________________
છઠ્ઠા-સાતમા ગુણઠાણાનો ભેગો કાળ દેશોનપૂર્વક્રોડવર્ષ છે. આઠ વર્ષ પછી પ્રાપ્ત થાય. વધુમાં વધુ પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને જ આ બે ગુણઠાણા આવે. વારાફરતી બદલાયા કરે. છઠ્ઠું કે સાતમું ગુણઠાણું સળંગ એક અંતર્મુહૂર્તથી વધારે ન રહે. આત્મા હીંડોળાની જેમ છઢેથી સાતમે અને સાતમેથી છઅે સતત આવ-જા કર્યા કરે. હીંડોળા બે છેડે તો ઘણો ઓછો સમય રહે તેમ સાતમા ગુણઠાણે આત્મા ઘણો ઓછો સમય રહે. સમગ્ર ભવચક્રમાં સાતમું ગુણઠાણું ઘણીવાર આવી શકે, પણ તે બધાનો ભેગો સમય પણ ૪૮ મિનિટથી ઓછો હોય. અંતર્મુહૂર્તથી વધારે ન થાય.
દર અંતર્મુહૂર્ત છઠ્ઠા ગુણઠાણે પસાર કરીને તરત સાતમા ગુણઠાણે જવું જ પડે. જે છટ્ટેથી સાતમે ન જાય તે અંતર્મુહૂર્ત પછી પાંચમા-ચોથા-પહેલા વગેરે ગુણઠાણે જાય. તે તો પોષાય તેવી ચીજ નથી. તેથી સંયમજીવનમાં સતત જાગૃતિ જોઈએ. ઊંઘમાં પણ પડખું ફેરવતાં પૂંજવું-પ્રમાર્જવું જોઈએ. સ્વપ્નોમાં પણ પરમાત્મા દેખાય. પરમાત્માના શાસનના પદાર્થો દેખાય. ઊંઘમાં પણ શાસ્ત્રોના પાઠ ચાલ્યા કરે.
આત્મા છઠ્ઠા-સાતમા ગુણઠાણે વારંવાર આવન-જાવન કર્યાં કરે. ત્યારપછી આગળ વધવા માટેની બે લાઈન આવે છે. અંધેરી સુધી એક જ લાઈન, પછી અંધેરીથી ઉપડેલી બે ગાડીઓ બાંદરા સુધી સાથે જાય. પછી તેમની લાઈન જુદી પડે. એક લાઈન વી.ટી. જાય તો બીજી લાઈન ચર્ચગેટ જાય. તેમ મા ગુણઠાણા સુધી એક જ લાઈન છે. ત્યારપછી બે લાઈન આગળ જાય. ૮૯-૧૦ ગુણઠાણા સુધી બંને લાઈન સાથે ચાલે. પછી જુદી પડે. એક ૧૦ મે થી ૧૧ મે જાય, બીજી ૧૦ મે થી ૧૨ મે જાય. જે લાઈનમાં દસમા ગુણઠાણા પછી ૧૧ મું ગુણઠાણું આવે તે ઉપશમશ્રેણી કહેવાય. જેમાં દસમા પછી બારમું ગુણઠાણું આવે તે ક્ષપકશ્રેણી કહેવાય. બારમે પહોંચનારો તેરમે-ચૌદમે થઈને મોક્ષે જાય જ. પણ જે ૧૧ મે ગુણઠાણે પહોંચ્યો તેણે પાછા ફરવું જ પડે. વી.ટી. પહોંચેલી ગાડી આગળ પાટા ન હોવાથી પાછી ફરે; તેમ ૧૧ મે પહોંચેલો આત્મા પાછો ફરે પણ આગળ વિકાસ ન સાધે.
આપણા આ ભરતક્ષેત્રમાંથી હાલ વધુમાં વધુ સાતમા ગુણઠાણા સુધીનો જ વિકાસ સાધી શકાય છે. પૂર્વે તો આપણા ભરતક્ષેત્રમાંથી પણ ઉપશમશ્રેણી - ક્ષપકશ્રેણી માંડી શકાતી હતી, પણ જંબુસ્વામીજીના મોક્ષ પછી તે બંધ થયેલ છે. પરંતુ મહાવિદેહક્ષેત્રમાંથી તો આજે પણ બંને શ્રેણી માંડી શકાય છે. ઠેઠ મોક્ષ સુધી પહોંચી શકાય છે.
IPM
૧૧ મા ગુણઠાણે પહોંચેલો આત્મા આગળ ન વધતા રીટર્ન થાય. જો તેનું
તત્વઝરણું
૧૯૩
.