________________
સંવત ૨૦૫૮ આસો વદ - ૩ ગુરુવાર, તા. ૨૪-૧૦-૦૨
બાહ્રક્રિયાઓ પહેલા જાણવાની. જાણવાથી હૃદયમાં આદર - બહુમાન પેદા થાય. જેના પ્રત્યે આદર પેદા થાય, તે કરવાનું મન થાય. પછી તેનું પાલન પણ શરુ થાય. આમ જાણવું, આદરવું અને પાળવું, એ ત્રણ ભૂમિકામાંથી આપણે પસાર થવાનું છે.
ચોથું ગુણસ્થાનક જાણવાની અને જાગવાની ભૂમિકા રુપે છે. જાણેલા પ્રત્યે આદર અને પાલન થાય ત્યારે પાંચમું કે છછું ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
જાગેલો ચોથા ગુણઠાણે છે. જાગ્યા પછી જે થોડો ભાગ્યો, તે પાંચમાં ગુણઠાણે છે. જે પૂરેપૂરો ભાગ્યો, તે છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણે છે.
ચોથા ગુણઠાણાનું નામ અવિરત સમ્યગૃષ્ટિ છે. સમકિત પામેલો છે, માટે તે સમ્યગ્રદષ્ટિ કહેવાય, પણ હજુ જરા ય વિરતિ પામ્યો નથી, પાપોથી અટકયો નથી માટે અવિરત છે. સમકિત પામ્યા વિના ઉપરની કોઈ ભૂમિકા પેદા ન થઈ શકે. માટે ચોથા ગુણઠાણે પહોંચ્યા પછી જ ઉપરના ગુણઠાણા આવે. આ સમકિત જેનશાસનનું પ્રવેશદ્વાર છે. તેમાં પ્રવેશ્યા પછી જ વિરતિધર્મની આરાધના થઈ શકે છે. બધા ગુણો ખીલી શકે છે. માટે ચોથા સ્વપ્ન લક્ષ્મીજી સાથે તેનો સંબંધ વિચારી શકાય.
દીક્ષા જીવન સ્વીકારવું જ જોઈએ, હું કયારે સંયમ સ્વીકારું? તેવી ભાવના સાથે સંયોગવશ જે આત્મા સંયમ ન સ્વીકારી શકે તે સંયમના ભાવ સાથે શકયતઃ પાપોનો ત્યાગ કરે ત્યારે દેશવિરતિ નામના પાંચમાં ગુણઠાણે આવે છે. આવો શ્રાવક પોતાના સુંદર આચારો વડે ઠેર-ઠેર સન્માન પામે છે; માટે પાંચમા સ્વપ્ન કુલની માળા સાથે તેનો સંબંધ સારો જામે છે. આ પાંચમું ગુણઠાણું દેશોના પૂર્વ ક્રોડ વર્ષ સુધી ટકી શકે છે. આઠ વર્ષની ઉંમરે આવી શકે છે. એક પૂર્વ એટલે ૦૦૫૬૦ અબજ વર્ષ. વધુમાં વધુ આવા એક કરોડ પૂર્વના આયુષ્યવાળા જીવો પાંચમ ગુણઠાણું પામે તેથી વધુ આયુષ્યવાળા ન પામે.દેશોન = ૮ વર્ષ ઓછા પૂર્ણ ક્રોડ વર્ષ સુધી આ પાંચમું ગુણઠાણું ટકે. | છઠ્ઠું સ્વપ્ન ચંદ્ર છે. ચંદ્ર શીતળ છે. સૌમ્ય છે. આહલાદક છે; પણ તેમાં ચ કલંક તો છે જ. તે ન ભૂલવું. તેમ છવું ગુણસ્થાનક પ્રમત્તસર્વવિરતિ સંયમ, આત્મા માટે આહલાદક છે. લાભદાયક છે, પણ તેમાં પ્રમાદ નામનું કલંક છે. સાતમું સ્વપ્ન સૂર્ય છે. તે તેજસ્વી છે. તેમાં કોઈ કલંક નથી, સાતમું ગુણઠાણું અપ્રમત્ત સર્વવિરતિ છે. સંયમજીવન તો છે, પણ તેમાં જરાય પ્રમાદ નથી. કોઈ કલંક નથી. આત્માનું તેજ વિસ્તરી રહ્યું છે.
તત્વઝરણું
૧૯૨