ત મોહ છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાનક છે. જો ૧૧ મા ગુણઠાણે પહોંચેલો આત્મા આયુષ્યપૂર્ણ થતાં મૃત્યુ પામે તો પૂર્વે બાંધેલા આયુષ્ય પ્રમાણે અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. ત્યાં તેને સીધું ચોથું ગુણઠાણું આવી જાય. પણ જે આત્માનું આ ભવનું આયુષ્ય વધારે હોય તે ૧૧મા ગુણઠાણે અંતર્મુહૂર્તથી વધારે તો ન જ ટકે. જો મોહનીયકર્મનો નાશ કરીને આગળ વધ્યો હોત તો ૧૦ મે થી ૧૨ મે-૧૩ મે-૧૪ મે થઈને મોક્ષે જાત. પણ, મોહનીય કર્મને નાશ કરવાના બદલે શાંત કરવાની ભૂલ કરી. સત્તામાં મોહનીય કર્મને ટકાવી રાખ્યું, પરિણામે સંજવલન લોભનો ઉદય થતાં તે આત્મા ૧૧ મે થી પડીને ૧૦ મે ગણઠાણે જાય. પછી ૯ મે, ૮ મે, ૮ મે થઈને છકે આવે ૬-૭ આવ જા કરીને ફરી ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડી શકે. કોઈ ૫ મે કે ૪ થે અટકે. કોઈ ત્યાંથી બીજે થઈને પહેલે ગુણઠાણે પણ જાય. આ તેમનું પતન થયું ગણાય. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. | તારા ૦૦૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૮ આસો વદ - ૯ બુધવાર તા. ૩૦-૧૦-૦૨ શ્રેણી એટલે ધ્યાનની ધારા. ઉપશમશ્રેણીમાં ૭ થી ૧૧ ગુણઠાણા આવે જયારે ક્ષપકશ્રેણીમાં ૮ થી ૧૦ અને ૧૨ મું ગુણઠાણું આવે. આ ૮ થી ૧૨ ગુણઠાણાને શ્રેણીના ગુણઠાણા કહેવાય. આ દરેક ગુણઠાણાનો ઉત્કૃષ્ટ કાળા એકેક અંતર્મુહૂર્તનો છે. બધા ગુણઠાણાનો ભેગો કાળ પણ એક અંતર્મુહૂર્તથી વધારે ન થાય. અંતર્મુહૂર્તના નાના-મોટા અસંખ્યાતા પ્રકાર હોવાથી કોઈ વિરોધ નથી. ક્ષપકશ્રેણીના દરેક ગુણઠાણાનો જઘન્યકાળ પણ એક અંતર્મુહૂર્ત છે. જ્યારે ઉપશમશ્રેણીમાં જેનું મરણ હોય તેના માટે જઘન્યથી ૧ સમય, બાકીના બધા માટે જઘન્યથી એક અંતર્મુહૂર્તનો કાળ હોય. નિગોદથી નીકળીને મોક્ષે પહોંચીએ ત્યાં સુધીમાં ક્ષપકશ્નણી તો માત્ર છેલા ભવમાં એક જ વાર માંડવાની હોય. માંડેલી તે સંપકક્ષેણીના અંતે ચારે ઘાતી કર્મોનો નાશ કરીને આત્મા વીતરાગ-સર્વજ્ઞ બને. પછી બાકીના ચાર અઘાતી કર્મોને ખલાસ કરીને મોક્ષે જાય. આમ, ક્ષપકશ્રેણી એક ભવમાં એક જ વાર, અરે ! સમગ્ર સંસારચક્રમાં પણ એક જ વાર માંડી શકાય. મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં આગળ વધવાના બદલે જે આત્મા મોહનીય કર્મને શાંત કરતો કરતો ઉપશમશ્રેણીમાં આગળ વધે, તે આત્મા ૧૧મા ગુણઠાણાથી આગળ ન વધે. જો આયુષ્ય પૂર્ણ થાય તો મરીને અનુત્તર વિમાનમાં ચોથા ગુણઠાણા સાથે જાય. પણ જો વધુ જીવે તો અંતર્મુહૂર્તથી વધારે સમય ૧૧ મા ગુણઠાણે ન રહે. જે ક્રમે ચડ્યો હતો, તે જ ક્રમે તે આત્મા નીચે પડે. દાદર ઉપર ચડ્યા પછી નીચે ઉતરે તો વારાફરતી પગથીયા ઉતરાય, હા ! કોઈ પડી જાય તો સીધો ઠેઠ નીચે આવી જાય. તેમ ૧૧મા ગુણઠાણાનો અંતર્મુહૂર્ત કાળ પૂરો થતાં આત્મા ક્રમશઃ નીચે ઉતરે; પણ જે મૃત્યુ પામે તે સીધો ચોથા ગુણઠાણે દેવલોકમાં પહોંચે. - આ ઉપશમશ્નણી એક ભવમાં બે વાર માંડી શકાય છે અને સમૃગ ભવચક્રમાં ચાર વાર માંડી શકાય છે, પણ તેથી વધારે વાર નહીં. ઉપશમશ્રેણીમાં ઉપશમસમકિત પણ હોઈ શકે છે. ઉપશમશ્રેણી ચાર વાર માંડી શકાતી હોવાથી ઉપશમસમકિત પણ ચાર વાર આવે તથા દરેક આત્મા સૌ પ્રથમવાર તો ઉપશમસમકિત જ પામે, તે ઉમેરતાં સમ્રગ સંસાર ચક્રમાં પાંચવાર ઉપશમા સમકિત આવી શકે. કિ બીજું સાસ્વાદન ગુણસ્થાનક તો ઉપશમ સમકિતની વોમીટ થાય ત્યારે જ આવે પણ તે સિવાય ન આવે. તેથી સારસ્વાદન ગુણસ્થાનક પણ સમગ્ર તત્વઝરણું ૨૦૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ભવચક્રમાં પાંચ વારથી વધારે વાર આવે નહિ. ૧૧ માં ગુણઠાણે પહોંચેલા વીતરાગ ભગવાન પણ કષાયોનો ઉદય થતાં પછડાટ પામીને નીચે જતાં જતાં ઠેઠ પહેલા મિથ્યાત્વ નામના ગુણઠાણે પણ પહોંચી શકે, પછી નિગોદ સુધીના ભાવોમાં પણ જઈ શકે. ત્યાં અનંતકાળ પસાર કરે, તેવું પણ બની શકે. આ જાણીને આપણે સતત સાવધ રહેવાનું છે. કયા સમયે, કયો કષાય, કયા જીવની હાલત કફોડી કરી દે? તે ન કહેવાય, માટે કોઈપણ કષાય જાગવાની શકયતા થાય તે પહેલાં જ તેને કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્ષપકશ્રેણી માંડનારો આત્મા આઠમા અપૂર્વકરણ ગુણઠાણે વિશુદ્ધ અધ્યવસાયો વડે કર્મોના સ્થિતિ-રસ વગેરે તોડવાનું કામ કરે. ભા ગુણઠાણે ૯ નોકષાય અને સંજવલન ત્રણ કષાયોને ખતમ કરીને દશમે ગુણઠાણે પહોંચે. ત્યાં સૂક્ષ્મ લોભને પણ ખતમ કરી સીધો બારમે જાય. મોહનીય કર્મ સંપૂર્ણ નાશ પામ્યું હોવાથી તે ક્ષીણમોહ કહેવાય. જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મો ખલાસ કરવાના બાકી હોવાથી તે છદ્મસ્થ કહેવાય. રાગ-દ્વેષ ન હોવાથી વીતરાગ કહેવાય.ક્ષીણમોહ છદ્મસ્થ વીતરાગ નામના આ બારમા ગુણઠાણે રહેલો આત્મા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયને ખતમ કરીને કેવળજ્ઞાની બને. જે આત્મા દશમાના અંતે વીતરાગ બને, તે બારમાના અંતે કેવલી પણ બને જ. તેથી સાધના કેવળજ્ઞાન મેળવવા માટે નહિ, પણ વીતરાગ બનવા માટે કરવાની છે. જે વીતરાગ બને તેને ધર્મસત્તા તરફથી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનની ભેટ મળે છે. તેથી આપણે જ્ઞાનવરણીયકર્મને ખતમ કરવાની નહિ પણ મોહનીસકર્મને ખતમ કરવાની સાધના કરવાની છે. જે મોહનીયને ખપાવે તેના જ્ઞાનાવરણીય વગેરે ત્રણ ઘાતકર્મો અંતર્મુહૂર્તમાં ખતમ થાય જ. તેને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય જ. - ૧૧-૧૨ મા ગુણઠાણે રહેલા આત્માઓ છદ્મસ્થ વીતરાગ કહેવાય. ૬ થી ૯ મા ગુણઠાણે રહેલા સાધુ-સાધ્વી વિરાગી કહેવાય. ૧ થી ૫ મા ગુણઠાણે રહેલા જીવો રાગી છે. સૌએ રાગી મટીને વિરાગી બનીને વીતરાગી બનવાનું છે. વિરાગીના બે અર્થ થાય. (૧) સંસારના જડપદાર્થોમાં રાગ વિનાના અને (૨)દેવ-ગુરુ ધર્મ પ્રત્યે વિશેષ રાગવાળા. આવા વિરાગી થઈને જલદીથી વીતરાગી બનવાનું લક્ષ રાખવું. કેવળજ્ઞાન પામતાં પહેલા પ્રતિભજ્ઞાન થાય. જેમ સૂર્યોદય પહેલાં હો ફાટે, આછો પ્રકાશ થાય, તે અરૂણોદય થયો કહેવાય. અરૂણોદય થયા પછી ટૂંક સમયમાં સૂર્યોદય થાય. તેમ પ્રાતિજજ્ઞાન થયા પછી તરત કેવળજ્ઞાન થાય. તત્વઝરણું ૨૦૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૨ માં ગુણઠાણાના અંતે કેવળજ્ઞાન થતાં આત્મા ૧૩ મા ગુણઠાણે પહોંચે. મન-વચન-કાયાના યોગો ચાલુ હોવાથી તેઓ સયોગી કહેવાય. અનુત્તરવાસી દેવોના સવાલોના જવાબો તેઓ મનથી ચિંતવે તે મનોયોગ. દેશના આપે તે વચનયોગ. વિહાર કરે તે કાયયોગ. કેવળજ્ઞાની હોવાથી કેવલી કેહવાય. આ સયોગી કેવલી નામના તેરમા ગુણઠાણે આત્મા ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત રહે. વધુમાં વધુ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી રહે. પૂર્વકોડવર્ષથી વધારે આયુષ્યવાળા આત્માઓ ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. વહેલામાં વહેલા ૯ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પામી શકાય. તેથી ૧૩મું ગુણસ્થાનક ૯ વર્ષ જૂના પૂર્વક્રોડ વર્ષ સુધી ટકી શકે, પણ તેથી વધારે નહિ. જ્યારે આયુષ્ય પૂર્ણ થવાનું એક નાનું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે ૧૪મા ગુણઠાણે આત્મા પહોંચે. અહીં કોઈ યોગ ન હોય માટે તે અયોગી કેવલી કહેવાય. આયુષ્ય પૂર્ણ થતાં તે આત્મા અઘાતી કર્મોને ખલાસ કરીને મોક્ષે પહોંચે. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીના દરેક ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્તથી વધારે નથી, કારણકે એક અધ્યવસાય સતત અંતર્મુહૂર્તથી વધારે સમય ટકતો નથી. અંતર્મુહૂર્ત પૂર્ણ થતાં તે અધ્યવસાય પલટાય છે. તેથી સામાયિકનો સમય પણ અંતર્મુહૂર્ત = ૪૮ મિનિટથી વધારે નથી. એક સામાયિક પત્યા પછી બીજું સામાયિક લેવાની વિધિ કરીએ એટલે નવો સુંદર અધ્યવસાય ચાલુ થઈ જાય. ૪૮ મિનિટ પસાર થતાં અધ્યવસાય બદલાતાં ત્રીજું સામાયિક લેવાની વિધિ કરવાની. ત્રણ સામાયિક પત્યા પછી ચોથું સામાયિક લેતાં પહેલાં પારવું પડે કારણ કે ઠલ્લે, માગું વગેરે જવાની કદાચ શંકા થાય તો, તે બધું પતાવીને ચોથું વગેરે સામાયિક કરી શકાય. તપાગચ્છની પરંપરામાં ત્રણ સામાયિક એકી સાથે ઉચ્ચારાતા નથી, પણ દરેક સામાયિક જુદું જુદું ઉચ્ચરવાનું છે, તેની પાછળ કોઈ અધ્યવસાય સળંગ અંતર્મુહૂર્તથી વધારે નથી રહેતો, તે કારણ જણાય છે. આપણા શરીરના કોઈ ઠેકાણાં નથી. કાળજી રાખવા છતાં ય કયારેક ચાલુ સામાયિકમાં ઠલ્લે, માત્રે જવાની શંકા થાય તેવું બને. સામાચિકમાં સંડાસ, બાથરુમનો ઉપયોગ ન કરાય. વસ્ત્રપરિવર્તન કરીને કુંડી વગેરે વડે શંકા ટાળીને પાછું સામાયિકમાં બેસી શકાય. સામાયિકનો કાળ પૂર્ણ થયા પછી પારીને તે ફંડીની યોગ્ય જયણા કરી શકાય. જો તેવી વ્યવસ્થા ન થઈ શકે તેમ હોય તો સામાયિકમાં જ સંડાશ કે બાથરૂમમાં જવા કરતાં, વહેલું સામાયિક પારીને જવામાં દોષ ઓછો છે. પછી ગુરુભગવંત પાસે તેનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઇએ. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. SPSS તત્વઝરણું ૨૦૬ Page #217 -------------------------------------------------------------------------- ________________ (સંવત ૨૦૫૮ આસો વદ - ૧૦ ગુરુવાર. તા. ૩૧-૧૦-૦૨ સાકt આત્માનો વિકાસ ક્રમ હૉકૌતકાર | * j. * : , ગાલ * * * 24) છે ના , કારક પ્રામ' NNNAAAAAA માં * હર્ત કાળ - પ્રવેe tu] . નબ . ૬૦ Bળ સાધુ હાથી ? * * ક કો . પદાલ પરાવતકાળ નિ : ચ ર મા વ તે = ૧પગ NNNN નાતક | જેક: મ પણિ કર્ણ મધ સાં9 : તિ ર ' નામની રેક છ માસ વિટે & થનગન ( - - " lakiયિરિદ્રય, + = કંપને નવ ! અંક .શિ Sલ નrી : . છે * * ) પાક ખEniા કar . શું મ . . - • dj , નતિ નહિં. પ્રિય કમાન સંમ જ . કે મા t-પકાસ 1 Mનિક મુકી ના કીમ vમયે વલ વલોક એવૈ«િ ભમાં એંગલ પરા વર્ત કાળ ' યોતિષ સી . છે - મe I આ દેવો જ માને - - પ હ : bE = ags મયંત સંકી NE » Sાત પ પરdળ | ૬ ફ્રિ બને ' જ કડકw tN) સામાલ S T દે શો ન અર્ધ ૫૬ " આજે આપણે અત્યાર સુધીમાં આ પ્રવચનમાળામાં જે જાણ્યું તેનું પુનરાવર્તન કરવું છે. એક આત્મા મોક્ષે ગયો ત્યારે નિયતિ પાકવાથી આપણે બહાર નીકળ્યા. અભવ્ય આત્મા તો કદી મોક્ષે ન જાય. તે તો સદા સંસારમાં રખડ્યા કરવાનો. પણ જેનામાં મોક્ષે જવાની યોગ્યતા હોય તે ભવ્ય આત્મા મોક્ષ તરફ આગળ વધે. હું ભવ્ય હોઇશ કે અભવ્ય? મારો ક્યારેક તો મોક્ષ થશે ને? તેવા વિચારો આપણને આવે છે. આપણે શત્રુંજયની યાત્રા કરી છે, માટે આપણે ભવ્ય છીએ. મોક્ષે જવાનો એક પુગલ પરાવર્ત કાળથી વધારે કાળ બાકી ન હોય ત્યારે આત્મા શરમાવર્તકાળમાં પ્રવેશે. આપણને મોક્ષ પણ ગમે છે, તારક પદાર્થો પણ ગમે છે, ક્રિયાઓ પ્રત્યે આદર છે, માટે આપણો ચરમાવર્તકાળમાં તત્વઝરણું ૨૦૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ થઇ ગયો જણાય છે. તે પહેલાં આપણે અચરમાવર્તકાળમાં હતા. અભવ્ય આત્માઓ સદા અચરમાવર્તકાળમાં હોય. betes and અચરમાવર્તકાળમાં કર્મ બળવાન હોય. ચરમાવર્તકાળમાં પુરુષાર્થ બળવાન બને. હવે આપણે કર્મો ખતમ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. જો કરીશું તો સફળતા મળવાની પૂરી શક્યતા છે, કારણકે આપણો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો જણાય છે. op યાર પછી ફરી એક વાર જે આત્મા મોક્ષે પહોંચવા સુધીમાં ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું મિથ્યાત્વ મોહનીય કર્મ બે વાર જ બાંધવાનો હોય તે દ્વિબંધક કહેવાય. એકવાર બાંધી દીધા પછી તે હવે માત્ર એક જ વાર બાંધવાનો હોવાથી સમૃબંધક કહેવાય. ત્યાર પછી ફરી એક વાર બાંધી દે તો હવે નક્કી થયું કે તે એકપણ વાર આવી સ્થિતિ બાંધવાનો નથી માટે તે અપુનબંધક કહેવાય. તેની ઉપર મોહનીયકર્મનો અધિકાર ઊઠી ગયો કહેવાય. સાચા ધર્મની શરુઆત હવે થાય. હવે પછીની તેની શુદ્ધક્રિયાઓ આધ્યાત્મિક ક્રિયાઓ બને. આ અપુનબંધક આત્માને હવે મોક્ષનો માર્ગ દેખાય, માટે તે માભિમુખ બન્યો કહેવાય. પછી તે મોક્ષમાર્ગ ઉપર જઇને ઊભો રહે એટલે માર્ગપતિત કહેવાય. તે માર્ગ ઉપર ચાલવા લાગે ત્યારે માર્ગાનુસારી બન્યો કહેવાય. હજુ તો આત્મા પહેલા મિથ્યાત્વ નામના ગુણઠાણે રહ્યો કહેવાય. તેનો હજુ જૈનશાસનમાં વાસ્તવિક પ્રવેશ થયો ન ગણાય. તે તો સમ્યગ્દર્શન-ચોથું ગુણઠાણું પ્રાપ્ત થાય ત્યારે જ થાય. પહેલા સ્વપ્ન હાથી ને મંદિરમાં પ્રવેશ ન મળે તેમ પહેલા મિથ્યાત્વ ગુણઠાણે રહેલાને જૈન શાસનમાં પ્રવેશ ન મળે. આત્મામાં રહેલો સંસાર પ્રત્યેનો તીવ્ર રાગ અને મોક્ષ પ્રત્યેનો તીવ્ર દ્વેષ ગાંઠ છે. આ ગાંઠને ભેધા વિના સમ્યગ્દર્શન પામી શકાય નહિ. જ્યારે ભવ્ય આત્મા આ ગાંઠને ભેદે ત્યારે ઉપશમસમકિત પામે. આ સમકિત અંતર્મુહૂર્તકાળથી વધારે ટકે નહિ. મોહનીયકર્મના દર્શન મોહનીયના ત્રણ પેટા ભેદો (૧)મિથ્યાત્વ મોહનીય કર્મ (૨)મિશ્ર મોહનીય કર્મ અને (૩)સમ્યક્ત્વ મોહનીય કર્મ જ્યારે સંપૂર્ણ શાંત થાય ત્યારે આ ઉપશમ સમકિત આવે. ચોથું ગુણઠાણું પ્રાપ્ત થાય. ચોથું સ્વપ્ન લક્ષ્મીજી. જ્યાં લક્ષ્મીજી પધારે ત્યાં કઇ કઇ સમૃદ્ધિ ન આવે ? તે સવાલ. ચોથું ગુણઠાણું જેને પ્રાપ્ત થાય તે આત્માઓને ગુણો રુપી લક્ષ્મી પ્રાપ્ત થયા વિના ન રહે. THIC ત્રીજું સ્વપ્ન સિંહ છે. તેને ઘાસમાં રુચિ કે અરુચિ ન હોય. મિશ્રગુણઠાણે રહેલા આત્માને જૈન શાસન પ્રત્યે રુચિ કે અરુચિ ન હોય. ન તત્વઝરણું ૨૦૮ Page #219 -------------------------------------------------------------------------- ________________ જો ઉપશમ સમકિતીને અનંતાનુબંધી કષાયોનો ઉદય થાય તો તરત ઉપશમ સમકિતની વોમીટ થાય. ૧ સમયથી ૬ આવલિકા સુધી તેને વસેલા સમકિતનો રસાસ્વાદ માણવા મળે. તે વખતે આત્મા સાસ્વાદન નામના બીજા ગુણઠાણે કહેવાય. વધુમાં વધુ ૬ આવલિકા પૂર્ણ થતાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય. આત્મા પહેલા ગુણઠાણે પહોંચે. બીજું સ્વપ્ન વૃષભ છે. પૂર્વે ખાધેલું વાગોળતી વખતે તેનો સ્વાદ જેમ બળદ માણે તેમ આત્માએ પહેલા મેળવેલા સમકિતની વોમીટ કરીને બીજા ગુણઠાણે તેનો સ્વાદ માણવાનો થાય છે. ઉપશમસમકિતી આત્માને જો અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત્વમોહનીય કર્મનો ઉદય થાય તો તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વી બને. પછી તે આત્મા જો અનંતાનુબંધી ચાર કષાયોનો નાશ કરીને ક્રમશઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય કર્મોનો નાશ કરે તો તે ક્ષાયિક સમકિતી બને. આ ક્ષાયિક સમકિત એકવાર આવેલું કાયમ માટે રહે. આવતા ભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે. નહિ તો ૩, ૪ કે ૫ ભવથી વધારે ભવ તો ન જ કરે. ત્યાં સુધીમાં મોક્ષે પહોંચી જાય. આ સાત કર્મો સિવાયના મોહનીય કર્મના ૨૧ પેટાકર્મો સત્તામાં રહ્યા છે. તેને ખતમ કરવા તે ક્ષપકશ્રેણી માંડે. સમકિતી આત્મા જ્યારે અપ્રત્યાખ્યાનીય કષાયોનો ક્ષયોપશમ કરે ત્યારે નાનું પણ પચ્ચક્ખાણ, વ્રત, નિયમ વગેરે લઇ શકે. ત્યારે તે પાંચમા દેશવિરતિ ગુણઠાણે આવ્યો કહેવાય. આ ગુણઠાણું દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી મનુષ્યો કે તિર્યંચોને હોઇ શકે છે. દેવો અને નારકોને અપ્રત્યાખ્યાનીય કષાયોનો નિકાચિત ઉદય હોવાથી તેઓ કદી પણ ચોથા ગુણઠાણાથી વધારે આધ્યાત્મિક વિકાસ સાધી શકે નહિ. પાંચમું સ્વપ્ન ફૂલની માળા છે. વ્રત-નિયમ લેનારો પાંચમાં ગુણઠાણાવાળો દેશવિરતિધર ઠેર ઠેર ફૂલની માળા જેવું સન્માન પામે તેમાં નવાઇ નથી. જ્યારે આત્મા પ્રત્યાખ્યાનીય કષાયોનો પણ ક્ષચોપશમ કરે ત્યારે સર્વવિરતિ જીવન પામી શકે. માનવો જ સર્વવિરતિ પામી શકે; પણ આ જીવનમાં જ્યાં સુધી પ્રમાદ હોય ત્યાં સુધી તે પ્રમત્ત સર્વવિરતિ ગુણઠાણું કહેવાય. છઠ્ઠા સ્વપ્ન ચંદ્રમાં જેમ કલંક હોય છે, તેમ આ છઠ્ઠા ગુણઠાણામાં પ્રમાદ રુપ કલંક છે. અંતર્મુહૂર્તથી વધારે કાળ આ છઠ્ઠું ગુણઠાણું ન ટકે. પ્રમાદ રહિત સર્વવિરતિ જીવનને સાતમું અપ્રમત્ત સર્વવિરતિ ગુણઠાણું કહેવાય. તે પણ અંતર્મુહૂર્તથી વધારે ન રહે. સમગ્ર ભવચક્રમાં આવતા તમામ સાતમા ગુણઠાણાનો કાળ પણ અંતર્મુહૂર્તથી વધારે ન હોય. સાતમા ગુણઠાણે K ૨૦૯ તત્વઝરણું Page #220 -------------------------------------------------------------------------- ________________ " IS : ગલા આત્મા સાતમા રવપ્ન સૂર્ય સમાન તેજવી બને છે. છઠું-સાતમું ગુણઠાણું વારાફરતી બદલાયા કરે છે. જો છઠ્ઠાવાળો સાતમે ના જાય તો અંતર્મુહર્ત પછી પાંચમે, ચોથે નીચે ઉતરે. છઠ્ઠા - સાતમાનો ભેગો કાળ દેશોના પૂર્વક્રોડ વર્ષ સંભવી શકે છે. વારંવાર છ-સાતમે જતો આત્મા વિશુદ્ધિ વધતા ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડવાનું સત્ત્વ ફોરવે છે. જે તે મોહનીય કર્મને શાંત કરતો કરતો આગળ વધે તો તેણે ઉપશમણી માંડી કહેવાય. ૮૯-૧૦ ગુણઠાણે થઇ ૧૧ મે પહોંચીને છઘસ્થ વીતરાગ બને છે. આયુષ્ય પૂર્ણ થાય તો મરીને ચોથા ગુણઠાણાવાળો અનુત્તર દેવ બને છે, નહિ તો અંતર્મુહૂતી પછી જે ક્રમે ઉપશમશ્રેણી ચડયો હતો, તે ક્રમે નીચે પડે છે. 3 ( વિશેષ વિશુદ્ધિના પ્રભાવે જે આત્મા મોહનીય કર્મનો નાશ કરતો કરતો. આગળ વધે તે ક્ષપકશ્રેણી માંડી ૮, ૯, ૧૦ ગુણઠાણે થઇને સીધો ૧૨માં ગુણઠાણે જાય છે. ૧૦ માના અંતે મોહનીયકર્મનો ક્ષય કરીને વીતરાગ બનેલો તે આત્મા ૧૨માના અંતે બાકીના ત્રણ ઘાતકર્મો ખપાવીને કેવલી ભગવંત બને છે. આઠથી બારમા નંબર સુધીના દરેક ગુણઠાણા અંતર્મુહૂર્ત થી વધારે ન ટકે. બધાનો ભેગો કાળ પણ અંતર્મુહૂર્તથી વધારે નથી. શ્રેણીના શુક્લધ્યાનની ધારા, આઠમા ગુણઠાણાથી શરુ થાય છે. હવે મોહનીચકર્મ સામે યુદ્ધ શરુ થવાનું છે. આઠમા સ્વપ્નની સફેદ ધજા શુકલધ્યાનની ધારાને કે યુદ્ધમાં પ્રાપ્ત થનારા વિજયને સૂચવતી જણાય છે. નવમા ગુણઠાણે પહોંચેલો હવે વીતરાગ બનવાનો છે. તેના મંગલને સૂચવતો પૂર્ણ કળશ તો નવમા સ્વપ્નમાં નહિ હોયને નવમા ગુણઠાણે આત્મા સૂક્ષ્મ લોભા સિવાયના મોહનીયકર્મના તમામ પેટા કને શાંત કરે કે સંપૂર્ણ નાશ કરે. isી દસમા ગુણઠાણે પહોંચેલા આત્મામાં ઘણા કર્મો શાંત થઇ ગયા હોવા છતાં સૂક્ષ્મલોભ ઉછાળા મારી રહ્યો છે. તે વાતને દસમાં પદ્મસરોવરના શાંત પાણીને ઉછાળતા મગરમચ્છો વગેરે જણાવતાં લાગે છે. અહીં સૂક્ષ્મ લોભને શાંત કરીને આત્મા ૧૧ મા ગુણઠાણે જાય છે. તો ક્ષપક આત્મા સૂક્ષ્મ લોભનો નાશ કરીને સીધો બારમા ગણઠાણે જાય છે. E ૧૧મા રવપ્નમાં રત્નાકર છે, દરિયો છે. જેમાં પડનારના ચાન્સ ડૂબવાના છે, તેમ ૧૧ મા ગુણઠાણે પહોંચેલો આત્મા અવશ્ય પતન પામ્યા વિના ન રહે. ૧૨મા સ્વપ્નમાં વિમાન દેખાય. જાણે કે ૧૨ મા ગુણઠાણે પહોંચેલા આત્માને મોક્ષે પહોંચાડનારું વિમાન આવ્યું. ત્યાંથી તેરમે ગુણઠાણે પહોંચે એટલે ગુણોરૂપી રત્નોનો ઢગલો પ્રાપ્ત થાય, તેવું તેરમું સ્વપ્ન રનોનો ઢગલો તત્વઝરણું | ૨૧૦ Page #221 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે. ૧૧, ૧૨, ૧૩ મા ગુણઠાણે કષાયોનો ઉદય ન હોવા છતાંય યોગ ચાલુ છે. તે કર્મોનું પ્રવેશદ્વાર છે. મન, વચન, કાયાની માત્ર શુભપ્રવૃત્તિઓ અહીં ચાલુ રહે. તેના દ્વારા એક માત્ર શાતા વેદનીય કર્મ બંધાય. પહેલા સમયે બંધાયેલું કર્મ બીજા સમયે ઉદયમાં આવીને ભોગવાય. શાતાનો અનુભવ કરાવે. ત્રીજા સમયે તે કર્મ આત્માથી છૂટું પડી ગયું હોય. બે સમય સુધી આત્મા સાથે ચોંટેલું રહેતું હોવાથી તેને બે સામયિક કર્મ કહે છે. . [ આ ૧૩ મું સયોગી કેવલી ગુણસ્થાનક દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી રહી શકે છે. આપણે પણ અહીંથી મરીને મહાવિદેહમાં જન્મ લઇને આઠમા વર્ષે દીક્ષા લઇને ભા વર્ષે ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાની બની શકીએ. સાંભળવા પ્રમાણે અનુપમાદેવી મહાવિદેહક્ષેત્રમાં નવ વર્ષે કેવળજ્ઞાની બનીને હાલ વિચરી રહ્યા છે. ! પોતાના આયુષ્યના છ મહીના બાકી હોય ત્યારે કેટલાક કેવલી ભગવંતો કેવલી સમુઘાત કરે છે. બાકી રહેલા ચાર અઘાતી કર્મોમાંથી જો આયુષ્ય કમી કરતાં નામ-ગોત્ર અને વેદનીય કર્મની સ્થિતિ વધારે બાકી હોય તો આ ચારે કર્મોને સરખા કરવા આ સમુઘાત કરે છે. તેના પ્રભાવથી પુણ્ય પ્રકૃતિઓનો રસ પણ પાપપ્રકૃતિમાં ટ્રાન્સફર થઇને, વિશુદ્ધિના બળે નાશ પામે છે. તમામે તમામ કેવળજ્ઞાની મહાત્માઓ આયોજિકાકરણ કરે છે. આયોજિકા કરણ એટલે મન-વચન કાયાનો વિશિષ્ટ પ્રકારનો પ્રશસ્ત વ્યાપાર. ત્યાર પછી તે આત્માઓ મન, વચન, કાયાના યોગને સંધવાનો, અટકાવવાનો પ્રયત્ન કરે છે. તેને યોગનિરોધની પ્રક્રિયા કહેવાય છે. - શેલ એટલે પર્વત, શૈલેશ એટલે પર્વતોનો રાજા મેરુપર્વત, તે જેવો નિપ્રકંપ છે, સ્થિર છે. આત્માના પ્રદેશોને તેવા સ્થિર અને નિષ્પકંપ કરવાની ક્રિયા તે શેલેશીકરણ. બધા રોગોને સંધીને, શરીરના પોલાણોને પૂરીને શેલેશીકરણ કરીને આત્મા ચૌદમા ગુણઠાણે આવીને મોક્ષે સીધાવે. ચૅરમું રવપ્ન ધૂમાડા વિનાનો અગ્નિ જણાવે છે કે ૧૪મા ગુણઠાણે શરીર વગેરે છે, છતાં કર્મબંધ નથી, કોઇ યોગ નથી. અવ્યવહારરાશીની નિગોદથી શરુ કરેલી યાત્રા મોક્ષે પહોંચીએ ત્યારે પૂર્ણ થાય. આપણે આ યાત્રામાં કયાં સુધી પહોંચ્યા છીએ? તે સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને, બાકીની અધૂરી યાત્રા પૂર્ણ કરવાના પુરુષાર્થમાં લાગી જવા જેવું છે. િવીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. - તત્વઝરણું ૨૧૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો વદ - ૧૧ શુક્રવાર તા. ૧-૧૧-૦૨ | આઠ કર્મોમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને મોહનીય, એ ચાર કર્મોની વિસ્તારથી વિચારણા કરી. હવે આપણે બાકી રહેલા કર્મોની વિચારણા સમયની અનુકૂળતા મુજબ કરવી છે. આત્મા અક્ષય સ્થિતિવાળો છે. તેને કોઇએ પેદા કર્યો નથી કે તેનો કોઇ નાશ કરતું નથી. તે તો અદાલુ, અડેધ, અભેધ છે. શાશ્વત છે. નિત્ય છે. પણ આયુષ્ય કર્મના કારણે તે દેવ-મનુષ્ય-નરક-તિર્યંચ તરીકે જન્મ-મરણ પામે છે. જન્મ-મરણ વચ્ચે તે પાપમય જીવન પસાર કરે છે, પણ જૈનશાસનને પામ્યા પછી સમજુ બનેલા આત્માઓ જન્મ-મરણ વચ્ચેના જીવનને સાધનામય બનાવીને મોક્ષે પહોંચે છે, જ્યાં પહોંચ્યા પછી કયારેય જન્મ-મરણ કરવા પડતા નથી. ( આયુષ્ય કર્મ ચાર પ્રકારનું છે. (૧)દેવ-આયુષ્ય કર્મ (૨)મનુષ્ય આયુષ્ય કર્મ (૩)તિર્યંચ આયુષ્ય કર્મ અને (૪)નરક આયુષ્ય કર્મ. એક ભવમાં પછીના એક જ ભવનું આયુષ્ય બંધાય. તેનો ઉદય આ ભવમાં ન જ થાય. આવતા ભવમાં અવશ્ય તેનો ઉદય થાય. આવતા ભવમાં તે આયુષ્ય કર્મી પૂરેપૂરું ભોગવી લેવું પડે. પછીના ભાવોમાં તે ન ભોગવાય. સામાન્ય રીતે માયા કરવાથી તિર્યંચનું આયુષ્ય બંધાય છે. તીવ્ર ક્રોધ - લોભ વગેરે કરવાથી નરકનું આયુષ્ય બંધાય. સરળતા, મંદ કષાય વગેરેથી દેવનું આયુષ્ય બંધાય તો સદાચારોથી મનુષ્યનું આયુષ્ય બંધાય. આ જીવનમાં સતાવતા બધા પ્રશ્નો સામાન્ય છે. તેની પાછળ રડવાની કે સમય બરબાદ કરવાની કોઇ જરૂર નથી. ગંભીર સવાલ તો મર્યા પછી જન્મ કયાં લેવો? તે છે. મરવાનું બધાને છે. કોઇએ એક ભવમાં બે વાર મરવાનું નથી. એકવાર કરવામાંથી કોઇ સંસારી જીવ છટકી શકે તેમ નથી. તેથી મરવાની ચિંતા ન કરો. મરવાની સાથે મરી જનારા આ ભવના દુઃખો, રોગો કે કૌટુમ્બિક પ્રશ્નોની ચિંતા ન કરો. ચિંતા તો આવતા ભવનો જન્મ કયાં થશે? તેની કરવી જોઇએ કારણ કે જે ખોટો ભવ મળી ગયો તો આ ભવની બધી આરાધના સાધના ફેઇલ જશે. કીડીને પણ નહિ મારનારો હું જો બિલાડી બનું તો ઉંદર અને કબૂતરને ફાડ્યા વિના નહિ રહી શકું. મારી જીવરક્ષાની બધી સાધના નકામી થઈ જશે. પૂર્વક્રોડ વર્ષ સુધી ઊંચું સંયમ પાળનારો માસક્ષમણાદિ તપ કરનારો સાધુ આયુષ્ય બાંધતી વખતે થાપ ખાઇ ગયો તો મોક્ષે જવાના બદલે પછીના ભવમાં દેવ કે માનવ મટીને ચંડકોશિયે નાગ બન્યો! ના, આપણે તેવી ભૂલ નથી કરવી. આપણે તો આવતો ભવ સુધરી જાય તેની તત્વઝરણું G ૨૧૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ કાળજી લેવી છે. મોત પણ મહોત્સવ બની જાય, સમાધિ ભરપૂર બને તેવા પ્રયતનો આજથી શરુ કરવાના છે. આ ભવમાં જેઓ વિશિષ્ટ આરાધના-સાધના-ઉપાસના કરવા વડે આવતા ભવને સલામત બનાવી દે છે, તેઓ મોતથી જરા ય ન ડરે. મસ્તીથી મરવા તૈયાર હોય. મુંબઇથી ભાવનગર જતાં, વચ્ચે અમદાવાદ ઉતરીને બીજી ગાડી પકડવાની હોય તો બધા મસ્તીથી ઉતરે છે. આ ગાડી છોડવાનો ત્રાસ નથી હોતો, કારણ કે સામેની બીજી ગાડીનું રીઝર્વેશન તૈયાર છે. આ ભવનું જીર્ણ, ઘરડું, શિથીલ ઇન્દ્રિયોવાળું શરીર છોડીને, મોક્ષની સાધના માટે અનુકૂળ શરીર આવતા ભવનું મેળવવામાં આનંદ હોય કે ત્રાસ હોય ? મોત એટલે એક ગાડીમાંથી ઉતરીને બીજી ગાડીમાં બેસવું. એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરવું. કપડું મેલું થાય તો બદલવાનું કે નહિ ? તે બદલતાં ત્રાસ હોય કે નવું પહેરવાનો આનંદ હોય? ઘરડું, તકલાદી, માંદું શરીર છોડીને બીજ ભવનું નવું શરીર મેળવતાં આનંદ હોય કે ત્રાસ થાય? મોત એટલે જૂનાં કપડાં કાઢીને નવા કપડાં પહેરવાની ક્રિયા, એમાં રુદન કેમ? એનો ડર કેમ? મોતનો ત્રાસ કેમ? હા ! જેણે આ ભવમાં કોઇ આરાધના સાધના ન કરી હોય, પરલોકમાં સારા ભવની શક્યતા ન હોય તેને મોતનો ડર લાગે, તે ગભરાય, મોતથી બચવા વલખાં મારે. આ ત્રાસ મોતનો નથી, પણ આ ભવમાં મળેલા લાડીવાડી-ગાડી-બાગ-બંગલા-બગીચા છોડવાનો ત્રાસ છે. તેને મરતી વખતે પોતાનો ભૂતકાળ દેખાય. ક્રોધ-કામવાસના-સ્વાર્થ-વિશ્વાસઘાત-પ્રપંચો-દગાફટકા વગેરે પોતાના પાપો નજરમાં આવે. તેનાથી સમજાય કે મને આ ભવમાં મળેલી કોઇ અનુકૂળતા આ પાપોના કારણે આવતા ભવમાં મળે તેમ નથી. તેથી આ બધુ છોડવાનો ત્રાસ અનભવે. બાકી જેણે આ ભવમાં આરાધનાસાધના કરી છે તે તો મસ્તીથી મોતને વધાવે. ૫૦ હજાર છોડીને ૫૦ લાખ મળતાં હોય તો પ૦ હજાર છોડવામાં આનંદ જ હોય ને? જો આવું મોજનું મરણ મેળવવું હોય, નિશ્ચિત મોતને મહોત્સવ બનાવવું હોય તો આજથી જ જીવનને આરાધના-સાધનાથી ભરી દઇએ. po 39 | ભગવાન પાસે ભકત ત્રણ પ્રાર્થના કરે, “અનાયાસેના મરણ, વિના દૈત્યેન જીવન, દેહાન્ત તવ સાન્નિધ્ય, દેહિ મે પરમેશ્વર.” હે ભગવંત ! કોઇપણ જાતની પીડા, અસમાધિ, વેદના વિનાનું મોત આપ. કોઇપણ પ્રકારની દીનતા વિનાનું મને જીવન આપ અને જ્યારે આ દેહ છોડવાનો હોય ત્યારે મને તારું સાનિધ્ય આપ. મારી આ ત્રણ પ્રાર્થનાનો તું સ્વીકાર કર. તત્વઝરણું | ૨૧૩ Page #224 -------------------------------------------------------------------------- ________________ - સાધુ કાળધર્મ પામીને સામાન્ય રીતે વૈમાનિકદેવમાં જાય. હકીકતમાં સમકિતની હાજરીમાં વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય. દેવલોકમાં પરીક્ષા છે. આખું વર્ષ ભણ્યા પછી જેમ તેની પરીક્ષા આપવી પડે, તેમ અહીં સાધુ- સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, તરીકે કેવી સાધના કરી છે? તે દેવલોકમાં ગયા પછી ખબર પડે ત્યાં દેવીઓ, અપ્સરાઓની હાજરીમાં કેવું બહાચર્ય પાળો છો? આભૂષણોના ઢગલા વચ્ચે કેવી અનાસક્તિ દાખવો છો? તે ત્યાં ખબર પડે ! | દેવલોકનો ભવ તો વિસામા જેવો છે. મુંબઇથી ભાવનગર જતાં અમદાવાદ રાત રોકાયા. અમદાવાદનું આ રોકાણ મુસાફરીનો એક ભાગ છે. ભાવનગર તરફ આગળ વધવા માટેનો આ એક મુકામ છે. તેમ મોક્ષ તરફની આપણી યાત્રામાં વચ્ચે દેવલોકનો ભવ વિસામો છે. ત્યાં અનાસક્િતનું જીવન જીવીને, માનવ બનીને, દીક્ષા લઇને મોક્ષે જવાનું. આવતો ભવ સુંદર જોઇતો હોય તો મરતી વખતે સમાધિ જોઇએ. જેવો ભાવ તેવો ભવ, જેવી મતિ તેવી ગતિ, જેનું મોત બગડે તેનો નવો ભવ બગડ્યા વિના ન રહે. માટે બીજું કાંઇ નહિ, મરતી વખતે સમાધિ તો જોઇએ જ. પણ મરણ વખતે સમાધિ તેને મળે કે જેનું જીવન સમાધિ ભરપૂર હોય. જે સતત અંકલેશમાં હોય, કામ-ક્રોધાદિને વશ રહેતો હોય, ફલેશ-કજીયા-કંકાસમાં જેનો સમય પસાર થતો હોય તેવો જીવ મરતી વખતે સમાધિ કેવી રીતે પામી શકે? માટે સમગ્ર જીવન સમાધિમય બનાવવું જરૂરી છે. ક્ષમા, નમ્રતા, નિર્વિકારિતા, પરાર્થ વગેરે ગુણો કેળવવા જોઇએ. સંકલેશ અને અસમાધિ પેદા કરનારા દોષોથી સદા દૂર રહેવું જોઇએ. પણ આ ભવમાં આવતા ભવનું જેવું આયુષ્ય બંધાયું હોય તેવો આવતો ભવ મળશે. જો સારું બાંધ્યું હશે તો મરતી વખતે સમાધિ આવી જશે. ખરાબ બંધાયું હશે તો અંત સમયે સમાધિ નહિ મળે. તેથી આવતા ભવનું આયુષ્ય બાંધવાની પળે જાગ્રતિ જોઇએ. છેવટે તો આખું જીવન કેવું જીવ્યા? તેના આધારે નહિ પણ આયુષ્ય બંધાતી વખતે કેવું જીવીએ છીએ? તેના આધારે આવતા ભવનું આયુષ્ય બંધાય. આ વાત જાણીને આપણને મનમાં થાય કે આવતા ભવનું આયુષ્ય કક્યારે બંધાય? તે જણાવો. અમે તે પળ સાચવી લઇશું, જેથી અમારો આવતો ભવ સુધરી જાય. e શાસ્ત્રો કહે છે કે આ ભવનું જેટલું આયુષ્ય હોય તેના ત્રણ ભાગ કરીએ તો તેમાંના પહેલા બે ભાગ ક્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી આવતા ભવનું આયુષ્ય ન બંધાય. જ્યારે આ આયુષ્યના ૩ ભાગ પસાર થાય ત્યારે બંધાય. જે ત્યારે ન બંધાય તો બાકી રહેલા ૧/૩ આયુષ્યના પાછા ત્રણ ભાગ કરવા. તત્વઝરણું ૨૧૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ તેમાંના બે ભાગ પસાર થાય ત્યારે બંધાય. જો ત્યારે પણ ન બંધાય તો બાકી રહેલાનો ૨/૩ ભાગ પસાર થાય ત્યારે બંધાય. આ રીતે ૨/૩, ૨/૩ કરતાં કરતાં છેલ્લે ત્રણ ડચકાં લેતાં, તેના ૨ ડચકા લેવાયા પછી બંધાય, પણ આવતાભવનું આયુષ્ય બંધાયા પહેલાં મરણ ન થાય. જો આ ભવનું આયુષ્ય ૮૧ વર્ષનું હોય તો આવતાભવનું આયુષ્ય વહેલામાં વહેલા ૫૪ વર્ષે બંધાય. ૮૧ ના ૨૦-૨૦-૨૦ વર્ષના ત્રણ વિભાગ થાય. તેના બે ભાગ એટલે કે ૫૪ વર્ષ થાય ત્યારે બંધાય. જો ત્યારે ન બંધાય તો બાકી રહેલા ૨૦ વર્ષના ૨/૩ કરવા, ૯-૯-૯ એમ ત્રણ ભાગમાંના બે ભાગ - ૧૮ વર્ષ પસાર થાય ત્યારે (૫૦+૧૮) ૦૫ વર્ષની ઉંમરે આયુષ્ય બંધાય. જો ત્યારે ન બંધાય તો બાકી રહેલા ૯ વર્ષના ૨/૩-૬ વર્ષ પસાર થયા પછી (૭૫+૬) ૮૧ વર્ષની ઉમરે બંધાય. એમ કરતાં કરતાં છેલ્લે મરતી વખતે પણ બંધાઇ શકે. જો આપણે આપણું આ ભવનું આયુષ્ય જાણતાં હોઇએ તો તેનો ૨/૩ ગણીને, તે સમયે સાવધ રહી શકીએ પણ આપણે આપણું આયુષ્ય જાણીએ છીએ ખરા ? ના, તેથી ગમે તે ઘડીએ આપણા આયુષ્યનો ૨/૩ આવી શકે. કોઇ ગર્ભમાં મરે છે તો કોઇ પાંચ વર્ષની ઉંમરે મરે છે. કોઇ ૫૦ વર્ષ જીવે છે તો કોઇ ૦૦ વર્ષ જીવે છે. કોઇ ૯૦ વર્ષ જીવે છે તો કોઇ ૧૦૦ વર્ષ પણ જીવે. તેથી કોઇપણ ક્ષણે આપણા આયુષ્યનો ૨/૩ હોવાની શકયતા છે. ગમે તે ક્ષણે આવતા ભવનું આયુષ્ય બંધાઇ શકે છે. માટે આવતો ભવ સુધારવા આપણી દરેક ક્ષણ ધર્મમય પસાર કરવી જોઇએ. આ ભવમાં જેવું આયુષ્ય બાંધીએ તેવો પરભવ મળે. આયુષ્ય બાંધ્યા વિના મરણ ન આવે. હા ! જે આત્મા મોક્ષે જવાનો હોય તે આત્મા આવતા ભવનું આયુષ્ય ન બાંધે. બાકીના બધા આત્માઓ ચાર ગતિમાંની કોઇપણ ગતિનું આયુષ્ય બાંધે. fes આ ભવમાંથી નીકળેલો આત્મા ૧, ૨ કે ૩ સમયમાં બીજો ભવ લઇ લે છે. કયારેક જ કોઇને ૪ કે ૫ સમય લાગે. આંખના એક પલકારામાં અસંખ્યાતા સમયો વીતી જાય. તેથી બે ભવ વચ્ચે રખડવાની કોઇ અવગતિ નથી. પણ ભૂત-પ્રેત, ચુડેલ, ડાકીણી, શાકીણી વગેરે હલકી દેવયોનિ છે. જેણે આ ભવમાં તે ભવનું આયુષ્ય બાંધ્યું હોય તેઓ મરીને તરત જ તે ભવમાં તેવા હલકા દેવ તરીકે અવતરે છે તે તેમનો નવો ભવ ગણાય. તેમનું ઓછામાં ઓછું પણ ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય હોય. તે પુરું થયા પછી તેઓ નવો ભવ લે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. કાર અને હ તત્વઝરણું ૨૧૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો વદ ૧૨ શનિવાર. તા. ૦૨-૧૧-૦૨ સમ્યગ્દર્શનની હાજરીમાં મનુષ્યો અને તિર્યંચો જો આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું જ બાંધે. ચંડકોશિયા નાગનો આત્મા સાધુ તરીકેના ભવમાં કાળધર્મ પામીને જ્યોતિષ દેવલોકમાં ગયો તેનું કારણ આયુષ્ય બંધાતી વખતનો તેનો તેવો ભાવ હશે. માટે આપણે સતત સાવધાની રાખવાની જરુર છે. જો આયુષ્ય બંધાતી વખતે આપણી સ્થિતિ કષાયભરપૂર, સંક્લેશયુક્ત કે પાપાચારમાં લીન હશે તો આવતા ભવનું આયુષ્ય કેવું બંધાશે ? તે ગંભીરતાથી વિચારી લેવાની જરુર છે. — આવતા ભવનું આયુષ્ય તો આ ભવના ૨/૩ ભાગ પસાર થાય ત્યારે કે પછી બાકી રહેતા ૨/૩, ૨/૩ ભાગે બંધાઇ શકે. છેવટે મરતી વખતે પણ બંધાય. આપણને આપણું આ ભવનું આયુષ્ય કે મરવાનો સમય ખબર નથી. તેથી આપણે પ્રત્યેક પળે આયુષ્ય બાંધવાની શક્યતા સમજીને જાગ્રત રહેવું જરુરી છે. આયુષ્યકર્મ ઘોળના પરિણામે બંધાય છે. ઘોળ એટલે ચડ-ઉતર પરિણામ. સતત વધતાં જતાં અધ્યવસાયો હોય ત્યારે કે સતત પડતા પરિણામ હોય ત્યારે આવતા ભવનું આયુષ્ય બંધાઇ ન શકે. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીમાં ઉપર ઉપરના ગુણઠાણે આત્મા સતત ચડતા પરિણામે જઇ રહ્યો હોય ત્યારે અને ઉપશમશ્રેણીમાં સતત નીચે પડી રહ્યો હોય ત્યારે આવતા ભવનું આયુષ્ય બંધાતુ નથી. ૧ થી ૭ ગુણઠાણે જ્યારે આત્મા હોય અને તેના પરિણામો જ્યારે સતત ચડતા જતાં ન હોય કે સતત પડતા જતાં ન હોય પણ ચડ-ઉતર થતા હોય તેવા સમયે આવતા ભવનું આયુષ્ય બંધાય. તેમાં પણ ત્રીજા ગુણઠાણે આવતા ભવનું આયુષ્ય ન બંધાય. આખા ભવમાં માત્ર આવતા એક જ ભવનું આયુષ્ય બંધાય; પણ એકથી વધારે ભવનું નહિ. તે આયુષ્ય બંધાતા એક અંતર્મુહૂર્તનો સમય લાગે. આયુષ્ય એકવારમાં, બે ટૂકડે, ત્રણ ટુકડે કે વધુમાં વધુ આઠ ટુકડે બંધાય. તેને આકર્ષ કહેવાય. વધુમાં વધુ આઠ આકર્ષમાં આવતાભવનું આયુષ્ય બંધાય. આકર્ષ એટલે એક પ્રકારનો અધ્યવસાય; પરિણામ. જીવનમાં અતિશય પાપ કરનારી વ્યક્તિ પ્રસન્ન, શાંત, પીડા વિના, સમાધિયુક્ત મરણ પામતી કયારેક દેખાય છે તો ક્યારેક ધર્મી વ્યક્તિ ભયાનક ત્રાસ પામતી, રીબાતી, અસમાધિ-સંક્લેશવાળી જણાય છે,તેનું કારણ શું? તેવો આપણને સવાલ થાય તે સહજ છે. તત્વઝરણું ૨૧૬ Page #227 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે શત્રુંજયની યાત્રા કરતા, કોઇ તપ કરતા, પર્યુષણમાં પ્રવચનાદિ સાંભળતા, માનવતાના કામ કરતા કે ક્ષમા, નમ્રતાના ભાવોમાં કોઇ વ્યક્તિએ સારી ગતિનું આયુષ્ય બાંધ્યું હોય. કુસંગ વગેરેના કારણે તેનો બાકીનો ઘણો કાળ ભયાનક પાપો વગેરેમાં પસાર થયો હોય તેવું બને. હવે એવો નિયમ છે કે, નવા જે ભવમાં જવાનું હોય તેવો ભાવ છેલ્લે મરતા આવે. દેવ-નરકમાં જવાનું હોય તો ત્યાંની લેગ્યા લેવા કે મૂકવા આવે છે. તેથી જેણે આયુષ્ય બંધાતી વખતે શુભભાવમાં સારું આયુષ્ય બાંધ્યું હોય તેને સારા ભવમાં જવાનું હોવાથી મરતી વખતે સારો ભાવ આવી જાય. સમાધિ મરણ તેને પ્રાપ્ત થાય. | તે જ રીતે જીવનમાં ધર્મી જણાતી વ્યક્તિએ પરભવનું આયુષ્ય બાંધવાના સમયે દીકરા ઉપર ક્રોધ કર્યો હોય, ટી.વી. જોતા વિકારી બન્યો હોય, ક્રૂર કે હિંસક બન્યો હોય કે અન્ય કોઇ પાપમાં લીન હોય તો ખરાબ આયુષ્ય બાંધ્યું હોય; તેથી ખરાબ ભવમાં જવાનું હોવાથી ધર્મી આત્માને મરતી વખતે અસમાધિ-પીડા વગેરે પણ થઇ શકે. આમ આયુષ્ય બંધાવાની પળ ધર્મમય હોવી ખૂબ જરૂરી છે. ગમે તે પળે આયુષ્ય બંધાવાની શક્યતા હોવાથી દરેક ક્ષણ ધર્મમય પસાર કરવી જોઇએ. શ્રીકૃષ્ણ પૂર્વે અશુભ અધ્યવસાયમાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું તો છેલ્લે તેઓ પાણી-પાણીની લેગ્યામાં અસમાધિથી મરણ પામ્યા. શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં પહેલા ભગવાન બનવાના હોવા છતાં અને આ ભવમાં પરમાત્મા મહાવીરદેવના પરમભક્ત બન્યા હોવા છતાં પૂર્વે તેમણે અશુભભાવનામાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું માટે મરતી વખતે છેલ્લે તેઓ સમાધિ ચૂકી ગયા. સમાધિમરણ તેમને ન મળ્યું. મનમાં સવાલ થાય કે પરભવનું આયુષ્ય બંધાવાની પળે અમે ધર્મ ચૂકી જઇએ, ખરાબ ભાવમાં રહીએ તો નવો ભવ જો ખરાબ મળતો હોય તો બાકીના આખા જીવનમાં અમે કરેલી આરાધનાનું શું? શું તે બધી આરાધના નકામી ગઇ? ના, જીવનમાં કરેલી અમરાધના કયારે પણ નકામી જતી નથી. ચંડકૌશિકના આત્માએ પૂર્વે સાધુજીવનમાં ક્રોધ કરીને પછીનો ભવ ભલે સાપનો મેળવ્યો, પણ સાધુજીવનમાં તેમણે કરેલી આરાધનાના પ્રભાવે પરમાત્મા મહાવીરદેવ પાછલા બારણેથી તેની પાસે સામેથી આવ્યા. માટે ગમે તે પળે, ગમે તે ભાવમાં આયુષ્ય બંધાવાનું હોય, આપણે કોઇ ક્ષણે આરાધના મૂકવી નહિ. આપણું આવતા ભવનું આયુષ્ય હજુ બંધાયું હશે કે નહિ? તે આપણે જાણતા નથી; કારણ કે આ ભવનું આયુષ્ય ખબર નથી. તેનો ૨/૩ ભાગ ક્યારે તત્વઝરણું ૨૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ હશે? તે ખબર નથી. વળી આયુષ્ય તો આ ભવના મોતની છેલ્લી ક્ષણોમાં પણ બંધાઇ શકે છે. તેથી આવતા ભવનું આપણું આયુષ્ય પ્રાયઃ બંધાયું નહિ હોય તેમ માનીને આપણે જીવવાનું. હવે પછીની ગમે તે પળે પરભવનું આયુષ્ય બંધાઇ શકે છે, માટે આવનારી પ્રત્યેક પળ ધરિાધનામાં વીતાવવા પ્રયત્ન કરવો. | પરમાત્મા મહાવીરદેવે ગૌતમસ્વામીને વારંવાર કહ્યું હતું કે, “સમય ગોયમ મા પમાયએ'' હે ગૌતમ ! તું એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. ના, આ વાત માત્ર ગૌતમને જ નથી કરી, તેમના નામથી આપણને સૌને કરી છે. એક ક્ષણ પણ જો પ્રમાદમાં પસાર થાય તો, તેમાં કેવા ભચાનક કર્મો બંધાઇ જાય! અને જે તે જ વખતે આવતા ભવનું આયુષ્ય બંધાય, તો આવતો ભવ કેવો બગડી જાય ! ના, તે તો ન ચાલે. માટે પ્રમાદ ન થાય તેની કાળજી લેવી જરૂરી છે. | ધરતીકંપ, દુષ્કાળ, પૂર, મારી, મરકીનો ઉપદ્રવ, યુદ્ધ, એકસીડન્ટ વગેરેમાં ઘણા લોકોના એકી સાથે મોત થતાં જોવા મળે છે. તે જ રીતે પ્રભાવના વગેરે ઘણાને એકી સાથે સરખી મળે છે. એકી સાથે સરખું નુકશાન કે લાભ ઘણાને થાય છે. આ બધાનું કારણ સામુદાયિક આરાધના કે સામુદાયિક વિરાધના પણ હોઇ શકે છે. સામૂહિક પાપ કે સામૂહિક પુણ્ય સાથે ઉદયમાં આવી શકે છે. બધા સાથે ટી.વી. જુઓ, સાથે હોટલમાં જાઓ, સાથે પીકનીક કરો, સાથે જાતજાતની અશુભ પ્રવૃત્તિઓ કરો ત્યારે કેવું સામુદાયિક પાપકર્મી બંધાતું હશે ? તે ગંભીરતાથી વિચારવું જોઇએ. તે આ સંસાર અસાર છે, તેનું કારણ તે દુઃખમય, પાપમય, સ્વાર્થમય, રાગાદિ પરિણતિમય છે, તે તો છે જ, પણ તેથી વધુ તો અસાર એટલા માટે છે કે તે અજ્ઞાનમય છે. અજ્ઞાનતાના કારણે રાગાદિમાં ફસાઇએ છીએ. સ્વાર્થો પોષીએ છીએ, પાપો કરીએ છીએ, દુઃખો પામીએ છીએ. નવો ભવ ખોટો મેળવીએ છીએ. હવે જ્ઞાની બનીએ. દુઃખમાં દીન ન બનીએ. સુખમાં લીન ના થઇએ. રાગ-દ્વેષ બંધ કરીએ. જેથી પરભવનું આયુષ્ય ખરાબ ન બંધાય. | છેલ્લી ક્ષણોમાં પેશન્ટને હોસ્પીટલમાં ન રાખવો. ત્યાં તેને કોણ સમાધિ આપે? કોણ આરાધના કરાવે? કોઇ મહાત્માને લઇ જાઓ તો ય નર્સો, ડોક્ટરો વગેરે વધુ સમય આરાધના કરાવવા ન દે. તેના કરતાં ઘરે મોત થાય તે સારું. છેલે સમાધિ મળે તેવી આરાધના-નિયમિણા તો કરાવાય. આવતા ભવનું આયુષ્ય તેવા સમયે બંધાય તો સદ્ગતિ તો થાય. ડોક્ટર આ ભવ બચાવવા પ્રયત્ન કરે જ્યારે ગુરુમહારાજ આવતો ભવ, અરે ભાવિના બધા ભવો બચાવવાના-સુધારવાના પ્રયત્નો કરે. તો બોલો..., હવે કોનું શરણું લેવું? તત્વઝરણું ૨૧૮ Page #229 -------------------------------------------------------------------------- ________________ ડોક્ટરનું કે ગુરુમહારાજનું ? પુણ્ય-પ્રકાશનું સ્તવન અંત સમયે જ સંભળાય, એવું નથી. જ્યારે આંખકાન-મોં કામ કરતાં બંધ થઇ જાય ત્યારે સમાધિની સાધના શું થાય? તે તો સારી અવસ્થામાં કરાવી શકાય. સારી અવસ્થામાં વારંવાર પુણ્ય-પ્રકાશ નું સ્તવન સાંભળવા વગેરેથી આત્માને ભાવિત કર્યો હશે, તો અંત સમયે તે સાંભળવું ગમશે. જો અત્યારે કડવા શબ્દો સાંભળવા, કાંટો વાગવો, આંગળી છુંદાઇ જવી વગેરે સામાન્ય પ્રસંગોમાં સમાધિ નથી રહેતી તો જ્યારે મરતી વખતે ભયાનક પીડા-વેદના હશે, ત્યારે સમાધિ શી રીતે રહેશે? - શરીર અને આત્મા એકરસ થઇ ગયા છે. જ્યારે આત્માનો દરેક પ્રદેશ શરીરથી છૂટો પડવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે થતી વેદનાની કલ્પના કરતાં ચ ધૂજારી છૂટે છે. તેવા સમયે સમાધિ સચવાઇ રહે તે માટે સમાધિ અંગેના પદો વારંવાર ગાવા જોઇએ. શરીર અને આત્માનું ભેદજ્ઞાન કરવું જોઇએ. શરીરના દુઃખોને મસ્તીથી સહન કરવાની ટેવ પાડવી જોઇએ. - આપણું જેટલું આયુષ્ય હોય તેટલું બધું ભોગવવું જ પડે? આયુષ્ય પૂરું થયા પહેલાં કોઇ મરે કે ન મરે? કોઇ આપઘાત કરે, ઝેર ખાય, ફાંસો ખાય, ટ્રેનની નીચે આવી જાય છતાં આયુષ્ય પૂરું થયું ન હોય, તો ન જ મરે ને? કે પછી આયુષ્ય પૂરું થયા પહેલાં પણ મરી જાય? આવો સવાલ થાય તે સહજ છે. | આયુષ્ય બે પ્રકારનું છે. દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય. આત્મા ઉપર ચોંટેલા આયુષ્ય કર્મના પુદ્ગલોને દ્રવ્ય આયુષ્ય કહેવાય. આયુષ્ય કર્મના પુગલોને આત્મા ઉપરથી છૂટા પડતાં જે સમય લાગે તેને કાળ આયુષ્ય કહેવાય. દ્રવ્ય આયુષ્ય તો બધાએ પૂરું કરવું જ પડે છે. દ્રવ્યઆયુષ્ય પૂર્ણ થયા વિના ક્યારે પણ કોઇનું મોત ન થાય. કાળ આયુષ્ય બધાનું પૂર્ણ થાય જ, એવું નહિ. પૂરું થાય પણ ખરું અને ન પણ થાય. કાળ આયુષ્ય પૂરું થયા પહેલાં પણ મોત થઇ શકે. | વૈકી નૈસા fLJ\\[ti! आयुष्यक તત્વઝરણું is ૨૧૯ Page #230 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૮ આસો વદ ૧૪ રવિવાર. તા. ૦૩-૧૧-૦૨ આયુષ્યકર્મ ભલે પાંચમા નંબરનું છે, પણ પરલોકનો અને પરમપદનો આધાર તેના ઉપર ઘણો છે. આયુષ્યકર્મ જેવું બંધાય તેવો પરલોક થાય અને જો આવતા ભવનું આયુષ્ય ન બંધાય તો જ ક્ષપકશ્રેણી માંડીને પરમપદ (મોક્ષ) મળી શકે. પણ જ્યાં સુધી મોક્ષે ન પહોંચીએ ત્યાં સુધી પરલોકમાં જવું જ પડશે. તે માટે પરલોકનું આયુષ્ય સારું બંધાય તે જરૂરી છે. પંચાશકગ્રંથમાં જણાવ્યું છે કે, “જત્થ આસત્તિ તત્વ ઉપ્પત્તિ'' જે જીવને જેમાં આસક્િત હોય તેમાં તે આવતા ભવમાં ઉત્પન્ન થાય. — fost જો તે વખતે આયુષ્ય બંધાય તો રૂપિયાની નોટોમાં આસક્ત બનનારો કદાચ રુપીયાની નોટોની થપ્પીમાં ઉધઇ તરીકે પેદા થાય. ખાઉં-ખાઉં કરનારો વિષ્ઠા ખાનારો ભૂંડ બને. આવું ન બને તે માટે આસક્તિ ન કરવી. વસ્તુનો ઉપયોગ કરવો પડે તો ભલે કરવો પણ તેમાં આસિત ન થઇ જાય તેની કાળજી રાખવી. અનશની શ્રાવકને છેલ્લે બોર જોઇને તેમાં આસક્તિ થઇ તો તે મરીને બોર બન્યો. રાણીના લાંબા, લીસાલચક વાળમાં આસક્ત બનેલો રાજા મરીને તે વાળમાં જૂ તરીકે ઉત્પન્ન થયો. આ બધું જાણીને જલ્દી ચેતવા જેવું છે. જે કાર્મણવર્ગણા આયુષ્યકર્મ રુપે બને તે દ્રવ્ય આયુષ્ય કહેવાય. દરેક જીવે આ દ્રવ્યઆયુષ્ય તો પૂરેપૂરું ભોગવવું જ પડે. દ્રવ્ય આયુષ્યકર્મ રુપે ગોઠવાયેલી કાર્મણવર્ગણાને આત્માથી ક્રમશઃ દૂર થતાં જેટલો કાળ લાગે તેને કાળઆયુષ્ય કહેવાય. સામાયિક કરવાની ઘડી આવે છે, તેમાં એટલી રેતી ભરવામાં આવે છે કે ફીક્ષ માપમાં તે સતત ખાલી થતી જાય તો એક ભાગ ખાલી થતાં ૧ ઘડી-૨૪ મિનિટ થાય પણ તે ઘડીમાં મોટું કાણું પાડવામાં આવે તો ૨૪ મિનિટના બદલે ૪ મિનિટમાં પણ ઘડી ખાલી થઇ જાય ને? છતાં રેતીનો એક પણ કણીયો પડ્યા વિનાનો રહે ખરો? પાન-બીડીના ગલ્લા પાસે લગાડેલી દોરી ક્રમશઃ બળે તો ધારો કે ૧૨ કલાકમાં પૂરી બળે છે, પણ જો તેનું ગૂંચળું વાળીને, ઉપર પેટ્રોલ નાંખીને બાળવામાં આવે તો ૧૦-૧૫ મિનિટમાં પૂરેપૂરી બળી જાય ને? બાર કલાકના બદલે ૧૫ મિનિટમાં તે બળી ગઇ, છતાં તેનો કોઇ તાંતણો બળ્યા વિનાનો રહે ખરો? તે જ રીતે બંધાયેલા જે દ્રવ્યઆયુષ્યને નિયત માપમાં ક્રમશઃ ભોગવતા ૭૦ વર્ષ લાગવાના હોય તેનું કાળઆયુષ્ય ૦૦ વર્ષનું ગણાય પણ ૦૦ વર્ષ પહેલાં જ કોઇને અકસ્માત થાય, હાર્ટ એટેક વગેરે આવે, આપઘાત કરે તો તે ૭૦ વર્ષનું ૪ ૨૨૦ તત્વઝરણું Page #231 -------------------------------------------------------------------------- ________________ પૂરેપૂરું કાળ આયુષ્ય ભોગવ્યા પહેલાં જ મૃત્યુ પામે. તે આત્મા ઉપર ચોંટેલી કર્મવર્ગણા જે ક્રમશઃ નિયત પ્રમાણમાં છૂટી પડત તો ચોક્કસ ૭૦ વર્ષ લાગત. તેટલો સમય તે જીવત. પણ અકસ્માત વગેરે થતાં, તેના આત્મા ઉપર એવો આઘાત લાગ્યો કે જેના કારણે એકી સાથે બધી આયુષ્યકર્મની રજકણો આત્મા ઉપરથી છૂટી પડી ગઇ. જો બધી છૂટી પડી જાય તો તે તરત મરી જાય; પણ ઘણી છૂટી પડવાં છતાં જો થોડી-ઘણી બાકી રહી જાય તો ત્યારપછી પણ તેટલો કાળ તે જીવે. - ૦૦ વર્ષના કાળ આયુષ્યવાળાને ૫૦ વર્ષે એટેક આવ્યો. ૧૦ વર્ષ ભોગવાય તેટલી કામણ રજકણોનો જથ્થો એકી સાથે ભોગવાઇને દૂર થઇ ગયો. તેથી હવે તે બાકીના ૨૦ના બદલે ૧૦ વર્ષ જીવશે. ૬૦ વર્ષની વયે તે મોત પામશે. પણ બાવનમાં વર્ષે ફરી બીજો એટેક આવ્યો અને પાંચ વર્ષ સુધી ભોગવાય તેટલી કર્મની રજકણો એકી સાથે ભોગવાઇને દૂર થઇ ગઇ, તેથી હવે તે બાકીના ૮ વર્ષના બદલે ૩ વર્ષ જીવીને પપ વર્ષની વયે મરણ પામશે, પણ પ૩મા વર્ષે તેને ત્રીજો એટેક એવો આવ્યો કે જેમાં બાકીની બધી જ કામણ રજકણો એકી સાથે ભોગવાઇને છૂટી પડી ગઇ, તેથી તે તરત પ૩ વર્ષની વયે જ મૃત્યુ પામ્યો. આમ ૭૦ વર્ષનું તેનું કાળઆયુષ્ય હોવા છતાં તે પ૩ વર્ષે મૃત્યુ પામ્યો, પણ બંધાયેલા આયુષ્યકર્મના તમામે તમામ દલિકો તો તેણે ભોગવ્યા જ. તેમાંના કોઇપણ દલિકો ભોગવાયા વિનાના તો બાકી ન જ રહ્યા. આમ, દ્રવ્યઆયુષ્ય તો પૂરેપૂરું ભોગવાયું જ. આયુષ્યકર્મ બે પ્રકારનું છે (૧) અપવર્તનીય અને (૨)અનાવર્તનીય. અપવર્તનીય એટલે ઘટી શકે તેવું, ફેરફાર થઇ શકે તેવું. અનપવર્તનીય એટલે કદી ન ઘટે, કદી ફેરફાર ન પામે તેવું. બંધાતી વખતે જ જે કર્મના દલિકો ઢીલા ઢીલા શિથીલ ગોઠવાયા હોય, તે અપવર્તનીય પ્રકારનું કહેવાય, તેને જો” ઉપક્રમ લાગે તો તેનો કાળ ઘટી શકે. પણ જો બંધાતી વખતે જેના દલિકો ગાઢ, મજબૂત બંધાયા હોય, તે અનપવર્તનીય હોય. ઉપક્રમ લાગે તો પણ તેનો કાળ ન ઘટે. તેણે દ્રવ્યઆયુષ્ય અને કાળઆયુષ્ય, બંને પૂરેપૂરા ભોગવવા પડે. તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, બલદેવો, યુગલિકો, ચરમશરીરીઓ, દેવો, નરકો વગેરેને અનપવર્તનીય આયુષ્ય હોય. દ્રવ્યઆયુષ્ય પૂરેપૂરું ભોગવવાં છતાં જે કારણે અપવર્તનીય આયુષ્યમાં ફેરફાર થવાથી કાળઆયુષ્ય પૂરેપૂરું ભોગવાતું નથી, તે કારણોને ઉપક્રમાં કહેવાય છે. ઉપક્રમો સાત છે. તત્વઝરણું ૨૨૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ (૧) અધ્યવસાય : કામરાગ, સ્નેહરાગ કે ભયના કારણે ઉપક્રમ લાગતા અકાળે મોત થાય. પતિનું મોત થતાં કામરાગથી પત્નીને આઘાત લાગતા તે મરી જાય. દીકરાને મરેલો માનતા નાગકેતુના પિતાને સ્નેહરાગથી આઘાત લાગતા તે ખરેખર મરી ગયો. ગજસુકુમાલના માથે ખેરના અંગારા મૂક્યા પછી પાછા ફરતાં સોમીલ સસરાને શ્રીકૃષ્ણનો ભય લાગતાં એવો આઘાત લાગ્યો કે તે ત્યાં જ મૃત્યુ પામ્યો. a (૨)નિમિત્ત ઃ ઝેર, સાપનો ડંખ, ધંધામાં નુકશાન થયાનો આઘાત વગેરે નિમિત્તથી અકાળે મોત થઇ શકે. . (૩)આહાર : વધુ પડતો આહાર લેવાનાં કારણે, પણ અકાળે મોત થાય. સંમતિએ ભિખારીના ભવમાં ખાવા માટે દીક્ષા લઇને અકરાંતીયા બનીને ખાધું. તેમાં અકાળે મોત થયું. બિલકુલ ન ખાવાના કારણે પણ અકાળે મોત થઇ શકે. અનશન કે ભૂખમરાથી વહેલું મોત થાય છે. (૪)વેદના : રોગ, શૂળ વગેરેની વેદનાના કારણે આયુષ્ય તૂટે, વહેલું મરણ થાય. (૫)પરાઘાત : ફાંસો ખાવો, આપઘાત કરવો, નદીમાં ભૂસકો મારવો વગેરેથી વહેલું મોત થાય. (૬)શત્રઃ તલવાર, બોમ્બમારો, તીર, ચાકુ વગેરે શસ્ત્રોથી વહેલા મરણ આવે. (૮)શ્વાસોશ્વાસ : વધુ પડતા ઝડપી શ્વાસોશ્વાસથી જીવન જલ્દી પૂરું થઇ શકે. I અપવર્તનીય આયુષ્યવાળાને કોઇ ઉપક્રમ લાગે તો તેનું કાળ આયુષ્ય જલદી પૂરું થતાં અકાળે મોત થઇ શકે. તેનું તે આયુષ્ય સોપક્રમ કહેવાય, પણ જો તેને કોઇ ઉપક્રમ લાગે જ નહિ તો આયુષ્ય અપવર્તનીય (ફેરફાર પામે તેવું) હોવા છતાં ય તેમાં ફેરફાર ન થાય. માટે તેને નિરુપક્રમ= ઉપક્રમ વિનાનું આયુષ્ય કહેવાય. અનાવર્તનીય આયુષ્યમાં તો જરાય ફેરફાર ન થાય. તે જ્યારે પુરું થવાનું હોય ત્યારે દેખીતી રીતે કોઇ ઉપક્રમ આવ્યો જણાય તો તે સોપક્રમ કહેવાય. અને જેમાં કોઇ ઉપક્રમ ન આવે તે નિરુપક્રમ કહેવાય. સામાન્ય રીતે આપણા બધાનું આયુષ્ય અપવર્તનીય સોપક્રમ હોય. તેથી ગમે ત્યારે મોત આવવાની શક્યતા છે. જો જીવન સમાધિ ભરપૂર જીવ્યા હોઇશું, તો મોતમાં સમાધિ મળવાની તથા પરલોકમાં સદ્ગતિ થવાની શક્યતા પેદા થશે. તે માટે પુણ્ય પ્રકાશનું સ્તવન, સંથારાપોરિસીની કેટલીક ગાથાઓ, વીતરાગ સ્તોત્રના ૧, ૯, ૧૫, ૧૬, ૧૦, ૧૯, ૨૦માં પ્રકાશના શ્લોકો, પંચસૂત્ર, રત્નાકર પચ્ચીસી, આત્મનિંદા બત્રીસી, અમૃતવેલની સજઝાય, અરિહંત તત્વઝરણું - ૨૨૨ Page #233 -------------------------------------------------------------------------- ________________ વંદનાવલી વગેરેનો વારંવાર પાઠ કરીને હૃદયને ભાવિત બનાવવું જરુરી છે. 2 “ખામેમિ', “મિચ્છામિ’, ‘વંદામિ' આ ત્રણ પદોનો અજપાજપ કરવો. ખામેમિ' એટલે “ખામેમિ સવ્ય જીવે'. સર્વ જીવોને ખમાવું છું. “મિચ્છામિ' એટલે “મિચ્છામિ દુક્કડમ” = મારા સર્વ પાપો નાશ પામો. ‘વંદામિ' એટલે ‘વંદામિ જિણે ચઉcવીસ” ૨૪ ભગવાનને વંદના કરું છું. દુકૃતગહ અને સુકૃત અનુમોદના રોજ કરવી. તથા ચારનું શરણ વારંવાર સ્વીકારવું. કશું ન બને તો વારંવાર “હે અરિહંત ! મિચ્છામિ દુક્કડમ, હે અરિહંત ! મિચ્છામિ દુક્કડમ્' રસ્યા કરવું. ‘વીર-વીર' “મહાવીર-મહાવીર' કે “અરિહંત-અરિહંત' નો જાપ જપ્યા કરવો. પોતાને જે પદ વધારે ગમે તે પદનો વારંવાર જાપ કરીને હૃદયનેમનને-જીવનને તે પદથી ખૂબ ભાવિત બનાવી દેવું. નજીકના બધાને તે પદની જાણ કરીને કહેવું કે મારું મોત નજીક જણાય ત્યારે મને આ પદ વારંવાર સંભળાવજો. મને ઘણું ગમે છે. મારું મન તેમાં વધારે ઠરે છે. ભાવો ઉછળે છે. છેલ્લી વખતે તે પદ સાંભળતા લીનતા આવશે, સમાધિ મળશે. મૃત્યું મહોત્સવ બનશે. | સ્મરણશક્તિ ખૂબ ઓછી થઇ જાય, જે ચીજ વારંવાર કરતા હોઇએ તે છૂટી જાય, ગમતી ચીજો કે આરાધનાઓ પ્રત્યે અણગમો થાય તો જણાય કે હવે આયુષ્ય ઓછું બાકી હશે. તેવા સમયે સાવધ બની જવું. સમાધિ મેળવવા, થાય તેટલી આરાધના કરવી. પોતાની સમાધિ જેમ જરૂરી છે, તેમ બીજા જીવોની સમાધિ પણ જરૂરી છે. તેથી કેટલાક યુવાનો અને બહેનોના એવા ગ્રુપ તૈયાર થવા જોઇએ કે જેઓ સમાધિ માટેના સ્તોત્રો, શ્લોકો, કથાઓ, પ્રેરણાવાકયો તૈયાર કરે. અનુકુળતાના દિવસે હોસ્પીટલો, દવાખાનાઓ વગેરેમાં જઇને રીબાતા-પીડાતા-મોતના બીછાને પહોંચેલાને આશ્વાસન આપણા સાથે સમાધિમાં લીન કરે. નિર્ચામણા કરાવાનું શીખી લે. જ્યાં કોઇ બોલાવે ત્યાં જઇને, ત્યાં મોતના બિછાને પોઢેલાને અંત સમયની સુંદર આરાધના-સાધના કરાવે. જે બીજાને સમાધિ આપે તેને પોતાને સમાધિ મળે. બીજાનો પરલોક સુધારવાથી પુષ્કળ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. પરલોકમાં પોતાની પણ સદ્ગતિ થાય. મોક્ષ ઘણો નજીક આવે. બીજાને સમાધિ આપવાનો અવસર મળે તે મહાપુણ્યોદય ગણાય. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. તત્વઝરણું ૨૨૩. Page #234 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૨ બુધવારતા. ૬-૧૧-૦૨ છઠ્ઠા નામકર્મના ૧૦૩ પેટાભેદો છે. તેની વિચારણા આપણે સમયની અનુકૂળતા પ્રમાણે પછી કરીશું. તે પહેલાં સાતમા ગોત્રકર્મ અને આઠમા અંતરાયકર્મની કેટલીક વિચારણા કરીએ. આત્માનો ગુણ અગુરુલઘુ છે. બધા આત્માઓ સરખા છે. કોઇ મોટો નથી. કોઇ નાનો નથી. કોઇ મહાન નથી, કોઇ અધમ નથી, કોઇ ઊંચો નથી, કોઇ નીચો નથી. મોટા-નાના, મહાન-અધમ કે ઊંચ-નીચના ભેદો તો કર્મોના કારણે પેદા થાય છે. - ગોત્ર કર્મ આત્માના અગુરુલઘુ ગુણને ઢાંકે છે. પરિણામે આત્માનો ઉચ્ચ કે નીચ તરીકે દુનિયામાં વ્યવહાર થાય છે. ઉચ્ચકુળમાં જન્મ થતાં તેને માન, ચશ, વાહવાહ પ્રાપ્ત થાય છે જ્યારે નીચકુળમાં જન્મેલાને ઠેર ઠેર અપયશ અને અપમાન મળે છે. આ ઉચ્ચકુળ કે નીચકુળમાં મોકલવાનું કાર્ય ગોત્રકર્મ કરે છે. તેના બે પ્રકાર છે. ઉચ્ચ તરીકેનો વ્યવહાર કરાવનારું ઉચ્ચગોત્ર કર્મ અને નીચ તરીકેનો વ્યવહાર કરાવનારું નીચગોત્ર કર્મ. - પાંડુ અને કુંતીનો દીકરો કર્ણ હતો; પણ લગ્ન પહેલાં જન્મ્યો હોવાથી માતાએ પેટીમાં તરત મૂકી દીધો. રાધાને ત્યાં ઉછેરાયો. નીચગોત્ર કર્મનો ઉદય થવાથી રાજપુત્ર હોવા છતાં સારથીપુત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેથી તેને વિધા આપવા કોઇ તૈયાર ન થયું. પરીક્ષામાં ઉતર્યો તો અર્જુને અપમાન કર્યું. દ્રૌપદીના સ્વયંવરમાં રાધાવેધ સાધવા તે ઊભો થયો ત્યારે હું સૂતપુત્રને નહિ વસં' કહીને દ્રોપદીએ ભરસભામાં અપમાન કરીને તેને બેસાડી દીધો. આ બધા અપમાનો નીચગોત્રકર્મના ઉદયે થયા. વાઘરી, ચંડાળ, હરિજન વગેરે સાથે અણગમાભર્યો વ્યવહાર થાય છે, તેમાં તેમનું નીચગોત્રકર્મ કારણ છે. કોઇ પશુ બનવા તૈયાર નથી. કાગડાકૂતરા-ગધેડા વગેરે પ્રત્યે બધાને અણગમો થાય છે, હર્હત્ કરવાનું મન થાય છે. તેમાં તેમનો નીચગોત્રકર્મનો ઉદય કારણ છે. માનવમાં ભંગી, ચંડાળ વગેરે પણ નીચગોત્રકર્મના ઉદયવાળા છે. | ૧ થી ૪ ગુણઠાણા સુધી નીચગોત્રનો ઉદય હોઇ શકે છે, પણ પાંચમાં ગુણઠાણાથી નીચગોત્રનો ઉદય ન હોય. જેના જીવનમાં ધર્મ પરિણામ પામે તેને યશ મળે. ઉચ્ચગોત્રનો ઉદય થાય. પૂ. હરિભદ્રસૂરિજી મ. સાહેબ જણાવે છે કે જેના જીવનમાં ધર્મ પરિણામ પામે તેનામાં પ્રાયઃ પાંચ ગુણો પેદા થયા વિના ન રહે. (૧)ઔદાર્ય : તે ઉદાર તત્વઝરણું ૨૨૪. Page #235 -------------------------------------------------------------------------- ________________ બને. માત્ર પૈસા ખર્ચવામાં નહિ પણ બધી બાબતમાં ઉદારતા જોઇએ. બીજાની ભૂલોને માફી આપવાની, બીજાના વિચારો સહન કરવાની ઉદારતા પેદા થાય. (૨)દાક્ષિણ્ય : દાક્ષિણ્ય એટલે લજજા. ના ન પાડી શકવી. અડધી રાતે કોઇ કામ સોંપે તો પોતાનું ગમે તેવું કાર્ય છોડીને પણ તેનું કામ કરવા જાય અનુકૂળતા ન હોય તો પણ ના ન પાડી શકે. ના પાડતા સંકોચ થાય. આ દાક્ષિણ્ય ગુણના પ્રભાવે ભવદેવ દીક્ષા લઇને ત્રીજા ભવે જંબૂવામી બનીને ઠેઠ મોક્ષ સુધી પહોંચ્યા. (૩)પાપ જુગુપ્સા : જેના જીવનમાં ધર્મ પરિણામ પામ્યો હોય તેને પાપ ન ગમે. પાપો પ્રત્યે ચીતરી ચડે. તે પાપો કરી ન શકે. કદાચ કરવા પડે તો કરતી વખતે તેને ત્રાસ હોય. પાપ કરતાં પહેલાં ઝઝૂમતો હોય, છતાં પાપ કરવું જ પડે તો તે વખતે દુઃખી હોય. અને કર્યા પછી પશ્ચાત્તાપથી રડતો હોય. (૪)નિર્મળ બોધ : સાચા ધર્મીનો બોધ નિર્મળ હોય. તેની સમજણ સાચી હોય. ગમે તેટલું નુકશાન થયું હોય તો ય તે પોઝીટીવ થીંકીંગ કરીને પ્રસન્ન રહેતો હોય. આર્તધ્યાનથી દૂર રહેતો હોય. તીર્થયાત્રા કરવા જતા રસ્તામાં એક્સીડન્ટ થતાં બે મહીનાનો ખાટલો થાય ત્યારે એવું ન વિચારે કે યાત્રા કરવા ન ગયો હોત તો સારું. તેના બદલે એમ વિચારે કે યાત્રા કરવા ગયો માટે બે મહીનાના ખાટલાથી પતી ગયું, નહિ તો કદાચ મોત જ થાત. ધર્મના પ્રભાવે શૂળીની સજા સોયમાં પતી ગઇ. ܘ ܐܘ ܘܐ1 (૫)લોકપ્રિયતા : સાચો ધર્મી પ્રાયઃ લોકપ્રિય બન્યા વિના ન રહે. લોકોમાં તે આદરનું સ્થાન મેળવે. બધા તેની સલાહ લે. તેના વચનને ટંકશાળી માને. ધર્મ પરિણામ પામ્યો હોવાથી યશનામકર્મનો ઉદય થાય. અનાદેય-અપયશ નામકર્મનો નિકાચિત ઉદય હોય તો જુદી વાત, બાકી સામાન્ય રીતે ધર્મી માણસ સૌને પ્રિય બન્યા વિના ન રહે. આપણે આપણી જાતની તપાસ કરવાની કે ધર્મ તો ઘણો કરીએ છીએ પણ તે પરિણામ પામે છે કે નહિ ? ધર્મ પરિણામ પામે તે દિશામાં હવે પ્રયત્નો શરુ કરવા જોઇએ. ઉચ્ચગોત્રનો ઉય થાય તો માન મળે. યશ મળે. સારા કાર્યો કરી શકાય. આપણી હલકી જ્ઞાતિ-કુળ વગેરેને નજરમાં લાવીને કોઇ અપમાન ન કરે. કાર્યો કરતાં અટકાવે નહિ. નીચગોત્રકર્મના ઉદયવાળાને બધે સહન કરવું પડે. નીચગોત્રકર્મ આઠ પ્રકારના મદ કરવાથી બંધાય છે. મદ એટલે અહંકાર, અભિમાન. (૧)જાતિનો મદ (૨)કુળનો મદ (૩)બળનો મદ (૪)રુપનો મદ તત્વઝરણું ૨૨૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ (૫)જ્ઞાનનો મદ (૬)લાભનો મદ (૭)તપનો મદ અને (૮)ઐશ્વર્યનો મદ. માતાના કુળને જાતિ કહેવાય અને પિતાના કુળને કુળ કહેવાય. સારી જાતિ કે સારું કુળ હોય તેનો અહંકાર ન કરવો. અમારી જ્ઞાતિ ઊંચી ને તમારી નીચી, એવી ડંફાસ ન હાંકવી. નીચી જ્ઞાતિવાળાને ટોટ ન મારવા. તેમનું અપમાન ન કરવું. મનોમન પોતાની જાતિ કે કુળની પ્રશંસા ન કરવી. પરમાત્મા મહાવીરદેવને ૮૨ દિવસ સુધી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં રહેવું પડ્યું, બે માતા પામ્યાનું કલંક ચડ્યું. તેનું કારણ તેમનો નીચગોત્ર કર્મનો ઉદય હતો. તીર્થંકરો તો ક્ષત્રિયકુળમાં આવે. શૌર્યથી યુક્ત કુળમાં જન્મે; કારણકે તેમણે શૌર્ય વડે કર્મો સામે સંગ્રામ માંડવાનો હોય છે. શૂરાતન દાખવવાનું હોય છે. બ્રાહ્મણકુળમાં શૌર્ય ન હોય, પણ જ્ઞાન હોય. ઉચ્ચ-નીચ શબ્દો સાપેક્ષ છે. દીકરી તરીકે સ્ત્રી નીચી ગણાય પણ માતા તરીકે ઊંચી ગણાય. વિધાની અપેક્ષાએ બ્રાહ્મણ ઊંચા કહેવાય,બાકીના બધા નીચા કહેવાય. શૌર્યની અપેક્ષાએ ક્ષત્રિય ઊંચા ગણાય,બાકીના બધા નીચા ગણાય. બુદ્ધિ-વેપાર વગેરેની અપેક્ષાએ વૈશ્ય ઊંચા ગણાય,બાકીના બધા નીચા ગણાય. ele અહીં ભગવાન મહાવીરે કર્મો સામે યુદ્ધે ચડવાનું હોવાથી શૌર્યની અપેક્ષાએ બ્રાહ્મણકુળને નીચકુળ જણાવ્યું, કારણકે બ્રાહ્મણોમાં સામાન્યતઃ યાચકપણું હોય છે. ભગવાન યાચક નથી પણ સૌને દેનારા છે, છતાં તેઓ બ્રાહ્મણકુળમાં ૮૨ દિવસ રહ્યા, કારણકે તેમણે મરિચીના ભવમાં પોતાના કુળનો મદ કર્યો હતો, પોતાના દાદા પ્રથમ તીર્થંકર, પોતાના પિતા પ્રથમ ચક્રવર્તી, પોતે પ્રથમ વાસુદેવ, આ ત્રણ વિશેષતાથી પોતાના કુળનો અહંકાર કર્યો. વળી પોતાને તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ, ત્રણે પદવી જુદા જુદા ભવોમાં મળવાની છે, તે જાણીને પણ પોતાના કુળનો અહંકાર કર્યો, તેનાથી નીચગોત્ર કર્મ બંધાયું. માટે આપણે પણ આવા કોઇપણ અહંકારથી દૂર રહેવું. બળનું પણ અભિમાન ન કરવું. કોઇનું બળ કદી કાયમ રહ્યું નથી કે રહેવાનું નથી. પછી અહંકાર શા માટે? રુપનો મદ ન કરવો. રુપનો અહંકાર છાકટા બનાવશે. શીલને જોખમમાં મૂકશે. નીચગોત્ર બંધાવશે. ઘણું જ્ઞાન ભણી લીધું તેનો કે જલ્દી આવડી જાય છે તેનો અહંકાર ન જોઇએ પણ જ્ઞાન જેમ જેમ વધે તેમ નમ્રતા આવવી જોઇએ. જે ઇચ્છો તે મળતું હોય તો બીજાને લાભ કરાવવા ભલે મેળવો પણ તેની ડંફાસ હાંકવી સારી નથી. તપ ઘણો થઇ શકે તેવું અનુકૂળ શરીર મળ્યું છે અને કરો પણ છો, તે સારી વાત છે, પણ તેનો તત્વઝરણું . ૨૨૬ Page #237 -------------------------------------------------------------------------- ________________ નશો ન કરવો. અદ્ધિ-સમૃદ્ધિ-પરિવાર, માન-સન્માન-યશ ઘણો મળે તો પણ તે ઐશ્વર્યનો મદ ન કરવો. આ આઠ પ્રકારના મદ ન કરીએ તો ઉચ્ચગોત્ર કમી બંધાય પણ જો કોઇ મદ કરીએ તો નીચગોત્રકર્મ બંધાય. | છતી શક્તિએ ભણીએ નહિ, નવું નવું જ્ઞાન મેળવવાનો ઉધમ ન કરીએ, પાત્ર વ્યક્તિને ભણાવીએ નહિ તો પણ નીચગોત્રકર્મ બંધાય. શકિત હોય અને સામેની વ્યક્તિ પાત્ર હોય તો અવશ્ય ભણાવવું જોઇએ. તેનાથી ઉચ્ચગોત્રકમ બંધાય. પાત્રને ન ભણાવવાથી અને અપાત્રને ભણાવવાથી પ્રાયશ્ચિત્ત આવે. જે ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાનું હોય, તેમના પ્રત્યે દુભવ ન કરવો, તેમની નિંદા ન કરવી. ઉછળતા બહુમાન પૂર્વક જ્ઞાન મેળવવું. કાયમ માટે તેમનો વિનય સાચવવો. જે ગુરુની નિંદા કરવાનું મન થતું હોય, તેમની પાસે ભણવાનું છોડી દેવું. નહિ ભણાય તો જ્ઞાનાવરણીય કર્મ બંધાશે પણ ભણાવનાર ગુરુની નિંદા કરીશું તો મોહનીયકર્મ બંધાશે, જે વધારે ખરાબ છે. ભણાવનાર તરફ અનાદર ન કરવો. ગોત્રકર્મ કુંભારના ઘડા જેવું છે. કોઇ ઘડા લગ્નની ચોરીમાં કામ લાગે તો કોઇ ઘડા દારુ વગેરે ભરવા પણ કામ લાગે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. कुम्हार के घड़े जैसा થી 4--- ટકા તત્વઝરણું ૨૨. Page #238 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૯ કારતક સુદ - ૩ ગુરુવાર, તા. ૭-૧૧-૦૨ ) આજે અંતરાય કર્મની વાત કરવી છે. અંતરાય કર્મ લાવવાનું નથી પણ છોડવાનું છે; માટે પૂજા અંતરાયકર્મની ન હોય પણ અંતરાય કર્મ નિવારણની હોય. આપણી ઇચ્છાને અધૂરી રાખે, પૂરી ન થવા દે, પૂરી કરવાના પ્રયત્નોમાં કાવટ પેદા કરે, અંતરાય કરે તે અંતરાયકર્મ કહેવાય. તેના પાંચ પ્રકારો છે. (૧)દાનાંતરાય (૨)લાભાંતરાય (૩)ભોગવંતરાય (૪) ઉપભોગવંતરાય અને (૫)વીર્ચાતરાય. જ્ઞાનાવરણીયના પ, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮, આયુષ્યના ૪, ગોત્રના ૨ અને અંતરાયના ૫ મળીને પપ ભેદો થયા. તેમાં નામકર્મના ૧૦૩ ભેદો ઉમેરતા કુલ ૧૫૮ ભેદો થાય.' આ કર્મો તમામ સંસારી જીવોને નચાવે. જાતજાતના ખેલ તેમની પાસે કરાવે. તેથી કર્મોના ઉદયે કોઇના જીવનમાં દોષો વગેરે દેખાય તો દુભવ નહિ કરવાનો પણ બીચારાને કર્યો કેવા હેરાન કરી રહ્યા છે, એમ વિચારીને તેની ભાવયા ચિંતવવી. પોતાના જીવનમાં થતી કર્મોની ઉથલપાથલને જોઇને તે કર્મોનો નાશ કરવા પ્રયત્ન કરવો. દાનાંતરાય કર્મનો ઉદય થાય તો દાન દઇ ન શકીએ. દાન કરવાનું મન ન થાય. મન થાય તો સંયોગ અનુકૂળ ન બને. દાન દેવાની અનુકૂળતા થાય તો દાન લેનાર ન મળે. દાનની ઇચ્છા, વસ્તુ અને લેનાર, બધું અનુકૂળ થાય તો અચાનક એવી કોઇ ઘટના બને કે જેથી દાન ન કરી શકાય. મમ્મણ શેઠે પૂર્વભવમાં સાધુને લાડવાનું દાન કર્યા પછી પસ્તાવો કરીને દાનાંતરાયકર્મ બાંધ્યું હતું, જેથી સંપત્તિનો ઢગલો હોવા છતાં તે દાન ન થઇ શકયો. દાનાંતરાય કર્મના ઉદયે દાન ન દઇએ તો શું વાંધો? પૈસા બચે, તે ફાયદો થાય ને? એવું ન વિચારવું. દાન ન દેવાથી કંજૂસ તરીકે ઓળખાઇએ. આબરુ જાય. જે દાન ન કરે તેને જ્યારે જરૂર હોય ત્યારે ન મળે. દાન દ્વારા થતાં સુકૃતોથી તે સદા વંચિત રહે. ખાવા કરતાં ખવડાવવામાં, ભોગવવા કરતાં દેવામાં જે આનંદ છે, તેનો અનુભવ ન થાય. દાન ન કરવાના કારણે તે ધન હોટલો, હીલસ્ટેશનો વગેરે પાપોમાં વપરાશે, તે પાપકર્મોના ઉદયે દુઃખો અને દુર્ગતિઓ પ્રાપ્ત થાય. આ બધું ન થવા દેવા દાન કરવું જ જોઇએ. તેમ કરતાં અટકાવનાર દાનાંતરાય કર્મને દૂર કરવું જોઇએ. યાદ રહે કે કર્મ કરતાં આત્માની તાકાત વધારે છે. ધર્મની તાકાત વધારે છે. જો સમ્યક્ પુરુષાર્થ કરીએ તો નવું દાનાંતરાય કર્મ બંધાતું અટકી શકે છે. જૂનું બંધાયેલું નાશ પણ પામી શકે છે. તત્વઝરણું ૨૨૮ Page #239 -------------------------------------------------------------------------- ________________ બીજાને દાન દેતાં અટકાવીએ, ગોચરી વહોરાવતા અંતરાય કરીએ, ચડાવા બોલતાં અટકાવીએ તો આ કર્મ બંધાઇ શકે છે. કદાચ ઘરની પરિસ્થિતિના કારણે અટકાવવાની જરૂર લાગે તો પણ શબ્દો અને ભાવ અટકાવવાના ન જોઇએ. “દસ હજાર રુપીયાથી વધારે ન બોલતાં'' એવું કહેવાના બદલે, “જો દસ હજાર રુપીયા સુધીમાં લાભ મળે તો અવશ્ય લેજો'' એ પ્રમાણે બોલવું. પહેલા વાકયમાં અટકાવવાના ભાવ છે, બીજામાં લાભ લેવાની વૃત્તિ જણાય છે. આ રીતે દરેક બાબતમાં નેગેટીવના બદલે પોઝીટીવ વિચારણા કરીશું, પોઝીટીવ બોલીશું અને પોઝીટીવ પ્રવૃત્તિ કરીશું તો ઘણા પાપકર્મો બાંધતા અટકી જઇશું. લાભાન્તરાય કર્મ : લાભ એટલે પ્રાપ્તિ, ધન, વસ્તુ, ખાવા-પીવાના પદાર્થ, ફર્નિચર વગેરે જેની જરૂર હોય, ઇચ્છા હોય તેની પ્રાપ્તિ થતી અટકાવે તે લાભાન્તરાય કર્મ. ધંધો કરવા છતાં કમાણી થવા ન દે. યોગ્યતા હોવા છતાં પ્રાપ્તિ થવા ન દે. મળવું અને ભોગવવું, બેમાં ફરક છે. કેટલીક વાર વસ્તુ મળે ખરી, પણ તેનો ભોગવટો ન કરી શકાય, તેમાં ભોગાન્તરાય કર્મ કારણ છે. લાભાન્તરાય કર્મ તો વસ્તુ મળવા જ ન દે, પછી ભોગવવાની વાત કયાં રહી? લાભાન્તરાય કર્મ નબળું પડવાથી પ૦ જોડી કપડા મળ્યા; પણ જ્યારે ને ત્યારે તેમાંની બે જ જોડી પહેરાય. બાકીના પડ્યા રહે. તે પહેરવા માટે નહિ પણ જોવા, બતાડવા કે ગણવા માટે હોય ! આવું કેમ બને? ઉપભોગાન્તરાય કર્મનો ઉદય છે, તેથી તેનો ઉપભોગ નથી કરી શકતા. હીરાના દાગીના બનાવ્યા છે, પણ સેઇફ ડીપોઝીટ વોલ્ટમાં પડ્યા રહે છે. ભીટેશન પહેરીને ફરે છે. કેમ? ચોરીનો ડર લાગે છે. હકીકતમાં ઉપભોગાન્તરાય કર્મનો ઉદય છે તે મળેલા દાગીનાનો ઉપભોગ કરવા દેતું નથી. પેલા ઢંઢણમુનિ શ્રીકૃષ્ણના દીકરા હતા. પરમાત્મા નેમીનાથ ભગવાનના શિષ્ય હતા. પણ તેમને લાભાન્તરાય કર્મનો એવો જોરદાર ઉદય કે પોતાની લબ્ધિથી ગોચરી પણ મેળવી શકે નહિ. ગોચરી વહોરવા જાય ખરાપણ ગોચરી કોઇને કોઇ રીતે દોષિત થઇ જાય. વહોરી શકે નહિ. અરે! એ મુનિવર કોઇ બીજા સાથે વહોરવા જાય તો તેના કારણે બીજાને પણ ગોચરી ન મળે. એકના કર્મની અસર બીજા ઉપર થતી હોય છે. આ ઢંઢણ મુનિનો લાભાન્તરાય કર્મનો ઉદય સાથેના મુનિના લાભાન્તરાય કર્મની ઉદીરણા કરી દેતો હતો. ઉદીરણા એટલે જે કર્મ મોડા ઉદયમાં આવવાનું હોય તે વહેલા ઉદયમાં આવે. લાભાન્તરાય કર્મની ઉદીરણા થવાના કારણે સાથેના મુનિને પણ તત્વઝરણું ૨૨૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ ગોચરી મળતી નહોતી. Siper કાર 33 bi ઢંઢણમુનિએ પ્રતિજ્ઞા કરેલી કે મારી લબ્ધિથી મને ગોચરી મળે તો જ વાપરવી. નહિ તો ઉપવાસ કરવો.લાભાન્તરાયકર્મનો ક્ષયોપશમ થાય, કર્મ નબળું પડે તો લાભલબ્ધિ પેદા થાય. એકવાર ઢંઢણમુનિને શ્રીકૃષ્ણ વંદન કરતા હતા તે જોઇને એક શેઠે ઢંઢણમુનિને વિનંતી કરીને લાડવા વહોરાવ્યા. ઢંઢણમુનિને લાગ્યું કે આ સહજરીતે મળેલા લાડવા પોતાની લબ્ધિનો પ્રભાવ છે, પણ ભગવાને કહ્યું કે શ્રીકૃષ્ણની લબ્ધિથી મળ્યા છે, તમારી લબ્ધિથી નહિ. શ્રીકૃષ્ણે વંદન ન કર્યાં હોત તો તે ન વહેારાવત. અને ઢંઢણમુનિ તે લાડવા પરઠવવા ગયા. પરઠવતા પરઠવતા પોતે બાંધેલા લાભાન્તરાય કર્મ અંગે પસ્તાવો કરતા ગયા. ધ્યાનની ધારામાં ચડ્યા. કેવળજ્ઞાન પામ્યા. એક કર્મની અસર બીજા કર્મ ઉપર પણ પડી શકે. એક વ્યક્તિના કર્મની અસર બીજી વ્યક્તિના કર્મ ઉપર પણ પડી શકે. એકનું તીવ્ર દાનાન્તરાય કર્મ બીજાને લાભાન્તરાય કર્મનો ઉદય કરાવી દે, તો એકના તીવ્ર લાભાન્તરાય કર્મનો ઉદય બીજાના દાનાન્તરાય કર્મનો ઉદય કરાવી દે. એક દાનવીર છે, તે જે આવે તે બધાને દાન દે છે. તેને મન કોઇ પક્ષપાત નથી. આજે ઘણાને દાન આપ્યું. પછી કોઇ વ્યક્તિ દાન લેવા આવી. દાતાને તેને દાન દેવાનું મન જ ન થયું. ના પાડીને કાઢી મૂક્યો. પછી પાછા જેટલા આવ્યા એ બધાને દાન દીધું. તેણે કેમ પેલી વ્યક્તિને દાન ન આપ્યું? દાન તો આપવાની ઇચ્છા ઘણી હતી, પણ તે વ્યક્તિનું લાભન્તરાયકર્મ ખૂબ જોરદાર ઉદયમાં હતું, માટે બધાને આપવા છતાં તેને આપવાનું મન ન થયું. પેલાના લાભાન્તરાય કર્મે તેના દાનાન્તરાય કર્મને ઉદચમાં લાવી દીધું. જો આપણે આ કર્મવિજ્ઞાન બરોબર સમજી લઇએ તો ઘણા બધા આર્તધ્યાનથી બચી જઇએ. આપણને કાંઇ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય નજરમાં લાવવો, પણ હાય-વોય નહિ કરવી. કોઇ ન આપે તો તેના દાનાન્તરાયો કે આપણા લાભાન્તરાયનો ઉદય નજરમાં લાવવો પણ કોઇ પ્રત્યે દુર્ભાવ-તિરસ્કાર ન કરવો. સમતા-સમાધિ ટકાવવી. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. 38 fosiles તત્વઝરણું oles forc Jus કર્યું હોય ભાથી Rkbg-blably Sus 30 se slisspiel 195 ૨૩૦ Page #241 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૪ શુક્રવાર, તા. ૮-૧૧-૦૨ દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય, આ પાંચ પ્રકારની લબ્ધિ છે. આ પાંચે લધિઓ સંપૂર્ણ પ્રગટ થઇ શકે અથવા આંશિક પણ પ્રગટ થઇ શકે. આ લબ્ધિઓને પ્રગટ થતાં અટકાવનારું અંતરાય કર્મ છે. જો અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ થાય તો સંપૂર્ણ લબ્ધિઓ પ્રગટે અને જો તેમનો ક્ષયોપશમ થાય તો આંશિક લબ્ધિઓ પ્રગટે. કર્મો બે પ્રકારના છે, ઘાતી અને અઘાતી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય; એ ચાર કર્મો ઘાતી છે, કારણકે તેઓ આત્માના ગુણોનો ઘાત કરે છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કર્મ અઘાતી છે. કારણકે તેઓ આત્મિક ગુણોનો ઘાત કરી શકતા નથી. - ચાર અઘાતી કર્મોના કેટલાક પેટાકર્મો આત્માના ગુણોનો સંપૂર્ણ ઘાત કરે છે, તેઓ સર્વઘાતી છે. કેટલાક પેટાકર્મો આત્માના ગુણોને સંપૂર્ણ ન ઢાંકે, થોડા થોડા પ્રગટવા દે, તેઓ દેશઘાતી કહેવાય. જ્ઞાના-પ, દર્શના-૯, મોહનીય-૨૮ અને અંતરાય-પ મળીને ૪૦ કર્મો ઘાતી છે. તેમાં કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય, પાંચ નિદ્રા, ૧૨ કષાય મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય, એ ૨૧ સર્વઘાતી છે. તેમનો ઉદય હોય ત્યારે તે તે ગુણો જરા ય પ્રગટ ન થઇ શકે. જે કર્મનો ઉદય અને તેનાથી ટંકાતો ગુણ પરસ્પર વિરોધી હોય, એકની હાજરીમાં બીજો ન રહે તે સર્વઘાતી કર્મ કહેવાય. કેવળજ્ઞાનાવરણીયકર્મ નો ઉદય હોય તો કેવળજ્ઞાન ન જ હોય. કેવળદર્શનાવરણીયના ઉચમાં કેવલદર્શન ન જ હોય. પાંચ નિદ્રાનો ઉદય હોય તો પાંચે ઇન્દ્રિયો કામ ન કરે. અનંતાનુબંધીનો ઉદય સમકિત પ્રગટવા ન દે. અપ્રત્યાખ્યાનીયનો ઉદય દેશવિરતિ પેદા થવા ન દે. પ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય સર્વવિરતિગુણ સંપૂર્ણ ઢાંકે. મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ઉદય સમકિત આવવા ન દે. આ ૨૧ સિવાયના ૨૬ કર્મો દેશઘાતી છે. જે કર્મોના ઉદયની હાજરીમાં, તેનાથી ઢંકાતા ગુણો થોડા પ્રગટે, થોડા ન પ્રગટે તે દેશઘાતી કર્યો. જે કર્મોનો ઉદય અને ગુણો, બંને પરસ્પર વિરોધી ન હોય પણ સાથે રહી શકે તેવા હોય તે દેશઘાતી કર્મો. મતિ-શ્રુતિ-અવધિ-મન:પર્યવજ્ઞાનાવરણીયનો ઉદય હોય ત્યારે પણ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન પણ હોઇ શકે. ચા-અચક્ષુ -અવધિદર્શનાવરણીય કર્મના ઉદયની સાથે તે ત્રણે દર્શન પણ હોઇ શકે છે. તત્વઝરણું ૨૩૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ સંજવલન કષાયો-નવ નોકષાયો ઉદયની સાથે ચારિત્ર પણ હોય છે. સમકિત મોહનીસકર્મના ઉદયની સાથે ક્ષાયોપથમિક સમકિત રહી શકે છે. પાંચે અંતરાયોના ઉદય સાથે પાંચે લબ્ધિઓ આંશિક રીતે હોય છે. માટે આ ૨૬ કર્મો દેશઘાતી કહેવાય છે. તેમના ક્ષયોપશમથી આંશિક ગુણો પેદા થાય છે. તેમના ક્ષયથી સંપૂર્ણ ગુણો પ્રગટે. જે ઘાતી કર્મનો ઉદય તીવ્ર રસ સાથે હોય તે સર્વઘાતી કહેવાય. જ્યારે તે તીવ્ર રસને પુરુષાર્થ દ્વારા આત્મા ઓછો કરે, નબળો પાડે ત્યારે તે દેશઘાતી રસ બને. તે દેશઘાતી રસનો ઉદય ગુણને સંપૂર્ણ ઢાંકી ન શકે. દેશઘાતી કર્મોનો ક્ષયોપશમ પણ થાય અને ક્ષય પણ થાય. | કર્મોનો ક્ષય થવાથી જે ગુણો પ્રગટે તે ક્ષાયિક ભાવના ગુણો કહેવાય. કર્મોનો ક્ષયોપશમ થવાથી પ્રગટતા ગુણો ક્ષાયોપથમિક ભાવના કહેવાય. જ્ઞાનસારમાં “ધર્મસંન્યાસવાન્ ભવેત’ કહ્યું છે. સંન્યાસ એટલે ત્યાગ. છેલ્લે તો ક્ષારોપથમિક ભાવના ગુણોનો પણ ત્યાગ કરવાનો છે. ક્ષાયોપથમિક ભાવના શ્રતધર્મ અને દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર ધર્મનો પણ ત્યાગ કરીને ક્ષાયિક ભાવનું ચયાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન વગેરે ક્ષાયિકગુણો પ્રાપ્ત કરવાના છે. દસમા ગુણઠાણાના અંતે મોહનીસકર્મનો અને બારમાના અંતે બાકીના ત્રણ ઘાતી કર્મોનો નાશ થતાં આત્મા ક્ષાયિકગુણોનો સ્વામી બને. બધા ક્ષાયોપથમિક ગુણોનો ત્યાગ કરી દે. | આપણને જ્ઞાન, દર્શન, ચારિત્ર, લબ્ધિ વગેરે ક્ષાયોપથમિક ભાવે છે. કેટલાક વિષયનું કેટલુંક જ્ઞાન છે, તો કેટલુંક અજ્ઞાન છે. કેટલુંક દેખાય છે, તો કેટલુંક નથી દેખી શકાતું. કેટલાક નિયમો લઇ શકીએ છીએ તો કેટલાક નથી લઇ શકતા. લબ્ધિઓ પણ આંશિક ખીલી છે. અમુક દાન કરી શકીએ, અમુક નહિ. કેટલુંક ભોગવી શકીએ, કેટલુંક નહિ. કયારેક થોડો ઘણો મુડ આવે, કયારેક ન આવે. આમ, કર્મના ઉદય-ક્ષયોપશમ સાથે હોવાથી કેટલાક અંશમાં ગુણ પ્રગટ ન થાય, પણ આંશિક ગુણો પ્રગટ થાય. દાનાંતરાય કર્મનો ક્ષયોપશમ થવાથી આંશિક દાનલવિધ પ્રગટ થાય. દાન કરવાનું મન થાય. પુષ્યના ઉદયે સંપત્તિ મળી છે. તો તેનું દાન કરતા રહેવું. દાન કરવામાં જરાય કસર ન રાખવી. ખાવા-પીવા કે મોજશોખમાં ઉપયોગી કરવાના બદલે સંપત્તિનો દાનધર્મમાં ઉપયોગ કરવો. હાલ સાધારણ ખાતા, સાધર્મિક અને સંસ્કારો માટે તમારી સંપત્તિ વાપરવાનો અવસર આવ્યો છે. આમાં ખર્ચેલો એક રુપીયો અનેકગણું વળતર આપી શકે છે. સાથે ગરીબો, તત્વઝરણું ૨૩૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ અનાથો અને અબોલ પશુઓનું પણ ધ્યાન રાખવું. અનુકંપાદાનનો કચારેય નિષેધ કરાયો નથી. S લાભાન્તરાય કર્મનો ઉદય ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ થતી અટકાવે છે. આર્થિક તકલીફો પેદા કરે છે. ધંધા વગેરેમાં પૂરતી કમાણી થવા દે નહિ. કર્મવિજ્ઞાન કહે છે કે આવા કર્મોની ચિંતા કરવી નહિ. કર્મ કરતાં ધર્મની તાકાત વધારે છે. આત્મા પુરુષાર્થ કરે તો કર્મોમાં ઘણો ફેરફાર થઇ શકે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને અનુસરીને કર્મોનો ઉદય-ઉદીરણા વગેરે થાય છે. આપણે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરીએ,તીર્થયાત્રા, ઉપાશ્રય,દેરાસર વગેરે પવિત્ર ક્ષેત્રમાં આરાધના કરીએ,સર્વ જીવો પ્રત્યે શુભભાવો પેદા કરીએ તો પાપકર્મો દૂર થાય. પુણ્યમાં ટ્રાન્સફર થાય. આપણી આરાધના જેટલી વધારે તીવ્ર ભાવવાળી-ઉલ્લાસવાળી બને તેટલી તેની તાકાત વધી જાય. તેનાથી આસપાસની અનેક વ્યક્તિઓને પણ લાભ થાય.' બીજાને લાભ મેળવતાં અટકાવીએ, બીજાનું આંચકી લઇએ, પડાવી લઇએ, તો લાભાંતરાય કર્મ બંધાય. દેવાનંદાએ પૂર્વ ભવમાં ત્રિશલાનો હાર ચોરી લીધો હતો તો આ ભવમાં તેને ત્યાં આવેલા ભગવાન મહાવીરદેવ તેની પાસેથી ઝુંટવાઇ ગયા. આ વાત જાણ્યા પછી કોઇની રકમ પચાવી પાડવી નહિ. કોઇના દાગીના પડાવી લેવા નહિ. દેવું કોઇનું રાખવું નહિ. કોઇને કાંઇ મેળવતાં વચ્ચે વાંધાવચકા ઊભા કરવા નહિ. જે વસ્તુનો એક જ વાર ઉપયોગ કરી શકાય તે ભોગની વસ્તુ કહેવાય. ખાવા-પીવાના પદાર્થોનો સમાવેશ ભોગમાં થાય. જેનો વારંવાર ઉપયોગ કરી શકાય તે ઉપભોગના પદાર્થો કહેવાય. દાગીના, વસ્ત્રો, મકાન, પત્ની વગેરે ઉપભોગના પદાર્થો કહેવાય. આ ભોગ-ઉપભોગના પદાર્થો લાભાન્તરાય કર્મના ક્ષયોપશમે મળી જાય તો પણ તેનો ભોગ કે ઉપભોગ કરતાં અટકાવવાનું કાર્ય ભોગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મ કરે છે. JOKE LOTS ભોજન કરવા બેસો ત્યાં જ ચોર, ચોરની બૂમ પડતાં ખાવાનું છોડીને નાશી જવું પડે. સુંદર વસ્ત્રો અને દાગીનાથી કાયા સજાવીને કોઇના લગ્નમાં જવાની તૈયારી કરતાં જ કોઇના મોતના સમાચાર મળતાં શોકના વસ્ત્રો પહેરીને ત્યાં જવું પડે. આવી પરિસ્થિતિ પેદા કરનાર ક્રમશઃ ભોગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મો છે. વિધવાપણું કે વિધૂરપણું પ્રાપ્ત થાય, પોતાનું મકાન હોવા છતાં ભૂતિયું ઘર જાહેર થતાં તેમાં રહેવા જઇ ન શકાય વગેરે પાછળ તત્વઝરણું ૨૩૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપભોગાન્તરાય કર્મ કારણ છે. ડાયાબીટીસ વગેરે રોગના કારણે ઇચ્છા હોવા છતાં, મળવા છતાં, અમુક પદાર્થો વાપરી ન શકાય તેમાં ભોગાન્તરાય કર્મ કારણ છે. આ બધું જાણીને, આમાંની કોઇપણ પરિસ્થિતિ પેદા થાય તો આર્તરૌદ્રધ્યાન નહિ કરવાનું. પ્રસન્ન રહેવાનું. કર્મોને નજરમાં લાવીને તેને ખતમ કરવાનો પ્રયત્ન કરવો. સમતાથી સહન કરવું. મૈત્રી ભાવનાથી હૃદયને ભાવિત બનાવીને કોઇના પ્રત્યે દુર્ભાવ-તિરસ્કાર ન કરવો. ભોજન એઠું મૂકીએ, કોઇને ભોજન કરતાં અટકાવીએ, તો ભોગાન્તરાય કર્મ બંધાય. જે એઠું મૂકે તેને એવું કર્મ બંધાય કે ભૂખ ન લાગે. કદાચ ભૂખ લાગે તો ભોજન ન મળે. કદાચ ભોજન મળે તો તે ખાવામાં રુચિ ન જાગે. રુચિ જાગે, ખાય તો તે પચે નહિ. જો આવી સ્થિતિ નિર્માણ ન કરવી હોય તો આજે નક્કી કરો એઠું મૂકવું નથી. થાળી ધોઇને પીવી છે. લૂછવી પણ છે. જેથી સંમૂર્છિમ મનુષ્યોની વિરાધના પણ ન થાય. હાથીના એક કોળીયામાં કેટલી કીડીઓનું પેટ ભરાઇ જાય ? એઠું મૂકવાનું બંધ થાય તો તે વધેલા ભોજનમાંથી કેટલા ગરીબોનું પેટ ભરાય ? જરા ગંભીરતાથી વિચારવાની જરુર છે. વીર્યાન્તરાય કર્મ : વીર્ય એટલે ઉલ્લાસ, થનગનાટ, મુડ, કાંઇક કરવાનો તરવરાટ. આ બધામાં ઓટ લાવવાનું કાર્ય વીર્યાન્તરાય કર્મ કરે છે. તે ધર્મ કરવાનો ઉલ્લાસ પેદા થવા ન દે. પ્રતિક્રમણાદિમાં ઊભા થવાનું મન થવા ન દે. બેચેની, કંટાળો, ઉદ્વિગ્નતા વગેરે પેદા કરે. આપણે કોઇને ધર્મ, તપ, જપ વગેરે કરવામાં અંતરાય કરીએ તો આ વીર્યાન્તરાય કર્મ બંધાય, માટે આપણે કોઇને ધર્મ કરતાં અટકાવવા નહિ. કોઇ જો આપણને અટકાવે તો આપણા વીર્યાન્તરાય કર્મને નજરમાં લાવીને તેનો પસ્તાવો કરવો, પણ અટકાવનાર ઉપર દુર્ભાવ ન કરવો. ગુસ્સે ન થવું. અણગમો કે અરુચિભાવ ન બતાડવો. કર્મનું તત્ત્વજ્ઞાન જાણવા પાછળનું રહસ્ય રાગ અને દ્વેષ ઓછા કરવા તે છે. કર્મવિજ્ઞાન જાણવાથી આપણા જીવનમાં આવતી તકલીફો પાછળ આપણા તેવા કર્મો દેખાય. તે બદલ પશ્ચાત્તાપ થાય. તે કર્મોને ખતમ કરવા માટે ધર્મમાં સત્ત્વ ફોરવવાનું મન થાય. કર્મ કરતાં ધર્મની તાકાત વધારે છે, જાણીને ધર્મારાધનામાં પુરુષાર્થ વધે. ઉદયમાં આવેલા કર્મોને સમતાથી ભોગવવાનું બળ મળે. તેવા કર્મો નવા ન બંધાય તેની કાળજી શરુ થાય. આપણા કર્મોના ઉદયે જ પ્રશ્નો પેદા થાય છે, બીજાઓ તો માત્ર નિમિત્ત છે, તે જાણીને બીજાઓ પ્રત્યે તત્વઝરણું ૨૩૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ દુભવ ન થાય. વિશ્વના સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ પેદા થાય. આવા કર્મોના ઉદયે હેરાન-પરેશાન થતાં જીવો પ્રત્યે ભાવ-કરુણા ઉભરાય. તેમનો તિરસ્કાર કરવાનું કદીય મન ન થાય. તેઓ કર્મમુક્ત બને છે તેવી ભાવના ભાવીએ. કર્મનાશના તેમના પુરુષાર્થમાં સહાયક બનીએ. જેઓ બેફામ બનીને નવા નવા કર્મો બાંધતા હોય, ધર્મ તરફ સૂગ ધરાવતા હોય તેવા લોકો પ્રત્યે પણ તિરસ્કાર કે દુભવ ન કરતાં માધ્યસ્થ ભાવને ધારણ કરીએ. જે આત્માઓ કર્મોને ખતમ કરવાનો પુરુષાર્થ કરતા હોય, દોષમુક્ત થવા તલસતા હોય, ધમરાધનામાં લીન બન્યા હોય, કર્મોનો જલદી નાશ. કરવાની તૈયારીમાં હોય તેવા ગુણીઓ પ્રત્યે ઈર્ષ્યા ન કરતાં પ્રમોદ ભાવ ધારણ કરીએ. વારંવાર તેમના ચરણોમાં વંદના કરીએ. તેમના ગુણોની અનુમોદના કરીએ. - અનિત્ય વગેરે બાર ભાવનાની સાથે મૈત્રી વગેરે આ ચાર ભાવનાથી પણ ભાવિત બનીએ. આ સોળ ભાવનાની તાકાત કેવળજ્ઞાન અપાવવાની છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન'' પંક્તિ તો યાદ છે ને? કયારે આપણે બધા આવી ભાવનાઓથી ભાવિત બનીશું? | વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. राजाका भण्डारीजैसा | 0 | अंतरायकर्म તત્વઝરણું | ૨૩૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ ૫ શનિવાર. તા. ૯-૧૧-૦૨ આજે જ્ઞાનપંચમી છે. જ્ઞાન-જ્ઞાનીની આરાધનાનું આ પર્વ છે. જ્ઞાનજ્ઞાનીની આશાતનાથી અટકીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાતા અટકે. જ્ઞાનજ્ઞાનીની આરાધના કરીએ તો જ્ઞાનાવરણીય કર્મ તૂટે. જ્ઞાનની પ્રાપ્તિ થાય. દર્શનાવરણીય કર્મનો સંબંધ પાંચ ઇન્દ્રિયો અને મન સાથે છે. વેદનીય કર્મનો ડીપાર્ટમેન્ટ સુખ-દુ:ખની સામગ્રીઓ દેવાનો છે. મોહનીય કર્મ દોષો પેદા કરે છે. આયુષ્ય કર્મ જુદા જુદા ભવોમાં જન્મ-મરણ કરાવે છે. ગોત્ર કર્મ ઉચ્ચ-નીચનો વ્યવહાર કરાવે છે. અંતરાય કર્મ ઘણું અટકાવે છે. શરીર સંબંધિત તમામ વાતોનો સંબંધ નામકર્મ સાથે છે. આપણે હવે નામકર્મની વિચારણા કરવી છે. તેની સાથે સાથે ચૌદ રાજલોક વગેરે ઘણા ચિત્રપટોની પણ વિચારણા કરીશું. કોઇની આંખ માંજરી, કોઇની ભૂરી, તો કોઇની કાળી કેમ? કોઇની ચામડી ગોરી, કોઇની કાળી, કોઇની પીળી તો કોઇની લાલ કેમ? પોપટ લીલો કેમ? તેની ચાંચ લાલ કેમ? હાથીના કાન સૂપડા જેવા કેમ? તો ગધેડાને કાન ઊંચા કેમ? હાથીની મલપંતી ચાલ, તો કાગડાની બેડોળ ચાલ કેમ? બધાને કોયલ ગમે પણ કાગડો કોઇને ન ગમે, તેનું શું કારણ ? વગેરે સવાલોના જવાબો નામકર્મ પાસે છે. કોઈને ન ગામ, તેનું શું કારણ નામકર્મના ૧૦૩ પેટાભેદો છે. તેના ચાર વિભાગ પડે છે. ૦૫ નામકર્મોના પહેલા વિભાગમાં ૨, ૩, ૪, ૫, ૬, ૮ વગેરે પ્રકૃતિઓના ૧૪ ગ્રુપ આવે છે. બીજા વિભાગમાં ૮ સીંગલ સીંગલ કર્મો આવે. ત્રીજા-ચોથા વિભાગમાં ૧૦-૧૦ કર્મો આવે. બધું મળીને ૭૫+૮+૧૦+૧૦ = ૧૦૩ કર્મો થાય. પહેલો વિભાગ : ૧૪ ગ્રુપના ૭૫ કર્મો (૧) ગતિ નામકર્મ : ચાર પ્રકારના આયુષ્ય કર્મો તો આત્માને તે તે ગતિમાં રાખે. જ્યાં સુધી આયુષ્યકર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી આત્મા બીજી ગતિમાં જઇ ન શકે; પણ આત્માને તે તે ગતિમાં લઇ જવાનું કાર્ય ગતિનામ કર્મ કરે. ગતિ ચાર હોવાથી આ ગતિનામકર્મ પણ ચાર પ્રકારના છે. (૧) દેવ (૨) મનુષ્ય (૩) તિર્યંચ અને (૪) નરક સ્કૂલમાં બતાડતા પૃથ્વીના ગોળા ઉપર આફ્રીકા-એશીયા-અમેરિકાઓસ્ટ્રેલીયા વગેરે ખંડો દેખાય છે, પણ દેવલોક કે નરકો તેમાં દેખાતી નથી, માટે દેવ-નરકગતિ નથી એવું ન મનાય. મનુષ્યો-તિર્યંચો તો આપણી નજર તત્વઝરણું 195 ૨૩૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ સામે દેખાય છે. દેવો-નરકોને યુક્તિથી સાબીત કરી શકાય છે. પરમાત્માએ તો કેવળજ્ઞાનના પ્રકાશમાં આ બધું જોયું છે, માટે જણાવ્યું છે. ઇ.સ. ૧૪૯૨ પહેલાંના પૃથ્વીના નકશામાં અમેરિકા કે ભારતનું નામ-નિશાન નહોતું. કોલંબસ અને વાસ્કો-દી-ગામાએ તેની શોધ કરી. તેથી શું તે પહેલાં ખરેખર ભારત-અમેરિકા નહોતા? તેથી પૃથ્વીના નકશામાં કે ગોળામાં દેવલોક-નરક ન દેખાય તેથી ન માનવા, તે વાત બરોબર નથી. fl-issa ૧૪ાજલોક BIS 115 afe the forefe લૉકાકાશ lalફાકelo pe Me led rik Vnd she to $p keg lose છે.છેડે વિષમ પ્રત્તરો થી નિષ્કુટ આકાર છે. -- ૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ છ ४ 3 כוב ઊર્ધ્વ અધા લોક ર વ્યંતર ભવનપતિ બધ્ધ વિર બા 008 ( © ૨ 100 •+v [0]ૉ --- www27777,644 WWW. ગસનાડી .....૫ અર .........સુવાક น *•-• િિાધિક Breas પર-શિવર જ્યોતિષ્ઠ દીપ મુદ -- વરકર • િિાર્ષિક લોકાંતિક નરક ૩ GRO નરક નરક પ 01265 ક sta pipe on THE 13115 જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ ૧૪ રાજલોકમય સમગ્ર વિશ્વ છે, તેની સામે આજની શોધાયેલી દુનિયા ખૂબ નાની છે. અહીં ચિત્રમાં સમગ્ર બ્રહ્માંડ = ચૌદ રાજલોક = સમગ્ર વિશ્વ બતાડેલું છે. બે પગ પહોળા કરીને, બે હાથ કમરે રાખીને ગોળ ગોળ ચૂંદડી ફરતાં માનવ જેવો તેનો આકાર છે. ઉપરના ભાગને ઉર્ધ્વલોક, વચ્ચેના ૧૮૦૦ યોજનના વિસ્તારને મધ્યલોક કે તિતિલોક અને તત્વઝરણું - ૨૩૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ તેની નીચેના ભાગને અધોલોક કહેવાય છે. આ અધોલોકમાં સાત નારકપૃથ્વીઓ આવેલી છે. તેમાં નરકના જીવો વસે છે. તે નરકગતિ કહેવાય છે. ત્યાં લઇ જનારું કર્મ નરકગતિ નામકર્મ કહેવાય. જેમ જેમ નીચેની નરકોમાં જઇએ તેમ તેમ દુઃખો વધતાં જાય. વધુને વધુ પાપી જીવો નીચે-નીચેની નરકમાં જાય. આ નરકપૃથ્વી ક્રમશઃ (૧)રત્નપ્રભા (૨)શર્કરા પ્રભા (૩)વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫)ધૂમપ્રભા (૬)તમ પ્રભા અને (6)તમસ્તમઃપ્રભા (મહાતમઃ પ્રભા)નામે ઓળખાય છે. - અત્યારે વધુમાં વધુ બીજી નરક અને ચોથા દેવલોક સુધી અહીંથી જઇ શકાય છે. શરીર અને મન નબળું હોવાથી વધારે ભયાનક પાપ કે વધુ પુણ્ય થઇ શકતું નથી, પણ જ્યારે અહીંથી મોક્ષના દરવાજા ખુલ્લા હતા ત્યારે પાંચ અનુત્તર દેવો સુધી અને નીચે ૭મી નરક સુધી જઇ શકાતું હતું, કારણકે તે વખતે શારીરિક બળ અને માનસિકધૃતિ વધારે હતી. - મમા કંપની. એટલે કે મનુષ્ય અને માછલા (કે મત્સ્ય અને માણસ) ૦મી નરકે જઇ શકે. મનુષ્યમાં પણ પુરુષ જ ૭મી નરકમાં જઇ શકે. સ્ત્રી તો વધુમાં વધુ છકી નરકમાં જઇ શકે. મમ્મણશેઠ, કાલસૌરિક કસાઇ, કંડરિક મુનિ, ત્રિપૃષ્ઠ વાસુદેવ વગેરે મરીને ૦મી નરકે ગયા. | તંદુલીયા મલ્ચનું આયુષ્ય ૪૮ મિનિટથી ઓછું હોય છે. મોટું ફાડીને બેઠેલા મગરમચ્છની પાંપણમાં રહેલો ચોખાના દાણા જેટલો નાનો તંદલીયો મચ મનના પાપે 0મી નરકે પહોંચી જાય છે. મગરમચ્છના મોઢામાં જળચર પ્રાણીઓવાળા પાણીના પ્રવાહો પ્રવેશે છે ને પાછા બહાર નીકળે છે. તે જોઇને તંદુલીયો વિચારે છે કે, “આ તો મૂરખનો જામ છે. જે આની જગ્યાએ હું હોઉં તો એકેને ન છોડું. બધાને ખાઇ જાઉં.” ન ખાવા છતાં ખાવાની વેશ્યાના કારણે તંદલીયો મત્સ્ય છમી નરકે જવું પડે તેવા કર્મો બાંધે. હવે જાતને વિચારીએ કે આપણી વેશ્યા કેવી છે? પેટ ના પાડે છે માટે ખાતાં અટકીએ છીએ, પણ જો પેટ ના ન પાડતું હોય તો જરા ય છોડીએ? માત્ર ભોજન માટે જ આ વાત નથી, બીજી પણ ઘણી ઘણી બાબતોમાં શરીર, પૈસા કે પરિસ્થિતિ ના પાડે છે માટે અટકીએ છીએ બાકી, આપણી વેશ્યા કેવી છે? તે તપાસવા જેવી છે. હવે વેશ્યાને સંયમિત બનાવીએ. પ્રતિજ્ઞાઓ લઇને અટકીએ, બાકી આ મન તો કોઇને છોડે એમ નથી. ભોજન-કામવાસના વગેરેમાં શરીર-સંયોગો વગેરે અટકાવે છે, પણ પૈસાની લેગ્યા એવી છે કે તેને અટકાવનાર કોઇ નથી. માટે તે ઘણી ખરાબ છે.કામની વેશ્યા કરતાં અર્થ તત્વઝરણું | ૨૩૮ Page #249 -------------------------------------------------------------------------- ________________ (પૈસા)ની વેશ્યા ભયાનક છે. તે જીવને ૭મી નરક સુધી પહોંચાડી શકે છે. નીતિથી કમાનાર મમ્મણ આ ધનની તીવ્ર વેશ્યાના પાપે મરીને સાતમી નરકે ગયો. મનુષ્ય પુરુષ અને માછલા સાતમી નરક સુધી, સ્ત્રી છકી નરક સુધી, અજગર-સાપ વગેરે ઉરપરિસર્પો પાંચમી સુધી, વાઘ-સિંહ વગેરે ચતુષ્પદો ચોથી સુધી, વાંદરા-નોળીયા-ઉંદર વગેરે ભુજપરિસર્પો ત્રીજી સુધી, પક્ષીઓ બીજી સુધી અને અસંજ્ઞી જીવો પહેલી નરક સુધી જઇ શકે. તેથી વધારે નીચે ન જાય. 0 પહેલા સંઘયણવાળા નીચે ૦મી નરક અને ઉપર પાંચ અનુત્તર તથા મોક્ષ સુધી જઇ શકે. બીજા સંઘયણવાળા છઠ્ઠી નારક-૯ રૈવેયક સુધી, ત્રીજા સંઘયણવાળા પાંચમી નારક-બારમા દેવલોક સુધી, ચોથા સંઘયણવાળા ચોથી નારક-આઠમા દેવલોક સુધી, પાંચમા સંઘયણવાળા ત્રીજી નરક-છઠ્ઠા દેવલોક સુધી અને છઠ્ઠા સંઘયણવાળા બીજી નરક-ચોથા દેવલોક સુધી જઇ શકે. તીવ્ર કષાયો, આરંભ-સમારંભ, રૌદ્રધ્યાન વગેરે કરનારા નરકમાં જાય. (૧)હિંસાનુબંધી (૨)મૃષાનુબંધી (૩)સ્તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુ-બંધી; એમ ચાર પ્રકારના રૌદ્રધ્યાન છે. કોઇને મારવા માટેના તીવ્ર કક્ષાના વિચારો, જૂઠ અંગેની સતત વિચારણા, કોઇ ચીજ ચોરવા-પડાવી લેવા માટેની ક્રૂરતાભરી સતત વિચારણા તથા બધું ભેગું કરવાની, જરાય ઓછું ન થઇ જાય તે માટેની વિચારણા રોદ્રધ્યાન રુપે બની શકે છે. તેનાથી નરકમાં જવું પડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી બ્રાહ્મણોની આંખો ફોડી નાંખવાના તીવ્ર રૌદ્રધ્યાનમાં ૯મી નરકમાં ચાલ્યો ગયો. તેની પત્ની મુમતી છકી નરકમાં છે. બંને એક બીજાના વિરહમાં તરફડે છે. ચીસાચીસ કરે છે. કોણ તેમને બચાવે? લક્ષ્મણ, રાવણ, પણ નરકમાં ઝઘડી રહ્યા છે. અય્યતેન્દ્ર બનેલા સીતાની ઇચ્છા તેમને ત્યાંથી બહાર કાઢીને સુખી કરવાની છે, છતાં કરી શકતા નથી. રામ અને ભરત તો શત્રુજ્ય ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. 0 રાત્રીભોજન, કંદમૂળભક્ષણ, વિદળ સેવન, માંસાહાર વગેરે નરકમાં લઇ જનારા પાપો છે, તેનાથી પાછા હટવું. જો નરકનું આયુષ્ય બંધાઇ ગયું તો નરકગતિ નામકર્મ આપણને નરકગતિમાં લઇ જશે. ત્યાં મમ્મી-પપ્પા કે પ્રસુતિગૃહ ન હોય. કેરોસીનની ગરણી જેવી કુંભી હોય. અહીં હજી તો જીવે છે કે મર્યો છે? તેના ટેસ્ટ ચાલતા હોય, અને આત્મા આંખના પલકારા કરતાંય ઓછા કાળમાં નરકની કુંભીમાં પહોંચી ગયો હોય. ફાડી ખાધેલા કબૂતરના જેવું અત્યંત ગંદુ,બિભત્સ, ચીતરી ચડે તેવું શરીર મળે. પરમાધામી દેવો ભાલા - તત્વઝરણું ૨૩૯ Page #250 -------------------------------------------------------------------------- ________________ -બરછી વગેરે શસ્ત્રો વડે રાઇરાઇ જેવા ટુકડા કરીને નીચેના નાળચામાંથી બહાર કાઢે. ચીસ પાડે તો પણ કોઇ ન બચાવે. ભયંકર પીડા હોય. “મારી નાંખો-મારી નાંખો' બૂમ પાડે તો પણ મરી ન શકે. બહાર નીકળેલા શરીરના ટુકડા પાછા અખંડ શરીર રુપે બની જાય. પછી તેને આકાશમાં ઉછાળે. નીચે પડતા તેને ભાલા-બરછી ઉપર ઝીલે. તે વીંધાઇ જાય. લોહીની શેરો ઉડે, માંસના લોચા પડે. વેદના ભયાનક થાય. મરવા માંગે છતાં મરી ન શકે. ઓછામાં ઓછા ૧૦,૦૦૦ વર્ષ તો જીવવું જ પડે. વધતા વધતા ૦મી નરકમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય. પહેલી ત્રણ નારકમાં પરમાધામી દેવો ભયાનક પીડા આપે. પછીની નરકોમાં પરસ્પર પીડા હોય. ક્ષેત્રના કારણે સાતે નરકમાં જે ભયાનક વેદના હોય તે ક્ષેત્રકૃત વેદના કહેવાય. ખૂબ ભૂખ લાગે. તરસ પણ ભયાનક લાગે. ભયાનક ઠંડી કે ગરમી સહન કરવી પડે. વારંવાર ખંજવાળ આવ્યા કરે. પેટમાં ખૂબ દાહ હોય. આખા શરીરે તાવ હોય. અનેક રોગોથી ઘેરાયેલું શરીર હોય. આવી વેદના અને પીડા વચ્ચે તેણે આયુષ્ય પૂર્ણ કરવું પડે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. । १रत्न प्रभा परमाधामीका५. धूम ઝી 45 બ તત્વઝરણું ૨૪૦ Page #251 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૬ રવિવાર, તા. ૧૦-૧૧-૦૨ ફાસ્ટ સ્પીડે ફેંકાયેલો એક ભાર વજનનો લોખંડનો ગોળો છ મહીનામાં જેટલું અંતર પસાર કરે તે એક રાજ કહેવાય. તેવા ચૌદ રાજલોકમાં જીવો અને પુગલોનું સમગ્ર વિશ્વ આવી જાય છે. આ ચૌદ રાજલોકમય વિશ્વના નીચેના અધોલોકમાં સાત નારકો આવેલી છે. આ સાતે નારક પૃથ્વીઓ સ્થિર છે. ગોળાકાર છે. તેમાંની પહેલી ત્રણ નારકમાં પરમાધામી દેવો નરકના જીવોને ભયાનક ત્રાસ આપે છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે રત્નપ્રભા નામની પ્રથમ નરકપૃથ્વી છે. તે ૧,૮૦,૦૦૦ ચોજન જડાઇવાળી છે. એક ૨૫ માળના ગોળ મકાનની કલ્પના કરીએ. તે મકાનની એક રાજ લાંબી-પહોળી ગોળાકાર ટેરેસ (અગાસી) માં ભરત-ઐરાવત-મહાવિદેહક્ષેત્ર વગેરે આવેલા છે. આ મકાન ૧,૮૦,૦૦૦ યોજન ઊંચું છે. નીચે ૧૦૦૦ યોજન જાડી પ્લીન્થ (પાયો) છે. ઉપર ૧૦૦૦ યોજના જાડાઇની છત છે. વચ્ચેના ૧,૦૮,૦૦૦ યોજનમાં ૨૫ માળ છે. ૧, ૩, ૫, ૦.... ૨૩, ૨૫ વગેરે એકી સંખ્યાના ૧૩ માળ ૩૦૦૦-૩૦૦૦ યોજન ઊંચાઇવાળા છે. તેમાં પહેલી નરકના જીવો રહે છે. ૨, ૪, ૬. ૨૨, ૨૪ વગેરે બેકી સંખ્યાના ૧૨ માળ દરેક ૧૧૫૮૩ ૧/૩ યોજના ઊંચાઇવાળા છે. તેમાંનો બીજો અને ચોવીસમો માળ ખાલી છે. બાકીના ૧૦ માળમાં અસુરકુમાર, નાગકુમાર વગેરે ભવનપતિ દેવો રહે છે. તે પરમાત્મા પાર્શ્વનાથ ભગવાને બળતા સાપને નવકાર સંભળાવ્યો તો તે ધરણેન્દ્ર બન્યો. તે પહેલાં પણ કોઇ ધરણેન્દ્ર હશે. ધરણેન્દ્ર, માણિભદ્ર, પદ્માવતી, ચક્રકેસરી વગેરે નામો શાશ્વતા છે. તેમના સ્થાન નક્કી છે. આત્મા બદલાતો જાય છે. એક આત્મા ધરણેન્દ્ર તરીકેનું આયુષ્ય પૂર્ણ કરીને પોતાના બાંધેલા કર્મ પ્રમાણેના બીજા ભવમાં ચાલ્યો જાય. તે સ્થાને, તે નામે બીજો કોઇ આત્મા ઉત્પન્ન થાય. કોઇપણ સ્થાન વધુમાં વધુ છ મહિના ખાલી રહે. તેટલા સમયમાં કોઇને કોઇ આત્મા તે દેવ, દેવી કે ઇન્દ્રાદિ રુપે ત્યાં ઉત્પન્ન થઇ જાય. ધરણેન્દ્ર, પદ્માવતી, વગેરે દેવ-દેવીઓ આપણી ઉપર નહિ પણ નીચે રહે છે. દેવો માત્ર ઉદ્ગલોકમાં જ નહિ ત્રણે લોકમાં વસે છે. આ ભવનપતિ દેવો અધોલોકમાં વસે છે. દેવો ભૌતિકસમૃદ્ધિમાં આપણા કરતાં આગળ હોઇ શકે, પણ આધ્યાત્મિક સમૃદ્ધિમાં તો આપણે તેમના કરતાં પણ આગળ જઇ શકીએ છીએ. તેઓ ચોથા ગુણઠાણાથી વધારે આધ્યાત્મિક વિકાસ તે જ ભવમાં કદી તત્વઝરણું ૨૪૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ સાધી શકે નહિ, જ્યારે આપણે આ કાળમાં પણ ૭મા ગુણઠાણા સુધી વિકાસ સાધી શકીએ છીએ. પૂર્વે તો ચૌદમા ગુણઠાણા સુધી વિકાસ સાધીને ઠેઠ મોક્ષ પહોંચી શકાતું હતું. | સામાન્ય રીતે સમકિતી શ્રાવક કે સાધુ મરીને વૈમાનિક દેવ બને. આપણે સૌ જ વૈમાનિક દેવ બનવાના હોઇએ તો ત્યાં જઇને દેવીઓમાં લપટાઇ ના જઇએ, ભોગસુખમાં લલચાઇ ન જઇએ, આપણું ભાવિ બરબાદ ન થઇ જાય માટેની કાળજી આપણે આજ ભવમાં લેવી જોઇએ. દેવ બન્યા પછી નંદીશ્વરાદિ દ્વીપમાં પ્રભુભક્તિ પણ કરી શકાય છે. સીમંધરસ્વામી વગેરે ભગવાનની દેશના સાંભળવા પણ જઇ શકાય છે. ભગવાનની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવો હાજર હોય છે, તેમાં પણ આપણો નંબર લગાડી શકાય છે. તે માટે આ ભવમાં ભગવાન અને ભગવાનની ભક્તિ ગમાડવી પડશે. આ ભવમાં ગુરુભગવંતોના મુખે પ્રવચનવાણી સાંભળવાનો તીવ્રરસ પેદા કરવો પડશે. સીમંધરસ્વામી ગમાડવા પડશે. તેમની રોજ માળા જપવી. તેમની રોજ અષ્ટપ્રકારી પૂજા વગેરે ભક્તિ કરવી. હૃદયમાં ઊંડે ઊંડે તેમના પ્રત્યેનું આકર્ષણ પેદા કરવું. જેથી દેવલોકમાં દેવ બન્યા પછી ભોગસુખોમાં જીવનને બરબાદ કરવાના બદલે પ્રભુભક્તિમાં લીન બનાવી આબાદ કરી શકાય. અસુરકુમાર નામના ભવનપતિ દેવોમાંના કેટલાક દેવો વિચિત્ર સ્વભાવવાળા હોય છે. તેમને બીજાને ત્રાસ આપવામાં મજા આવે છે. બીજાના દુઃખો જોઇને સુખી બને છે. બીજાની હેરાનગતિમાં આનંદ અનુભવે છે. આવા દેવો ૧-૩-૫-૭ વગેરે એકી નંબરવા માળમાં જઇને નરકના જીવોને ત્રાસ આપે છે. અરે નીચે બીજી-ત્રીજી નરકમાં પણ જઇને ત્યાંના જીવોને હેરાના પરેશાન કરે છે. પરમ = અત્યંત અધાર્મિક જીવન જીવતા હોવાથી તેઓ પરમાધામી દેવી તરીકે પ્રસિદ્ધિ પામે છે. જુદા જુદા ૧૫ પ્રકારની પીડા આપતા હોવાથી તેઓ પંદર પ્રકારના છે. નરકમાં ઉત્પન્ન થતાં તે તે જીવોના કર્મો અનુસારે તેઓ તે જીવોને ત્રાસ આપે છે. નરકના જીવોને ત્રાસ આપવાનું આ કાર્ય તેમને કોઇએ સોંપ્યું નથી, પણ પોતાના તેવા અટકચાળા તોફાની સ્વભાવના કારણે તેઓ પોતાની રીતે જ નરકના જીવોને ત્રાસ આપે છે. | ભલે નરકમાં ઉત્પન્ન થયેલા જીવોને પાપકર્મોનો ઉદય હોવાથી ત્રાસ સહન કરવાનો હોય, પણ તેમને ત્રાસ આપતાં આ પરમાધામી દેવો પણ બીજાને દુઃખ આપવાના કારણે પાપકર્મ બાંધે. મરીને તેઓ તે કર્મને ભોગવવા તત્વઝરણું ૨૪૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ અંડગોલિક મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય. ઊંચી કદાવર કાયાવાળા માંસાહારી તે જળચર મનુષ્યો જમીન ઉપર ચાલી શકે અને પાણીમાં તરી શકે તેવા હોય છે. રત્નદ્વીપના વેપારીઓને દરિયામાંથી રત્નો લેવા હોય છે. જળચર પ્રાણીઓ પોતાને ગળી ન જાય, દૂર રહે, દરિયામાં ડૂબી ન જવાય તે માટે તેમને આ જળચર મનુષ્યોના અંડકોશમાં રહેલી ગોળીઓની જરુર પડે છે. ચમરીગાયની પૂંછડીના સુંવાળાવાળના બે છેડે આ ગોળીઓ લગાડીને કાન ઉપર લટકાવી તેઓ દરિયામાં ડૂબકી લગાવે છે. અંડગોલિક મનુષ્યોની ગોળી મેળવવા તેઓ મોટા વહાણમાં, મોટી ઘંટીનાં પડ ઉપર પુષ્કળ માંસના ટુકડા ગોઠવીને, ઘંટીના બીજા પડની પાછળ છુપાઇ જાય છે. વચ્ચે દરિયામાં ઠેર ઠેર માંસના પેકેટ ફેંકે છે, તેની સુગંધથી માંસ ખાવા ખેંચાઇને આવેલા અંડગોલિક મનુષ્યો ઠેઠ ઘંટીના પડ ઉપર બેસીને માંસ ખાવા લાગે છે. તક જોઇને તે વેપારીઓ ઘંટીનું બીજું પડ તેમની ઉપર ગોઠવે છે. લગાતાર છ મહીના સુધી તેમને પીલવાનું ચાલે છે. ભયાનક પીડા તેઓ સહન કરે છે. છેવટે છ મહીના બાદ તેઓ મૃત્યુ પામે છે. અંડગોલિક બનેલા પૂર્વભવના આ પરમાધામી દેવો મરીને પોતાના કર્મો પ્રમાણે દુઃખો ભોગવવા નરકના જીવ તરીકે નરકમાં પહોંચી જાય છે. વેપારીઓ તેનું શરીર પીલાયા બાદ રહી ગયેલી ગોળીઓ મેળવી લે છે. વેપારીઓને પણ પાપકર્મ બંધાય. જે જીવો આ ભવમાં બીજાને ત્રાસ આપતા હોય, હેરાન કરવાના સ્વભાવવાળા હોય, તેમાં જ જેને આનંદ આવતો હોય તેઓ પરમાધામી બની શકે. આપણે પરમાધામી ન બનવું હોય તો આપણો સ્વભાવ પ્રેમાળ, બીજાના દુઃખે દુઃખી, કરુણાદ્ધ બનાવવો જોઇએ. અસુરકુમાર વગેરે દસ કુમારો તથા પંદર પ્રકારના પરમાધામી મળીને ભવનપતિના ૨૫ પ્રકારો છે. અસુરકુમારો વગેરે દસ પ્રકારના કુમારોમાં ઉત્તરદક્ષિણ દિશાનો એકેક ઇન્દ્ર હોવાથી ભવનપતિદેવોના કુલ ૨૦ ઇન્દ્રો છે. આપણી રત્નપ્રભા પૃથ્વીની ઉપરની જે ૧૦૦૦ યોજનની છત વિચારી છે, તેમાં ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચેના જે ૮૦૦ ચોજનનો ગાળો આવે તેમાં વ્યંતરદેવોના નગરો આવેલા છે. તીર્થકર ભગવંતો તથા ચક્રવર્તી વગેરેની સહાયમાં આ વ્યંતરદેવો હાજર થાય છે. આઠ પ્રકારના છે. ઉત્તર અને દક્ષિણ વિભાગમાં એકેક ઇન્દ્ર હોવાથી આઠ પ્રકારના વ્યંતરના ૧૬ ઇન્દ્રો છે. 1 ઉપર નીચેના ૧૦૦-૧૦૦ યોજનમાંના નીચેના ૧૦૦ યોજન ખાલી છે, પણ ઉપરના ૧૦૦ યોજનના પોલાણમાં ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડીને વચ્ચેના ૮૦ યોજનમાં વાણવ્યંતરો વસે છે. ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણ વગેરેનો સમાવેશ તત્વઝરણું ૨૪૩ Page #254 -------------------------------------------------------------------------- ________________ આ વાણવ્યંતરોમાં થાય. આઠ પ્રકારના વાણવ્યંતરોમાં ઉત્તર-દક્ષિણ વિભાગના એકેક ઇન્દ્રો હોવાથી વાણવ્યંતરોના ૧૬ ઇન્દ્રો છે. પાંચદિવ્ય પ્રગટ થાય વગેરે પ્રસંગોએ આકાશમાંથી વસ્ત્ર, સુગંધીજળ, પુષ્પ, સોનૈયા વગેરેની વૃષ્ટિ કરનારા દીર્ધ વૈતાઢ્ય પર્વત ઉપર રહેનારા દસ પ્રકારના તિર્યગજલંક દેવો પણ વ્યંતરકક્ષાના દેવો છે. ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર અને ૧૦ તિર્યગુર્જભક મળીને ૨૬ પ્રકારના દેવો વ્યંતરનિકાયના ગણાય છે. તેમના ૧૯ + ૧૬૪ ૩૨ ઇન્દ્રો છે. આપણે એક રાજ લાંબી પહોળી ગોળાકાર રતનપ્રભા નામની પહેલી નરકપૃથ્વીની ઉપરની સપાટી ઉપર રહીએ છીએ. અહીંથી નીચે માત્ર દસ યોજન જઇએ એટલે વાણવ્યંતરોના નગરો ૮૦ યોજન સુધી આવે. પછીના દસ યોજન ખાલી છે, તે પસાર થાય એટલે નીચે ૮૦૦ યોજન સુધી વ્યંતર-દેવોના નગરો આવે. આમ, આપણી ધરતીથી ૯૦૦ યોજન સુધીમાં વ્યંતર અને વાણવ્યંતરો આવી જાય. તેઓ તિચ્છલિોક = મધ્યલોકમાં ગણાય. પછીના નીચેના ૧૦૦ ચોજન ખાલી છે. પછીના ૧,૦૮,૦૦૦ યોજનમાં આપણે કપેલા ૨૫ માળના રાઉન્ડ બિલ્ડીંગના ૧, ૩, ૫, ૭..... વગેરે માળમાં પહેલી નરકના નારકો તથા ૪, ૬, ૮....માળમાં અસુરકુમાર વગેરે ૨૫ પ્રકારના ભવનપતિ દેવો રહે છે. તેઓ અધોલોકમાં ગણાય છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો જ કોઇપણ નરકમાં જઇ શકે પણ એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયો નહિ. નરકમાંથી નીકળીને પણ પંચેન્દ્રિય તિર્યંચા અને મનુષ્યો જ બનાય પણ એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય ન બનાય. ૧થી ૩ નરકમાંથી નીકળેલો આત્મા પછીના ભવમાં તીર્થકર ભગવાન બની શકે. શ્રેણિકરાજા હાલ પહેલી નરકમાં છે. ત્યાં ૮૪ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, પદ્મનાભસ્વામી નામના આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર ભગવાન થશે. ૧ થી ૪ નરકમાંથી નીકળેલો આત્મા બીજા ભવમાં દીક્ષા લઇને કેવળજ્ઞાન પામી સિદ્ધ બની શકે. ૧ થી પ નરકમાંથી નીકળેલો જીવ નવા ભવમાં દીક્ષા સુધીનો બધો આધ્યાત્મિક વિકાસ સાધી શકે; પણ પાંચમીમાંથી નીકળેલો કેવળજ્ઞાન કે મોક્ષ ન પામી શકે. છકી નરકમાંથી આવેલો સમકિતી કે શ્રાવક બની શકે પણ દીક્ષા મેળવી ન શકે. ૯મીનરકમાંથી નીકળેલો આત્મા તો મનુષ્ય પણ ન બની શકે. સમકિત પામી શકે પણ દેશવિરતિ શ્રાવકજીવન ન પામે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૨૪૪ Page #255 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૭ સોમવાર, તા. ૧૧-૧૧-૦૨ પાપોને ભોગવવા માટે નરકગતિ છે, તો પુણ્યને ભોગવવા દેવગતિ છે. સમગ્ર વિશ્વ ચૌદ રાજલોકમય વૈશાખ સંસ્થાન સ્થિત છે. તેમાં દેવ-નરકમનુષ્ય-તિર્યંચ, ચારે ગતિ આવી જાય. ભૌતિકદૃષ્ટિએ નરકગતિમાં પુષ્કળ દુઃખો હોવાથી ભલે તે ખરાબ ગતિ ગણાતી હોય પણ આધ્યાત્મિકદષ્ટિએ તો નરકગતિ કે દેવગતિ; બંને જો સાધનાનું મંદિર બને તો સદ્ગતિ કહેવાય. નરકગતિમાં પાપક્ષયની સાધના થાય તો દેવગતિમાં પુણ્યક્ષયની સાધના થાય. પાપ અને પુણ્ય; બંનેનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે મોક્ષ મળે. નરકગતિમાં પહોંચેલો આત્મા જો સમકિતી હોય તો તેના પ્રભાવે આક્રમક ન બને. દુઃખોને સમતાથી ભોગવવા સામેથી તૈયાર રહે. મહારાજા શ્રેણિક પહેલી નરકમાં હાલ સમતાથી દુઃખો સહીને પાપક્ષયની સાધના કરી રહ્યા છે. ત્યાંથી નીકળીને, પ્રથમ તીર્થકર બનીને મોક્ષે પહોંચવાના છે. - નરકમાં રહેલો જીવ સમકિતી હોય કે મિથ્યાત્વી, બંને પ્રકારના જીવોને પરમાધામી દેવો ત્રાસ આપે. રાઇરાઇ જેવા ટૂકડા કરે, ભજીયાની જેમ તળે કરવતથી વધેરે વગેરે. જ્ઞાનથી ખબર પડે કે પરમાધામી મને હવે આવો ત્રાસ આપશે ત્યારે મિથ્યાત્વીઓ તેનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરે. ચીસાચીસ કરે. ના છૂટકે પરાણે સહન કરે. સામે આક્રમક બને. જ્યારે સમકિતી જીવ આવનારા દુઃખને આવકારે. મારા કર્મોનો નાશ થાય છે, સમજીને સમતાથી તે દુઃખોને સહન કરે. અપૂર્વ વીલ્લાસ અને ઊંચા અધ્યવસાય પૂર્વક મસ્તીથી સહીને અનંતાનંત કર્મોની નિર્જરા કરે. ૭મી નરકમાં ગયેલો આત્મા પણ મસ્તીથી કર્મોને સહે, સમતાભાવને ધારણ કરે, ઉચ્ચ અધ્યવસાયો પામે તો નવું સમ્યગદર્શન પામી શકે. | નરકમાં સહન કરવા રુપ ધર્મ છે. સહન કરવું, સહિષ્ણુતા દાખવવી તે મોટો ગુણ છે. મોટો ધર્મ છે. એકજ સ્પર્શનેન્દ્રિયવાળો એકેન્દ્રિય આત્મા વિકાસ સાધતા સાધતા બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય બન્યો તેમાં કારણ શું? તેણે કયો ધર્મ કરીને પુણ્ય બાંધ્યું? એકેન્દ્રિયાદિમાં ભલે સામાયિક-પૂજાદિ ધર્મો નહોતા પણ ત્યાંય ઇચ્છા-અનિચ્છાએ તેણે ઠંડી-ગરમી-ભૂખ-તરસ વગેરે સહન કરવા રૂપી ધર્મ કર્યો તો, પુચ બંધાયું. મનુષ્યભવ પ્રાપ્ત કર્યા પછી, હવે ઇચ્છાપૂર્વક સહન કરવાનું શરુ કરવું. કોઇના કડવા શબ્દો, અપમાન વગેરે પ્રસન્નતાપૂર્વક સહવું. સહન કરવાથી તત્વઝરણું ૨૪૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં ભલે તેનો પ્રભાવ ન જણાય.કોઇ બાયલા, કાચર કે નબળા ગણે તેની ચિંતા ન કરવી. સમય જતાં, સહન કર્યાનું મૂલ્ય સમજાશે. વિશિષ્ટ લાભ અનુભવાશે. - | સંયમજીવન શ્રેષ્ઠધર્મ છે, કારણકે તેમાં જાતજાતના કષ્ટો સહન કરવાના છે. શરીરની સુખશીલતા, શાતા છોડવામાં ઘણું સહન કરવું પડે. દીક્ષા પરિણામ પામે ત્યારે મહાત્માઓ શરીર સાથે યુદ્ધ ચડે. શારીરિક કે માનસિક કાંઇક સહન કરવું પડે ત્યારે ધર્મ થાય. ધનની મૂચ્છ ત્યાગો ત્યારે દાનધર્મ થાય. કામવાસના છોડો ત્યારે શીલધર્મ પળાય. શરીરને કષ્ટ આપો ત્યારે તપધર્મ થાય. દુભવો દૂર કરીએ ત્યારે ભાવધર્મ આરાધાય. આ બધામાં શારીરિક કે માનસિક સહન કરવું પડે છે માટે તે ધર્મ છે. કર્મના ઉદયે દુઃખો તો આવવાના. પરાણે સહન કરીશું. ધમપછાડા કે પ્રતિકાર કરીશું, અકળાઇશું તો નવા પાપકર્મો બંધાશે. પણ જો તેને સમતાથી સહન કરીશું તો જૂના પાપકર્મો નાશ પામશે અને નવા બંધાતા અટકશે. | જીવન સારી રીતે જીવવા માટે છ પ્રકારની શક્તિની જરૂર રહે છે. જીવા ગમે તે ક્ષેત્ર કે કાળમાં જીવતો હોય, કપડા હોય કે ન હોય તે બને પણ ભોજન ન કરે તેવું ન બને. ભોજનની તેને બધે જ જરુર પડે. જીવન જીવવા ભોજનની સાથે શરીર અને ઇન્દ્રિયોની પણ જરૂર પડે. શરીર અને ઇન્દ્રિય વિનાનો કોઇ આત્મા સંસારમાં જોવા ન મળે. ત્યાર પછી શ્વાસોશ્વાસ કરવાની, વચનો બોલવાની અને વિચારવાની શક્તિ કોઇ જીવો મેળવે અને કોઇ જીવો ન પણ મેળવે. આ છ પ્રકારની શક્તિઓને છ પતિ કહેવાય છે. (૧)આહાર પતિ (૨)શરીર પર્યાતિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪)શ્વાસોશ્વાસ પતિ (૫)ભાષા પતિ અને (૬)મન પયતિ. એકેન્દ્રિયને પહેલી ચાર, બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય જીવોને પહેલી પાંચ અને પંચેન્દ્રિય જીવોને છ એ છ પતિઓ જીવન જીવવા માટે જરુરી છે, પૂરતી છે, પર્યાપ્ત છે. જે જીવોને પોતાની જરૂરી પતિઓ પૂરેપૂરી મળી જાય, તે પર્યાપ્ત કહેવાય. પર્યાપ્ત એટલે આપણી જાડી ભાષામાં પૂરેપૂરા. જેમને જરૂરી પૂરી પયક્તિઓ ન મળે તે અધૂરા એટલે અપર્યાપ્ત કહેવાય. ૧ થી ૭ નરકમાં ઉત્પન્ન થયેલા જીવો જ્યાં સુધી પોતાને જરુરી છ એ છ શક્તિઓ (પતિઓ) પૂરેપૂરી ન મેળવે, અધૂરી મેળવે ત્યાં સુધી તેઓ અપર્યાપ્તા કહેવાય. પૂરેપૂરી મેળવી લે ત્યારે તેઓ પૂરેપૂરા થવા માટે પર્યાપ્ત કહેવાય. આમ, સાતે નરકમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો હોવાથી નરકના જીવોના ૧૪ પ્રકાર થાય. તત્વઝરણું ૨૪૬ Page #257 -------------------------------------------------------------------------- ________________ પહેલી રત્નપ્રભા નરકમૃથ્વીમાં વ્યંતર-વાણવ્યંતર-ભવનપતિ વગેરે દેવો પણ છે, પરંતુ બીજી-ત્રીજી વગેરે બાકીની નરકમૃથ્વીમાં નારકના જીવો જ છે. ત્યાં કોઇ દેવો વસતા નથી. પહેલી નરકમાં અસંખ્યાતા નારકો છે. પછી જેમ જેમ નીચે-નીચેની નરકમાં જઇએ તેમ ઓછા ઓછા જીવો હોય. ૧લી નરકમૃથ્વીમાં ૨૫ માળમાંથી ૧૩ માળમાં, બીજી નરકમાં ૧૧ માળમાં, ત્રીજીમાં ૯ માળમાં, ચોથીમાં માળમાં, પાંચમીમાં ૫ માળમાં, છઠ્ઠીમાં ત્રણ માળમાં નરકના જીવો હોય. સાતમીમાં તો માત્ર પાંચ જ નરકાવાસનો એક જ માળ હોય. તે જ રીતે દેવલોકમાં પણ જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ વિમાનો ઓછા ઓછા થતા જાય. સકલતીર્થ સૂત્રમાં દરેક દેવલોકના વિમાનો તથા તેમાં રહેલા જિનાલયો અને ભગવાનની સંખ્યા આપી છે. ૧-૨ દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે, જે ઘટતાંઘટતાં છેલ્લે અનુત્તરમાં માત્ર પાંચ જ વિમાનો રહે છે. | આ દુનિયામાં સામાન્ય રીતે વધુ ધર્મ કરનારા જીવો ઘણા ઓછા હોય. તીવ્ર કક્ષાનું પાપ કરનારા જીવો પણ ઓછા હોય. મધ્યમ કક્ષાનો ધર્મ કે મધ્યમ કક્ષાનું પાપ કરનારા જીવો વધારે હોય. વધુમાં વધુ ધર્મ કરનારા ઓછા માટે તેવો ધર્મ કરીને ઉપર-ઉપરના દેવલોકમાં જનારા ઓછા થવાથી ઉપરઉપર વિમાનો ઓછા-ઓછા થતાં જાય. વધુ વધુ પાપ કરનારા ઓછા હોવાથી નીચે નીચેની નરકોમાં નારકાવાસો ઓછા-ઓછા થતાં જાય. 2 આ વિમાનો, નારકાવાસો વગેરે સ્થાનો કોઇએ બનાવ્યા નથી. અનાદિકાળથી હતા, છે અને કાયમ રહેવાના છે. સમગ્ર વિશ્વનું સંચાલન કર્મ વગેરે પાંચ કારણો કરે છે. દેવગતિમાં જનારા દેવો ચાર પ્રકારના છે. તેમાંના ભવનપતિ દેવો પૂર્વે જણાવ્યા પ્રમાણે પ્રથમ નરકપૃથ્વીના ૧,૦૮,૦૦૦ યોજનના ૨૫ માળમાં ૪, ૬, ૮.૨૨ સુધીના ૧૦ માળમાં વસે છે. સાત ક્રોડ ને બોત્તેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ. દેવળ એટલે દેરાસર. ભવનપતિ દેવલોકમાં ૭, ૭૨,૦૦,૦૦૦ ભવનો છે, અને દરેકમાં એકેક દેરાસર છે. જો દેવલોકમાં દરેક વિમાનમાં, દરેક ભવનમાં દેરાસર હોય તો તમારા દરેકના ઘરમાં ઘરદેરાસર કેમ ન હોય? વ્યંતર અને જ્યોતિષમાં તો અસંખ્યાતા દેરાસરો છે. તેમાં ૧૮૦-૧૮૦ ભગવાન છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦ યોજન છોડીને નીચેના ૮૦ યોજનમાં વાણવ્યંતરો અને તેની નીચેના ૧૦ ચોજન છોડીને પછીના નીચેના ૮૦૦ યોજનમાં વ્યંતરો રહે છે. | વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૨૪. Page #258 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૮ મંગળવાર. તા. ૧૨-૧૧-૦૨ નામકર્મના ૧૦૩ પેટાભેદો છે. દેવ-નરક-મનુષ્ય-તિર્યંચ ગતિમાં લઈ જનારા ચાર ગતિનામકર્મ છે. દેવો-નારકો અને મનુષ્યો તો પંચેન્દ્રિય જ હોય જ્યારે તિર્યંચો તો એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય; એમ પાંચ પ્રકારના હોય. એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તે ઇન્દ્રિય જાતિ, ચઉરિદ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ આપનાર તે તે નામના પાંચ જાતિનામકર્મો છે. તે મનુષ્ય અને તિર્યંચોને દારિકશરીર હોય છે. દેવો અને નારકોને વૈક્રિય શરીર હોય છે. કેટલાક લબ્ધિધારી મનુષ્યો, પંચે. તિર્યંચો, વાયુકાય વગેરે પણ આ ઉક્રિયશરીર બનાવી શકે છે. ત્રીજું આહારકશરીર છે. આમર્ષ-ઔષધિવાળા, લબ્ધિધારી ચૌદ પૂર્વધર મહાત્મા તીર્થકરની અદ્ધિ જોવા કે કોઈ સવાલનો જવાબ મેળવવા આ આહારકશરીર બનાવે છે. એક ભવમાં બે વાર અને સમગ્ર ભવચક્રમાં ચાર વાર આ શરીર બનાવી શકાય છે. ચોથું તેજસ શરીર તમામ સંસારી જીવોને સદા સાથે હોય તેના કારણે જીવંત જીવનું શરીર ગરમ હોય છે. તેજસ શરીરની ગરમીથી ખાધેલું પચે છે. મૃત્યુ પામે ત્યારે આત્મા આ તેજસ શરીરને પોતાની સાથે લઈ જાય છે. માટે અહીં પડેલું દારિક શરીર ઠંડુ થઈ જાય છે. તેજલેશ્યા - શીતલેશ્યા વગેરે આ તેજસ શરીરને આભારી છે. આત્મા ઉપર ચોંટેલા કર્મો પોતે જ કામણશરીર રુપે છે. આત્મા ઉપર નવા - નવા કર્મો ચોંટતા જઈને કામણશરીર રૂપે ગોઠવતા જાય છે. આ તેજસ અને કાર્મણશરીર સર્વ સંસારી જીવોને અનાદિકાળથી છે. એક ભવમાંથી બીજા | ભવમાં જતાં જીવ આ બંને શરીરને સાથે લઈને જાય છે. જ્યારે આ બે શરીરો આત્માથી છૂટા પડે ત્યારે તેનો મોક્ષ થાય. જે જીવનું જેવું શરીર હોય, તેવો આકાર, તેનો આત્મા જેમ ધારણ કરે તેમ તે આત્મા સાથે જોડાયેલા આ બંને શરીરો પણ તેવો આકાર ધારણ કરે. આ પાંચ પ્રકારના શરીરો આપનારા તે તે નામના પાંચ શરીર નામકર્મો છે. દારિક-વૈક્રિય અને આહારક શરીર વિશિષ્ટ આકાર ધરાવે છે. આ ત્રણે શરીરો જુદા જુદા અવયવો દ્વારા બનેલું છે. તે અવયવો અંગોપાંગ કહેવાય. માથું, બે હાથ, બે પગ, પીઠ, પેટ, છાતી, એ આઠ અંગ કહેવાય. તે આઠે અંગો જમીનને અડાડીને-સૂઈને જે પ્રણામ કરાય તે સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય. આપણે પાંચ અંગો અડાડીને પંચાંગ પ્રણિપાત પ્રણામ કરીએ. આંગળી, આંખ, નાક વગેરે ઉપાંગ કહેવાય. જુદા જુદા જીવોના શરીરોમાં જુદા જુદા અંગોપાંગ પેદા કરવાનું કામ અંગોપાંગ નામકર્મ કરે છે. ત્રણ શરીરમાં તત્વઝરણું થી ૨૪૮ Page #259 -------------------------------------------------------------------------- ________________ જ અંગોપાંગ હોવાથી અંગોપાંગ નામકર્મ પણ, દારિક અંગોપાંગ, વૈક્રિયા અંગોપાંગ અને આહારક અંગોપાંગ નામકર્મએમ ત્રણ પ્રકારે છે. ચાર ગતિનામકર્મ, પાંચ જાતિનામકર્મ, પાંચ શરીર નામકર્મ અને ત્રણ અંગોપાંગ નામકર્મ મળીને ૧૦ નામક વિચાર્યા. આપણે આઠ કર્મોમાં નામકર્મની વિચારણા કરવા સાથે જીવોના પ૬૩ ભેદો ઉપર પણ વિચારણા કરી રહ્યાં છીએ. a & નરકના પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને ૧૪ પ્રકારો વિચાર્યા. હવે દેવોના ભેદો વિચારીએ. આ ધરતી ઉપર બધા માપો સી-લેવલ(દરિયાઈ સપાટીથી મપાય છે, પણ શાસ્ત્રોમાં જે ઊંચાઈ વગેરે માપો જણાવ્યા છે, તે સમભૂતલાથી ગણાય છે. મેરુપર્વતની તળેટી સમભૂતલા ગણાય. - રત્નપ્રભા નામની પ્રથમ નરકપૃથ્વીની ઉપલી સપાટી (ટેરેસ) ઉપર બરોબર મધ્યભાગે મેરુપર્વત આવેલો છે. તે એક લાખ યોજનનો છે. સમભૂતલાથી ૧૦૦૦ યોજના જમીનની અંદર છે. ૯૯,૦૦૦ ચોદન બહાર છે. આ સમભૂતલાથી ૧૦ યોજન નીચે વાણવ્યંતરો અને ૧૦૦ યોજના નીચે વ્યંતરોના નગરો છે. ૧,૦૦૦ યોજના નીચે જતાં ૧,૦૮,૦૦૦ યોજનમાં ભવનપતિ દેવો છે. આ ધરતી ઉપર જેમ હોટલ, હોસ્પીટલ, હાઉસ વગેરે મોબાઈલ છે, તેમ કેટલાક દેવોના વિમાનો પણ મોબાઈલ (હરતા-ફરતા) છે. તે વિમાનો તેજસ્વી હોવાથી તેમાં રહેનારા દેવો જ્યોતિષ્ક દેવો કહેવાય છે. આપણને આકાશમાં ફરતા જે સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ વગેરે ગ્રહો નક્ષત્રો, તારા વગેરે દેખાય છે તે જ્યોતિષ્ક દેવોના (ફરતા ઘરો) વિમાનો છે. આ બધા વિમાનો મેરુપર્વતની આસપાસ ફરે છે. - સમભૂતલાથી છ૯૦ ચોજન ઉપર તારાના વિમાનો છે. ૮૦૦ યોજને સૂર્ય છે. ૮૮૦ યોજને ચંદ્ર છે. ૮૮૪ યોજને નક્ષત્રના વિમાનો છે. ૮૮૦ થી ૯૦૦ યોજના સુધીમાં ગ્રહોના વિમાનો છે. આ રીતે છ૯૦ થી ૯૦૦ યોજન સુધીના કુલ ૧૧૦ યોજનમાં જયોતિષ્ક દેવોના બધા વિમાનો આવી જાય છે. સમભૂતલાથી નીચે ૯૦૦ યોજન અને ઉપર ૯૦૦ યોજન મળીને ૧,૮૦૦ યોજન મધ્યલોક કે તિચ્છલોક કહેવાય છે. તેથી નીચેના ૯૦૦ યોજન સુધીમાં રહેલા વ્યંતર-વાણવ્યંતર વગેરે અને ઉપરના ૯૦૦ યોજન સુધીમાં રહેલા જ્યોતિષ્ક દેવો મધ્યલોકમાં ગણાય છે. mes Nes 13 તત્વઝરણું ૨૪૯ Page #260 -------------------------------------------------------------------------- ________________ પંડpવન.... Jalk अभिषेक > નાગ ૮૮૪ ચીનની PO ला चंद्र ८८० योजन * सूर्य ८०० योजनामा ★ तारा ७९० योजन शनिग्रह९०० योजन मंगळ याह ८९० योजन ग्रह९४ योजन शुक्र ग्रह ८९१ योजन ८८८योजन ET सोम्जस *वन 7thDIXAll MAN..मेखला MUSKURAT) ' Tilm : All riK) તાજા?' Illiાના --- MILAN ) KS રપી. नंदनवत्र ५००योजना अद्रशालवना कंद विभाग १००० योजन उंचाई भूमिस्थाने 20660 योजन विस्तार पहला कांड _30080. વનને ૨૦ મી પૃથ્વી સ્થિર છે. તેની ઉપર રહેલો મેરુપર્વત પણ સ્થિર છે. મેરુની ચારે બાજુ સૂર્ય, ચંદ્ર વગેરેના વિમાનો પ્રદક્ષિણા આપ્યા કરે છે, તેના કારણે રાતદિવસ-શિયાળો-ઉનાળો-ચોમાસું વગેરે થાય છે ! ૧,૦૦૦ યોજન ઊંડે ગયેલો મેરુપર્વત જમીનમાંથી બહાર આવે ત્યાં સમભૂતલાએ ચારે બાજુ ભદ્રશાલવન આવેલું છે. આ મેરુપર્વત ગોળાકાર છે. ઉપર જતાં સાંકડો-સાંકડો થતો જાય છે. સમભૂતલાએ ૧૦,૦૦૦ યોજના વિસ્તારવાળો ઠેઠ ઉપર પહોંચતા માત્ર ૧,૦૦૦ યોજન વિસ્તારવાળો થાય છે. ૫૦૦ યોજના ઉપર જતાં ચારે બાજુ નંદનવન આવે છે. પછી ક૨,૫૦૦ યોજના ઉપર જતાં ચારે બાજુ સોમનસ વન આવે છે. પછી ૩૬,૦૦૦ યોજન ઉપર જતાં ૧,૦૦૦ યોજન પહોળાઈવાળું પાંડુકવન આવે છે. તેની બરોબર મધ્યમાં ૧૨ યોજન પહોળી, ૪૦ યોજન ઊંચી ચૂલિકા છે. તેની ઉપર દેરાસર છે. આ | તત્વઝરણું ૨૫૦ Page #261 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકાની ચારે બાજુ એકેક સિંહાસન ઐરવત-ભરત ક્ષેત્રના અને પૂર્વ-પશ્ચિમ શીલા ઉપર બે-બે સિંહાસન મહાવિદેહક્ષેત્રના ભગવાનનો જન્માભિષેક કરવા માટે છે. સૂર્યનું વિમાન મેરુપર્વતની આસપાસ સતત ફરે છે. જ્યારે તેઓ પૂર્વદિશામાં ૪૭,૨૬૩ યોજન દૂર હોય ત્યારે દેખાવાના શરુ થાય છે, તેને ઉદય થયો કહેવાય છે. બરોબર માથા ઉપર આવે ત્યારે મધ્યાહ્ન થાય. પશ્ચિમદિશામાં ૪૦,૨૬૩ યોજન દૂર જાય ત્યાં સુધી દેખાય છે. પછી દેખાવાનું બંધ થાય તેને સૂર્યાસ્ત કહીએ છીએ. સૂર્ય નથી જમીનમાં ડૂબતો કે નથી પૂર્વદિશામાંથી બહાર ઉગતો. તે તો સતત ૮૦૦ યોજન ઉપર આકાશમાં ફરે છે. પણ આપણી આંખની મર્યાદાના કારણે દૂર દૂર ધરતી અને આકાશ અડતા દેખાય છે. તેથી જ્યારે દેખાવાનું શરુ થાય ત્યારે જાણે કે તે નીચેથી ઉપર આવતો હોય તેવું લાગે છે, તેને ઉદય કહેવાય છે. જ્યારે દેખાવાનું બંધ થાય ત્યારે તે ધરતીને અડતો હોય,ડૂબતો હોય તેવું લાગે છે, તેને અસ્ત કહેવાય છે. જુદા જુદા ૨૭ નક્ષત્રના વિમાનો પણ આકાશમાં ફરે છે. સૂર્ય જ્યારે કોઈ નક્ષત્રની નજીકમાં ફરે ત્યારે સૂર્યનો તે નક્ષત્ર સાથે યોગ થયો કહેવાય. જ્યાં સુધી સૂર્ય તે નક્ષત્રની સાથે ફરે ત્યાં સુધી સૂર્ય તે નક્ષત્રમાં છે તેમ કહેવાય છે. સૂર્ય આદ્રાનક્ષેત્રની સાથે આવે ત્યારે વાતાવરણ બદલાય છે. વરસાદ શરુ થાય છે. જીવોત્પત્તિ થવાના કારણે કેરી ખાવાનું બંધ થાય છે. આદ્રાથી સ્વાતિ સુધીના નવ નક્ષત્રો સાથે સૂર્ય ફરે તે સમયને વરસાદનો કાળ ચોમાસું કહેવાય. સૂર્ય અને ચંદ્રના વિમાનની ઝડપમાં ફરક છે. ચંદ્ર જ્યારે જે નક્ષત્રની સાથે ફરે ત્યારે ચંદ્રનો તે નક્ષત્ર સાથે યોગ થયો કહેવાય. ચંદ્ર રોહિણી નક્ષત્ર સાથે હોય ત્યારે રોહિણી તપ કરાય છે. પરમાત્મા મહાવીરદેવના કલ્યાણકો ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયા એટલે તે વખતે ચંદ્ર ઉત્તરાફાલ્ગુની નક્ષત્રની સાથે પ્રદક્ષિણા કરતો હતો, તેમ કહેવાય. ૨૦ નક્ષત્રો છે. સવા બે નક્ષત્રોની સાથે ચંદ્રનું વિમાન હોય ત્યારે તે એક રાશીમાં રહ્યું કહેવાય. કુલ ૧૨ રાશી છે. જ્યારે ચંદ્રનું વિમાન વૃશ્વિક રાશીમાં હોય ત્યારે જાડી ભાષામાં વિંછુડો કહેવાય છે. સૂર્યનું વિમાન જ્યાં સુધી દેખાય ત્યાં સુધી દિવસ કહેવાય. પછી રાત - કહેવાય. સૂર્ય અને ચંદ્ર અમાસના સાથે ઉગે અને સાથે આથમે તેથી રાત્રે ચંદ્ર ન દેખાય. પછી રોજ બે-બે ઘડીનો ફરક પડે. પૂનમના સૂર્ય અસ્ત થાય ત્યારે ચંદ્ર ઉગે. તેથી દિવસે સૂર્ય હોય, રાત્રે ચંદ્ર હોય. તત્વઝરણું ૨ ૨૫૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ 'સંવત ૨૦૫૯ કારતક સુદ - ૯ બુધવાર તા. ૧૩-૧૧-૦૨ | કોઈ વ્યક્તિને મકાન બનાવવું હોય તો તે પહેલાં સ્થાન નક્કી કરે. તેનો એરીયા પસંદ કરે. એરીચા પ્રમાણે મકાન શેમાંથી બનાવવું? તે નક્કી થાય. ક્યાંક કાગળના મકાન, કયાંક લાકડાના, કયાંક કપડાના તો ક્યાંક સીમેન્ટના મકાન બને. તે મકાન બનાવવા માટે જરૂરી મટીરીયલ ઇંટ-સીમેન્ટ-રેતીકપચી-લાકડું-કાગળ વગેરેનો ઓર્ડર આપવો પડે. જેવી જરુરિયાત હોય તેવું મકાન બનાવાય. યોગ્ય જગ્યાએ બારી-બારણાં વગેરે ગોઠવાય. આર્કીટેક મકાનની ડીઝાઈન તૈયાર કરે. જેવી મજબૂતાઇ જોઇએ તેવું મટીરીયલ વપરાય. પરસ્પર જોડાણ કરવા સીમેન્ટ, ફેવીકોલ, ગુંદર વગેરે ચીકાસવાળા પદાર્થોનો પણ ઉપયોગ થાય. રંગરોગાન કર્યા પછી તે મકાન વિશેષ આકર્ષક બને. માનવોને રહેવા જેમ ઘર જોઈએ તેમ આત્માને રહેવા શરીર જોઈએ. આત્મા નવા ભવમાં આવતાની સાથે આહાર કરીને તરત પોતાને રહેવા માટે શરીર બનાવવાનું શરુ કરે છે. તેમાં આ નામકર્મ મહત્ત્વનો ભાગ ભજવે છે. દેવ-મનુષ્ય-નરક-તિર્યંચગતિના નામકર્મ આત્માને રહેવાના મકાન= શરીરની જગ્યા નકકી કરે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જાતિ સુધીના નામકર્મો તેના જુદા જુદા એરીયાના મકાન નક્કી કરે છે. જેની પાસે જેવા પૈસા તે પ્રમાણેના એરીયામાં તેટલાં બેડરૂમ-હોલ-કીચન બાલ્કનીવાળું ઘર તે બનાવે. અહીં જેનું જેવું જાતિ નામકર્મ તે પ્રમાણેની ઈન્દ્રિયો તે તૈયાર કરે. જાપાનમાં કાગળના મકાન બનાવે તો ભારતમાં ઇંટ-સીમેન્ટના મકાન બનાવે તેમ જીવ દેવ-નારકભવમાં વૈક્રિયશરીર તો મનુષ્ય-તિર્યંચમાં દારિક શરીર બનાવે. તેમાં તે-તે નામકર્મ કારણ બને. ગામમાં રહેનારો શ્રીમંત કયારેક માથેરાન-સીમલા વગેરે સ્થળે બંગલા રાખે. તેનો તે કયારેક ઉપયોગ કરે. તેમ લબ્ધિધારી તિર્યંચ - માનવ ક્યારેક ઉક્રિય તો લબ્ધિધારી સાધુ ક્યારેક આહારક શરીર બનાવીને તેનો પણ ઉપયોગ કરે. તૈજસ-કાશ્મણ શરીર તો સદા તેની સાથે જ હોય. જે ભવમાં ઉત્પન્ન થાય તે ભવને અનુરુપ ઓદારિક કે વૈક્રિય નામનું ત્રીજું શરીર અહીં મૂકીને બાકીના બે શરીરને સાથે લઇને નવા ભવમાં જાય. આ પાંચ શરીરને આપનાર પાંચ શરીર નામકર્મ છે. જરૂરિયાત પ્રમાણે ઘરના બારી, બારણાં, ગ્રીલ વગેરે ભાગો સુથાર-લુહાર વગેરે તૈયાર કરે તેમ અંગોપાંગ નામકર્મ દારિક વગેરે ત્રણ શરીરના આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ, આંગળીઓ વગેરે અંગોપાંગ તૈયાર કરે. તંબૂ વગેરેમાં બારી-બારણા ન હોય તેમ તૈજસ-કામણ શરીરમાં કોઈ અંગોપાંગ ન - તત્વઝરણું ૨૫૨ Page #263 -------------------------------------------------------------------------- ________________ હોય, માટે અંગોપાંગ નામકર્મ ત્રણ પ્રકારના હોય. મકાનને અનુરુપ મજબૂત-ઢીલું. જાડું-પાતળું, નાનું-મોટું મટીરીયલ મંગાવવુ પડે તેમ અહીં પાંચ પ્રકારના શરીરને અનુરુપ પુગલદ્રવ્યો નક્કી કરવાનું કાર્ય તે તે નામના પાંચ પ્રકારના સંઘાતન નામકર્મ કરે છે. શરીર બનાવવા માટે જરુરી મટીરીયલ સંઘાતન નામકર્મથી ભેગું થયું. શરીરનામકર્મના પ્રભાવે આત્માએ ગ્રહણ કર્યું. શરીર બનવા લાગ્યું. લોખંડઇંટ-લાકડું વગેરેને જોઇંટ કરવાનું કામ જેમ વેલ્ડીંગ-સીમેન્ટ-ફેવીકોલ-ખીલી વગેરે કરે તેમ શરીરના જુદા જુદા તત્ત્વોને ભેગા કરીને જોઇન્ટ કરવાનું કામ બંધનનામકર્મ કરે છે. હાથમાં રોટલી હોય તો લોહી ન બને; પણ મોઢામાં જાય, ચવાય, પછી લોહી બનીને શરીર રુપે થાય. જૂના લોહી સાથે તે એકરસ થઇ જાય. આ એકરસ કરવાનું કાર્ય આ બંધન નામકર્મનું છે. ઇંટને ઇંટ સાથે જોઇંટ કરવી પડે. દરવાજો મૂકવાનો હોય ત્યાં ઘંટને લાકડા સાથે જોઇંટ કરવી પડે. ક્યાંક ઉપરની છત સાથે તો કયાંક લોખંડની ગ્રીલ સાથે જોઇંટ કરવી પડે. દરેક જગ્યાએ જોઇંટ કરવાનું કાર્ય જુદા જુદા દ્રવ્યો કરે, તેમ અહીં પણ દારિક શરીરને કયારેક દારિક પુદગલો સાથે, કયારેક તૈજસ પુદ્ગલો સાથે, ક્યારેક કાર્મણપુગલો સાથે જોઘંટ કરવા પડે. આ દારિક, વૈક્રિય અને આહારક શરીરને, દારિકથી કામણ સુધીના જુદા જુદા પુગલો સાથે જોઇંટ કરવા જુદા જુદા પંદર પ્રકારના બંધન નામકર્મો છે. - લોખંડ, પથ્થર, સીમેન્ટ, ઇંટ, ચુનો, લાકડું, કાગળ વગેરેના બનેલા મકાનોની મજબૂતામાં ફરક હોય છે, તેમ જુદા જુદા શરીરોની મજબૂતાઇમાં પણ ફરક હોય છે. મજબૂતાઇના આધારે તેના છ વિભાગ કરવામાં આવ્યા છે, તે છ સંઘયણ તરીકે ઓળખાય છે. સંઘયણ એટલે હાડકાની વિશિષ્ટ રચના દ્વારા પેદા થયેલી શારીરિક મજબૂતાઇ. (૧)વજમઢષભ નારાય સંઘયણઃ વજઃખીલો. કઢષભ= પાટો. નારાચા = મર્કટબંધ. બચ્ચે પોતાની મા વાંદરીને બે હાથે વળગીને જે રીતે રહે તેને મર્કટબંધ = નારાજ કહેવાય. બે હાડકા નારાચ રૂપે ગોઠવાયા પછી ઉપર, હાડકાનો ગઢષભ = પાટો લગાવીને, હાડકાનો વજ = ખીલો ઠોકતા જે મજબૂતાઇ આવે તેને વજ ઋષભ નારાજ સંઘપણ કહેવાય.. (૨)ષભનારાચ = ખીલા સિવાયની ઉપર જણાવેલી મજબૂતાઇ (૩)નારાયઃખીલા અને પાટા સિવાયની માત્ર મર્કટબંધની મજબૂતાઇ. (૪) અર્ધ તત્વઝરણું ૨૫૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ નારાજ : એક બાજુ અડધો મર્કટબંધ હોય તેવી મજબૂતાઇ. (૫) કીલીકાઃ બે હાડકાના છેડા અડાડીને કીલીકા = ખીલી લગાડીને કરેલી મજબૂતાઇ અને (૬) છેદ-સ્પષ્ટ : જેના બે છેડા માત્ર સ્પર્શેલા હોય તેવી મજબૂતાઇ. જરા હાથ ખેંચો ને ઉતરી જાય. પડો તો તરત ફેકચર થઇ જાય તેવું નબળું સંઘચણ આપણને આ સંઘયણ છે. છેલું હોવાથી છેવટું કહેવાય. વારંવાર સેવા કરવી પડે તેથી સેવાત પણ કહેવાય. વારંવાર સેવા કરવી પડે તેથી સેવાર્ત પણ કહેવાય. આ છ પ્રકારના સંઘચણને આપનારા તે તે નામના છ સંઘયણ નામકર્મો છે. સંઘયણ મનુષ્ય અને તિર્યંચોને જ હોય. નારક અને દેવોને ન હોય. છ પ્રકારના સંઘયણ _| | ( ૫ ૬ વ્રજવ8ષભ કાષભનારાજ નારાજ અર્ધનારાચ કિલિકા. છેવટ્ટુ નારાય સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ - સાત નારકના ૧૪ ભેદ વિચાર્યા. દેવોમાં ભવનપતિના અસુરકુમાર વગેરે ૧૦ અને પરમાધામી-૧૫ મળીને ૨૫ પ્રકાર થયા. ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર અને ૧૦ તિર્યગજંભક મળીને ૨૬ પ્રકારના વ્યંતર થયા. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવોના વિમાનો અઢીદ્વીપમાં મેરુપર્વતની આસપાસ ફરે છે, માટે ચર (ચાલતા, ફરતા) કહેવાય. અઢીદ્વીપની બહાર પણ સૂર્ય વગેરેના વિમાનો આવેલા છે, પણ તે સ્થિર એટલે કે અચર છે. આ ચર અને અચર મળીને ૧૦ પ્રકારના જ્યોતિષ્ક દેવો થયા. વૈમાનિકદેવો ૩૮ પ્રકારના તત્વઝરણું ૨૫૪ Page #265 -------------------------------------------------------------------------- ________________ છે. આમ ભવનપતિ-૨૫, વ્યંતર-૨૬, જ્યોતિષ્ઠ-૧૦ અને વૈમાનિક ૩૮ મળીને ૯૯ પ્રકાર થયા. તે દરેક પર્યાપ્તા (પૂરેપૂરા) અને અપર્યાપ્તા (અધૂરા વિકાસવાળા) ગણીએ તો કુલ ૯૯૪૨=૧૯૮ પ્રકારના દેવો થયા. આ બધા દેવો પોતાના વિમાન સાથે કે પોતાના મૂળ રુપે આ ધરતી ઉપર આવતા નથી. પાલકદેવે બનાવેલા પાલક વિમાનમાં સૌધર્મેન્દ્ર વગેરે ભગવાનનો મેરુ ઉપર જન્માભિષેક કરવા આવ્યા હતા. પરમાત્મા મહાવીરદેવના સમવસરણમાં સૂર્ય-ચંદ્ર મૂળવિમાને આવ્યા, તે આશ્ચર્ય બની ગયું. સૂર્યનું વિમાન ભયાનક ગરમી આ ધરતી ઉપર છોડે છે, છતાં તેમાં રહેલા સૂર્ય નામના દેવો પોતે બળતા નથી કારણકે સૂર્યના વિમાનો જે પૃથ્વીકાયના જીવોના બનેલા છે, તેમને આતપ નામકર્મનો ઉદય છે. આતપ નામકર્મના ઉદયથી પોતે ઠંડા રહીને બીજાને ગરમ પ્રકાશ આપે. તેથી સૂર્યનું વિમાન પોતે ઠંડુ હોઈને આપણને ગરમી આપે છે. ચંદ્રના વિમાનના પૃથ્વીકાયના જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે. તેના પ્રભાવે પોતે ઠંડા રહીને બીજાને ઠંડો પ્રકાશ આપે છે. ચંદ્ર ઉપર આપણા આ માનવશરીરથી જઈ ન શકાય. હા ! મૃત્યુ પામીને ત્યાં દેવ તરીકે ઉત્પન્ન થઈ શકાય. એપોલો-૧૧ ચંદ્ર ઉપર ઉતર્યું વગેરે વાત સાચી નથી, તેવું તો હવે વૈજ્ઞાનિકો પણ કહેવા લાગ્યા છે. તે અંગે ‘We never went to Moon' પુસ્તક પણ પ્રકાશિત થયું છે. પોતાને સર્વોત્કૃષ્ટ જાહેર કરવા અમેરિકાનો આ સ્ટંટ હતો અને કોઈ સ્ટુડીયોમાં તેવો સેટ ઊભો કરીને તેની મુવી ઉતારવામાં આવી હતી, વગેરે વાતો જાહેર થઈ ગઈ છે. વૈજ્ઞાનિકો જે કહે તે બધું જ સાચું હોય, તેવું નથી, તેનો આ જ્વલંત પુરાવો છે. વૈજ્ઞાનિકો રાગ-દ્વેષથી ભરેલા છે, તેથી તેમની વાતો ખોટી હોઈ શકે પણ પરમપિતા પરમાત્માની કોઈપણ વાત ખોટી ન હોય, તેઓ રાગ-દ્વેષઅજ્ઞાન વિનાના છે. વળી, કેવળજ્ઞાનના પ્રકાશમાં બધું જ જાણે છે. અઢીદ્વીપમાં રહેલા સૂર્ય-ચંદ્ર વગેરે ફરતા હોવાથી અઢીદ્વીપમાં જ રાત દિવસ વગેરે વ્યવહાર થાય છે. અઢીદ્વીપ બહાર સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર હોવાથી સદા પ્રકાશ-પ્રકાશ હોય છે. મધ્યલોક સિવાય ક્યાંય સૂર્ય-ચંદ્રના વિમાનો નથી, માટે દેવલોક-નરક વગેરેમાં પણ રાત-દિનનો વ્યવહાર નથી. આપણી દુનિયાના રાત-દિન, મહીના-વર્ષની ગણતરીના આધારે દેવનરકનું ઓછામાં ઓછું ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય વગેરે ગણાય છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું 1 ૨૫૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ ૧૦ ગુરુવાર. તા. ૧૪-૧૧-૦૨ માનવને મકાન બનાવવા જે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે તેવી પ્રક્રિયાઓમાં શરીર બનાવવા આત્મા પસાર થાય. મકાન બનાવવા પૈસા ઉપર આધાર રાખવો પડે. દરેકની ઈચ્છા સારામાં સારું, વિશિષ્ટ, મજબૂત અને આકર્ષક મકાન બનાવવાની જ હોય પણ પૈસા પ્રમાણે જ તે બનાવી શકે, તેમ આપણે ગમે તેવું સુંદર-આકર્ષક-મજબૂત શરીર ઈચ્છીએ પણ આપણા નામકર્મના ઉદય પ્રમાણેનું જ શરીર મેળવી શકીએ. d=1 ગતિ નામકર્મ પ્રમાણેની ગતિમાં, જાતિ નામકર્મ પ્રમાણે ઈન્દ્રિયો મળે. શરીર નામકર્મ પ્રમાણે શરીર બને. અંગોપાંગ નામકર્મ પ્રમાણે અંગોપાંગ બને. સંઘાતન નામકર્મ પ્રમાણેનો કાચો માલ લઈને, બંધન નામકર્મ પ્રમાણે ફીટીંગ કરીને, સંઘયણ નામકર્મ પ્રમાણે મજબૂતાઈવાળું શરીર તૈયાર થાય. પહેલા સંઘયણવાળો ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જઈ શકે પણ તે સિવાયના સંઘયણવાળા નહિ કારણકે તેમની પાસે જરુરી શારીરિક બળ કે માનસિક ધૃતિ નથી. શરીરની મન ઉપર અસર થાય છે અને મનની શરીર ઉપર અસર થાય છે, તે સૌને અનુભવસિદ્ધ છે. મનમાં ગુસ્સો આવતા આંખો લાલ થાય છે, શરીર ધ્રૂજે છે, અવાજ મોટો થાય છે વગેરે.... પદ્માસનમાં બેસીએ તો મનના વિકારો શાંત પડે છે તે શરીરની મન ઉપર અસર છે. — બિલાડી પોતાના બચ્ચાને મોંમાં ઉપાડીને બીજા સ્થાને લઈ જાય, જ્યારે વાંદરીનું બચ્ચું પોતાની મા વાંદરીને વળગીને બીજે જાય. પ્રભુભક્તિ આ વાંદરીભક્તિ જેવી છે. આપણે ભગવાનને વાંદરીના બચ્ચાની જેમ વળગી પડવાનું. ભગવાન ભલે બોલે નહિ, હાથ પકડે નહિ, આપણે તેમને કદી છોડવાના નહિ. ગુરુની ભક્તિ માર્જોરીભક્તિ સમાન છે. બિલાડી તેના બચ્ચાને સાચવે તેમ (આપણે જો ગુરુદેવને સમર્પિત રહીએ તો) ગુરુ આપણને હાથ પકડીને ઠેઠ મોક્ષે પહોંચાડે. વાંદરીને તેનું બચ્ચું વળગીને જે રીતે રહે તેને મર્કટબંધ કે નારાચ કહેવાય. તેના આધારે આપણે છ સંઘયણ વિચાર્યાં હતા. આ સંઘયણોના આધારે દેવલોક અને નરકમાં અમુક હદ સુધી આત્મા જઈ શકે. નીચે સાતમી નરક કે ઉપર પાંચ અનુત્તર કે મોક્ષ સુધી માત્ર પહેલા સંઘયણવાળો જ જઈ શકે. આ પાંચ અનુત્તરના વિમાનો વૈમાનિક દેવલોકમાં ગણાય. વિમાનમાં રહે છે માટે તે દેવો વૈમાનિક કહેવાય. સકલતીર્થ સૂત્રમાં દરેક દેવલોકના દેરાસરોની સંખ્યા જણાવી છે. જેટલા વિમાન છે તેટલા દેરાસર છે. તત્વઝરણું ૩ ૨૫૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ પહેલા દેવલોકમાં ૩૨ લાખ, બીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચોથામાં ૮ લાખ, પાંચમામાં ૪ લાખ, છઠ્ઠામાં ૫૦,૦૦૦, સાતમામાં ૪૦,૦૦૦, આઠમામાં ૬,૦૦૦, નવમા-દસમામાં ૪૦૦, અગિઆર-બારમાં ૩૦૦, ૯ વેચકમાં ૩૧૮, પાંચ અનુત્તરમાં પાંચ મળીને ૮૪,૯૭,૦૨૩ જિનચૈત્યો છે. તે દરેક ૧૦૦ યોજના લાંબા, ૫૦ યોજન પહોળા અને ૨ યોજન ઊંચા છે. કલ્પોપપન્ન દેવલોક સભાવાળા હોય, તેના દરેક દેરાસરમાં ૧૮૦-૧૮૦ ભગવાન હોય. બધા મળીને ઉર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૦૬૦ ભગવાન છે. નીચે ભવનપતિમાં ,૭૨,૦૦,૦૦૦ દેરાસરમાં દરેકમાં ૧૮૦–૧૮૦ ભગવાન હોવાથી ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ ભગવાન છે. વ્યંતર અને જ્યોતિષીમાં તો અસંખ્યાતા દેરાસરો અને અસંખ્યાતા ભગવાનો છે. જેની કોઈ ગણતરી પણ થઈ શકે તેમ નથી. ચંદ્રના વિમાનના જે ભાગમાં દેરાસર છે, તે ભાગ આપણને બીજના ચંદ્રમાં દેખાય છે, તેથી આપણે બીજના ચંદ્રના દર્શન કરીએ છીએ. આ શાશ્વત જિનાલયોમાં કહષભ, ચંદ્રાનન, વારિપેણ અને વર્ધમાન નામના ચાર-ચાર ભગવાન હોય છે. આ ચાર ભગવાન નામથી શાશ્વત છે. એટલે કે કોઈ કાળ એવો હોતો નથી કે જેમાં આ ચાર નામવાળા ભગવાન ના હોય. માટે તેમને શાશ્વતા જિન કહેવાય છે. સિધઘશિલા નામuતીત : - bir istab લોક I ૧.વિજય ૨.જયત |૫. અનુત્તર ૩.કયત .અપરાજિત ૫. સવધિ સિધ્ધ ૧૨. દેવુ લોક ૧. સૌધર્મ ૨.ઇશાન ૩.સનકુમાર જ. માહેન્દ્ર પત્રલોક ૬.લાક છે.મહાર ૮.અમાર ૯.આનત ૭.પ્રાણત ૧૧.આરણ ૧૨. અંગ્ટન ૯.લોકાંતિક ૧. સ્પરત ૨,આદિત્ય છે.વનિ 1.અરુણ ૫.ગઈતોય તુષિત છે.અવ્યાબાધ બસનાડી ૮.મસ્ત ૯.અષ્ટિ દેવા હાંતિક ga | બાર જ IV. Revaline Rચર,સ્થિર જ્યોતિષ્ક મહીપ-સમુદ્રો Set ૨પ૦ તત્વઝરણું Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવલોકમાં એક સપાટીએ સાથે ૧-૨ દેવલોક. તેની ઉપર સાથે ૩-૪ દેવલોક, તેની ઉપર-ઉપર પ મો, છકો, ૭ મો, ૮ મો દેવલોક, પછી ઉપર એક સપાટીએ સાથે ૯-૧૦મો, પછી તેની ઉપર એક સપાટીએ ૧૧-૧૨મો દેવલોક છે. તેની ઉપર ઉપરા-ઉપરી ૯ ઝવેયક અને છેલ્લે તેની ઉપર એક સપાટીએ પાંચ અનુત્તર વિમાનો છે. જેની ઉત્તર= ઉપર કોઈ દેવલોક નથી, તે અનુત્તર કહેવાય. તેમાં જનારા બધા સમકિતી જ હોય. ભવ્ય જ હોય. ચારે બાજુ વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત વિમાનો છે. વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે. સર્વ અર્થ= પ્રયોજનો તેમના સિદ્ધ થઈ ગયા છે. હવે કાંઈ કરવાનું પ્રાયઃ બાકી નથી. પછીના ભવે માનવ બની, દીક્ષા લઈને મોક્ષે જ જાય. ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી, શ્રેયાંસકુમાર વગેરે પૂર્વભવમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં હતા. વિજયાદિ ચાર અનુત્તરવાસી દેવો પણ થોડા ભવોમાં મોક્ષે જાય. હવે પછી(ઉત્તર)ભવો બહુ કરવાના ન હોવાથી પણ તેઓ અનુત્તર દેવો કહેવાય. તેનાથી માત્ર બાર યોજન ઉપર સિદ્ધશીલા છે. છતાં તેઓ ત્યાંથી સિદ્ધશીલા(મોક્ષ) જઈ શકતા નથી. તેઓ માનવ બની દીક્ષા લઈને જ મોક્ષે જઈ શકે. નવવેચક અને પાંચ અનુત્તરમાં ઈન્દ્ર, સામાનિક વગેરે વ્યવસ્થા નથી. કોઈ કોઈના માલિક નથી કે કોઈ કોઈના સેવક નથી. બધા સરખા છે. તેઓ સદા દેવલોકમાં જ રહે. બધી વ્યવસ્થાથી પર છે. માટે તેઓ કલ્પાતીત દેવો કહેવાય. તે સિવાયના ૧૨ દેવલોક સુધીના બધા દેવો કલ્પોપપન કહેવાય. ક૯૫= આચાર, નિયત મર્યાદા,ઈન્દ્ર વગેરે વિવિધ વ્યવસ્થા. કલ્પવાળા દેવો કલ્પોપપન્ન કહેવાય. તેઓ પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરવા, દેશના સાંભળવા, નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા જાય પણ નવ વેચક-પાંચ અનુત્તરના કલ્પાતીત દેવો તો આવા કારણે પણ ત્યાંથી અહીં ન આવે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને બાર દેવલોક સુધીના વૈમાનિકદેવો કલ્પોપપન્ના છે. તેમનામાં ઈન્દ્ર, સામાનિક(સલાહકાર જેવા),ત્રાયશિ (મંત્રી જેવા),લોકપાલ(કોટવાળ દંડનાયક જેવા) પારિષદ(સભાજનો) અનિક(સૈન્ય), આભિયોગિક(સેવક જેવા) આત્મરક્ષક (બોડીગાર્ડ જેવા), કિલ્ટીષિક (નોકર જેવા દેવો) અને પ્રકીર્ણ (પ્રજાજનો) એમ દસ પ્રકારની વ્યવસ્થા છે. જો કે વ્યંતર અને જ્યોતિષ્કમાં લોકપાલ અને ત્રાયશ્ચિંશ સિવાયની બાકીની આઠ વ્યવસ્થા છે. ૧-૨, ૩-૪, અને છ8ા દેવલોકની નીચે કિલ્લીષિક દેવોના વિમાનો આવેલા છે. તત્વઝરણું ૨૫૮ Page #269 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ ૧૧ શુક્રવાર. તા. ૧૫-૧૧-૦૨ મકાન બનાવવા માટે સૌથી પહેલા કોઇ આર્કીટેક તેનો સ્કેચ બનાવે છે. મોડેલ તૈયાર કરે છે. ઊંચા ઘાટનું કે બેઠા ઘાટનું, અમુક પ્રકારના દેખાવવાળું, જેવું મોડેલ તૈયાર કરે તે પ્રમાણે તે મકાન બને. તેવો તેનો દેખાવ તૈયાર થાય. આવા આર્કીટેક જેવું સંસ્થાન નામકર્મ છે, જે આત્માને રહેવાના શરીરનો દેખાવ નક્કી કરે છે. - આ વિશ્વમાં બઘી વ્યકિતઓ એક સરખી જોવા મળતી નથી. દરેકના ચહેરામાં કાંઈક તો ફેરફાર હોય છે. ડુપ્લીકેટ વ્યક્તિને કોઈક તો ઓળખી શકે છે. તેનું કારણ તેમાં રહેલું થોડું-ઘણું જુદાપણું છે. આ જુદાપણું કરનાર સંસ્થાન નામકર્મ છે. મોર, કાગડો, ગાય, કૂતરા, વાઘ, સિંહ, વગેરે પશુ-પક્ષીઓની કોઈ એક જાતિ ભલે સરખી જણાતી હોય છતાંય તેમને જન્મ આપનારા તેમને જુદા જુદા ઓળખી શકે છે તે બતાડે છે કે તેમનામાં પણ પરસ્પર કાંઈક તો ફેરફાર છે જ, તેમાં કારણ તેમનું તેવું નામકર્મ છે. સંસ્થાન એટલે આકૃતિ, ચહેરો, દેખાવ, શરીરનો બાહ્ય આકાર. કોઈની કમર પાતળી તો કોઈની કમર જાડી, કોઈ ઠીંગુજી તો કોઈ ટુબા, કોઈ ઊંચા તો કોઇ પાતળા, શરીરો અસંખ્ય હોવાથી સંસ્થાનો પણ અસંખ્યાતા થાય, પણ કેટલીક સમાનતાને નજરમાં લાવીને તે અસંખ્યાતા સંસ્થાનોને છ ગ્રુપમાં ગોઠવી દીધા છે, તે છ સંસ્થાન તરીકે ઓળખાય છે. તે છ સંસ્થાનને આપનારા છ પ્રકારના તે તે નામના સંસ્થાન નામકર્મ છે. છ (૧)સમચતુરસ : સમ = સરખા. ચતુર્ = ચાર. અસ = છેડા. પદ્માસન અવસ્થામાં (૧)એક ઢીંચણથી બીજો ઢીંચણ (૨)ડાબા ઢીંચણથી જમણો ખભો (૩)જમણા ઢીંચણથી ડાબો ખભો અને (૪)વચ્ચેથી ઉપર લલાટ સુધીના ચાર છેડા જેના શરીરમાં સરખા હોય તે પ્રથમ સંસ્થાન કહેવાય. શરીરના લક્ષણો જણાવતું સામુદ્રિક શાસ્ત્ર છે. તેના પ્રમાણે જે શરીરના બધા જ અવચવો પ્રમાણસર હોય તે પ્રથમ સમચતુરસ સંસ્થાન કહેવાય. તમામ દેવો, તીર્થંકરો, ચક્રવર્તી વગેરેને આ સંસ્થાન જ હોય છે. રેતીમાં પડેલા પગલાના આધારે કોઈ ચક્રવર્તી અહીંથી પસાર થયો હશે એમ વિચારીને પુષ્પકસામુદ્રિક તે તરફ આગળ વધ્યો, પણ જ્યારે નગ્ન પરમાત્મા મહાવીરદેવને જોયા ત્યારે ચમક્યો! અરે ! આ શું? મારું શાસ્ત્ર ખોટું? ચક્રવર્તીના બદલે આ નગ્ન સાધુ કેમ?'' (૧)બધા શાસ્ત્રો મપાણીમાં પધરાવાનું નક્કી કરે છે ત્યાં ઈન્દ્રે આવીને તત્વઝરણું ૨૫૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ તેને સમજાવ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી, પણ ચક્રવર્તીના ય ચક્રવર્તી સાક્ષાત પરમાત્મા છે. તારા શાસ્ત્રો ખોટા નથી. પછી ઈન્દ્ર તેને સંપત્તિ આપીને ખુશ કર્યો. (૨)જગોધ પરિમંડળ સંસ્થાન : ચરોધઃ વડનું ઝાડ. તે જેમ ઉપર પરિમંડળાકાર = ગોળ ઘટાદાર હોય તેમ જે શરીરનો નાભિથી ઉપરનો ભાગ પ્રમાણસર સુંદર હોય પણ નીચેના અવયવો પ્રમાણ વિનાના નાના-મોટા હોય તે. (૩)શાચી સંસ્થાન : શાચી = શાલ્મલીવૃક્ષ. તેની જેમ જેના નાભિથી નીચેના અવયવો પ્રમાણસર હોય અને ઉપરના અવયવો પ્રમાણ વિનાના હોય તે શાચી. આ સંસ્થાનનું બીજું નામ સાદિ પણ છે. (૪)વામન સંસ્થાન : હાથ, પગ, માથું, પેટ પ્રમાણસર હોય પણ બાકીના અવયવો બેડોળ હોય તે.(૫)કુન્જ સંસ્થાન: જેના છાતી, પીઠ,કમર વગેરે પ્રમાણસર હોય પણ હાથ, પગ, માથું વગેરે બાકીના અવયવો બેડોળ હોય છે. હુંડક સંસ્થાન : ઊંટના અઢારે વાંકા જેવું. બધી રીતે બેડોળ શરીર હંડકઃ મુંડક ભુંડુ શરીર. જેના એકેય અવયવોના ઠેકાણા ન હોય તેવું આ ફંડક સંસ્થાન હાલ આપણને બધાને છે. સાવ કદરૂપું શરીર મળ્યું છે. પછી સપનો અહંકાર શી રીતે કરી શકાય? ગમે તેટલો પાવડર, લીપસ્ટીક-આઈબ્રો વગેરે કરાવો, બ્યુટી-પાર્લરોમાં આંટા-ફેરા કરો, છેવટે જે ભુંડ છે. તે ભુંડુ જ રહેવાનું છે. તેમાં પાગલ શું થવાનું? ' ઉપશમશ્રેણી માત્ર પહેલા ત્રણ સંઘયણવાળા જ માંડી શકે. ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે માત્ર પહેલા સંઘયણવાળા જ જોઈ શકે પણ ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી કે મોક્ષ, છએ છ સંસ્થાનવાળા પામી શકે છે. મોક્ષ મેળવવા શારીરિક-માનસિક બળની જરૂર છે, પણ શરીરની આકર્ષકતાની જરા ય જરૂર નથી. મોક્ષ માટે શરીરનું રુપ નહિ પણ આત્માના ગુણ જરૂરી છે. સાચું કહો, ફોટોગ્રાફ ખૂબ સરસ આવ્યો હોય, પણ એફસરે ખરાબ આવે તો શું થાય? બધો મડ આઉટ થાય ને? ફોટોગ્રાફ ખરાબ આવે તો ચાલે પણ એફસરે તો ખરાબ ન જ આવવો જોઈ ને? રુપ ન હોય તો ચાલે, દેખાવ બરોબર ન હોય તો ચાલે પણ ગુણો ન હોય તો ન ચાલે. સ્વભાવ સારો ન હોય તો ન ચાલે. સંસ્થાન નામકર્મને જાણ્યા પછી કોઈનું રુપ સારું ન હોય તો તેને મેણાંટોણાં ન મારવા કે તેના પ્રત્યે દુભવ ન કરવો. પોતાને રુપ વગેરે સારા ન મળ્યા હોય તો લઘુતાગ્રંથીથી પીડાવું નહિ પણ સંસ્થાનકર્મને નજરમાં લાવવું, સમાધિ, પ્રસન્નતા અને સ્વસ્થતા ધારણ કરવી. | એકેન્દ્રિયો, દેવો તથા નારકોને સંઘયણ હોતું નથી પણ સંસ્થાન હોય છે. એકેન્દ્રિયો અને નારકોને છેલ્લું હુંડક સંસ્થાન હોય જ્યારે દેવોને સદા પહેલું સમચતુરસ્ત્ર સંસ્થાન હોય. મનુષ્ય અને પંચે. તિર્યંચોને છ માંથી કોઈપણ એક તત્વઝરણું ૨૦. Page #271 -------------------------------------------------------------------------- ________________ સંઘયણ અને કોઈપણ એક સંસ્થાન હોય છે. દેવોને ભલે પ્રથમ સંસ્થાન હોય, ભૌતિક સુખની રેલમછેલ જણાતી હોય છતાંય ત્યાં જવા જેવું નથી. ત્યાં બધું સારું જ છે, એવું નહિ. ત્યાનાં દેવો પણ ઈર્ષ્યાઅતૃપ્તિથી પીડાતા હોય છે. તેમને પણ પરસ્પર વેરઝેર હોય છે. યુદ્ધ પણ થાય છે. તેમનામાં પણ ઉચ્ચ-નીચના ભેદભાવ છે. તેઓ આપણા જેવા સંસારી છે. જેમ ગરીબ કરતાં કરોડપતિ વધારે ચડિયાતો જણાય છે, તેમ દેવો ભૌતિક રીતે માનવ કરતાં ચડિયાતા છે એટલું જ, બાકી તેઓ ભગવાન નથી. તેઓ પણ રાગ-દ્વેષને વશ થઈને પાપોના પોટલા બાંધે તો ત્યાંથી ફરી કૂતરા-બિલાડાના અવતારો ધારણ કરે છે. ફરી સંસારમાં અનંતકાળ રખડી શકે છે, માટે દેવલોકમાં જવા જેવું નથી. માત્ર મોક્ષમાં જ જવા જેવું છે. દેવ બનવામાં મજા નથી, મજા તો ભગવાન બનવામાં છે. અમે દેવલોકને ડિસ્ક્રાઈબ જરૂર કરીએ પણ પ્રિસ્ક્રાઈબ કદી ન કરીએ; એટલે કે દેવલોકનું વર્ણન કરીએ પણ ત્યાં જવા જેવું છે, તેવું તો કદી ન કહીએ. દેવલોકમાં નાનું પણ પચ્ચક્ખાણ કે સંયમજીવન નથી. દેવ કરતાં માનવની તાકાત વધારે છે. દશાર્ણભદ્ર જોરદાર સામૈયું કર્યું. અહંકાર જાગ્યો. તેને દૂર કરવા ઈન્દ્ર તેનાથી પણ ચડિયાતું સામૈયું કર્યું. દશાર્ણભદ્ર વિચાર્યું, “એવું હું શું કરું કે જે ઈન્દ્ર પણ ન કરી શકે?"તરત દીક્ષા લીધી. ઈન્દ્ર દશાર્ણભદ્ર મુનિને નમીને કહયું, “તમે જીત્યા હું હાર્યો.''જેના મનમાં ધર્મ છે, તેવા માનવોને તો દેવો પણ નમસ્કાર કરે છે. હવે દેવ બનવાની શી જરૂર? | આપણે ત્યાં જેમ વાઘરી-ચંડાળ-ભંગી વગેરે હોય છે, તેમ દેવોમાં પણ તેવું હલકું કામ કરનારા કિલ્બીપિક દેવો હોય છે. કુમારનંદી સોની હાસા-મહાસા નામની દેવીઓમાં કામાસકત બન્યો. તેમની પાછળ બળી મર્યો તો તેમના પતિ તરીકે કિબીષિક દેવ બન્યો. પરાણે ઢોલ વગાડવો પડ્યો. હલકો દેવભવ તેને મળ્યો. બીજા, ચોથા અને છકા દેવલોકનીચેકિસ્બીપિક દેવોના ત્રણ વિમાનો આવ્યા છે. પાંચમા દેવલોકના અરિષ્ટપ્રતર ઉપર નવ લોકાન્તિક દેવોના વિમાનો આવ્યા છે. તેઓ તમામ તીર્થકરોને દીક્ષાના એક વર્ષ પહેલાં શાસન સ્થાપવા સંચમ ગ્રહણ કરવાની વિનંતિ કરે છે. પછી વરસીદાન શરુ થાય છેબહુ ઓછા ભવો ભમવાના બાકી હોવાથી લોકના અંતે પહોંચ્યા કહેવાય માટે લોકાન્તિક કહેવાય. ૧૨ દેવલોક, ૯ લોકાન્તિક અને ૩ કિલ્ટીષિક મળીને ૨૪ પ્રકારના કલ્પોપપન્ન દેવો છે. ૯ વેચક અને ૫ અનુત્તર : ૧૪ કલ્પાતીત દેવો તેમાં ઉમેરતાં ૩૮ પ્રકારના વૈમાનિક દેવો થાય. તેમાં ૨૫ ભવનપતિ, ૨૬ વ્યંતર, ૧૦ જયોતિષ ઉમેરતા ૯૯ પ્રકાર થાય. તે દરેક પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને ૧૯૮ પ્રકારના દેવો છે. તત્વઝરણું ૨૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૧૨ શનીવાર, તા. ૧૬-૧૧-૦૨ માનવ માત્ર મકાન બનાવીને અટકી ન જાય. ત્યારપછી તેને જાતજાતના રંગરોગાન પણ કરાવે. તેમ આત્મા પોતાને રહેવાના શરીરમાં જાતજાતના રુપરંગ-ગંધ-રસ-સ્પર્શ પેદા કરે છે, તેમાં તે તે નામના નામકર્મો કારણ બને છે. વર્ણનામકર્મો લાલ, લીલો, પીળો, કાળો, સફેદ રંગ આપે છે. તેનાથી પોપટ લીલો, તેની ચાંચ લાલ, ભમરો કાળો, મરચું લાલ, ચંપો પીળો, અડદ કાળા બને છે. ગંધ નામકર્મો સુગંધ કે દુર્ગધ પેદા કરે. તેનાથી ગુલાબ સુગંધ આપે તો લસણ વાસ મારે. રસનામક ખાટો, તીખો, તુરો, કડવો, મીઠો સ્વાદ પેદા કરે. આ કર્મચી લીંબુ ખાટું છે, ચા તુરી છે, મરચું તીખું છે, કારેલા કડવા છે તો શેરડી મીઠી છે. સ્પર્શનામકર્મો ઠંડો, ગરમ, ચીકણો, લુખ્ખો, કોમળ, ખરબચડો, ભારે, હલકો સ્પર્શ પેદા કરે છે. તેનાથી બરફ ઠંડો, અગ્નિ ગરમ, ગુંદા ચીકણા, ઘઉ લુખા, ગુલાબ કોમળ, અનેનાસ ખરબચડું, લોખંડ ભારે તો ૩ હલકું છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ મળીને આ ૨૦ નામકર્મનો ઉદય બધા જીવોને હોય. માનવ-વાઘ-હાથી વગેરેમાં ચાલવાની શકિત છે. પંખીમાં ઉડવાની શક્તિ છે. સાપ વગેરે સરકીને ચાલે છે. માછલી તરે છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની જાતજાતની શક્તિ આપનાર બે પ્રકારનું વિહાયોગતિ નામકર્મ છે. શુભવિહાયોગતિ નામકર્મથી હંસ, હાથી વગેરે જેવી સારી ચાલ મળે તો અશુભવિહાયોગતિ નામકર્મથી કાગડા, ગધેડા જેવી વિચિત્ર ચાલ મળે. આ તો અવતાર ધારણ કર્યા પછી ચાલવાની વાત વિચારી. પણ આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે તેને ત્યાં પહોંચાડવામાં ગતિ નામકર્મ કારણ બને છે, અને વચ્ચે જ્યારે વળાંક લેવાનો આવે ત્યારે આનુપૂર્વી નામકર્મ તેને વાળવાનું કામ કરે છે. આ આનુપૂર્વી નામકર્મ પણ દેવ-આનુપૂર્વી, મનુષ્યઆનુપૂર્વી, તિર્યંચ-આનુપૂર્વી અને નરક-આનુપૂર્વી એમ ચાર પ્રકારનું છે. આ કર્મ ટ્રાફીક-પોલીસ જેવું કામ કરે છે. (૧)ગતિનામકર્મના ચાર (૨) જાતિ નામકર્મના પાંચ, (૩)શરીર નામકર્મના પાંચ (૪) અંગોપાંગ નામકર્મના ત્રણ (૫)સંઘાતન નામકર્મના પાંચ (૬)બંધન નામકર્મના પંદર (6) સંઘયણ નામકર્મના છ (૮)સંસ્થાન નામકર્મના છ (૯)વર્ણ નામકર્મના પાંચ (૧૦)ગંધ નામકર્મના બે (૧૧)રસ નામકર્મના પાંચ (૧૨) સ્પર્શનામકર્મના આઠ (૧૩)વિહાયોગતિ નામકર્મના બે અને (૧૪) આનુપૂર્વી નામકર્મના ચાર પેટાભેદો મળીને ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ પેટાભેદો છે. હવે બાકીના તત્વઝરણું ૨૨ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પેટાકર્મો વિચારીશું એટલે નામકર્મના ૧૦૩ ભેદ પૂરા થશે. - સૂર્ય અને ચંદ્રના વિમાનો પણ મેરુપર્વતની આસપાસ ગતિ કરે છે. ચંદ્રના વિમાનની નીચે નિત્યરાહુનું કાળું વિમાન ફરે છે. ચંદ્રના વિમાનના ૧૬ ભાગ વિચારીએ તો તે દરેક ભાગને કળા કહેવાય. અમાસે ચંદ્રની બરોબર નીચે નિત્યરાહુનું વિમાન હોય છે. સુદ એકમથી રોજ તે એકેક કળા સાઈડમાં ખસે છે, તેથી ચંદ્રની એકેક કળા વધતી જાય છે. આપણને ચંદ્ર મોટો મોટો થતો દેખાય છે. પૂનમના સંપૂર્ણ ખસી જવાથી સોળે કળાએ ખીલેલો ચંદ્ર દેખાય છે. વદ - ૧મ થી તે નિત્યરાહુનું વિમાન પાછું ચંદ્રના વિમાનને એકેક કળા ઢાંકતું જાય છે, તેથી ચંદ્ર નાનો-નાનો થતો જણાય છે. અમાસે તે પૂર્ણ ઢંકાઈ જાય છે. આ રીતે નિત્યરાહુના વિમાનના આગળ-પાછળ ખસવાના કારણે ચંદ્રની કળામાં વધ-ઘટ તથા તિથિ વગેરે થાય છે. નિત્ય રાહુની જેમ પર્વરાહુનું પણ એક વિમાન છે. તે વિમાન ચંદ્રની નીચે આવીને ચંદ્રને ઢાંકે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. તે પૂનમે થાય છે. જો થોડું ઢાંકે તો ખંડગ્રાસ અને પૂરેપુરું ઢાંકે તે ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે આ પર્વરાહુનું વિમાન સૂર્યના વિમાનની નીચે આવે ત્યારે સૂર્ય ટંકાતા સૂર્યગ્રહણ થયું ગણાય છે. તે અમાસે જ થાય છે. પર્વરાહુ ચંદ્રના કે સૂર્યના વિમાનની નીચે કયારે આવે? તેની ગણત્રી પણ શાસ્ત્રોમાં જણાવી હોવાથી ક્યારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થશે? તે પહેલેથી જાણી શકાય છે. ચંદ્ર અને સૂર્ય, બંને જ્યોતિષના ઇન્દ્રો છે. દસ ભવનપતિમાં ઉત્તર-દક્ષિણ દિશાના એકેક મળીને ૨૦ ઇન્દ્રો છે. ૮ વ્યંતર અને ૮ વાણવ્યંતર પણ ઉત્તરદક્ષિણ દિશામાં એકેક ઇન્દ્ર હોવાથી ૩૨ ઇન્દ્રો છે. વૈમાનિક દેવલોકમાં ૧ થી ૮ દેવલોકમાં એકેક ઇન્દ્ર હોવાથી આઠ તથા ૯-૧૦ નો એક અને ૧૧-૧૨ નો એક ઇન્દ્ર મળીને કુલ દસ ઇન્દ્રો છે. આમ ભવનપતિના ૨૦, વ્યંતરવાણવ્યંતરના ૩૨, જ્યોતિષના ૨, અને વૈમાનિક ૧૦ મળીને કુલ ૬૪ ઇન્દ્રો થાય છે. તેઓ પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરવા આ ધરતી ઉપર દોડી આવે છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું ૨૬૩ * * *.* *** . ૩ ક. * * * * * * * * Page #274 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૧૩ (૧) રવિવાર. તા. ૧૭-૧૧-૦૨ આત્માનો એક ભવમાંથી બીજા ભવમાં જવાનો સ્પેશ્યલ માર્ગ છે. બસનો, ટ્રેઇનનો માર્ગ દેખાય પણ વિમાનનો કે રોકેટનો માર્ગ દેખાય છે? છતાં તેમનો નક્કી કરાયેલો માર્ગ છે. તેમ આત્માનો પણ માર્ગ છે. ચાર દિશા અને ઉપરનીચે, એમ છ બાજુ સમશ્રેણીમાં તે ગતિ કરે છે, પણ ત્રાંસી ગતિ કરી શકતો નથી. પાણીનો સ્વભાવ નીચે વહેવાનો છે. પણ મોટર તેને ઉપર ચડાવે છે, તેમ કર્મરહિત શુદ્ધ આત્માનો સ્વભાવ તો ઉપર ગતિ કરવાનો છે, પણ ચોટેલા કર્મો તેને છ દિશામાં રહેલા સમશ્રેણી માર્ગોમાં ગતિ કરાવે છે. તૈજસ-કાર્પણ શરીર યુક્ત આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જતાં સમશ્રેણીના માર્ગે ગતિ કરે પણ પછી જ્યારે વળાંક લેવાનો અવસર આવે ત્યારે આનુપૂર્વી નામકર્મ ઉદયમાં આવે છે. બળદ-ઊંટ વગેરેને જેમ નાથ ખેંચીને, ઘોડાને ચાબૂક મારીને, ગાડીને સ્ટીયરીંગ વાળીને વળાંક આપવો પડે તેમ આનુપૂર્વી નામકર્મ આત્માની ગતિને વળાંક આપે છે. આનુપૂર્વી નામકર્મ માત્ર એકભવમાંથી બીજા ભવમાં જતાં વળવાની જરૂર પડે તો જ ઉદયમાં આવે છે, પણ ભવમાં પહોંચ્યા પછી ઉદયમાં આવતું નથી. આત્મા એક ભવમાંથી નીકળીને ત્રણ સમયમાં તો બીજા ભવમાં પહોંચી જાય છે. કોઈક આત્માને ચાર કે પાંચ સમય લાગે પણ તેથી વધારે કાળ તો કોઈને ન લાગે. જો કે ચૌદ રાજલોકના એક છેડેથી બીજા છેડે પહોંચતા આત્માને એક સમયથી વધારે લાગતો નથી પણ જો તેણે વચ્ચે વળાંક લેવાનો હોય તો તેના કારણે વધારે સમય લાગે. આત્મા જ્યારે સીધી લાઈનમાં ગતિ કરે ત્યારે તેણે વચ્ચે વળાંક લેવાનો ન હોવાથી તે એક જ સમયમાં યોગ્ય સ્થાને પહોંચી જાય છે. તેની આ ગતિને અજુગતિ કહેવાય છે. પણ જો તેને વચ્ચે વળવાનું હોય તો વચ્ચે જેટલી વાર વળવાનું હોય તેટલા સમય વધે છે. એક વળાંક લે તો બે સમય લાગે. બે વળાંક લે તો ત્રણ સમય લાગે ત્રણ વળાંક લે તો ચાર સમય લાગે.કોઈ આત્મા ચાર વળાંક લઈને પાંચમા સમયે ઉત્પત્તિસ્થાને પહોંચે છે. આને વિગ્રહગતિ કહેવાય છે. તેમાં પહેલા અને છેલ્લા સમયે જીવા આહારી હોય છે. વચ્ચેના બીજા, ત્રીજા, ચોથા સમયે તે અણાહારી હોય છે. હજુગતિમાં આનુપૂર્વી નામકર્મનો ઉદય થતો નથી. પણ વિગ્રહગતિમાં વળવાનું હોય ત્યારે આનુપૂર્વી નામકર્મનો ઉદય થાય છે. ૧૪ રાજલોકમાં વચ્ચે એક રાજલોક પહોળી ત્રસનાડી છે. ત્રસનાડીમાં જ ત્રસજીવો રહે પણ તેની બહાર નહિ. આ ત્રસનાડીની એક બાજુથી બીજી બાજુ ઉત્પન્ન થવાનું હોય ત્યારે જીવને ૩-૪ કે પ સમય લાગે છે. તત્વઝરણું ૨૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદ વિચાર્યાં. હવે આઠ પ્રત્યેક પ્રકૃતિઓ વિચારીએ. અંગોપાંગ નામકર્મ તો શરીરના અવયવો તૈયાર કરે, પણ તેને યોગ્ય સ્થાને ગોઠવે કોણ? આંખો આગળ છે પણ પાછળ કેમ નહિ? પેટ આગળ અને પીઠ પાછળ, એનું શું કારણ? નિર્માણનામકર્મ શરીરના અંગોપાંગને યોગ્ય સ્થાને ગોઠવવાનું કામ કરે છે. કોઈને છ આંગળી હોય છે. કોઈને પડજીભી હોય છે. કોઈને રસોળી થાય છે. આ વધારાના પોતાના અવયવો વડે તે જીવ પોતે દુઃખી થાય છે. પોતાને દુઃખી કરનારા આવા વધારાના અવયવો આપવાનું કાર્ય ઉપઘાત નામકર્મ કરે છે. સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોવાથી પોતે ઠંડા હોઈને ગરમ પ્રકાશ આપે છે.તો ચંદ્રના વિમાનના પૃથ્વીકાયના જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોવાથી પોતે ઠંડા હોઈને ઠંડો પ્રકાશ આપે છે. આમ ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદોમાં આ (૧)નિર્માણ (૨)ઉપઘાત (૩)આતપ અને (૪)ઉદ્યોત નામકર્મ ઉમેરતાં નામકર્મના ૭૯ ભેદો થાય. આ ચંદ્ર-સૂર્ય વગેરે દેવો કાયપ્રવિચારી છે. પ્રવિચાર એટલે કામવાસનાનું સેવન. આ કરવા જેવું નથી. ગમે તેટલું ભોગવવા છતાં કોઈ ધરાયું નથી કે ધરાવાનું નથી. દરિયામાં ગમે તેટલી નદીઓ ઠલવાય, દરિયો કદી ધરાય? આગમાં ગમે તેટલાં લાકડા નાંખો, આગ ના પાડે ખરી? ગમે તેટલા ભોગસુખો ભોગવીએ, ભોગવવાથી તૃપ્તિ ન મળે. મનને સમજાવીને, સંયમિત બનીએ તો તેનાથી અટકી શકીએ. દેવલોકના દેવોને પણ કામસેવનથી મુક્ત થવું મુશ્કેલ છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના પહેલા બે દેવલોકમાં દેવ અને દેવીઓ હોય છે. ત્યારપછીના ઉપરના દેવલોકમાં માત્ર દેવો જ હોય છે. દેવીઓ ઉપર આઠમા દેવલોક સુધી આવન-જાવન કરે છે. જેમ જેમ ઉપર-ઉપરના દેવલોકમાં જઇએ તેમ તેમ ભૌતિક સુખ વધારે છે. જેટલો ક્રોધ-કામ વધારે તેટલું દુઃખ વધારે, જેટલા ક્રોધ-કામ વગેરે દોષો ઓછા તેટલું સુખ વધારે. ઉપર-ઉપરના દેવલોકમાં કામવાસના ઓછી-ઓછી છે, માટે તેઓ વધુ-વધુ સુખી છે. ભવનપતિથી બીજા દેવલોક સુધીના દેવો કાયપ્રવિચારી છે. તેઓ માનવની જેમ સંપૂર્ણ કાયાથી કામ-સુખ ભોગવે છે. ત્રીજા-ચોથા દેવલોકના દેવો સ્પર્શ પ્રવિચારી છે, માત્ર દેવીના અંગોપાંગનો સ્પર્શ કરતાં જ સંતોષ પામે છે. ૫-૬ દેવલોકના દેવો રુપ પ્રવિચારી છે. દેવીનું રુપ જોતાં શાંત થાય છે. ૭-૮ દેવલોકના દેવો શબ્દપ્રવિચારી છે. દેવીઓના શબ્દો, આભૂષણોના ઝંકાર વગેરે સાંભળીને તૃપ્ત થાય છે. ૯ થી ૧૨ દેવલોકના દેવો મનઃપ્રવિચારી છે. પોતાના સ્થાને રહ્યા મનથી વિચારીને સંતોષ પામે છે. નવ ઝૈવેયક અને તત્વઝરણું ૨૬૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ પાંચ અનુત્તરના દેવો અપ્રવિચારી છે. તેમની કામવાસના લગભગ શાંત પડેલી હોય છે. તેઓ વીતરાગ પ્રાયઃ કહેવાય છે. ખૂબ સુખી છે. દેવીઓ પણ ખાનદાન કુળવધુ અને વેશ્યા જેવી, એમ બે પ્રકારની છે. જે એક દેવને વળગીને રહી હોય તે પરિગૃહિતા દેવી કહેવાય. જે કોઈ એક દેવના તાબામાં ન હોય પણ ઉપર ઉપરના તેને યોગ્ય દેવો પાસે પણ જતી હોય તે વેશ્યા જેવી અપરિગૃહિતાદેવી કહેવાય. વિરતિમાં તો આપણે મનુષ્યો દેવોથી ચડીએ છીએ, પણ અપેક્ષાએ તો ભક્તિમાં પણ આપણે દેવોથી ચડીએ. દેવો એક રુપે ભગવાનનો અભિષેક કરતા હોય ત્યારે બીજા અન્ય રુપો વડે કામસુખ પણ ભોગવતા હોય. જ્યારે આપણે અભિષેક કરીએ ત્યારે આપણા તમામે તમામ આત્મપ્રદેશો પ્રભુની ભક્તિમાં જોડાયેલા હોય. સાધુ કાળધર્મ પામીને દેવલોકમાં જ જાય. અહીંની સાધના વડે તે અનાસક્તિના સંસ્કાર કેળવે. પરિણામે દેવલોકમાં અપ્સરાઓ મળવા છતાં આસક્ત ન બને.ત્યાં ગયા પછી સીમંધરસ્વામીની દેશના સાંભળવા કે નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા જાય. સાધુજીવન બ્રહ્મચર્ય વગેરે ગુણોના અભ્યાસ માટે છે. તેની પરીક્ષા આપવા દેવલોકમાં જવાનું. પાસ થાઓ તો નજીકના ભવોમાં મોક્ષે જવાનું સદ્ભાગ્ય મળે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ કકડમ્. તત્વઝરણું ૠજુગતિ ૧ સમયની છે. એકવક ગતિ ૨ સમયની છે. દિવક્રગતિ ૩ સમયની છે. PJe #bj ચતુર્વક ગતિ Ple- V એક વધુ ગતિ * વિક્ર ગતિ ત્રિવક્રગતિ ૪ સમયની છે. ચતુર્વક્ર ગતિ ૫ સમયની છે. * આવું ચિ. 'આત્મા' સૂચક છે. ૨૦૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૧૩ (૨) સોમવાર. તા. ૧૮-૧૧-૦૩ મહાવીરસ્વામી, શાંતિનાથ, આદિનાથ વગેરે અરિહંત ભગવાન બન્યા તો ગૌતમસ્વામી, ચંદનબાળાજી વગેરે સિદ્ધ ભગવાન બન્યા. આ તફાવત પેદા કરનારું જિનનામ કર્મ છે. જેઓ પૂર્વના ત્રીજા ભવમાં “સવિ જીવ કરું શાસનરસી’ ની ભાવનામાં લીન બને, જેમની કરુણા પરાકાષ્ઠાએ પહોંચે, વીસસ્થાનક કે તેના કોઈપણ પદની. આરાધના કરે, તેઓ જિનનામકર્મ બાંધે છે. તેના પ્રભાવે તેઓ પછીના ત્રીજા ભવમાં જૈનશાસન રૂપી તીર્થની સ્થાપના કરીને તીર્થંકર પરમાત્મા (અરિહંત પરમાત્મા) બને છે. પ્રભુ મહાવીરદેવે નંદનરાજર્ષિ તરીકેના ૨૫મા ભવમાં ભરતક્ષેત્રના ભગવાન બનાવનારું તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. કોઈપણ ક્ષેત્રમાં રહેલો આત્મા કોઈપણ ક્ષેત્રમાં ભગવાન બની શકે છે. બધા કર્મો તેમનો અબાધાકાળ પૂરો થાય પછી જ પોતાનો પરચો બતાડે છે પણ આ જિનનામકર્મ વિશિષ્ટ કોટિનું છે. તે અબાધાકાળ પછી તો પોતાનો વિશિષ્ટ પરચો બતાડે છે જ, પણ અબાધાકાળમાં ય પોતાનો થોડો-ઘણો પરચો બતાડ્યા વિના નથી રહેતું. જિનનામકર્મનો વિપાકઉદય ૧૩મા ગુણઠાણે કેવળજ્ઞાની બનેલાને હોય છે. નવ કમળો રચાય છે. જૈનશાસનની સ્થાપના કરાય છે વગેરે. પણ જ્યાં સુધી જિનનામકર્મનો વિપાક ઉદય થયો નથી, અબાધાકાળ ચાલુ છે તે દરમ્યાન પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા કલ્યાણક થાય છે. તેની ઉજવણી કરવા દેવો દોડતા આવે છે. મેરૂપર્વત ઉપર જન્માભિષેક વગેરે કરે છે. આ બધો જિનનામકર્મનો પ્રભાવ છે. સૂર્યોદય થયાં પહેલાં જેમ આછો પ્રકાશ પ્રગટે તેમ જિનનામકર્મનો વિપાક ઉદય થયા પહેલાં તેનો પરચો અનુભવવા મળે. - પરમાત્મા મહાવીરદેવનું નીચગોત્રકમ એવું જોરદાર હતું કે જેના કારણે તેમના ચ્યવન કલ્યાણકની તે વખતે ઉજવણી ન થઈ શકી. ૮૨ દિવસ પછી ઈન્દ્રને ખબર પડતાં ગભપિહારનું કાર્ય તથા ચ્યવન કલ્યાણકની ઉજવણી થઈ. જો કે અનંતકાળે બનનારું આ આશ્ચર્ય બન્યું. પરમાત્મા મહાવીરદેવે છેલી દેશના ૧૬ પ્રહર સુધી આપી તેમાં તેમનું તેવા પ્રકારનું જિનનામકર્મ કારણ હતું એમ નિશ્ચયનય કહે છે. અગ્લાનપણે દેશના આપવાથી જિનનામકર્મ ભોગવાય છે. - આપણે આપણા માટે વ્યવહારનયને નજરમાં લેવાનો છે. વ્યવહારનય કહે છે કે પરમાત્માની કરુણા અનરાધાર વરસી રહી હતી. મોક્ષે જતાં પહેલાં, તત્વઝરણું ૨૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ આપણને સૌને તારી દેવા, તેમણે લગાતાર સોળ પ્રહર સુધી દેશના વહાવી. એક ઉત્સર્પિણી કાળ કે એક અવસર્પિણીકાળમાં ૨૪ વાર જ તેવા પ્રકારે ગ્રહો ઉચ્ચસ્થાનમાં આવે છે.માટે ૨૪ તીર્થંકર પરમાત્મા થાય છે, તેવું સાંભળવા મળ્યું છે. પણ મહાવિદેહક્ષેત્રમાં ઉત્સર્પિણી-અવસર્પિણીકાળ નથી. માટે ત્યાં ચોવીસી નથી. મહાવિદેહક્ષેત્રમાં કોઈને કોઈ વિજયમાં તીર્થંકરભગવંત હંમેશા હોય છે. | હાથીનું શરીર ઘણું વજનદાર હોવા છતાં તેને ચાલવામાં કોઈ તકલીફ પડતી નથી. શરીર ભારે હોય કે હલકું, સૌ પોતપોતાનું શરીર આરામથી ઉચકી શકે છે. કોઈને પોતાનું શરીર ભારે કે હલકું લાગતું નથી. તેમાં તેમનું તેવા પ્રકારનું અગુરુલઘુ નામકર્મ કારણ છે. ગુરુ=ભારે. લઘુ હલકું. ભારે કે હલકું નહિ તે અગુરુલઘુ. | પરાઘાત નામકર્મ આત્મામાં એક પ્રકારનો પાવર પેદા કરે છે. સ્કૂલમાં કોઈ ટીચર આવે તો બધા મસ્તી-તોફાન કરે; બીજા કોઈ ટીચર આવી રહ્યા છે, તેવા સમાચાર મળતાં જ બધા શાંત થઈ જાય. આમાં કારણ તેમનું તેવું પરાઘાત નામકર્મ છે. પરાઘાત નામકર્મથી પ્રભાવ પડે. તેની વાત બધા માનવા તૈયાર થાય. તે ધારે તે કરાવી શકે. તેને બોલવાની પણ જરૂર ન પડે. તેના અસ્તિત્વ માત્રથી કાર્યો થયા કરે. તેની ગેરહાજરીમાં ભલે લોકો ગમે તેવું બોલે પણ તેની હાજરી માત્રથી મોતીયાં મરી જાય. તેનો વિરોધ કરવાની તાકાત ન રહે. આ બધો પરાઘાત નામકર્મનો પ્રભાવ છે.. સજજન-સંતોને પરાઘાત નામકર્મનો જોરદાર ઉદય હોય તો તેની જવાબદારી ઘણી વધી જાય છે. જો તે બોલવામાં, પ્રવૃત્તિ કરવામાં ધ્યાન ન રાખે તો માત્ર તેને જ નહિ, પણ તેને અનુસરનારા હજારોને નુકશાન થાય. તે તો ડૂબે પણ સાથે અનેકોને ડૂબાડે, માટે ઘણી ગંભીરતા ધારણ કરીને, આગળપાછળનો પૂરેપૂરો વિચાર કરીને, તેણે બધી પ્રવૃત્તિ કરવી જોઈએ. પરાઘાત નામકર્મના ઉદયે નેતૃત્વ શકિત પણ પ્રાપ્ત થાય. - શ્વાસોશ્વાસ નામકર્મના પ્રભાવે શ્વાસોશ્વાસ કરવાની શકિત આવે છે. દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડીચે તેઓ શ્વાસોશ્વાસ કરે છે. ૩૩ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તરવાસી દેવો તો સાડા સોળ મહીને એકવાર શ્વાસોશ્વાસ કરે છે ! નિર્માણ, ઉપઘાત, આતપ, ઉધોત, જિનનામ, અગુરુલઘુ, પરાઘાત અને શ્વાસોશ્વાસ, આ આઠ પ્રત્યેક કર્મો ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદમાં ઉમેરતાં ૮૩ પેટાકર્મો થાય. તત્વઝરણું ૨૮ Page #279 -------------------------------------------------------------------------- ________________ બધા દેવો મનોભક્ષી હોય. મનમાં જેની ઈચ્છા કરે તે પ્રાપ્ત થઈ જાય. આપણે મનોભક્ષી નથી. આપણો આહાર ત્રણ પ્રકારનો છે.(૧)ઓજાહાર (૨)લોમાહાર અને (૩)કવલાહાર. નવકારશીથી ઉપવાસ સુધીના આપણા બધા પચ્ચક્ખાણો કવલાહારની અપેક્ષાએ છે. કવલાહારના ત્યાગ સમયે પણ લોમાહાર ચાલુ હોવા છતાં પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. કોળીયા મોઢામાં મૂકીને ખાઈએ તે કવલાહાર કહેવાય. કૂરગડુ, ૫૦૦ તાપસો વગેરેને કવળ (કોળીઓ) પણ કેવળજ્ઞાન માટે થયો હતો; આપણે કવલાહાર કરવો પડે ત્યારે આસક્તિ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ. શિયાળામાં પાણી ઘણું ઓછું વાપરીએ તો પણ ઘણીવાર પેશાબ કરવા જવું પડે છે કારણકે છિદ્રો વાટે વાતાવરણમાંથી ભેજ વગેરે લેવાનું સતત ચાલું છે. તે લોમાહાર છે. લોમ=રૂંવાડા, છિદ્રો. તેના વડે લેવાતો આહાર તે લોમાહાર. આ લોમાહારનો ત્યાગ કરવો અશક્ય છે, માટે તેનું પચ્ચક્ખાણ નથી. પરમાત્મા આપણને ધર્મ તરીકે તે જ જણાવે, જેનું પાલન કરવું શક્ય હોય. પાલન ન કરી શકાય તેવું કરવાનું પરમાત્મા કદી ન જણાવે. જીવ ઉત્પન્ન થાય ત્યારે સૌ પ્રથમ માતા-પિતાના લોહી-વીર્યના મિશ્રણનો આહાર કરે છે, તે ઓજાહાર છે. તે તો માત્ર ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય. ત્યારપછી તો લોમાહાર અને કવલાહાર હોય. દેવો ભલે મનોભક્ષી હોય, પણ આપણને અને પંચે. તિર્યંચોને-આ ત્રણે પ્રકારના આહાર હોય છે. મનુષ્યો અને પંચે. તિર્યંચો રત્નપ્રભા નામની પ્રથમ નરક-પૃથ્વીની ઉપરની સપાટી ઉપર રહે છે. ૧,૮૦,૦૦૦ યોજન જાડી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧ રાજ લાંબાપહોળા ગોળાકાર વિસ્તારની બરોબર મધ્યમાં એક લાખ યોજન ઊંચો મેરુપર્વત આવેલો છે. તેની ફરતે ચારે બાજુ જંબુદ્વીપ આવેલો છે. દ્વીપ એટલે બેટ, ટાપુ, આઈલેન્ડ. જેની ચારે બાજુ પાણી હોય તેવા જમીનના ભાગને દ્વીપ કહેવાય છે. જંબુદ્વીપની ચારે બાજુ લવણસમુદ્ર છે. તેને ફરતો ચારે બાજુ ધાતકીખંડ છે. પછી કાલોદધિ સમુદ્ર છે. પછી પુષ્કરવર દ્વીપ છે. પછી પુષ્કરવર સમુદ્ર છે. આ રીતે વારાફરતી એક બીજાને વીંટળાયેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે. તેમાંના જંબુદ્વીપ, ધાતકીખંડ અને અડધો પુષ્કરાવર્તદ્વીપ મળીને અઢીદ્વીપમાં મનુષ્યો રહે છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું ૨૬૯ Page #280 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક સુદ ૧૪ મંગળવાર. તા. ૧૯-૧૧-૦૨ આપણે જે વિશ્વમાં રહીએ છીએ તે વૈજ્ઞાનિકોએ શોધેલી આજની દુનિયા જેટલું નાનું નથી પણ ચૌદ રાજલોક પ્રમાણ છે. તેમાં દેવલોક, નારકો, મોક્ષ વગેરે બધું આવેલું છે. વૈજ્ઞાનિકો તો ચૌદ રાજલોકમાંથી વચલો એક રાજલોક પણ નહિ, અરે ! પહેલી નારકની ઉપલી સપાટી ઉપર આવેલા અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોમાંનો એક દ્વીપ પણ નહિ, અરે ! એક લાખ યોજન જંબૂદ્વીપના માત્ર ૧૦ યોજન જેટલી દુનિયા પણ આજ સુધી શોધી શક્યા નથી ! પરમાત્માએ પ્રયોગ કરવાના ન હોય, તેઓ યોગ-સાધનાથી મળેલા કેવળજ્ઞાનથી જાણે. પ્રયોગ કરનારું વિજ્ઞાન પરિવર્તનશીલ છે પણ પરમાત્માની વાતો અપરિવર્તનશીલ છે. ત્રણે કાળમાં કયારે પણ પરમાત્માની વાતમાં કોઇ ફરક ન પડે. સ્વયંભૂ મા દ્વીપ નંદીશ્વર દ્વીપ ઇવર દ્વીપ તુવર લા શીવર દ્વીપ વારસીવર ન તુવર Bidal s જંબુ પણ ચોદો મ જરૂર સમ ક્ષણ સા સીવર સમુદ્ર ધૃવર સર્વ સ્વર સમા નંદીશ્વર સ અસંખ્ય દ્વીપો અને અમુ સ્વયંભૂરમણ સમુદ્ર પરમાત્માએ કેવળજ્ઞાનના પ્રકાશમાં જોઇને કહ્યું છે કે રત્નપ્રભા નામની પ્રથમ નરકપૃથ્વી સ્થિર છે. તે ફરતી નથી. તેના મધ્યભાગમાં એક લાખ યોજનનો જંબુદ્વીપ આવેલો છે. તેમાં જાંબુનું વૃક્ષ હોવાથી તેનું નામ જંબુદ્વીપ છે.તેને ફરતો બે લાખ યોજનના વિસ્તારવાળો લવણસમુદ્ર આવેલો છે. લવણ = મીઠું. તત્વઝરણું ૨૦૦ Page #281 -------------------------------------------------------------------------- ________________ રેયા. એટલાન્ટિક ત ચાર-ચાર લા. સને ફરતો ડબલ આવવારની ચારે બા વગેરે મહાસન લવણસમુદ્રમાદેવાય. અત્યારે સમુદ્ર મીઠા જેવું ખારું પાણી તેમાં હોવાથી તે લવણસમુદ્ર કહેવાય. અત્યારે બધા દરિયાનું પાણી ખારું છે, કારણકે તે બધું લવણસમુદ્રમાંથી આવેલું છે. આજના પેસિફીક, એટલાન્ટિક વગેરે મહાસાગરો તો લવણસમુદ્રની ખાડી જેવા છે. લવણસમુદ્રની ચારે બાજુ ફરતો ચાર-ચાર લાખ યોજન પ્રમાણનો ધાતકીખંડ આવેલો છે. તેમાં ધાતકી-ધાવડી વૃક્ષ આવેલું છે. તેને ફરતો ડબલ પ્રમાણનો એટલે કે આઠ-આઠ લાખ યોજનનો કાળા રંગના પાણીવાળો કાલોદધિ સમુદ્ર આવે છે. તેની ચારે બાજુ વીંટળાયેલો સોળ-સોળ લાખ યોજનાનો પુષ્પરાવર્તદ્વીપ આવેલો છે. ત્યારપછી પુષ્કરવર સમુદ્ર આવેલો છે. આ રીતે વારાફરતી એક-બીજાને વીંટળાયેલા પૂર્વ-પૂર્વ કરતાં ડબલ-ડબલ પ્રમાણવાળા અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો આવેલા છે. | હવે પછી જે નામનો દ્વીપ હોય તે જ નામનો તેને ફરતો સમુદ્ર છે. જેમાં દૂધ જેવું પાણી છે તે ક્ષીરવર સમુદ્ર. જેમાં વાણી-દાસ જેવા સ્વાદવાળું પાણી છે. તે વાણીવર સમુદ્ર, જેમાં ઘી જેવું ચીકણું પાણી છે તે ધૃતવર સમુદ્ર આઠમા નંબરનો નંદીશ્વર દ્વીપ છે. તેમાં જુદા જુદા પર્વતો ઉપર અને વાવડીઓમાં મળીને બાવન દેરાસરો છે. પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરીને દેવો આ નંદીશ્વર દ્વીપમાં અઢાઇ મહોત્સવ કરવા આવે છે. નંદીશ્વર દ્વીપના બાવન જિનાલયોના આધારે આપણે ત્યાં પણ બાવન જિનાલયો બનાવાય છે. શત્રુંજય ગિરિરાજ ઉપર ચોથી ઉજમફોઇની ટૂંકમાં નંદીશ્વરદ્વીપની પ્રતિકૃતિ છે. તેરમા સચદ્વીપથી દિકકુમારિકાઓ પરમાત્માના જન્મકલ્યાણક -ની ઉજવણી કરવા આવે છે. ત્રીજા નંબરના સોળ લાખ યોજનાના વિસ્તારવાળા પુષ્કરવરદ્વીપની બરોબર મધ્યમાં ગોળાકારે માનુષોત્તર પર્વત આવેલો છે. તેની બહારના ભાગમાં કોઇપણ મનુષ્યના જન્મ-મરણ થતાં નથી. તેની અંદર રહેલા જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને અડધો પુષ્કરવર દ્વીપ મળીને બે સમુદ્ર અને અઢીદ્વીપના વિસ્તારમાં જ મનુષ્યોના જન્મ-મરણ થઇ શકે છે. હવે પછી ઉત્તર-બહાર કોઇ મનુષ્યોના જન્મ-મરણ ન થતાં હોવાથી તે પર્વત માનુષોત્તર પર્વત કહેવાય છે. વિધા વડે ચારણમુનિઓ નંદીશ્વરાદિદ્વીપ જાય કે કોઇ દેવ, મનુષ્યને અઢી દ્વીપ બહાર લઇ જાય તો પણ ત્યાં તેમનું મરણ ન જ થાય.તે પહેલાં તેઓ પાછા આવી જાય.ગર્ભવતી સ્ત્રી પણ બહાર બાળકને જન્મ ન આપે.લઇ જનારો દેવા તેને પાછી માનુષોત્તર પર્વતની સરહદની અંદર મૂકે પછી જ જન્મ આપે. તત્વઝરણું ૨૦૧ Page #282 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા દ્વીપ-સમુદ્રનું નામ સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. ત્યાં સુધી બધે પંચેન્દ્રિય તિર્યંચો હોય છે. પણ મનુષ્યોના જન્મ-મરણ તો માત્ર અઢીદ્વીપમાં જ થાય છે. અઢીદ્વીપનું માપ ૪૫ લાખ યોજન થાય છે. મનુષ્યોનો જ મોક્ષ થાય છે. આયુષ્ય પૂર્ણ થતાં કેવલી ભગવંતો નિર્વાણ પામીને સીધી લીટીમાં જ ઉપર ગતિ કરે છે. તેથી મોક્ષ સિદ્ધશીલા પણ ૪પ લાખ યોજનની જંબૂદ્વીપની મધ્યમાં મહાવિદેહક્ષેત્ર આવેલું છે તેની મધ્યમાં મેરુપર્વત છે. ઉપર ઉત્તરમાં ઐરાવતક્ષેત્ર છે. નીચે દક્ષિણમાં ભરતક્ષેત્ર આવેલું છે. અસિ = શસ્ત્રો, મસિ = વેપાર-વાણિજ્ય, કૃષિ = ખેતી વગેરે કર્મો = કાર્યો આ ત્રણ ક્ષેત્રોમાં હોવાથી તેઓ કર્મભૂમિ કહેવાય છે. ધર્મ પણ અહીં છે. ધર્મ એટલે સર્વવિરતિધર્મ. તેની આરાધના આ કર્મભૂમિમાં હોય. તીર્થકરો પણ અહીં થાય. તીર્થની સ્થાપના પણ અહીં થાય. મોક્ષમાર્ગનું પ્રવર્તન પણ અહીં હોય. અઢીદ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહક્ષેત્રો છે. માટે કુલ પંદર કર્મભૂમિ છે. તેમાં મોક્ષમાર્ગ છે. મહાવિદેહક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ બે વિભાગ છે. તે દરેકના ઉત્તર-દક્ષિણ બે બે વિભાગ થતાં ચાર વિભાગ થાય. તે દરેકમાં આઠ-આઠ મોટા દેશો-વિજયો. છે. કુલ ૩૨ વિજયો છે. એક વિજયમાંથી બીજી વિજયમાં જઇ ન શકાય કારણકે વચ્ચે મોટો ૫૦૦ યોજન ઊંચો પર્વત કે ૫૦૦ યોજન ઊંડી મોટી નદી છે. તેમાંની ૮, ૯, ૨૪, ૨૫ નંબરની ચાર છેડે રહેલી ચાર વિજયમાં અત્યારે સીમંધરસ્વામી, યુગમંધર સ્વામી, બાહુવામી અને સુબાહુવામી નામના ચાર તીર્થકરો જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં વિચરે છે. દરેક મહાવિદેહક્ષેત્રમાં આ રીતે ચાર-ચાર ભગવાન વિચરતા હોવાથી હાલ ૨૦ ભગવાન વિચરી રહ્યા છે, તેઓ વિહરમાન ભગવાન તરીકે ઓળખાય છે. આપણું ભરતક્ષેત્ર પ૨૬ ૬/૧૯ યોજન જેટલું છે. હાલ તો પૂરી ૧૦ યોજના જેટલી પણ દુનિયા શોધાઇ નથી ! પૂરું ભરતક્ષેત્ર શોધી શકાયું નથી તો મહાવિદેહક્ષેત્ર કે ઐરાવતક્ષેત્ર કે અન્ય દ્વીપ સમુદ્રોની તો શી વાત કરવી? વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું ૨૭૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક વદ - ૧, ગુરુવાર તા. ૨૧-૧૧-૦૨ મેરુપર્વત ત્રણે લોકમાં આવેલો છે. તે ૧૦૦૦ યોજન જમીનમાં છે. ૯૯૦૦૦ યોજના જમીનની બહાર છે. મેરુપર્વતની આસપાસની જમીન સમભૂતલા કહેવાય છે. તેનાથી ૯૦૦ ચોજન નીચે ને ૯૦૦ રોજન ઉપર મળીને ૧૮૦૦ યોજનનો મધ્યલોકમાં છે. મેરુના નીચેના ૧૦૦ યોજન અપોલોકમાં અને ઉપરના ૯૮૧૦૦ ચોજન ઉથ્વલોકમાં છે. | મેરુપર્વતની જેમ દેવો પણ ત્રણલોકમાં છે. ભવનપતિ દેવો અધોલોકમાં, વ્યંતર-જ્યોતિષ્ક દેવો મધ્યલોકમાં અને વૈમાનિકદેવો ઉર્ધ્વલોકમાં છે. તિર્યંચો પણ ત્રણ લોકમાં છે. પણ તેમાંના પંચે તિર્યચો માત્ર મધ્યલોકમાં છે. ૧૮૦૦ યોજન ઊંચા અને ૪પલાખ યોજન લાંબા-પહોળા માત્ર અઢીદ્વીપના વિસ્તારમાં જ મનુષ્યો વસે છે. આ અઢીદ્વીપમાં કર્મભૂમિઓ આવેલી છે. | જંબૂદ્વીપમાં વચ્ચે એક મહાવિદેહક્ષેત્ર, ઉત્તરમાં એક ઐરાવતક્ષેત્ર અને દક્ષિણમાં એક ભરતક્ષેત્ર આવેલું છે. ધાતકીખંડ તથા પુષ્કરવરદ્વીપ અડધામાં ઉપર અને નીચે ઉત્તર-દક્ષિણ એકેક ઈષકાર (ઈષ બાણ, તેના જેવો) પર્વત આવેલો છે તે તેમના પૂર્વ-પશ્ચિમ બે વિભાગો કરે છે. આ દરેક વિભાગમાં. જંબૂદ્વીપની જેમ ૧-૧ ભરત-ઐરાવત-મહાવિદેહ ક્ષેત્રો આવેલા છે. તેથી જંબૂદ્વીપમાં ૧, પૂર્વ ધાતકીખંડમાં ૧,પશ્ચિમ ધાતકીખંડમાં ૧,પૂર્વ પુષ્કરવરાર્ધમાં ૧ અને પશ્ચિમ પુષ્કરવરાર્ધમાં ૧ મળીને પાંચ ભરતક્ષેત્ર છે. તે જ રીતે પાંચ ઐરાવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહક્ષેત્રો છે. આ પંદર-કર્મભૂમિમાં એકી સાથે વધુમાં વધુ ૧૦૦ તીર્થકર ભગવંતો વિચરતા હોય છે. A ിന് ના મામ == : S રકમ ETી નામે PERO htJ1 A * P))) ) w DARS ES) HA C Pph નીSિ KG Ppa meka મા OR क्षेत्र બાd - ela wa Aઆને તત્વઝરણું ૨૦૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ આપણે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રહીએ છીએ. તેમાં જ્યારે બીજા અજિતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે બાકીના ૪ ભરત અને પાંચે ઐરાવતક્ષેત્રમાં પણ બીજા નંબરના ૧-૧ ભગવાન વિચરતા હતા. વળી એક મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજય છે. પાંચ મહાવિદેહમાં ૩૨ x ૫ = ૧૬૦ વિજય છે. તે દરેક વિજયમાં પણ તે વખતે ૧-૧ ભગવાન વિચરતા હતા. તેથી પાંચ ભરતના પાંચ, પાંચ ઐરાવતના પાંચ અને પાંચ મહાવિદેહના ૧૬૦ મળીને કુલ ૧૦૦ ભગવાન વિચરતા હતા. વરકનકસૂત્રમાં આપણે આ ૧૭૦ ભગવાનની સ્તવના કરીએ છીએ. શત્રુંજય વગેરે અનેક સ્થળે ૧૦૦ તીર્થકર ભગવંતનો પટ હોય છે. જગચિંતામણી સૂત્રમાં બીજી ગાથામાં જણાવ્યું છે કે કર્મભૂમિને વિશે ઉત્કૃષ્ટપણે ૧૦૦ જિનેશ્વરો વિચરતા પામીએ. નવ કરોડ કેવળજ્ઞાનીઓ અને નવ હજાર કરોડ સાધુઓ હોય. અત્યારે દરેક મહાવિદેહમાં ૮,૯,૨૪,૨૫ મી વિજયમાં ૧-૧ ભગવાન હોવાથી પાંચ મહાવિદેહમાં પ૪૪ = ૨૦ ભગવાન વિચરતા મળે. બે કરોડ કેવળજ્ઞાની અને બે હજાર કરોડ સાધુઓ વિચરતા મળે, રોજ સવારે તેમની સ્તવના કરીએ. - પાંચ મહાવિદેહક્ષેત્રમાં ૧-૧ મેરુ હોવાથી પાંચ મેરુપર્વત છે. દરેક મેરુપર્વતની ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્ર અને દક્ષિણમાં દેવકુરુક્ષેત્ર આવેલ છે. મહાવિદેહક્ષેત્રની ઉત્તરમાં રમ્યકક્ષેત્ર અને દક્ષિણમાં હરિવર્ષક્ષેત્ર આવેલા છે. ભરતક્ષેત્રની ઉપર હિમવંતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રની નીચે હિરણ્યવંતક્ષેત્ર આવેલા છે. તે બધા પણ પાંચ પાંચ છે. આમ, પાંચ ઉત્તરકુરુ, પાંચ દેવકુરુ, પાંચ રમ્યક્ષેત્ર, પાંચ હરિવર્ધક્ષેત્ર, પાંચ હિમવંતક્ષેત્ર અને પાંચ હિરણ્યવંતક્ષેત્ર મળીને ૩૦ ક્ષેત્રો અકર્મભૂમિ છે. તેમાં અસિમસિ, કૃષિના વ્યવહારો નથી. ત્યાં ધર્મ નથી. મોક્ષમાર્ગ નથી. ક . ૩૦ અકર્મભૂમિમાં કલ્પવૃક્ષો હોય. યુગલિક મનુષ્યો-તિર્યંચો હોય. બાળક-બાલિકાનું યુગલ સાથે જન્મે. યુવાન બનતાં બંને વચ્ચે પતિ-પત્નીનો વ્યવહાર ચાલે. મૃત્યુના છ મહીના પહેલાં એક યુગલને જન્મ આપે. કલ્પવૃક્ષો તેમની બધી જરૂરિયાતો પૂરી પાડે. આયુષ્ય પૂર્ણ થતાં, કોઈપણ પીડા વિના મૃત્યુ પામીને સ્વર્ગમાં જાય છે. - ભરતક્ષેત્રની ઉપર લઘુહિમવંતપર્વત અને ઐરાવતક્ષેત્રની નીચે શિખરી પર્વત આવેલા છે. આ બંને પર્વતના પૂર્વ-પશ્ચિમ છેડા લવણસમુદ્રમાં દાઢના આકારે ઉત્તર-દક્ષિણ બે વિભાગમાં આગળ વધે છે. તે જ રીતે પશ્ચિમ દિશામાં તત્વઝરણું ૨૦૪ Page #285 -------------------------------------------------------------------------- ________________ પણ ઉત્તર-દક્ષિણ બે દાઢા છે. તેથી લઘુહિમવંતની ઉત્તર-દક્ષિણ, બે દાઢાના, પશ્ચિમમાં પણ બે દાઢા મળીને ૪ દાઢા થાય. તે જ રીતે શિખરી પર્વતની પણ ૪ દાઢા છે. આ દરેક દાઢા ઉપર - દ્વીપ આવ્યા છે. સમુદ્રની અંદર હોવાથી તે અંતદ્વીપ કહેવાય છે. આઠ દાઢાના કુલ ૮૪૦ = ૫૬ અંતર્હીપ છે. તેમાં પણ યુગલિક મનુષ્યો રહે છે. FIX P SIPH 6 જંબુડીપ ૧ યોગા તોદા નદ રવાના લી 7-s ખંડ-૩ [RY: 2 * ૨ {} F5 V/ ખંડ-પ સપણ સમુદ્ર ૨જ્ઞાન યોજા idiotel 14 ના નદી of Pics else છે. મહાક્ષેત્ર કુલગિરિ . ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતદ્વીપ મળીને કુલ ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યો વસે છે. આ મનુષ્યો બે પ્રકારના છે. (૧) ગર્ભજ : માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થનારા અને (૨) સંમુમિ : માતા-પિતાના સંયોગ વિના, તેવા પ્રકારનું અનુકૂળ વાતાવરણ પેદા થતાં સહજ રીતે પેદા થનારા. ગર્ભજ મનુષ્યો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના હોય જ્યારે સંમુર્ચ્છિમ મનુષ્યો તો અપર્યાપ્ત જ હોય. ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ પર્યાપ્ત ૧૦૧ પ્રકારના, ગર્ભજ અપર્યાપ્ત ૧૦૧ પ્રકારના અને સંમુર્ચ્છિમ (અપર્યાપ્ત) ૧૦૧ પ્રકારના મળીને મનુષ્યોના ૩૦૩ પ્રકાર છે. મિ છે. 199 ીિ દેવો અને નારકોમાં ગર્ભજ-સંમુર્ચ્છિમ વિભાગો નથી. તિર્યંચોમાં એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના બધા જીવો સંમુર્ચ્છિમ છે. પંચેતિર્યંચો ગર્ભજ અને સંમુર્ચ્છિમ બંને પ્રકારના છે. aa teeth 1. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. i frans તત્વઝરણું ૨૦૫ Page #286 -------------------------------------------------------------------------- ________________ 0 સંવત ૨૦૫૯ કારતક વદ - ૨. શુક્રવાર, તા. ૨૨-૧૧-૦૨ આ સંસાર અસાર છે કારણકે તેમાં સતત પાપો કરવા પડે છે. પાપ વિનાનું જીવન સંસારમાં રહીને જીવવું મુશ્કેલ છે. સતત જીવોની હિંસા સંસારીઓ ન ઇચ્છે, તો જ તેમને કરવી પડે છે. તેનાથી બચવા જલ્દીથી સંયમજીવન સ્વીકારવું જોઈએ. જયાં સુધી સંયમ ન સ્વીકારી શકો ત્યાં સુધી જીવહિંસાદિ પાપો ઓછામાં ઓછા થાય તેની કાળજી લેવી જોઈએ. તે માટે સંમુસ્ડિમ મનુષ્યોની વિરાધનાથી અટકવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગર્ભજ મનુષ્યોના મળ, મૂત્ર, ચૂંક, લોહી, સેડા, મેલ, છારી, વોમીટ, ચરબી, ચામડી વગેરે ગંદી ચીજોમાં-શરીરથી છૂટી પડ્યા પછી ૪૮ મિનિટ પછી-સંમુસ્ડિમ મનુષ્યો પેદા થઈ શકે છે. પાણી પીને ગ્લાસ લૂછવો જોઈએ. એવું ન મૂકવું. થાળી ધોઈને પીવી તથા લૂછવી. બ્રશ કર્યા પછી વોશબેસીનના બદલે બહાર ખુલ્લામાં કોગળા કરવા જોઈએ. ખુલ્લામાં સ્નાન કરવું, જેથી પાણી જમીનમાં વહીને સૂકાઈ જાય. તે શકય ન બને તો બાથરુમમાં પરાતમાં બેસીને સ્નાન કર્યા પછી, તે પાણી ડોલમાં લઈને ઉપર ટેરેસ કે નીચે જમીન ઉપર જયાં ત્રસજીવો, લીલોતરી વગેરે ન હોય ત્યાં પરઠવવું જોઈએ. યાદ રહે કે ગર્ભજ મનુષ્યોના શરીરની અશુચિમાં -છૂટી પડયા પછી-૪૮ મિનિટમાં પાંચ ઈન્દ્રિયવાળા, અતિ સૂક્ષ્મ, આંખે ના દેખાય તેવા અસંખ્યાતા સંમુસ્ડિમ મનુષ્યો સતત ઉત્પન્ન થાય છે - મરે છે. તે બધાનું પાપ ન લગાડવા આવી અનેક પ્રકારની સાવધાની રાખવી જોઈએ. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ હોય છે. અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં યુગલિકો હોય છે. ત્રીજા આરાના અંતે પહેલા ભગવાન થાય છે. ચોથા આરામાં બીજાથી ચોવીસમા (૨૩) ભગવાન થાય છે. પાંચમા આરાના અંતે જૈનશાસનનો વિચ્છેદ થાય છે. છઠ્ઠા આરામાં ભયાનક દુઃખો હોય છે. પછી ઉત્સર્પિણી કાળ શરુ થાય છે. તેમાં છ આરા ઉલટાક્રમે હોય છે. તેમાં પણ ૨૪ ભગવાન થાય છે. આ રીતે વારાફરતી અવસર્પિણી – ઉત્સર્પિણીકાળ પસાર થાય છે. હાલ અવસર્પિણીકાળનો પાંચમો આરો ચાલી રહયો છે. દેવકુરુ અને ઉત્તરકુરુમાં હંમેશા અવસર્પિણીના પહેલા આરા જેવો કાળ હોય. હરિવર્ષ અને રમ્યક્રક્ષેત્રમાં બીજા આરા જેવો, હિમવંત-હિરણ્યવંતક્ષેત્રમાં ત્રીજા આરા જેવો તથા મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ચોથા આરા જેવો કાળ હોય. અવસર્પિણીકાળના ત્રીજા આરાના અંતે કે ચોથા આરા જેવા કાળમાં તત્વઝરણું ૨૦૬ Page #287 -------------------------------------------------------------------------- ________________ જન્મેલો આત્મા જ તે ભવમાં મોક્ષે જઈ શકે. મહાવિદેહક્ષેત્રમાં કાયમ ચોથા આરા જેવો કાળ હોવાથી ત્યાં મોક્ષમાં જવાનું કામ ચાલુ હોય છે. આપણે ત્યાં ત્રીજા-ચોથા આરામાં જન્મેલા જીવો આયુષ્ય પૂર્ણ થતાં ત્રીજા-ચોથા કે પાંચમાં આરામાં મોક્ષે જાય છે. ગૌતમસ્વામી, સુધરવામી, જંબુવામી વગેરે ચોથા આરામાં જન્મ્યા હતા, પણ તેમનો મોક્ષ થયો ત્યારે પાંચમો આરો ચાલતો હતો. જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને અર્ધપુષ્કરવરદ્વીપના તમામે તમામ પ્રદેશોથી અનંતા-અનંતા આત્માઓ આજ સુધીના અનંતકાળમાં મોક્ષે ગયા છે. અઢીદ્વીપનો એક પણ પ્રદેશ એવો નથી કે જયાંથી અનંતા આત્માઓ મોક્ષે ગયા ન હોય. કર્મભૂમિમાં ચોથા આરા જેવા કાળમાં જન્મેલા આત્માઓને દેવો ઉપાડીને અકર્મભૂમિમાં પર્વતો ઉપર કે સમુદ્રોમાં લાવ્યા હોય તેવું અનંતીવાર બન્યું છે. આમ અઢીદ્વીપના પ્રત્યેક કાંકરે કાંકરે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. પણ તેના કરતાંય અનંતગણા અનંતા આત્માઓ શત્રુંજયના કાંકરે કાંકરે મોક્ષે ગયા છે. વળી, અન્ય સ્થાને તો જુદા જુદા રોગોની આરાધના કરી, જોરદાર પુરુષાર્થ કરીને મોક્ષ પામી શકયા છે, જયારે શત્રુંજયે તો પોતાના પુરુષાર્થથી નહિ, પણ શત્રુંજયના પ્રભાવ થી મોક્ષે ગયા છે, માટે શત્રુંજય ગિરિરાજનો મહિમા અપરંપાર છે. જંબુદ્વીપની ચારેબાજુ ફરતા બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રમાં ચાર દિશામાં ચાર મહાપાતાળકળશો આવેલા છે. તે દરેક એકલાખ યોજન પેટવાળા, એકલાખ યોજન ઊંડા અને ૧૦,૦૦૦ યોજના મોઢાવાળા છે. બે મહાપાતાળકળશની વચ્ચે ૧૯૦૧-૧૯૦૧ લઘુપાતાળકળશો હોવાથી કુલ ૦૮૮૪ (૧૯૭૧૪) લઘુપાતાળકળશો આવેલા છે, તે મહાપાતાળ કળશના ૧૦૦માં ભાગના માપના છે. આ પાતાળકળશોના મોઢાના ૧૦,૦૦૦ યોજનની પહોળાઈના ભાગમાં, લવણસમુદ્રનું પાણી ૧૦૦૦ યોજન ઊંડુ છે. અને ઉપરની સપાટીથી ૧૬૦૦૦ યોજન ઊંચાઈવાળી પાણીની દિવાલ છે. પાતાળકળશોના નીચેના ૧/૩ ભાગમાં વાયુ, વચ્ચેના ૧/૩ ભાગમાં વાયુ-પાણી તથા ઉપરના ૧/૩ ભાગમાં પાણી છે. રોજ બે વાર વાયુ ક્ષોભ પામે છે. તેનાથી ઉપરનું પાણી ઉછળે છે. પરિણામે તે પાણી ૧૬,૦૦૦ યોજન ઊંચી દિવાલ ઉપરથી ઉછળીને જંબૂદ્વીપની દિવાલ તરફ ઘસમસતું આવે છે. જે તે પાણી જંબૂઢીપ સુધી આવે તો આખોને આખો જંબૂદ્વીપ ડૂબી જાય. પણ વેલંધર અને અનુવેલંધર દેવો હાથમાં પાવડા-કડછા લઈને તે પાણી તત્વઝરણું ૨૦૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ ને જંબૂદ્વીપ તરફ આવતું અટકાવવાનો પ્રયત્ન કરે છે. મોટા ભાગનું પાણી અટકી જાય છે, પણ વચ્ચે-વચ્ચે જે પાણી નીકળી જાય, તે વહીને જંબૂદ્વીપના સમુદ્રોમાં પ્રવેશ કરે છે, તેને ભરતી કહેવાય છે. પેલો વાયુ શાંત થતાં તે પાણી પાછું ફરે છે, તેનાથી ઓટ આવે છે. આમ ભરતી અને ઓટ આવવાનું કારણ આ પાતાળકળશો છે. દેવોને પાણી અટકાવવાનું કામ કોઈએ સોંપ્યું નથી, પણ જંબૂદ્વીપના જીવોની ધર્મારાધના-સાધનાના પ્રભાવે તે દેવોને આ પાણી અટકાવવાનું મન થાય છે. ધર્મના પ્રભાવે સૂર્ય આગ ઓકતો નથી, ચંદ્ર ઠંડી ઓકતો નથી, સમુદ્રો માઝા મૂકતા નથી. આપણે સૌ સહીસલામત છીએ. માટે હવે નક્કી કરીએ કે મને બધા વિના ચાલશે પણ ધર્મ વિના તો નહિ જ ચાલે. ૦ ૦ ૦૦૯ ૦ ૦ ૦. ° ૦ ૦ ૦°0% ° ૦૦૦ ૦ ૦ ૦. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦०००००००० ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ ૦૦૦૭ ૯ ૦ ૦ ૦ || ૦ ૦ ૦ ૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ०००००००० ००००००००० ૦૦૦૦૦૦૦૦૦ [૦ ૦ ૦ ૦ ૦ ૦ ૭૦ ૦૦૭ ૦૮ ૦૦૦૦૦૦૦૦००००००००० ૦૦૦૦૦૦૦૦૦A ૦ ૦ ૦ ૦ ૦૬ ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ ૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦. ૦૦૦૦ OO ૦ ૦ ૦ ૦ ૦૦ લવણસમુદ્રમાં પાતાળ કળશો વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃ કરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું ૨૮ Page #289 -------------------------------------------------------------------------- ________________ સંવત ૨૦૫૯ કારતક વદ ૩ શનિવાર. તા. ૨૩-૧૧-૦૨ આ વર્ષના આ કાંદીવલી-શંકરગલી ચોમાસાની સવારની પ્રવચનમાળાનું આજે આ છેલ્લું પ્રવચન છે. આવતીકાલે સવારે વિહાર છે. હજુ નામકર્મના ૨૦ ભેદો તથા તિર્યંચગતિના જીવોના ભેદો વિચારવાના બાકી છે. સમયની અનુકૂળતા મુજબ ટૂંકાણમાં આપણે આજે વિચારણા કરીએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, “પહેલા જ્ઞાન પછી દયા. કારણ કે જે જીવને જાણતો નથી, અજીવને જાણતો નથી તે શી રીતે જીવોની દયા પાળી શકશે? સંયમની આરાધના તે શી રીતે કરી શકશે?'' માટે આપણે જીવોની જાણકારી મેળવવી જોઈએ. 1 જે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી કહેવાય. જે જીવે તે જીવ કહેવાય. પ્રાણો બે પ્રકારના છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. શરીર સાથે સંબંધ ધરાવે તે દ્રવ્યપ્રાણ કહેવાય. તે દસ પ્રકારના છે. પાંચ ઈન્દ્રિય, મન-વચન અને કાયાના ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ ભાવપ્રાણો આત્મા સાથે સંબંધ ધરાવે છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેનો સમાવેશ થાય છે. આત્માનો દ્રવ્યપ્રાણો સાથે સંયોગ થાય તેને જીવની ઉત્પત્તિ (જન્મ) કહેવાય છે. જ્યાં સુધી આત્મા અને દ્રવ્યપ્રાણો જોડાયેલા રહે ત્યાં સુધી જીવન કહેવાય. આત્મા અમર છે. તે કદી મરતો નથી. આત્મા ચાલ્યો જાય ત્યારે શરીર પડ્યું રહે છે. તે પણ મરતું નથી; પણ તે વખતે આત્મા અને દ્રવ્યપ્રાણો မှ છૂટા પડ્યા, તેનો મોત તરીકે વ્યવહાર થાય છે. આત્મા કે શરીર મરતું ન હોવાથી જીવહિંસા શી રીતે થાય? તેમ ન કહેવું. પ્રમાદના યોગથી આત્માને તેના દ્રવ્ય પ્રાણોથી વિખૂટો પાડવો તેનું નામ હિંસા. તેવું કરવાથી હિંસાનું પાપ લાગે. પાપથી સતત ધ્રૂજતા રહેવું જોઈએ. શકિત હોય તો પાપથી ભાગી છૂટવા સંયમજીવન જીવવું જોઈએ. શ્રાવક પાસે સદા ખેશ કે ચરવળો હોય. તેના વડે પૂંજવા-પ્રમાર્જવાનું ચાલુ હોય. રસોડામાં પણ પૂંજણી વિના તેને ન ચાલે; એક શ્રાવકને એક્સીડન્ટ થતાં એમ્બ્યુલન્સમાં મૂકવા ગયા તો પહેલાં ચરવળાથી તેમણે સીટ પૂંજાવી, પછી જ તેમાં પ્રવેશ કર્યો. શ્રાવક તે જીવો હો પ્રકારના છે. સંસારી અને મુક્ત સંસારી આત્માને ભાવપ્રાણ અને દ્રવ્યપ્રાણ; બંને હોય માટે તેમને જન્મ-જીવન-મરણની ઘટમાળ ચાલે; પણ મોક્ષે પહોંચેલા મુક્ત જીવોને માત્ર ભાવ પ્રાણો જ હોય, તેમને દ્રવ્ય પ્રાણો ન હોવાથી તેના સંયોગ-વિયોગ રુપ જન્મ-મરણ પણ ન હોય. તત્વઝરણું ૧૬ ૨૦૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવોના મુખ્ય બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. જેઓ પોતાની ઈચ્છાથી હાલી-ચાલી શકે તે ત્રસ કહેવાય અને જેઓ પોતાની ઈચ્છા હોવા છતાંય હાલી-ચાલી ન શકે, સ્થિર જ રહે તેઓ સ્થાવર કહેવાય. આ જનરલ વ્યાખ્યા છે. હકીકતમાં તો ત્રસનામકર્મનો ઉદય જેને હોય તે ત્રસ જીવો કહેવાય. સંમુસ્ડિમ મનુષ્યો પોતાની ઈચ્છા પ્રમાણે હલન-ચલન ન કરતાં હોવા છતાં ય તેમને ત્રસ નામકર્મનો ઉદય હોવાથી તેઓ ત્રસ છે. - આત્માનો રવભાવ ગતિ કરવાનો છે. ત્રસનામકર્મ તે ગતિને મર્યાદિત કરવાનું કાર્ય કરે છે. ત્રસનામકર્મના ઉદયના કારણે જીવ તેની ઈચ્છા પ્રમાણે મર્યાદિત ગતિ કરી શકે. બાકી આત્માની શક્તિ તો એક સમયમાં ચૈદ રાજલોકના એક છેડાથી બીજા છેડા સુધી ગતિ કરવાની છે. સ્થાવર નામકર્મી તો આ ગતિને સંપૂર્ણ નિયંત્રિત કરીને જીવને સ્થિર રાખે છે. છેસંસારી જીવોના કુલ પ૬૩ ભેદો છે. તેમાં ૨૨ ભેદો સ્થાવરજીવોના અને બાકીના પ૪૧ ભેદો ત્રસજીવોના છે. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિના જીવો સ્થાવર છે. ખનીજ તેલ, સોનુ-ચાંદી વગેરે ધાતુઓ, કાચું મીઠું વગેરે પૃથ્વીકાયના જીવોના શરીરો છે. કાચા મીઠાનો ઉપયોગ ન કરવો. જરુર પડે તો બલવણ (પાકા મીઠા)નો ઉપયોગ કરવો. જેટલા યાંત્રિક વાહનોનો ઉપયોગ કરો તેટલો પેટ્રોલ-ડીઝલ વગેરેનો વધારે ઉપયોગ કરવો પડે. તેટલું ખનીજતેલ વધારે નીકળે તેવું ઈચ્છો. જેટલા દાગીના વધારે વાપરો, તેટલા વધારે સોનાની ઈચ્છા કરો. તે બધાની હિંસાની અનુમોદનાનો દોષ લાગ્યા કરે. - કાચાપાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો છે. વૈજ્ઞાનિકોએ જે ૩૬,૪૫૦ જીવો જોયાં છે, તે તો તેમાં રહેલા હાલતા ચાલતા ત્રસ જીવોની સંખ્યા છે. પણ પાણી પોતે જ અપકાયનું શરીર છે. પાણીના એક ટીપામાં પાણીના પોતાના તો અસંખ્યાતા આત્માઓ છે. આપણા શરીરમાં રહેલો આપણો આત્મા ન દેખાય તેમ પાણીના ટીપામાં રહેલા અસંખ્યાતા આત્માઓ પણ ન દેખાય, પણ હકીકતમાં તેમાં અસંખ્યાતા આત્માઓ છે જ. આવા અસંખ્યાતા જીવોનો કચ્ચરઘાણ શી રીતે બોલાવી શકાય? આ બધા જીવોની રક્ષા કરવા શું જલદીથી દીક્ષા લેવી ન જોઈએ? જેથી કાચાપાણીના જીવોની હિંસાથી બચી જવાય. તે ના જ બને તો ઉકાળેલું પાણી પીવું જોઈએ. બાકીના ઉપયોગમાં પણ ના છૂટકે ઓછામાં ઓછું કાચું પાણી વાપરવું જોઈએ. જ્ઞાનમાં અડધી ડોલથી વધારે નહિ. સ્વીમીંગનો ત્યાગ કરવો. વોટરપાર્ક વગેરેમાં ન જવું. તત્વઝરણું ૨૮૦ Page #291 -------------------------------------------------------------------------- ________________ અગ્નિકાયમાં વીજળી, દીવા, અગ્નિ વગેરે આવે. લાઈટ બંધ-ચાલુ કરતાં અગ્નિકાયના અસંખ્યાતા જીવોની હિંસા થાય, તેથી વિવેક સાચવવો. પંખા, એ.સી., ફીઝ વગેરેથી વાયુકાયના અસંખ્યાતા જીવોની હિંસા થાય છે. પંખો તો ત્રણ છરાનું કતલખાનું છે. દુનિયાના કતલખાના બંધ કરાવવા સાથે ઘરનું આ કતલખાનું સૌ પ્રથમ બંધ કરવું જરૂરી છે. વનસ્પતિના બે પ્રકાર છે. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય અને એક શરીરમાં અનંતા જીવો રહે તે સાધારણ વનસ્પતિકાય. કાંદા-બટાટા વગેરે કંદમૂળ, ફણગા ફૂટેલા મગ વગેરેમાં અનંતાજીવો છે. તે ન વપરાય.. [ પ્રત્યેક નામકર્મના ઉદયે એક શરીરમાં એક જીવ રુપ પ્રત્યેકશરીર મળે. સાધારણ નામકર્મના ઉદયે એક શરીરમાં અનંતા આત્માઓ રહે તેવું સાધારણશરીર મળે. માત્ર સાધારણ વનસ્પતિકાયના જીવોને જ આ સાધારણ નામકર્મના ઉદયે સાધારણ શરીર હોય. બાકીના પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવો તથા તમામ ત્રસ જીવોને તો પ્રત્યેક નામકર્મના ઉદયે પ્રત્યેક શરીર જ હોય. જીવો ભલે અનંતા છે, પણ સાધારણ વનસ્પતિકાયના અનંતા-અનંતા જીવો એકેક શરીરમાં રહેતા હોવાથી સમગ્ર વિશ્વમાં શરીરો અસંખ્યાતા જ છે. પણ અનંતા નથી. એક,બે સંખ્યાતા કે અસંખ્યાતા શરીરો ભેગા થવા છતાં જે જોઈ કે અનુભવી ન શકાય તે સૂક્ષ્મજીવો કહેવાય, તેમને સૂક્ષ્મનામકર્મના ઉદયે તેવું શરીર મળે; પણ જે જીવોને બાદર નામકર્મના ઉદયે બાદર શરીર મળે તેઓના એક, બે સંખ્યાતા કે અસંખ્યાતા શરીરો ભેગા થાય તો આપણે જોઈ કે અનુભવી શકીએ. પ્રત્યેક વનસ્પતિકાય માત્ર બાદર છે. તે સિવાયના પૃથ્વીકાયથી સાધારણ વનસ્પતિકાય સુધીના પાંચે પ્રકારના જીવો દરેક સૂક્ષ્મ અને બાદર બે, બે પ્રકારના છે. તેથી ૧+ (પx૨) =૧+૧૦-૧૧ પ્રકારના સ્થાવર જીવો થયા. તેમાં જે જીવો પૂરેપૂરા વિકસિત થવાના હોય, એટલે કે જેઓ પોતાનું જીવન જીવવા માટે જરુરી ચાર પર્યાતિઓ પૂર્ણ કરવાના હોય તેઓ પર્યાપ્ત કહેવાય તથા જેઓ પૂરી કરવાના ન હોય તેઓ અપયપ્તિ નામકર્મના ઉદયે અપર્યાપ્ત કહેવાય. પૂર્વે જણાવેલા ૧૧ સ્થાવર જીવો પર્યાપ્ત-અપર્યાપ્ત હોવાથી ૧૧ x ૨ = ૨૨ પ્રકારના સ્થાવરજીવો થયા. તેમને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ હોવાથી આ બધા સ્થાવરજીવો એકેન્દ્રિય છે. તત્વઝરણું ૨૮૧ Page #292 -------------------------------------------------------------------------- ________________ આ ૨૨ પ્રકારના સ્થાવર જીવોમાં પ૪૧ પ્રકારના ત્રસ જીવો ઉમેરીએ તો પ૬૩ પ્રકારના કુલ સંસારી જીવો થાય. ત્રસજીવોના મુખ્ય બે ભેદ છે. (૧)પૂરેપૂરી પાંચ ઈન્દ્રિયોવાળા પંચેન્દ્રિય કહેવાય અને (૨)પાંચથી ઓછી =વિકસેન્દ્રિયોવાળા તે વિકલેન્દ્રિય ત્રસ જીવો. તેમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોનો સમાવેશ થાય. (એકેન્દ્રિય પણ વિકલ-ઓછી ઈન્દ્રિયવાળા હોવા છતાં તેઓ ત્રસ નથી) આ ત્રણે પ્રકારના વિકસેન્દ્રિય જીવો પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત, એમ બે-બે પ્રકારના હોવાથી કુલ છ પ્રકારના વિકલેન્દ્રિય જીવો થયા. a પંચેન્દ્રિય તિર્યચોમાં (૧)માછલી વગેરે પાણીમાં તરનારા જળચર જીવો (૨) જમીન ઉપર પેટે સરકીને ચાલનારા સાપ વગેરે ઉરપરિસર્પ સ્થળચર જીવો (૩)હાથનો પણ ચાલવામાં પગ તરીકે ઉપયોગ કરનારા વાંદરા-ખીસકોલીઉદર વગેરે ભુજપરિસર્પ સ્થળચરો, (૪)ચાર પગે ચાલનારા હાથી-ઘોડા વગેરે ચતુષ્પદ સ્થળચરો અને (૫) આકાશમાં ઉડનારા પક્ષીઓ વગેરે ખેચરનો સમાવેશ થાય છે. - આ પાંચ પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચો દરેક ગર્ભજ અને સમુચ્છિમ, એમ બે-બે પ્રકારના હોવાથી (૫ x ૨): ૧૦ પ્રકારના થયા. તે દરેક પર્યાપ્ત અને અપર્યાપ્ત હોવાથી (૧૦X૨ )= ૨૦ પ્રકારના થયા. લો. એકેન્દ્રિય (સ્થાવર) ના ૨૨, વિકસેન્દ્રિયના ૬ અને પંચેન્દ્રિય તિર્યંચોના ૨૦ પ્રકારો મળીને તિર્યંચગતિના જીવોના કુલ ૪૮ પ્રકારો થયા. તેમાં પૂર્વે વિચારેલા નારકના ૧૪, દેવોના ૧૯૮ અને મનુષ્યોના ૩૦૩ પ્રકારો ઉમેરતાં સંસારી જીવોના પ૬૩ પ્રકારો થયા. . કે આ સાથે આપણે (૧-૨)બસ-સ્થાવર, (૩-૪)સુક્ષ્મ-બાદર, (૫-૬) પ્રત્યેક-સાધારણ, (૭-૮)પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મ પણ વિચાર્યા હવે(૯-૧૦) સ્થિર-અસ્થિર, (૧૧-૧૨) શુભ-અશુભ, (૧૩-૧૪) સુભગ-દુર્લગ (૧૫-૧૬) સુસ્વર-દુ:સ્વર (૧૭-૧૮) આદેય-અનાદેય અને (૧૯-૨૦) યશ-અપયશ નામકર્મ વિચારવાના છે. આ ૨૦ નામકર્મો પૂર્વે વિચારેલા ૮૩ નામકર્મોમાં ઉમેરતાં નામકર્મના ૧૦૩ ભેદો પૂર્ણ થાય. _ કર્મનું કમ્યુટર ભાગ-૩ પુસ્તકમાં આ બધા કર્મો ઉપર વિસ્તારથી મેં વર્ણન કરેલ છે. આપણી જીવનશૈલીને સુંદર બનાવવા આ કર્મો જાણવા ખૂબ જરૂરી છે પણ આજે સમય ન હોવાથી ટૂંકમાં વિચારીએ. અનુકૂળતાએ કર્મનું કમ્યુટર પુસ્તકના ત્રણે ભાગ મનનપૂર્વક દરેક જણે વાંચવા જરૂરી છે. તેનાથી પરમાત્માએ જણાવેલા કર્મવિજ્ઞાનનું રહસ્ય પકડાશે. જે કર્મથી દાંત, હાડકા વગેરે સ્થિર અવયવો સ્થિર અને પાંપણ-જીભ વગેરે અસ્થિર અવયવો અસ્થિર મળે તે સ્થિર નામકર્મ. પણ તેનાથી વિપરીત તત્વઝરણું ૨૮૨ Page #293 -------------------------------------------------------------------------- ________________ એટલે કે સ્થિર અવયવો અસ્થિર અને અસ્થિર અવયવો સ્થિર થાય તે અસ્થિર નામકર્મ. નાભિથી ઉપરના અવયવો શુભ કહેવાય છે. તે આપનાર શુભ નામકર્મ. નાભિથી નીચેના અવયવો અશુભ કહેવાય. તે આપનાર અશુભ નામફર્મ. જેનાથી સૌભાગ્ય મળે તે સુભગ નામકર્મ અને જેનાથી દુર્ભાગ્ય પેદા થાય તે દુર્ભગ નામકર્મ. જેનાથી બીજાને ગમે, તેવો કંઠ મળે તે સુરવર નામકર્મ અને જેનાથી બીજાને ગમે નહિ તેવો અવાજ મળે તે દુ:સ્વર નામકર્મ. જેનાથી પોતાની કડવી પણ વાત બીજાને ગમે તે આદેય નામકર્મ અને જેનાથી પોતાની સાચી-સારી-મીઠી પણ વાત બીજાને ન ગમે તે અનાદેય નામકર્મ. કામ કરવા કે ન કરવા છતાં જેનાથી યશ મળે તે યશનામકર્મ અને ગમે તેટલું કરવા છતાં જેના કારણે જસના બદલે જુત્તા મળે, અપયશ મળે તે અપયશ નામકર્મ. - આમ, જ્ઞાનાવરણીયના પ, દર્શનાવરણીચના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮, આયુષ્યના ૪, નામકર્મના ૧૦૩, ગોત્રકર્મના ૨, અને અંતરાયકર્મના ૫ મળીને આપણે ૧૫૮ પ્રકારના કર્મો વિચાર્યા. આ કર્મવિજ્ઞાના જાણીને, નવા કર્મો બાંધતા અટકવું. પૂર્વે બંધાયેલા કર્મોનો નાશ કરવા ધર્મારાધનામાં વિશેષ ઉધમ કરવો. જે કર્મો ઉદયમાં આવી જાય તેને સમતાથી સહન કરવા. આ રીતે કરવાથી જલદી મોક્ષે પહોંચી શકીશું. મારા ભવોદધિનારક પરમોપકારી પ્રાતઃરમરણીય ગુરુદેવશ્રી પં. ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબની કૃપાના પ્રભાવે આપણી આ વહેલી સવારની પ્રવચનમાળામાં આપણે ઘણા પદાર્થો સ્પર્શી શક્યા છીએ. ગૃહસ્થપણામાં મેં નવાડીસાના ચોમાસામાં મારા ગુરુદેવશ્રીને વહેલી સવારે આવા તત્ત્વજ્ઞાનના પ્રવચનો કરતાં સાંભળ્યા હતા. તેના આલંબને આ ચોમાસામાં આ પ્રવચનમાળા યોજાઈ છે. જે કાંઈ સારું, તમારું પરિવર્તન થાય તેવું તમને જાણવા - સાંભળવા મળ્યું તેમાં તેઓશ્રીની કૃપા કારણ છે. તેમનો ઉપકાર માનીએ. જે કાંઈ વિપરીત રજૂઆત થઈ હોય તે બધામાં મારું છદ્મસ્થપણું કારણ છે. તે અંગે અંતઃકરણથી ક્ષમા યાચું છું. તમે બધાએ પણ સાંસારિક બધા કાર્યક્રમો એડજસ્ટ કરીને, વહેલા ઊઠીને, વહેલી સવારે આટલી મોટી સંખ્યામાં નિયમિત. ઉપસ્થિત રહીને, ભાવવિભોર બનીને મને સાંભળ્યો, પ્રોત્સાહિત કર્યો, મારો ઉ૯લાસ વધાર્યો તે બદલ તમને સૌને ધન્યવાદ છે. આપણે સૌ, પરમપિતા પરમાત્માના તત્ત્વજ્ઞાનને પામીએ, હદયથી સ્પર્શીએ, આંતરિક ભૂમિકાનું વાસ્તવિક પરિવર્તન પામીને જલદી મોક્ષસુખને પામીએ એ જ શુભાભિલાષા. | વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ કાંઈપણ જણાવાયું હોય ! અંતઃ કરણથી ત્રિવિધ ત્રિવિધ ‘મિચ્છા મિ દુક્કડમ્'. ગાંડી - તત્વઝરણું e ૨૮૩ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ, જૈન જ્ઞાન ભંડાર :25 - 1 યુવાન હૃદયના બદલે મસ્તકને આપે છે. શ્રદ્ધાના બદલે તર્કના આધારે પોતાનું જીવન ગોઠવવાનો પ્રયત્ન કરે છે, પણ, તેના હાથમાં આવે છે માત્ર અશાંતિ-અજંપો અને સંકલેશ; કારણકે... તર્કના છીછરા ખાબોચીયામાં છબછબીયા કરતો યુવાન સાચી સમજણના સમુદ્રના ઉંડાણમાં ડૂબકી મારવાની કદીય પરવા કરતો નથી; પરિણામે શાંતિ-સમાધિ કે સ્વસ્થતાના મૂળ સમાન શ્રદ્ધાને તે સ્પર્શી શકતો નથી. તર્કના જ્યારે સીમાડા આવે ત્યારે સાચી શ્રદ્ધાની શરુઆત થાય છે. આ પુસ્તક વાંચીને આપ તર્કની ઊંડાઈમાં ડૂબકી લગાવીને સાચી શ્રદ્ધા પેદા કરી શકશો. અમને વિશ્વાસ છે કે આ પુસ્તકનું વાંચન આપના હૃદયને શ્રદ્ધાથી ભરપૂર બનાવીને જૈનશાસનના મહારાગી બનાવ્યા વિના નહિ રહે. શ્રી આશાપૂરણ નામ : લેખક : | શા. વિમળાબેન ર હીરાજેન સોસાયટી, Deseigned by Param Graphics: 9892115512 Printed by Shah Art Printers : 2875 5912