________________
'સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૬ ગુરુવાર, તા. ૨૯-૮-૦૨
ચૌદ રાજલોકની આ દુનિયા પાંચ અસ્તિકાયમય છે. (૧)ધમસ્તિકાય (૨) અધમસ્તિકાય(૩) આકાશાસ્તિકાય(૪)જીવાસ્તિકાય (૫) પુદગલાસ્તિકાય.
આ પાંચ અસ્તિકાચમાં જીવાસ્તિકાય ચેતન છે. બાકીના ચારે જડ છે. માત્ર પુદગલાસ્તિકાય રુપી છે. બાકીના ચારે અરુપી છે.
રુપવાળા તે રુપી અને રુપ વિનાના તે અરુપી એમ નહિ. પરંતુ વર્ણ (રંગ), ગંધ, રસ, સ્પર્શ, આકાર વગેરે જેને હોય તે રુપી અને જેને ન હોય તે અપી. અરુપી પદાર્થો ન દેખાય. રુપી પદાર્થો જ દેખાઇ શકે. આપણી આંખે આપણને જે કાંઇ દેખાય છે, તે બધું પુગલ છે.
આપણને કીડી, મંકોડા, માણસ વગેરેનું શરીર દેખાય છે પણ અંદર રહેલો આત્મા દેખાતો નથી. શરીર પુદ્ગલ છે. માટે દેખાય છે.
જેમાં પૂરણ (પુર) અને ગલન (ગલ) થાય તે પુગલ કહેવાય. તે પરિવર્તનશીલ છે. રુપી છે. ચૌદ રાજલોકમાં અનંતા પુગલો છે. ચૌદ રાજલોકની બહાર એક પણ પુદગલ નથી. આપણો આત્મા ખાવા – પીવા – પહેરવા - ઓઢવા – શ્વાસ લેવા - બોલવા – વિચારવા સતત પુલોનો ઉપયોગ કરી રહ્યો છે. કર્મો પણ પુદ્ગલ દ્રવ્ય છે.
અતિ એટલે પ્રદેશો. કાય એટલે સમૂહ, જથ્થો, પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહેવાય. વસ્તુને સ્કંધ કહેવાય. વસ્તુમાં રહેલા તેના નાના ભાગને દેશ કહેવાય. અને જેના ફરી બે ભાગ ન થઇ શકે તેવા વસ્તુમાં રહેલા તેના નાનામાં નાના ભાગને પ્રદેશ કહેવાય. આ પ્રદેશ જ્યારે તે વસ્તુથી છૂટો પડે ત્યારે તે પરમાણુ કહેવાય.
ધમસ્તિકાય, અધમસ્તિકાય, લોકાકાશ અને જીવાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો છે. આ ચારે અખંડ દ્રવ્યો છે. તેમના ટૂકડા થઇ શકતા નથી. તેમાંથી કોઇ અંશ છૂટો પડી શક્તો નથી, તેથી તેમના સ્કંધ, દેશ અને પ્રદેશ, એમ ત્રણ પ્રકારો હોવા છતાંય પરમાણુ નામનો કોઇ પ્રકાર નથી.
ધમસ્તિકાય અને અધમસ્તિકાય સમગ્ર લોકાકાશમાં વ્યાપ્ત છે, તેથી તેમનો આકાર પણ લોકાકાશ જેવો છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને લોકાકાશના જેટલા અસંખ્યાતા પ્રદેશો છે તેટલા જ અસંખ્યાતાપ્રદેશો દરેક આત્માના છે, પણ આત્મા સંકોચ - વિકાસશીલ હોવાથી નાનો - મોટો થઇ શકે છે, પણ તેમના આત્મપ્રદેશોની સંખ્યામાં જરા ય ફેરફાર થતો નથી.
જ્યારે હાથ કે પગ કપાઇ જાય ત્યારે તેના આત્મપ્રદેશો બે વિભાગમાં તત્વઝરણું
૯૨