________________
માંગે તો દૂધ મળતું હતું. જો દીક્ષા ન લે તો નંદીવર્ધન તેમને રાજપાટ આપીને તેમના છત્રધર કે ચપરાશી બનવા તૈયાર હતા. છતાં પરમાત્મા મહાવીરદેવે બધું છોડીને દીક્ષા લીધી. હવે શું થયું? તેઓ ધર્મી બન્યા ત્યાં ધાડ પડવી શરુ થઇ. સાડા બાર વર્ષના સાધનાકાળમાં ભયાનક ઉપસર્ગોની ઝડી વરસી. પરમાત્મા સાવધાન બની ગયા. દીન ન બન્યા. રડારોળ ન કરી. બલ્ક, મોહરાજને આહવાન કર્યું. આવી જા, લેતી-દેતી ચૂક્ત કર. તમામ હિસાબ ચૂકવવા તૈયાર છું. આવેલા ઉપસર્ગો ઓછા જણાતા હોય તેમ સામે ચાલીને અનાર્યદેશમાં ગયા. કર્મોની સામે વળતો હુમલો તેમણે કર્યો. - જેના માથે દેવું હોય, તે ખાનદાન સજ્જન શું કરે? જ્યારે તેની પાસે પૈસા આવે ત્યારે લેણદારોને સામેથી બોલાવીને પ્રેમથી ચૂકવી દે ને? કોઇ ખૂંખાર લેણદારો પાછળથી હેરાન પરેશાન કરે તેના કરતાં આજે અનુકૂળતા હોય તો મુદત થયા પહેલાં જ ચુકવી દેવાનો પ્રયત્ન કરે ને? | તેમ જો આપણામાં શક્તિ, અનુકૂળતા, પ્રસન્નતા, સહિષ્ણુતા હોય તો દીક્ષાજીવન સામેથી સ્વીકારવું. ભવિષ્યમાં હુમલા કરનારા કર્મોની લેતી-દેતી અત્યારે જ ચૂકવી દેવી, જેથી ભાવિમાં તે આપણને હેરાન-પરેશાન ન કરે.
ધર્મ પામ્યા પછી આપણી સમતા-પ્રસન્નતા-સમાધિ-સહિષ્ણુતા સમજણ વધવા જોઇએ. કર્મોના ઉદયે સહજ આવતા દુઃખોને સમતાથી સહન કરવા. અરીસામે ચાલીને દુઃખોને સ્વીકારવા. ભગવાન પણ સામે ચાલીને અનાર્યદેશમાં ગયા હતા તે ન ભૂલવું. જૈન શાસનનું કર્મવિજ્ઞાન જાણીને, સમજીને જેણે પચાવ્યું છે, તે ગમે તે સ્થિતિમાં પ્રસન્નતા ટકાવી શકે. સમાધિ સાચવી શકે. | એક વાત સદા યાદ રહે કે કર્મસત્તા કરતાં ધર્મસત્તાની તાકાત હંમેશા વધારે છે. ધર્મસત્તા સામે કર્મસત્તા કદી ટકી શકે નહિ. તેને ફલીન બોલ્ડ થવું જ પડે. તેથી કર્મસત્તા ગેરીલાયુદ્ધ અજમાવે છે. ત્રાસવાદીની જેમ હુમલા કરે છે; કારણ કે મેદાનમાં સામે આવીને લડવાની તેની તાકાત નથી. મોહનીય કર્મી ધર્મી આત્માને સીધે સીધું પાણી બનાવી શક્યું ન હોવાથી તે ધર્મીઓની બુદ્ધિ ઉપર હુમલા કરે છે. તેને બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. બુદ્ધિભ્રષ્ટ થયેલો તે ધર્મી પછી પાપી બન્યા વિના ન રહે.
અઢાઇ કરી, હવે અશક્તિ લાગે છે. પર્યુષણ તો પૂરા થઇ ગયા, હવે રાત્રે ખાઇએ તો શું વાંધો? આ થયો મોહનીયકર્મનો બુદ્ધિ ઉપર હુમલો. આવા તો જાતજાતના હુમલા ધર્મીઓ ઉપર સતત થયા કરે છે. જો જરાક જાગ્રત ન રહીએ તો આપણે પણ બુદ્ધિભ્રષ્ટ થવાના. પછી શ્રદ્ધા હચમચશે. પાપી બનીશું.
તત્વઝરણું
૧૬