________________
“ભગવન્! કહો ! મને કેવળજ્ઞાન કયારે થશે?' તેમણે પૂછી લીધું.
(દેવ પ્રસન્ન થાય, “માંગ, માંગ, માંગે તે આપું' કહે તો શું માંગીએ ? ગૌતમસ્વામી, અર્ણિકાપુત્ર વગેરેને મોક્ષથી ઓછું કાંઇ ખપતું નહોતું.)
“ગંગા નદી પાર કરો ત્યારે.” કેવલીએ જવાબ આપ્યો.
આ સાંભળતા જ આચાર્ય ઊભા થયા. હવે ગોચરી પણ નહિ. વાપરવાનું છોડીને ગંગાનદી પાર કરવા ચાલ્યા. મોક્ષની કેવી તીવ્ર લગના
જેટલી પૈસા મેળવવાની તીવ્ર ઇચ્છા છે, તેટલી કે તેથી પણ વધારે મોક્ષ મેળવવાની તમન્ના ખરી? ગાડી ચૂકી ન જવાય તે માટે ભોજન છોડીને પણ કયારેક દોડ્યા, પણ વ્યાખ્યાન ચૂકી ન જવાય તે માટે ભોજન છોડીને કયારે ય દોડ્યા ખરા?
ગાંધર્વ દેવોના સુમધુર સંગીતમય, ગીતો સાંભળવા કરતાં ય વધારે આનંદ જિનવાણી સાંભળવામાં જેને આવે તે સમકિતી. તે હવે અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી વધારે તો સંસારમાં ન જ ભમે; કારણકે અર્ધચરમાવર્તકાળમાં તેનો પ્રવેશ થઇ ગયો છે. શું આપણે તેમાં પ્રવેશ નથી કરવો?
- ગંગાનદી પાર કરતી વખતે પૂર્વના વૈરીએ તેમને ત્રિશૂળથી ઊંચકયા. માંસના લોચા ને લોહીની શેરો ઉડવા લાગી. સમતામાં લીન છે. “મરતાં મરતાં પણ પાણીના કેટલા બધા જીવોને મારી રહ્યો છું' ના વિચારે ત્રાસ છે. ક્ષપકશ્રેણી માંડી. કેવળજ્ઞાન પામ્યા. આયુષ્ય વગેરે ચાર અઘાતીક ખપતાં મોક્ષે ગયા. - જ્યાં સંતોષ, તૃપ્તિ વગેરે આત્મિક ગુણોની ખીલવણી છે. ત્યાં શાંતિ, સમાધિ, પ્રસન્નતા છે. જ્યાં ઇચ્છાઓ, અસંતોષ, અતૃપ્તિ વગેરે દોષો છે, ત્યાં સંકલેશ-અશાંતિ-અસમાધિ છે. ટૂંકમાં દોષના જાગરણમાં દુઃખ છે. ગુણપ્રાપ્તિ માં આનંદ છે.
મોક્ષમાં ગયેલા આત્મામાં દોષનું જાગરણ નથી, માટે ત્યાં કોઇ દુઃખ નથી. સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થવાથી આનંદમાં મસ્ત રહેવાનું છે. ત્યાં મોત થતું નથી, માટે ત્યાંથી પાછા આવવાનું નથી. ત્યાં શરીર જ નથી માટે રોગ-ઘડપણ-ભૂખ -તરસ-ઠંડી-ગરમી વગેરે દુઃખો નથી. તેને દૂર કરવા દવા,ભોજન, સરબત વગેરે કોઇ પદાર્થોની જરૂર નથી. ત્યાં તો છે સદા પૂર બહાર આનંદ, આનંદ ને આનંદ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
| ૯૯