________________
ન
કેમ જન્મ-મરણ વગેરે ન હોય ? આત્માના તો જન્મ કે મરણ કદી ન હોય ? તે તો શાશ્વત છે. શરીર પણ મરતું નથી. તે તો પાછળથી બાળવામાં કે દાટવામાં આવે છે. તો જન્મ એટલે શું ? મોત એટલે શું ?
જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ભાવપ્રાણો છે. પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાયબળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, આ દસ દ્રવ્યપ્રાણો છે. આત્મા અને આ દ્રવ્યપ્રાણોનો સંયોગ થાય તેને ઉત્પત્તિ (જન્મ) કહેવાય. જ્યાં સુધી તેઓ જોડાયેલા રહે ત્યાં સુધી જીવન કહેવાય. જ્યારે તેઓ છૂટા પડે ત્યારે મોત થયું ગણાય.
કીડી મરી ગઇ એટલે કીડીના આત્માનો તેના દ્રવ્યપ્રાણોથી વિયોગ થયો. એકેન્દ્રિયને ચાર (આયુ. શ્વાસો, કાયબળ અને સ્પર્શનેન્દ્રિય), બેઇન્દ્રિયને છ (રસનેન્દ્રિય વચનબળ વધ્યા), તેઇન્દ્રિયને સાત (ઘાણેન્દ્રિય વધી), ચઉરિન્દ્રિયને આઠ (ચક્ષુરિન્દ્રિય વધી) અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ (કર્મેન્દ્રિય વધી) અને સંજ્ઞી પંચેન્દ્રિયને દસ (મનોબળ વધ્યું) દ્રવ્ય પ્રાણો હોય.
મોક્ષમાં જે આત્મા જાય, તેની સાથે દ્રવ્યપ્રાણો જોડાતા નથી માટે ત્યાં જન્મ નથી. દ્રવ્યપ્રાણો જોડાયા ન હોવાથી છૂટા પણ પડતા નથી તેથી મોત નથી. આવા જન્મ મરણના દુઃખો વિનાના મોક્ષમાં જવાને કોણ ન ઇચ્છે ? ચાલો ! આપણે સૌ તે માટે વિશેષ પ્રયત્ન આદરીએ. તે માટે શકયતઃ જીવ વિશેષ પ્રયત્ન આદરીએ. તે હિંસાનો ત્યાગ કરીએ.
-
જો આત્મા મરતો જ ન હોય તો તેની હિંસા શી રીતે થાય ? તેમ ન કહેવું. મોત તો શરીરનું કે આત્માનું, કોઇનું ય થતું નથી, પણ પ્રમાદથી આત્માને તેના દ્રવ્ય પ્રાણોથી વિયોગ કરાવવો તેનું નામ હિંસા પ્રમત્તયો ાત પ્રાાવ્યપરોપાં हिंसा
જીવો મરી ન જાય તેનો પૂર્ણ ઉપયોગ રાખવા પૂર્વક ક્રિયા કરવા છતાં ય કોઇ જીવ મરી જાય તો તેની હિંસાનું પાપ ન લાગે કારણ કે પ્રમાદ નથી. જેમ તેમ નીચે જોયા વિના દોડધામ કરતાં કદાચ કોઇ જીવ ન મર્યો હોય તો ચ જીવોની હિંસાનું પાપ લાગે, કારણકે જીવ ન મરે તેની કાળજી નથી. ઉપયોગ નથી, પ્રમાદ છે. આપણે ઉપયોગપ્રધાન જીવનના સ્વામી બનીએ એ જ શુભભાવના.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
U ૯૧