________________
નિષ્કારણ થતું રાત્રિભોજન કાયમ માટે છૂટી જતું હોય ! દીક્ષા લેવાના ભાવ છતાં સંસારમાં બેસી રહે તેના તે ભાવો લાંબા સમય સુધી ટકવા મુશ્કેલ છે. ધીમે ધીમે તે નિષ્ફર બનવા લાગે.
- ચાર મહીનાથી વધારે ટકે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય. આ કષાયોના ઉદયે નાનું પચ્ચકખાણ પણ કરી ના શકાય. શ્રાવકના બાર વ્રતમાંના એકે વ્રત ન લઈ શકો. અરે ! નાનું નવકારશીનું પચ્ચખાણ પણ ન કરી શકાય. શ્રાવક બનવું જોઈએ. રોજ પ્રતિક્રમણ કરવા જોઈએ, રાત્રિભોજન - કંદમૂળ છોડવું જોઈએ વગેરે બધું માને ખરા, કારણકે અનંતાનુબંધી કષાયનો ઉદય નથી પણ તેમાનું કાંઈપણ કરી શકે નહિ, કારણકે અપ્રત્યાખ્યાનીયા કષાયો અટકાવે છે. દેવો વગેરેને આ અપ્રત્યાખ્યાનીય કષાયોનો નિકાચિત ઉદય હોય છે. તેથી તેઓ વ્રત-નિયમ કરી શકતા નથી. શ્રેણિક-કૃષ્ણ વગેરેને પણ આ કષાયોનો નિકાચિત ઉથ હતો. | ૧૫ દિવસથી વધારે ટકે તેવા કષાયો પ્રત્યાખ્યાનીય હોય છે. તે કષાયો ભગવાનની વાતો માનવા દે, સંયમજીવન લેવું જોઈએ, તેવું મનાવે, બાર વ્રતપચ્ચફખાણ વગેરે લેવા દે પણ દીક્ષા લેવા ન દે. મંદ કક્ષાના કષાયો હોવાથી શ્રાવકજીવન ઊંચું જીવવા દે ખરા, પણ સાધુ ન બનવા દે. બધા તિર્યંચોને આ પ્રત્યાખ્યાનીય કષાયોનો નિકાચિત ઉદય હોવાથી તેઓ દીક્ષા લઈ શકતા નથી. પણ પાંચમુ દેશવિરતિગુણઠાણું તેઓ પામી શકે છે. જે મનુષ્યોને આ પ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય ન હોય તેઓ દીક્ષા લઈને છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણાને પામી શકે.
સંજવલન કષાયોનો ઉદય હોય તો પણ દીક્ષા મળે. સં = થોડું, જવલન = બાળવું તે. ચારિત્રજીવનને જે થોડું થોડું બાળવાનું કામ કરે તે સંજવલન કષાય કહેવાય. તેઓ પાંચ મહાવ્રતોમાં અતિચારો લગાડે. ખાવામાં લાલસા કરાવે. થોડો થોડો ગુસ્સો કરાવે; પણ પછી પસ્તાવો થાય. પ્રાયશ્ચિત્ત લે. આ કષાયોની હાજરીમાં પણ સાધુપણું ટકે છે. ચાલી જતું નથી; આ કષાયોના ઉદયે આત્મા દસમા ગુણઠાણા સુધી વિકાસ સાધી શકે પણ ૧૧ થી ૧૪ ગુણઠાણા કે મોક્ષની પ્રાતિ તેને ન થઈ શકે.
આપઘાત ન કરાય. આપઘાત કરીએ તો માનવભવ હારી જઈએ. આ માનવભવમાં અત્યારે પણ સાતમા ગુણઠાણા સુધીનો વિકાસ સાધી શકાય, પણ આપઘાત કરીને જે ભવમાં જઈએ ત્યાં તેટલો વિકાસ ન સાધી શકાય. આ ભવમાં તો જેટલું વધારે જીવાય તેટલું સારું, તેટલી વધારે સાધના થાય. તેથી મનમાં પણ આપઘાતનો વિચાર ન કરાય કે કોઈને આપઘાતની ધમકી પણ ન અપાય.
તત્વઝરણું
(
૧૯૧