________________
પણ ચાર પ્રકારનું થયું. તેમાં પાંચ પ્રકારની નિદ્રા (ઉંઘ) ને લાવનારા પાંચ કર્મો ઉમેરીએ તો દર્શનાવરણીય કર્મના નવ પ્રકારો થાય. [ (૧)નિદ્રા : કૂતરા કે સ્ત્રી જેવી સામાન્ય નિદ્રા. જરાક ખખડાટ થાય તો જાગી જવાય તેવી નિદ્રા. (૨)નિદ્રા-નિદ્રા : ઘસઘસાટ ઊંઘ, દંઢોળીને ઉઠાડીએ. ત્યારે માંડ ઊઠે; તેવી ઊંઘને નિદ્રા-નિદ્રા કહેવાય. (૩)પ્રચલા ઃ બેઠાં બેઠાં કે ઊભા ઊભા જે ઊંઘ આવે તે પ્રચલા. ઘોડા-ગધેડા-ગાય-ભેંસ વગેરે પશુઓને પ્રચલા ઊંઘ હોય. કેટલાક માણસોને પણ આ ઊંઘ હોય છે. (૪)પ્રચલા પ્રચલા : ચાલતાં ચાલતાં ઊંઘ આવે છે. કેટલાક થાકેલા ઘોડા-બળદો ઊંઘતા-ઊંઘતા ઘોડાગાડી-બળદગાડા વગેરે ચલાવતા જોવા મળે છે. તેમને આ પ્રચલા-પ્રચલા નામની ઊંઘ હોય છે. (૫)વિણદ્ધિ નિદ્રા : આ ભયાનક ઊંઘ છે. થિસદ્ધિ નિદ્રામાં દિવસે વિચારેલું કાર્ય રાત્રે ઉંઘમાં કરી દે. જાતે તે કાર્ય કરવા છતાં તેને એમ લાગે કે મેં સ્વપ્નમાં અમુક કાર્ય કર્યું છે. | વિણદ્ધિનિદ્રાવાળો આત્મા દીક્ષા માટે અયોગ્ય છે; કારણકે આ ઊંઘમાં તેનો પોતાની ઉપર કંટ્રોલ રહેતો નથી. આ ઊંઘમાં તે વિષય કે કષાય સંબંધિત એવા કાતિલ કાર્યો કયારેક કરી બેસે છે કે જેનાથી ખૂબ શાસનહીલના થાય. આવી શાસનહીલના ન થવા દેવા થિણદ્ધિનિદ્રાવાળાને દીક્ષા અપાતી નથી. જો કોઇ સંયોગમાં દીક્ષા અપાઇ ગઇ હોય, પછી ખબર પડે તો તેને પાછા ઘરે મોકલી દેવા પડે, પણ દીક્ષા જીવનમાં ન રખાય. આ પાંચે નિદ્રા લાવનારા પાંચ દર્શનાવરણીય કર્મો છે. 2 વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ.
राजाका द्वारपाल जैसा
-
T
He is
તનાવરકરવE TIE.
તત્વઝરણું
૧૫૯