________________
સંઘયણ એટલે શારીરિક બળ. ધૃતિ એટલે મનનું બળ.
જેટલું શારીરિક બળ વધારે તેટલી માનસિક વૃતિ વધે. જેટલું સંઘચણ જોરદાર તેટલું મનોબળ મજબૂત થાય. ધર્મની આરાધના માટે જેમ શારીરિક બળ(સંઘયણ)ની જરૂર છે. તેમ માનસિક સ્થિરતા, ધીરતાની પણ જરૂર છે.
છેલ્લા સંઘયણવાળા આપણે અહીંથી વધુમાં વધુ ચોથા દેવલોક સુધી ઉપર કે બીજી નરક સુધી નીચે જઇ શકીએ. તેથી આગળ નહિ. અહીંથી મોક્ષના દરવાજા જેમ બંધ છે, તેમ છમી નરકના દરવાજા પણ આપણા માટે બંધ છે.
'મહાવિદેહ ક્ષેત્રમાં જો મોક્ષના દરવાજા ખુલ્લા છે, તો ત્યાંથી ૭મી નરકના દરવાજા પણ ખુલ્લા છે. જો અહીં આ ભવમાં આરાધના કરી હશે તો મહાવિદેહમાં પહોંચ્યા પછી આરાધના કરવી ગમશે, પણ અહીં આ ભવમાં આરાધના કરવી નહિ ગમાડી હોય, વિરાધનાઓનું આકર્ષણ મજબૂત કર્યું હશે, તો મહાવિદેહમાં સીમંધરસ્વામી ભગવંત મળવા છતાંય આત્મકલ્યાણ નહિ થઇ શકે. કાલસીરિક કસાઇને ભગવાન મહાવીરદેવ મળ્યા હતા, છતાં તે સાતમી નરકે ગયો, તે વાત ભૂલવી નહિ.
એક કાળચક્રમાં ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી આવે. તે દરેકમાં ૬૩ ઉત્તમપુરુષો થાય છે. તેઓ ત્રેસઠ શલાકા પુરુષો કહેવાય છે. ૨૪ તીર્થકરો + ૧૨ ચક્રવર્તીઓ + ૯ વાસુદેવો + ૯ પ્રતિવાસુદેવો + ૯ બલદેવો મળીને ૬૩ શલાકા પુરુષો થાય. આ અવસર્પિણીકાળમાં થયેલા ૬૩ શલાકા પુરુષોનું વિસ્તારથી જીવન ચરિત્ર “ષિષ્ઠિશલાકાપુરુષચરિત્ર' નામના ગ્રંથમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ લખ્યું છે.
જૈનશાસનની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય. છ ખંડ જીતે તે ચક્રવર્તી ગણાય. ત્રણ ખંડને સાધે તે વાસુદેવ કહેવાય. ત્રણ ખંડ જીતવાનો પ્રયત્ન કરીને, મોટો ભાગ જીતી લે તે પ્રતિવાસુદેવ હોય. વાસુદેવના હાથે પ્રતિવાસુદેવ મરાય. તેથી વાસુદેવ ત્રણ ખંડનો અધિપતિ બને. પ્રતિવાસુદેવે તૈયાર કરેલું ભાણું વાસુદેવને સીધું જમવા મળી જાય. વાસુદેવ અને બલદેવ; બંને ભાઇ હોય. બંનેના પિતા એક હોય. માતા જુદી હોય. બલદેવ મોટો હોય. વાસુદેવ નાનો હોય.
જ્યારે રાવણ નામનો પ્રતિવાસુદેવ આ વિશ્વમાં થયો ત્યારે લક્ષ્મણ વાસુદેવ થયા. તેના હાથે રાવણ હણાયો. તે વખતે રામચંદ્રજી બલદેવ થયા. જરાસંધ પ્રતિવાસુદેવ હતા ત્યારે તેને હણનારા શ્રીકૃષ્ણ વાસુદેવ હતા. મોટાભાઇ બલરામ બલદેવ હતા. જ્યારે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ હતો ત્યારે ભગવાન મહાવીરદેવનો આત્મા અઢારમા ભાવમાં ત્રિપૃષ્ઠવાસુદેવ તરીકે જન્મ્યો હતો. તેના મોટાભાઇ
તત્વઝરણું
૧૬૧