________________
અચલકુમાર ત્યારે બલદેવ હતા.
北市 Dora
તીર્થંકર પરમાત્માનું બળ સર્વોત્કૃષ્ટ હોય. તેમના કરતાં ઘણું ઓછું બળ ચક્રવર્તીનું હોય. ચક્રવર્તી કરતાં અડધું બળ વાસુદેવનું હોય. તેનાથી અડધું પ્રતિવાસુદેવનું હોય. પ્રતિવાસુદેવ જેટલું બળ આ થિણદ્ધિ નિદ્રામાં પહેલા સંઘયણવાળાને હોય. ગમે તે કામ કરવાની તાકાત આવી જાય. શાસ્ત્રોમાં થિણદ્ધિનિદ્રાવાળાના દૃષ્ટાંતો જણાવ્યા છે.
CID
(૧)એક સાધુ વહોરવા ગયા. સામે લાડવા પડ્યા હોવા છતાં કોઇએ વિનંતિ ન કરી. લાડવા જોઇને તેમને ખાવાની ઇચ્છા થઇ. તે ઇચ્છા સાંજ સુધી અધૂરી રહી ગઇ. રાત્રે ઊંધમાં થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો. ઊંધમાં ઊભા થઇને ચાલવા માંડયા. પેલા ઘરમાં પહોંચીને લાત મારીને દરવાજો ખોલ્યો. લાડવા ખાધાં. બાકીના લઇને ઉપાશ્રયના દરવાજા પાસે મૂક્યા. આવીને ઊંઘી ગયા. સવારે ગુરુને કહે કે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં બનેલી વાત કરી. ગુરુએ સાધુઓને દિશાવલોક કરવા, એટલે કે ઉપાશ્રયની ચારે બાજુ જોવા કહ્યું. દરવાજા પાસેથી લાડવા લઇને શિષ્યો આવ્યા. પેલા સાધુને થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો હતો,એવું જાણીને ગુરુએ તે સાધુને સંસારમાં તેના ઘરે મોકલી દીધો.
(૨)જૈન ધર્મ વ્યાપક છે. ગમે તે ધર્મમાં જન્મેલા અહીં દીક્ષા લઇ શકે છે. આરાધના-સાધના કરીને મોક્ષ સુધી પહોંચી શકે છે. એક કુંભારે દીક્ષા લીધી.
જોઇને તેને પણ તેવું કરવાની ઇચ્છા થઇ. તેવી ઇચ્છામાં જ રાત્રે એક મંદિરની પરશાળમાં સૂવાનું થયું. અડધી રાત્રે થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો. ત્યાં રહેલી તલવાર લઇને સૂતેલા સાધુઓના મસ્તકને માટીનો પિંડ સમજીને ધડથી કરવા લાગ્યો.
જુદા
(૩)એક સાધુ વહોરવા ગયો ત્યારે સામે હાથી આવ્યો. ગભરાઇને બીજે ગયો. પણ તેને હાથી પ્રત્યે દ્વેષ પેદા થઇ ગયો. રાત્રે થિણદ્ધિનિદ્રાનો ઉદય થતાં તે હસ્તિશાળામાં પહોંચ્યો. હાથીના દાંત પકડીને,હાથીને ગોળ ગોળ ભમાવીને નીચે ફેંકયો. દાંત ખેંચી કાઢ્યા. ઉપાશ્રયના દરવાજા પાસે દાંત મૂકીને અંદર જઇ સૂઇ ગયો. આવું સ્વપ્ન આવ્યું તેમ તેણે સવારે ગુરુને કહ્યું. ઉપાશ્રય પાસે પડેલા દાંત દેખાતા થિણદ્ધિનિદ્રાનો ઉદય જાણીને,સાધુવેશ લઇને તેને ઘરે રવાના કર્યો.
(૪)એક સાધુ ગોચરી વહોરીને આવતો હતો. રસ્તામાં વડની ડાળી તેને અથડાઇ. ગુસ્સો ચડયો. રાત્રે થિણદ્ધિનિદ્રાનો ઉદય થયો. ઊઠીને તેણે તે વડની
તત્વઝરણું
૧૬૨