________________
સંવત ૨૦૫૮ આસો સુદ - ૬ શુક્રવાર તા. ૧૧-૧૦-૦૨ દર
આપણે આઠ કર્મોની વિચારણા કરી રહ્યા છીએ. ચક્ષુદર્શન અને સમ્યગ દર્શન જુદી ચીજ છે. આંખ વડે દેખાય તે ચક્ષુદર્શન. પરમાત્માની વાતોમાં પૂર્ણ શ્રદ્ધા તે સમ્યગદર્શન. ચક્ષુદર્શનને અટકાવવાનું કામ ચક્ષુદર્શનાવરણીય કર્મી કરે તો સમ્યગદર્શનને અટકાવવાનું કામ દર્શનમોહનીય કર્મ કરે.
ચક્ષુદર્શનાવરણીય કર્મના ઉદયે આંખના નંબર આવે. મોતીયો-ઝામર વગેરે થાય. આંખોનું તેજ ઓછું થાય. કાણા-આંધળા બનવું પડે. અતિસૂક્ષ્મ વસ્તુ ન દેખાય. પાછળની વસ્તુ ન દેખાય. આંખના પીયાં વગેરે ખૂબ નજીકની વસ્તુ ન દેખાય. | કોઇની કીકી કાળી હોય તો કોઇની ભૂરી કે માંજરી હોય. તેની પાછળ આ ચક્ષુદર્શનાવરણીય કર્મ કારણ નથી, પણ નામકર્મ કારણ છે. કીકીઓના કલર બદલાવાથી જોવામાં ફરક પડતો નથી.
અચક્ષુદર્શનાવરણીય કર્મના ઉદયથી આંખ સિવાયની બાકીની ઇન્દ્રિયો માં ખોડખાંપણ આવે. બહેરાશ, મુંગાપણું વગેરે આવે. બીજાને આંધળા,બહેરા, બોબડા, મુંગા, તોતડા, કહેવાથી કે તેમની તેવી મશ્કરી કરવાથી આ દર્શનાવરણીય કર્મ બંધાય. ઘણું ઊંઘ-ઊંઘ કરવાથી પણ આ કર્મ બંધાય. તેથી થાક ઉતારવા જરુરી ઊંઘ સિવાય બહુ ઊંઘવું નહિ. ઊંઘ સારી ચીજ નથી. ઊંઘવાના સમય દરમ્યાન બધા ગુણોનો ઘાત થાય છે.
આહાર અને ઊંઘ, વધારીએ એટલા વધે અને ઘટાડીએ તેટલા ઘટે. તેમાં વધારો-ઘટાડો કરવો તે આપણા હાથની વાત છે. જરૂર કરતાં વધારે ખાવું નહિ કે ઊંઘવું નહિ. સામાન્ય રીતે તંદુરસ્ત યુવાનની ઊંઘ છ થી સાડા છ કલાકની ગણાય. તેનાથી નાની નાની ઉંમરવાળાની ઊંઘ વધારે હોય. મોટા-મોટાની ઊંઘ ઓછી-ઓછી હોય.
પાંચ નિદ્રાઓ ઉત્તરોત્તર ચડિયાતી છે. સૌથી ભયાનક, કાતિલ નિદ્રા વિણદ્ધિ નિદ્રા કહેવાય. થિસદ્ધિ પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત ‘સ્યાનદ્ધિ છે.
સ્થાન = થીજેલી. અદ્ધિ = સમૃદ્ધિ. જે કાતિલ નિદ્રામાં આત્માની ગુણસમૃદ્ધિ સાવ થીજેલા જેવી થાય તે સ્થાનદ્ધિ = થિણદ્ધિ નિદ્રા કહેવાય.
થિણદ્ધિ નિદ્રામાં પહેલા સંઘયણવાળાનું બળ પ્રતિવાસુદેવ જેટલું થાય. છઠ્ઠા સંઘયણવાળાનું બળ પણ હોય તેના કરતાં સાત-આઠ ગણું થાય. આવા બળ વડે તે ભચાનક વિરાધનાઓ ઊંધમાં કરી બેસે.
આપણને છેલ્લું છઠ્ઠું સંઘયણ છે. ભગવાનને પહેલું સંઘયણ હોય. તત્વઝરણું
a
,..
૧૦.