________________
દેવાના છે. સીધું મોક્ષે પહોંચી જવાનું છે. પણ જો આપણે કર્મોની સામે હુમલા નહિ કરીએ, શાંત બેસી રહેશું, ખાઇ-પીને જલસા કરીશું પણ કર્મોનો ખૂરદો બોલાવવા કોઇ સમ્યક્ પુરુષાર્થ નહિ કરીએ તો આ કર્મો શાંત બેસી રહે તેમ નથી. તેઓ આપણા આત્મા ઉપર બે પ્રકારના હુમલા કરીને તેને ભયાનક ત્રાસ આપવાનું ચાલુ કરશે.
આ દુનિયામાં બે પ્રકારના જીવો છે. (૧)ભૌતિકરીતે સુખી અને (૨)ધર્મી. કર્મો આ બંને પ્રકારના જીવો ઉપર અવારનાર હુમલા કરે છે. વેદનીય કર્મ સુખીઓ ઉપર હુમલો કરીને તેમને દુ:ખી બનાવે છે. તેમની પાસે રહેલી સુખની સામગ્રીઓ આંચકી લે છે. કોઇને રોગી બનાવે છે. તો કોઇને ગરીબ બનાવે છે. કોઇને ભૂખ્યા ઊંઘાડે છે તો કોઇને તરસ્યા.
મોહનીયકર્મ કહે છે કે હું કોઇની સામગ્રીઓ આંચકી લેતો નથી કે કોઇને દુઃખી બનાવતો નથી. હુમલા કરવાના લક્ષમાં મેં ધર્મીઓને રાખ્યા છે; કારણકે સમગ્ર સંસાર ઉપર મારું આધિપત્ય છે. જે સુખી છે, તે તો પાપો કરી કરીને મારા તાબામાં જ રહેવાના છે, પણ જે ધર્મીઓ છે, તેઓ ધર્મ કરીને જો મોક્ષે પહોંચી જાય તો તેમની ઉપર મારું આધિપત્ય રહે નહિ, માટે મારે ધર્મીઓ ઉપર વારંવાર હુમલા કરીને તેમને આ સંસારમાં ટકાવી રાખવાં છે. મોક્ષે જવા
દેવા નથી.
સંગમ કી હોનારત થ
‘ધર્મીના ઘરે જ ધાડ’ એવું તમે બોલો છો ને? તે વાત બરોબર જ છે ને? ઇન્કમટેક્ષની રેડ કાં પડે? ગરીબોના ઝુંપડામાં કે શ્રીમંતોની ઓફીસોમાં? જ્યાં રુપીયા છલકાતા હોય ત્યાં જ રેડ પડે ને? તેમ મોહરાજા પણ કાં તૂટી પડે? જ્યાં ધર્મનું નામ નિશાન ન હોય તે પાપીઓને ત્યાં કે જ્યાં પુષ્કળ ધર્મ થતો હોય તેવા ધર્મીને ત્યાં?
મગ ન હોય તો વાડીઓ ત
sals
જે પેઢી ઊઠવાની હોય તેને ત્યાં બધા એકી સાથે ઉઘરાણી કરવા આવે. ધર્મી આત્માની પેઢી આ સંસારમાંથી ઊઠવાની તૈયારીમાં છે. તે મોક્ષની નજીક પહોંચ્યો છે. માટે બધા કર્મો ઉઘરાણી વસૂલ કરવા આવીને ઊભા રહે. આપણે તેવા સમયે, સમતા-પ્રસન્નતા રાખવી. હિસાબ ચૂક્તે કરવો.
એકી સાથે ચારે બાજુથી તકલીફ આવે, બધા કર્મો એકી સાથે હુમલા કરે તો મોક્ષે જવાનું હવે નજીકમાં હશે એમ સમજીને આનંદિત બનવાનું. દેવું ચૂકતે કરવાનું પણ ધર્મીના ઘરે ધાડ કેમ? બોલીને રોદણા નહિ રોવાના કે ધર્મ કરવાનું છોડી નહિ દેવાનું. The
bobl
પરમાત્મા મહાવીરદેવ સિદ્ધાર્થ રાજાના દીકરા હતા. રાજકુમાર હતા. પાણી તત્વઝરણું
- ૧૬૫