________________
૧૧ મા ગુણઠાણે આયુષ્ય પૂર્ણ થાય તો મરીને વૈમાનિક દેવલોકમાં પહોંચે, જ્યાં તેને ચોથું ગુણઠાણું હોય. જો આયુષ્ય પૂર્ણ ન થાય તો સંજવલન કષાયનો ઉદય થવાથી તે નીચે પટકાય. ૧૧ મે થી ૧૦ મે-૯ મે-૮ મે-૯ મે થઈ છકે આવે. કોઈ ત્યાંથી પાંચમે-ચોથે-બીજે થઈને પહેલે ગુણઠાણે પણ જાય. ઉપશમશ્રેણીના ૧૧ મા ગુણઠાણાથી પણ આત્માનું પતન કરનારા આ કષાયો કેટલા બધા ભયાનક કહેવાય, તે હવે સમજાઈ ગયું હશે! કોઈ છડે-ચોથે સ્થિર પણ રહે. કોઈ ત્યાંથી ફરી ઉપર ચઢે. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી પણ માંડે.
આ કષાયોના ભાઈ સમાન નોકષાયો છે. ચોરનો ભાઈ ઘંટીચોર જેવા છે. કષાયોને પેદા કરે છે, માટે નોકષાય કહેવાય છે. દારૂના પીઠામાં દારુ પીતા મિત્રની સાથે બેસીને દૂધ પીનારાને પણ લોકો તો દારુડીયો જ સમજે. ચોરોની સાથે બેસીને નાસ્તો કરનારો પણ ચોર ગણાય; તેમ કષાયોને ઉત્તેજિત કરનારને નોકષાય કહેવાય છે. તે નવ પ્રકારના છે. (૧) હાસ્ય (૨)રતિ (૩)અરતિ (૪)શોક. (૫)ભય (૬)જુગુપ્સા અને(૭-૮-૯)ત્રણ વેદ. તેમને પેદા કરનારા તે તે નામના નવ નોકષાય મોહનીય કર્મો છે.
હાસ્ય મોહનીસકર્મ હસાવે. હસવું સારું નથી. જરુર પડે સ્માઈલ આપીએ તે વાત જુદી, બાકી ગંભીર રહેવું જોઈએ. ખડખડાટ હસવું, અટ્ટહાસ્ય કરવું, મજાક-મશ્કરી કે ઠઠ્ઠી કરવા શોભતું નથી. હસવામાંથી કયારેક ખસવું થાય છે. હાંસી-મશ્કરી અનેક જાતના ઝઘડા પેદા કરે છે. દીવેલીયું મોટું રાખવું, રડવું, આક્રંદ કરવું, શોક કરવો તે શોક મોહનીય કર્મના કારણે બને. રતિ એટલે રાગ. ખાવા-પીવા-ઓઢવા-ફરવા વગેરેમાં આનંદ માણવો તે રતિ. અરતિ એટલે અણગમો-અરુચિ-કંટાળો-બેચેની–ગમગીની વગેરે. આ બધામાં રતિ-અરતિ મોહનીયકર્મ કારણ છે ભચમોહનીય કર્મના ઉદયથી ભય પેદા થાય. કોઈ સ્મશાનમાં જતા ડરે તો કોઇ નાના ઉંદરડાથી ડરે. કોઈ બિલાડીથી ગભરાય તો કોઈ વાંદાથી ગભરાય. જુગુપ્સા એટલે દુર્ગછા-ચીતરી. લોહી, માંસ,કલેવર, ગંદકી, વિષ્ઠા વગેરે જોઈને ચીતરી ચડે તેમાં આ જુગુપ્સા મોહનીય કર્મ કારણ છે. [ કામવાસના પેદા કરનારા ત્રણ વેદ મોહનીયકર્મો છે : (૧)પુરુષવેદ (૨)સ્ત્રીવેદ અને (૩)નપુંસકવેદ. આ નવ નોકષાયોને પેદા કરનારા નવા નોકષાય મોહનીસકર્મો અને ૧૬ કષાયોને પેદા કરનારા સોળ કષાય મોહનીય કર્મો મળીને ૨૫ ચારિત્રમોહનીય કર્મો છે. તેમાં મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વા મોહનીય અને મિશ્ર મોહનીય એમ ત્રણ દર્શન મોહનીય કર્મો ઉમેરતાં મોહનીયકર્મના ૨૮ પેટાભેદો થાય છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
૧૯૪