________________
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય,પ્રત્યાખ્યાનીય અને સંજવલન, એમ ચાર-ચાર પ્રકારના હોવાથી કુલ ૧૬ પ્રકારના કષાયો થયા. એક વર્ષથી વધારે ટકે તેવા તીવ્ર કક્ષાના કષાયો અનંતાનુબંધી કહેવાય. તે ઉદયમાં હોય તો સમકિત ના આવવા દે. સત્તામાં તો તે ૧૧મા ગુણઠાણા સુધી ટકી શકે છે. - આ કષાયો બહુ ખરાબ છે. ૧૧મા ગુણઠાણાથી પતન પામેલા આત્માને આ કષાયોનો ઉદય બીજે ગુણઠાણે થઈ ૧લા ગુણઠાણે મોકલી શકે છે. ઠેઠ નિગોદમાં પહોંચાડે છે. અનંતોકાળ ત્યાં ફસાવી દે છે. ખીલેલા આત્મિકગુણો ચાલ્યા જાય છે. ગુમાવેલા પૈસા તો થોડા વર્ષો પછી પાછા મેળવી શકાય પણ ગુમાવેલા ગુણો પાછા મેળવવા મુશ્કેલ બને છે. જે કષાયો આપણી આવી ખરાબ હાલત કરે છે, તે ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરી દેવો જોઈએ. ક્રોધ ન કરીએ, ક્ષમા ધારણ કરીએ તો નવું કષાયમોહનીય કર્મ ન બંધાય, જે બંધાય તેમાં ઓછો રસ પડે.
બીજા ખોટા કાર્યો કરે તો પણ આપણે તેમની ઉપર ગુસ્સે થવાની શી જરુર? ભેંસના શીંગડા ભેંસને ભારે. તેના દોષે તે મરશે. તેનું ફળ તે ભોગવશે. પણ કષાયો કરી કરીને આપણા આત્માને વધુ ભારે કર્મી કે દુષ્ટ બનાવવાની શી જરુર? છે માયા-કપટ ન કરવા. સરળ બનવું. સરળતાના લાભ ઘણા છે. માયાવીપણું સંસારમાં ઘણો કાળ રખડાવે છે. સ્ત્રી-તિર્યંચના અવતારો લેવડાવે છે. અહંકારલોભ વગેરે દોષો તો પાપોનો બાપ છે. બધા પાપોને તેઓ ખેંચી લાવે છે.
- અનંતાનુબંધી કષાયોનો ઉદય અટકે એટલે સમકિત મળે. સમકિતી સંયમજીવન લેવા તલસતો હોય. દીક્ષા લીધા વિના તેને ચેન ન પડે. કર્મો અટકાવે તે જુદી વાત, બાકી તે સંયમ લીધા વિના રહી ન શકે. 1 કપડાં ટીપટોપ જોઈએ. ફર્નીચર ઊંચામાં ઊંચુ જોઈએ. ભોજન ટેસ્ટી જોઈએ. બધી વસ્તુ અપટુડેટ જોઈએ. તો ધર્મ પણ કેમ ફર્સ્ટકલાસ ન જોઈએ? ફર્સ્ટકલાસ ધર્મ એટલે સંયમ જીવન. જે તે લેવાની સાચી ઈચ્છા હોય તો તરત લઈ લેવાય. અટકાય શી રીતે? કર્મોના નિકાચિત ઉદયે જે લઈ શકતો ન હોય તે ધૂસકે ધ્રુસકે રડતો હોય. તેની સ્થિતિ કોઈ જુદી જ હોય. બાકી, સંસારમાં મસ્તીથી રહેતો હોય અને બોલતો હોય કે ““દીક્ષા લેવી છે, પણ શું કરું? કર્મો નડે છે,' તે શી રીતે સાચું મનાય? TET 1 2 | દીક્ષા લેવી સહેલી છે, પણ દીક્ષા ન મળવાના કારણે સંસારમાં તરફડતા રહેવું મુશ્કેલ છે. રાત્રિભોજન છોડવું સહેલું છે પણ રડતાં રડતાં ચાલુ રાખવું મુશ્કેલ છે. શું એવી રીતે રડતાં રડતાં રાત્રિભોજન કરો છો, કે જે જોનારાનું
તત્વઝરણું
૧૦