________________
'સંવત ૨૦૫૮ આસો સુદ - ૭ શનિવાર તા. ૧૨-૧૦-૦૨ |
વેદનીય કર્મનો ભૌતિકજીવન સાથે સંબંધ છે, તો મોહનીસકર્મનો વિશેષતઃ આધ્યાત્મિક જીવન સાથે સંબંધ છે. વેદનીય કર્મ સુખી કે દુઃખી કરે. મોહનીસકર્મ સારા કે ખરાબ બનાવે. - આપણી આર્યસંસ્કૃતિ તો સારા બનવાની વાતો કરે છે. ખરાબ તો બનાય જ નહિ. લાભ ન થાય તો ચાલે પણ વિશ્વાસઘાત, અનીતિ, ચોરી, જૂઠ વગેરે તો ન જ થાય. પશ્ચિમી શૈલીએ આપણી વિચારધારા પલટી નાંખી. સારા બનવાના બદલે સુખી બનવાનું લક્ષ પેદા કરાવ્યું. દુઃખી તો ન જ બનાય. ગમે તે રીતે સુખી તો બનવું જ. વિશ્વાસઘાત, કાવાદાવા, પ્રપંચો, અનીતિ વગેરે કરીને પણ સુખી બનવા લાગ્યા.
હકીકતમાં આપણે સારા બનવું જરૂરી છે. ભૌતિક રીતે સુખી બનીને સારા થવાય તો સારી વાત. છેવટે દુઃખી બનીને પણ સારા તો રહેવું જ. જે સારો બનશે, તે મોડા-વહેલા સુખી બન્યા વિના નહિ રહે. A કેટલાક લોકોએ હાલ આ વિચારધારાને પલટી દીધી છે. તેઓ કહે છે, સારા રહીને ભૌતિક રીતે સુખી બનાય તો સારી વાત. છેવટે ખરાબ બનીને પણ સુખી તો થવું જ. આ વિચારધારા ખૂબ ભયાનક છે. આધ્યાત્મિક જીવનના મૂળીયા ઉખેડી નાંખવા સમર્થ છે. તમે આનો ભોગ ન બનતા. સુખીપણું કે દુઃખીપણું તો ગૌણ છે. હકીકતમાં તો સારાપણું કે ખરાબપણું જ મહત્ત્વનું છે. જીવનમાં આનાથી વિપરીત ન કરાય.
આપણી આ ભૂલભરેલી વિચારધારા જલદીથી પલટવી જરૂરી છે. જ્યાં સુધી વિચારો નિર્મળ નહિ થાય, ત્યાં સુધી આચારો નિર્મળ બનવા મુશ્કેલ છે.
સુંદર, આચાર પ્રધાન, સ્વસ્થ, પ્રસન્ન જીવન જીવવા માટે આપણે ત્યાં બધા લોકો પોતપોતાની વિચારધારા નિર્મળ બનાવતા. “સુખમાં કદી છકવું નહિ, દુઃખમાં હિંમત ન હારવી, સુખ-દુ:ખ કાયમ ટકતા નથી. એ નીતિ ઉરમાં અવધારવી” આવા સુભાષિતો આપણા હદયમાં ગૂંજ્યા કરતા હતા. આપણે ત્યાં સુખ-દુઃખની જરા ય ચિંતા નહોતી. ખરાબ ન થઇ જવાય તેની સતત કાળજી લેવાતી હતી.
જ આપણે સુખ-દુઃખને લાવનારા વેદનીયકર્મની જરા ચ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા તો સારા કે ખરાબ બનાવનારા મોહનીસકર્મની કરવાની છે.
કર્મો જડ છે. આત્મા જીવંત છે, ચેતન છે. જડ કર્મો કરતાં ચેતના આત્માની તાકાત વધારે છે. પૂરેપૂરી તાકાતથી આપણે બધા કર્મોને ખતમ કરી તત્વઝરણું
૧૬૪