________________
અનાથો અને અબોલ પશુઓનું પણ ધ્યાન રાખવું. અનુકંપાદાનનો કચારેય નિષેધ કરાયો નથી.
S
લાભાન્તરાય કર્મનો ઉદય ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ થતી અટકાવે છે. આર્થિક તકલીફો પેદા કરે છે. ધંધા વગેરેમાં પૂરતી કમાણી થવા દે નહિ. કર્મવિજ્ઞાન કહે છે કે આવા કર્મોની ચિંતા કરવી નહિ. કર્મ કરતાં ધર્મની તાકાત વધારે છે. આત્મા પુરુષાર્થ કરે તો કર્મોમાં ઘણો ફેરફાર થઇ શકે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને અનુસરીને કર્મોનો ઉદય-ઉદીરણા વગેરે થાય છે. આપણે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરીએ,તીર્થયાત્રા, ઉપાશ્રય,દેરાસર વગેરે પવિત્ર ક્ષેત્રમાં આરાધના કરીએ,સર્વ જીવો પ્રત્યે
શુભભાવો પેદા કરીએ તો પાપકર્મો દૂર થાય. પુણ્યમાં ટ્રાન્સફર થાય.
આપણી આરાધના જેટલી વધારે તીવ્ર ભાવવાળી-ઉલ્લાસવાળી બને તેટલી તેની તાકાત વધી જાય. તેનાથી આસપાસની અનેક વ્યક્તિઓને પણ લાભ થાય.'
બીજાને લાભ મેળવતાં અટકાવીએ, બીજાનું આંચકી લઇએ, પડાવી લઇએ, તો લાભાંતરાય કર્મ બંધાય. દેવાનંદાએ પૂર્વ ભવમાં ત્રિશલાનો હાર ચોરી લીધો હતો તો આ ભવમાં તેને ત્યાં આવેલા ભગવાન મહાવીરદેવ તેની પાસેથી ઝુંટવાઇ ગયા. આ વાત જાણ્યા પછી કોઇની રકમ પચાવી પાડવી નહિ. કોઇના દાગીના પડાવી લેવા નહિ. દેવું કોઇનું રાખવું નહિ. કોઇને કાંઇ મેળવતાં વચ્ચે વાંધાવચકા ઊભા કરવા નહિ.
જે વસ્તુનો એક જ વાર ઉપયોગ કરી શકાય તે ભોગની વસ્તુ કહેવાય. ખાવા-પીવાના પદાર્થોનો સમાવેશ ભોગમાં થાય. જેનો વારંવાર ઉપયોગ કરી શકાય તે ઉપભોગના પદાર્થો કહેવાય. દાગીના, વસ્ત્રો, મકાન, પત્ની વગેરે ઉપભોગના પદાર્થો કહેવાય. આ ભોગ-ઉપભોગના પદાર્થો લાભાન્તરાય કર્મના ક્ષયોપશમે મળી જાય તો પણ તેનો ભોગ કે ઉપભોગ કરતાં અટકાવવાનું કાર્ય ભોગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મ કરે છે.
JOKE LOTS
ભોજન કરવા બેસો ત્યાં જ ચોર, ચોરની બૂમ પડતાં ખાવાનું છોડીને નાશી જવું પડે. સુંદર વસ્ત્રો અને દાગીનાથી કાયા સજાવીને કોઇના લગ્નમાં જવાની તૈયારી કરતાં જ કોઇના મોતના સમાચાર મળતાં શોકના વસ્ત્રો પહેરીને ત્યાં જવું પડે. આવી પરિસ્થિતિ પેદા કરનાર ક્રમશઃ ભોગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મો છે. વિધવાપણું કે વિધૂરપણું પ્રાપ્ત થાય, પોતાનું મકાન હોવા છતાં ભૂતિયું ઘર જાહેર થતાં તેમાં રહેવા જઇ ન શકાય વગેરે પાછળ
તત્વઝરણું
૨૩૩