________________
૪૫ લાખ યોજન પ્રમાણ છે.
૪૫ લાખ યોજન પ્રમાણ સિદ્ધશીલાના ઉપરના ૧/૬ ગાઉના વિસ્તારમાં બધે અનંતા અનંતા સિદ્ધ ભગવંતો છે. કોઇ પ્રદેશ ખાલી નથી, તેથી નક્કી થાય છે કે નીચે મનુષ્યક્ષેત્રના ૪૫ લાખ યોજનના દરેકે દરેક આકાશપ્રદેશથી આત્માઓ મોક્ષે ગયા છે. એટલે કે કર્મભૂમિ કે અકર્મભૂમિ, અઢી દ્વીપ - બે સમુદ્ર, બધેથી આત્માઓ મોક્ષે ગયા છે. પર્વત, નદી, ખીણ, વગેરેમાંથી પણ મોક્ષે ગયા છે.
મનુષ્યલોકના જુદા જુદા વિસ્તારોમાંથી મોક્ષે જવાનું સતત ચાલુ છે પણ ક્યારેક એક-બે-ત્રણ સમયથી માંડીને વધુમાં વધુ છ મહીનાનું આંતરું પડી શકે છે. તેટલા કાળ સુધી મોક્ષે કોઇ ન જાય તેવું બને, પણ ત્યારપછી તો કોઇ અવશ્ય મોક્ષે જાય જ.
લોટરીની ટીકીટનો ડ્રો રોજ થતો હોય, વધુમાં વધુ છ મહીનાના અંતરે અવશ્ય ડ્રો થતો હોય. ટીકીટ હોવા છતાં કયારે ય નંબર ન લાગતો હોય તો ત્રાસ થાય કે નહિ? ભવ્ય છીએ માટે મોક્ષે જવાની યોગ્યતા તો છે જ. જીવો સતત મોક્ષે જઇ રહ્યા છે. છ મહીનાથી વધારે અંતર પડતું નથી. હજુ આપણો નંબર ન લાગ્યો તેનું દુઃખ, વેદના, આઘાત છે ખરો? મોક્ષની તીવ્ર લગન પેદા થઇ છે ખરી?
૨૪ ફલેટના એપાર્ટમેન્ટમાં, બે-ત્રણ ઘરે જ ટી.વી. હોય અને પોતાના ઘરે ન હોત તો તેનો ત્રાસ ન થાય, પણ ૧૮-૨૦ ફલેટમાં ટી.વી. આવ્યું હોય અને પોતાને ત્યાં ન હોય તો ત્રાસ થાય ને? માત્ર ૨-૪ આત્માઓ મોક્ષે ગયા હોત તો વાંધો નહોતો, પાંચમાં અનંતા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે, છતાં આપણો નંબર હજુ નથી લાગ્યો, તેનો ત્રાસ કેટલો? અભવ્યો કરતાં ય અનંતગણા આત્માઓ મોક્ષે ગયા છે, આપણે ન ગયા તેની અકળામણ કેમ નહિ?
અર્ણિકાપુત્ર આચાર્યે ગોચરી લાવનારને પૂછયું, “વરસાદમાં કેમ લાવ્યા? જવાબ : ‘અચિત્ત પાણી હતું ત્યાંથી જઇને લાવ્યા.''
‘કેવી રીતે ખબર પડી ? કોઇ જ્ઞાન થયું છે?'' નવો સવાલ પૂછાયો. ‘‘હાજી ! આપની કૃપાથી.'' વિનયપૂર્વક જવાબ અપાયો.
કયું જ્ઞાન? પ્રતિપાતી કે અપ્રતિપાતી? (પ્રતિપાતી એટલે આવીને ચાલ્યું જાય તેવું જ્ઞાન. અપ્રતિપાતી એટલે આવ્યા પછી કદી ય પાછું ન જાય તેવું જ્ઞાન - કેવળજ્ઞાન.)
“આપની કૃપાથી અપ્રતિપાતી જ્ઞાન થયું છે.''
તત્વઝરણું
૯૮