________________
ડાળીઓ તોડી દીધી. કુક દર્શનાવરણીય કર્મ બંધાઇ ન જાય તેની પળે પળે કાળજી લેવી જોઇએ. કોઇને પણ બહેરા-આંધળા-કાણા વગેરે ન કહેવા. કાણાને પણ જે કાણો ના કહેવાય તો દેખતાને આંધળો શી રીતે કહેવાય? પણ કયારેક આવેશમાં આવું બોલાઇ જાય છે ને? હવે સાવધ રહેવું. કોઇ બહુ બોલબોલ કરતું હોય તો ‘તારી જીભ લાંબી થઇ ગઇ લાગે છે કે “તારી જીભ ખેંચી કાઢીશ' એવું બોલતાં દસવાર વિચાર કરજો. એની જીભને તો કાંઇ નહિ થાય, પણ ભાવિમાં તમારી જીભ જોખમમાં છે, તે ન ભૂલતા. પશુ-પંખીના અંગોના છેદન-ભેદન ન કરવા. કામણ-સુમણ ન કરવા. જેવું બીજાનું કરો, વિચારો કે કહો, તેવું તમારું થાય. કોઇની હાંસી-મશ્કરી ન કરવી. કોઇના ચાળા ન પાડવા, મીમીકી ન કરવી, નહિ તો દર્શનાવરણીય કર્મ બંધાશે..
કર્મસત્તા કહે છે કે ખોટું કરનાર કે ગુનો કરનારને સજા કરવાનો અધિકાર મારો છે; તમારો નહિ. તેથી તમારું કોઇ બગાડે તો પણ તમારે તેને કાંઇ સજા ન કરવી. જો તમે તેને કાંઇપણ કરશો તો તેની સજા હું તમને કરીશ. તમારે જો સજા ન પામવી હોય તો તમે મારો અધિકાર તમારા હાથમાં ન લો.
આપણે આપણી જાતે જ કર્મ બાંધીએ છીએ. આપણે બાંધેલા કર્મો જેમ આપણે પોતે જ ભોગવવા પડે તેમ આપણે બાંધેલા કર્મોને આપણે પોતે જ ખતમ પણ કરી શકીએ છીએ. તે માટેનો સક્રિય પ્રયત્ન કરવો જરૂરી છે. ( કર્મના ઉદયે ઊંઘ આવે તે બને, પણ તે વખતે ઊંઘવું જ પડે તેવું જરૂરી નથી. ઊંધવાના બદલે તે કર્મને દૂર કરવાનો પ્રયત્ન કરવો. ઊભા ઊભા વાંચવું. પ૧ ખમાસમણ દેવા. આંખો ધોવી. શરીર ઉપર પાણી છાંટવું. ગમતી પ્રવૃત્તિમાં . જોડાઇ જવું. આવું બધું કરવાથી ઊંઘ દૂર થઇ શકે. ( જે પ્રવૃત્તિમાં રસ ન હોય, કંટાળો હોય તેમાં ઊંઘ આવે. જેમાં રસ પડે તેમાં કંટાળો ન આવે. ઊંઘ ન આવે. તેથી સારી પ્રવૃત્તિમાં રસ પેદા કરવો. તેમાં તલ્લીન બનવું. તેથી ઊંઘ આવે નહિ. આવતી હોય તો દૂર થઇ જાય.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
-
૧૬૩