________________
સંજવલન કષાયો-નવ નોકષાયો ઉદયની સાથે ચારિત્ર પણ હોય છે. સમકિત મોહનીસકર્મના ઉદયની સાથે ક્ષાયોપથમિક સમકિત રહી શકે છે. પાંચે અંતરાયોના ઉદય સાથે પાંચે લબ્ધિઓ આંશિક રીતે હોય છે. માટે આ ૨૬ કર્મો દેશઘાતી કહેવાય છે. તેમના ક્ષયોપશમથી આંશિક ગુણો પેદા થાય છે. તેમના ક્ષયથી સંપૂર્ણ ગુણો પ્રગટે.
જે ઘાતી કર્મનો ઉદય તીવ્ર રસ સાથે હોય તે સર્વઘાતી કહેવાય. જ્યારે તે તીવ્ર રસને પુરુષાર્થ દ્વારા આત્મા ઓછો કરે, નબળો પાડે ત્યારે તે દેશઘાતી રસ બને. તે દેશઘાતી રસનો ઉદય ગુણને સંપૂર્ણ ઢાંકી ન શકે. દેશઘાતી કર્મોનો ક્ષયોપશમ પણ થાય અને ક્ષય પણ થાય. | કર્મોનો ક્ષય થવાથી જે ગુણો પ્રગટે તે ક્ષાયિક ભાવના ગુણો કહેવાય. કર્મોનો ક્ષયોપશમ થવાથી પ્રગટતા ગુણો ક્ષાયોપથમિક ભાવના કહેવાય. જ્ઞાનસારમાં “ધર્મસંન્યાસવાન્ ભવેત’ કહ્યું છે. સંન્યાસ એટલે ત્યાગ. છેલ્લે તો ક્ષારોપથમિક ભાવના ગુણોનો પણ ત્યાગ કરવાનો છે. ક્ષાયોપથમિક ભાવના શ્રતધર્મ અને દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર ધર્મનો પણ ત્યાગ કરીને ક્ષાયિક ભાવનું ચયાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન વગેરે ક્ષાયિકગુણો પ્રાપ્ત કરવાના છે. દસમા ગુણઠાણાના અંતે મોહનીસકર્મનો અને બારમાના અંતે બાકીના ત્રણ ઘાતી કર્મોનો નાશ થતાં આત્મા ક્ષાયિકગુણોનો સ્વામી બને. બધા ક્ષાયોપથમિક ગુણોનો ત્યાગ કરી દે. | આપણને જ્ઞાન, દર્શન, ચારિત્ર, લબ્ધિ વગેરે ક્ષાયોપથમિક ભાવે છે. કેટલાક વિષયનું કેટલુંક જ્ઞાન છે, તો કેટલુંક અજ્ઞાન છે. કેટલુંક દેખાય છે, તો કેટલુંક નથી દેખી શકાતું. કેટલાક નિયમો લઇ શકીએ છીએ તો કેટલાક નથી લઇ શકતા. લબ્ધિઓ પણ આંશિક ખીલી છે. અમુક દાન કરી શકીએ, અમુક નહિ. કેટલુંક ભોગવી શકીએ, કેટલુંક નહિ. કયારેક થોડો ઘણો મુડ આવે, કયારેક ન આવે. આમ, કર્મના ઉદય-ક્ષયોપશમ સાથે હોવાથી કેટલાક અંશમાં ગુણ પ્રગટ ન થાય, પણ આંશિક ગુણો પ્રગટ થાય.
દાનાંતરાય કર્મનો ક્ષયોપશમ થવાથી આંશિક દાનલવિધ પ્રગટ થાય. દાન કરવાનું મન થાય. પુષ્યના ઉદયે સંપત્તિ મળી છે. તો તેનું દાન કરતા રહેવું. દાન કરવામાં જરાય કસર ન રાખવી. ખાવા-પીવા કે મોજશોખમાં ઉપયોગી કરવાના બદલે સંપત્તિનો દાનધર્મમાં ઉપયોગ કરવો. હાલ સાધારણ ખાતા, સાધર્મિક અને સંસ્કારો માટે તમારી સંપત્તિ વાપરવાનો અવસર આવ્યો છે. આમાં ખર્ચેલો એક રુપીયો અનેકગણું વળતર આપી શકે છે. સાથે ગરીબો,
તત્વઝરણું
૨૩૨