________________
જ્ઞાનના પુસ્તકો વગેરેની ભક્તિ કરવી જોઇએ. ધાર્મિક અધ્યાપકો - પંડિતજી વગેરેનું યથાયોગ્ય સન્માન કરવું જોઇએ.
દર્શનાવરણીય કર્મના ઉદયે ઇન્દ્રિયોમાં ખોડખાંપણ વગેરે આવે. ઇન્દ્રિયો પાંચ છે. તેના ૨૩ વિષયો છે. જે ઇન્દ્રિય જેને ગ્રહણ કરે છે તેનો વિષય કહેવાય.
શ્રોત્રેન્દ્રિય ત્રણ પ્રકારના શબ્દોને ગ્રહણ કરે. (૧)સચિત્ત ઃ જીવથી પેદા થયેલો શબ્દ. (૨)અચિત્ત : અજીવથી પેદા થયેલો શબ્દ અને (૩)મિશ્ર : લેંડ, વાજીંત્ર વગેરેમાં જીવની સહાયથી અજીવ વાજીંત્રનો અવાજ. ચક્ષુરિન્દ્રિય (આંખ) પાંચ પ્રકારના રુપને ગ્રહણ કરે. (૧)લાલ (૨)લીલું (૩) પીળું (૪)કાળું અને (૫)સફેદ. in ધ્રાણેન્દ્રિય (નાક) બે પ્રકારની ગંધને ગ્રહણ કરે. (૧)સુગંધ અને (૨)દુર્ગધ. રસનેન્દ્રિય (જીભ) પાંચ પ્રકારના રસ(વાદ)ને ગ્રહણ કરે. (૧)ખાટો (૨)તીખો (૩)તૂરો (૪) કડવો અને (૫)ગળ્યો. અહીં ખારો રસ જુદો ગયો નથી કારણકે પાંચે રસો ભેગા થાય એટલે ખારો રસ બને. માટે ખારા મીઠાને સબરસ કહેવાય છે. - - સ્પર્શનેન્દ્રિય આઠ પ્રકારના સ્પર્શને ગ્રહણ કરે. (૧)ગુરુ= ભારે (૨)લઘુત્ર હલકું (૩)શીત(૪) ઉષ્ણ(પ)મૃ૬(૬) કર્કશ ()નિગ્ધ(ચીકણું) અને (૮)ક્ષ.
પાંચે ઇન્દ્રિયો દ્વારા આ ૨૩ વિષયો પરખાય છે. તેમાં આસક્તિ ન થઇ જાય તેની સતત સાવધાની રાખવી જરૂરી છે.
જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા પોતાના વિષયોનો સામાન્ય બોધ થાય તેને દર્શન કહેવાય. વિષયનો અનુભવ કરવો તે દર્શન. આ દર્શનને જે અટકાવે તે દર્શનાવરણીય કર્મ કહેવાય. તેના નવ પેટાભેદો છે. ' (૧) આંખથી જે સામાન્ય બોધ થાય તે ચક્ષુદર્શન કહેવાય. (૨) આંખ સિવાયની બાકીની ઇન્દ્રિયો અને મનથી જે સામાન્ય બોધ થાય તે અચક્ષુદર્શન કહેવાય.
આપણા જેવા છઘસ્થ જીવોને પહેલા દર્શન થાય, પછી જ્ઞાન થાય. મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન થતાં પૂર્વે આ ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન થાય છે. (૩) અવધિજ્ઞાન થતાં પૂર્વે રુપી પદાર્થોનો જે સામાન્ય બોધ થાય તે અવધિદર્શન (૪) કેવળજ્ઞાનની સાથે કેવલદર્શન હોય.
મન:પર્યવજ્ઞાન સીધું જ વિશેષ બોધ રુપે થતું હોવાથી તેની પૂર્વે કોઇ દર્શન થતું નથી. આમ ચાર દર્શન થયા. તેને અટકાવે તે દર્શનાવરણીય કર્મ
તત્વઝરણું
- ૧૫૮